________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૯૩
वामदेवे रुष्टा देवी
अत्रान्तरे ग्रस्त इव मकरेण, दलित इव वज्रेण, समाघ्रात इव कृतान्तेन, न जाने का प्राप्तोऽहमवस्थां ? यतः - समुन्मूलयदिवान्त्राणि मे प्रादुर्भूतमुदरशूलं, उत्पाटयन्तीव लोचने, प्रवृद्धा शिरोवेदना, प्रकम्पितानि सन्धिबन्धनानि, प्रचलितं रदनजालं, समुल्लसितः श्वाससमीरणः भग्ने नयने, निरुद्धा भारती, समाकुलीभूतो विमलः कृतो हाहारवः, समागतो धवलराजः, मिलितो जनसमूहः, समाहूतं वैद्यमण्डलं, प्रयुक्तानि भेषजानि न संजातो विशेषः स्मृतं विमलस्य तद्रत्नं, अयमवसरस्तस्येति मत्वा गतो वेगेन तत्प्रदेशं, निरूपितं यत्नेन यावन्न दृश्यते तद्रत्नं, ततो जाता विमलस्य मदीयचिन्ता कथमसौ जीविष्यति ? ततः समागतो मम समीपे, अत्रान्तरे विजृम्भितैका वृद्धनारी, मोटितमनया शरीरं, उद्वेल्लितं भुजयुगलं, मुत्कलीभूताः केशाः, कृतं विकरालरूपं, मुक्ताः फेत्कारारावाः, वल्गितमुद्दामदेहया, भीतः सराजको ततो विधाय पूजामुत्पाद्य धूपं पृष्टाऽसौ - भट्टारिके ! का त्वमसीति, सा प्राह- वनदेवताऽहं, मयाऽयमेवं विहितो वामदेवो, यतोऽनेन पापेन सद्भावप्रतिपन्नोऽपि वञ्चितोऽयं सरलो विमलः, हृतमस्य रत्नं, निखातमन्यप्रदेशे, पुनर्गृहीत्वा नष्टः, पुनरानीतेन रचितमालजालं, एवं च कथितं तया वनदेवतया सविस्तरं मदीयं विलसितं दर्शितं तत्र प्रदेशे रत्नं, आह च - तदेष मया चूर्णनीयो दुष्टात्मा वामदेव: ।
નન,
વામદેવ પર ગુસ્સે થયેલ દેવી
એટલામાં=વામદેવ માયાથી વિમલકુમારને આ રીતે પોતાનું કથન કરે છે એટલામાં, મગરથી ગ્રસ્તની જેમ, વજ્રથી દલિતની જેમ, કૃતાંતથી=યમરાજથી, આક્રાંતની જેમ, હું કોઈક અવસ્થાને પ્રાપ્ત થયો=કોઈક ખરાબ અવસ્થાને પ્રાપ્ત થયો, જાણતો નથી=શું થયું તે જાણતો નથી, જે કારણથી જાણે આંતરડાંઓને ઉન્મૂલન કરતું હોય એવું, ઉદરમાં શૂલ પ્રગટ થયું, બે લોચનોને જાણે ઉત્પાટન કરતી હોય એવી શિરોવેદના પ્રવૃદ્ધ થઈ, સંધિનાં બંધનો પ્રકંપિત થયાં, દાંતનો સમૂહ પ્રચલિત થયો, શ્વાસનો પવન ઉલ્લસિત થયો, બે નયનો ભગ્ન થયાં, વાણી વિરુદ્ધ થઈ, વિમલ આકુલિત થયો, હાહારવ કરાયો, ધવલરાજા આવ્યો, જનસમૂહ મિલિત થયો, વૈઘનું મંડલ બોલાવાયું, ઔષધો પ્રયોગ કરાયા, વિશેષ થયું નહીં, વિમલને તે રત્નનું સ્મરણ થયું, તેનો આ અવસર છે એ પ્રમાણે માનીને વેગથી તે પ્રદેશે ગયો, યત્નથી જોવાયું, જ્યાં સુધી તે રત્ન દેખાતું નથી, તેથી વિમલને મારી ચિંતા થઈ. કેવી રીતે આ જીવશે ?=વામદેવ જીવશે ? એ પ્રકારે ચિંતા થઈ, તેથી મારી સમીપે આવ્યો, એટલામાં એક વૃદ્ધનારી વિજ઼મ્મિત થઈ=ધૂણવા લાગી, આવા વડે શરીર મરડાયું, ભુજયુગલ ઊંચું કરાયું, કેશો છૂટા કરાયા, વિકરાલ રૂપ કરાયું, ફેત્કારનો અવાજ મુકાયો, ઉદ્દામ દેહપણાથી કૂદાયું, રાજા સહિત જન ભય પામ્યો, ત્યારપછી પૂજાને કરી, ધૂપને ઉત્પાદન કરીને આ=વૃદ્ધ નારી,