Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara
Catalog link: https://jainqq.org/explore/008975/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ધારા, તથા બજે મધુર બંસરી -: આશીર્વાદ :અધ્યાત્મયોગી પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. મધુરભાષી પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી મ.સા. -: સંયોજન - સંપાદન :પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચન્દ્રવિજયજી ગણિવર પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચન્દ્રવિજયજી ગણિવર -: સહાયક :પૂજ્ય મુનિશ્રી મુક્તિશ્રમણવિજયજી પૂજય મુનિશ્રી મુક્તિચરણવિજયજી -: પ્રકાશન :શ્રી શાન્તિ જિન આરાધક મંડળ, મનફરા (શાન્તિનિકેતન) પો. મનફરા, તા. ભચાઉ, જી. કચ્છ, પીન - 370 140. -: વિમોચન કર્તા :ભારતીબેન મેઘજીભાઈ ભચુભાઇ ગડા, સામખીયાળી ગીતાબેન જયંતીલાલ થાવર સત્રા, ભરૂડીયા વિ.સં. 2063, કિં.જે.સુ.-૯, રવિવાર, તા. 24-06-2007, મનફરા ચાતુર્માસ પ્રવેશ પ્રસંગ. -: આર્થિક સહયોગ :રાયકુંવરીબેન (પૂ.સા. તત્વાંગગુણાશ્રીજી)ની દીક્ષા નિમિત્તે પારસમલજી કુંદનમલજી બોહરા (ડીસા) વિ.સં. 2063, ફા.સુ. 10, તા. 26-02-2017, ભીલડીયાજી તીર્થ. Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથાય નમઃ || // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ || પુનઃ પ્રકાશન પ્રસંગે... # પુસ્તક : ઉપદેશ ધારા તથા બજે મધુર બંસરી 8 સંયોજન - સંપાદન : પૂજ્ય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી પૂજ્ય પં. શ્રી મુનિચન્દ્રવિજયજી # આવૃત્તિ : પહેલી : (ઉપદેશધારા) વિ.સં. ૨૦૫૬, ઇ.સ. ૨૦૦૦ પહેલી : (બજે મધુર બંસરી) વિ.સ. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૧ બીજી : વિ.સ. ૨૦૬૩, ઇ.સ. ૨૦૦૭ (સંયુક્ત આવૃત્તિ) # સંપર્ક સૂત્ર : ૧. ચંદ્રકાંત જે. વોરા મહેતા ફર્નીચર, અરિહંત કોમ્પલેક્ષ, એસ. ટી. રોડ, પો. ભચાઉ (કચ્છ), પીન : ૩૭૦ ૧૪૦. ૨. ટીકુ સાવલા પોપ્યુલર પ્લાસ્ટીક હાઉસ ૩૯ બી, સીતારામ બિલ્ડીંગ, ડી. એન. રોડ, ક્રેફોર્ડ માર્કેટ પાસે, મુંબઈ - ૪00 0૧. ફોનઃ (૦૨૨) ૨૩૪૩૬૩૬૯, ૨૩૪૩૬૮૦૭, મો. ૯૮૨૧૪૦૬૯૭૨ - તેજસ પ્રિન્ટર્સ ૪૦૩, વિમલ વિહાર એપાર્ટમેન્ટ, ૨૨, સરસ્વતી સોસાયટી, જૈન મર્ચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૦૧૦૪૫, મો. ૯૮૨૫૩ ૪૭૬ ૨૦ ૪. જસરાજ લૂંકડ B. E. Jasraj Lunked No. 3, Balkrishna Nagar, Po. Mannargudi (T.N.), Pin : 614 001. Ph. : (04367) 252479 * મુદ્રકે : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Soc., Paldi, AHMEDABAD - 380 007. Phi : (079) 26601045 • M. 98253 47620 થાણા (ચાતુર્માસ) (વિ.સં. ૨૦૫૪) દરમ્યાન દર અઠવાડિયે અલગ-અલગ વિષયો પર પરિપત્રો બહાર પડતા હતા. જિજ્ઞાસુઓ તે હોંશે હોંશે વાંચતા હતા. એ દરેક પરિપત્રોનું સંકલિતરૂપ એટલે ઉપદેશધારા પુસ્તક. વિ.સં. ૨૦૧૬માં પ્રકાશિત થયેલું ઉપદેશ ધારા પુસ્તક જિજ્ઞાસુઓની માંગણી થતાં અત્યારે ફરી પ્રકાશિત થઇ રહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ, મદ્ય, માંસ, દારૂ વગેરે વિષયો પર જૈન-જૈનેતર પ્રાચીન-અર્વાચીન પુરુષોના ઉદાહરણોને અહીં છૂટથી વાપરવામાં આવ્યા છે, જે વાંચનારનું વૈચારિક સ્તર ઉન્નત પણ બનાવે છે ને વ્યાપક પણ બનાવે છે. વિ.સં. ૨૦૪૭માં શાન્તિસૌરભમાં પ્રકાશિત થયેલા ઐતિહાસિક આદિ પ્રસંગોનું “બજે મધુર બંસરી” એ નામે એક પુસ્તક ડભોઇ સંઘ તરફથી પ્રકાશિત થયું હતું, આજે તે અપ્રાપ્ય બનતા પુનઃ પ્રકાશિત થઇ રહ્યું છે. પુનઃ પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા મહાનુભાવો ધન્યવાદાઈ છે. નૂતન ઓસવાળ જૈન ઉપાશ્રય - પં. મુકિતચન્દ્રવિજય હનુમાન પાસે, - પં. મુનિચન્દ્રવિજય પો. ભચાઉ, જી. કચ્છ, વિ.સં. ૨૦૬૩, વૈ.વ.-૨, પીન : ૩૭ ૧૪૦. શનિવાર, તા. ૦૪-૦૫-૨0૭. -: આર્થિક સહાય :ધનજીભાઈ ડોસાભાઈ છેડાના સુકૃતોની અનુમોદનાર્થે... - મંજુલાબેન રવજી ધનજી છેડા હ. રેખાબેન કેતન છેડા, અલ્પાબેન વિપુલ છેડા, - ક્રિયા અને શ્રત આદિ પરિવાર - ભચાઉ (કચ્છ), મુંબઇ. Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ક્રમ વિષય પાના નંબર ઉિપદેશ ધારા) ૧, ક્ષમા ................ ૨. ક્રોધ ....................... ... ....... ૩. માન , ..... * * * * * * * * * * * * ............. માયા .............................................. લોભ .............................. .......... ૬. દારૂ ............... .............. ૭. માંસ ................................................. ૮. ધૂમ્રપાન . ........... ક્રમ વિષય પાના નંબર ૨૩. (૮) સંગ માત્ર બંધન જેવા જાણવા ..................... ૨૦ ૨૪. (૯) સ્વપ્રશંસાથી અહંકાર કરવો નહિ............... ૨૦૩ ૨૫. (૧૦) લોકોએ કરેલી નિંદાથી ગુસ્સે નહિ થવું ........... ૨૬. (૧૧) ધર્મગુરુની સેવા કરવી .......................... ૨૭. (૧૨) તત્ત્વની જિજ્ઞાસા રાખવી........................ ૨૮. (૧૩) પવિત્રતા રાખવી ............................ ૨૯. (૧૪) સ્થિરતા કેળવવી .............................. ૩૦. (૧૫) નિર્દભતા રાખવી ........................... ૩૧. (૧૬) વૈરાગ્યભાવ ધરવો ... ........................... ૩૨. (૧૭) આત્મ-નિયંત્રણ કરવું ......................... ૩૩. (૧૮) સંસારના દોષોનું દર્શન કરવું..... ૩૪. (૧૯) શરીર વગેરેની વિરૂપતા વિચારવી ..... ............. ૩૫. (૨૦) ભગવાન પર ભક્તિ ધારણ કરવી. ૩૬. (૨૧) સદા એકાંત સ્થળનું સેવન કરવું ................. ૩૭. (૨૨) સમ્યકત્વમાં સ્થિર રહેવું ........ ૨૫૫ ૩૮. (૨૩) પ્રમાદરૂપી શત્રુનો ભરોસો નહિ કરવો............ ૨૫૮ ૩૯. (૨૪) આત્મજ્ઞાનની નિષ્ઠાનો ધ્યેય રાખવો ............ ૪૦. (૨૫) બધે જ સ્થળે આગમને આગળ રાખવા .......... ૪૧. (૨૬) કુવિકલ્પો છોડી દેવા ............ ૪૨. (૨૭) વૃદ્ધ પુરુષોને અનુસરવું ............. ૪૩. (૨૮) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો ... ૪૪. (૨૯) જ્ઞાનાનંદથી મસ્ત થઈને રહેવું .................. બિજે મધુર બંસરી) ૧. દર્ભાવતી રત્ન પૂ. આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી ........... ૨૮૭ ૨. તપ કરીએ સમતા રાખી ઘટમાં... ૨૯૮ ૩. ઉપબૃહણાના અભાવે .............. ........... ૩૦૫ ૧૨૮ ઇ છે ૧૪૦ ૧૦, નિંદા ................................................. ૧૧. દાન ... ૧૨. નવકાર .. .............. ૧૩. નમસ્કાર ..... ૧૪. ક્ષણિક ગાંડપણ આવે ત્યારે.............. ............. ૧૩પ ૧૫. મૌન એકાદશી ............. * પૂ. ઉપા. શ્રી યશોવિજયજીની સાધકને ૨૯ શિખામણ ..... ૧૬૮ ૧૬. (૧) વિશ્વમાં કોઇ પણ નિંદા કરવા લાયક નથી......... ૧૭૦ ૧૭. (૨) પાપીઓ પર પણ ભવસ્થિતિનો વિચાર કરવો ....... ૧૮. (૩) ગુણીજનોનું બહુમાન કરવું ...................... ૧૯. (૪) થોડા પણ ગુણ પર પ્રેમ ધરવો ..................... ૧૮૪ ૨૦. (૫) બાળક પાસેથી પણ હિતકારી ચીજ સ્વીકારવી....... ૧૮૭ ૨૧. (૬) દુર્જનના બકવાસથી ગુસ્સે ન થવું .................. ૧૯૦ ૨૨. (૭) બીજાની આશા રાખવી નહિ ..... છે " ઇ છે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ D ૩૨ ૫ છે છે તે .......... છે (છે ક્રમ વિષય પાના નંબર ૪. કંજૂસાઇથી ઉદારતા તરફ... .. ............ ૩૦૮ ૫. ગરીબીથી અમીરી તરફ ......... .................. ૩૧૧ ૬. મારે બીજું કંઇ ન જોઇએ . * * * * ............ ૩૧૫ ૭. એકતા પ્રેમી શ્રી રત્નપ્રભસૂરિજી ....................... ૮. ‘અવ્યક્ત' નિર્નવ............. ............ ૯. લેને ગઇ પૂત... ખો આઇ ખસમ . ૧૦. એ મુનિ દૂબળા કેમ હતા ? .............. ૧૧, જીવંત સૂરિજીની સ્મશાન યાત્રા ........................ ૧૨. મહાકવિ શ્રી ધનપાલ . ................. ૧૩. ઃિ નામ મુવ ... ......... ૧૪. પ્રતિજ્ઞાપાલક કુમારપાળ ..... ૧૫. ઇતિહાસનો ઇતિહાસ .. ............... ૧૬, એક દૃષ્ટિપાત : દેલવાડાના દેરાસર તરફ... ............ ૧૭. જીવદયાના અવતાર જગડું શાહ ........................ ૧૮. ભીલડીઆનો ભંગ . ૧૯. મહાન સત્યવાદી મહણસિહ .. * * * * * * * * * * * *. ૨૦. દેપાલની કમાલ ................... ૨ ૧. સોની સંગ્રામસિહ ... ૨૨. શત્રુંજયનો ૧૬મો ઉદ્ધાર .............................. ૨૩. તપાગચ્છાધિષ્ઠાયક શ્રી મણિભદ્રવીર .................. ૨૪. જહાંગીર સાથે જૈનોનો ઘરોબો .................... ૨૫. શાંતિદાસ શેઠની સૂઝ ................... ૨૬. ‘શ્રી મહાવીરજી' તીર્થના નિર્માતા કોણ ? ............... ૨૭. સુરતની સતી સુભદ્રા ૨૮. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ......................... * કલાપૂર્ણ ૧-૨ સ્મૃતિગ્રંથને સત્કાર ....... Go Go ) છે * ટે. * * ૧ * ..... * ૧ * ૧ * ૬ * ૧ * ક Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશધારા ક્ષમાં ક્ષમા વિષે જૈન શાસ્ત્રો શું કહે છે ? એ આપણે ઘણી વાર સાંભળ્યું. આજે આપણે જૈનેતર શાસ્ત્રો અને વિચારકો ક્ષમા વિષે શું કહે છે તે જાણવા પ્રયત્ન કરીએ. જગતના મોટા ભાગના માણસો ક્ષમાના પક્ષમાં નથી, અક્ષમાના પક્ષમાં છે. ક્ષમાં રાખીએ તો બધા માથે ચડી બેસે એવી માન્યતાવાળા ઘણા છે. આવા માણસો વેદવ્યાસના મહાભારતનો હવાલો પણ આપી શકે. (યાદ રહે કે જેને જેવું જોઇતું હોય તેવું કોઇને કોઇ ગ્રંથમાંથી મળી જ રહે.) મહાભારતના રચયિતા વેદવ્યાસ લખે છે : यो नित्यं क्षमते तात बहून् दोषान् स विन्दति । भृत्याः परिभवन्त्येनमुदासीनास्तथारयः - મહાભારત (વનપર્વ ૨૮/૭) જે માણસ હંમેશ ઘણું બધું સહન કર્યા જ કરે, કર્યા જ કરે તે ઘણા બધા દોષો પ્રાપ્ત કરે છે. શત્રુઓ તો તેના પરાભવ કરે જ છે પણ મધ્યસ્થ પણ કરે અને નોકરો પણ પરાભવ કરવાનો મોકો ન છોડે. (આ વાત ખાસ કરીને નેતૃત્વ સંભાળનાર રાજા વગેરે માટે લખાઇ છે, પણ ગમતી વાત તરત જ બધા અપનાવી લે છે. મોસંબીનું બી મીઠાશ મેળવી લે છે ને મરચાનું બી તીખાશ ઉપદેશધારા # ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ મેળવી લે છે, તેમ માણસ પણ ગ્રંથોમાંથી પોતાને જોઇતું-ગમતું લઇ લે છે !) પણ, આ જ વેદવ્યાસ જયારે ક્ષમાના વખાણ કરતા હોય ત્યારે શું સમજવું ? ક્ષમ ઘર્ષ:, ક્ષમા યજ્ઞ:, ક્ષમા વેલા:, ક્ષમા શ્રતમ્ | - મહાભારત (વનપર્વ ૨૮૭). ક્ષમા એ જ ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા વેદ છે, ક્ષમા જ જ્ઞાન છે.” ઘણીવાર એવું થાય : જો આપણે ક્ષમા આપીશું તો સામેવાળા આપણને નબળો કહેશે તો ? શા માટે નબળા થવું ? આવા લોકોને વેદવ્યાસ સમજાવે છે : ભાઇ ! ક્ષમામાં તમને એ એક દોષ દેખાયો, પણ ફાયદા કેટલા બધા છે તે ન દેખાયા ? રૂપિયો મેળવવા જો ચાર આના ગુમાવવા પડે તો એને તમે નુકશાની કહેશો ? જો ના, તો અહીં આમ કેમ માનો છો ? જુઓ, મહાભારતના ઉદ્યોગપર્વમાં વેદવ્યાસ કહે છે : એકઃ ક્ષમાવતાં દોષો, દ્વિતીયો નોપપદ્યતે | યદેદ ક્ષમયા યુક્તમશક્ત મન્યતે જનઃ | સોસ્ય દોષો ન મન્તવ્ય: ક્ષમા હિ પરમં બલમ્ II. - ઉદ્યોગપર્વ (૩૩/૪૭-૪૮) ક્ષમા વિષે જયારે આપણે એવું સાંભળીએ : “ક્ષમા વીરસ્ય ભૂષણમ્', “ક્ષમા એ વીરોનું ભૂષણ છે.’ પરંતુ વ્યવહારમાં આપણે જોઇએ છીએ કે ક્ષમા એ નબળા લોકોની ઢાલ છે. આવું જોઇને એમ થાય : શા માટે નબળા થવું ? શા માટે ક્ષમા રાખવી ? આપણે સમર્થ હોઇએ તો તો ઠીક છે, ક્ષમા આપણા માટે ભૂષણ બને, પણ જો નબળા હોઇએ તો ?... અને ક્ષમા જો ભૂષણ ન બનતી હોય, મજબૂરીનું જ બીજું નામ હોય તો ક્ષમાનો અર્થ શો ? મહાભારતના વેદવ્યાસ આપણા પ્રશ્નનો બહુ જ સરસ જવાબ આપે છે : તમે અસમર્થ છો તો ક્ષમા ગુણ (મજબૂરી નહિ જ) બનશે અને સમર્થ છો તો ભૂષણ બનશે. ‘ક્ષમા ગુણો હ્યદક્તાનાં, શક્તાનાં ભૂષણે ક્ષમા” - ઉદ્યોગપર્વ (૩૩/૪૯) તમને જયારે ક્રોધ આવી જાય છે ત્યારે તમે કેવા બહાવરા બની જાઓ છો ? ક્રોધાવેશ વખતે તમે કદી વિચાર્યું : આ મારું સ્વરૂપ નથી, આ તો મારામાં પ્રવેશેલું ક્ષણિક ગાંડપણ છે, આવા વખતે કરેલો સંકલ્પ સાચો ન ગણાય ? ક્રોધની પરાકાષ્ઠાની ક્ષણે જો આવું વિચારી શકીએ તો ઘણા અનર્થોથી બચી જઇએ. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે તેમ જે ક્રોધનો ત્યાગ કરી શકે તે જ સાચો મર્દ ગણાય એમ મત્સ્યપુરાણકાર કહે છે : “યઃ સમુત્પતિત કોપ ક્ષમવૈવ નિરસ્વતિ | યથોરગસ્વચ જીણ સ વૈ પુરુષ ઉચ્યતે !” - મત્સ્યપુરાણ (૨૮૪) સામેની વ્યક્તિ મૂઢ જ હોય તો આપણે ક્યાં સુધી ક્ષમા કરવી ? ક્યાં સુધી સહન કરવું? એને સુધારવા આપણે કશું જ નહિ કરવું ? બ્રહ્મ વૈવર્તપુરાણ કહે છે : એમ સુધરે તો એ મૂઢ શાની ? મૂઢ એનું જ નામ જે કદી સુધરે જ નહિ, સમજે જ નહિ. મૂઢતા એ મૂઢનો સ્વભાવ છે તો ક્ષમા એ સજજનનો સ્વભાવ છે. માટે જ સજજન પુરુષ મૂર્ખ માણસના અપરાધોને સદા માફ કરતા આવ્યા છે. મૂઢસ્ય સતત દોષ-ક્ષમાં કુર્વત્તિ સાધવઃ | - બ્રહ્મવૈવર્તપુરાણ ‘તપ કરીએ સમતા રાખીએ ઘટમાં.’ એમ આપણા પૂ. પદ્મવિજયજીએ પૂજામાં ગાયેલું છે ને આપણે ઘણીવાર સાંભળ્યું છે. ઉપદેશધારા # ૨ ઉપદેશધારા * ૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ “પૂરવ કોડિ તપ ગુણો, ભાવ્યો છે આતમ જેણે રે; ક્રોધ વિવશ હતા દોય ઘડી, હારે સવિ ફળ તેણે રે.” એમ યશોવિજયજી મ.એ તેમની સજ્ઝાયમાં કહેલું છે. ક્રોધે ક્રોડ પૂરવતણું, સંયમ ફળ જાય રે.' એમ ઉદયરત્નજીનું કવિત પણ આપણે સાંભળેલું છે. એટલું બધું સાંભળ્યું છે કે એમાં આપણને કાંઇ આશ્ચર્ય ન લાગે, પણ જયારે બાણભટ્ટ જેવા અજૈન કવિ કહે ત્યારે આશ્ચર્ય લાગે. “ક્ષમા હિ મૂલં સર્વતપસામ્” સર્વ તપોનું મૂળ ક્ષમા છે. - બાણભટ્ટ (હર્ષચરિત, પૃ.-૧૨) આખરે આપણને ગુસ્સો આવે છે શા માટે ? ધન, પુત્ર, પત્ની આદિ પરિવાર કે મકાન વગેરેમાં કોઇ હાનિ પહોંચાડે ત્યારે જ ને ? પણ સોમદેવ તો કહે છે કે અરે ભલા માણસ ! ધન, મકાન, દુકાન અને પરિવાર તો ઘણા જ દૂરના પદાર્થો છે. સૌથી વધુ નજીક છે શરીર. એ શરીર પણ જ્યારે પોતાનું નથી ત્યારે ધન પોતાનું શી રીતે હોઇ શકે ? જે પોતાનું નથી એના માટે ગુસ્સો શા માટે કરવાનો છે ? જે શરીર આખરે અહીં જ સળગી જવાનું છે, રાખ થઇ જવાનું છે એના માટે કોણ ગુસ્સો કરે ? કઃ કોપો નશ્વરસ્યાસ્ય દેહસ્યાર્થે મનસ્વિનઃ । પ્રિયાપ્રિયેષુ સામ્મેન, ક્ષમા હિ બ્રહ્મણઃ પદમ્ ॥ - સોમદેવ (કથારિત્સાગર, ૬/૨) ઘણીવાર આપણે જોતા હોઇએ છીએ કે માણસ દાન કરીને ગુસ્સો કરે છે, તપમાં ગુસ્સો કરે છે (આપણે પણ એમ નથી કરતા એવું નહિ સમજવાનું) ત્યારે મનમાં લાગી આવે : આવા ગુસ્સાબાજોની ધર્મક્રિયા ખરેખર સફળ બનતી હશે ? ‘ક્રોધથી ક્રોડ ઉપદેશધારા * ૪ પૂર્વનું સંયમનું ફળ જાય.' એમ ફક્ત આપણે જ નથી કહેતા, જૈનેતરો પણ કહે છે. અચિંત્યાનંદવર્ણી કહે છે : ક્ષમાવિહીનેન વિધીયતે યત્ । પુણ્ય ભવેદેવ નિરર્થક તત્ ॥ - અચિંત્યાનંદવર્ણી (શ્રી હરિલીલાકલ્પતરુ, ૪/૧૦ ૪૭) કોઇ માણસ આપણા પર બહુ જ ગુસ્સો કરે ત્યારે આપણે શું કરવું ? લડવા માટે કંઇક તો જોઇએ ને ? નીતિશાસ્ત્ર કહે છે કે ક્ષમા જેવું બીજું કોઇ ધનુષ્ય નથી. એ ધનુષ્ય હાથમાં હોય પછી દુર્જનનો ડર શાનો ? ગુસ્સો તો આગ છે. આગ ત્યારે જ વધે જો એને લાકડા મળે. લાકડા જ ન મળે તો આગ શી રીતે આગળ વધવાની ? આગને ઓલવવી હોય તો લાકડા ન નખાય. ક્રોધની આગને પણ ઓલવવી હોય તો વચનના લાકડા ન નખાય. આ જમાના-જૂનો અનુભવીઓનો અર્ક છે. ક્ષમાધનુઃ કરે યસ્ય, દુર્જનઃ કિં કરિષ્યતિ । અતૃણે પતિતો વર્ભિઃ સ્વયમેવોપશામ્યતિ ॥ બુદ્ધની દૃષ્ટિએ ક્રોધ કરનાર તો મૂરખ જ છે પણ ક્રોધી પર ક્રોધ કરનાર પણ મૂરખ જ છે. આમ તો આપણને કોઇ મૂરખ કહે એ ગમતું નથી, પણ આચરણ એવું છે કે આપોઆપ મૂરખ બની જઇએ છીએ. બુદ્ધ કહે છે કે બે પ્રકારના મૂર્ખ હોય છે : (૧) જે પોતાના અપરાધને અપરાધ રૂપે જોતો નથી (૨) બીજાનો અપરાધ ‘અપરાધ’ રૂપે લાગવા છતાં જે ક્ષમા નથી કરી શકતો. કે ઇમે ભિકખવે બાલા । યો ચ અચ્ચયં અચ્ચયતો ન પસૃતિ, યો યે અચ્ચયં દેસેતસ્સ યથા ધમ્મ ન પરિગપણ્યાતિ । - સંયુત્તનિકાય (૧/૧૧/૨૪) ગાય લાત મારે, પણ જો દૂઝણી હોય તો માણસ લાત પણ સહન કરી લે છે. દીકરાનો રોફ પણ માણસ સહી લે છે જો એ ઉપદેશધારા * ૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ કમાઉ હોય ! સંસારના ઘણા બધા પ્રસંગોમાં માણસ આ રીતે ક્ષમા રાખતો હોય છે. એને તમે મજબૂરી કહી શકો, આવશ્યકતા કહી શકો અથવા લાચારી જેવા શબ્દો પણ પ્રયોજી શકો. હાલ સાતવાહન આ લાચારીને આ રીતે વ્યક્ત કરે છે. જેણ વિણા ણ જીવિજ્જઇ । અણુણજ્જઇ સો ક્યાવરાહોવિ - હાલ સાતવાહન (ગાથા સપ્તશતી, ૨/૬૩) “જેના વિના જીવી ન શકાય તેવાઓને માણસ માફ કરી દેતો હોય છે; એ અપરાધી હોય તો પણ.’ તમે ઘણીવાર જોયું હશે : અધૂરો ઘડો છલકાતો હોય, કદરૂપો માણસ ખૂબ દોડાદોડ કરતો હોય, ખારું પાણી ખૂબ જ ઠંડુ હોય કે કુલટા સ્ત્રી લાંબો ઘૂંઘટ ખેંચતી હોય – આ બધા તુચ્છતાના ઉત્પાત છે. ક્રોધ પણ તુચ્છતા છે. એટલે જ તુચ્છતા હશે ત્યાં ક્રોધ હશે, ઉત્પાત હશે. જ્યારે મહાપુરુષ શાંત હશે. અકબરના સમકાલીન કવિ રહીમ આ વાત આ રીતે સમજાવે છે : “છિમા બડન કો ચાહિએ, છોટિન કો ઉત્પાત’' - રહીમ (દોહાવલી ૫૫) નીતિશાસ્ત્ર કહે છે કે‘યૌવન છતાં વ્રતનું પાલન કરવું, દરિદ્રતા છતાં દાન આપવું, શક્તિ હોવા છતાં ક્ષમા રાખવી - આ ત્રણ ઘણા જ દુર્લભ છે.' ગાંધીજી લખે છે— “દંડ દેને કી શક્તિ હોને પર ભી દંડ ન દેના સચ્ચી ક્ષમા હૈ.’’ - ગાંધીજી (સર્વોદય, ૯૮) આપણે માનતા હોઇએ છીએ કે યુદ્ધ કરવું, પર્વતારોહણ કરવું વગેરે કાર્યો સાહસિક કાર્યો ગણાય, પણ ક્ષમા રાખવી ? આપણે ઉપદેશધારા * ૬ એને સાહસહીન કાર્ય ગણીએ છીએ, પણ કુરાન આ અંગે શું કહે છે, તે જાણવા જેવું છે : “જે ધીરજ રાખે એને ક્ષમા આપી દે, તે ખરેખર મોટા સાહસમાંનું એક સાહસ છે.” - કુરાન (૪૨/૪૩) સામાન્ય બુદ્ધિવાળા માણસો એમ માનતા હોય છે કે શત્રુને ક્ષમા આપવી મુશ્કેલ છે, મિત્રને ક્ષમા આપવી આસાન છે. પણ બહુ ઊંડાણથી જોઇશું તો લાગશે : આપણે શત્રુની ભૂલ માટે ક્ષમા આપી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે શત્રુ તો વિરુદ્ધ વર્તન જ કરવાનો. એના વિરુદ્ધ વર્તન અંગે કોઇ આશ્ચર્ય નહિ થાય, પણ કોઇ મિત્ર જ્યારે વિરુદ્ધ આચરણ કરે ત્યારે આપણે આઘાત અને આશ્ચર્યથી સ્તબ્ધ બની જઇએ છીએ. કારણ કે મિત્ર તરફથી આવા વર્તનની અપેક્ષા નથી હોતી. પછી એ પ્રસંગને આપણે કદી ભૂલી શકતા નથી અને માફી પણ આપી શકતા નથી. માટે જ શત્રુને માફી આપવી સહેલી છે, પણ મિત્રને માફી આપવી મુશ્કેલ છે. "It is easier to forgive an enemy than to forgive a friend." - વિલિયમ બેક (વોટ ગોડ ઇઝ) દયા અને ક્ષમા બંનેમાં કોણ ચડે ? તુલસીદાસની પેલી પ્રસિદ્ધ પંક્તિ ‘દયા ધર્મકા મૂલ હૈ'ની દુહાઈ આપીને કોઇ કહેશે કે દયા જ ચડે. તો કોઇ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કે દસ પ્રકારના યતિ ધર્મમાં ક્ષમાનું સ્થાન પ્રથમ છે, મુનિનું બીજું નામ ‘ક્ષમાશ્રમણ’ પણ ક્ષમાની જ મુખ્યતા કહે છે માટે ક્ષમા જ ચડે એમ કહેશે. આમ જોઇએ તો દયા અને ક્ષમા અલગ-અલગ નથી. બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. દયા વગરની ક્ષમા સંભવી શકે ? કદાચ એવી ક્ષમા રાજકારણમાં કે વ્યાપારમાં સંભવી શકે, પણ ધર્મ આવી ક્ષમાને ક્ષમા ઉપદેશધારા * ૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ કહેતો જ નથી. ક્ષમા વગરની દયા હોઇ શકે ? શિષ્ય કે પુત્રને શિક્ષા કરનાર ગુરુ કે પિતામાં કદાચ આવી દયા હોઇ શકે. બાકી ક્ષમા હોય ત્યાં દયા હોય જ. દયા હોય ત્યાં ક્ષમા પણ હોવાની. દયા ફૂલ છે તો ક્ષમા સુગંધ છે. દયા સૂર્ય છે તો ક્ષમા પ્રકાશ છે. ફૂલ અને સુગંધને તમે કઈ રીતે અલગ પાડી શકો ? સૂર્ય અને પ્રકાશ કઈ રીતે ભિન્ન હોઈ શકે ? છતાં બંને શબ્દ અલગ છે, માટે કોઇક અપેક્ષાએ બંને ભિન્ન પણ છે. એની ભિન્નતાના કારણે બંનેની તુલના પણ આપત્તિજનક નથી, મૂર્ધન્ય હિન્દી સાહિત્યકાર પ્રેમચંદજીએ દયા અને ક્ષમા બંનેમાં ક્ષમાને મહાન કહી છે : “વાસ્તવમાં ક્ષમા માનવીય ભાવોમાં સર્વોપરિ છે. દયાનું સ્થાન એટલું ઊંચું નથી. દયાનો દાણો પોલી ધરતીમાં ઉગે છે જ્યારે ક્ષમાનો દાણો કાંટામાં ઉગે છે. દયાની ધારા સમતલ પૃથ્વી પર વહે છે જ્યારે ક્ષમાની ધારા શિલા અને કાંકરાઓવાળી ઉબડ-ખાબડ ભૂમિ પર વહે છે. દયાનો માર્ગ સીધો અને સરળ છે. ક્ષમાનો માર્ગ વાંકો અને કઠણ છે.” - પ્રેમચંદ (રંગભૂમિ, પરિચ્છેદ-૨૦) ક્ષમાની આટલી મહત્તા સમજયા પછી આપણે એને જીવનમાં ઉતારીશું ? કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોઢેથી ‘મિચ્છા મિ દુક્કડ' કહીને ફરીથી આપણે ‘વહી બેઢંગી રફતાર'માં જોડાઇ જઇશું ? દર વર્ષે પર્યુષણ આવતા જાય, જીભ ‘મિચ્છા મિ દુક્કડું” માંગતી જાય, હૃદય કોરું ધોકાર જ રહે અને જીવનના વર્ષો નિરર્થક વહેતા જાય, આવું જ ચાલવા દેવું છે ? -: પ્રેરણા બિંદુ :એક વખત એક જૈનાચાર્ય અમદાવાદ માકુભાઇના બંગલે બિરાજમાન હતા. ભક્તોની સાથે ધર્મ-ચર્ચા ચાલી રહી હતી. અચાનક જ એક વ્યક્તિ આવી અને પૂજ્યશ્રીનું અઘટિત શબ્દોમાં અપમાન કરવા લાગી. પૂજયશ્રી એકદમ શાંત જ રહ્યા. પૂજયશ્રીની શાંતિ પેલી વ્યક્તિને વધુ અકળાવનારી હતી. ઉશ્કેરાટમાં આવીને પેલી વ્યક્તિએ પૂજયશ્રી પર ચપ્પ ફેંક્યું. પૂજયશ્રીના ખભા પર સહેજ વાગ્યું અને થોડું લોહી પણ નીકળ્યું. આ જોઇને ત્યાં રહેલા ભક્તો એકદમ ઉકળી ઉઠ્યા. પૂજયશ્રીનું આવું અપમાન કયો ગુરુ-ભક્ત સહન કરે ? બધા દોડ્યા અને પેલી વ્યક્તિને પકડી લાવ્યા. પૂજયશ્રીને કહેવા માંડ્યા : ‘ગુરુદેવ ! અમે હવે આ વ્યક્તિને છોડવાના નથી જ, બરાબર બદલો લઇશું. કોર્ટમાં કેસ કરીશું. અમે બધા આ કૃત્યના સાક્ષી બનીશું.' પૂજયશ્રીએ કહ્યું : “તમે એને છોડી મુકો. કોઇ કાર્યવાહી કરવાની જરૂર નથી. કોઇ ક્રોધ કરે તો આપણે પણ ક્રોધ કરવો ? આ આપણો ધર્મ નથી. ક્ષમા આપવી એજ આપણો ધર્મ છે.' પૂજયશ્રીના અતિ આગ્રહથી એ વ્યક્તિને છોડી મુકવામાં આવી. વ્યક્તિની અધમતા અને પૂજયશ્રીની ઉત્તમતા. બંનેય પોતપોતાની પરાકાષ્ઠાએ હતા. કોણ હતા એ જૈનાચાર્ય ? એ ક્ષમા-સાગર જૈનાચાર્ય હતા : કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા. ! આવા ક્ષમાસાગર પૂજય આચાર્યશ્રીના ચરણોમાં અગણિત વંદન ! ઉપદેશધારા * ૮ ઉપદેશધારા * ૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ *GR, (♥) ક્રોધ क्रोध तुम्हारा प्रबल शत्रु है, बसा तुम्हारे घर में; हो सकते हो उसे जीतकर, विजयी तुम जगभर में । આ પંક્તિઓ એટલે પ્રખ્યાત હિંદી સાહિત્યકાર-કવિ રામનરેશ ત્રિપાઠીનો ક્રોધ વિષેનો દૃષ્ટિકોણ. પણ આપણે આ દૃષ્ટિકોણથી કદી જગતને જોયું જ નથી. ક્રોધને શીખવવા કોઇ વિદ્યાશાળા નથી, છતાં બધાને એ આવડે છે. નાનું બાળક પણ ક્રોધ કરવામાં હોંશિયાર હોય છે. આશ્ચર્ય એ વાતનું છે કે ન શીખવાં છતાંય ક્રોધ કરતાં આવડે છે ને હજાર વાર શીખવા છતાંય ક્ષમા રાખતા આવડતી નથી. આજે ઘર-ઘરમાં આગ લાગી છે. માણસની અસહિષ્ણુતા વધી ગઇ છે. વાતે-વાતે માણસનો પિત્તો ફાટે છે. દેરાણી-જેઠાણી કે સાસુ-વહુ તો લડે છે, પણ પિતા અને પુત્ર, ભાઇ અને બહેન, પતિ અને પત્ની પણ પરસ્પર લડે છે, આ ક્રોધના કારણે. બીડી, તમાકુ કે ગુટકાની જેમ કેટલાકને ક્રોધની પણ આદત પડી જાય છે. જે દિવસે ઝઘડો ન થાય તે દિવસ વ્યર્થ લાગે ! ઝઘડા વગરનો દિવસ એને મીઠા વગરના ભોજન જેવો ફીક્કો ફીક્કો લાગે ! જે ક્રોધે નંદનવન જેવા કેટલાયના જીવનને રેગિસ્તાન જેવું બનાવી દીધું છે, જે ક્રોધે કેટલાય દુર્વાસાઓ, પરશુરામો, દુર્યોધનો ઉપદેશધારા * ૧૦ અને હિટલરો પેદા કરીને વિશ્વને નરક જેવું બનાવી દીધું છે એ ક્રોધ વિષે પ્રાચીન-અર્વાચીન વિદ્વાનોના ઉદ્ગારો દ્વારા, ચાલો... આપણે પણ થોડું સમજીએ. પ્રાણી માત્રમાં ક્રોધ તો હોવાનો જ. વનસ્પતિ, પશુ, પક્ષી અને માણસ - બધા પર ક્રોધનું એકછત્રી રાજ્ય છે. બાવળના કાંટાઓ, વીછુ કે સાપના ડંખો વગેરે વનસ્પતિ અને પ્રાણીમાં રહેલા ક્રોધના પ્રતીકો છે. ક્રોધના સંસ્કારો જન્મોજન્મના છે. આથી જ શીખ્યા વિના નાનો બાળક પણ ક્રોધ કરવામાં હોંશિયાર હોય છે. એટલે ક્રોધ તો હોવાનો જ. સવાલ ક્રોધનો નથી, પણ માણસની નિયંત્રણ-શક્તિ અને વિવેક-બુદ્ધિનો છે. કૂતરાને પણ ક્રોધ આવે અને માણસને પણ આવે, પરંતુ કૂતરો ત્યાં ને ત્યાં વ્યક્ત કરી દે છે, જ્યારે માણસ પાસે નિયંત્રણ-શક્તિ છે, વિવેક-શક્તિ છે. એ કૂતરાની જેમ નહિ વર્તે. આપણી પાસે જેમ જેમ નિયંત્રણ-શક્તિ વધતી જાય તેમ તેમ સમજવું કે આપણે પશુતાથી ઉપર ઉઠી રહ્યા છીએ. અનિયંત્રિત ક્રોધ આપણને માણસમાંથી કૂતરો બનાવી મૂકે છે. કૂતરા જેવા ન બનવું હોય તો ક્રોધની અગ્નિ તરત જ બુઝાવી દો. જો તમે એમ કરી શકો તો તરત જ મહાત્માની કક્ષામાં આવી જાઓ. જુઓ, રામાયણના કર્તા વાલ્મીકિ, જેને ઇતિહાસકારોએ આદ્યકવિ તરીકે માનેલા છે, તેમણે રામાયણના સુંદરકાંડમાં કહેલું છે : धन्याः खलु महात्मानः ये बुद्धया क्रोधमुत्थितम् । निरुन्धन्ति महात्मानो दीप्तमग्निमिवाम्भसा ॥ - વાલ્મીકિ (રામાયણ, સુંદરકાંડ-૫૫/૩) ‘જેમ માણસ અગ્નિને પાણીથી રોકે છે, બુઝાવે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા ક્રોધને બુદ્ધિથી રોકનાર મહાત્મા ધન્ય છે.’ ઉપદેશધારા * ૧૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ એક અંધાપો છે. પેલો ઘૂવડ તો દિવસે જ નથી જોઇ શકતો કે પેલો કાગડો તો રાત્રે જ નથી જોઇ શકતો, પરંતુ ક્રોધથી આંધળો થયેલો માણસ દિવસે કે રાત્રે ક્યારેય જોઇ નથી શકતો. બંધ આંખના અંધાપાને તો હજુય સમજી શકીએ, પણ આ તો દેખતી આંખોનો અંધાપો... આને શી રીતે સમજવો ? ક્રોધી માણસ કયું પાપ ન કરે ? ક્યારેક દાદા-દાદી, માતા-પિતા કે ભાઇ-બેનનું ખૂન પણ કરી બેસે. મહાપુરુષોની અવગણના પણ કરી નાખે, સાચે જ ક્રોધનો અંધાપો ખૂબ જ ખતરનાક છે. પેલા મહાભારતકાર વ્યાસ મુનિ, જેમણે એવો દાવો કર્યો છે કે મહાભારતમાં બધું જ ગૂંથી લીધું છે, (વ્યાસોચ્છિષ્ટ જગતું સર્વમ્) એ ક્રોધ વિષે શું કહે છે તે જાણીએ : क्रुद्धः पापं नरः कुर्यात्, क्रुद्धो हन्याद् गुरूनपि । क्रुद्धः पुरुषया वाचा, श्रेयसोऽप्यवमन्यते ॥ ‘ક્રોધી પાપ કરી શકે, વડીલોનું ખૂન કરી શકે, કઠોર વાણીથી શ્રેષ્ઠ પુરુષોનું અપમાન પણ કરી શકે.” - વેદ વ્યાસ (મહાભારત, વનપર્વ-૨૯૪) આપણે જોઈએ છીએ કે બધા જ માણસો કાંઇ ક્રોધ નથી કરતા. કેટલાક ભયંકર ગુસ્સેબાજ હોય છે. કોઇક થોડોક ગુસ્સો કરતા હોય છે તો કોઇક એકદમ શાંત હોય છે – માનસરોવર જેવા. આનું કારણ શું ? ચિત્તની મૂઢતા જેટલી વધારે, ગુસ્સો તેટલો વધારે. ચિત્તની જાગૃતિ જેટલી વધારે, ગુસ્સો તેટલો ઓછો. પ્રબુદ્ધ માણસને ગુસ્સો ઓછો આવે. ગુસ્સો ઓછો આવે તો જ એ ખરો પ્રબુદ્ધ, ચિત્તની જાગૃતિ, પ્રબુદ્ધતા જેમ જેમ વધતી જાય તેમ તેમ ક્રોધ ઘટતો જાય. દીવો આવે એટલે અંધારું જાય જ. જાગૃતિના દીપકમાં ક્રોધનું અંધારું જાય જ. જાગૃતિથી વિવેક-શક્તિ વધે છે, ક્રોધ-મોહનીયની મૂઢતા ઘટે છે. ચેતનાનું સ્તર ઉપર જતાં જ નિમ્નસ્તરની ચેતનાની મૂઢતા સ્પષ્ટ દેખાય છે. એવી મૂઢતા જ ક્રોધ લાવે છે. ક્રોધાદિને જન્મ આપનારી મૂઢતાને કોણ પસંદ કરશે ? જુઓ વિષ્ણુપુરાણકાર કહે છે : ‘મૂઢાનામેવ ભવતિ ક્રોધો જ્ઞાનવતાં કુતઃ ' “મૂઢ માણસોને જ ક્રોધ હોય છે. જ્ઞાનીઓને ક્રોધ ક્યાંથી હોય?” - વિષ્ણુપુરાણ (૧/૧/૧૭) ક્રોધને જન્મ આપનાર અજ્ઞાન છે. (મૂઢતા કહો કે અજ્ઞાનતા કહો, બંને એક જ છે) એ તો બરાબર પણ એને ઉછેરનાર કોણ છે? ભાગવત કહે છે : અહંકાર જેટલો વધુ એટલો જ ગુસ્સો વધુ ! અહંકાર હંમેશા સન્માનની અપેક્ષા રાખે છે, પણ અપેક્ષા મુજબનું સન્માન કંઇ હંમેશ મળતું નથી. સન્માનની અપેક્ષા તૂટતાં જ અહંકાર ઘવાય છે. માણસ રઘવાયો બને છે. ગુસ્સે ભરાય છે. તમે તમારા ચિત્તનું સતત નિરીક્ષણ કરતા રહેશો તો ૭-૮ દિવસમાં જ આ વાત બરાબર સમજાઇ જશે. જો કે નિરીક્ષણ કરતાં કરતાં ક્રોધ ઉત્પન્ન જ નહિ થાય, તેવી સંભાવના વધુ છે. કારણ કે જયાં આત્મનિરીક્ષણ, ગાઢ જાગૃતિ હોય છે, ત્યાં ક્રોધ લગભગ અશક્ય બની જાય છે. પણ ભૂતકાળનું સિંહાવલોકન કરવાથી : આ વાત સ્પષ્ટ સમજાશે કે ક્રોધ શી રીતે ઉત્પન્ન થયો ? ને શાનાથી વધ્યો ? ભાગવતકાર કહે છે : “અજ્ઞાનપ્રભવો મજુરહંમાનોપભ્રંહિતઃ ?” અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો ગુસ્સો, અહંકારથી પુષ્ટ થતો રહે છે.” પંચતંત્રની એક નીતિવાર્તામાં આવે છે કે ગંગદત્ત નામના દેડકાએ, જ્ઞાતિ સાથે વેર ઉભું થતાં, સાપને બોલાવ્યો. સાપે તો થોડા જ દિવસોમાં બધા દેડકાનો સફાયો કર્યો અને હવે એકમાત્ર બચેલા ગંગદત્ત દેડકાને પણ ખાઇ જવા વિચાર્યું. આ જાણીને ગંગદત્તને શું થયું હશે ? તે આપણે વિચારી શકીએ છીએ. ગંગદત્ત ઉપદેશધારા + ૧૨ ઉપદેશધારા + ૧૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ જેવા કેટલાય ગદ્દારોએ પોતાની જ્ઞાતિ, પોતાના દેશ અને પોતાના ધર્મનો નાશ કરાવ્યો છે. આ ગદ્દારી ઉભી કરવા માટેનું પ્રેરક બળ પણ ક્રોધ જ છે ને ? બંગાળમાં કૃષ્ણભક્તિનો ધોધ રેલાવનાર ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુના પરમભક્ત કવિ કૃષ્ણ મિશ્ર પ્રબોધચન્દ્રોદય નામના નાટકમાં લખ્યું છે : “નિર્દહતિ કુલમશેષ જ્ઞાતીનાં વૈરસભવઃ ક્રોધઃ” ‘જ્ઞાતિના વેરથી ઉત્પન્ન થયેલો ક્રોધ સમસ્ત કુળને બાળી નાખતો હોય છે.” - કૃષ્ણ મિશ્ર (પ્રબોધચન્દ્રોદય) આપણને શત્રુઓ ગમતા નથી. શત્રુ-છેદ કરવામાં આપણે સતત વ્યસ્ત રહીએ છીએ, પણ થાય છે એવું કે એક શત્રુને આપણે હટાવીએ ને ત્યાં બીજા દસ શત્રુઓ ઉભા થઇ જાય છે. કઈ રીતે હટાવવા બધા શત્રુઓને ? ખરું જોઇએ તો ખરો શત્રુ ક્રોધ આપણી અંદર જ બેઠો છે. એને એકને હટાવ્યો એટલે બધા જ શત્રુઓ હટી ગયા સમજો . ક્રોધ તો તમને ઘણીવાર આવતો હશે ! પણ એ ટકે છે. કેટલીવાર ? એ વીજળી જેવો છે ? દીવા જેવો છે ? સગડી જેવો છે ? કુંભારની ભટ્ટી જેવો છે? કે કારખાનાની ભઠ્ઠી જેવો છે? વીજળીનો ચમકારો ચમકીને તરત જ લુપ્ત થઇ જાય છે. પરંતુ કારખાનાની ભઠ્ઠી કદી બૂઝાતી નથી. તમારો ગુસ્સો જેટલી ઓછીવાર ટકે એટલા તમે ઉત્તમ. ગુસ્સો જેમ જેમ લંબાતો જાય તેમ તેમ ઉત્તમતા ઘટતી જાય. ‘ઉત્તમે તુ ક્ષણે કોપો, મધ્યમે ઘટિકાદ્વયમ્ | અધમે સ્વાદહોરાત્ર, ચાંડાલે મરણાન્તિઃ | ઉત્તમમાં ક્રોધ ક્ષણવાર રહે છે, મધ્યમમાં બે ઘડી, અધમમાં ૨૪ કલાક અને ચંડાલમાં જીવનભર ગુસ્સો રહે છે. (જુઓ, અત્યંત ક્રોધીને ચંડાલ કહ્યો છે. જન્મચંડાલ, કર્મચંડાલ, ક્રોધચંડાલ અને નિંદાચંડાલ - આ ચાર ચંડાલોમાં અત્યંત ક્રોધીને પણ ચંડાલ કહ્યો છે.) ક્રોધી માણસમાં ગાંધીજીને દારૂડિયા અને અફીણીયા બંનેના લક્ષણો દેખાય છે : ‘ક્રોધના લક્ષણ દારૂ અને અફીણ બંનેથી મળતા આવે છે. દારૂડિયાની જેમ ક્રોધી માણસ પણ પહેલા આવેશના કારણે લાલ-પીળો થઇ જાય છે. આવેશ ઓછો થઇ ગયા પછી પણ જો ક્રોધ ન ઘટ્યો હોય તો તે અફીણનું કામ કરે છે અને મનુષ્યની બુદ્ધિને મંદ કરી દે છે. અફીણની જેમ તે માણસને કોરી ખાય છે.” - ગાંધીજી (નવજીવન, ૨૦/૧૦/૧૯૨૯) ક્રોધ આપણે કોના પર કરીએ છીએ ? મોટાભાગે આપણે આપણાથી જે નબળા હોય છે એના પર જ કરીએ છીએ. સબળાને સલામ (ભલે પેલો લાતો મારે) ભરીએ છીએ ને નબળા પર ગુસ્સો કરીએ છીએ. આવી પરિસ્થિતિમાં આપણને કોઈ સલાહ આપે : ‘ભાઇ ! નબળા માણસ પર ગુસ્સો ન કરો. સિંહને સસલા પર ગુસ્સો શોભતો નથી.” તો આપણે શું કહીશું ? નબળા પર ન કરવો તો ક્યાં કરવો ? બળવાન પર ? ખરેખર તો નબળા પર ગુસ્સો બંધ થયો તો પછી ગુસ્સાનું કોઇ સ્થાન રહેશે જ નહિ. કારણ કે સબળા માણસ પર તો આમેય ગુસ્સે થતો જ નથી, જુઓ રામચરિત ઉપાધ્યાયની પંક્તિઓ : અપને તે દ્ર અતિ, તિહિપે કરિઉ ન ક્રોધ; કિહું ભાંતિ સોહત નહીં, કે હરિ સસક વિરોધ.' વ્યવહારમાં પણ તમારે સફળ થવું હોય તો મગજને ઠંડું જ રાખવું પડશે. જોઇ છે લુહાર-શાળા ? ત્યાં લોઢું ગરમ હોય છે પણ હથોડો તો ઠંડો જ રહે છે. એ પણ ગરમ થઇ જાય તો ? સરદાર વલ્લભભાઇ પટેલ શાણા અને ઠંડા થવાની સલાહ આપતા કહે છે : ઉપદેશધારા * ૧૪ ઉપદેશધારા કે ૧૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ લોઢું ભલે ગરમ થઇ જાય પણ હથોડાએ તો ઠંડા જ રહેવું જોઇએ. હથોડો ગરમ થઇ જશે તો હાથાને જ બાળી નાખશે. તમે ઠંડા રહો, કયું લોઢું ગરમ થયા પછી ઠંડું થતું નથી ?' - બીજા કોઇની નહિ તોય તમે તમારી રક્ષા તો ઇરછો જ છો ને ? તમારી ભલાઇ માટે પણ ક્રોધથી અળગા રહેજો. એવી ભલામણ તમિલ સાહિત્યના પિતામહ, આજથી બે હજાર વર્ષ પહેલા થયેલા સંત તિરુવલ્લુવર કહે છે. (કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેઓ જૈન હતા.) : “કોઇ પોતે પોતાની રક્ષા કરવા ઇચ્છતો હોય તો તેણે ક્રોધથી પોતાની રક્ષા કરવી જોઇએ. નહિ તો ક્રોધ જ એને મારી નાખશે. - તિરુવલ્લુવર (તિરુક્લ-૩૦૫) જેમની કાલીમાની ભક્તિ જોઇને સ્વામી વિવેકાનંદને મૂર્તિપૂજામાં વિશ્વાસ બેઠો હતો અને નાસ્તિકતા નષ્ટ થઇ હતી તે રામકૃષ્ણ પરમહંસ ક્રોધને ચંડાળ કહે છે, નાની નાની વાત માટે ઝઘડનારને હીનબુદ્ધિ કહે છે : ‘ક્રોધ ચંડાળ છે. શું ક્યારેય ક્રોધને વશ થવું જોઇએ ? સજ્જનનો ક્રોધ પાણીમાંથી ઉઠતા તરંગની જેમ તરત જ શાંત થઇ જાય છે. હીનબુદ્ધિવાળા લોકો ભગવાન જાણે, કેટકેટલી વાતો બક્યા કરતા હોય છે. આવા વિષયો પર લડવા-ઝઘડવામાં જ તેમનું જીવન નષ્ટ થઇ જાય છે.” - રામકૃષ્ણ પરમહંસ તો શું આપણે કદી ગુસ્સે થવું જ નહિ ? કોઇ આપણા દેવગુરુનું અપમાન કરે તો પણ નહિ ? વસ્તુપાળે ધર્મપ્રેમીઓના દાંત ખાટા કરી દીધા હતા તે શું ખોટું કર્યું હતું ? નહિ... બધે જ શાંત રહેવાથી ન ચાલે. ક્યારેક ગુસ્સો પણ કરવો પડે. એવા ગુસ્સાને ‘પ્રશસ્ત ક્રોધ” કહેવાય છે. પણ પ્રશસ્ત ક્રોધ માટેય કળા જોઇએ. એ કલા સહજ સાધ્ય નથી. આ સંદર્ભમાં એરિસ્ટોટલની વાત વિચારવા જેવી છે : ‘કોઇ પણ માણસ ગુસ્સે થઇ શકે છે. આ સહેલું છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય ઉદ્દેશ માટે અને યોગ્ય રીતે ગુસ્સે થવું દરેકને આવડતું નથી અને એ સહેલું પણ નથી.' - એરિસ્ટોટલ (નિકોમૈક્વિન એથિક્સ) તમે ક્યારેય જોયું ? આપણે સૌથી વધુ ક્રોધ કોના પર કરીએ છીએ ? દૂરના લોકો પર ? અમેરિકા અને યુરોપમાં રહેનાર લોકો પર ? નહિ. તો ભારતમાં રહેનાર પર ? નહિ. આપણે આપણી જ ગલીમાં કે આપણા ઘરમાં રહેનાર પર સૌથી વધુ ગુસ્સો કરીએ છીએ. એમાં પણ જે આપણો સૌથી વધુ હિતેચ્છુ હોય એના પર સૌથી વધુ ગુસ્સો કરીએ છીએ. ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર શેક્સપિયરે માનવમનની આ વિશેષતા બહુ સૂક્ષ્મતાથી જોઇ છે. તે લખે છે : "Men in rage strike those that wish them best.' ‘ક્રોધી માણસ એમને જ આઘાત પહોંચાડે છે, જે એના સર્વોત્તમ હિતેચ્છુઓ હોય છે.” - શેક્સપિયર (ઓથેલો, ૨/૩) ક્રોધ કરવામાં આખરે નુકશાન કોને ? જો કોઇ એમ માનતું હોય કે હું બીજાને નુકશાન પહોંચાડી રહ્યો છું તો તે હજુ મૂર્ખાઓના સ્વર્ગમાં રાચી રહ્યો છે. ભૂલ કરે કોઇ બીજો અને ગુસ્સે થઇએ આપણે ? આ કેવું ? જમે જગલો અને કૂટાય ભગલો ? બીજાની ભૂલની સજા આપણે જ આપણા પર શા માટે કરવી જોઇએ ? ક્રોધ કરો છો ત્યારે તમે જ તમારી જાતને સજા કરો છો એ ભૂલશો નહીં. 'To be angry is to revenge the fault of others upon ourselves.' ઉપદેશધારા * ૧૬ ઉપદેશધારા કે ૧૭ Page #14 -------------------------------------------------------------------------- ________________ ‘ક્રોધી થવાનો અર્થ છે કે બીજાની ભૂલનો બદલો પોતાની જાત પર લેવો.' - એલેકઝાન્ડર પોપ (થોટ્સ ઓન વેરીયસ સજેટ્સ) પર્યુષણા મહાપર્વની આપણે ઉલ્લાસપૂર્વક આરાધના કરી ચૂક્યા છીએ. ‘ખામેમિ સવ્ય જીવે વગેરે ક્ષમાપનાના પવિત્ર સૂત્રો બોલીને વેરના વિસર્જનનું અનુષ્ઠાન કરી લીધું છે. હવે આપણે શી રીતે જીવન જીવીશું ? વાતે વાતે છણકો કરતા, ગુસ્સો કરતા, કોઇકનું અપમાન કરતા જીવન જીવીશું કે સ્વસ્થ મન સાથે જીવન જીવીશું ? ગુસ્સાના આવેશને અરબી સમુદ્રમાં ફેંકી દો. માથે બરફ રાખીને જીવો, પછી જુઓ સ્વર્ગ તમારી તપાસ કરતું-કરતું તમારી પાસે સામેથી આવે છે કે નહિ ? દ્રોણાચાર્યના પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિરે કહ્યું : “ગુરુજી ! શાબ્દિક પાઠ તો મને આવડતો જ હતો, પણ એ વસ્તુ જીવનમાં ઉતરે પછી જ પાઠ પાકો થયો ગણાય ને ? આપે થપ્પડ મારી છતાં મને ક્રોધ ન આવ્યો માટે હું હિંમતથી પાઠ બોલી શક્યો.' ‘શાબ્બાશ', દ્રોણાચાર્યની શાબાશી અને અન્ય સહપાઠીઓની તાળીઓથી ગુરુકુળ ગૂંજી ઊઠ્યું. બંધુઓ ! આપણે ક્રોધ ઉપરના લેખો માત્ર વાંચીશું કે જીવનમાં પણ ઉતારીશું ? શાબ્દિક પાઠ તો પોપટ પણ યાદ કરી શકે છે. તો શું આપણે પણ પોપટ બનવું છે ? ખરા અવસરે, નિમિત્ત મળવા છતાં મગજની સમતુલા ના ગુમાવીએ તો જ આપણો પાઠ પાકો થયો કહેવાય. લગાડી લાગી નહિ તે લોટરી નકામી, વગાડી વાગી નહિ તે ટોકરી નકામી, ખાધું પચાવે નહિ તે હોજરી નકામી, વડીલોનું કહ્યું માને નહિ તે છોકરી નકામી, પગાર પૂરો મળે નહિ તે નોકરી નકામી, ખરે ટાઇમે ખસી જાય તે ખોપરી નકામી.” -: પ્રેરણા બિંદુ :અમારા પૂજય ગુરુદેવ (પૂ. કલાપૂર્ણસૂરિજી) વ્યાખ્યાનવાચનામાં એક વાર્તા વારંવાર કહે. એ વાત તમારે પણ સાંભળવી છે ? લો... સાંભળો.... બાલ્યાવસ્થામાં કૌરવો અને પાંડવો સાથે ભણતા હતા. ત્યારે એક વખત ગુરુ દ્રોણાચાર્યે તેમને એક પાઠ આપ્યો : ‘ક્રોધ નહિ કરવો. ક્ષમા રાખવી.' બીજા બધાને તો આ પાઠ તરત જ આવડી ગયો, પણ યુધિષ્ઠિરને બીજા દિવસ સુધી પણ પાઠ ન આવડ્યો. ખીજાયેલા દ્રોણાચાર્યે ધડ દઇને લાફો ઠોક્યો ને તરત જ યુધિષ્ઠિરે કહ્યું, ‘હા, મારો પાઠ પાકો થઇ ગયો. ક્રોધ નહિ કરવો, ક્ષમા રાખવી.' થપ્પડ ખાધા વિના તુ પાઠ બોલી ન શકત? બોલ... આટલી વાર પાઠ કેમ બોલતો નહોતો ?' ઉપદેશ સારામૃત આયુર્વેદમાં કહેવાય છે કે... બુદ્ધિ માટે બ્રાહ્મી, સ્મૃતિ માટે તજ, આંખ માટે ત્રિફળા, સ્વર માટે જેઠીમધ, ધાવણ માટે શતાવરી, વર્સ માટે ધરો, બળ માટે ઘી, આરોગ્ય માટે આમળા, વાળ માટે ભાંગરો, શક્તિ માટે કોચા, આયુષ્ય માટે હરડે છે ઇ છે પન્ન... આત્મા માટે ધર્મ સર્વશ્રેષ્ઠ ગણાય છે. ઉપદેશધારા કે ૧૮ ઉપદેશધારા + ૧૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ માન છે . નરકમાં ક્રોધની, તિર્યંચમાં માયાની, દેવમાં લોભની પ્રધાનતા છે, જ્યારે માનવમાં માનની પ્રધાનતા છે. માનના કારણે જ માનવી, આટલા યુદ્ધો ખેલ્યો છે અને વિશ્વને નરક જેવું બનાવ્યું છે. માન મોટા માણસોમાં જ હોય ને નાના બાળકોમાં ન હોય એવું નથી. નાના બાળકોમાં પણ અભિમાન હોય છે. જો કે આપણું તે તરફ ધ્યાન જતું નથી, પણ બીજરૂપે રહેલું એ જ અભિમાન આગળ જઇ વટવૃક્ષ બને છે. નાનો બાળક ક્યારેક ચાલતાં-ચાલતાં ગબડી પડે છે તે જોયું છે ? ક્યારેક બરાબર નિરીક્ષણ કરજો . ગબડી પડ્યા પછી બાળક શું કામ કરે છે ? રોવાનું કામ કરે છે ? નહિ. રોતા પહેલા જોવાનું કામ કરે છે. પડ્યા પછી આમતેમ જુએ છે : મને કોઇ જોનારું છે ? જો કોઇ જોનારું હોય તો ભેંકડો તાણે છે, નહિ તો ચૂપચાપ બેસી રહે છે. આ અભિમાનની અભિવ્યક્તિ છે. આ અહંકાર માણસને જન્મથી મળેલી વૃત્તિ છે. આથી એ એમ જ માનવા લાગે છે : “હું કંઇક છું. બીજા કરતાં હું કંઈક વિશિષ્ટ છું. બીજા તુચ્છ છે. હું મહાન છું.' બચપણમાં એની વૃત્તિને પોષણ મળતું રહે છે. કારણ કે ત્યારે એનું બહુ જ પ્રેમથી લાલન-પાલન થતું હોય છે. આથી એ એમ જ માનવા પ્રેરાય છે : “બધાનો જન્મ મારા માટે જ થયો છે. બધા મારી આસપાસ ચક્કર મારી રહ્યા છે.' નાના બાળકના ઉછેર માટે તેને પ્યારપૂર્વકનું વર્તન મળે તે અપેક્ષિત છે, પણ આ જ બાળક મોટું થઈને પણ એજ અપેક્ષા રાખે તો વાત બહુ ખતરનાક બની જાય છે. જો કે સમજદાર બાળક તો સમજણ આવતાં જ તરત જ આ અહંકારના કોચલાને અળગો મૂકી દે છે, પણ કેટલાક નાસમજ બાળકો (દુર્યોધન, રાવણ, હિટલર કે ચંગેઝખાન જેવા) મોટા થઇને પણ પોતાની અહંવૃત્તિને છોડી શકતા નથી. ‘હું જ વિશ્વના કેન્દ્રમાં છું. મારું ધાર્યું જ થવું જોઇએ. મારો કક્કો જ ખરો થવો જોઇએ.’ આવી વૃત્તિના કારણે ભયંકર રામાયણો સર્જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે આવા અહંકારીઓનું આખરે પતન થયું જ છે. ચાલો... આપણે આજે અનેક જ્ઞાત-અજ્ઞાત પ્રાચીનઅર્વાચીન વિદ્વાનોની આંખે અભિમાનને ઓળખવા પ્રયત્ન કરીએ. અભિમાની માણસની હાર નિશ્ચિત છે. નમ્ર માણસની જીત નક્કી છે. યુધિષ્ઠિર જેવા નમ્ર વ્યક્તિ હારી-હારીને પણ અંતે જીતી જાય છે. જયારે દુર્યોધન જેવા અક્કડ માણસ જીતી-જીતીને પણ અંતે હારી જાય છે. અભિમાનીની પ્રત્યેક જીત, હાર તરફનું એક કદમ છે. જયારે નમ્રની પ્રત્યેક હાર, જીત તરફનું પ્રયાણ છે. નમ્રની હારમાં પણ જીત છે. અભિમાનીની જીતમાં પણ હાર છે. ડાહ્યો માણસ તો કહેશે : અભિમાની થઇને જીતવા કરતા નમ્ર થઇને હારી જવું સારું ! અને સાચે જ હારેલો વ્યક્તિ જ આ દુનિયાનો શ્રેષ્ઠ વિજેતા છે. કારણ કે એને કોઇ જીતી શકતું નથી. તમે સ્વયં જ હારી જાઓ તો બીજા તમને શી રીતે જીતી શકે ? જીતની ઇચ્છા જ જેની નષ્ટ થઇ ગઇ છે એને કોણ જીતી શકે ? અભિમાની હારે છે કારણ કે એને જીતની તીવ્ર ઇચ્છા છે. જેમ જેમ એની ઇચ્છા ઉપદેશધારા * ૨૦ ઉપદેશધારા + ૨૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ સફળ થતી જાય તેમ તેમ તેનું અભિમાન રાવણની જેમ વધતું જ રહે છે. પણ આખરે તો અતિ અભિમાનીને પણ હારવું જ પડે છે. જુઓ, ‘શતપથ બ્રાહ્મણ' નામના પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે... 'पराभवस्य ह्येतन्मुखं यदतिमानः' ‘અત્યંત અભિમાન પરાભવનું દ્વાર છે.' - શતપથ બ્રાહ્મણ (૫/૧/૧/૧) ‘દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.” એમ કહેતા પેલા તુલસી અભિમાનને પાપનું મૂળ કહે છે તો આપણા મહાન સંગ્રાહક ઉમાસ્વાતિજી મહારાજ અભિમાનને સર્વ અનર્થોનો કારક, ધર્મ-અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થોમાં પત્થર નાખનાર કહે છે. - સાચે જ અહંકાર બહુ જ મોટો લૂંટારો છે. બહારના લૂંટારા લૂંટી-ઘૂંટીને તમારું શું લૂંટવાના ? પણ આ અહંકાર તો બાહ્ય-આંતર બધું જ ધન લૂંટી લે છે. મહાભારતકાર વેદવ્યાસે બીજા બધાને થોડા-થોડા લૂંટનારા કહ્યા છે, પણ અભિમાનને તો બધું જ લૂંટનારો કહ્યો છે. “ના રૂપે પ્રતિ વૈર્યમાશા, મુત્ય: HTTન ધર્મરણમૂથ . कामो ह्रियं वृत्तमनार्यसेवा, क्रोधः श्रियं सर्वमेवाभिमानः" “ઘડપણ રૂપને, આશા પૈર્યન, મૃત્યુ પ્રાણને દોષદષ્ટિ ધર્મઆચરણને, કામ-લજજાને, નીચની સેવા સદાચારને, ક્રોધ લક્ષ્મીને લૂંટે છે, જયારે અભિમાન બધું જ લૂંટી લે છે.” - વેદ વ્યાસ (મહાભારત, ઉદ્યોગપર્વ, ૩૭૮) કેટલાક માણસને કેટલીક જન્મજાત વિશેષતાઓ મળેલી હોય છે, પણ આ વિશેષતા જ ક્યારેક અભિમાનનું કારણ બની જતી હોય છે. કોઇકને રૂપ સારું હોય છે તો માનતા રહે છે : મારા જેવો કોઇ રૂપાળો નથી. પૈસાના કારણે કોઇના મગજમાં રાઇ ભરી હોય છે કે મારા જેવો કોઇ પૈસાદાર નથી. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, શ્રુતજ્ઞાન આ આઠ મદના સ્થાનો છે. એમાંથી કોઇપણ એક સ્થાન બીજા માણસોથી વિશિષ્ટ મળેલું હોય એટલે માણસમાં તરત જ અહંકાર દોડાદોડ કરવા મંડી પડે છે. આવા લોકોને ઉમાસ્વાતિજી સલાહ આપે છે : ભઇલા ! મળેલી આ વસ્તુઓનું ગુમાન ના કરીશ. કમેં આપેલી ચીજમાં અભિમાન શાનું? છતાંય જો તું અભિમાન કરીશ તો આગલા જન્મમાં એ વસ્તુ તારી પાસેથી છિનવાઇ જશે. જો રૂપનું અભિમાન કરીશ તો કદરૂપા બનવું પડશે. પૈસાનું અભિમાન કરીશ તો ભિખારી બનવું પડશે. બુદ્ધિનું અભિમાન કરીશ તો મૂર્ખ બનવું પડશે. આઠ મદ-સ્થાનો આપણે ત્યાં જાણીતા છે, પણ અજૈન કવિ ક્ષમેન્ટ સાત કહ્યાં છે જે લગભગ મળતા જ આવે છે.). “હુર્ત વિત્ત શ્રત રૂપ, શૌર્ય સાને તપતથા I પ્રાધાન્ચન મનુષ્યા, સમસ્ત મહેતવ: ” કુળ, ધન, શ્રુતજ્ઞાન, રૂપ, શૌર્ય, દાન તથા તપ મુખ્યરૂપે આ સાત માણસોને મદના કારણો છે.” - ક્ષેમેન્દ્ર (દર્પદલન, ૧/૪) અભિમાનના કારણે ઘણા માણસો બીજાની પાસે પોતાનું અજ્ઞાન ખુલ્લું કરી શકતા નથી, બીજાને કાંઇ પુછી શકતા નથી. પૂછે તો અજ્ઞાની ઠરે ને ? અજ્ઞાની રૂપે જાહેર થવું, અભિમાની શી રીતે પસંદ કરે ? આવા માણસો ક્યારેક પૂછવા જાય ખરા, પૂછીને જાણી આવે પણ ખરા, પણ જણાવનારને તરત જ કહી દે : ‘હાં... હાં... આ તો મને ખ્યાલ જ હતો. હું આવું જ ધારતો હતો. મારા મનમાં જે હતું તે જ તમે કહ્યું. આની તો મને પહેલેથી જ ખબર હતી.' મિયા પડે તોય ટંગડી ઊંચી ! પોતાનું અજ્ઞાન ઢાંકવા માણસ કેવા બાલિશ પ્રયત્નો કરે છે ! પેલી અભિમાની નવી વહુની વાત આપણામાંના ઘણાએ સાંભળી હશે ! બનાવતા કાંઇ ન આવડે, ઉપદેશધારા ૪ ૨૨ ઉપદેશધારા + ૨૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ પણ ફાંકાનો પાર નહિ. પડોશણને રસોઇ અંગે રોજ પૂછી આવે, પણ જાણ્યા પછી કહે : “ઓહ ! આ તો મને આવડતું જ હતું.’ એક વખત ઘરે મહેમાન આવેલા. પતિએ ખીર બનાવવાનું કહ્યું. પેલીને ખીર શી રીતે બને ! કંઈ જ ખબર નહિ. પૂછવા આવતાં પાડોશણે પાઠ ભણાવવા કહ્યું : દૂધમાં મીઠું નાખી, રાઈ-હિંગનો વઘાર કરી નાખજે એટલે ‘ખીર' તૈયાર. હવે, મહેમાનોની સમક્ષ શું થયું હશે ? એની આપણે કલ્પના કરી શકીએ છીએ. - સોમદેવ કહે છે કે મિથ્યાભિમાનનો તમારો પરપોટો ક્યાં સુધી રહેવાનો ? ક્યારેક તો એ ફૂટવાનો જ ! ક્યારેક તો ફજેતો થવાનો જ ! “જ્ઞાન વિના આડંબરી રે પામે જંગ અપમાન સલુણા |’ “અજ્ઞાનતો હટાર્ ર્વત્ પ્રાજ્ઞમાની વિનશ્યતિ ” જાણ્યા વગર હઠથી કરનારો પોતાને પંડિત માનનારો માણસ, અંતે નષ્ટ થાય છે.” - સોમદેવ (કથાસરિત્સાગર) થોડુંક જ્ઞાન કે થોડુંક ધન પ્રાપ્ત કરીને અભિમાનથી ફાટીને ધૂમાડો થઇ જતા લોકો પર પ્રાચીન કવિઓએ આકરા પ્રહારો કર્યા છે. અનેક ઉપમાઓ આપી-આપીને આવા લોકોની બરાબર ઠેકડી ઉડાડી છે. ‘કમળના પાંદડા નીચે પહોંચી ગયેલો દેડકો પોતાને દંડધર માનવા લાગે છે.’ ‘હજારો ભાર (મણથી પણ આગળનું માપ) ઝેર હોવા છતાં શેષનાગ ગર્વ નથી કરતો, પણ ટીંપા જેટલા ઝેરથી પેલો વીંછી પંછડી ઊંચી કરીને ચાલે છે.” “ટીટોડી પગ ઊંચા રાખીને કેમ સૂએ છે? એને ભય છે કે હું પગનો ટેકો નહિ આપું તો આકાશ તૂટી પડશે.' ‘અલ્યા કૂતરા ! ગાડા નીચેથી બહાર આવ.” “ના... હું નહિ આવું પછી ગાડું કોણ ચલાવશે ?' આવી અનેક અન્યોક્તિઓથી કવિઓએ તુચ્છ અભિમાની માણસને ફટકાર્યો છે. પેલા અખાએ તો આવા માણસો પર સીધા જ ચાબખા માર્યા છે : ‘આછેરું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, મર્કટ અને મદિરા પીએ, અખા એથી સૌ કોઇ બીએ.” અધૂરો ઘડો છલકતો હોય છે. થોડું દૂધ આપનારી ગાય ઘણી કૂદાકૂદ કરે છે. થોડી વિદ્યા ભણનારો વધુ અભિમાન કરે છે અને કદરૂપો માણસ દોડાદોડી ઘણી કરે છે, એ તો આપણને આંખની સામે જ દેખાય છે. પાત્રતા કરતાં વધુ મળી જાય ત્યારે માણસ અત્યંત છકી જાય છે. ચાણક્ય આવા છાકટા માણસોનો ઘણો અનુભવ કર્યો હશે ! તેમણે લખેલું જાણવા જેવું છે : 'अवंशपतितो राजा, मूर्खपुत्रश्च पंडितः । अधनी हि धनं प्राप्य, तृणवन्मन्यते जगत् ॥' ‘અકુલીન માણસ રાજા થાય, મૂર્ખ માણસનો પુત્ર પંડિત થાય અને નિર્ધન માણસ અચાનક ધનવાન થાય ત્યારે તે આખા વિશ્વને ઘાસ જેવું ગણવા લાગે છે.’ - ચાણક્યનીતિ વધુ લોકપ્રિય કોણ બને ? અભિમાની કે નમ્ર ? અભિમાનીનું અભિમાન પોતાને છોડીને બીજા કોઇને ગમતું નથી. આથી જ અભિમાની બધે જ ઠોકર ખાતો રહે છે. દડા જેવા માણસમાં જયાં સુધી અહંકારની હવા ભરેલી રહેવાની ત્યાં સુધી એ પીટાયા જ કરવાનો ! હવા વગરના બોલને અને અહંકાર વગરના માણસને માણસો પીટવાનું છોડી દે છે. પ્રાણ વગરના માણસને સમુદ્ર ડૂબાડતો નથી, અને કિનારે લાવી મૂકે છે. અહંકાર વગરના માણસને કોઇ ડૂબાડી શકતું નથી. જેમ જેમ આપણે અહંકાર-રહિત બનીએ તેમ તેમ લોકપ્રિયતા વધતી જાય. લોકપ્રિયતા પ્રાપ્ત કરવાના ત્રણ સોપાનો (દાન, વિનય, શીલ)માં વિનય પણ એક છે. અભિમાનના નાશ વિના વિનયની પ્રાપ્તિ થઇ શકતી નથી. ઉપદેશધારા * ૨૪ ઉપદેશધારા + ૨૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ સહજો બાઇ કહે છે : અભિમાની તો નાર જેવો છે. ઉજજડ જંગલમાં ભટકનારો ! વિનયી નાની બકરી જેવો છે, જેને બધા જ પ્યાર કરે છે. 'अभिमानी नाहर बड़ो, भरमत फिरत उजार । सहजो नान्हीं बाकरी, प्यार करे संसार ।' - સહજોબાઇ અભિમાની માણસો જગતના પરિવર્તન માટે (ક્યારેક તેમાંના કોઇક સાચા પણ હોય છે) મથતા હોય છે. તેઓ વિચારતા હોય છે કે કાર્લ માર્કસની જેમ આપણે પણ સામ્યવાદ જેવી કોઇક ક્રાન્તિ લાવીએ. ગાંધીજીની જેમ આપણેય કોઇક દાંડીકૂચ કરીએ, સુભાષચંદ્ર બોઝની જેમ આપણેય આઝાદ હિંદ સેનાની સ્થાપના કરીએ કે વિવેકાનંદની જેમ આપણેય અમેરિકામાં ડંકો વગાડી દઇએ અને વિશ્વમાં ચમકી જઇએ. અરે એથી પણ વધુ કંઇક કરી બતાવીએ. આવા માણસો માટે આચારાંગમાં લખ્યું છે : “ ક્ષિત્તિ મન્ના' કોઇએ ન કર્યું હોય તેવું હું કરીશ એમ માનનારો અભિમાની માણસ !' એના અભિમાન માટે દયા આવી જાય ! એ બિચારાને ખબર નથી : વિવેકાનંદ, ગાંધી કે બોઝ પોતે તેવા થવા ધારતા હતા માટે થયા છે તેવું નથી. સંજોગોએ તથા તેમની પ્રયત્નયુક્ત વિશિષ્ટ પ્રતિભાએ તેમને તેવા બનાવ્યા છે. બાકી, ગાંધી, વિવેકાનંદ કે બોઝ જેવા થવા માંગતા, તેમની નકલ કરનારા કેટલાય માણસો મસાણમાં જઇને સૂઇ ગયા છે જેની અંગતે નોંધ પણ લીધી નથી એ ભૂલવા જેવું નથી. આપણે તો માત્ર કઠપૂતળીઓ છીએ. કઠપૂતળીને અભિમાન કરવાનો હક્ક શો ? હિન્દી કવિ જયશંકર પ્રસાદની આ પંક્તિઓ આંખો ખોલી દે તેવી છે. 'देव न थे हम और न ये है, सब परिवर्तन के पुतले, हां, कि गर्व-रथ में तुरंग-सा, जितना जो चाहे, जुत ले.' - જયશંકર પ્રસાદ (કામાયની, આશા સગ) સમાજમાં ગૌરવ (મોટાઈ) અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા આપણે ધમપછાડા કરીએ છીએ, પણ ખરેખર તો એજ સાધના-માર્ગમાં આવેલા સૌથી મોટા વિનો છે. અભિમાન, પ્રતિષ્ઠા અને મોટાઇ - આ ત્રણેય છોડ્યા પછી જ તમે આત્મસાધનાના માર્ગે આગળ વધી શકો, એમ પ્રાચીન શાસ્ત્રો કહે છે : 'अभिमानं सुरापानं गौरवं घोररौरवम् । प्रतिष्ठा शूकरीविष्ठा, त्रीणि त्यक्त्वा सुखीभवेत् ॥' ‘અભિમાન... એ તો મદિરા-પાન છે ! ગૌરવ... એ તો ઘોર રૌરવ (નરક) છે ! પ્રતિષ્ઠા... છી... એ તો ભૂંડણની વિઠા છે. સુખી થવું હોય તો આ ત્રણેયને છોડી દો.’ - નારદ (પરિવ્રાજકોપનિષદ્, ૫/૩૦) અભિમાનથી અક્કડ થયેલું આપણું મસ્તક કોઇના ચરણે ઝૂકવા તૈયાર થતું નથી... પણ શું કિંમત છે આ મસ્તકની ? ક્યારેક તો આ ખોપરી સ્મશાનમાં આમથી તેમ અથડાવાની જ છે. કોઇ લાતો મારશે કે કાગડા-કૂતરા ચૂંથી નાખશે ત્યારે એ ખોપરી ચૂંય નહીં કરે. સ્મશાનમાં સળગી જઇ રાખ થઇ માટી થઇ જશે. એ માટી કુંભારના પગ પાસે જઈ પહોંચશે, જેમાંથી એ ઘડા બનાવશે. કુંભારના પગે પહોંચનારી આ ખોપરી માટે બહુ રાઇ લઇને ફરવા જેવું નથી. ‘કાળની વણઝારી ચાલી જાય છે, ચાલી જશે, પ્રાણો થઇ જશે પલાયન, આ ખોળીયું ખાલી થશે, ખુશ રહે કે જેટલા મસ્તક તું જુએ છે અહીં, એક દિવસ એ બધા કુંભારના ચરણે હશે.” ઉપદેશધારા + ૨૬ ઉપદેશધારા + ૨૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ એ માન-ભંગ કોઇ પણ પ્રકારનો હોય ! નાના બાળકના માનભંગનો માપ-દંડ અલગ હોય, મોટા માણસનો અલગ હોય તો સ્ત્રીઓનો પણ માપ-દંડ અલગ હોય ! માપ-દંડ ભલે અલગ હોય પણ માન-ભંગ બધામાં એક સમાનરૂપે વિદ્યમાન હોય. 'एक दिन हम जा रहे थे सैर को; इधर था स्मशान उधर कब्रस्तान था । एक हड्डीने पांव से लिपटकर यूं कहा, अरे देख के चल मैं भी कभी इन्सान था' બકરા કેમ કપાય છે? મેના કેમ મોજ કરે છે ? એક કવિએ બહુ જ સુંદર કલ્પના કરી છે : બકરી મેં... મેં... બોલ્યા કરે છે. અભિમાની પણ મેં... મેં જ કર્યા કરે છે ને ? “મેં’ આમ કર્યું “મેં’ તેમ કર્યું. મેં જે કર્યું તે કોઇએ નથી કર્યું અને કોઈ કરી શકશે પણ નહિ. આમ અભિમાની જયારે ને ત્યારે મેં... મેં... નો બકવાસ કર્યા કરે છે. જયારે નમ્ર કહેશે : મેં નહિ, મારા ભગવાને કહ્યું. પેલા શાલિભદ્ર શ્રેણિકને જવાબ આપેલો : દેવ-ગુરુની કૃપાએ સુખી છું. પેલા ચંપા-શ્રાવિકાએ પણ અકબરને આવો જ જવાબ આપેલો. આ તો મેં કર્યું. મારી પ્રેકટીસ છે. મેં તો એટલું કર્યું છે કે સાંભળો તો છક્ક થઇ જાવ.” આવો જવાબ જો કોઇએ આપ્યો હોત તો હીર વિજયસૂરિજી સાથે અકબરનું મિલન કદાચ ન થાત ! પણ ચંપાના જવાબમાં મેનાનો અવાજ હતો, બકરાનો નહિ. 'मैं-मैं बकरा कहे, नित उठ गला कटाय; मैं ना, मैना कहे, नित उठ मेवा खाय.' આપણે મેવા ખાવા છે કે ગળું કપાવવું છે ? બકરા બનવું છે કે મેના ? પસંદગી આપણે કરવાની છે. ક્રોધ પછી આપણે માન પર વિચાર્યું કારણ કે ક્રોધનું મૂળ પણ માનમાં છૂપાયેલું છે. માન નહિ તો ક્રોધ પણ નહિ આવે. જેટલો માન વધુ, ગુસ્સો તેટલો જ વધારે. ગુસ્સો હંમેશા માનના અનુપાતમાં થતો હોય છે. વધુ આવતો ગુસ્સો, અંદર રહેલ વધુ માનને જણાવે છે. તમે જોજો : જયારે જયારે તમને ગુસ્સો આવ્યો હશે, ત્યારે ત્યારે અવશ્ય તમારો માન-ભંગ થયો હશે, પછી ભલે -: પ્રેરણા બિંદુ :એક વખતે શાહજાદો જંગલમાં ભૂલો પડ્યો. બહુ પ્રયત્ન કરતાં માંડ-માંડ નગરનો રસ્તો મળ્યો. તરસથી જીભ સૂકાઈ રહી હતી, પણ ક્યાંય પાણી નહોતું. આખરે એક કૂવો નજરે ચડ્યો. સદ્ભાગ્યે કૂવા પાસે દોરી અને લોટો પણ હતા... પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ થયો કે કૂવામાંથી પાણી કાઢે કોણ ? હું તો શાહજાદો છું. મારાથી આવું કામ શી રીતે કરાય ? હમણા જ કોઇ આવશે ને પાણી કાઢી આપશે - આવા વિચારોની સાથે તરસ્યો શાહજાદો કુવાના કાંઠે જ બેસી ગયો. થોડીવાર પછી એક માણસ આવ્યો. શાહજાદાએ કહ્યું : “જરા અહીં આવો ને પાણી કાઢી આપો ને ! હું તો શાહજાદો છું. મારી જિંદગીમાં કદી કુવામાંથી પાણી કાઢયું નથી. મારાથી આવું કામ કરાય શી રીતે ?' | ‘સાચી વાત છે આપની. આપનાથી આ કામ ન કરાય તેમ મારાથી પણ ન કરાય. તમે શાહજાદા છો તો હું નવાબજાદો છું.” કહીને પેલો ભાઇ બાજુમાં બેસી ગયો. થોડીવારે ત્રીજો માણસ આવ્યો. એ પણ હુંય અમીરજાદો છું. મારાથી પાણી શી રીતે કઢાય ? કહીને બેસી ગયો. ત્રણેય તરસ્યા છે, પણ કોઇ પાણી કાઢવા તૈયાર નથી. વટનો સવાલ છે. ઉપદેશધારા * ૨૮ ઉપદેશધારા ૪ ૨૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ માયા થોડીવારે હજી એક માણસ ત્યાં આવતો જોઇને ત્રણેયે બૂમો પાડીને કહ્યું : “એય ! જરા આ બાજુ આવતા જજો . અમને પાણી પીવડાવતા જજો . અમે તો પાણી કાઢી શકીએ નહીં. કારણ કે અમે શાહજાદા, નવાબજાદા અને અમીરજાદા છીએ.” પેલો માણસ ઘોડા પરથી નીચે ઉતર્યો. કૂવા પાસે પહોંચ્યો. ત્રણેય રાજી થયા. હમણા જ પાણી હોઠે આવ્યું સમજો ... પણ આ તો જબરો નીકળ્યો. પાણી પીને ઘોડે ચડીને ચાલવાની તૈયારી કરી. પેલા ત્રણેય બોલી ઉઠ્યા: ‘અરે... અહીં પાણી તો આપતા જાવ. તમે જાણતા નથી અને શાહજાદા, નવાબજાદા, અમીરજાદા છીએ ?' ‘હું તમને પાણી ન આપી શકું. તમે જો શાહજાદા, નવાબજાદા અને અમીરજાદા છો તો હું હરામજાદો છું.” કહીને ઘોડા પર બેસીને ચાલતી પકડી. પછી ત્રણેયનું શું થયું તેના કોઇ સમાચાર મળ્યા નથી, પણ લાગે છે કે આજેય ઘણા માણસો આવા છે જેઓ અભિમાનમાં ને અભિમાનમાં તરસ્યા બેઠા છે, પોતાના સ્ટેટસના કારણે દુ:ખી થઇ રહ્યા છે, પોતે “કંઇ નહિ’ હોવા છતાં પોતાને “કંઇક' માની રહ્યા છે. અહંકારની હવા જેનામાં ભરાય તે પોતાની જાતને સર્વોત્કૃષ્ટ માનવા લાગી જાય છે; સવપકૃષ્ટ હોવા છતાંય. 'तलहटी में खडा हूं पर मानता हूं कि शिखर पर चढ़ गया हूं, जानता कुछ भी नहीं पर मानता हूं कि सब कुछ पढ़ गया हूं। अभिमान का धूओं कैसा छाया है कि कुछ दिखाई नहीं देता, सब से पीछे हूं पर मानता हूं कि सब से आगे बढ़ गया हूं।' ચારેય કષાયોમાં ક્રોધ પર વિજય મેળવવો આસાન છે. કારણ કે સહેલાઇથી નજરે ચડે છે; પોતાને અને બીજાને પણ. જે દેખી શકાય તેને સહેલાઇથી પકડી શકાય. ક્રોધ કરતાં માન પર વિજય મેળવવો મુશ્કેલ છે. કારણ કે એ ક્રોધની જેમ તરત જ નજરે ચડતો નથી, ક્રોધ કરતાં જરા સૂક્ષ્મ છે. એને જોવા ચિત્તની સૂક્ષ્મતા જોઇએ. માન કરતાં પણ માયા સૂક્ષ્મ છે. માન તો હજુયે નજરે ચડે. છાતી કાઢીને ચાલવું, ઝૂકવું નહીં, ખભા ટટાર થઇ જવા, આ બધા ચિહ્નો દ્વારા માનને જાણી શકાય, પણ માયાને નથી જાણી શકાતી. જાણી ન શકાય તેને જ તો માયા કહેવાય. પશુઓમાં ભલે માયા વધારે છે એમ કહેવાતું હોય, પણ એમની માયા શા માટે ? સ્વરક્ષણ કે આહાર માટે, એ માટે થતી માયા માફ થઈ શકે પણ માણસની માયા ક્યારેક એવી હોય છે જે માફ થઇ શકે નહિ. બુદ્ધિ જેટલી વધારે, માયા તેટલી વધારે. બિચારા પશુઓ, કરી-કરીને કેટલી માયા કરવાના ? અભણ અને બુદ્ધિહીન માણસ કરી-કરીને કેટલી માયા કરવાનો ? અભણ માણસ તો એકાદ ગુણી જ ચોરશે, જયારે ભણેલો તો આખી ગાડી જ ચોરી લેવાનો. માયા દ્વારા જયારે બુદ્ધિનો દુરુપયોગ થાય ત્યારે કર્મ સત્તા વિફરે છે અને કહી દે છે કે “મારી આપેલી બુદ્ધિનો આવો દુરુપયોગ ? હવે તને ઉપદેશધારા કે ૩૦ ઉપદેશધારા + ૩૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ એવા સ્થાને મૂકીશ જયાં બુદ્ધિહીનતા હશે. જા બુદ્ધિહીન પશુઓના ભવમાં.” આથી જ માયાને તિર્યંચ ગતિનું એક મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. તિર્યચોમાં માયા વધુ હોય છે, એમ કહેવા કરતાં માયાવી માણસ તિર્યંચમાં જાય છે, એમ કહેવું વધુ ઠીક લાગે છે. - મવા તૈર્યથોની (તત્ત્વાર્થસૂત્ર ૬/૨૭) કપટ, છલ, વંચના, ધૂર્તતા, ઠગાઇ, વિશ્વાસઘાત, ધોખો આ બધાજ શબ્દો માયાના પર્યાયવાચી શબ્દો છે. આજની સુધરેલી ભાષામાં લોકો એને ‘પોલીસી’ કે ‘મુત્સદ્દગિરી' પણ કહે છે. માણસ જેમ જેમ બુદ્ધિમાન બનતો જાય તેમ તેમ માયા પ્રાયઃ વધતી જાય. આથી જ પશુ કરતાં માણસમાં વધુ માયા જોવા મળશે ને માણસમાંય અભણ કરતા ભણેલામાં, ભણેલાઓમાં પણ ગામડિયા કરતા શહેરીઓમાં વધુ જોવા મળશે. પ્રાચીન શાસ્ત્રોમાં ગામડિયાઓને શહેરી કઇ રીતે ઠગી લે છે ? એ માટેની ઘણી કથાઓ જોવા મળે છે. આજે પણ આવું જ જોવા મળે છે. ક્રોધી અને અભિમાનીને તો આપણે તરત ઓળખી શકીએ, પણ માયાવીને શી રીતે ઓળખવો? સામાન્ય રીતે જેનું સૌમ્ય મુખ હોય, મધ જેવી મીઠી વાણી હોય, આંજી નાખે તેવું આકર્ષક વ્યક્તિત્વ હોય એવા માણસોથી આપણે પ્રભાવિત થઇ જઇએ છીએ... પણ ચાણક્ય અહીં જ આપણને ચેતવે છે : બંધુઓ ! એમ ભોળવાઈ નહિ જતા. મુખ સૌમ્ય છે, પણ હૃદય કેવું છે ? તે જુઓ. વાણી મીઠી છે, પણ અંદરનું વલણ કેવું છે ! તે જુઓ. મીઠી વાણી અને શાંત આકૃતિ - આ જ તો ધૂર્તના લક્ષણો છે. આવા ધૂતની વાગુજાળમાં આવીને બિચારા કેટલાય લોકો ફસાઈ જતા હોય છે. ચાણક્ય આપણને ભોળા નહિ થવાનું કહે છે, ધૂર્તને ઓળખવાના લક્ષણો જણાવે છે. मुखं पद्मदलाकारं, वाणी चन्दनशीतला । हृदयं कर्तरीयुक्तं, त्रिविधं धूर्तलक्षणम् ॥ “કમળ જેવું સુંદર મુખ, ચંદન જેવી શીતલ વાણી અને હૃદયમાં છરી - ધૂર્તના આ ત્રણ લક્ષણો છે.” - ચાણક્યનીતિ દેખાવ, ડોળ, દંભ, છાપ - આ બધા જ માયાવીના પ્રિય શબ્દો હોય છે. પોતાની છાપ જમાવવા એ સદા પ્રયત્ન કરતો રહે છે. ‘તપસ્વી, વિનયી, સેવાભાવી, જ્ઞાની કે નિઃસ્પૃહ તરીકેની છાપ જમાવવામાં એ વર્ષોના વર્ષો લગાવી દે છે. એ માટે ગમે તેટલું સહન કરવા તૈયાર થઇ જાય છે. પેલા વિનયરત્ન કેવી છાપ જમાવેલી ? તે યુગના જ્ઞાની ગુરુ પણ એને ઓળખવામાં થાપ ખાઈ ગયેલા. એના વિનય, સેવા અને સમર્પણ વગેરે ગુણોથી ગુરુ એટલા પ્રભાવિત થઇ ગયેલા કે એનું નામ પણ વિનયરત્ન પાડી દીધું. આજે પણ ઇતિહાસ એને ‘વિનયરત્ન' તરીકે જ ઓળખે છે. ૧૨-૧૨ વર્ષ સુધી આ છાપ જમાવવા કેટલો પ્રયત્ન કર્યો હશે ? ૧૨ વર્ષ સુધી શા માટે ? માયા જો અનંતાનુબંધી કક્ષાની હોય તો જીવનભર પણ માણસ આવું સહન કરી લે. આવી માયાને શાસ્ત્રકારોએ વાંશના મૂળિયા સાથે સરખાવી છે. કદી સીધી ન થનારી ! માયાવીની આ સાધના કાંઇ જેવી તેવી નથી. મોટા યોગીઓને પણ ટક્કર મારે તેવી આ સાધના હોય છે. હિન્દી સાહિત્યના સ્તંભ પ્રેમચંદે એક જગ્યાએ આવી વ્યક્તિનું વર્ણન બહુ જ સરસ રીતે કર્યું છે : “માયાવી માણસ પોતાની લાગણીઓ પર જે કાબૂ ધરાવે છે, તે કોઇ મોટા યોગીઓ માટે પણ મુશ્કેલ હોય છે. તેનું હૃદય રડે છે, પણ હોઠ હસે છે, હૃદય હર્ષથી નાચે છે, પણ આંખો રડે છે. હૃદય દાહ-અગ્નિથી ભડકે બળે છે, પણ જીભથી મધ અને સાકરની નદીઓ વહે છે.” - પ્રેમચંદ (ગુપ્તધન, ૧, આલ્હા, પૃ-૭૪) ઉપદેશધારા + ૩૨ ઉપદેશધારા * ૩૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘તમે બધા જ લોકોને કેટલાક સમય સુધી તથા કેટલાક લોકોને હંમેશ માટે મૂર્ખ બનાવી શકો, પણ તમે બધા જ લોકોને હંમેશ માટે મૂર્ખ બનાવી શકો નહિ.” - અબ્રાહમ લિંકન (૧૮૫૮, સપ્ટેમ્બરનું ભાષણ) જરૂર કરતાં બહુ જ વધારે દેખાવ કરતા લોકોથી સાવધાન રહેવાની સલાહ રામકૃષ્ણ પરમહંસ આપે છે. એક સ્થાને એમણે કહ્યું છે કે નીચેની પાંચ વસ્તુઓથી હંમેશા સાવધાન રહેજો . મૈત્રી તમે બધા સાથે કરો, પણ ભરોસો બધા પર ન કરાય. (૧) જે ભગત થઇ બહુ જ ધાર્મિક દેખાવાનો ડોળ કરતો હોય. (૨) જે તળાવ શેવાળથી ઘેરાયેલું હોય. (૩) જે સ્ત્રી લાંબું ઘૂંઘટ ખેંચતી હોય. (૪) જે વ્યક્તિના વચનો પાણીના પ્રવાહની જેમ અખ્ખલિત વહેતા હોય. પણ લોકોને તમે કેટલી વાર મૂર્ણ બનાવી શકો ? લાકડાના પાત્રમાં કેટલીવાર રાંધી શકો ? એક વાર ઠગ્યા પછી એજ બાબતમાં બીજીવાર ઠગી શકો ? બીજીવાર પેલો આવે ખરો ? “ઘોડો ગાય છે' જેવું સર્કસ (રાજકોટમાં આવું સર્કસ થયેલું, જેમાં લોકો ગાતા ઘોડાને જોવા ઉમટેલા, પણ ત્યાં તો મેનેજરે ઘોડો અને ગાય જ ઉભા કરી દીધા. અમારી જાહેરાત શું છે ? તે જુઓ : ઘોડો (અને) ગાય છે.” લોકોની ટિકિટના પૈસા પડી ગયા.) બીજીવાર ચાલે ખરું? માખી ભગાડવાનો સરળ અને સસ્તો કિમીયો (મુંબઈમાં એક વખતે કોઇ ધૂર્તે એવી જાહેરાત કરેલી : ‘ફક્ત બે રૂપિયા મોકલો અને માખી ભગાડો.” ઘણા લોકો મૂર્ખ બન્યા. કિમીયામાં બધાને એક ચીઠી મળી, જેમાં લખેલું હતું : જમણા હાથે ખાતા જાવ અને ડાબા હાથમાં, રૂમાલ લઇ હલાવતા જાવ, તમારી પાસે એક પણ માખી નહીં આવે.) બીજીવાર ચાલે ખરો ? સોનું ડબ્બલ કરવાનો ધંધો (સોનું ડબ્બલ થઇ જશેના લોભમાં ઘણા લોકો ઠગાયા છે.) બીજીવાર ચાલે ખરો ? લોકો ભૂલકણા ગમે તેટલા હોય તોય એકવારના આવા અનુભવ પછી બીજીવાર ઠગાવા તૈયાર નહિ જ થાય. હર ન હૈ #પટ સો, નો શિને વ્યવહાર; નને ઢાંકી શાદ , રહે ન ટૂંકી વાર '' સદા કાળ માટે જગતને મૂર્ખ ન બનાવી શકાય. નવી વ્યક્તિ નવી યુક્તિ પ્રયોજીને મૂર્ખ બનાવી શકે કદાચ, પણ એજ વ્યક્તિની એજ યુક્તિ બીજીવાર કામ ન લાગે. આ અંગે અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને બહુ જ સચોટ કહ્યું છે : "You can fool all the people some of the time, and some of the people all the time, but you can not fool all the people all the time." (૫) જેના હૃદય-કપાટ અનાવૃત (બંધ) હોય. પણ, ગમે તેટલી સાવધાની રાખીએ તોય ક્યાંક ને ક્યાંક ઠગાવું જ પડે. સરળ માણસ કરતાં માયાવીની અક્કલ વધારે હોય. કારણ કે સરળને બધું જ સરળ દેખાય, જયારે વાંકાને બધું જ વાંકુ દેખાય. આવા વાંકા માણસો તમને ક્યારેક ઠગી લે તો તમે શું કરશો ? “આપણને કોઈકે ઠગ્યા માટે આપણે પણ કોઇકને ઠગી લઇએ... દુનિયામાં આમ જ ચાલ્યા કરે.' એમ વિચારશો ? કે ‘ભલે, હું ઠગાયો અથવા ભાવિમાં પણ ઠગાઉં, પરંતુ હું તો બીજાને નહિ જ ઠગું. બીજાથી ઠગાવું કે ન ઠગાવું મારા હાથમાં નથી પણ બીજાને ઠગવું કે ન ઠગવું એ તો મારા હાથમાં છે. આવું વિચારશો ? દુનિયા તમને પ્રથમ વિકલ્પ અપનાવવાનું કહેશે : ‘ભલા માણસ ! આમ ભોળા ન થઇએ. ઘી કદી સીધી આંગળીથી નથી નીકળતું. એટલી સીધી-સાદી વાત તમે સમજી શકતા નથી ?” ઉપદેશધારા + ૩૪ ઉપદેશધારા + ૩૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ‘શટું પ્રતિ ચિમ્' - એમ આપણા ડાહ્યા માણસો કહી ગયા છે.” જુઓ પેલો ચાણક્ય શું કહે છે... 'नाऽत्यन्त-सरलैर्भाव्यं, गत्वा पश्य वनस्थलीम् । छिद्यन्ते सरलास्तत्र, कुब्जास्तिष्ठन्ति पादपाः ॥' ‘અત્યંત સીધા ન થાવ. મારી આ વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો જઇ આવો જંગલમાં. ત્યાં સીધા ઝાડ કપાય છે ને વાંકાચૂકા ઝાડને કોઈ હાથ પણ લગાડતું નથી.' - ચાણક્યનીતિ (૭/૧૨) જગતને ચાણક્યની આ વાત બહુ જ પસંદ પડી જશે, પણ ચાણક્યની બીજી કેટલીયે વાતો છે, જે જીવનમાં ઉતારવા જેવી છે. તેને લોકો બહુ જ આસાનીથી ભૂલી જશે. આખરે તો શાસ્ત્રમાંથી માણસને જે જો ઇતું હોય છે તે જ મેળવે છે. એ શાસ્ત્ર નથી વાંચતો, પોતાનું મન વાંચે છે. મુલ્લાજીને દારૂ પીતા જોઇને કોઈકે પૂછયું : આમ કેમ ? તમે નિષિદ્ધનું આચરણ કેમ કરો છો ? મુલ્લાજીએ કહ્યું : કુરાનમાં લખ્યું છે કે દારૂ પીવાય. ‘હોય નહિ. બતાવો જોઇએ.' કુરાન કાઢીને મુલ્લાજીએ વંચાવ્યું, જેમાં લખેલું હતું : “દારૂ પીવો તે નરકનો માર્ગ છે.' ‘દારૂ પીવો - એમ લખ્યું છે કે નહિ ?’ મુલ્લાએ કહ્યું. ‘પણ, આગળ શું લખ્યું છે ? તે તો વાંચો.' ‘હું હજી વાંચવામાં અહીં સુધી જ પહોંચ્યો છું.’ મુલ્લાએ ઠંડે કલેજે જવાબ આપ્યો. 'नाऽत्यन्त सरलैर्भाव्यम्' ‘બહુ જ સરળ ન બનો' - એવી ચાણક્યની વાત સ્વીકારી લેવા ઘણા લોકો તૈયાર થઇ જશે, પણ કબીરની પેલી વાત સ્વીકારવા કોણ તૈયાર થશે ? કબીર કહે છે : તમે પોતે ઠગાવા તૈયાર રહો, પણ બીજા કોઇને ઠગશો નહિ. તમે ઠગાશો તો પણ સુખ છે ને તમે કોઇને ઠગશો તો દુ:ખી જ થશો. બીજાને ઠગવું એટલે પોતાની જાતને જ ઠગવું. આપણને આ દુનિયામાં તે જ મળે છે જે આપણે બીજાને આપીએ છીએ. સુખ આપીએ તો સુખ મળે ને દુઃખ આપીએ તો દુ:ખ મળે, જીવન આપીએ તો જીવન મળે ને મૃત્યુ આપીએ તો મૃત્યુ મળે. આ વિશાળ વિશ્વ એક મોટું ગોળ ગુંબજ છે. અહીં આપણે જે બોલીએ છીએ તેના જ પડઘા પડે છે. સજજન બોલશો તો સજજનના પડઘા પડશે અને ગધેડો બોલશો તો ગધેડાના પડઘા પડશે. સામેથી આવતો પડઘો એ તમારા જ શબ્દો છે; અથડાઇને આવેલા. તમને આજે જે સુખ મળે છે તે તમારું જ આપેલું છે. તમને જે દુ:ખ મળે છે તે પણ તમારું જ કોઇને ક્યારેક આપેલું છે. દુ:ખની વાવણી કરીને તમે સુખ લણી શકો નહિ. કોઇના માર્ગે કાંટા બિછાવીને તમે ફૂલોની આશા રાખી શકો નહિ. બાવળ વાવીને તમે કેરીની આશા રાખી શકો નહિ. કરેગા સો ભરેગા, બાવા રોટી ખાયેગા.' આમ બોલતા પેલા બાવાજીને મારી નાખવા એક બાઈએ ઝેરી લાડવા ભિક્ષામાં આપ્યા. તે જ દિવસે બહારગામથી આવેલા અતિથીને બાવાજીએ એજ લાડવા ખવડાવ્યા. અતિથી મૃત્યુ પામ્યો. તે અતિથી બીજો કોઇ નહિ, પણ પેલી બાઇનો દિકરો જ હતો. ‘ખાડો ખોદે તે પડે.” એ કહેવત અનેક અનુભવોના નિષ્કર્ષમાંથી નીકળેલી છે. આપણે જયારે બીજાને ઠગીએ છીએ ત્યારે આપણી જાતને જ ઇંગીએ છીએ. કારણ કે બીજો કોઇ છે જ નહિ. બધા આપણા જ રૂપો છે. જીવાસ્તિકાયરૂપે આપણે બધા જીવો એક છીએ. આ સંદર્ભમાં ઠાણાંગસૂત્રનું કથન “ને માથ' (આત્મા એક છે) ઘણું જ રહસ્ય ગંભીર છે. ઉપદેશધારા * ૩૬ ઉપદેશધારા * ૩૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ કબીરના જ શબ્દો જોઇએ : 'कबीर आप ठगाइए, ओर न ठगियो कोइ । आप ठग्या सुख उपजे, ओर ठग्या दुःख होई ॥' ઠગારા બનવું સારું કે મૂર્ખ બનવું સારું ? દુનિયા કદાચ કહેશે : ઠગારા બની જજો પણ મૂર્ખ કદી જ નહિ બનતા. મૂર્ખનું આ વિશ્વમાં કોઇ જ મૂલ્ય નથી. ઠગારાઓને લીલા-લહેર છે, પણ મૂર્ખને કાળો કેર છે. પ્રથમ દૃષ્ટિએ આ વિધાન કદાચ ગમી પણ જાય, પણ ઊંડાણથી વિચારીશું તો લાગશે : ઠગારો પણ મૂર્ખ જ છે. મૂર્ખ જ નહિ, મહામૂર્ખ છે. મૂર્ખ તો બિચારો પોતાની જાતને તો ઠગતો નથી, પણ ઠગ તો પોતાની જાતને જ ઠગે છે. પોતાની જાતને ઠગવી એના જેવી બીજી મૂર્ખતા કઇ ? સૌથી ભૂંડી આત્મ-વંચના છે, એમ પાશ્ચાત્ય વિચારક ગેમેલિયલ બેલે કહે છે : "The first and worst of all frauds is to cheat oneself'' ‘બધી જ છેતરપીંડીઓમાં સૌથી પહેલી અને સૌથી ભૂંડી છેતરપીંડી પોતાની જાત સાથેની છેતરપીંડી છે.’ ગેમેલિયલ બેલે 'भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि । યોગશાસ્ત્રમાં જગતને ઠગતા લોકો આખરે તો જાતને જ ઠગે છે - એવું કહેતા હેમચન્દ્રસૂરિજીના જ પડઘાઓ અહીં પડતા હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. આ અર્થમાં ઠગારો જ મહામૂર્ખ ઠરે છે. આવા ઠગારા બનવાનું કોણ પસંદ કરશે ? એક અંગ્રેજી કહેવત ભૂલવા જેવી નથી : “Better be a fool than a knave.' ધૂતારા થવા કરતાં મૂર્ખ થવું સારું.' ઉપદેશધારા * ૩૮ સારા મિત્રો માણસની મોટી મૂડી છે. સારા મિત્રોથી તમે ઘણુંઘણું પ્રાપ્ત કરી શકો છો. સારા મિત્રો મળે એને તમે તમારા જીવનનું મોટું સૌભાગ્ય માનજો, પણ એવા મિત્રો શી રીતે મળશે ? મળેલા હોય તો શી રીતે ટકશે ? તમે એની સાથે માયા કરતા રહો, તમે એને વારેઘડીએ ઉલ્લુ બનાવતા રહો અને છતાં એ તમારો મિત્ર બની રહે, એવું માનો છો ? શષ્યભવસૂરિજી કહે છે : 'माया मित्ताणि नासेइ' માયા મિત્રોનો નાશ કરે છે અર્થાત્ મિત્રતાનો નાશ કરે છે.’ - દશવૈકાલિક (૮/૩૮) માયાથી કદાચ તમે લોકોને ઉલ્લુ બનાવી શકો, પણ કર્મસત્તાને ઉલ્લુ બનાવી શકાય ? થોડીક જ માયાથી મલ્લિનાથ ભગવાનને સ્ત્રી બનવું પડ્યું હતું. થોડીક જ માયાથી લક્ષ્મણા સાધ્વીજીનો ૭૯ ચોવીશી જેટલો સંસાર વધી ગયો હતો - એ ભૂલવા જેવું નથી. ભગવાન શ્રી મહાવીરસ્વામી પોતાની છેલ્લી દેશનામાં કહે છે : ‘માયા શરૂપત્તિપ્પાઓ' ‘માયા સદ્ગતિનો નાશ કરે છે.' - ઉત્તરાધ્યયન (૯/૫૪) કદાચ પ્રશ્ન થશે : તો પછી સ્ત્રીઓની ૬૪ કળાઓમાં ‘દંભ’ નામની પણ એક કળા આદિનાથ ભગવાને શા માટે બતાવી ? ધર્મો માયા ન માયા' એમ શા માટે કહેવાયું ? સ્ત્રીને દંભ અને માયા શીખવાની જરૂર નથી પડતી. એ કળા એને સહજ-સાધ્ય હોય છે, છતાં ‘દંભ’ને ૬૪ કળાઓમાં સ્થાન એટલે મળ્યું જણાય છે કે તે દંભ ડંખ-રહિત બને. જીવન અનેક ઘટનાઓ અને અનેક વિચિત્રતાઓથી ભરેલું છે. એમાં ક્યારેક સામી વ્યક્તિને ખોટું ન લાગે માટે દંભ કરવો પડે છે. જેમાં સ્વ ઉપદેશધારા * ૩૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ દેખાતો બંધ થયો ને આ બાજુ પેલો ઠગ વાટ જોતો રહી ગયો. કેટલાય સમય સુધી વાટ જોવા છતાં ઘોડો પાછો ન ફરતાં નિરાશ વદને ઘેર પાછો ફર્યો. પત્નીએ પૂછ્યું : કેમ શું કમાયા ? શું ઇનામ મેળવ્યું ? “ઘોડો વેંચ્યો એને ઇનામમાં આ ખાસડા મળ્યા.” ચોર પતિએ ઢીલોઢસ જવાબ આપ્યો. સાચે જ તમે જયારે બીજાને ઠગો છો ત્યારે તમને પણ કોઈ ઠગતું જ હોય છે. ઠગારાને આખરે તો ખાસડા જ મળે છે. કોઇને આ જ જીવનમાં ખાસડા મળે છે તો કોઇને ભવાંતરમાં મળે છે. પરને નુકશાન ન થાય, પણ લાભ જ થાય. ભાવિ બીજી અનેક આપત્તિઓથી બચી જવાય માટે પદ્ધતિસરના ‘દંભ'ને ૬૪ કળાઓમાં સ્થાન મળ્યું લાગે છે. જે દંભથી સ્વ-પરને નુકશાન થાય એવા દંભની વાત અહીં નહિ હોય, એમ સ્પષ્ટ સમજાય છે. જેનો અંતિમ ઉદ્દેશ સારો હોય તેવી માયા અવજર્ય ગણાઇ છે. ગુજરાત પર આક્રમણ ટાળવા અને મમ્માણી ખાણના પત્થરા મેળવવા વસ્તુપાળે હજ કરવા ખંભાત આવેલી પ્રેમકળા બેગમની સાથે માયા કરી હતી. પણ આ માયાને કોઇ માયા નહિ કહે, કારણ કે આની પાછળ વસ્તુપાળનો અંગત સ્વાર્થ નહોતો. જીવતેજીવ પોતાની ઠાઠડી કઢાવનાર આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીનો ઉદ્દેશ શાસનઅપભ્રાજના રોકવાનો હતો. આ સ્થળોએ ‘ધમ્મ માયા ન માયા.' એ સિદ્ધાંત લાગુ પડે છે. ટૂંકમાં, ભગવાનની આજ્ઞા એટલી જ છે : સરળ બનો. “સોટી ૩નુકૂમH' સરળની જ શુદ્ધિ થશે. આપણા શત્રુંજય તીર્થનું એક નામ પણ આ જ કહે છે ને ? સિદ્ધાચલ કહે છે : સીધા ચલ, ટેઢા-મેઢા મત ચલ, વરના મુક્તિ કે મહલ મેં પ્રવેશ નહીં હોગા. મંગળાચરણ મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમપ્રભુઃ / મંગલ સ્થૂલભદ્રાધા જેનધમસ્તુ મંગલમ્ // આપણે ત્રણ જોડે સંબંધ બાંધવાનો છે. જગત, જગત પતિ અને જાત. ‘મંગલ ભગવાન વીરો’ આ શ્લોક આપણને આ સુમેળભર્યો સંબંધ શીખવે છે. ભગવાન મહાવીરસ્વામી મૈત્રીના મહાસાગર છે. ગૌતમસ્વામી ભક્તિના અને સ્થૂલીભદ્રજી શુદ્ધિના સાગર છે. જગત સાથે મૈત્રીભાવથી સંબંધ જોડી શકાય. જગત પતિ સાથે ભક્તિભાવથી અને જાત સાથે શુદ્ધિ દ્વારા સંબંધ ફલપ્રદ બને. અત્યાર સુધી આપણે જગતના જીવો સાથે શત્રુભાવે વત્યાં | છીએ. ભગવાન સાથે અક્કડ વતન કર્યું છે ને જીત સાથે મલિન વર્તન કર્યું છે. આથી જ આપણું મંગળ થયું નથી. હવે અાપણે મૈત્રી, ભક્તિ અને શુદ્ધિરૂપ ત્રિપુટીના શરણે જઈએ, તો જ જીવન મંગળરૂપ બનશે. -: પ્રેરણા બિંદુ :ચોરેલો ઘોડો લઇને એક ઠગ મેળામાં એ ઘોડો વેંચવા ગયો. એને મળ્યો એક મહાઠગ. એણે કહ્યું : “હું તમારો ઘોડો ખરીદવા માંગું છું, પણ તે પહેલા જરા જોઈ લઉં... તમારો ઘોડો કેવો છે ? આ મારા જોડા રાખો, હું ઘોડો જરા ફેરવી આવું.” પેલાએ હા પાડતાં જ જોડા કાઢી તે ઘોડા પર ચડ્યો અને પૂરપાટ વેગે તેને મારી મૂક્યો. થોડી જ સેકન્ડોમાં ઘોડો ક્ષિતિજો માં ઉપદેશધારા * ૪૦ ઉપદેશધારા + ૪૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ લોભ અનુભવીઓના મોઢે ઘણીવાર સાંભળ્યું હશે : પાપનો બાપ લોભ છે. ચાલો... આપણે પણ અનુભવીઓના સહારે આ પાપના બાપનો પરિચય કરીએ. એક વાતનું આશ્ચર્ય હંમેશા થયા કરે છે : ક્રોધ કરનારને આપણે કષાયી (કસાઇ નહિ) કહીએ છીએ, પણ લોભ કરનારને કદી કષાયી નથી કહેતા. આવું શા માટે ? શું લોભ કષાય નથી ? ક્રોધ પ્રથમ છે તો લોભ અંતિમ કષાય છે. પર્યુષણના દિવસોમાં પણ આપણે ક્રોધ-નાશ પર જેટલો જોર આપીએ છીએ તેટલો લોભનાશ પર નથી આપતા. આનું કારણ શું ? શું ક્રોધ જેટલું નુકશાન કરે છે તેટલું નુકશાન લોભ નથી કરતો ? નહિ. એવું તો નથી. શઠંભવસૂરિજીએ દસવૈકાલિકમાં સાફ-સાફ લખ્યું છે : ક્રોધ તો માત્ર પ્રેમનો નાશ કરે, માન તો માત્ર વિનયનો નાશ કરે, માયા માત્ર મિત્રોનો નાશ કરે, પણ લોભ તો સર્વ-નાશ કરે. (નોટો સર્વાવUTTI ) લોભને આવો ખતરનાક કહેલો હોવા છતાં પર્યુષણમાં એનું નામ ન આવે એ કેવું ? વિચારતાં એવું લાગે છે કે ક્રોધનો નાશ જેટલો સહેલો છે, તેટલો લોભ-નાશ સહેલો નથી. કારણ કે ક્રોધ પ્રગટ દેખાય છે, લોભ નથી દેખાતો. જે દેખાતો હોય તેને દૂર કરવો સહેલું છે, પણ ન દેખાય તેને કાઢવો શી રીતે ? પગમાં લાગેલો કાંટો, દેખાતો હોય તો તરત જ તમે કાઢી શકશો પણ દેખાય જ નહિ એટલો ઉડે ગયો હોય તો કાઢવો શી રીતે ? ક્રોધ એ ઉપર દેખાતો કાંટો છે જ્યારે લોભ એ ઉંડે ખૂંપી ગયેલો કાંટો છે. ‘બેટા ! તું પણ ચાણક્ય ને ચંદ્રગુપ્ત જેવો મૂર્ખ છે.” એવું વાક્ય સાંભળીને સ્તબ્ધ બનેલા ચાણક્ય ઝૂંપડીમાં આવીને પેલું વાક્ય કહેનાર વૃદ્ધાને આવું કહેવાનો મર્મ પૂછ્યો. માજીએ કહ્યું : ‘પેલા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૂરખ છે. કારણ કે સીધો રાજધાની પર હુમલો કરે છે. પહેલા ગામડાઓ જીતવા જોઇએ અને ગામડાઓ જીતીને પછી જ રાજધાની પર હુમલો કરવો જોઇએ ને ? આ મારો દીકરો પણ એવો જ મૂરખ છે. ગરમ-ગરમ ખીચડીમાં વચ્ચે જ હાથ નાંખે છે. પહેલા આજુબાજુની ઠંડી ખીચડી ખાવી જોઇએ ને ?' કહેવાય છે કે વૃદ્ધાની આ વાત સાંભળીને ચાણક્ય આસપાસના નાના નાના ગામડાઓ અને અન્ય વિસ્તારો જીતી લીધા પછી રાજધાની પર ચડાઈ કરી અને નંદવંશનો વિચ્છેદ કરી પાટલીપુત્ર પર મૌર્ય વંશની સ્થાપના કરી. લોભ પણ વચ્ચે રહેલી ગરમ ખીચડી જેવો જ છે. પહેલા એને ન પકડાય, આસપાસ રહેલી ઠંડી ખીચડી જેવા ક્રોધથી શરૂઆત કરાય, લોભ વચ્ચે રહેલી રાજધાની છે, જયારે ક્રોધ-માનાદિ આસપાસના ગામડાઓ છે. લોભ વચ્ચેનું કેન્દ્રબિંદુ છે. એની આસપાસ માયાનું આવરણ છે. એના ફરતે ક્રમશઃ માન અને માયાનું આવરણ છે ને છેલ્લે ક્રોધનું આવરણ છે. પહેલા ક્રોધનું આવરણ હટાવવું પડશે. પછી ક્રમશઃ માન-માયાદિના આવરણો હટાવ્યા પછી લોભ પર હુમલો કરવાનો છે. ક્ષેપક શ્રેણિમાં પણ નવમે ગુણઠાણે ક્રમશઃ ક્રોધ, માન, માયા જાય છે. ઠેઠ છેલ્લા દસમા ગુણઠાણે લોભ જાય છે. આથી ખ્યાલ આવે છે કે લોભ કેટલો ખતરનાક છે ! ઉપદેશધારા * ૪૨ ઉપદેશધારા + ૪૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ લોભનું આધુનિક નામ છે : મહત્ત્વાકાંક્ષા, મહત્ત્વાકાંક્ષા એટલે મોટાઇ મેળવવાનો લોભ. લોભ માત્ર ધનનો જ હોય એવું નથી. સત્તાનો, કીર્તિનો, ખાવાનો વગેરે અનેક વસ્તુઓનો લોભ હોઇ શકે છે. દરેકને કોઇને કોઇ મહત્ત્વાકાંક્ષા હોય જ છે. (મહત્ત્વાકાંક્ષા એકંદરે ખરાબ નથી) ખરેખર તો દરેકમાં મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઇએ, પણ એ એવી ન હોવી જોઇએ જેથી બીજાને નુકશાન થાય. મોક્ષની આકાંક્ષા પણ મહત્ત્વાકાંક્ષા જ છે ને ? મોક્ષથી વધુ મોટાઇ બીજે ક્યાં છે ? પણ મુક્તિની આકાંક્ષા તો જ સફળ બને જ્યારે મોટાઈ મેળવવાની ઇચ્છા જ નષ્ટ થઇ જાય. સાંસારિક મહત્ત્વાકાંક્ષામાં બીજાને નાના બનાવીને મોટા થવાની વાત છે. જ્યારે આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષામાં સ્વમાં છૂપાયેલું સ્વત્વ પ્રગટાવવાની વાત છે. આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષાને સ્વના વિકાસમાં રસ હોય છે, બીજાના રકાસમાં નહિ. આત્મ-વિકાસ માટે સહાયક આવી મહત્ત્વાકાંક્ષા તો દરેકમાં હોવી જ જોઇએ. બાકી સાંસારિક મહત્ત્વાકાંક્ષા કોની પૂરી થઇ છે ? મહત્ત્વાકાંક્ષા છે આકાશ જેટલી ને પુણ્ય છે રાઇ જેવડું ! રાઇ જેવડા પુણ્યથી આકાશ જેવડી મહત્ત્વાકાંક્ષા કેવી રીતે પૂરી થાય ? સુભૂમ જેવો ચક્રવર્તી પણ પોતાની છેલ્લી મહત્ત્વાકાંક્ષા (ઘાતકીદ્વીપના છ ખંડ જીતવાની) પૂરી કરી શક્યો નથી ત્યાં બીજાનું શું ગજું ? ૧૦૦માંથી ૯૯ લોકો પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકતા નથી. હવે વિચારો. મહત્ત્વાકાંક્ષા પૂરી નહિ થાય તો શું થશે ? માણસ ગુસ્સે થશે. માની લો કે પુણ્યનો સહયોગ મળ્યો અને મહત્ત્વાકાંક્ષા પૂરી થઇ તો શું થશે ? કામ વધશે. કામ એટલે કામનાઓ, ઇચ્છાઓ. એ વધ્યા જ કરશે. જ્યારે મહત્ત્વાકાંક્ષાની નિષ્ફળતામાં ગુસ્સો વધશે. પછી તો સફળતા અને નિષ્ફળતાના ચક્કરમાં માણસ એવો ફસાઇ જાય છે કે મોહ, માયા, માન, અક્કડતા વગેરે બધા જ દોષોથી ઘેરાઇ ઉપદેશધારા * ૪૪ જાય છે. અરે ક્યારેક મૃત્યુ પણ થઈ જાય છે. આજ વાત મહાભારતકાર આ રીતે સમજાવે છે : लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रवर्तते । लोभान्मोहश्च माया च मानः स्तम्भः परासुता ॥ ‘લોભથી (લોભ એટલે મહત્ત્વાકાંક્ષા, મહત્ત્વાકાંક્ષાનું જૂનું નામ લોભ છે) ક્રોધ ઉત્પન્ન થાય. લોભથી કામના વધે. લોભથી મોહ, માયા, માન, અક્કડતા અને મરણ પણ આવે.' - મહાભારત (શાંતિપર્વ, ૧૮/૪) ક્રોધની જેમ લોભ (મહત્ત્વાકાંક્ષા વાંચો)નો પણ એક ભયંકર આવેશ હોય છે. ક્રોધનો આવેશ તો હજુયે દેખાય, પણ લોભનો આવેશ દેખાતો નથી. ક્રોધનો આવેશ સમાજમાં આદરણીય બનતો નથી. પણ લોભનો આવેશ સમાજમાં આદરણીય બને છે. લોભના આવેશવાળો ક્યારેક ઉદ્યોગપતિ તરીકે કે ક્યારેક સત્તાધીશ તરીકે જગતમાં નામના મેળવી લે છે. એટલે માણસને ભાગ્યે જ ખ્યાલ આવે કે આ આવેશ વર્જનીય ગણાયો છે. ક્રોધ આદિના અંધાપાથી પણ લોભનો અંધાપો ખતરનાક ગણાયો છે. ક્રોધને પાછળ આંખ હોય છે. ભયને આગળ આંખ હોય છે. (એટલે કે માણસ ક્રોધ કર્યા પછી પસ્તાવો કરે છે જ્યારે ભય તો પહેલેથી જ ડરાવે છે) જ્યારે લોભને તો આંખ જ હોતી નથી. આગળ કે પાછળ ક્યારેય પસ્તાવો થતો નથી. પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા માણસ શું નથી કરતો ? મહત્ત્વાકાંક્ષી શત્રુને તો મારે પણ મિત્રનેય ન છોડે. સગા ભાઇ કે સગા બાપનેય ન છોડે. કોણિકે શ્રેણિકને જેલમાં પૂર્યો હતો. ઔરંગઝેબે ભાઇને રહેંસી નાખીને બાપ શાહજહાંને કેદમાં પૂર્યો હતો. કુમારપાળને ઝેર આપીને મારનાર સગો ભત્રીજો અજયપાળ હતો. સત્તા-લોભની આ ઘટનાઓ તો ઇતિહાસ પ્રસિદ્ધ છે, પણ ઉપદેશધારા * ૪૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ-લોભના કારણે ભાઇ-ભાઇ વચ્ચે, બાપ-બેટા વચ્ચે કે પતિપત્ની વચ્ચે જંગ ખેલાઇ જાય છે, તે આપણાથી ક્યાં અજાણ્યું છે ? આ બધું જોવા ક્યાંય ઇતિહાસ વાંચવાની જરૂર નથી. આંખો ખોલો એટલે ચારેબાજુ આવું જ બધું જોવા મળશે. જુઓ દેવી ભાગવતપુરાણમાં એનું વર્ણન : पितरं मातरं भ्रातृन् गुरून् स्वजनबान्धवान् । हन्ति लोभसमाविष्टो जनो नाऽत्र विचारणा ॥ લોભના આવેશવાળો માણસ પિતા, માતા, ભાઇ, ગુરુ, સ્વજન બંધુઓને પણ હણી નાખે છે. લોભાવેશમાં કોઈ વિચારણા હોતી નથી.” - દેવી ભાગવતપુરાણ (૩/૧૫/૩૨) મહત્ત્વાકાંક્ષા આટલી ખતરનાક હોવા છતાં લોકો કેમ છોડતા નથી ? માતા-પિતા-ભાઇ વગેરેની શા માટે હત્યા કરતા હશે ? માતાપિતા વગેરે કરતાં પણ મહત્ત્વાકાંક્ષા પરનો પ્રેમ ચડિયાતો હશે ? જયાં સુધી માણસ મહત્ત્વાકાંક્ષીઓને (ખરેખર તો આતતાયી જ કહેવાય) વીર ગણીને પૂજા કરશે, ત્યાં સુધી આવા ‘વીરો’ ઉત્પન્ન થયા જ કરવાના. જેનું સન્માન થાય તે દૂષણ કે ભૂષણ, હંમેશા ફેલાયા જ કરવાનું, વધવાનું જ. મહત્ત્વાકાંક્ષા જ પાપની પ્રતિષ્ઠા છે. પાપની માતા છે, દ્વેષ અને ક્રોધની જન્મદાત્રી છે, એ જ પાપનું કારણ છે. જુઓ કવિ બલ્લાલના ઉદ્ગારો : ‘તોમ: પ્રતિષ્ઠા પાપણ, પ્રસૂતિન્તમ વ ચ | द्वेषक्रोधादिजनको लोभः पापस्य कारणम् ॥' ‘લોભ પાપની પ્રતિષ્ઠા છે. લોભ પાપની જન્મભૂમિ છે. લોભ દ્વેષ-ક્રોધ વગેરેનો જન્મદાતા છે. લોભ પાપનું કારણ છે.” - કવિ બલ્લાલ (ભોજપ્રબંધ, ૧) લોભનો આવેશ બહુ જ ખતરનાક છે. એ આવેશ માણસને સતત ભટકાવતો જ રહે, ધૂમાવતો જ રહે, ઓલા હડકાયા કૂતરાની જેમ. ગલીના કૂતરાનું એડ્રેસ હજુયે મળે પણ હડકાયો કૂતરો ક્યાં શોધવો ? એ તો આમથી તેમ ભટક્યા જ કરવાનો ! અત્યંત લોભીની દશા હડકાયા કૂતરા જેવી જ નથી હોતી ? સામાન્ય માણસને તો હજુ તમે શોધી શકશો, પણ આવા માણસોને તમે મળવા માંગશો તો જવાબ મળશે : આજે જ મુંબઈ ગયા છે. મુંબઇ પૂછશો તો જવાબ મળશે : હમણા જ દિલ્હીની ફ્લાઇટમાં ઉપડી ગયા છે. એમ તપાસ કરતા જશો તો સિંગાપોર, લંડન, ન્યૂયોર્ક વગેરે જવાબ મળતા જ રહેશે. આવા માણસોના માથામાં જાણે ચકરડું ફરતું હોય તેમ લાગ્યા વિના નહિ રહે. આવા માણસોના માનસનું નિરીક્ષણ જ્યારે ટ્રેન, પ્લેન વગેરેની શોધ નહોતી થઈ ત્યારે વિષ્ણુશર્માએ (કેટલાક કહે છે કે વિષ્ણુશર્મા ચાણક્યનું જ બીજું નામ છે) બહુ જ સારી રીતે કર્યું લાગે છે : તેમણે પંચતંત્રમાં લખેલું જાણવા જેવું છે : 'अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके ।' | ‘અત્યંત લોભથી ઘેરાયેલા માણસના મગજમાં જાણે ચક્ર ફર્યા જ કરે છે.' - વિષ્ણુશર્મા (પંચતંત્ર, પ/૨૨) કોઇ પૂછી શકે : તમે લોભ નહિ કરો... લોભ નહિ કરો તેવી સલાહ આપી રહ્યા છો તો શું અમારે પૈસા કમાવા જ નહિ ? મંજીરા વગાડતા બેસી જ રહેવાનું ? “અજગર ન કરે ચાકરી, પંખી ન કરી કામ, દાસ મલુક યોં કહ ગયે, સબ કે દાતા રામ.' આવું કહેનારા મલુકદાસની જેમ અમારે પણ ભજનિયા જ ગાતા રહેવું ?' માણસમાં જો લોભ-વૃત્તિ જ ન હોય તો કોઇ ઉદ્યોગપતિ નહિ થાય, કોઇ દુકાનો નહિ ચલાવે, કોઇ વ્યાપારિક સાહસો નહિ કરે. શું ઉપદેશધારા કે ૪૬ ઉપદેશધારા + ૪૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ આવી સ્થિતિ ઇચ્છનીય છે ? બધાએ બાવા બની જવાની કોઇ જરૂર નથી. બધા બાવા બની જાય, એવું થાય પણ નહિ. સંસાર ચલાવવાનો છે એટલે પૈસા ન હોય તે ન ચાલે. ધર્મ કંગાળ બનવાનું નથી કહેતો. જ્યાં સુધી તમે ગૃહસ્થપણામાં છો ત્યાં સુધી ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને કામ)નું પરસ્પર બાધા ન પહોંચે તે રીતે સેવન કરવાની વાત માર્ગાનુસારીના ગુણોમાં કહેવામાં આવી જ છે. પણ અહીં જે વાત છે તે ખાસ કરીને લોભના આવેશની વાત છે. માણસ લોભ કદાચ છોડી ન શકે, પણ લોભનો આવેશ તો છોડવો જોઇએ. ‘અમને લોભ નથી, પણ થોડા પૈસા તો જોઇએ કે નહિ ? હા... અમારી પાસે જો અમે ધારીએ છીએ એટલા રૂપિયા આવી જાય તો પછી અમે વધુ માટે માથાકૂટ નહીં કરીએ. બસ, ત્યાં જ અટકી જઇશું.' કોઇ આવું વિચારતો હોય તો એ એની મોટી ભૂલ છે. અમુક રૂપિયા મળી જાય પછી અમે નિરાંતે જીવીશું - એમ માનનારો હજુ મનના સ્વભાવને સમજતો જ નથી, એમ નક્કી માનવું. મનનો સ્વભાવ જ એવો છે કે જેમ મળે તેમ લોભ વધે. સામાન્ય માણસ એમ માનતો હોય છે કે પૈસાદાર ઉદાર હોય કારણ કે એની પાસે ઘણું છે, પણ અનુભવ એમ કહે છે કે પૈસાદાર મોટાભાગે કંજૂસ હોય છે. (અલબત્ત, અપવાદ બધામાં હોય છે) મધ્યમ વર્ગના માણસો જેટલા દિલથી પૈસા ખર્ચતા હોય છે, તેટલા દિલથી પૈસાદાર ખર્ચતા નથી દેખાતા. પૈસા વધે એટલે ઉદારતા વધે એવો નિયમ નથી, પણ નિયમ તો એવો છે કે પૈસા વધે તેમ લોભ વધે. દેવો વધુ લોભી કેમ છે ? ખરેખર તો લોભ કરવાનું કોઇ કારણ જ નથી. અપાર સમૃદ્ધિ છે ત્યાં. પરંતુ અપાર સમૃદ્ધિની સાથે અપાર લોભ પણ ત્યાં છે. પૈસા માટે ભાગદોડ કરતા શેઠને શેઠાણીએ કહ્યું : “આખો દિવસ હડકાયા કૂતરાની જેમ દોડાદોડ કરો છો. શું સુખ છે તમારા જીવનમાં ? તમારા કરતા તો પેલો હજામ કેટલો નિરાંતે જીવે છે ? છે કોઇ ચિંતા ?’ ‘એને હજુ ૯૯નો ધોકો નથી લાગ્યો.” શેઠે કહ્યું. ‘૯૯નો ધોકો એટલે શું ?” શેઠાણીએ પૂછ્યું ત્યારે શેઠે જવાબ આપ્યો : “એ હું તને કાલે બતાવીશ.' સાચે જ બીજા દિવસે ચમત્કાર સર્જાયો. પેલો હજામ આઘોપાછો થઇ રહ્યો હતો. એના માથામાં ચકરડું ફરવા લાગી ગયું હોય તેમ સ્પષ્ટ પ્રતીત થઇ રહ્યું હતું. શેઠાણીએ કારણ પૂછતાં શેઠે કહ્યું : “એને ૯૯નો ધોકો લાગી ગયો છે. ગઈ કાલે મેં એની પાસે છૂપી રીતે ૯૯ રૂપિયા મૂકી દીધા હતા. ૯૯ મળતાં જ તે ૧૦૦ કરવા આઘો-પાછો થઇ રહ્યો છે. સમજી ?' લાભ વધે તેમ લોભ વધે તે આનું નામ ! 'लाहे लोहो पवड्डई' ‘લાભ વધતો જાય તેમ લોભ વધતો રહે છે.” - ઉત્તરાધ્યયન (૮/૧૭) પેલી ઈંગ્લીશની કહેવત યાદ આવી જાય છે : 'The more they get the more they want. ‘વધુ મળે તેમ માણસને વધુ મેળવવાની ઇચ્છા થાય છે.' લોભ, પ્રેમ, પ્રીતિ વગેરે આમ એકાર્થક ગણાય છે. લોભ અને પ્રેમ બંનેમાં રાગ છે. એ દૃષ્ટિએ બંને એકાર્થક ગણાય ખરા, છતાં બંનેમાં ફરક શોધવો હોય તો મળી શકે ખરો ? અત્યારે જ તમે આ વાંચવાનું બંધ કરી બે મિનિટ માટે વિચારો : લોભ અને પ્રીતિમાં શો ફરક ? મગજમાંથી કાંઇ જવાબ મળ્યો ? ફરક તો છે, પણ શબ્દોમાં કહી શકાતું નથી, ખરૂ ને ? વિચારોની અભિવ્યક્તિની કળા દરેક પાસે નથી હોતી. બધા પોતાના મનની વાતને શબ્દદેહ આપી શકતા નથી. છતાં ચાલો, પ્રયત્ન કરીએ. લોભ ક્યાં થાય ? વસ્તુ પરપ્રીતિ ક્યાં થાય ? વ્યક્તિ પર. ફરક ખ્યાલમાં આવ્યો ? કોઇ વ્યક્તિનો મને લોભ છે એવું તમે બોલો છો ?' અથવા મકાન કે ઉપદેશધારા * ૪૮ ઉપદેશધારા + ૪૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ મોટર પર મને પ્યાર છે” એવું કહો છો? ચાલો આ ફરકને આપણે પ્રખર હિન્દી સાહિત્યકાર રામચંદ્ર શુક્લની કલમે જોઇએ : 'साधारणतः मन की ललक यदि वस्तु के प्रति होती है तो लोभ और किसी प्राणी या मनष्य के प्रति होती है तो प्रीति દત્તાતી હૈ !' - રામચંદ્ર શુક્લ (ચિંતામણિ ભાગ-૧, લોભ ઔર પ્રીતિ) મસાણનો ખાડો, પેટનો ખાડો, સમુદ્રનો ખાડો અને લોભનો ખાડો – આ બધા ખાડાઓ એવા છે કે જે કદી ભરાતા નથી. તેમાંય લોભનો ખાડો તો એવો છે કે જેમ નાખો તેમ વધુને વધુ ઊંડો થતો જ જાય. માટે જ ‘લોભને થોભ નથી' એમ માણસો કહે છે. લોભનો ખાડો પૂરાતો નથી. કારણ કે ઇચ્છાઓ અનંત છે. ઇચ્છાઓ પૂર્ણ કરવા જેમ પ્રયત્ન કરો તેમ વધતી જાય. આકાશ જેવી અનંત છે ઇચ્છાઓ. 'इच्छा हु आगास समा अणंतया' - ઉત્તરાધ્યયન ઇચ્છાઓનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. તમારી જયાં એક ઇચ્છા પૂરી થાય ત્યાં જ તેથી વિરોધી ઇચ્છા જાગશે. તમે તમારા મનનું બરાબર નિરીક્ષણ કરજો . પોતાની પાસે જે હશે તેનાથી તે કદી સંતુષ્ટ નહિ હોય. જે નહીં હોય તેના માટે એ સતત ઝંખ્યા કરશે. મનનો સ્વભાવ છે અભાવને જોવાનો. ૩૧ દાંત હશે ત્યાં જીભ નહિ જાય, પણ એક દાંત પડી ગયો છે ત્યાં જ જીભ વારંવાર જવાની ! જીભ જેવો જ સ્વભાવ છે મનનો ! હોય તેને નહિ જોવાનું અને નહિ હોય તે તરફ જ જોવાનું ! ઘરમાં કેટલું પડ્યું છે, તેનું ભાન ભાગ્યે જ કોઇને હશે, જ્યારે શું ખૂટે છે ? તેનો ખ્યાલ ડગલે ને પગલે ડંખતો હશે ! મનનો આ સ્વભાવ બરાબર સમજી લેવા જેવો છે. કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ મળતાં તરત જ તેમાંથી રસ ઉડી જાય છે ને મન બીજું કાંઇક ચાહવા લાગી જાય છે. રવિન્દ્રનાથ ટાગોરે માનવ મનની આ ખાસિયતને પ્રતિકાત્મક રૂપે ગૂંથી છે : આકાશમાં વાદળ અને પક્ષી બને છે. પક્ષી વિચારે છે : આ વાદળ કેટલા ભાગ્યશાળી છે ! આકાશમાં સદા તરતા જ રહેવાનું ! મારે તો આકાશમાં ઉડવા પાંખોને હલાવવી પડે, પણ આ બંદાને તો કાંઇ જ નહિ કરવાનું. કેટલો આનંદ છે વાદળને ! જ્યારે વાદળ વિચારે છે કે આપણે તે કાંઇ જીવન છે ! સાવ જ પરાધીન જીવન ! પરાધીનને સુખ કેવું? પવન ધક્કા મારે ત્યાં જવાનું ! ઇચ્છા મુજબ ક્યાંય જઈ શકાય નહિ. પેલા પંખી કેવા ભાગ્યશાળી છે ! ઇચ્છા પડે ત્યાં જાય. કાશ ! હું પણ પંખી હોત ! The bird wishes it were a cloud, The cloud wishes it were a bird! - રવિન્દ્રનાથ ટાગોર (રૂં બર્ડસ, ૩૫) પંખી અને વાદળ તો આવું નથી વિચારતા, પણ માણસો જરૂર આવું વિચારે છે. મારા ઘર કરતાં પેલાનું ઘર વધુ સારું છે. મારી નોકરી કરતાં પેલાની નોકરી સારી છે. આવા વિચારો કયો માણસ નહીં કરતો હોય ? આવું વિચારીને કોણ દુ:ખી નહિ થતું હોય ? ઇચ્છા હોય ત્યાં દુ:ખ હોવાનું જ ! આંસુ હોવાના જ ! ઇચ્છા અને આંસુ બંને જોડિયા છે. એક સાથે જન્મે છે. Twin sisters are longing and tears.' - વાસવાની (ધ લાઇફ બ્યુટીફુલ, ૧૧૧) આવી ઇચ્છાઓમાંથી મુક્ત થવાનો પ્રારંભ એજ સુખના માર્ગ તરફનું પ્રથમ કદમ છે. ઉપદેશધારા કે ૫૦ ઉપદેશધારા + ૫૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ આવ્યું. પેટી ખૂલતાં જ બધાની આંખો પહોળી થઇ ગઇ. પેટીમાં મડદાના કપાયેલા ટૂકડા પડ્યા હતા. ભયંકર દુર્ગધ આવી રહી હતી. ‘ના... ના... આ પેટી મારી નથી.' શેઠજી બોલી ઉઠ્યા. “હં... હવે આ પેટી તમારી નથી, કેમ ? પહેલા તો તમારી હતી, હવે કેમ નહિ ? શેઠજી ! એમ તમે કોઇનું ખૂન કરીને છટકી નહીં શકો. કાયદો પોતાનું કામ અવશ્ય કરશે.' પોલીસ ગર્જી રહ્યો હતો. શેઠજીનું હવે શું થયું ? તે વાચકોની કલ્પના પર છોડી દેવામાં આવે છે. -: પ્રેરણા બિંદુ :‘કો'કનું પડે ને મને જડે' આ સુત્ર સદા રટનારા એક શેઠ રેલ્વેના પ્લેટફોર્મના બાંકડા પર બેઠેલા. આમ તેમ હાલતા એમના પગે કોઇ ચીજ અથડાઇ. નીચે નજર કરી તો પેટી હતી. આજુબાજુ નજર કરી તો કોઇ નહોતું. શેઠજીની દાઢ ડળકી. આ પેટી હડપ કરી લઊં ! પેટી ઉપાડીને શેઠજી આમ તેમ જોતા જ્યાં ગાડીમાં ચડવા ગયા ત્યાં જ એક પોલીસે પડકાર્યો : “શેઠજી, આ પેટી કોની છે ?’ ‘પેટી મારી છે.' શેઠજીએ ધ્રૂજતા અવાજે કહ્યું. શેઠજીના કાંપતા અવાજથી વધુ શંકાશીલ બનીને પોલીસે કહ્યું : “શું છે આ પેટીમાં ?' | ‘કપડા-લત્તા, નાસ્તો ને થોડુક પરચુરણ છે. બીજુ શું હોય ?' શેઠજીએ ગપગોળો ગબડાવ્યો. મનમાં એમ કે આવી ભારેખમ પેટી કાંઇ જવા દેવાય ? અંદર સોના જેવું જ કોઇ કિંમતી સામાન હોવું જોઇએ, થોડું-ઘણું જ બોલવાથી આવડો મોટો દલ્લો મળી જતો હોય તો શો વાંધો છે ? આમેય જુઠું બોલ્યા વિના ધંધો ક્યાં કરી શકાય તેમ છે ? એકવાર જૂઠું બોલી લઇએ... પછી પેટીનો માલ મળે એટલે લીલા-ઘેર ! ‘અચ્છા... એમ વાત છે ? ખોલો પેટીને. પોલીસે હુકમ કર્યો. શેઠે ચાવી શોધવાનો અભિનય કર્યો ને કહ્યું “ચાવી ખોવાઇ ગઇ લાગે છે અથવા ક્યાંક મૂકાઇ ગઇ હોય તેવું લાગે છે.' હજુ સાચું બોલી જાવ. સાચું બોલશો તો થોડી જ સજા મળશે. બોલો... આ પેટી તમારી છે ?' પોલીસે સમજાવવા પ્રયત્ન કર્યો. પણ આ લોભી જીવડો સમજે તેમ હતો જ નહિ. થઇ-થઇને આખરે શું થવાનું ? બે દા'ડાની જેલ જ ને ? જઇ આવશે. ૨૦૦પ00નો દંડ ભરી દઇશું, પણ આટલા ડરથી કાંઇ આવી પેટી છોડી દેવાય ? લોભનો સાગર શેઠના હૃદયમાં વાંભ-વાંભ ઉછળી રહ્યો હતો. આખરે પોલીસ તેને પોલીસ-સ્ટેશને પકડી ગયો. ત્યાં પણ શેઠજીએ ગપગોળા હાંક્ય રાખ્યા. છેવટે પેટીનું તાળું ખોલવામાં મેં કદી એ વિચાર્યું નથી : હું બોલીશ તે સાંભળનારને ગમશે કે નહિ ? હું તો તેને જેની જરૂર હોય તે જ આપું. ભલે તેને ગમે કે ન ગમે. ખરો વૈદ તે જ કહેવાય જે દર્દીને હિતકારી હોય તેવી જ દવા આપે, ભલે તે કડવી કેમ ન હોય ? - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૩૨૯), તા. ૨૧-૧૧-૨000, કે.વ. ૧૧ સમકિત વિના બધું શૂન્ય છે, એમ મને સતત લાગ્યું છે. આથી જ મેં ભગવાનને પકડ્યા છે, ભગવાનના સાધુ અને ભગવાનનો ધર્મ પકડ્યો છે. એના વિના સમ્યગુદર્શન નહિ મળે એવી મને સતત પ્રતીતિ થતી રહી છે અને શાસ્ત્રથી એવી પુષ્ટિ થઈ રહી છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૩૫) તા. ૩૦-૧૦-૨000, કી. સુ. ૩ અમારા પૂ. રત્નાકર વિ. ક્યારેક દોષિત ઉકાળો લેવો પડે તો રડતા. એ ઉકાળો લેવા અમારે એમને મનાવવા પડતા. અત્યારે તો છ-છ મહિના જોગ કરનારા જોગ પૂરા થતાં જ નવકારશીમાં બેસી જતા જે વા મળે છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૨૫), તા. ૨૮-10-2000, કા. સુ. ૨ ઉપદેશધારા કે પર ઉપદેશધારા કે પડે Page #32 -------------------------------------------------------------------------- ________________ દારૂ છે . જુગાર, માંસ, દારૂ, વેશ્યા, પરસ્ત્રીગમન, શિકાર, ચોરી - આ સાત મહાવ્યસનો ગણાયા છે. સાતેયમાંથી એકાદની પણ આદત પડી જાય તો એમાંથી છૂટવું મુશ્કેલ બની જાય છે. ઘણીવાર તો એવું જોવા મળે છે કે માણસ ઇચ્છે તો પણ છોડી શકતો નથી. એ પોતે જ આદતનો ગુલામ બની જાય છે. આનાથી વધુ કરુણતા બીજી કોઇ નથી. આપણા પુત્રો, પત્ની કે નોકરો જયારે આપણા કહ્યામાં ન રહે ત્યારે કેવું દુઃખ થાય છે ? પણ, ચાલો... ઠીક છે. પુત્રો, પત્ની વગેરે તો પારકા છે, પણ મને તો માણસનું પોતાનું છે ને ? પોતાનું મન પોતાને આધીન ન રહેતું હોય ત્યારે માણસને કેટલું દુઃખ થવું જોઇએ ? આશ્ચર્યની વાત એ છે કે પુત્ર વગેરે પોતાના તાબામાં ન રહે ત્યારે દુ:ખી બનનારો માણસ પોતાનું જ મન તાબામાં નથી રહેતું ત્યારે દુ:ખી બનતો નથી. વ્યસનની ગુલામી તેને ખટકતી નથી. જેને ગુલામી ખટકે નહિ તે કદી તેનાથી મુક્ત થઇ શકે નહિ. જે બેડીઓને જ ઘરેણા સમજી લે તે બેડીઓમાંથી મુક્ત થવા પ્રયત્ન તો નહિ કરે, પણ એને જ વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરશે. બેડીઓને જ વધુ મજબૂત બનાવતો માણસ જો મૂર્ખ ગણાય તો વ્યસનોની ચુંગાલમાં વધુને વધુ ફસાતો માણસ મૂર્ખ જ ને ? સાતેય વ્યસનોમાં આજના યુગમાં સૌથી વધુ વ્યાપક વ્યસન કયું ? શિકાર માટે જંગલો કે પશુઓ નથી. કદાચ હોય તો શિકાર ખેલનારા રાજા કે ક્ષત્રિયો આજે લગભગ રહ્યા નથી. કમ સે કમ શહેરોમાં આ દૂષણ નથી. વેશ્યા કે પરસ્ત્રીગમન જાહેરમાં થઇ શકતા નથી. ઘરમાં કદાચ ખબર પડી જાય તો ઘરવાળી જ ધોકો લઇને ઢીબી નાંખે તેનો માણસને ડર છે. ચોરી પણ જાહેરમાં થઇ શકતી નથી, કારણ પકડાઇ જવાનો મોટો ડર છે. માંસ પણ જાહેરમાં ખાઈ શકાતું નથી. ધર્મી કુટુંબોમાં તો બિલકુલ નહિ. જુગારમાં હારી જવાનો ડર છે કે પકડાઇ જવાનો પણ થોડો ડર છે. હવે એક જ વ્યસન બચ્યું : મદિરા પાન, શરાબ, દારૂ. આજ-કાલ તો દારૂ પીવો ફેશન બની ગઇ છે. આ જ રીતે જો આ ફેશન બે-અટક વધતી ચાલી તો ૨૦-૨૫ વર્ષ પછી કદાચ એવો પણ સમય આવી જાય કે ઘેરઘેર દારૂ ચાની જેમ પીવાતો હોય ને એમાં કોઇને છોછ પણ ન લાગતો હોય ! દારૂ જયારે સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે ત્યારે તેના પ્રચારને રોકવો મુશ્કેલ બની જાય. આજે એવું જ બની રહ્યું હોય તેમ દેખાય છે. બધા જ દારૂ પીતા હોય તો કોઇને એમ ન લાગે કે આમાં કોઇ પાપ છે ! આજે પણ ઘણા માણસો એવા છે, જેમને દારૂમાં કોઇ પાપ જણાતું નથી. કોઇને માર્યા વિના માંસ ન મળે, માટે માંસમાં પાપ છે, કોઇ હારે નહિ ત્યાં સુધી આપણે જીતીએ નહિ માટે જુગારમાં પાપ છે. વેશ્યા-પરસ્ત્રીગમન તો ઉઘાડા પાપ છે. ચોરી જેને ત્યાં થઇ હોય તેના પર શું વીતે છે તે બધા જાણે છે તે પ્રત્યક્ષ પાપ છે. શિકાર એટલે તો પ્રત્યક્ષ હિંસારૂપ પાપ છે. બીજા છયે વ્યસનોમાં પાપ છે, પણ દારૂમાં શાનું પાપ ? દારૂ પીને અમે કોઇને હાનિ પહોંચાડીએ છીએ ? પૈસા અગર ખર્ચાતા હોય તોય અમારા ને ? આવું આજકાલના ઘણા પીનારાઓ વિચારતા હોય છે. ખરેખર તો ઉપદેશધારા કે ૫૪ ઉપદેશધારા + ૫૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ આમાં પણ મનની ચાલબાજી છે. મનને દારૂ પીવો ગમે છે, માટે તે પોતાને અનુકૂળ તર્ક શોધી લાવે છે. તર્ક વેશ્યા જેવો છે. એ બધું સિદ્ધ કરી શકે. દારૂમાં પાપ છે, એમ પણ સિદ્ધ કરી શકે ને દારૂમાં પુણ્ય છે એમ પણ સિદ્ધ કરી શકે. એક દારૂની દુકાન પર લખેલું હતું : શરાવ વ મેં નાતા है । क्योंकि शराब पीने से आदमी को नशा चड़ जाता है। फिर नींद लग जाती है। नींद में रहने वाला आदमी पाप नहीं #રતા | નો પાપ નહીં કરતા વેદ વજf નાતા . છે ને તર્ક ? માટે જ તર્કને વેશ્યા જેવો કહેલો છે. શેઠાણીને રાતે કંઇક અવાજ સંભળાયો. શેઠને જગાડીને કહ્યું : “જુઓ, કોઇ ચોર આવ્યો લાગે છે.’ ‘તને શી રીતે ખ્યાલ આવ્યો ?' ‘અવાજ પરથી.’ ‘ગાંડી ! ચોર કદી અવાજ ન કરે. એ તો એકદમ શાંતિથી પોતાનું કામ પતાવે.' શેઠે કહ્યું. અર્ધા કલાક પછી શેઠાણીએ ફરી શેઠને જગાડ્યા : “જુઓ, કોઇ ચોર આવ્યો લાગે છે.’ ‘કેમ ? શાના પરથી જાણ્યું ?' ‘તમે જ હમણાં કહેલું ને કે ચોર તો એકદમ શાંતિથી પોતાનું કામ કરે. તો જુઓ, હમણાં કેટલી શાંતિ છે ? ચોક્કસ ચોર આવ્યો જ હોવો જોઇએ.' જોયું ? આ છે તર્કની કરામત ! ચોરની ઉપસ્થિતિ અવાજથી પણ સિદ્ધ કરી શકાય અને શાંતિથી પણ કરી શકાય. આખરે મન શું નક્કી કરવા માંગે છે ? તે પર જ બધો આધાર છે. સામાન્ય માણસની તો વાત જવા દો . ક્યારેક મોટા ઋષિઓને પણ ‘દારૂમાં પાપ નથી.' એવા વિચાર આવી જાય છે. હરિભદ્રસૂરિજીએ અષ્ટક પ્રકરણમાં એક પૌરાણિક આખ્યાયિકા આપી છે : કોઈ ઋષિના તપથી ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. (ખુરશીની ચિંતા ઇન્દ્રને પણ હોય છે !) ઇન્દ્રાસન ચાલ્યા જવાની શંકાથી ઇન્દ્ર ઋષિને ચલાયમાન કરવા અપ્સરા મોકલી. અપ્સરાની સેવાથી પ્રસન્ન થયેલા ઋષિએ વરદાન માંગવાનું કહેતા અપ્સરાએ કહ્યું : “મધ, માંસ અથવા અબ્રહ્મ – આ ત્રણમાંથી કોઇપણ એકનું સેવન કરો.' ઋષિ ચોંકી ઉઠ્યા. પણ થાય શું ? વરદાનથી બંધાયેલા હતા. ઋષિએ વિચાર્યું : ‘અબ્રહ્મમાં તો સ્પષ્ટ પાપ છે જ. માંસ પણ માર્યા વિના મળતું નથી માટે પાપ છે, પણ મદ્ય (દારૂ)માં કોઇ પાપ જણાતું નથી.' ને ઋષિએ મદિરા-પાનની વાત સ્વીકારી. અપ્સરાએ આપેલી મદિરામાં શી ખામી હોય ? ઋષિ નશામાં આવીને ભાન ભૂલ્યા. પછી તો માંસાહાર પણ કર્યો અને અબ્રહ્મનું સેવન પણ કર્યું. ઋષિ નરકે ગયા અને પેલા ઇન્દ્રની ખુરશી સલામત રહી ગઇ. (રવિન્દ્રનાથ ટાગોરની પેલી વાર્તા કદાચ ઘણાને ખ્યાલ હશે, જેમાં એક મિત્રની ત્રણ વાત : માતાનું ખૂન, માંસાહાર અથવા શરાબની પેગ - માંથી એકને સ્વીકારવાની વાત છે. પેલો મિત્ર શરાબની વાત સ્વીકારીને બાકીની બે વાત પણ કરી નાખે છે. પૌરાણિક આખ્યાયિકાનું આ આધુનિક રૂપાંતર છે.). દારૂ પીવાથી કેટલા કર્મ બંધાય ? દુર્ગતિમાં કેવા દુઃખો અનુભવવા પડે ? વગેરે વાત જવા દો, પણ આ જ જીવનમાં કેટકેટલી નુકશાનીઓ ભોગવવી પડે છે તે આપણે સૌ જાણીએ છીએ. અષ્ટપ્રકરણની ટીકામાં મદ્ય-પાન-જન્ય સોળ દોષો કહેલા છે. वैरूप्यं व्याधिपिण्डः स्वजनपरिभवः कार्यकालातिपात: विद्वेषो ज्ञाननाशः स्मृतिमतिहरणं विप्रयोगश्च सद्भिः । पारुष्यं नीचसेवा कुलबलविलयो धर्मकामार्थहानिः कष्ट वै षोडशैते निरुपचयकरा मद्यपानस्य दोषाः ।। (૧) મદ્યપાનથી શરીર કદરૂપું બને છે. (૨) રોગો શરીરને ઘેરી વળે છે. (૩) ઘરના માણસો પણ તિરસ્કાર કરે છે. (૪) કામ માટેનો યોગ્ય સમય હાથમાંથી નીકળી જાય છે. (૫) શ્રેષ ઉત્પન્ન થાય છે. (૬) જ્ઞાનનો નાશ થાય છે. (૭-૮) સ્મૃતિ અને બુદ્ધિનો ઉપદેશધારા + ૫૭ ઉપદેશધારા કે પદ Page #34 -------------------------------------------------------------------------- ________________ નાશ થાય છે. (સ્મૃતિ ભૂતકાળવિષયક હોય છે ને બુદ્ધિ વર્તમાનવિષયક હોય છે.) (૯) સજજનોથી દૂર થવું પડે છે. (૧૦) વાણીમાં કઠોરતા આવે છે. (૧૧) નીચ માણસોની સેવા કરવી પડે છે. (૧૨) કુળની હીનતા થાય છે. (૧૩) બળનો નાશ થાય છે. (૧૪-૧૫-૧૬) ધર્મ-કામ-અર્થ આ ત્રણેયને હાનિ પહોંચે છે. દારૂ પેટમાં જતાં જ માણસ બુદ્ધિ અને સ્મૃતિશક્તિ ગુમાવતો જાય છે. એક ધનાઢ્ય પણ પીવાની આદતવાળા માણસે અમને કહેલું : મહારાજ ! મને પહેલા છ હજાર ટેલીફોન નંબરો યાદ હતા. ટેલિફોન કરતી વખતે ડાયરી ખોલવાની જરૂર જ ન પડે, પણ જયારથી પીવાની આદત પડી ત્યારથી એ શક્તિનો હ્રાસ થવા માંડ્યો. આજે તો હાલત એવી છે કે મહત્ત્વની વાત પણ ભૂલાઇ જાય છે. અમે કહ્યું : પ્રથમ કર્મગ્રંથમાં જડ કર્મની અસર ચેતન પર શી રીતે થઇ શકે ? એ સમજાવવા દારૂ અને બ્રાહ્મીના ઉદાહરણો આપ્યા છે. બંને જડ છે. છતાં એકથી બુદ્ધિનો નાશ અને બીજાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ વાત તમારા ઉદાહરણથી એકદમ સાચી ઠરે છે. આ ભાઇને જોઇને અમને પેલી પંક્તિ યાદ આવી ગઇ : મધુપનાતિબંશ ના નાતે તુ’ મદ્યપાનથી ખરેખર માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. પૌવત્ય વિદ્વાનોએ જ નહિ, મઘ-પાનને પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ વખોડી કાઢયું છે. ટામસ બેકને પણ કહ્યું છે : 'When the wine is in, the wit is out.' ‘દારૂ અંદર જાય છે ત્યારે ડહાપણ બહાર નીકળી આવે છે.” - ટામસ બેકન (કૈટેચિસ, ૩૬૫) મદિરાપાનથી માત્ર બુદ્ધિ જ નહિ, બીજું પણ ઘણું-ઘણું નષ્ટ થઇ જાય છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી તો મદ્યપાનને અગ્નિનો તણખો કહે છે. અગ્નિનો તણખો પડતાં જેમ ઘાસ સળગી ઉઠે તેમ દારૂ પેટમાં જતાં જ બધા ગુણો સાફ થઈ જાય છે. 'विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा । मद्यात् प्रलीयते सर्व, तृण्या वह्निकणादिव ॥' વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા દારૂથી આ બધું સાફ થઈ જાય છે; અગ્નિના તણખાથી જેમ ઘાસ સાફ થઇ જાય. - યોગશાસ્ત્ર (૩/૧૬) પણ, કોને જોઇએ છે વિવેક વગેરે ગુણો ? આજે તો માણસને જોઇએ છે સત્તા અને સંપત્તિ. બસ, એ સલામત રહેવા જોઇએ, પરંતુ મદ્યપાનથી સત્તા અને સંપત્તિ પણ ચાલ્યા જાય છે. તપાસો ઇતિહાસને... તમને આવા અનેક ઉદાહરણો મળી આવશે. દ્વારકાનો નાશ દારૂના દૈત્ય કરેલો તે કોનાથી અજાણ્યું છે ? ભારત પર ૧૫૦૦ વર્ષ સુધી રાજય કરનાર મુસ્લિમ બાદશાહોમાં સૌથી લાંબો કાળ મોગલ-સલ્તનતનો છે. એના વિકાસમાં દારૂ-ત્યાગ અને એના વિનાશમાં દારૂએ ભાગ ભજવ્યો છે એ બહુ ઓછા લોકો જાણે છે. મોગલોનો ઇતિહાસ તો કદાચ થોડોક જૂનો છે, પણ પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો ઇતિહાસ તો તાજો જ છે. એ દારૂના શોખીન હતા. કહેવાય છે કે એમણે લશ્કરી વડા જનરલ ઝિયાને પદભ્રષ્ટ કરવાની યોજના વિચારેલી, પણ એક વખત વધુ પડતો દારૂ પીધો અને દારૂના નશામાં મનની ગુપ્ત યોજના પ્રગટ કરી દીધી. બસ... પતી ગયું. સવાર થતાં જ ઝિયાએ પાકિસ્તાન પર લશ્કરી શાસન ઠોકી દીધું અને ભુટ્ટોને કેદ કરી છેવટે ફાંસી આપી. દારૂથી થયેલ ખાનાખરાબીથી ઇતિહાસના અનેક પૃષ્ઠો કલંકિત થયેલા છે. આપણે જરા એ કલંકિત પૃષ્ઠો પર નજર નાખીએ : ઉપદેશધારા કે ૫૮ ઉપદેશધારા * ૫૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧) સમ્રાટ સિકંદરને એક વખતે થાઇસ નામની વેશ્યાએ ખૂબ જ દારૂ પીવડાવ્યો અને તેની પાસેથી વટહુકમ કઢાવી પારસી પોલીસોને જીવતા સળગાવ્યા હતા. સવારે નશો ઉતરતાં સિકંદરને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. તેણે પેલી વેશ્યાને દેહાંત-દંડની સજા આપી ને પોતે દારૂ પીવાનો ત્યાગ કર્યો. ઇ.સ. ૧૭૮૬માં રશિયાની રાણી કેથેરિનાના કહેવાથી મુખ્યમંત્રી વાસકિને રાજ્યના ખેડૂતોને પ્રીતિભોજન માટે નિમંત્ર્યા. ભોજન પછી બધાને મનગમતો દારૂ (વોડકા) પીવડાવ્યો. બધાએ ખૂબ દારૂ ઢીંચ્યો. આમે મફતનો માલ મીઠો લાગે ને દારૂ જેવી વસ્તુમાં પ્રમાણભાન રહે જ ક્યાંથી ? બધાને દારૂનો જોરદાર નશો ચઢયો અને સૌ ખેતરોમાં ખુલ્લામાં સુઈ ગયા. તે રાત્રે ઠંડી પણ એટલી સખત પડી કે સવાર સુધીમાં સોળ હજાર ખેડૂતો મૃત્યુની ગોદમાં સૂતેલા જોવા મળ્યા. (૩) ફિરોજશાહ તઘલખ પછી દિલ્હીની ગાદીએ યુવાન મહંમદ તઘલખ બેઠો. એ શરાબી હતો. યુવાની પોતે જ એક નશો છે. એમાંય દારૂ ભળે એટલે બાકી શું રહે ? ખૂબ દારૂ પીવાથી તે અંદરથી ખખડી ગયો. એક વખતે તેના વજીરે પીધેલી હાલતમાં જ તેને મારી નાખી તેનું માથું શાહી દરવાજે લટકાવ્યું. (૪) લખનૌના વાજિદઅલી શાહ ખૂબ જ નશાખોર ! કોઇ જોષીએ તેને ભરમાવ્યો : આપના જનાનખાનામાં એક બેગમ અશુભ પગલાવાળી છે. તેને હટાવો. નહિ તો આપની દશા સુધરવાની નથી. પીધેલી દશામાં જ નવાબે હુકમ છોડ્યો : બધી બેગમોને ઝેર પીવડાવી દફનાવી દો ! અને એકી સાથે સવાસો બેગમોની કબર ખોદાઈ ગઈ. જયપુર (ગુલાબબાગ)ના ચિડીયાઘરમાં દારૂના નશામાં ઝૂમતા એક દારૂડીયાએ સિંહના પાંજરામાં હાથ નાખ્યો અને સિંહ તેને ખાઈ ગયો. જયાં એ બીજો હાથ નાખવા માંડ્યો, ત્યાંજ ચોકીદારે તેને અટકાવ્યો. (૬) મધ્યસત્ર ચૂંટણીના પ્રચાર માટે કેટલાક માણસો એક ગામમાં ગયા. દારૂ પીને તેઓ એવા ગાંડા થયા કે જે પક્ષનો પ્રચાર કરવાનો હતો તેની જ નિંદા કરવા લાગ્યા. છેલ્લી બંને ઘટનાઓ ઇ.સ. ૧૯૬૯માં ઘટેલી છે. ‘નવભારત' નામક હિંદી દૈનિકમાં ક્રમશઃ ૧૫મી અને ૧૬મી જાન્યુઆરીએ તે પ્રગટ થયેલી. મદ્રાસ સરકારને એક વખત સ્ત્રીઓએ પ્રાર્થના કરેલી : ‘કાયદો બનાવીને અમારા પતિઓને દારૂથી છોડાવો. બાળકો ભૂખે મરે છે !' આ પ્રાર્થના તો ૩૦-૪૦ વર્ષ જૂની છે. હમણાં આંધ્રપ્રદેશની મહિલાઓએ પણ એન. ટી. રામારાવને આવી જ વિનંતી કરેલી. એ સ્વીકારીને રામારાવે આંધ્રમાં દારૂબંધી કરેલી. હમણા (વિ.સં. ૨૦૫૪) જો કે ચંદ્રબાબુએ દારૂબંધી ઉઠાવી લીધી છે. દારૂની આવક સરકાર માટે બહુ જ લલચામણી વસ્તુ છે. ગુજરાતમાં પણ દારૂબંધી હટાવવા ઘણા લોકો (સ્વામી સચ્ચિદાનંદજી જેવા) સરકારને સલાહ આપી રહ્યા છે. આવા લોકોની મુખ્ય દલીલ એક જ હોય છે : પીનારા તો ગમે તે રીતે પી જ લેવાના છે. તો સરકારે આવક શા માટે ગુમાવવી ? આવા લોકોએ જયાં દારૂબંધી નથી હોતી તે રાજયોની ઊંડી મુલાકાત લેવી જોઇએ. જેટલી સરળતાથી દસ વર્ષનું નાનું બાળક પણ ૨૫-૩૦ રૂ.ની દારૂની બાટલી લાવી પી શકે છે, તેટલી સરળતાથી ગુજરાતમાં થઇ શકતું નથી. કમ સે કમ જાહેરમાં પી શકાતું નથી. ચોરીછૂપીથી કરવામાં આવે અને જાહેરમાં કરવામાં આવે... તેમાં ઘણો ફરક છે. એ ફરક બીજા રાજયોમાં ફર્યા સિવાય ખ્યાલમાં ન આવે. ઉપદેશધારા + ૬૦ ઉપદેશધારા + ૬૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ દારૂડીયાના કુટુંબની દુર્દશા જોઇને જ ગાંધીજીએ એકવાર કહેલું : ‘જો એક જ કલાક માટે મને ભારતનો સરમુખત્યાર બનાવવામાં આવે તો હું પહેલું કામ દારૂની તમામ દુકાનો બંધ કરાવવાનું કરું. (કંઇ પણ વળતર આપ્યા વિના) અને તાડીના તમામ ઝાડોનો નાશ કરાવું.” લોકમાન્ય ટિળક પણ દારૂબંધીના પ્રખર હિમાયતી હતા. એકવાર એમણે ભાષણમાં કહેલું : _ 'शराबियों की सरकार शराबबंदी नहीं करेगी । उसे उपर की आमदनी की चिंता है । शराब तो हमें ही बंध करनी होगी। इसके लिए शराब पीनेवालों का बहिष्कार कीजिए ।' - લોકમાન્ય ટિળક (૨/૩/૧૯૦૮ના સોલાપુરમાં ભાષણ) યાદ રહે કે ટિળકનો આ આક્રોશ તે વખતની અંગ્રેજી સરકાર સામે છે. આજે જો ટિળક જીવતા હોત તો આજની સરકારને એ શું કહેશે ? રાજા : ફરી એજ ગપગોળો ? મંત્રી : નહીં... નહીં મડદું છે. રાજાએ ફરી આગ્રહ કર્યો ત્યારે મંત્રીએ બાટલી બતાવી દીધી. રાજાએ પૂછ્યું : આટલીવાર જૂઠું શા માટે બોલ્યો ? મંત્રી : મેં તો બિલકુલ સાચું જ કહ્યું છે. સાંભળો આનું રહસ્ય. પીતા પહેલા આ દારૂ કાંઇ જ નથી. એક બાટલી પીધા પછી માણસ ઘોડા જેવો વિકારી બની જાય છે. બીજી બાટલી જતાં હાથી જેવો મદોન્મત્ત બની જાય છે. ત્રીજી બાટલી પેટમાં જતા કૂતરાની જેમ ભસવા માંડે છે અને ખૂબ દારૂ પીવાઇ ગયા બાદ તે મડદાની જેમ બેહોશ બનીને ઢળી પડે છે. આ સાંભળી રાજાના જ્ઞાનચક્ષુ ખૂલી ગયા અને તેણે દારૂ પીવાનું છોડી દીધું. આજના જમાનાના ફેશનેબલ પીનારાઓ આ રાજાની જેમ સમજીને દારૂ પીવાનું તરત જ છોડી દે તો કેટલું સારું ? પણ હીનસત્વી આ યુગમાં આવી ઠગારી આશા રાખવી સાવ વ્યર્થ છે. આ વાંચીને નવી પેઢી એ માર્ગે જતી અટકે તો પણ ઘણું છે. -: પ્રેરણા બિંદુ :મંત્રીના હાથમાં દારૂની બાટલી હતી. દારૂડીયા રાજાએ પૂછ્યું : શું છે ? મંત્રી : કંઇ નહિ. રાજા : શું કહ્યું ? મંત્રી : નહીં ઘોડો છે. રાજા : ખોટું બોલે છે. ક્યાં છે ઘોડો ? મંત્રી : નહીં, હાથી છે. રાજા : ફરી ખોટું બોલે છે ? મંત્રી : નહીં કૂતરો છે. અજમાવી જુઓ : દારૂ છોડવાનો કીમિયો પીવાની આદત છોડવાની ઇચ્છા હોવા છતાં ન છૂટી શકતી હોય તેણે નીચેનો પ્રયોગ કરવા જેવો છે. ગાંધીની દુકાનમાં મળતું મોરથુથુ પાણીમાં નાખી રોજ કોગળા કરવા. યાદ રહે કે મોરથૂથુ ઝેરી હોય છે. કોગળાનું પાણી પેટમાં ન જવું જોઇએ. આ રીતે કરવાથી થોડા સમય બાદ દારૂ પીવાની ઇચ્છા મરી પરવારે છે. - ડૉ. કૌશિકકુમાર દીક્ષિત, મુંબઈ સમાચારમાંથી સાભાર ઉપદેશધારા + ૬૨ ઉપદેશધારા + ૬૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ માંસ આજકાલ માંસાહારનું ચલણ ઘણું જ વધતું જાય છે. જે ઘરોમાં કાંદા-બટાટા વગેરે પણ વર્જિત હતા તે ઘરોમાં હવે બિરયાની અને આમલેટ જેવી વાનગીઓ બેધડક આવવા માંડી છે. સમયનું ચક્ર બહુ જ ઝડપથી ફરી રહ્યું છે. નવી પેઢી ઝડપથી બદલાઇ રહી છે. એટલી ઝડપથી બધું બદલાઇ રહ્યું છે કે કદાચ હજારો સંતો રોકવા પ્રયત્નો કરે તો પણ રોકાય તેવું લાગતું નથી. આજે સંતોના પ્રયત્નો ફૂંક મારીને દાવાનળ બૂઝવવા જેવા કે ધસી આવતા પૂરના પ્રવાહને હાથથી રોકવા જેવા લાગે છે. છતાં સંતો થાક્યા વિના કે હતાશ થયા વિના પોતાના કાર્યો ચાલુ રાખે છે. કારણ કે સંતોનો એવો સ્વભાવ છે. તારા કદી વિચારતા નથી : મારાથી અંધારું દૂર નહિ થાય. હવે ઉગવાનો મતલબ શો ? ફૂલ કદી વિચારતું નથી : મારાથી આ વિશ્વમાંથી દુર્ગધ દૂર થવાની નથી. શો મતલબ છે ખીલવાનો? પ્રકાશ રેલાવવો તારાઓનો સ્વભાવ છે. સુગંધ ફેલાવવી ફૂલોનો સ્વભાવ છે. તેમ દૂષણનિવારણરૂપ શુભમાં પ્રયત્ન કર્યા કરવો તો સંતોનો સ્વભાવ છે. અનેક પ્રકારના વધી રહેલા દૂષણોમાં માંસાહાર પણ અતિ ભયંકર દૂષણ છે. માંસાહારીઓની દલીલ છે કે માંસ સ્વાદિષ્ટ જ નહિ પણ પૌષ્ટિક પણ છે ને કુદરતી પણ છે. વિશ્વના પ્રાયઃ બધા જ પ્રાણીઓ માંસાહારી છે તો માણસે શા માટે માંસાહારથી દૂર રહેવું જોઇએ ? માંસાહાર સ્વાદિષ્ટ છે કે નહિ ? તે તો ખાનારા જ જાણે, પણ જુગુપ્સા પ્રેરક તો છે જ. માંસની દુકાનમાં લટકતા મડદાઓ જોઇને તો ચીતરી જ ચડે. માછલીઓની ભયંકર દુર્ગધથી જ માથું ફાટી જાય, મન વિચારે ચડી જાય : જેની ગંધથી જ માથું ફાટી જાય છે, જે દેશ્યો જ આંખને દીઠેય ગમતા નથી, એ પદાથોં માણસ કેમ ખાતો હશે ? માંસાહાર માણસ માટે કુદરતી કહેવાય કે અકુદરતી ? તે હવે જોઇએ... બધા જ પ્રાણીઓ કાંઇ માંસાહારી નથી. ગાય, ભેંસ, બકરી, ઘોડા, હાથી, જિરાફ વગેરે શાકાહારી પ્રાણીઓ છે. સિંહ, વાઘ, ચિત્તા, બિલાડી વગેરે માંસાહારી પ્રાણીઓ છે. હવે બંનેના શરીરોમાં તુલના કરી જુઓ. માણસનું શરીર કોના જેવું છે ? માંસાહારી પ્રાણીઓ જેવું કે શાકાહારી પ્રાણીઓ જેવું ? માંસાહારી પ્રાણીઓના પ્રતીકરૂપે બિલાડીને યાદ કરો અને શાકાહારી તરીકે ગાયને યાદ કરો. બિલાડીના દાંત કેવા છે ? ને ગાયના દાંત કેવા છે ? માણસના દાંત ગાયને મળતા આવે છે કે બિલાડીને ? બિલાડી (કોઇપણ માંસાહારી પ્રાણી) જીભથી લપ-લપ કરીને પીએ છે જયારે ગાય હોઠથી પીએ છે. માણસને જો પીવું હોય તો કોની જેમ પીએ ? બિલાડીની જેમ જીભ કાઢીને કે ગાયની જેમ હોઠથી ? હવે તમે જ કહો : માણસના શરીરની રચના બિલાડીને મળતી આવે છે કે ગાયને ? જો ગાયને મળતી આવતી હોય તો માણસ કુદરતી રીતે શાકાહારી કહેવાય કે માંસાહારી ? માંસાહાર માણસ માટે કુદરતી નથી જ નથી. હિંસા, પ્રમાદ આદિ અનેક દોષોની ખાણ છે, માંસાહાર. માટે જ પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધીના વિચારક પંડિતો એનો વિરોધ કરતા રહ્યા છે. ઉપદેશધારા + ૬૪ ઉપદેશધારા + ૬૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ જે મનુ’ શબ્દ પરથી “માનવ’ શબ્દ આવ્યો હોવાનું વૈયાકરણીઓ કહે છે, તે મનુ મહારાજે માંસ માટે સખત નારાજગી બતાવી છે. માંસ શી રીતે મળે ? પ્રાણીની હિંસા વિના માંસ મળી શકે ? પ્રાણીની હિંસા સ્વર્ગે લઇ જાય કે નરકે ? ઓ માંસાહારીઓ ! તમે નિરાંતે માંસ આરોગો છો, પણ એની પ્રક્રિયા તો જુઓ ! તરફડતા પશુઓ ! કૂરપણે થતી તેમની હિંસા ! એકવાર તમે જો આ દૃશ્ય ધ્યાનપૂર્વક જોશો તો તમને કદી જ માંસ ખાવાનું મન નહિ થાય. જો તમારા હૃદયમાં થોડી પણ સંવેદના હશે તો તમે એને હંમેશ માટે છોડી દેશો. જુઓ મનુ મહારાજના શબ્દો : नाऽकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ।। ४८ ॥ समुत्पत्तिं च मांसस्य, वध-बन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्व मांसस्य भक्षणात् ॥ ४९ ॥ જીવોની હત્યા કર્યા વિના કદી માંસ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીની હત્યા કદી સ્વર્ગ આપી શકે નહિ માટે માંસ છોડી દો. માંસની ઉત્પત્તિ, તે પૂર્વે પ્રાણીઓનો થતો વધ અને બંધનને જોઇને સર્વ પ્રકારના માંસનો ત્યાગ કરો. ઘણાનો પ્રશ્ન હોય છે : અમે તો માત્ર માંસ ખાઈએ છીએ, બકરા કાપતા નથી, પશુ-હત્યા કરતા નથી, પછી અમને શી રીતે પાપ લાગે ? ગૌતમ બુદ્ધે પોતાના ભિક્ષુઓને આ રીતે ખાવાની આજ્ઞા આપી જ છે ને ? બસ, માત્ર તમારા માટે પશુ-હત્યા થયેલી ન હોવી જોઇએ. આમ સમજીને ખાનારો માણસ ઘણી મોટી ભ્રમણામાં જીવે છે. ભલા માણસ ! ખાનારો જ ન હોય તો કાપનારો ક્યાંથી આવવાનો ? કાપનારને તો પાપ લાગે જ, પણ ખાનારને પણ લાગે. ગૌતમ બુદ્ધ જો આ રીતે ખાવાની આજ્ઞા આપી હોય તો એ પણ ખોટું જ છે. ખોટું હોય તે કોઇપણ રીતે ખોટું જ રહેવાનું, ભલે ને ગમે તેટલા મોટા માણસે તેમ કહ્યું હોય. કાચ કાચ જ રહેવાનો. ભલે ગમે તેટલો મોટો માણસ એને હીરો કહે ! કહેવાથી વસ્તુસ્થિતિમાં કશો ફરક પડતો નથી. કોઇના કહેવાથી વાસ્તવિકતા બદલાતી નથી. આ સ્થળે બુદ્ધને નહિ પણ મનુને યાદ કરવા જેવા છે. મનુ કહે છે કે માત્ર કાપનારો જ હિંસક નથી, એની સાથે બીજા સાત જણા હિંસક ગણાય છે. એ સાતમાં ખાનારો પણ છે. જુઓ મનુની મનનીય વાણી : अनुमन्ता, विशसिता निहन्ता, क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च, खादकश्चाऽष्ट घातकाः ॥ (૧) અનુમોદના કરનારો, (૨) કટકા કરનારો, (૩) કાપનારો, (૪) ખરીદનારો, (૫) વહેંચનારો, (૬) પકાવનારો, (૭) પીરસનારો અને (૮) ખાનારો. આ આઠેય જણા હિંસક કહેવાય છે. (કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ માંસાહારના વિરોધમાં આ શ્લોક યોગશાસ્ત્રમાં ઉદ્ધત કર્યો છે.) - મનુસ્મૃતિ (૫/૫૧) માંસ ક્યારેય ઝાડની ડાળી પર થતું નથી કે ખાણમાંથી નીકળતું નથી કે પત્થરમાંથી પેદા થતું નથી. માંસ મેળવવા અવશ્ય પશુ-વધ કરવો જ પડે છે. માટે જ એ ભયંકર પાપ છે, આવો વિચાર મહાભારતના કર્તા વેદવ્યાસે પણ દર્શાવ્યો છે : न हि मांसं तृणात्, काष्ठाद् उपलाद् वाऽपि जायते । हत्वा जन्तुं ततो मांसं, तस्माद् दोषस्तु भक्षणे ॥ માંસ ક્યારેય ઘાસ, લાકડું કે પત્થરમાંથી પેદા થતું નથી. | (ઇંડાને વનસ્પતિ આહાર કહેનારાઓ ! તમે આ સાંભળો છો ?) તે જીવની હત્યા કરવાથી જ મળે છે. માટે તે ખાવામાં મોટો દોષ છે. - મહાભારત (અનુશાસન પર્વ, ૧૧૫/૨૪) ઉપદેશધારા કે ૬૬ ઉપદેશધારા + ૬૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ આ વેદવ્યાસે માંસ-ત્યાગ માટે લખેલું બીજું પણ સમજવા જેવું છે: सर्वे वेदा न तत् कुर्युः सर्वे यज्ञाश्च भारत । यो भक्षयित्वा मांसानि, पश्चादपि निवर्तते ।। હે ભારત ! જે માણસ પહેલા માંસ ખાતો હોય અને પછીથી તેનો સંપૂર્ણ પરિત્યાગ કરી દે તેને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે પુણ્ય સર્વ વેદો કે સર્વ યજ્ઞો પણ પ્રાપ્ત કરાવી શકે નહિ.' - મહાભારત (અનુશાસન પર્વ, અધ્યાય-૧૧૫) અમે ભલે માંસ ખાતા હોઇએ, પણ સાથે-સાથે અમે પૂજાપાઠ કરીએ છીએ, યજ્ઞો કરીએ છીએ, વેદો ભણીએ છીએ, બ્રાહ્મણોને દક્ષિણા આપીએ છીએ તો અમારું માંસનું નાનકડું પાપ ધોવાઇ નહિ જાય ? પેલા રામકૃષ્ણ પરમહંસ કાલી દેવી પાસે ધરેલું માંસ ખાતા જ હતા ને ? પેલા સ્વામી વિવેકાનંદ પણ માંસાહાર કરતા જ હતા ને ? એમણે તો એક સ્થળે એવું પણ કહી દીધું છે, જો માંસના એક ટુકડા માત્રથી ઇશ્વર નારાજ થઇ જતો હોય તો મારે એવા મુર્ખ ઇશ્વરની કોઈ જ જરૂર નથી.' આવી વાતો કહેનારા કે વિચારનારા એક વાત સમજી લે કે ગમે તેવો મોટો માણસ હોય, ગમે તેટલો પ્રસિદ્ધ હોય. ચાહે તે બુદ્ધ હોય, રામકૃષ્ણ પરમહંસ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, પણ ખોટું તે ખોટું જ રહેવાનું. મોટો ઝવેરી પણ કાચને લાખ વાર હીરો કહે તો પણ કાચ હીરો ન બને. કોઇ તેનાથી પ્રભાવિત થઇને કાચને હીરો માની લે તો જુદી વાત છે, પણ આપણા માનવા કે નહિ માનવા સાથે વાસ્તવિકતાને કોઇ સંબંધ નથી. માંસ-ભક્ષણ ત્યાગ અને યજ્ઞાદિની તુલનામાં માંસત્યાગને શ્રેષ્ઠ બતાવનાર મહાભારતકાર કહે છે : इष्टं दत्तमधीतं च, क्रतवश्च सदक्षिणाः । अमांसभक्षणस्यैव, कलां नाऽर्हन्ति षोडशीम् ॥ યજ્ઞ, દાન, વેદ અભ્યાસ, દક્ષિણાયુક્ત અનેક યજ્ઞો - આ બધું મળીનેય માંસભક્ષણ ત્યાગના સોળમા ભાગ જેટલા પણ ન થઇ શકે. - મહાભારત (અનુશાસન પર્વ, અધ્યાય-૪૫) માંસાહારીઓની મુખ્ય દલીલ છે : માંસાહાર બળપ્રદ છે. શાકાહારી લોકો ઢીલાપોચા હોય છે. માંસાહારીઓ બળવાન અને હિંમતબાજ હોય છે. આ દલીલમાં કેટલે અંશે તથ્ય છે, તે આપણે જોઇએ. ચાણક્ય લખ્યું છે : अन्नाद् दशगुणं पिष्टं, पिष्टाद् दशगुणं पयः । पयसोऽष्टगणं मांसं, मांसाद् दशगुणम् घृतम् ॥ અનાજથી દસગણું બળ લોટમાં, લોટથી દસગણું બળ દૂધમાં અને દૂધથી આઠગણું બળ માંસમાં અને માંસથી દસગણું બળ ઘીમાં હોય છે. (આ બળ માત્ર પચાવવાની અપેક્ષાએ કહ્યું હોય એમ લાગે છે. જે જે વસ્તુ પચવામાં ભારી છે તેને ક્રમશઃ વધુ બળપ્રદ માની હોય તેમ જણાય છે.) - ચાણક્યનીતિ (૧૦/૧૯) ટકાવારીની દૃષ્ટિએ નીચે પ્રમાણે કહી શકાય : બદામમાં ૯૧%, ચણા-ચોખા-માખણ-ઘીમાં ૮૫%, ઘઉં-મકાઇમાં ૮૬%, કિસમિસમાં ૭૩%, મલાઇમાં ૬૯%, માંસમાં ૨૯%, ઇંડામાં ૨૬% અને માછલીમાં ૧૩% શક્તિ માનવામાં આવી છે. ડૉકટર ફોર્ડ એમ.