________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૪૫
શ્લોક :
ततो विस्फारिताक्षोऽसौ, विलक्षो विगतक्रियः ।
चित्रभित्ताविव न्यस्तो, गगनस्थः स्थितो नरः ।।१७१।। શ્લોકાર્ચ -
તેથી વિસ્ફારિત નેત્રવાળો આ સ્ત્રીને ગ્રહણ કરવા માટે આવેલો પુરુષ, વિલક્ષ થયેલો, વિગત ક્રિયાવાળો, ભીંતમાં સ્થાપન કરાયેલા ચિત્રની જેમ ગગનમાં રહેલો નર સ્થિર થયો. II૧૭૧
अत्रान्तरे स तस्य द्वितीयः पुरुषो निर्जितस्तेन मिथुनकेन पलायितुं प्रवृत्तः, लग्नस्तत्पृष्ठतो मिथुनकः दृष्टः स्तम्भितनरेण, गृहीतोऽसौ रोषोत्कर्षेण, प्रवृत्ता पृष्ठतो गमनेच्छा, लक्षितो देवतया तद्भावः, ततश्चोत्तम्भितोऽसौ वनदेवतया, प्रवृत्तः पृष्ठतो वेगेन, इतश्च लङ्घितौ दृष्टेर्गोचरमितरौ, गतः सोऽपि तदनुमार्गेणाऽदर्शनं, ततः सा बाला आर्यपुत्र! हा आर्यपुत्र! क्व यासि मां मुक्त्वा मन्दभाग्यामिति प्रलपितुं प्रवृत्ता, संस्थापिता कथंचिद्विमलेन मया च, गता कियत्यपि वेला ।
એટલામાં તેનો=સ્ત્રીને ગ્રહણ કરવા માટે આવેલા પુરુષતો, તે બીજો પુરુષ તે મિથુનક વડે જિતાયેલો પલાયન થવા પ્રવૃત્ત થયો. તેની પાછળ લાગેલો મિથુનક સ્વસ્મિત નર વડે જોવાયો, રોષના ઉત્કર્ષથી આ ગ્રહણ કરાયો=સ્તભિત પુરુષ ગ્રહણ કરાયો. પાછળ જવાની ઇચ્છા પ્રવૃત્ત થઈ, દેવતા વડે તેનો ભાવ જણાયો. તેથી આ=સ્તંભન કરાયેલો પુરુષ વતદેવતા વડે મુક્ત કરાયો, વેગથી પાછળમાં પ્રવૃત થયો. આ બાજુ દષ્ટિના ગોચરથી ઈતર બંનેવિદ્યાધર અને તેની સાથે યુદ્ધ કરવા આવેલ બંને લંધિત થયા. તે પણ=ધનદેવતાથી ખંભિત કરાયેલો પુરુષ પણ તેના અનુમાર્ગથી અદર્શન થયો. ત્યારપછી તે બાલા હે આર્યપુત્ર ! હે આર્યપુત્ર ! મંદ ભાગ્યવાળી એવી મને છોડીને ક્યાં જાઓ છો એ પ્રમાણે બોલવા માટે પ્રવૃત્ત થઈ. કોઈક રીતે વિમલ વડે અને મારા વડે=વામદેવ વડે, સંસ્થાપિત કરાઈ=આશ્વાસન આપીને શાંત કરાઈ, કેટલીક વેલા પસાર થઈ. શ્લોક :
ત્રાન્તરે– जयश्रिया परीताङ्गो, लसत्कान्तिमनोहरः ।
समागतः स वेगेन, तस्या मिथुनको नरः ।।१७२।। શ્લોકાર્ચ -
એટલામાં, જયશ્રીથી પરીત અંગવાળો-શત્રનો વિજય કરીને પ્રાપ્ત થયેલા દેહવાળો, વિલાસ કરતી કાંતિથી મનોહર તે મિથુનક નર વેગથી તેની પાસે આવ્યો. ll૧૭ના ततस्तं दृष्ट्वा सा बालिकाऽमृतसेकसिक्तेव गता परमपरितोष, निवेदितश्च तया तस्मै वृत्तान्तः।