________________
૧૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
દેવલોકમાં હે રાજા ! જીવલોકની મોટી અંતરંગ મહારત્નની છાયા વિશેષ જોવાય છે. ।।૩૧૬।।
શ્લોક ઃ
ततस्तत्र भवे भूरि, लभते भोगभोजनम् ।
दधानो राजताकारममरायुष्कभाजनम् ।।३१७।
શ્લોકાર્થ :
તેથી=જીવલોકની અંતરંગ મહારત્નની છાયા છે તેથી, તે ભવમાં ચાંદીના જેવા આકારવાળા અમરઆયુષ્યના ભાજનને ધારણ કરતો એવો જીવલોક ઘણાં ભોગભોજન પ્રાપ્ત કરે છે. II૩૧૭|| શ્લોક ઃ
एवमेष महाराज ! लोकभौतो दिवानिशम् ।
बुभुक्षितो भवग्रामे, बम्भ्रमीति पुनः पुनः ।। ३१८ ।
શ્લોકાર્થ --
હે મહારાજ ! ભવગ્રામમાં દિવસરાત બુભુક્ષાવાળો આ લોકરૂપ ભૌત આ રીતે ફરી ફરી ચારે ગતિઓમાં ભ્રમણ કરે છે. II૩૧૮II
શ્લોક ઃ
उन्मत्तः कर्मयोगेन पापमष्या विलेपितः ।
रागादिभिः कृतारावैर्वेष्टितो धूर्ततस्करैः ।। ३१९ ।।
શ્લોકાર્થ :
કર્મયોગથી ઉન્મત્ત, પાપમષીથી વિલેપન કરાયેલો, કર્યો છે અવાજ જેણે એવા ધૂર્ત-ચોરરૂપ રાગાદિથી વીંટાળાયેલો, II૩૧૯।।
શ્લોક ઃ
हसन् गायन् रटनुच्चैर्नृत्यन्नुद्दामलीलया ।
તેવુ તેવુ મહારાન! યોનિોદેવુ દિ′તે ।।રૂ૨૦।।
શ્લોકાર્થ ઃ
હે મહારાજ ! હસતો, ગાતો અત્યંત રટન કરતો ઉદ્દામલીલાથી નાચતો તે તે યોનિરૂપી ઘરોમાં ભટકે છે. II૩૨૦II