________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૦૧ વિભૂતિ જોવાઈ. પ્રમોદનો અતિશય થયો. ત્યારપછી ઘણા તસ્કરવાળા તે ભવગ્રામનો ત્યાગ કરીને ત્યારપછી બહિર્ભત નિરુપદ્રવવાળા શિવાલય નામના મહામઠમાં જઈને તે સારગુરુ રહ્યા. આવા પ્રકારનો તે આ વૃતાંત તેને પ્રાપ્ત થયો. રાજા કહે છે. કેવી રીતે આ વૃત્તાંત આ જનમાં સમાન છે ?= અમારા બધામાં આ સમાન છે ?
कथाशेषोपनयः भगवानाह-महाराजाकर्णय-महामाहेश्वरस्थानीयोऽत्र सद्धर्मप्रबोधकरो गुरुर्द्रष्टव्यो, यतः
બઠરગુરુની બાકીની કથાનો ઉપનય ભગવાન કહે છે – હે મહારાજા ! સાંભળ. માહેશ્વર સ્થાનીય અહીં સંસારમાં, સધર્મ પ્રબોધકર ગુરુ જાણવા. શ્લોક :
विडम्ब्यमानं रागादितस्करैर्दुःखपीडितम् । भावैश्वर्यपरिभ्रष्टं, स्वकुटुम्बवियोजितम् ।।३३६।। लोकभौतं भवग्रामे, वीक्ष्य भिक्षाचरोपमम् । तन्मात्रेणैव संतुष्टं, कर्मोन्मादेन विह्वलम् ।।३३७।। सद्धर्मगुरुरेवात्र, जायते करुणापरः ।
अमुष्मादःखसन्तानात्कथमेष वियोक्ष्यते? ।।३३८ ।। શ્લોકાર્થ :
જે કારણથી રાગાદિ તસ્કરોથી વિડંબના કરાતો, દુઃખથી પીડિત, ભાવઐશ્વર્યથી પરિભ્રષ્ટ, સ્વકુટુંબથી વિયોજિત ભિક્ષાચરની ઉપમાવાળા તેના માત્રથી જ સંતુષ્ટ-ભિક્ષાની પ્રાપ્તિ માત્રથી સંતર, કર્મના ઉન્માદથી વિઠ્ઠલ ભવગ્રામમાં લોકભોતને જોઈને અહીં=સંસારમાં, સધર્મગર જ કરુણાતત્પર થાય છે. કેવી રીતે આEલોકભૌત, આ દુઃખના સંતાનથી મોક્ષ પામશે એ પ્રકારની કરુણા થઈ એમ અન્વય છે. ll૩૩૬થી ૩૩૮ll
ततो जिनमहावैद्योपदेशादवधारयति सद्धर्मगुरुस्तत्रोपायं, ततो धूर्ततस्करेष्विव सुप्तेषु रागादिषु क्षयोपशममुपगतेषु प्रज्वालयति जीवस्वरूपशिवमन्दिरे सज्ज्ञानप्रदीपं, पाययति सम्यग्दर्शनामलजलं, समर्पयति चारित्रवज्रदण्डं, ततोऽयं जीवलोकः सज्ज्ञानप्रदीपोद्योतितस्वरूपशिवमन्दिरे महाप्रभावसम्यग्दर्शनसलिलपाननष्टकर्मोन्मादो, गृहीतचारित्रदण्डभासुरो गुरुवचनेनैव निर्दलयति सस्पर्धमाहूय महामोहादिधूर्ततस्करगणं, तं च निर्दलयतोऽस्य जीवलोकस्य विशालीभवति कुशलाशयः, क्षीयन्ते