________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૯૯ ભાવોએ તે ભાવકુટુંબનો અભિભવ કરીને તિરોહિત કર્યું છે તે જાણતો નથી. આથી જ સંસારી જીવોને ક્ષમાદિ ભાવોના પરિણામોની લેશ પણ ગંધ આવતી નથી. માત્ર કષાયોના તે તે પ્રકારના કલકલમાં સુખ પ્રતીત થાય છે અને રાગાદિથી મોહની સામે નૃત્ય કરીને ચાર ગતિની વિડંબનાને પ્રાપ્ત કરે છે.
धवलराजस्वमोक्षचिन्ता धवलराजेनोक्तं-भदन्त! यद्येवं ततः सततमुन्मत्ता वयं, विषमा रागादितस्कराः, मुषितं स्वरूपशिवायतनं, नाशितं भावकुटुम्बकं, पर्यटामो भवग्रामे, सुदुर्लभा भोगभिक्षा, तल्लवलाभेन तुष्टा वयं, निमग्नाः परमार्थतो दुःखसागरे, अतः कथं पुनरितोऽस्माकं मोक्षो भविष्यतीति? बुधसूरिणोक्तंमहाराज! भविष्यति भवतामितो भवविडम्बनान्मोक्षो यदि यादृशं तस्य बठरगुरोर्वृत्तान्तान्तरं संपन्नं तादृशं भवतामपि संपद्येत । नृपतिराह-भदन्त! किं पुनस्तस्य संपन्नं?
| ધવલ રાજાની પોતાના મોક્ષ સંબંધી ચિંતા ધવલરાજા વડે કહેવાયું. હે ભદંત ! જો આ પ્રમાણે છે-શૈવમંદિરના સ્વામી એવા અમે બઠરગુરુ જેવા થઈને ચાર ગતિઓમાં ફરીએ છીએ એ પ્રમાણે છે તો, સતત અમે ઉન્મત્ત છીએ. રાગાદિ તસ્કરો વિષમ છે. સ્વરૂપરૂપ શિવાયતન અમારા આત્માના સ્વરૂપરૂપ સુખનું આયતન, લુંટાયું છે=રાગાદિ ચોરો વડે લુંટાયું છે. ભાવકુટુંબ નાશ કરાયું છે ક્ષમાદિ ભાવો રૂપ અમારું હિતકારી કુટુંબ રાગાદિ ચોરટાઓ વડે નાશ કરાયું છે. ભવગ્રામમાં ચાર ગતિઓના વિભાજનરૂપ ભવગ્રામમાં, અમે ભટકીએ છીએ. ભોગભિક્ષા સુદુર્લભ છે=સુખને અનુકૂળ ઈષ્ટ વિષયોની પ્રાપ્તિ સુદુર્લભ છે. તેના લવલાભથી તુચ્છ વિષયોના લેશની પ્રાપ્તિથી, અમે તુષ્ટ છીએ. પરમાર્થથી દુ:ખસાગરમાં નિમગ્ન છીએ. આથી=પૂર્વમાં કહ્યું કે કષાયોથી વિડંબિત છીએ આથી, કેવી રીતે વળી આનાથી ચોરટાઓથી, અમારો મોક્ષ થશે? બુધસૂરિ વડે કહેવાયું. હે મહારાજ ! આ ભવવિડંબનાથી તમારો મોક્ષ થશે, જો જેવા પ્રકારનું તે બઠરગુરુનું વૃત્તાંતાંતર-પૂર્વના વૃત્તાંત કરતાં અન્ય પ્રકારનું વૃત્તાંત, થયું તેવું તમારું પણ પ્રાપ્ત થાય. રાજા કહે છે. હે ભદંત ! શું વળી તેને પ્રાપ્ત થયું ?=બઠરગુરુને અન્ય વૃત્તાંત શું પ્રાપ્ત થયું ?
बठरगुरुकथाशेषः भगवतोक्तं-महाराज! तं तथाऽनवरतं तैर्धूर्ततस्करैः खलीक्रियमाणं बठरगुरुमुपलभ्य समुत्पन्ना कस्यचिदेकस्य महामाहेश्वरस्य तस्योपरि करुणा, यदुत-कथमस्य दुःखविमोक्षो जायेत? ततः पृष्टोऽनेनैको महावैद्यः, दत्तस्तेनोपदेशः सम्यगवधारितोऽनेन गृहीतमुपकरणं गतो रात्रौ शिवायतनं, इतश्च बृहती वेलां नाटयित्वा बठरगुरुं श्रान्ता इव प्रसुप्तास्ते तस्मिन्नवसरे धूर्ततस्कराः, ततः प्रविष्टो माहेश्वरः, प्रज्वालितोऽनेन शिवमन्दिरे प्रदीपः, ततो दृष्टोऽसौ बठरगुरुणा माहेश्वरः, तथाभव्यतया च संजातखेदेन याचितोऽसौ जलपानं, माहेश्वरः प्राह-भट्टारक! पिबेदं तत्त्वरोचकं