________________
૮૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વિમલકુમાર ગુણપ્રકર્ષવાળા છે માટે વિમલકુમાર જ મારા ગુરુ છે. વિમલકુમાર કહે છે. કૃતજ્ઞગુણપ્રકર્ષવાળા મહાત્માઓનું આ સ્પષ્ટ લિંગ છે જે ગુરુનું ભક્તિથી પૂજન કરે. તેથી જો હું ગુણપ્રકર્ષવાળો કૃતજ્ઞ મહાત્મા હોઉં તોપણ મારે મારા ગુરુ એવા રત્નચૂડની ભક્તિ કરવી જોઈએ. કેમ ગુણપ્રકર્ષવાળા મહાત્મા ગુરુભક્તિ કરે છે ? તેથી કહે છે – તે મહાત્મા છે, તે પુણ્યાત્મા છે, તે ધન્ય છે, તે સુકુલમાં ઉત્પન્ન થયેલ છે, તે જ ધીર જગવંદ્ય તપસ્વી પંડિત છે જે સગુરુઓના દાસપણા આદિને કરતો પણ લજ્જા પામતો નથી. આ રીતે ગુરુ પ્રત્યે મારે ભક્તિ કરવી ઉચિત છે. માટે ધર્મઉપકાર કરનારાઓનો અનેક ભવકોટિ વડે પણ પ્રતિ-ઉપકાર થઈ શકતો નથી.
વળી વિમલકુમાર રત્નચૂડને કહે છે. હવે મારું ચિત્ત સંસારથી વિરક્ત છે. વિષયો ક્લેશરૂપ જણાય છે. પ્રશમથી મારું ચિત્ત ભાવિત છે. ઘરના પંજરમાં મારે રહેવું નથી. ભાગવતી દીક્ષા માટે ગ્રહણ કરવી છે. કેવલ મારા પિતા વગેરે બંધુઓ છે તેઓને પ્રતિબોધનનો ઉપાય શું છે ? જેથી પિતા બંધુને ઉચિત કૃત્ય કરનાર હું થાઉં, કેમ કે જો તેઓ પણ મારા નિમિત્તે ભગવાનના ધર્મને પામશે, અન્યથા નહીં. રત્નચૂડે કહ્યું. બુધ નામના આચાર્ય છે. જો તેઓ અહીં આવે તો તારા સ્વજનોને તે પ્રતિબોધ કરાવી શકે તેમ છે. વિમલકુમાર પૂછે છે આ બુધસૂરિ તારા વડે ક્યાં જોવાયા ? તેથી રચૂડ કહે છે – આ જ ક્રીડાનંદન ઉદ્યાનમાં આ જ જિનાલયના કારભાગમાં મેં પૂર્વે બુધસૂરિને જોયેલા. ત્યારે હું પરિવાર સાથે ભગવાનના મંદિરમાં પ્રવેશતો હતો ત્યારે ઘણા સાધુની વચમાં સુંદર માર્ગને કહેનારા છતાં અત્યંત કુરૂપ આકારવાળા તે મહાત્મા દેશના આપતા મારા વડે જોવાયા. ત્યારપછી પરિવાર સહિત રત્નચૂડ જિનાલયમાં પ્રવેશ કરે છે. સુંદર વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે અને બહાર નીકળીને જુએ છે તો તે જ મહાત્મા અત્યંત સુરૂપ આકાર રૂપે દેશના આપી રહ્યા છે. તેથી પૂર્વમાં કુરૂપ હતા તે જ આ સુરૂપ આચાર્ય છે તે તેમની દેશના ધ્વનિથી નિર્ણય કર્યો. ત્યારપછી રત્નચૂડને વિચાર થયો કે આ ધર્મગુરુ ક્ષણમાં આ રીતે ભિન્ન રૂપવાળા કેમ જણાય છે ? ત્યારે તેમને પોતાના ધર્મગુરુ ચંદન મહાત્માએ કહેલું કે સુસાધુઓ અનેક પ્રકારની લબ્ધિઓ વાળા હોય છે તેથી આ પણ મહાત્મા વિશિષ્ટ લબ્ધિવાળા છે, માટે ક્ષણમાં આ પ્રકારે તેમનું રૂપ પરાવર્તન થતું પોતાને દેખાયું. ત્યારપછી હર્ષિત ચિત્તવાળા રત્નચૂડે તે મહાત્માને અને અન્ય મુનિઓને વંદન કર્યું અને તે સર્વ મહાત્માઓએ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં પ્રબલ કારણ એવા ધર્મલાભરૂપ આશીર્વાદથી મને આનંદિત કર્યો. તેથી એ ફલિત થાય કે ઉત્તમ પુરુષોનું ચિત્ત સ્વર્ગ અને મોક્ષનું કારણ બને તેવા ધર્મની પરિણતિવાળું હોય છે અને તે ધર્મની પરિણતિથી વાસિત જ્યારે તેઓ ધર્મલાભ આશીર્વાદ આપે છે ત્યારે ધર્મ પ્રત્યેના તીવ્ર પક્ષપાતરૂપ સંવેગના પરિણામથી વાસિત તેઓના શબ્દો હોય છે જેનાથી યોગ્ય જીવોને કંઈક ધર્મનાં બીજો પડે છે, જે બીજ તે જીવને અવશ્ય સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનું પ્રબલ કારણ બને છે. આ રીતે ધર્મલાભ આશીર્વાદ પ્રાપ્ત કરીને રત્નચૂડ મહાત્માની દેશના સાંભળવા બેસે છે જે દેશના ભવ્ય જીવોના ચિત્તને આક્ષેપ કરનારી હતી; કેમ કે ભવ્ય જીવોને પારમાર્થિક ધર્મનું સ્વરૂપ સાંભળવા મળે તો ચિત્તનો આક્ષેપ થાય છે અને મહાત્મા દુર્ગતિથી પડતા જીવોનું રક્ષણ કરે અને સદ્ગતિઓમાં સ્થાપન કરે તેવા ઉત્તમ ધર્મને કહેતા હતા. તેથી ભવ્ય જીવોનું ચિત્ત તે ધર્મ પ્રત્યે આક્ષેપ પામે છે.