ડી.એ કહ્યું છે : વટાણા, ચણા આદિ ધાન્યોમાં ૨૩ થી ૩૦ ટકા નાઇટ્રોજન, ૫૦ થી ૫૮ ટકા નશાસ્તા અને ત્રણ ટકા જેટલા લગભગ મીઠાવાળા પદાર્થ હોય છે. પરંતુ માંસમાં નાઇટ્રોજન ૮ થી ૯ ટકા હોય છે તથા નશાસ્તા તો નહિવતુ હોય છે. આથી માંસ મગજની નસોને શક્તિ પહોંચાડી શકતું નથી. આથી જ માંસાહારી કરતા શાકાહારી (ખરેખર અન્નાહારી શબ્દ જોઇએ) વધુ નિરોગી, દીર્ધાયુષી અને બળવાન હોય છે. ઉપદેશધારા + ૬૮ ઉપદેશધારા + ૬૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ શાકાહારી કમજોર હોય છે, એ વાત જૂઠી સાબિત કરતા અનેક ઉદાહરણો જોવા મળશે. છાતી પર હાથી ઉભો રાખી શકનાર, ચાલતી મોટરને સાંકળથી રોકી લેનાર મહાબળવાન પ્રો. રામમૂર્તિ શુદ્ધ શાકાહારી હતા. મહાબલિ મરહઠે પણ માંસ ખાતા ન્હોતા. ઇતિહાસમાં નજર કરીશું તો અનેક શુદ્ધ શાકાહારી મહાપુરુષો આપણને મળી આવશે. રાજા વિક્રમાદિત્ય, સમ્રાટ અશોક વગેરે શાકાહારી હતા. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ (આજે જો કે કેટલાક આર્યસમાજીઓ પણ માંસ ખાય છે. દયાનંદના મૃત્યુ પછી એમનો આર્યસમાજ માં પાર્ટી અને ઘાસપાર્ટીમાં વહેંચાઇ ગયો હોવાનું જાણવા મળે છે.) શીખપંથના સ્થાપક નાનક, ગ્રીસના પ્રાચીન ચિંતક સોક્રેટીસ, એરિસ્ટોટલ, મિ. એડીસન આગામી ભવમાં જેમણે જૈન કુળમાં જન્મ લેવાની ઇચ્છા વ્યક્ત કરેલી તે ઈંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર સર બનાર્ડ શો, જનરલ બોથા, બ્રિગેડીયર ઉસ્માન તથા ભારતની આઝાદીના મુખ્ય પ્રણેતા ગાંધીજી, ભૂદાન આંદોલનપ્રવર્તક વિનોબા ભાવે, ભારતના વડાપ્રધાન સ્વ. શ્રી મોરારજી દેસાઇ વગેરે તો શુદ્ધ શાકાહારી હતા જ, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જર્મનીનો પેલો એડોલ્ફ હિટલર પણ શાકાહારી હતો. ભારતની પ્રથમ અવકાશયાત્રી કલ્પના ચાવડા પણ શાકાહારી જ છે. પ્રાણીઓમાં પણ નજર કરીશું તો જણાશે : માંસાહારી કરતાં શાકાહારી પ્રાણીઓ અધિક વૈર્યવાન હોય છે. સિંહ, સાપ, વાઘ વગેરે માંસાહારી પ્રાણીઓની અપેક્ષાએ હાથી, ઊંટ, બળદ, ઘોડા વગેરે અધિક ભાર ઉઠાવી શકે છે. ધૈર્ય વિના ભાર ઉઠાવી શકાય નહિ. યુરોપની બ્રુસેલ્સ યુનિવર્સિટી આદિ સ્થળોએ જે પરીક્ષાઓ થઇ છે, તેમાં પણ માંસાહારીઓથી શાકાહારી જ શ્રેષ્ઠ જણાયા છે. આ પરીક્ષાઓમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓ બેઠેલા. એમાંથી પાંચ હજાર માત્ર શાક, ફળ, ફૂલ, અનાજ આદિ પર તથા બીજા પાંચ હજારને માંસાહાર પર રાખવામાં આવેલા. છ મહિના પછી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે શાકાહારીઓ બધી બાબતમાં આગળ પડતા રહ્યા. માંસાહારીઓમાં ક્રોધ, ક્રૂરતા આદિ દુર્ગણ તથા શાકાહારીઓમાં ક્ષમા, દયા, પ્રેમ આદિ સગુણ વિશેષરૂપે જોવા મળ્યા. (એક કરોડ એંસી લાખ યહુદીઓની કતલ કરનાર હિટલર શાકાહારી હતો. શાકાહારીઓમાં પણ હિટલર જેવો કોઇક ક્રૂર હોઇ શકે અને માંસાહારીઓમાં પણ કોઇક પ્રેમાળ હોઇ શકે, પણ આ અપવાદ છે. અપવાદ કદી રાજમાર્ગ ન બની શકે. શાકાહારીઓ મોટેભાગે દયાળુ અને ક્ષમાશીલ હોય છે, જયારે માંસાહારીઓ મોટેભાગે દૂર અને હિંસક જોવા મળે છે. એ તો આપણને પ્રત્યક્ષ દેખાય છે.) હિટલરે માંસાહારનો ત્યાગ કરેલો તે કંઇ જીવદયાના કારણે નહિ પણ તેને લાગ્યું કે માંસાહાર કરવાથી પસીનામાંથી ભયંકર દુર્ગધ આવે છે. એ દુર્ગધ રોકવા જ તેણે માંસાહારનો ત્યાગ કરેલો. માંસાહારથી માત્ર દુર્ગધ જ આવે છે એવું નથી, પણ અનેકાનેક પ્રકારના રોગો પણ સંભવે છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ તો માંસાહારને વજર્ય ગણ્યો જ છે, પણ આજે મહર્ષિઓની વાત કોણ માને છે ? આજનો બુદ્ધિજીવી માણસ મહર્ષિઓની વાત પર નહિ, આજના ડૉકટરો કે વૈજ્ઞાનિકોની વાત પર વધુ ભરોસો રાખે છે. માંસાહારને કારણે હાર્ટની કેટલી બિમારીઓ થાય છે તે પણ જાણવા જેવું છે : માંસાહારીઓનું હૃદય શાકાહારીઓના હૃદય કરતા દસગણું અધિક જોરથી ધડકે છે. એક મિનિટનું વિચારીએ તો માંસાહારીઓનું ઉપદેશધારા + ૭૦ ઉપદેશધારા + ૭૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ હૃદય ૧૦ ગણું અધિક ચાલે છે. તો એક કલાકમાં ૬૦૦ ગણું વધુ ચાલે છે. પરિણામે શરીરના યંત્રો ઘસાઇ જાય છે. - મિ. જે. એચ. ઓલીવર મગજ અને જ્ઞાનતંતુઓ પર માંસાહારની બહુ જ ખરાબ અસર પડે છે અને એજ કારણે માંસાહારી દેશોમાં ગાંડપણના રોગો વધુ જોવા મળે છે. સરકારી સૂત્ર પ્રમાણે ઇંગ્લેન્ડની પ્રજામાં દર ૨૫૦ માણસોએ એક માણસ ગાંડો હોય છે અને દર પાંચ ગુનેગારોમાં એક ગાંડો હોય છે. એજ રીતે સ્કૂલમાં ભણનાર વિદ્યાર્થીઓની તપાસ કરતા ઇંગ્લેન્ડમાં લગભગ દોઢ લાખ બાળકો કમજોર મગજવાળા જણાયા છે. - ડૉ. રેન્ડોલ સંધિવાતમાં પણ માંસાહાર સારો એવો ભાગ ભજવે છે. જલોદર વગેરે લીવર તથા કીડની સાથે સંબંધ રાખનાર રોગનું મુખ્ય કારણ યુરીક એસિડ ગણવામાં આવ્યું છે અને યુરીક એસિડ માંસાહારમાં અધિક હોવાથી માંસાહારીઓમાં સંધિવાત વધુ જોવા મળે છે.' માંસ જેવા નાઇટ્રોજનવાળા પદાર્થોમાંથી લીવર, કીડની તથા એવા જ બીજા અવયવો પર પણ અધિક ભાર પડે છે અને એથી સંધિવા તથા કીડની સંબંધી બીજા રોગો ઉત્પન્ન થાય છે. - ડૉ. વોનનુરડન | ડૉકટરોના આવા અનેક નિષ્કર્ષો પછી પાશ્ચાત્ય દેશોમાં માંસાહારથી લોકો પાછા ફરી રહ્યા છે. જયારે ભારતમાં આથી ઉર્દુ થઇ રહ્યું હોય તેમ જણાય છે. હમણાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ જાહેર કર્યું છે કે અવકાશયાત્રામાં શાકાહાર જ અનેકાનેક દૃષ્ટિએ ઉપયુક્ત છે, બળપ્રદ છે અને નિરોગી છે. -: પ્રેરણા બિંદુ :સંજય ગાંધીના વિધવા મેનકા ગાંધીએ એક સ્થળે પોતાનો ચોટદાર અનુભવ જણાવ્યો છે : એક વખત હું અમેરિકામાં એક હોટલમાં જમવા ગઇ. મને પૂછવામાં આવ્યું : “શાકાહાર લેશો કે માંસાહાર ?' મેં કહ્યું : શાકાહાર. (યાદ રહે કે આ મેનકા પહેલા માંસાહારી હતાં, પણ પછીથી હૃદયમાં જીવદયા જાગતા શાકાહારી બન્યા છે.) વેઇટરે થાળી આપી. થાળીમાં ઇંડા જોઇ હું ચમકી ઉઠી. મેં કહ્યું : આ ઇંડા ન જોઇએ. મેડમ ! આ ક્યાં માંસ છે ? ઇંડા તો માંસાહારનો ત્યાગ કરનારા પણ ખાય છે.' ‘હું ઇંડા પણ નથી ખાતી.’ મેં શાંતિથી કહ્યું. ‘એમ ? તો શું તમે જૈન છો ?” જૈન શબ્દ સાંભળતાં જ હું ચમકી ઊઠી. ભારતની અત્યંત લઘુમતીમાં રહેલા જૈન ધર્મની છાપ વિદેશની ધરતી પર પણ ઉત્કૃષ્ટરૂપે જોઇ હું ગદ્ગદ્ બની ઊઠી. પણ ભારતમાં મને આનાથી તદ્દન ઉલ્ટો અનુભવ થયો. હોટલમાં એક વ્યક્તિ નોન-વેજ ખાઇ રહી હતી. તેના કપાળે પીળો ચાંલ્લો જોઇ મેં પૂછ્યું : તમે જૈન છો ? જવાબ મળ્યો, ‘હા’ ‘તો પછી નોન-વેજ કેમ ખાઓ છો ? મેં તો સાંભળ્યું છે કે જૈનો ચુસ્ત શાકાહારી હોય છે.” પેલા જૈને કહ્યું, ‘સાચી વાત છે તમારી. મારા ઘરમાં કોઇ નોનવેજ નથી ખાતું, પણ મને જ આદત પડી ગઈ છે. ઘરમાં તો એ મળે નહીં. એટલે આવી હોટલમાં આવી એ શોખ હું પૂરો કરું .” ઉપદેશધારા * ૭૨ ઉપદેશધારા + ૭૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મેં તેને પેલી અમેરિકાની ઘટના કહી સંભળાવી. આથી તે શરમાયો અને તેણે હવેથી કદી માંસાહાર નહિ કરું એવી ખાત્રી આપી. આવા કેટલાય ગુમરાહ જૈન યુવાનો હશે, જે માંસાહારના રવાડે ચડી ગયા હશે. આવા યુવાનો જયારે-જયારે મને મળે છે, ત્યારે ત્યારે હું અચૂક એમને ઉપરના દાખલાઓ સમજાવું છું. શું મેનકા ગાંધીના આ સત્ય દષ્ટાંત પરથી આજના જૈન યુવકો કાંઇ બોધપાઠ લેશે ? ધૂમ્રપાન આજે છેલ્લી વાંચના છે. છેલ્લી વાંચનામાં ગુરુ-દક્ષિણા તરીકે શું આપશો ? હું માનું ? માત્ર આજ્ઞાપાલન માગું છું. તમે ગુરુની આજ્ઞાને સદા સ્વીકારવા તત્પર રહો, એટલી જ અપેક્ષા છે. પૂ. કનકસૂરિજી વખતે આજ્ઞા-પાલન અત્યંત સહજપણે થતું. પૂ. કનકસૂરિજી હળવદમાં હતા, એ કેક સાધ્વીજીના સુ મને ચાતુ માસ માટે કહેતા હતા અને બધાં જ તહત્તિ કરીને સ્વીકારતાં હતાં. આ જોઈને પૂ. પ્રેમસૂરિજીના કાંતિવિજયજી સ્તબ્ધ બની ગયેલા : અમારે સાધુઓને ચાતુમાસ માટે ગોઠવણી કરવી હોય તો લોહીના પાણી થઈ જાય. એના સ્થાને આટલું સહજ આજ્ઞા-પાલન ? એ પણ સાધ્વીજી જતમાં ? - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૩૫૨) આજે મશીનોએ માણસનો ઘણો સમય બચાવી લીધો છે, સુખ-સગવડો પણ ઘણી વધારી દીધી છે. ચાલવું હોય, લખવું હોય, કોઇને મળવું હોય, ગણિત કરવું હોય, ખેતી કરવી હોય કે સંદેશો પહોંચાડવો હોય દરેક સ્થળે યંત્ર હાજર છે. સમયનો અઢળક બચાવ કરી આપે છે આ યંત્રો, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે બચેલા સમયનું માણસ કરે છે શું ? વ્યસનો અને ફેશનોમાં ગળાડૂબ ફસાયેલા આજના માણસને જોઇને એવું નથી લાગતું કે યંત્રો એના માટે અભિશાપ બની ગયા છે ? કેટ-કેટલા વ્યસનોથી ઘેરાયેલી છે આજની પેઢી ? વ્યસનો સેવીને બરબાદી જ નોતરવી હોય તો સમય બચાવવાનો અર્થ શો ? બચેલા સમયમાં આખરે સિગરેટો જ ફૂંકવી છે ને ? આખરે પાનમસાલા કે ગુટખાઓ જ ચગળવા છે ને ? બીડી, સિગારેટો, પાન-મસાલાઓ, ગુટકાઓ, ચીરૂટો વગેરે માણસ જાતને નીચોવી નાખતી જળો છે. માત્ર સમયને જ નહિ, સ્વાથ્યને પણ બરબાદ કરી મૂકે છે. પોતાની પ્રજાના સ્વાથ્યનું અનેક પ્રકારની નશાખોરીથી નિકંદન નીકળતું જોઇ અમેરિકન સરકાર તો સ્તબ્ધ થઇ ગઇ છે. નશાખોરી ડામવા માટે ત્યાં મોટી ઝુંબેશ ચાલી રહી છે. હું તો ઘણી વાર ભાવવિભોર બની જઉ. કેવી સુંદર મજાની આપણને પરંપરા મળી, જયાં બચપણથી જ દર્શન-વંદન-પૂજનના સંસ્કારો મળ્યા. આના કારણે જ ભક્તિ મુખ્ય બની. - ભક્તિને જીવનમાં પ્રધાન બનાવજો. જો આગળ વધવું હોય, જો પંડિત બનવા ગયા, ભક્તિ છોડી દીધી તો અભિમાન આવ્યા વિના નહિ રહે. અભિમાનથી કદી વિકાસ થતો નથી. હા, વિકાસનો આભાસ જરૂર થાય છે. એક ભક્તિ આવી ગઈ તો કું આવી ગયું. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૩૫ ર) તા. ૨૭-૧૧-૨000 ઉપદેશધારા * ૭૪ ઉપદેશધારા + ૭૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ દારૂ, તમાકુ વગેરે નશાખોરીની જડ છે. અનેકાનેક નશાકારી ચીજમાં વપરાતો આ તમાકુ ક્યારથી શરૂ થયો ? શું ભારતમાં પહેલેથી જ હતો ? રામાયણ અને મહાભારતના કાળમાં પણ હતો ? દારૂની વાત તો આવે છે, પણ તમાકુની વાત જોવા મળતી નથી. તમાકુ હમણાં છેલ્લા પાંચસો વર્ષથી વિશ્વમાં ફેલાયો છે. એનો ઇતિહાસ જાણવા જેવો છે. જયારે અમેરિકા અંધારામાં ડૂબેલું હતું. ભારતમાં મોગલ સલ્તનતના મંડાણ થવાની તૈયારી હતી, ત્યારે યુરોપના સાહસિક અમેરિકા-શોધક કોલંબસે (ઇ.સ. ૧૪૯૨, વિ.સં. ૧૫૪૮) ક્યુબા નામનો ટાપુ શોધી કાઢયો. કોલંબસે જોયું કે ત્યાંના જંગલી મનુષ્યો પાંદડાઓને મોંઢામાં લપેટીને ધૂમાડા કાઢે છે. કોલંબસને ખૂબ જ નવાઇ લાગી. નવાઇભરી વસ્તુથી તે પ્રભાવિત થયો. કેટલાક પાંદડા અને છોડ તે યુરોપમાં લાવ્યો. લોકોને ધૂમાડા કાઢવાનું પસંદ પડ્યું. એનાથી નશો પણ મળતો હતો અને ટાઇમપાસ પણ થતો હતો. જોતજોતામાં તે બધે ફેલાઇ ગયું. ઇ.સ. ૧૪૯૪ (વિ.સં. ૧૫૫૦)માં તેણે બીજીવાર અમેરિકાની યાત્રા કરી ત્યારે તેણે ત્યાંના લોકોને તમાકુ સૂંઘતા જોયા. આથી યુરોપની સ્ત્રીઓ પણ તમાકુ સુંઘવા લાગી. ઇસ. ૧૫૦૩ (વિ.સં. ૧૫૫૯)માં સ્પેનીશ લોકો “પેરાગુઆ’ પર વિજય મેળવવા ગયા. ત્યાંના સિપાઇઓ તમાકુ ખાતા હતા અને શત્રુની આંખમાં તમાકુનો રસ ઘૂંકતા હતા. ત્યારથી યુરોપમાં તમાકુ ખાવાનો રિવાજ શરૂ થયો. ધીરે-ધીરે આ ત્રણેય આદતો | (તમાકુ સુંઘવાની, પીવાની અને ખાવાની) આખી દુનિયામાં ફેલાઇ ગઇ. આથી જ રામાયણ, મહાભારત આદિ પ્રાચીન ગ્રંથોમાં તમાકુનું નામ ક્યાંય આવતું નથી. અરે... અમરસિંહના અમરકોશમાં, ધનપાલની ધનંજયનામમાલામાં કે હેમચંદ્રસૂરિજીની અભિધાનચિંતામણિનામમાલામાં પણ ક્યાંય ‘તમાકુ' શબ્દ આવતો નથી. મુસલમાનો હુક્કો પીતા હતા તેવું વર્ણન શિવરાજવિજય કાવ્યમાં મળી આવે છે. શરૂઆતમાં તો માણસ શોખથી, કુતુહલથી કે દેખાદેખીથી બીડી કે સિગરેટો શરૂ કરી દે છે, પણ પછીનું કાર્ય એના હાથમાં નથી રહેતું. પહેલા માણસ બીડી સિગારેટ કે બીજું કંઇ પણ પીએ છે, પણ પછી તે વસ્તુઓ માણસને પીએ છે. અઢી ઇંચની બીડી છ ફૂટના માણસને પોતાની ટચલી આંગળીએ નચાવે છે. સિગરેટ આદિની આદતથી માણસ એટલો બધો મજબુર થઇ જાય છે કે પોતાની આદત સંતોષવા ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. પહેલા વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૬) પછી ફ્રાંસની ઘટનાઓ આંખો ઉઘાડી નાખે તેવી છે. ફ્રાન્સની સ્ત્રીઓ સિગરેટની એટલી વ્યસની બની ગઈ હતી કે એક સિગરેટ ખાતર પોતાનું સતીત્વ સુદ્ધા આપી દેવા તૈયાર થઇ જતી. એક વખત હુબલીથી કુંભોજગિરિ છ'રી પાલક સંઘમાં સોલાપુર ખાતે (મહારાષ્ટ્રનું નહિ, કર્ણાટકનું સોલાપુર) અમારો ખેતરોમાં પડાવ હતો. ખેતરો લીલાછમ હતા, પણ ક્યાંય વાડ નહિ, પાકથી લીલાછમ પણ વાડ વગરના ખેતરો જોઇને કોઇને પણ આશ્ચર્ય થાય. પૂછવામાં આવ્યું : “આ ખેતરોને વાડ કેમ નથી ?' ‘મહારાજ ! આ ખેતરોને વાડની જરૂર નથી. કારણ કે આ તમાકુના ખેતરો છે. તમાકુના છોડને માણસ સિવાય કોઇ ખાતું નથી. ગાય-ભેંસ તો નહિ, પણ ગધેડા પણ ન ખાય.” આ સાંભળતાં જ મન ચકરાવે ચડી ગયું : ગધેડા પણ જે ન ખાય, એ માણસ ખાય ? પશુ જેટલી પણ વિવેક-શક્તિ માણસ પાસે નહિ ? હદ થઇ ગઇ ! “અરે ! તું તો ગધેડા જેવો છે, ઢોર જેવો છે' એવું બોલનારો માણસ પશુઓનું અપમાન કરતો હોય તેમ નથી લાગતું ? ઉપદેશધારા * ૭૬ ઉપદેશધારા + ૭૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ પશુઓ પાસે અંતઃકરણની વિશિષ્ટ શક્તિ હોય છે. આથી જ તેઓ ઝેરી પદાર્થોથી મોટેભાગે દૂર રહે છે. ધ્રાણશક્તિ દ્વારા એમને ખ્યાલ આવી જાય છે કે આ પદાર્થ મારા કામનું નથી. બકરી અને ઊંટ માટે એમ કહેવાય છે કે “ઊંટ મેલે આકડો, બકરી મેલે કાંકરો’ આકડાને છોડીને ઊંટ બધું જ ખાય, કાંકરાને છોડીને બકરી બધું જ ખાય. આમ છતાંય તેઓ તમાકુના છોડ ન ખાય. એમનું અંતઃકરણ એમને તમાકુ ખાતા રોકે છે. પશુઓનું અંતઃકરણ ખરેખર સાચું છે. તમાકુમાં અનેક પ્રકારના ઝેર રહેલા છે તે તો પૂરવાર થઇ ગયેલી હકીકત છે. ભારત સરકાર દ્વારા સત્તાવાર પ્રકાશિત પત્રિકામાં આવેલો નીચેનો ઉલ્લેખ વાંચવા જેવો છે : તમાકુમાં અનેક પ્રકારના ઝેર છે અને તેના અનેક પ્રકારના કુપ્રભાવો પણ છે, તે નીચેનું વાંચવાથી સમજાશે. (૧) નિકોટીન વિષ : આનાથી કેન્સર થાય છે. (૨) કાર્બન મોનોકસાઇડ વિષ : હાર્ટની બીમારી, દમ-શ્વાસના રોગો, આંખોની નજર ઘટવી વગેરેનું કારણ છે. (૩) માર્શ ગેસ વિષ : શક્તિ નષ્ટ થઈને નપુંસકતા આવે છે. (૪) અમોનિયા વિષ : પાચનશક્તિ અને લીવર બગડે છે. (૫) કોલીડીન વિષ : માથું ચક્કર-ચક્કર ફરે છે, નસ કમજોર થાય છે. (૬) પીરિડીન વિષ : દાંત બગડે છે અને પેટમાં કબજીયાત થાય છે. (૭) કાર્બોલિક એસિડ વિષ : અનિદ્રા, સ્મરણશક્તિનો વિનાશ અને સ્વભાવ ચીડિયો થાય છે. (૮) પરફેરોલ વિષ : દાંત પીળા, મેલા અને નબળા થાય છે. (૯-૧૦) એકાલિન અને સાયલોજન વિષ : લોહી ખરાબ થાય છે. (૧૦-૧૧) કુરકુરલ વિષ અને પ્રસિક એસિડ વિષ : થાક, જડતા અને ઉદાસીનતા પેદા થાય છે. તમાકુમાં આવતા બીજા અનેક ઝેરોથી ખાંસી, ટી.બી., અંદરના સોજા, લકવા તથા લોહીનું પાણી વગેરે અનેક રોગો થાય છે. આ ઉલ્લેખ તા. ૧૧-૦૨-૧૯૬૫ ભારત સરકાર દ્વારા પ્રકાશિત પત્રિકામાં થયેલો છે. હજુ આપણે જોઇએ : આ ઝેર કેટલા ખતરનાક હોય છે ? એક વૈજ્ઞાનિક ત્યાં સુધી કહે છે કે એક રતલ શુદ્ધ તમાકુમાં ‘નિકોટીન” નામનું ઝેર એટલા પ્રમાણમાં રહેલું હોય છે કે માત્ર ત્રણ મિનિટમાં ૨૫00 કૂતરાઓને મારી નાખવામાં સમર્થ છે. બીજું ઝેર ‘કોલોડાઇન’ છે, જેના એક ટીપાનો વીસમો ભાગ, ઇલેક્ટ્રીક લાગે તેવો ધક્કો પેદા કરીને દેડકાને મારી નાખે છે. બીજું ઝેર ‘ફરફરોલ’ પણ બહુ જ નુકશાન કરે છે. અમેરિકામાં તમાકુના લાખો મણ રસથી પાકને બગાડતા કીડા મરી જાય છે. હાટનાટાટમાં રહેનારા માણસો તમાકુના તેલથી સાપોને મારે છે. તેલના એક ટીપાથી કાળો નાગ મરી જાય છે. શિકાગોના શરીરશાસ્ત્રીના મત પ્રમાણે તમાકુમાં જે નિકોટીન ઝેર હોય છે, તેના એક ઔન્સનો માત્ર ચારસોમો ભાગ જો ઇજેકશન દ્વારા માણસના લોહીમાં ભેળવી દેવામાં આવે તો તે માણસ મરી જશે. આનો ૧/૩ ભાગ ઝેર દરેક સિગારેટમાં હોય છે. અમેરિકાના ડૉ. ઐસે કહ્યું છે : ‘માત્ર એક સિગારેટથી ૧૮ મિનિટ આયુષ્ય ઓછું થાય છે.' માણસ રોજની ૧૦ સિગારેટ પીતો હોય તો મહિને કેટલી મિનિટ ? વરસે કેટલી મિનિટ ? ૨૦ વરસે કેટલી મિનિટ ? હિસાબ કરી લેજો . માણસ સિગારેટમાં માત્ર આયુષ્ય વેડફતો જ નથી, ઓછું પણ કરે છે. સમજાતું નથી માણસને જિંદગી વહાલી હશે કે સિગારેટ ? આ તો માત્ર સિગારેટની જ વાત થઈ. ચીરૂટ વગેરેનો નંબર તો એનાથી પણ આગળ છે. ઉપદેશધારા * ૭૮ ઉપદેશધારા * ૭૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ શિકાગોમાં એક શરીરશાસ્ત્રી લખે છે : સિગારેટ પીનારના હૃદયને ૨૪ કલાકમાં ૩ હજાર વાર વધારે ધડકવું પડે છે. કારણ, નિકોટીનથી હૃદયની ગતિ વધી જાય છે. એવું નથી કે સિગારેટ પીનારો માત્ર પોતાને જ નુકશાન કરે છે તે હવામાં પ્રદૂષણ ફેલાવીને બીજાના સ્વાથ્ય માટે પણ ખતરો ઉભો કરે છે. બે બ્રિટીશ ડૉકટરોએ કહ્યું છે કે જો કોઇ ઓરડામાં હવાના આવન-જાવનની વ્યવસ્થા બરાબર ન હોય અને તેમાં ધૂમ્રપાન નહિ કરનાર, ધૂમ્રપાન કરનાર બીજા કોઇ માણસની પાસે બેઠો રહે તો તેના શરીરમાં સિગારેટનો ધૂમાડો જશે અને આ રીતે સિગારેટ નહિ પીનાર વ્યક્તિના શરીરમાં પણ કાર્બન મોનોકસાઇડ ગેસ પહોંચી જશે. આ કાર્બન મોનોકસાઇડ ગેસ, ધૂમ્રપાન નહિ કરનાર વ્યક્તિના લોહીના હિમોગ્લોબીનમાં મળીને કારબોક્સી હિમોગ્લોબીન બનાવશે જે સ્વાથ્ય માટે હાનિકારક થશે.' | ડૉકટરોએ એક ઓરડામાં ૮૦ સિગારેટ અને બે સિગાર સળગાવીને તથા તેમાં ૧૨ વ્યક્તિઓને ૭૮ મિનિટ સુધી રાખીને પરીક્ષણ કર્યું. આથી આ વ્યક્તિઓના શરીરમાં ઝેરી કારબોક્ષી હિમોગ્લોબીનની માત્રા વધી ગયેલી જોવા મળી. - હિન્દુસ્તાન દૈનિક પેપર, તા. ૨૫-૦૩-૧૯૭૩) ધૂમ્રપાનથી કાન પર પણ અસર થાય છે. બહેરાશ વધતી જાય છે. ફિલાડેલ્ફિયાના ડૉ. વિલિયમ ગેસના મતે ખૂબ જ સિગારેટ પીનારા લોકોમાં ઘણા લોકો ધીમા અવાજને સાંભળી શકતા નથી. આ નિષ્કર્ષ વ્યાપારિક ક્ષેત્રમાં કામ કરનાર ૯૭ વ્યક્તિઓ (જેમાં ૭૭ સિગારેટ પીનારા હતા, ૨૦ નહિ પીનારા હતા)ના સ્વાચ્યપરીક્ષણ દ્વારા કાઢેવામાં આવ્યો છે. ડૉ. વેસના કહેવા પ્રમાણે તમાકુના ધૂમાડાથી શ્વસનતંત્રને જે નુકશાન પહોંચે છે, તેના કારણે સંભળાતું નથી. હિન્દુસ્તાન નામના દૈનિક સમાચાર પત્રમાં આવેલી નીચેની વિગત ચોંકાવનારી છે. રોજની દસ સિગારેટ વીસ વર્ષ સુધી પીવાથી શ્વાસનળીઓમાં કેન્સર થઇ શકે છે. એક જર્મન વિશેષજ્ઞના કહેવા પ્રમાણે ૭૦,000 સિગારેટ પીધા પછી કેન્સરના લક્ષણો દેખાવા લાગે છે. ભલે તમે એ આંકડો રોજની દસ પીને વીસ વર્ષમાં પૂરો કરો કે રોજની વીસ પીને દસ વર્ષમાં પૂરો કરો. - હિન્દુસ્તાન (તા. ૧૨-૦૩-૧૯૭૦) પ્રશ્ન થશે : જો તમાકુથી આટલા બધા નુકશાન થતા હોય તો કેટલાય પીનારાઓ નિરોગી રહીને જીવતા શી રીતે હશે ? આપણા શરીરમાં જબરદસ્ત અનુકૂલન શક્તિ છે. આ શરીરને થોડીથોડી માત્રામાં રોજ ઝેર આપવામાં આવે તો એ ઝેર પણ પચાવી શકે છે. આ માટે ઇતિહાસમાં ચંદ્રગુપ્તનો દાખલો જાણીતો છે. કોઇ ઝેર આપીને મારી ન નાખે માટે ભેજાબાજ ચાણક્ય તેને રોજ થોડું-થોડું ઝેર આપીને ‘વિષ-પ્રૂફ' બનાવી નાખ્યો હતો. આજે માણસો પણ ‘તમાકુકૂફ' બનવા માંડ્યાં છે. ગમે તેટલું સ્મોકિંગ કરે, પણ એમને નશો જ ન ચડે ! આવા માણસો વધુ નશો પ્રાપ્ત કરવા ક્રમશઃ કોકેન, મોર્ફીન, હશિશ, બ્રાઉન સુગર, હેરોઇન ઇત્યાદિની લતે ચડે છે, જે વધુ ને વધુ નશાકારક પદાર્થો છે. આખરે આ બધુ જ નુકશાનકારક છે. એવું પણ બને કે આપણે કરેલી ભૂલની સજા આપણી ભાવી પેઢી ભોગવે ! અમેરિકા જેવા રાષ્ટ્રો હમણા-હમણા ધૂમ્રપાન વિરુદ્ધ જોરદાર આંદોલનો ચલાવે છે. દૈનિક પેપરો, ડૉકટરો અને કંપનીઓ આ આંદોલનોને જોરદાર ટેકો આપ્યો છે. ન્યુજર્સીમાં એક કંપની છે : લીઓન લોનસ્ટને. આ કંપની દર અઠવાડિયે બે ડૉલરનું ઇનામ પોતાના કામદારને આપે છે. પણ ઉપદેશધારા * ૮૦ ઉપદેશધારા * ૮૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ શરત એટલી કે એ કામદાર કોઇ પણ પ્રકારનું ધૂમ્રપાન કરતો હોવો ન જોઇએ. (આપણે ત્યાં જેમ તપસ્વીનું સન્માન થાય છે તેમ જ) તેનો માલિક માને છે કે ધૂમ્રપાન કરનાર કરતાં નહિ કરનાર વધુ કાર્યશીલ હોય છે. જ્યારે ધૂમ્રપાન કરનારાઓ કાર્યશીલ તો નથી હોતા, પણ પીવામાં અને લાવવામાં સમય પણ ઘણો બગાડે છે. (આપણે ત્યાં પણ જે કોઇપણ પ્રકારનો નશો ન કરતો હોય તેવા ભાગ્યશાળીઓનું સન્માન થવું જોઇએ એવું નથી લાગતું ? જો ભાવી પેઢીને બચાવવી હશે તો આવું કંઇક કરવું જ પડશે.) પોતાના કર્મચારીઓમાં ધૂમ્રપાન આદિ નશાખોરી અટકાવવા માટે કેમ્પબેલ સૂપ ઇન્ડસ્ટ્રી, ગ્રુમન કોર્પોરેશન, બોઇંગ કંપની, ગુડ ઇયર, તાપર, બર્લિંગ્ટન ઇન્ડસ્ટ્રીઝ વગેરે કંપનીઓ સક્રિય બની છે. આવા આંદોલનોથી અમેરિકામાં ધૂમ્રપાનમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. ફેડર સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે ઇ.