________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૪૩
શ્લોકાર્ચ -
આથી=મને તે પ્રકારનું કૌતુક છે આથી, મહાપ્રસાદથી ગિરિના મસ્તકમાં મને લઈ જઈને હવે અંબા ! આનું સંયમના સ્વામીનું યતિધર્મનું, વિચેષ્ટિત હમણાં બતાવો. ll૪૮૪ll શ્લોક :
मार्गानुसारितयोक्तं-वत्सैवं क्रियते, ततस्तदनुमार्गेण, विवेकगिरिमस्तके ।
आरूढा सा मया साधु, तत्र मार्गानुसारिता ।।४८५।। શ્લોકાર્ચ -
માર્ગાનુસારિતા વડે કહેવાયું. હે વત્સ! એ પ્રમાણે કરાય છે. ત્યારપછી એ પ્રમાણે કરાય છે એમ કહ્યા પછી, તેના અનુમાર્ગથી લઈ જવાતા એવા તે સંયમના અનુમાર્ગથી, તે વિવેકગિરિના મસ્તકમાં માર્ગાનુસારિતા મારી સાથે આરૂઢ થઈ. ll૪૮૫ા. શ્લોક :
अथ तत्र पुरे जैने, राजमण्डलमध्यगः ।
दृष्टश्चित्तसमाधाने, मण्डपे स महानृपः ।।४८६।। શ્લોકાર્ચ -
હવે તે જેનપુરમાં ચિત્તસમાધાનમંડપમાં રાજમંડલના મધ્યમાં રહેલો તે મહાનુપ જોવાયો ચારિત્રધર્મરાજા જોવાયો. II૪૮૬ો. શ્લોક :
नामतो गुणतः सर्वे, वर्णिताश्च पृथक् पृथक् ।
ममाग्रे ते महीपालास्तया विज्ञाततत्त्वया ।।४८७।। શ્લોકાર્ય :
નામથી અને ગુણથી પૃથફ પૃથક્ મારી આગળ તે સર્વ રાજાઓ વિજ્ઞાતતત્ત્વવાળી એવી તેણી વડે માર્ગાનુસારિતા વડે, વર્ણન કરાયા. ll૪૮૭ll શ્લોક :
इतश्च तैर्नरैस्तूर्णं समानीतः स संयमः । दर्शितश्च नरेन्द्रस्य, वृत्तान्तश्च निवेदितः ।।४८८।।