________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૧૪
શ્લોકાર્થ :
હે તાત ! રત્નચૂડ ! તમારા સુનિર્મલ ગુણોથી આવર્જિત એવી સર્વ અમે સર્વ પ્રકારે તમારામાં અત્યંત અનુરક્ત છીએ. II૭૦।।
શ્લોક ઃ
यस्य भागवतो धीर! नमस्कारो हृदि स्थितः ।
सदा जाज्वल्यते लोके, तस्य ते किमु दुर्लभम् ? ।।७१।।
શ્લોકાર્થ ઃ
હે ધીર ! જેના હૃદયમાં રહેલો ભગવાનનો નમસ્કાર સદા જાજ્વલ્યમાન છે તેને લોકમાં શું દુર્લભ છે ? ।।૭૧II
શ્લોક ઃ
एताः पञ्चनमस्कारमन्त्रमाहात्म्ययन्त्रिताः ।
आगत्य स्वयमेवेह, वयं किङ्करतां गताः । ।७२।।
શ્લોકાર્થ =
પંચનમસ્કાર મંત્રના માહાત્મ્યથી નિયંત્રિત એવી આ રોહિણી આદિ અમે, અહીં=મારી પાસે, સ્વયં જ આવીને કિંકરતાને પામેલ છીએ. II૭૨૪
શ્લોક ઃ
करिष्यामः प्रवेशं ते, शरीरे पुरुषोत्तम ! ।
प्रतीच्छ भवितव्यं च भवता चक्रवर्तिना ।।७३।।
શ્લોકાર્થ ઃ
હે પુરુષોત્તમ ! તારા શરીરમાં પ્રવેશને કરીશું, સ્વીકાર કરો, અને ચક્રવર્તીરૂપે તમારા વડે થવા યોગ્ય છે. II93]]
શ્લોક ઃ
एतच्चास्माभिरादिष्टं, विद्याधरबलं तव ।
पदातिभावमापन्नमायातं द्वारि वर्तते ।। ७४ ।।
શ્લોકાર્થ :
અને અમારા વડે=દેવીઓ વડે, આદેશ કરાયેલું, તમારા પદાતિ ભાવને પામેલું આ વિધાધરનું સૈન્ય દ્વારમાં આવેલું વર્તે છે. II૭૪।।