________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
गाढं प्रहारनिर्भिन्नो, नीयमानः सुविह्वलः । पुरुषैर्वेष्टितो दृष्टो, मयैको राजदारकः ।।४७७।।
શ્લોકાર્થ :
ગાઢ પ્રહારથી ભેદ કરાયેલો, અત્યંત વિલ્વલ, રાજપુત્રોથી વીંટળાયેલો લઈ જવાતો એક રાજપુત્ર મારા વડે જોવાયો. II૪૭૭]I
શ્લોક ઃ
શ્લોક ઃ
ततो मयोक्तं
क एष दारको मातः ! किं वा गाढप्रहारितः ।
कुत्र वा नीयते लग्नाः, के वाऽमी परिचारकाः ? ।।४७८ ।।
શ્લોકાર્થ ઃ
તેથી=રાજપુરુષોથી વેષ્ટિત લઈ જવાતો જોવાયો તેથી, મારા વડે કહેવાયું=વિચાર વડે કહેવાયું – હે માતા ! આ રાજપુત્ર કોણ છે ? અથવા કેમ ગાઢ પ્રહારિત છે ? અથવા ક્યાં લઈ જવાય છે ? અથવા લાગેલા આ પરિચારકો કોણ છે ? ।।૪૭૮||
संयमपराभवः
૨૪૧
मार्गानुसारिता प्राह, विद्यतेऽत्र महागिरौ ।
राजा चारित्रधर्माख्यो यतिधर्मस्तु तत्सुतः ।।४७९।।
સંયમનો પરાભવ
શ્લોકાર્થ ઃ
માર્ગાનુસારિતા કહે છે. આ મહાગિરિમાં ચારિત્રધર્મ નામનો રાજા વિદ્યમાન છે. વળી, તેનો પુત્ર યતિધર્મ છે. II૪૭૯||
શ્લોક ઃ
तस्यायं संयमो नाम, पुरुषः ख्यातपौरुषः ।
एकाकी च क्वचिद्दृष्टो, महामोहादिशत्रुभिः ।।४८०।।