________________
૨૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ઉત્પન્ન થયેલ પ્રાણ છે જે વિનાશનું કારણ છે. વળી માર્ગાનુસારિતા બુદ્ધિના બળથી બુધપુરુષ વિચાર દ્વારા કોઈ મહાત્માના સંયમના પરિણામને મોહથી જે ઉપદ્રવ થાય છે તેને જોવા માટે વ્યાપારવાળા થાય છે અને તેના બળથી મોહનું અને ચારિત્રનું કઈ રીતે યુદ્ધ થયું તેના પરમાર્થને માર્ગાનુસારિતાના બળથી જાણે છે અને મહામોહ અને ચારિત્ર વચ્ચે હંમેશાં સુસાધુઓની ચિત્તવૃત્તિમાં યુદ્ધ કેમ વર્તે છે તેની ગવેષણા કરે છે. ત્યારે માર્ગાનુસારીબુદ્ધિથી બુધને જણાય છે કે વિષાયાભિલાષ મંત્રીના પાંચ મનુષ્યો સંસારી જીવોને રાગના પરવશ કરવા માટે મોકલાવાયા છે અને સંતોષ તે પાંચ મનુષ્યોને હણીને જીવને મુક્ત કરે છે તેથી હંમેશાં સંતોષ પ્રત્યે મહામોહના સૈનિકોને વૈરની વૃત્તિ છે વળી સંતોષ ચારિત્રના સૈન્યનો તંત્રપાલ છે તેથી તે બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. આ પ્રકારે બુધપુરુષ વિચાર દ્વારા જાણે છે.
વળી જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી ધ્રાણેન્દ્રિય અવશ્ય રહેશે. અને ધ્રાણેન્દ્રિયના બળથી પોતાને સર્વ અનર્થો થાય છે તેવો નિર્ણય વિચાર દ્વારા બુધને થાય છે, ત્યાં સુધી માર્ગાનુસારિતા બુદ્ધિ પ્રગટ થાય છે અને તે બુધને કહે છે. વિચાર દ્વારા તમને જે નિર્ણય થયો છે કે રાગકેસરીના મંત્રીનો ત્રીજો પુરુષ આ ધ્રાણ છે અને તે સુંદર નથી; કેમ કે સંસારના પરિભ્રમણનું જ કારણ છે. તે સત્ય છે તેથી બુધપુરુષે વિચાર દ્વારા જે જાણ્યું અને માર્ગાનુસારિતા બુદ્ધિ દ્વારા તેણે દૃઢ કર્યું, એટલામાં જ બુધનો બીજો ભાઈ મંદ સુગંધમાં લંપટ થઈને અકાળે મૃત્યુ પામે છે તેમ જાણીને તે પ્રત્યક્ષ દૃષ્ટાંતના બળથી બુધને ઘાણ પ્રત્યે અત્યંત વિરક્તભાવ થયો; કેમ કે વિચાર દ્વારા, માર્ગાનુસારી બુદ્ધિ દ્વારા અને પ્રત્યક્ષ મંદના દૃષ્ટાંત દ્વારા સ્થિર નિર્ણય થાય છે કે પ્રાણની સાથે જે ઘણા કાળની મૈત્રી છે તે સુંદર નથી,
વળી બુધપુરુષ માર્ગાનુસારિતાને પૂછે છે અર્થાત્ માર્ગાનુસારીબુદ્ધિથી વિચારે છે. શું વિચારે છે ? તેથી કહે છે – આ ઘાણની સાથે મને કેવી રીતે સંસર્ગનો અભાવ થાય. તેથી માર્ગાનુસારી બુદ્ધિ તેને સલાહ આપે છે કે ઘ્રાણેન્દ્રિયમાં જે આસક્તિરૂપ ભુજંગતા છે અર્થાત્ જીવની સંશ્લેષના પરિણામરૂપ સની શક્તિ છે તેનો ત્યાગ કરીને સુસાધુઓ સાથે સદાચારવાળો તું રહે. જેથી વિદ્યમાન પણ ધ્રાણેન્દ્રિય કર્મબંધરૂપ દોષનું કારણ થશે નહીં, કેમ કે જીવને કર્મબંધ બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષથી જ થાય છે અને સમભાવના પરિણામથી કર્મબંધ થતા નથી.
વળી, જેઓ ધ્રાણેન્દ્રિયના સુંદર સુગંધો પ્રત્યે રાગવાળા નથી. અને દુર્ગધો પ્રત્યે દ્વેષવાળા નથી. તેઓનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ વગરનું થવાથી અને સંયમ ગ્રહણ કરીને સામાયિકના પરિણામનો અતિશય થાય તે રીતે સદાચારમાં યત્ન કરનારા થવાથી તેઓનો સામાયિકનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે. જેનાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે દેહનો ત્યાગ કરીને ધ્રાણેન્દ્રિય વગરના મુક્ત બને છે. માટે ધ્રાણેન્દ્રિયના ત્યાગનો ઉપાય ધ્રાણેન્દ્રિયની આસક્તિને છોડીને સંયમની શુદ્ધ આચરણાઓ છે. આ પ્રકારે માર્ગાનુસારિતા દ્વારા નિર્ણય કરીને બુધપુરુષ તેના વચનને અનુસરીને અને સદ્ગુરુને પ્રાપ્ત કરીને દીક્ષા ગ્રહણ કરે છે. અને દીક્ષા ગ્રહણ કર્યા પછી સતત તે બુધ સાધ્વાચારની ક્રિયામાં પરાયણ રહે છે. જેથી ધ્રાણેન્દ્રિયના ઇષ્ટ-અનિષ્ટ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થતો નથી.