________________
૨૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ છે. અહીં=શૂરવીર એવા સત્યાદિ સુભટોને અનુજ્ઞા આપવાના વિષયમાં, શું સંશય છે? અર્થાત્ તેઓ શત્રુનો નાશ કરી શકશે કે પીછેહઠ કરશે એવા પ્રકારનો કોઈ સંશય નથી. પ૧રી
શ્લોક :
યત:वध्यानां दुष्टचित्तानामपकारं सुदुःसहम् ।
शत्रूणामीदृशं प्राप्य, मानी कः स्थातुमिच्छति? ।।५१३।। શ્લોકાર્ધ :
જે કારણથી વધ્ય એવા દુષ્ટ ચિત્તવાળા શત્રુઓના દુઃસહ એવા આવા પ્રકારના અપકારને પ્રાપ્ત કરીને આપણા સંયમરૂપ સેનાને આ રીતે ઘાયલ કરી એવા પ્રકારનો દુઃસહ અપકાર પ્રાપ્ત કરીને, માની એવો કોણ બેસવા માટે ઇચ્છા કરે ? પિ૧all શ્લોક :
वरं मृतो वरं दग्धो, मा संभूतो वरं नरः ।
वरं गर्भे विलीनोऽसौ, योऽरिभिः परिभूयते ।।५१४ ।। શ્લોકાર્ચ -
જે શત્રુઓ વડે પરાભવ પામે છે મહામોહાદિ દ્વારા પરાભવ પામીને જે બેસી રહે છે અને પ્રતિકાર કરતો નથી એ મરેલો સારો છે, બળોલો સારો છે, એ નર નહીં જન્મેલો સારો છે, એ ગર્ભમાં વિલીન થયેલો સારો છે. ll૫૧૪ll શ્લોક -
स धूलिः स तृणं लोके, स भस्म स न किंचन ।
योऽरिभिम॒द्यमानोऽपि, स्वस्थचित्तोऽवतिष्ठते ।।५१५ ।। શ્લોકાર્ચ -
જે શત્રુઓ વડે મર્દન કરાતો પણ સ્વસ્થ ચિત્તવાળો રહે છે, તે ધૂળ છે, લોકમાં તે તૃણ છે, તે ભસ્મ છે, તે કંઈ નથી. અર્થાત્ માત્ર દેખાય છે, વાસ્તવિક કંઈ નથી. પ૧૫ll
બ્લોક :
यस्यैकोऽपि भवेद्राज्ञः, शत्रुः सोऽपि जिगीषति । तत्ते न युज्यते स्थातुमनन्ता यस्य शत्रवः ।।५१६।।