________________
૨૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
युष्माकमपि चेज्जातो, मदीयवचनेन भोः! । अनन्तदुःखविस्तारे, निर्वेदो भवचारके ।।३४७।। ततो गृह्णीत तां दीक्षां, संसारोच्छेदकारिणीम् ।
हे लोका! मा विलम्बध्वं, धर्मस्य त्वरिता गतिः ।।३४८।। युग्मम् । શ્લોકાર્થ :
જો મારા વચનથી તમને પણ અનંત દુઃખના વિસ્તારવાળા ભવરૂપી કેદખાના વિષયક નિર્વેદ થયો છે. તો સંસારના ઉચ્છેદન કરનારી તે દીક્ષાને ગ્રહણ કરો, હે લોકો, વિલમ્બન કરો નહીં, ધર્મની ત્વરિતા ગતિ છે. ll૧૪૭-૩૪૮ શ્લોક :
नृपतिरुवाचयदादिष्टं भदन्तेन, स्थितं तन्मम मानसे ।
किंचित्तु भवता तावत्कथ्यतां मे कुतूहलम् ।।३४९।। શ્લોકાર્થ :
રાજા કહે છે. ભદંત વડે જે આદિષ્ટ છે તે મારા માનસમાં સ્થિત છે મને ઈચ્છિત છે. કંઈક મને કુતૂહલ છે તમારા વડે કહેવાય. Il૩૪૯II શ્લોક :
एते प्रबोधिता नाथ! यत्नेन भवता वयम् । भवांस्तु बोधितः केन! कथं वा कुत्र वा पुरे? ।।३५०।। किं वा जातः स्वयंबुद्धो? भदन्त! परमेश्वरः ।
सर्वं निवेद्यतां नाथ! ममेदं हितकाम्यया ।।३५१।। युग्मम् । શ્લોકાર્થ :
શું કુતૂહલ છે ? તે રાજા કહે છે – હે નાથ ! તમારા વડે અમે યત્નથી પ્રતિબોધ કરાયા. વળી, કોના વડે કેવી રીતે અથવા કયા નગરમાં તમે પ્રતિબોધિત કરાયા? અથવા હે ભદંત !પરમેશ્વર ! શું સ્વયં બોધ પામેલા છો? હે નાથ !હિત કામનાથી મને આ સર્વ નિવેદન કરો. ll૩૫૦-૩૫૧ી. શ્લોક :
सूरिराह महाराज! साधूनामात्मवर्णनम् । नैवेह युज्यते कर्तुं तद्धि लाघवकारणम् ।।३५२।।