________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને ત્યાં=બગીચામાં, તે વિમલ મનથી સરળ, બહુ પવિત્ર મનવાળો, મારી સાથે આવીને ત્યારે સુચિર એકાંતમાં હે મૃગાક્ષ ! અગૃહીતસંકેતા ! મનોજ્ઞવનમાં રમતો હતો. Il૭૭ll શ્લોક :
अत्रान्तरे किं संपनं?नूपुरारवसंमिश्रः, साशको निभृतो ध्वनिः ।
कयोश्चिज्जल्पतोर्दूरादागतः कर्णकोटरम् ।।७८।। શ્લોકાર્ય :
એટલામાં શું થયું ? એ કહે છે – બોલતા એવા કોઈક બેના નૂપુરના અવાજથી સંમિશ્ર, સાશંક નિભૂત ધ્વનિ કર્ણકોટરમાં આવ્યો. ll૭૮II
ततो विमलेनाभिहितं-वयस्य! वामदेव! कस्यायं ध्वनिः श्रूयते? मयोक्तं-कुमार! अस्फुटाक्षरतया न सम्यग् मयापि लक्षितो, बहूनां चात्र ध्वनिः संभाव्यते । यतोऽत्र काननाभोगे विचरन्ति यक्षाः, परिभ्रमन्ति नरवराः, संभाव्यन्ते विबुधा, रमन्ते सिद्धा, हिण्डन्ति पिशाचाः, संभवन्ति भूता, गायन्ति किन्नराः, पर्यटन्ति राक्षसा, निवसन्ति किम्पुरुषा, विलसन्ति महोरगा, ललन्ते गान्धर्वाः, क्रीडन्ति विद्याधराः, तस्मात्पुरतो गत्वा निरूपयावः, येन निश्चीयते कस्यायं शब्द इति, प्रतिपन्नमनेन, गतौ स्तोकं भूमिभागं, दृष्टा पदपद्धतिः । विमलेनोक्तं-वयस्य! वामदेव! मनुषमिथुनस्य कस्यचिदेषा पदपद्धतिः ,
તેથી વિમલ વડે કહેવાયું. હે મિત્ર વામદેવ ! કોનો આ ધ્વનિ સંભળાય છે ? મારા વડે=વામદેવ વડે, કહેવાયું – અસ્પષ્ટ અક્ષરપણું હોવાથી મારા વડે પણ સમ્યમ્ જણાયો નથી. અને અહીં આ બગીચામાં, ઘણા ધ્વનિની સંભાવના કરાય છે. જે કારણથી આ બગીચામાં યક્ષો વિચરે છે. તરવરો=શ્રેષ્ઠ મનુષ્યો, પરિભ્રમણ કરે છે. દેવતાઓ સંભાવના કરાય છે. સિદ્ધો રમે છે. પિશાચો ફરે છે. ભૂતો સંભવે છે. કિન્નરો ગાય છે. રાક્ષસો પર્યટન કરે છે. કિંજુરુષો નિવાસ કરે છે. મહોરમ=વિલાસ કરે છે. ગાંધર્વો રમે છે વિદ્યાધરો ક્રિીડા કરે છે. તે કારણથી આગળ જઈને આપણે બે જોઈએ. જેથી કોનો આ શબ્દ છે તે નિશ્ચય કરાય છે. આના દ્વારા=વિમલકુમાર દ્વારા, વામદેવનું વચન સ્વીકારાયું. થોડાક ભૂમિભાગમાં બંને ગયા. પદની પદ્ધતિ જોવાઈ. વિમલ વડે કહેવાયું. હે મિત્ર ! વામદેવ ! કોઈક મનુષ્ય મિથુનની આ પદપદ્ધતિ છે=આ પગલાંઓ છે.