________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
ઉપકરણ સજ્જ કરાયું. વિચિત્ર વસ્ત્ર-અલંકારોના ચંદરવા વિસ્તારિત કરાયા. સંગીત પ્રારંભ કરાયું. કલકાહલો=વાજિંત્રો, વગાડાયાં. સુધોષા ઘંટા ચલાવાઈ. કણકણવાજિંત્રો વાગવા લાગ્યાં. દિવ્યદુંદુભિઓ વગાડાઈ. મધુર શંખો વગાડાયા. પટુપટહો વગાડાયા. ધર્ધારિકાથી મૃદંગો આસ્ફારિત કરાયા. કાંસાઓ વગાડાયા. સ્તોત્રનો ધ્વનિ શરૂ થયો. મંત્રજાપ પ્રવર્તિત કરાયો. કુસુમની વર્ષા મુકાવાઈ. મધુપાવલી=ભમરાની શ્રેણી ઝણઝણ કરાવાઈ. અત્યંત કિંમતી રસ, ગંધ, ઔષધિ સત્તીર્થોદક વડે=સત્તીર્થોના પાણી વડે, વિધિથી જગતજીવના બંધુ એવા ભગવાનનું બિંબ અભિષેક કરાયું. ચૂતમંજરી મંથર પ્રવૃત્ત થઈ. શેષ વિલાસિની જન વડે=શેષ સ્ત્રીઓ વડે, ઉદ્દામ આનંદથી ઉચિત વિલાસ કરાયો. મહાદાનો અપાયાં. ઉચિત કરણીય કરાયું. આ રીતે મોટા વિમર્શથી ભગવાનના અભિષેક પૂજનને કરીને જ્યાં સાધુવંદન માટે હું નીકળ્યો ત્યાં તે પ્રમાણે જ તે સુસાધુના વૃંદમાં રહેલ તે તપસ્વી=જે તપસ્વી પૂર્વમાં કુરૂપ દેખાયેલા તે તપસ્વી, સુવર્ણના કમલમાં રતિથી રહિત જાણે કામદેવ બેઠેલ હોય તેવા, રોહિણીથી વિયોજિત જાણે ચંદ્ર હોય તેવા, ઇન્દ્રાણી વગરના ઇન્દ્ર જેવા, ઉત્તમ સુવર્ણના ભાસ્વર આકારથી ઉલ્લાસ પામતા મહાપ્રભાના પ્રવાહવાળા, ઉલ્લાસ પામતા દેહની પ્રભાતા પ્રવાહવાળા, પિંજરિત કર્યું છે મુનિમંડલ જેમણે એવા, કૂર્મથી ઉન્નત ચરણતલ વડે, ગૂઢ શિરાજાલથી, પ્રશસ્ત લાંછનથી લાંછિત, દર્પણના આકારવાળા નખથી સુશ્લિષ્ટ અંગુલિવાળા ચરણયુગલ વડે, શ્રેષ્ઠ બે હાથના આકાર વડે, વિશાલ એવી બે જંધા વડે, કઠિન, પુષ્ટ, અત્યંત ગોળ, વિસ્તીર્ણ, સિંહના બચ્ચાની લીલાને વિડંબના કરે એવા કટીતટ વડે, ત્રુટિત-મનોહર એવા ઉદરદેશ વડે, વિશાળ વક્ષઃસ્થલ વડે, લાંબા ભુજદંડયુગલ વડે, મદથી મત્ત એવા મોટા હાથીના કુંભસ્થલને આસ્ફાલન કરવામાં સમર્થ એવા બે હાથ વડે, ત્રણ વવલિથી વિરાજિત એવા કંઠ વડે, તિરસ્કૃત કરી છે ચંદ્ર અને કમલની શોભાને જેણે એવા વદન વડે=મુખ વડે, ઉન્નત અને અત્યંત સંસ્થિત એવા નાસાવંશ વડે, સુશ્લિષ્ટમાંસથી લાંબા એવા કર્ણયુગલ વડે, તિરસ્કૃત કર્યા છે કમલનાં બે દલ જેણે એવાં બે નેત્ર વડે, સંહતસમા=એક સરખા, સ્ફુરત કિરણોના સમૂહથી રંજિત કર્યા અધરપુટ=બે હોઠરૂપી પુટ જેણે એવા દાંતની શ્રેણી વડે, સુશ્લિષ્ટ એવા અષ્ટમીચંદ્રના સમાન લલાટપટ્ટ વડે, નીચેના અવયવોને વિષે મુગટ સમાન એવા મસ્તકપણા વડે, શોભતા હતા એમ અન્વય છે. બહુ કહેવા વડે સર્યું, સર્વથા ઉપમાથી અતીત રૂપને ધારણ કરનારા આ=પૂર્વમાં જોયેલા કુરૂપ એવા બુધસૂરિ, મારા વડે તે જ પ્રકારે ધર્મને કહેતા જોવાયા. અને પૂર્વમાં અવધારિત ધ્વનિ વડે=કુરૂપ અવસ્થામાં જે ધ્વનિથી બોલતા હતા તે પૂર્વમાં અવધારિત ધ્વનિ વડે, પ્રત્યભિજ્ઞાત થયા=આ તે જ છે એ પ્રમાણે જણાયા. મારા મનમાં
વિસ્મય થયો.
૭૫
बुधसूरिरूपपरावर्त्तः
ततश्चिन्तितं मया -
-अये ! स एवायं तपस्वी कथं पुनरीदृशकमनीयरूपः क्षणादेव संपन्न इति । अथवा किमत्राश्चर्यं ? निवेदितं मे पूर्वं धर्मगुरुणा चन्दनेन, यथाभवन्ति भगवतां सुसाधूनां लब्धयः,