________________
૨૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
તેથી મારા વડે કહેવાયું. હે માતા ! કયા નામવાળું આ અવાંતરપુર છે=ભવચક્ર મહાનગરનું અવાંતરપુર છે. નિવેદન કરો. કયા નામવાળો આ ગિરિ છે-અવાંતરપુરમાં રહેલો આ પર્વત કયા નામવાળો છે અને શિખરમાં આ પર્વતના શિખરમાં, પુર નગર, કયું છે ? Il૪૭૨ા. શ્લોક :
मार्गानुसारिता प्राह, वत्स! नो लक्षितं त्वया? ।
सुप्रसिद्धमिदं लोके, पुरं सात्त्विकमानसम् ।।४७३।। શ્લોકાર્ચ -
માર્ગાનુસારિતા કહે છે. હે વત્સ ! વિચાર ! તારા વડે જણાયું નથી, લોકમાં આ સુપ્રસિદ્ધ સાત્વિકમાનસ નામનું પુર છે. ll૪૭૩| શ્લોક :
एषोऽपि सुप्रसिद्धोऽत्र, विवेकवरपर्वतः ।
प्ररूढमप्रमत्तत्वमिदं च शिखरं जने ॥४७४।। શ્લોકાર્ચ -
અહીં=સાત્વિકમાનસપુરમાં, આ પણ સુપ્રસિદ્ધ એવો વિવેકવર પર્વત છે અને લોકમાં આ શિખર અપ્રમતત્વરૂપે પ્રરૂઢ છે પ્રસિદ્ધ છે. ll૪૭૪ll શ્લોક :
इदं तु भुवनख्यातं, वत्स! जैन महापुरम् ।
तव विज्ञातसारस्य, कथं प्रष्टव्यतां गतम्? ।।४७५।। શ્લોકાર્ધ :
વળી, હે વત્સ ! ભવનમાં ખ્યાત એવું જૈન મહાપુર છે. વિજ્ઞાતસાર એવા તને કઈ રીતે પ્રશ્નનો વિષય થયો ?=પૂછવાનો વિષય થયો ? Il૪૭પી શ્લોક :
यावत्सा कथयत्येवं, मम मार्गानुसारिता ।
तावज्जातोऽपरस्तत्र, वृत्तान्तस्तं निबोध मे ।।४७६।। શ્લોકાર્ય :
જ્યાં સુધી તે માર્ગાનુસારિતા મને આ પ્રમાણે કહે છે ત્યાં સુધી જ્યાં હું માર્ગાનુસારિતા સાથે બેઠો હતો, ત્યાં અપર વૃત્તાંત થયો. મારા તે વૃત્તાંતને સાંભળો. ૪૭૬ll