________________
૫૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
અન્ય અંગોપાંગો ચૂર્ણ કરાયાં. પૌરુષપણું વિગલિત થયું. દીનપણું થયું. વિઘા વહન થતી નથી. શરીર નિષ્યંદિત થયું. તેથી મારા વડે વિચારાયું. સર્વથા તે પ્રકારે થયો છે=અચલ થયો છે, જે પ્રમાણે ફરી આવશે નહીં.
શ્લોક ઃ
किंतु
हतं मुष्टिभिराकाशं, कण्डिताश्च तुषा मया ।
योऽस्याहं पृष्ठतो लग्नस्तां हित्वा चूतमञ्जरीम् ।।१८१ ।।
-
શ્લોકાર્થ :
પરંતુ તે ચૂતમંજરીને છોડીને જે હું આની પાછળ=અચલની પાછળ, લાગ્યો તે મારા વડે મુઠ્ઠીઓ વડે આકાશ હણાયું અર્થાત્ મુઠ્ઠીઓથી આકાશને હણવાની નિરર્થક ચેષ્ટા કરાઈ. અને ફોતરાં ખંડાયાં=ફોતરાંને ખાંડવા જેવી નિરર્થક ચેષ્ટા કરાઈ. II૧૮૧II
શ્લોક ઃ
यतः सैकाकिनी बाला भयेनैव मरिष्यति ।
अथवा चपलः पापः स तां नूनं हरिष्यति । । १८२ ।।
શ્લોકાર્થ :
જે કારણથી એકાકી એવી તે બાલા=સૂતમંજરી, ભયથી જ મરશે. અથવા તે પાપી એવો ચપલ ખરેખર તેણીને હરશે. II૧૮૨ા
यद्वा किमत्र वक्तव्यं, हतैव ननु बालिका । तदधुना क्व याति स दुरात्मेति विचिन्त्य चलितोऽहं वेगेन यावद्दृष्टो मया सम्मुखमागच्छंश्चपलः, ततो मया चिन्तितं - अये किमेष चपलः समागतः किं न दृष्टाऽनेन चूतमञ्जरी किं वाऽनिच्छन्ती सुरतं रोषान्निपातिताऽनेन पापेन ? सर्वथा तस्यां स्वाधीनायां जीवन्त्यां वा न कथञ्चिदस्यागमनं युज्यते, तथाहि
અથવા આમાં=મારા કૃત્યમાં, શું કહેવું. ખરેખર તે બાલિકા હરાઈ જ છે. તે કારણથી તે દુરાત્મા= ચપલ દુરાત્મા, ક્યાં ગયો છે એ પ્રમાણે વિચારીને વેગથી ચલિત=ચાલેલો એવો જ્યાં સુધી હું છું ત્યાં સુધી સન્મુખ આવતો એવો ચપલ મારા વડે જોવાયો. તેથી=ચપલ મારી સન્મુખ આવ્યો તેથી, મારા વડે વિચારાયું. અરે શું આ ચપલ આવ્યો. શું આના વડે ચૂતમંજરી જોવાઈ નથી અથવા કામને નહીં ઇચ્છતી એવી ચૂતમંજરી રોષથી આ પાપી વડે મારી નંખાઈ છે ? સર્વથા તેની સ્વાધીનતામાં અથવા જીવતી તેણીમાં=ચૂતમંજરી સ્વાધીન થયે છતે અથવા જીવતી હોતે છતે, કોઈ રીતે તેનું આગમન ઘટતું નથી. તે આ પ્રમાણે –