________________
૨૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આ બે લોચન અને હૃદય જનનું જાતિસ્મરણ છે. જે કારણથી આ હૃદય અને લોચન દષ્ટ માત્રમાં પ્રિયાપ્રિયને જાણે છે. ll૪૫૪ll શ્લોક :
वत्स! त्वं नैव जानी, मां प्रायेण विशेषतः ।
लघिष्ठोऽसि मया वत्स! विमुक्तो बालकस्तदा ।।४५५ ।। શ્લોકાર્ચ -
હે વત્સ! તું મને પ્રાયઃ વિશેષથી જાણતો નથી. હે વત્સ! તું નાનો છે ત્યારે બાળક એવો તું મારા વડે મુકાયો. ll૪પપા શ્લોક :
अहं हि मातुस्ते वत्स! धिषणाया वयस्यिका ।
वल्लभा बुधराजस्य, नाम्ना मार्गानुसारिता ।।४५६।। શ્લોકાર્ચ -
દિ જે કારણથી, હે વત્સ ! હું તારી માતા ધિષણાની સખી છું. અને બુધરાજાની માર્ગાનુસારિતા નામવાળી વલ્લભા છું. II૪૫૬ll શ્લોક :
शरीरं जीवितं प्राणाः सर्वस्वं मम साऽनघा ।
तव माता महाभाग! पिता ते जीविताधिकः ।।४५७।। શ્લોકાર્ચ -
હે મહાભાગ ! તારી તે નિર્દોષ માતા મારું શરીર, જીવિત, પ્રાણ સર્વસ્વ છે. તારા પિતા જીવિતથી અધિક છે. ll૪પ૭ll શ્લોક :
तयोरेव समादेशादहं लोकविलोकनम् ।
कर्तुं विनिर्गता वत्स! जातमात्रे पुरा त्वयि ।।४५८।। શ્લોકાર્થ :
તે બંનેના જ=બુધના અને ધિષણાના, સમાદેશથી લોકના વિલોકનને કરવા માટે હે વત્સ! પૂર્વમાં તારો જન્મ માત્ર થતે છતે હું નીકળેલી છું. II૪૫૮ll