________________
૨૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
બુધસૂરિના વૃત્તાંતનો ઉપસંહાર
શ્લોકાર્થ ઃ
અને ત્યારપછી બુધ વડે તેણી માર્ગાનુસારિતા આ પુછાઈ – હે ભદ્રા ! કેવી રીતે આની સાથે=ઘ્રાણની સાથે, મને સંસર્ગ થશે નહીં ? ।।૬૧૨।।
શ્લોક ઃ
मार्गानुसारिता प्राह, देव! हित्वा भुजङ्गताम् ।
तिष्ठ त्वं साधुमध्यस्थः, सदाचारपरायणः । । ६१३।।
શ્લોકાર્થ :
માર્ગાનુસારિતા કહે છે હે દેવ ! બુધ ! ભુજંગતાને છોડીને=ઘ્રાણમાં આસક્તિને છોડીને, સાધુની મધ્યમાં રહેલો, સદાચારપરાયણ તું રહે. II૬૧૩।।
શ્લોક ઃ
ततोऽयं विद्यमानोऽपि, दोषसंश्लेषकारणम् ।
न ते संपत्स्यते देव! ततस्त्यक्तो भविष्यति ।।६१४।।
શ્લોકાર્થ :
તેથી=સાધુની મધ્યમાં સદાચારમાં પરાયણ તું રહીશ તેથી, હે દેવ ! વિધમાન પણ આ=ધ્રાણ, તને દોષના સંશ્લેષનું કારણ થશે નહીં. તેથી=ભુજંગતા નહીં હોવાને કારણે ઘ્રાણ દોષસંશ્લેષનું કારણ થશે નહીં તેથી, ત્યાગ કરાયેલો=ઘ્રાણ દ્વારા ત્યાગ કરાયેલો (તું) થઈશ. ।।૬૧૪||
શ્લોક ઃ
बुधेनापि कृतं सर्वं, विज्ञाय हितमात्मने ।
मार्गानुसारितावाक्यं तत्तदा प्राप्य सद्गुरुम् ।।६१५ । ।
શ્લોકાર્થ ઃ
બુધ વડે પણ પોતાનું હિત જાણીને સર્વ માર્ગાનુસારિતાનું વાક્ય ત્યારે તે સદ્ગુરુને પ્રાપ્ત કરીને કરાયું=બુધસૂરિના જે ગુરુ છે જેમની પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી છે તે સદ્ગુરુને પ્રાપ્ત કરીને કરાયું, II૬૧૫।।
શ્લોક ઃ
ततो गृहीतदीक्षोऽसौ, साध्वाचारपरायणः । विज्ञातागमसद्भावो, गुरूपासनतत्परः ।।६१६ ।।