________________
૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
त्वचि रोमसु दन्तेषु, जिह्वायां चिकुरेषु च ।
नेत्रयोश्चातिरक्षा ये, ते न धन्याः प्रकीर्तिताः ।।१३८ ।। શ્લોકાર્ચ -
ચામડીમાં, રોમમાં, દાંતોમાં, જીભમાં, કેશમાં અને બે નેત્રોમાં આ બધાં સ્થાનોમાં જે પુરુષો અતિરુક્ષ હોય તે પુરુષો ધન્ય કહેવાતા નથી. ll૧૩૮ શ્લોક :
पञ्चभिः शतमुद्दिष्टं, चतुर्भिर्नवतिस्तथा । त्रिभिः षष्टिः समुद्दिष्टा, लेखाकै लवर्तिभिः ।।१३९।। चत्वारिंशत्पुनः प्रोक्तं, वर्षाणि नरजीवितम् ।
ताभ्यां द्वाभ्यां तथैकेन, त्रिंशद्वर्षाणि सुन्दर! ।।१४०।। युग्मम् । શ્લોકાર્ચ -
હે સુંદર ! કપાળમાં રહેલી પાંચ રેખાના ચિહ્ન વડે સો વર્ષનું આયુષ્ય, ચાર રેખા વડે નેવું વર્ષનું આયુષ્ય, ત્રણ રેખાઓ વડે સાઈઠ વર્ષનું આયુષ્ય બતાવ્યું છે. વળી, બે રેખા વડે ચાલીસ વર્ષનું મનુષ્યનું જીવિત કહ્યું છે, તથા એક રેખા વડે ત્રીસ વર્ષનું મનુષ્યનું જીવિત કહ્યું છે, II૧૩૯-૧૪oll શ્લોક :
વિશ્વअस्थिष्वर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु ।
गतौ यानं स्वरे चाज्ञा सर्वं सत्त्वे प्रतिष्ठितम् ।।१४१।। શ્લોકાર્થ :વળી હાડકામાં ધન, માંસમાં સુખ, ચામડીમાં ભોગ, આંખોમાં સ્ત્રીની પ્રાપ્તિ, ગતિમાં વાહન, સ્વરમાં આજ્ઞા અને સત્ત્વમાં સર્વ રહેલું છે. ll૧૪૧૫ શ્લોક :
गतेर्धन्यतरो वर्णो, वर्णाद्धन्यतरः स्वरः ।
स्वराद्धन्यतरं सत्त्वं, सर्वं सत्त्वे प्रतिष्ठितम् ।।१४२।। શ્લોકાર્ય :
ગતિ કરતાં વર્ણ (શરીરનો રંગ) વધારે ધન્ય છે. વર્ષ કરતાં સ્વર વધારે ધન્ય છે. સ્વર કરતાં સત્ત્વ વધારે ધન્ય છે. સત્ત્વમાં સર્વ રહેલું છે. ll૧૪રા