________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૯૧
શ્લોક :
કરું - भो भो लोका! यदादिष्टं, भदन्तेन महात्मना ।
इदमाकर्णितं चित्ते, लग्ने च भवतां वचः? ।।६२७।। શ્લોકાર્ચ -
અને કહેવાયું. હે લોકો ! જે ભદંત મહાત્મા વડે આદેશ કરાયો અને સંભળાયેલું આ વચન તમારા ચિત્તમાં લાગ્યું ? અર્થાત્ કર્તવ્યરૂપે જણાયું? IIકર૭ll બ્લોક :
ततस्ते बुधसद्भानोः, प्रतापेन प्रबोधिताः । कमलाकरसङ्काशाः, प्रोत्फुल्लमुखपङ्कजाः ।।६२८।। भक्त्या ललाटपट्टेषु, विन्यस्तकरकुड्मलाः ।
सर्वेऽपि लोकास्तत्रेदं, समकालं प्रभाषिताः ।।६२९।। શ્લોકાર્ધ :
ત્યારપછી રાજાએ લોકોને કહ્યું કે મહાત્માનું વચન તમારા ચિત્તમાં લાગ્યું ત્યારપછી, બુધરૂપી સદ્ સૂર્યના પ્રતાપથી પ્રબોધ પામેલા કમલાકર જેવા-ખીલેલા કમળ જેવા, પ્રોફુલ્લ મુખના કમળવાળા= ખીલેલા મુખકમળવાળા લલાટરૂપ પટ્ટ ઉપર ભક્તિથી સ્થાપન કરાયેલા છે હાથરૂપી કુમલા એવા તે સર્વ પણ લોકો ત્યાં રાજાના કથનના ઉત્તરમાં, સમકાલ આ બોલ્યા. II૬૨૮-૬ર૯ll શ્લોક :
बाढमाकर्णितं देव! वचोऽस्माभिर्महात्मनः ।
विज्ञातस्तस्य सद्भावो, महाभागप्रसादतः ।।६३०।। શ્લોકાર્ય :
હે દેવ ! મહાત્માનું વચન અમારા વડે અત્યંત સંભળાયું છે. મહાભાગના પ્રસાદથી=અમારા ભાગ્યના પ્રસાદથી, તેનો સદ્ભાવ જણાયો છે બુધસૂરિના વચનનું તાત્પર્ય જણાયું છે. ll૧૩૦||.
શ્લોક :
विधूयाज्ञानतामिस्र, मनोऽनेन प्रकाशितम् । जीविताश्चामृतेनेव, मिथ्यात्वविषपूर्णिताः ।।६३१ ।।