________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આને જ જાણીને=પૂર્વના શ્લોકમાં કહ્યું એને જ જાણીને, મારા વડે પૂર્વમાં તમે તાપથી અર્દિત છો હું નથી. એ પ્રમાણે હે મહારાજ ! નિઃશંકપણાથી, જણાવાયું. ૧૬૯॥
શ્લોક ઃ
તથા
कुविकल्पकृमिस्थानं, मिथ्यात्वं भूप ! देहिनाम् ।
गलदास्तिक्यजाम्बालं, कुष्ठमुक्तं मनीषिभिः ।। १७० ।।
શ્લોકાર્થ :
તથા હે રાજા ! કુવિકલ્પરૂપી કૃમિનું સ્થાન એવું જીવોનું મિથ્યાત્વ ગળતા આસ્તિક્ય જાંબાલવાળું= જાળાવાળું, મનીષીઓ વડે કુષ્ઠ રોગ કહેવાયું છે. II૧૭૦II
શ્લોક ઃ
विनाशयति तद्भूप! सद्बुद्धिवरनासिकाम् । થર્થરાવ્યયોપં ચ, નાં થત્તે મોસ્ક્રુતમ્ ।।૭।।
૧૪૭
શ્લોકાર્થ :
હે ભૂપ ! તે=મિથ્યાત્વ સત્બુદ્ધિરૂપી શ્રેષ્ઠ નાસિકાનો વિનાશ કરે છે. અને નરને ધર્ઘર અવ્યક્તઘોષવાળો, મદથી ઉદ્ધત કરે છે. II૧૭૧II
શ્લોક ઃ
शमसंवेगनिर्वेदकारुण्यानि च मूलतः ।
हस्तपादसमान्येषां, शाटयत्येव देहिनाम् ।।१७२ ।। तेन मिथ्यात्वकुष्ठेन, विद्वदुद्वेगहेतुना ।
आक्रान्ताः पृथिवीनाथ ! सदाऽमी मूढजन्तवः ।।१७३।।
શ્લોકાર્થ :
અને આ જીવોના હસ્તપાદ જેવા શમ, સંવેગ, નિર્વેદ, કારુણ્યને મૂલથી નાશ કરે જ છે=મિથ્યાત્વ નાશ કરે જ છે, હે પૃથિવીનાથ ! કારણથી વિદ્વાનોના ઉદ્વેગનો હેતુ એવા મિથ્યાત્વરૂપી કુષ્ઠથી સદા આક્રાંત આ મૂઢ જંતુઓ છે. [૧૭૨-૧૭૩II