________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
बीभत्सैश्च करालैश्च, दन्तैर्विषमसंस्थितैः । तेऽत्यन्तपापिनो ज्ञेया, दुष्टशीला नराधमाः ।।११६।।
શ્લોકાર્થ ઃ
બીભત્સ, કરાલ વિષમ સંસ્થિત દાંતોથી તે અત્યંત પાપી, દુષ્ટશીલવાળા નરાધમ જાણવા. ||૧૧૬||
શ્લોક ઃ
=
या पद्मदलसच्छाया, सूक्ष्मा सा शास्त्रवेदिनाम् ।
भवेज्जिह्वा विशालाक्ष ! चित्रिता मद्यपायिनाम् ।।११७ ।।
શ્લોકાર્થ
જે પદ્મદલની સછાયાવાળી જિહ્વા છે તે શાસ્ત્રને જાણનારાઓની સૂક્ષ્મ જિહ્વા છે. હે વિશાલાક્ષ ! મધ પીનારાઓની જિહ્વા જુદા જુદા પ્રકારની થાય છે. ।।૧૧૭।।
શ્લોક ઃ
शूराणां पद्मसच्छायं, भवेत्तालु मनोरमम् ।
कृष्णं कुलक्षयकरं, नीलं दुःखस्य कारणम् ।। ११८ ।।
૩૧
શ્લોકાર્થ :
શૂરવીર પુરુષોનું તાળવું કમળના પત્ર જેવી કાંતિવાળું મનોરમ હોય છે. કૃષ્ણ તાલુ કુલને ક્ષય કરનાર છે, નીલ તાલુ દુઃખનું કારણ છે. II૧૧૮।।
શ્લોક ઃ
हंससारसनादानुकारिणः सुस्वरा नराः ।
भवन्ति सुखिनः काकखरनादास्तु दुःखिताः ।।११९।।
શ્લોકાર્થ :
હંસ, સારસના નાદને અનુસરનારા સુસ્વરવાળા નરો સુખી થાય છે. કાગડા અને ખરનાદવાળા દુઃખિત થાય છે. ||૧૧૯૪॥
શ્લોક ઃ
दीर्घया सुखितो नित्यं, सुभगस्तु विशुद्धया ।
नसा चिपिटया पापश्चौरः कुञ्चितनासिकः ।। १२० ।।