________________
૨૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
=
तच्च कीदृशम् ? - अशोकनागपुन्नागबकुलाङ्कोल्लराजितम् । चन्दनागरुकर्पूरतरुषण्डमनोहरम् ।।७३।। द्राक्षामण्डपविस्तारवारितातपसुन्दरम् ।
विलसत्केतकीगन्धगृद्ध्याऽन्धीकृतषट्पदम् ।।७४।।
શ્લોકાર્થ :
તે કેવા પ્રકારનો છે ?=તે બગીચો કેવા પ્રકારનો છે ? તેથી કહે છે. અશોક, નાગ, પુન્નાગ, બકુલ, અંકોલથી શોભતો, ચંદન, અગુરુ, કપૂર તરુષંડથી મનોહર, દ્રાક્ષના મંડપના વિસ્તારથી વારણ કરાયેલા તડકાથી સુંદર, કેતકીના ગંઘની ગૃદ્ધિથી વિલાસ કરતા અંધીકૃત ભમરાવાળો,
||૭૩-૭૪||
શ્લોક ઃ
अनेकतालहिंतालनालिकेरमहाद्रुमैः । यदाह्वयति हस्ताभैः, सस्पर्धमिव
નન્દનમ્ ।।૭।।
શ્લોકાર્થ ઃ
હાથ સરખાં એવાં અનેક તાલ, હિંતાલ, નાળિયેરનાં મોટાં વૃક્ષોથી જે નંદનવનની સ્પર્ધા સહિત જાણે આહ્વાન કરે છે=બોલાવે છે. II૭૫II
શ્લોક ઃ
अपि च
विविधाद्भुतचूतलतागृहकं, क्वचिदागतसारसहंसबकम् ।
सुमनोहरगन्धरणद्भ्रमरं, घुसदामपि विस्मयतोषकरम् ।। ७६ ।।
શ્લોકાર્થ :
વળી વિવિધ પ્રકારના અદ્ભુત ચૂતલતાના ગૃહવાળો, કોઈક સ્થાને આવેલા સારસ હંસના બગલાવાળો, સુમનોહર ગંધથી રણકારા કરતા ભમરાવાળો, દેવતાઓને પણ વિસ્મયતોષને કરનારો શ્રેષ્ઠ બગીચો છે એમ અન્વય છે. II૭૬।।
શ્લોક ઃ
स च तत्र मया सहितो विमलः, सरलो मनसा बहुपूतमलः । उपगत्य तदा सुचिरं विजने, रमते स्म मृगाक्षि ! मनोज्ञवने ।। ७७ ।।