________________
૧૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
તથીयत् कृत्यं सदनुष्ठानं, तन्न कुर्वन्ति मूढकाः । वारिता अपि कुर्वन्ति, पापानुष्ठानमञ्जसा ।।१९१।।
બ્લોકાર્થ :
અને જે કૃત્ય સદ્ધનુષ્ઠાન છે, તેને મૂઢ જીવો કરતા નથી. વારણ કરાયેલા પણ શીધ્ર પાપનું અનુષ્ઠાન કરે છે. II૧૯૧૫ શ્લોક -
ततोऽमी जगतीनाथ! येऽपि पण्डितमानिनः । सोन्मादा इति विज्ञेयास्तेऽपि भावेन देहिनः ।।१९२।।
શ્લોકાર્ચ -
તેથી હે જગતના નાથ ! રાજા ! આ જેઓ પણ પંડિતમાની છે અને બુદ્ધિમાન છીએ એમ માનનારા છે, તે પણ જીવો ભાવથી ઉન્માદ સહિત છે એ પ્રમાણે જાણવું. II૧૯૨ા. શ્લોક :
सदनुष्ठानरक्तानां, साधूनां पुनरीदृशः ।
नोन्मादोऽस्ति धरानाथ! तस्मात्ते शुद्धबुद्धयः ।।१९३।। શ્લોકાર્ચ -
વળી, સઅનુષ્ઠાનમાં રક્ત એવા સાધુઓને આવા પ્રકારનો ઉન્માદ નથી=અસહ્મનુષ્ઠાન કરવાનો ઉન્માદ નથી. હે ધરાનાથ ! તે કારણથી તેઓ શુદ્ધ બુદ્ધિવાળા છે. II૧૯ઉll શ્લોક :
जराजीर्णा रुजाक्रान्ताः, सोन्मादा इति तत्पुरा । यूयं नाहमिति प्रोक्तं, सर्वमेतेन हेतुना ।।१९४ ।।
શ્લોકાર્ય :
તે કારણથી જરાથી જીર્ણ, રોગથી આકાંત ઉન્માદ સહિત તમે છો, હું નથી એ પ્રમાણે સર્વ પૂર્વમાં આ હેતુથી કહેવાયું. ll૧૯૪ll