________________
૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ :
અનેક પ્રકારના પ્રતારણથીeઠગવાથી, જગત સર્વને હું શું અને પરનું ધનસર્વસ્વ યથાઈચ્છાથી હું ચોરી કરું. llફરી શ્લોક :
ततोऽहं वञ्चनेऽन्येषां हरणे चान्यसम्पदाम् ।
प्रवर्तमानो निःशङ्कस्तुलितो लोकबान्धवैः ।।६३।। શ્લોકાર્ચ -
તેથી હું અન્યોના વંચનમાં અને અન્યની સંપત્તિના હરણમાં નિઃશંક પ્રવર્તતો લોકબાંધવો વડે તલિત થયો=હલકો થયો. II3II. બ્લોક :
ततस्तत्तादृशं वीक्ष्य, मामकीनं कुचेष्टितम् ।
गणितस्तुणतुल्योऽहं तैः सर्वैर्लोकबान्धवैः ।।६४।। શ્લોકાર્ધ :
તેથી તાદશ એવા મારા સંબંધી તે કુચેષ્ટિતને જોઈને તે સર્વ લોકબાંધવો વડે હું તૃણમુલ્ય ગણાયો. ll૧૪ll ભાવાર્થ :
રિપુદારણ ત્યારપછી અનંતાભવો ભટકી ભટકીને કોઈક રીતે કંઈક પુણ્ય ઉપાર્જન કરીને વર્ધમાન નગરમાં આવે છે. તે વખતે તે નગરમાં રાજાને પુત્ર વિમલકુમાર થાય છે અને વામદેવ શ્રેષ્ઠીપુત્ર થાય છે. વામદેવના પિતા સોમદેવ ધનાઢય છે અને કંઈક પુણ્યના ઉદયથી વામદેવ જન્મ્યો છે તેથી તે પુત્રના જન્મ સાથે જ પુણ્યોદય પણ જન્મ લે છે. કેવલ લોકોને તે પુણ્યોદય દેખાતો નથી. આ જીવ આ ઉત્તમ કુળમાં જન્મ્યો છે સાથે પુણ્યોદય પણ ઉત્પન્ન થયો છે અથવા સાથે પાપોદય ઉત્પન્ન થયો છે તેવો નિર્ણય સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા ઋષિઓ કરી શકે છે. તેથી સ્થૂલ દૃષ્ટિથી જોનારા જીવોને તે પુણ્યોદય ચક્ષુગોચર થતો નથી. તોપણ નિપુણમતિવાળા જીવો પુણ્યોદયના કાર્યને જોઈને અનુમાન કરી શકે છે કે આ જીવને આ પ્રકારનો સર્વત્ર આદરસત્કાર મળે છે, તેનું કારણ તેની સાથે જન્મેલ પુણ્યનો ઉદય છે. આથી જ કેટલાક જીવોને સર્વત્ર તિરસ્કાર થતો જોઈને અનુમાન કરે છે કે આ જીવની સાથે તે પ્રકારનો પાપોદય જન્મ્યો છે અને વામદેવ કંઈક પુણ્યથી જન્મેલો હોવાથી જન્મમહોત્સવાદિ દ્વારા સત્કાર પામે છે અને કંઈક વ્યક્ત ચૈતન્યવાળો થાય છે ત્યારે કૃષ્ણ આકારને ધારણ કરનાર બે પુરુષ અને તેની નજીકમાં કરચલીના દેહવાળી વકનારી તેને દેખાય છે. જે તેની ચિત્તવૃત્તિમાં વર્તતા મૃષાવાદ અને સ્નેય નામના બે પુરુષ છે અને માયા