સ. ૧૯૬૪માં કુલ વસ્તીના ૪૨ ટકા યુવાનો સિગારેટના વ્યસની હતા. અત્યારે ૩ ટકા રહ્યા છે. જ્યારે આપણે ત્યાં ઉલ્ટી ગંગા વહે છે. જ્યારથી સરકારે સિગારેટ આદિ પર ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવું લખવું ફરજિયાત બનાવ્યું છે ત્યારથી સિગારેટ પીનારા ઉલ્ટા વધ્યા છે ! મનને નિષિદ્ધનું આકર્ષણ વધુ હોય છે. જેની ના પાડવામાં આવે ત્યાં જ મન વધુ દોડે ! તમે ઘણીવાર જોયું હશે : ‘અહીં કોઇએ કચરો નાખવો નહિ' એવું પાટીયું જ્યાં લટકી રહ્યું છે, ત્યાં જ કચરાનો ઢગલો પડ્યો છે ! મનના આવા સ્વભાવને બરાબર સમજી નિષિદ્ધનું પણ આકર્ષણ ન થાય એ રીતે મનને ધૂમ્રપાનથી અટકાવી દેવું જોઇએ અને એ કામ માત્ર તમે જ કરી શકો, માત્ર તમે તમે અને તમે ઉપદેશધારા * ૮૨ જ. અમારા જેવા લાખો ઉપદેશકો પણ કંઇ કરી શકે નહિ, જો તમે સ્વયં તે છોડવાની ઇચ્છા ન કરો. તમે જો છોડવા ઇચ્છો તો કરોડો માણસો પણ તમને રોકી શકે નહિ. -: પ્રેરણા બિંદુ ઃ અમદાવાદની એક સ્કૂલમાં આઠેક વર્ષના બાળકોને શિક્ષક માનવશરીરની સંરચના સમજાવી રહ્યા હતા. માનવ-ચિત્ર તરફ ફૂટપટ્ટી રાખીને કહી રહ્યા હતા : જુઓ આ હોજરી છે, જ્યાં આપણું ખાધેલું પચે છે. આ હૃદય છે જે સતત ધબકતું રહે છે ને લોહી ચોખ્ખું કરતું રહે છે. આ ફેફસાં છે, જયાં આપણો શ્વાસ જાય છે. બીડી સિગારેટ વગેરે પીવાથી આપણા ફેફસાં બગડી જાય છે. તમારામાંથી કોઇ બીડી નથી પીતું ને ? નાનપણથી જ સંકલ્પ કરજો : અમે કદી ધૂમ્રપાન નહિ કરીએ. બોલો, તમારામાંથી કોઇ બીડી પીએ છે ? એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરીને કહ્યું : સર ! હું બીડી નથી પીતો, ફક્ત દારૂ પીઉં છું ! આઠ વર્ષના ટેણીયાનો આ જવાબ સાંભળી શિક્ષક સ્તબ્ધ થઇ ગયો. પણ પછી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે દારૂ પીનારો આ વિદ્યાર્થી એકલો નથી. બીજા પણ દસ છે. એ બધાને એમના જ પપ્પા રાત્રે સૂતા પહેલા દારૂનો ઘૂંટડો પીવડાવે છે ! આવા છોકરાઓ આગળ આવીને છાતી કાઢીને બોલતા રહે છે ઃ मेरा भारत महान ! છ ક દૃષ્ટિ ઉપદેશધારા * ૮૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય માત્ર દુ:ખભીરૂ છે. એની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ દુ:ખમુક્તિ અને સુખ પ્રાપ્તિ છે. આશ્ચર્ય એ વાતનું છે કે માણસ જેમ જેમ દુ:ખમાંથી છૂટવા ને સુખ મેળવવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે ઉલ્ટો વધુ દુ:ખમાં ફસાતો જાય છે ને સુખ એનાથી દૂર જ ઠેલાતું રહે છે. માનવીને જયારે ચારેબાજુથી દુ:ખો ઘેરી વળે છે ત્યારે એ ખૂબ હતાશ બની જાય છે. એક બાજુ શેરમાં રોકેલા પૈસા કાગળિયા થઇ ગયા હોય, બીજી બાજુ બિલ્ડીંગ કે જમીનમાં રોકેલા પૈસા ડેડ થઇ ગયા હોય, ત્રીજી બાજુ બજારમાં મંદી હોય... આ બધું અધૂરું હોય તેમ ગુંડાઓના ખંડણી માટેના ફોન આવતા હોય... શરીર રોગોથી ઘેરાયેલું હોય, ઘરમાં છોકરાઓ કહ્યું ન માનતા હોય, પત્ની કર્કશા હોય... ત્યારે ભલભલો માણસ હિંમત હારી જાય અને ડિપ્રેશનમાં સરકી પડે. અત્યારે ઘણા માણસોની આવી હાલત જોવા મળે છે. આવા અવસરે માણસે સ્વસ્થ (જરા પણ દિમાગની સમતુલા ગુમાવ્યા વિના) થઇને આત્મનિરીક્ષણ કરવું જોઇએ. આમાંથી કેટલા દુઃખો દૂર થઇ શકે તેમ છે ? જે દૂર થઇ શકે તેમ ન જ હોય તેના માટે અફસોસ કરવાનો શો અર્થ ? પરિસ્થિતિ જયારે બદલી શકાય તેમ ન હોય ત્યારે શાણો માણસ મનઃસ્થિતિ બદલી નાખે છે. પરિસ્થિતિ આપણા હાથમાં નથી, મનઃસ્થિતિ આપણા હાથમાં છે. જે આપણા હાથમાં છે એને જ બદલી નાખીને સુખી શા માટે ન બનવું ? જયારે આપણે મનઃસ્થિતિ બદલાવી નાખીએ છીએ, દુ:ખનો સંપૂર્ણ સ્વીકાર કરીએ છીએ, ત્યારે પરિસ્થિતિ આપોઆપ બદલાવા લાગે છે. દુઃખ પોતાની મેળે સુખમાં બદલાવા લાગે છે. જીવનમાં માણસ બીજી ઘણી કલા શીખે પણ જો દુ:ખ સ્વીકારવાની કળા ન શીખે તો એનું જીવન શિક્ષણ અધૂરું છે. જે દુ:ખનું નામ સાંભળતાં જ આપણે બેબાકળા બની જઈએ છીએ, જેને આપણે અત્યંત બિહામણું ગણીએ છીએ, એને સોહામણું કઈ રીતે બનાવી શકાય ? દુ:ખનું સ્વાગત શી રીતે કરી શકાય ? એ શીખવા ચાલો... પૂર્વજોની આંખે દુ:ખને જાણીએ, દુ:ખને વધાવીએ, દુઃખને વહાલ કરીએ. સામાન્ય રીતે માણસ ભગવાન પાસે સુખની પ્રાર્થના કરે છે : હે ભગવનું ! અમારું સુખ અખંડ હો ! દુઃખ અમને કદી ન મળે, પણ કોઇ દુ:ખની પ્રાર્થના કરે ત્યારે શું સમજવું ? સાચે જ આવા ભક્તને ધન્યવાદ આપવા ઘટે. જીવનને એ સાચા અર્થમાં સમજયો છે, એમ કહેવું પડે. જીવનના અખંડ દર્શન કરનાર જ દુ:ખને પ્રેમ કરી શકે. પ્રભુ પાસે પ્રાર્થના કરી શકે. કુંતીએ ભગવાન પાસે પ્રાર્થના કરતાં કહ્યું છે : विपदः सन्तु नः शश्वत् तत्र तत्र जगद्गुरो । भवतो दर्शनं यत्स्यादपुनर्भव-दर्शनम् ॥ ‘હે પ્રભુ ! અમને બધે સ્થળે દુ:ખો મળ્યા કરો ! જેથી પુનર્ભવનાશક આપનું દર્શન અમને મળ્યા કરે.' - ભાગવતપુરાણ (૧/૮/૨૫) ઉપદેશધારા * ૮૪ ઉપદેશધારા + ૮૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ એવું જીવન શી રીતે જીવવું ? જેથી વિદ્ગો વરદાન બની જાય, શત્રુઓ મિત્ર બની જાય ? ઉત્તમ પુરુષો પોતાની જીવન પદ્ધતિ જ એવી બનાવી નાખે કે શત્રુઓ એનો વાળ પણ વાંકો ન કરી શકે, દુઃખો એને પજવી ન શકે. આપત્તિ પડવા છતાં જે વ્યથિત ન બને તેને આપત્તિ શું કરી શકે ? જે હંમેશ મહેનત કરવા તૈયાર રહે તેને બેકારી કે પ્રમાદ શું કરી શકે ? કષ્ટને જે સમ્યફ સહી શકે તેને દુ:ખ શું કરી શકે ? જુઓ મહાભારતકાર વેદવ્યાસ કહે છે : प्राप्यापदं न व्यथते कदाचित्, उद्योगमन्विच्छति चाऽप्रमत्तः । दुःखं च काले सहते महात्मा, धुरंधरस्तस्य जिताः सपत्नाः ॥ આપત્તિ પામીને જે વ્યથિત ન બને, અપ્રમત્ત બનીને જે ઉદ્યોગનો આશ્રય લે, અવસરે દુઃખને સહન કરે તે ધુરંધર મહાત્મા છે. તેના શત્રુઓ હારેલા જ જાણવા.' - વેદવ્યાસ (મહાભારત, ઉદ્યોગપર્વ, ૩૩/૧૦૭) દુ:ખ આવી પડતાં માણસ અધીર કેમ બને છે ? હતાશ અને હતપ્રભ કેમ બને છે ? અધીર માણસ એમ માની બેસે છે કે આ તો એવા દુ:ખો છે જેનો કદી અંત જ નહિ આવે. પણ એવી કોઇ રાત છે જેના અંતે પ્રભાત ન આવે? એવી કઇ પાનખર ઋતુ છે જેના અંતે વસંત ન આવે ? એવી કોઇ અમાસ છે જેના પછી પૂનમ ન આવે ? વૈરાગ્ય, નીતિ અને શૃંગારના ત્રણ શતકો બનાવી સાહિત્ય જગતમાં અમર સ્થાન પ્રાપ્ત કરનાર ભતૃહરિ કહે છે : ભલા માણસ ! દુ:ખમાં વ્યાકુળ શા માટે બને છે? કપાયા પછી વૃક્ષ નથી ઊગતું? ક્ષીણ ચંદ્ર ફરીથી પૂર્ણ નથી બનતો? – ડાહ્યો હોય તે આમ વિચારીને સ્વસ્થ રહે જ. छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः । इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके ।। - ભક્તિ નતિશતા, ૮૮ આપણે બધા સુખની ચાહના કરીએ છીએ, પણ સુખ મળતું નથી, એટલે નારાજ થઇ જઇએ છીએ. પણ જરા કલ્પના કરો : જીવનમાં એકલું સુખ જ સુખ હોય તો આપણી હાલત શી થાય ? યાદ રહે કે દુ:ખ પચાવવું હજુયે સહેલું છે, સુખ પચાવવું સહેલું નથી. શાલિભદ્ર, ભરત વગેરેને આપણે મહાત્મા એટલા માટે કહીએ છીએ કે એમણે સુખને પચાવ્યું છે. બાકી, મોટાભાગના માણસો સુખ પચાવી શકતા નથી. અત્યંત સુખમાં માણસ હેવાન બની જાય છે. જુઓ... અત્યંત સુખ અને સમૃદ્ધિના કારણે રાવણ, કંસ, દુર્યોધન વગેરે હેવાન બન્યા છે. પણ દુ:ખ ઇન્સાન જ નહિ પણ ભગવાન બનાવે છે. દુ:ખોએ મહાવીરસ્વામી આદિને ભગવાન બનાવ્યા છે. મેતાર્ય-ગજસુકુમાલ, અંધક આદિ મુનિઓને કેવલજ્ઞાની બનાવ્યા છે. રામ, કૃષ્ણ, પાંડવ, નળ, હરિશ્ચંદ્ર વગેરેને મહાપુરુષ બનાવ્યા છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ કવિ, નાટ્યકાર અને નવલકથાકાર વિકટર મેરી હ્યુગો (ઇ.સ. ૧૮૦૨થી ૧૮૫૫)ના શબ્દોમાં જાણે આ જ વાત પડઘાતી હોય તેમ લાગે છે : આપત્તિ મનુષ્ય બનાવે છે અને સંપત્તિ રાક્ષસ.’ - વિકટર હ્યુગો આપણે અનેક માણસોથી ઘેરાયેલા હોઇએ છીએ, પણ આપણને ખ્યાલ નથી આવતો કે આમાં ખરેખર મિત્ર કોણ છે ? શત્રુ કોણ છે ? જ્યાં સુધી તમારા પર કષ્ટ નથી આવતું ત્યાં સુધી તમે તમારા જ સાચા મિત્ર કે શત્રુને નથી જાણી શકતા, એ વાતનો તમને ખ્યાલ છે ? ક્યારેક જોજો ... તમે મુસીબતોથી ઘેરાયેલા હો ઉપદેશધારા કે ૮૬ ઉપદેશધારા + ૮૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ છો ત્યારે તમારી પાસે કોણ ઉભું રહે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે જેને તમે સૌથી વધુ નિકટનો મિત્ર ગણતા હતા એ જ સૌથી પહેલા તમારો ત્યાગ કરશે. શત્રુ અને મિત્રના ભેદ બતાવનાર આપત્તિને શા માટે આશીર્વાદ ન ગણવી ? શા માટે એને ઉત્તમ શિક્ષણ ન ગણવું ? આથી જ ઇંગ્લેન્ડનો પ્રસિદ્ધ વક્તા અને રાજનેતા ડિઝરાઇલી કહે છે : આપત્તિઓથી ચડિયાતી બીજી કોઇ શિક્ષા નથી.” - ડિઝરાઇલી ઇંગ્લેન્ડનો પ્રસિદ્ધ નિબંધકાર અને સમીક્ષક હેઝલિટ (ઇ.સ. ૧૭૭૮થી ૧૮૩૦) કહે છે : ‘Prosperity is a great Teacher, Adversity is a greater. Possession pampers the mind, Privation trains and strengthens it.' ઐશ્વર્ય મહાન શિક્ષક છે, આપત્તિઓ એનાથી પણ મહાન શિક્ષક છે. ઐશ્વર્ય લાડ લડાવીને બગાડી મૂકે છે પરંતુ અભાવ તેને પ્રશિક્ષિત કરે છે અને શક્તિશાળી બનાવે છે.” આપત્તિઓની પ્રશંસા ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર શેક્સપિયરે પણ કરી છે : ‘સાપ ઝેરવાળો હોવા છતાં અંદર રત્ન રાખે છે, તેમ આપત્તિઓ દુઃખમય હોવા છતાં અમૃતમય છે.' આપત્તિઓથી, મુશ્કેલીઓથી, કઠિનાઈઓથી આપણે ડરીએ છીએ, પણ વસ્તુતઃ એજ આપણા અસલી હીરને બતાવે છે. મુશ્કેલીઓ અગ્નિ જેવી છે. આપણે જો સોનું જ હોઇએ તો મુશ્કેલીઓથી શાને ડરવું ? સોનાને આગથી શાનો ભય ? પિત્તળ ભલે ડરે. પણ સોનું શા માટે ડરે ? આપત્તિઓ આપણા હીરને ઓળખાવે છે, આત્મજ્ઞાન કરાવે છે. જવાહરલાલ નહેરૂએ કહ્યું છે : કિનારૂં ને આત્મજ્ઞાન कराती है। वे हमें दिखा देती है कि हम किस मिट्टी के बने है। હિન્દી કવિ સાકેત કહે છે : “દુઃખ ભલે ઝેર લાગે, છતાં પીઓ.' અમૃત પીનારાનું માથું કપાયું છે જયારે ઝેર પીનારા નીલકંઠ મહાદેવ કહેવાય છે, એ તો તમે જાણો છો ને ? સુખમાં પડ્યા રહીને કેટલાય સડી ગયા છે, જયારે દુઃખનું ઝેર પચાવી-પચાવીને કેટલાય મહાપુરુષ બની ગયા છે. જેટલા પ્રમાણમાં આપણે દુઃખને, કષ્ટને ભોગવી શકીએ તેટલા પ્રમાણમાં આપણે ધીર છીએ. દુઃખની અગ્નિમાં ધીરતાની કસોટી થાય છે. જુઓ... સાકેતના શબ્દો : जीवन में सुख-दुःख निरंतर आते-जाते रहते है, सुख तो सभी भोग लेते हैं, दुःख धीर ही सहते हैं, मनुज दुग्ध से, दनुज रुधिर से, अमर सुधा से जीते हैं, किन्तु हलाहल भवसागर का, शिव-शंकर ही पीते हैं । - સાત તુલસીદાસ કહે છે દુ:ખ વખતે માત્ર તમારી ધીરતાની નહિ, તમારા ધર્મની, તમારા મિત્રોની અને તમારી પત્નીની પણ બરાબર પરીક્ષા થઇ જાય છે. धीरज धर्म मित्र अरु नारी । आपदकाल परखिअहिं चारी ।। - તુલસીલાસ (THવરિત માનસ, રૂ/૪/૪) દુઃખો તો તમને ઘડે છે, તમારામાં સજજ્ઞાનનું વૃક્ષ વૃદ્ધિ પામે તે માટે જલસિંચન કરે છે. હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ આ વાતને ખૂબ જ સરસ રીતે સમજાવે છે : ઉપદેશધારા * ૮૮ ઉપદેશધારા * ૮૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ विपत्ति में जिस हृदय में सज्ज्ञान उत्पन्न न हो वह सूखा वृक्ष है, जो पानी पा कर पनपता नहीं बल्कि सड़ जाता है। - જેમચંદ્ર (માશ્રમ, પૃ-૨૨ ) દુ:ખો આપણને ગમતા નથી. કોને ગમે દુ:ખો ? પણ આ જ દુ:ખો વીતી ગયા છે ત્યારે કેટલા મધુર લાગે છે ? શિક્ષકની થપ્પડો કયા વિદ્યાર્થીને મીઠી લાગે ? પિતાના કડવા ઠપકાઓ કયા પુત્રને મીઠા લાગતા હશે ? પણ વખત જતાં એ જ થપ્પડો અને ઠપકાઓ મીઠા લાગે છે. ઉપકારી લાગે છે. કેટલાય વિદ્યાર્થીઓ અને પુત્રોના મુખે એવું સાંભળવા મળે છે : “ખરેખર એ વખતે જો અમારા શિક્ષકોએ થપ્પડો ન મારી હોત કે પિતાએ ઠપકો ન આપ્યો હોત તો અમે આજે તૈયાર થઇ શક્યા ન હોત.” માત્ર શિક્ષક કે પિતા તરફથી મળતા ઠપકાની વાત નથી, જીવનના કોઇપણ ક્ષેત્રમાં આવતા દુઃખો આવા જ હોય છે. આ જગત મોટી નિશાળ છે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. કુદરતરૂપી શિક્ષક આપણને ઘડવા જ કષ્ટો અને દુ:ખો મોકલે છે, એવી દૃષ્ટિ ખુલ્લી જાય તો દુ:ખ વખતે કેટલી સમાધિ રહે ? પેલી જાણીતી વાર્તામાં આવે છે કે એક મંત્રીની “જે થાય તે સારા માટે આવું બોલવાની આદતથી ગુસ્સે થયેલા રાજાએ તે મંત્રીને જેલમાં નાખ્યો. રાજાની ટચલી આંગળી અકસ્માતુ કપાઇ જતાં, મંત્રીના મુખમાંથી સહસા નીકળી પડ્યું : જે થાય તે સારા માટે. આ સાંભળીને રાજાનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. આ ઘટના બાદ થોડા દિવસે શિકારે ગયેલા રાજાને જંગલમાં ભીલોએ પકડી પાડ્યો. ભીલો રાજાને બલિદાન આપવા માટે દેવી પાસે લઇ ગયા, પણ રાજાનું શરીર અક્ષત (ટચલી આંગળી કપાયેલી હોવાના કારણે) ન હોવાને કારણે રાજા બચી ગયો. આમ આ ઘટનાએ રાજાના પ્રજ્ઞાચક્ષુ ખોલ્યા અને તેને મંત્રીના કથનનો મર્મ સમજાયો. પાછા જઈને રાજાએ મંત્રીને છોડ્યો અને તેને જેલમાં પૂરવા માટે ક્ષમા માંગી. ત્યારે પણ મંત્રી બોલી ઉઠ્યા “જે થાય તે સારા માટે. જો તમે મને જેલમાં ન નાખ્યો હોત તો હું જંગલમાં તમારી સાથે હોત અને તમારા બદલે મારું બલિદાન અપાઇ ગયું હોત !' આપણી જિંદગીમાં ઘણી વખત આવું નથી બનતું ? જે દુ:ખો પહેલા કડવા લાગતા હતા, પછીથી તે ઉપકારી નથી લાગ્યા? મીઠા નથી લાગ્યા ? તમે સમુદ્રમાં નાવડી દ્વારા જઇ રહ્યા છો ત્યારે રસ્તામાં આવતી પથ્થરની ચટ્ટાનો કેવી લાગે ? ભૂલ-ચૂકે પણ જો નાવડી અથડાઈ જાય તો ભૂક્કા નીકળી જાય. માની લો કે નાવ તૂટી ગઇ છે ને તમે સમુદ્રમાં ડુબી રહ્યા છો ને તમારી પાસે જ એ પથ્થરની ચટ્ટાન આવી ગઈ છે ત્યારે એ તમને કેવી લાગે છે ? વિપત્તિઓનું પણ કંઇક અંશે આવું જ છે, એમ પ્રેમચંદ કહે છે : नौका पर बैठे हुए जल-विहार करते समय हम जिन चट्टानों को घातक समझते हैं और चाहते हैं कि कोई इन्हें खोदकर, फैंक दे, उन्हीं से नौका टूट जाने पर हम चिमट जाते हैं । - પ્રેમચંદ્ર (નોરાન, -૨૬૬ ) જીવનની સાથે દુઃખ એવી રીતે વણાયેલું છે, જડાયેલું છે કે તમે એને અલગ ન કરી શકો. શરીરથી ચામડી શી રીતે અલગ થઇ શકે ? મીઠામાંથી ખારાશ શી રીતે અલગ કરી શકાય ? દુ:ખમયતા એ સંસારનો સ્વભાવ છે – એ વાત જૈન શાસ્ત્રોમાં તો ઘણીવાર સાંભળી, પણ જ્યારે રશિયાનો કોઇ માણસ આવી વાત કરે ત્યારે આનંદ-આશ્ચર્ય થાય. રશિયન ક્રાંતિકારી સાહિત્યકાર મૈક્સિમ ગોર્ક (ઇ.સ. ૧૮૯૮-૧૯૩૬) કહે છે : ચામડીથી આપણું શરીર મઢેલું છે તેમ આપત્તિઓથી જીવન મઢેલું છે. આપણા શ્વાસ આપત્તિ છે. આપણા વસ્ત્રો-ઘરેણાઓ આપત્તિ છે. એનું રડવું શું? જગતમાં બધા જ તો કાંઇ આંધળા નથી. ઉપદેશધારા + ૯૦ ઉપદેશધારા + ૯૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં જેમ દુ:ખ છે તેમ દુ:ખનાશના ઉપાયો પણ છે. ચાલો... ટૂંકમાં જોઇએ : દુઃખ-નાશ માટે કોણ કેવા ઉપાયો બતાવે છે. સ્થાનાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે : से णं भंते दुक्खे कहं भेइज्जति ? अप्पमाएण. ભગવન્!દુઃખનું ભેદન કઇ રીતે થાય? ‘પ્રમાદનો ત્યાગ કરવાથી.’ - ઠાણંગ, ૭-૨ પાતંજલ યોગ દર્શનમાં પતંજલિ પણ લગભગ આજ વાત કરે છે : विद्यातपोभ्यां क्लेशहानिः વિદ્યા અને તપથી (અપ્રમાદ વિના વિદ્યા અને તપ થઇ શકતા નથી) દુ:ખનો નાશ થાય છે. - યોગસૂત્ર હા... કોઈ-કોઈ લોકો જાણી જોઇને પોતાની આંખ બંધ કરી દે છે. મૂર્ખ માણસ જ પોતાના દુ:ખો પર રડે છે ને બુમો પાડે છે. - મૈક્સિમ ગોર્કી અહીં દુ:ખની જે પ્રશંસા કરવામાં આવી છે, તે કયા પ્રકારનું દુ:ખ છે ? એ પણ જાણી લેવાની જરૂર છે. પરિસ્થિતિ-જન્ય દુઃખની અહીં વાત છે, મનઃસ્થિતિજન્ય દુ:ખની વાત નથી. કેટલાકની મનઃસ્થિતિ જ એટલા દોષોથી ભરેલી હોય છે કે એ સતત દુ:ખી જ રહ્યા કરે. આવા દુ:ખીઓને બ્રહ્મા પણ સુખી ન બનાવી શકે. પોતાના દોષોથી દુઃખી થાય તેને કોણ સુખી બનાવી શકે ? હિતોપદેશમાં છ જણને નિત્ય દુ:ખી કહેલા છે : ईर्ष्या, घृर्णी त्वसन्तुष्टः, क्रोधनो नित्यशङ्कितः । परभाग्योपजीवी च, षडेते नित्यदुःखिता ॥ ‘ઇર્ષાળુ, ધૃણા કરનાર, અસંતોષી, ક્રોધી, સદા શંકાશીલ, બીજાના ભાગ્યથી જીવનાર - આ છ સદા માટે દુ:ખી રહે છે.” - હિતોપદેશ (૧/૨૫) એક સ્થળે કહ્યું છે : अनालोच्य व्ययं कर्ता, अनाथः कलहप्रियः । आतुरः सर्वकार्येषु, नरो दुःखैर्नियुज्यते ॥ ‘વિચાર કર્યા વિના ખર્ચ કરનાર, અનાથ, ઝઘડાખોર અને બધા કામોમાં ઉતાવળ કરનાર માણસ દુ:ખોથી ઘેરાઇ જાય છે.' ચીની વિચારક કર્યુશસ કહે છે : માણસ દુઃખી શા માટે છે? સદ્દગુણોને અપનાવતો નથી. દુર્ગુણોને છોડતો નથી અને સાચો માર્ગ બતાવવા છતાં તેના પર ચાલતો નથી. પોતાના જ દોષોથી દુઃખી થનારા માણસો જો ધારે તો સુખી બની શકે; દેઢ સંકલ્પ અને અપાર પ્રભુ-શ્રદ્ધા સાથે પોતાના દોષ દૂર કરીને. જયારે રામચરિતમાનસના કર્તા તુલસીદાસ આપણને સમજાય તેવી ભાષામાં દુ:ખનાશનો ઉપાય, દુઃખમાં કઈ રીતે રહેવું વગેરે બતાવે છે : ‘તુની સાથી વિપદ્ વેં, વિ-વિના-વિવેક ! साहस-सुकृत-सत्यव्रत, रामभरोसो एक ॥' -: પ્રેરણા બિંદુ :પરોઢિયે બહાર ફરવા નીકળેલો છગન અચાનક જ પાણી વગરના કૂવામાં ગબડી પડ્યો. બચાવો... બચાવો...ની બૂમો પાડવા લાગ્યો, પણ એની બૂમો કોણ સાંભળે ? થોડીવાર પછી સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે ત્યાંથી પસાર થતા તેરાપંથી શ્રાવકે તેની બૂમો સાંભળી, પણ એણે ચોખ્ખું કહી દીધું : “તને કૂવામાંથી બહાર ન કાઢી શકું. કારણ કે તું પાછો અવિરતિમાં જીવે ને જેટલું પાપ કરે એ મને લાગે. તારા પાપમાં હું શા માટે નિમિત્ત બનું? હું તો ચાલ્યો.” ઉપદેશધારા * ૯૨ ઉપદેશધારા * ૯૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ નિંદા બિચારો... છગન ! કૂવામાં જ પડ્યો રહ્યો. ૧૫-૨૦ મિનિટ પછી એક રાજનેતા પસાર થયો, એણે કહ્યું : ‘છગન ! તું કુવામાં એટલે પડી ગયો કે કૂવા પર દિવાલ નહોતી. આવું બિલકુલ ન ચાલે. દિવાલ વગરના કૂવાઓને કારણે બિચારા કેટલા લોકો મરતા હશે ? હું આના માટે આંદોલન ચલાવીશ. સંસદમાં વાત મૂકીશ : ભારતના દરેક કૂવાને દિવાલ હોવી જ જોઇએ.' ‘એ બધું પછી કરજો . પહેલા મને કૂવામાંથી બહાર કાઢો. હું મરી રહ્યો છું.' | ‘તું એક મરી જાય તો શો ફરક પડે છે ? ઉલ્ટ, સંસદમાં કહેવા માટે મને બળ મળશે કે દિવાલ વગરના કૂવાના કારણે અમારા ગામનો છગન મરી ગયો છે. આના કારણે આંદોલનને પણ વેગ મળશે.’ એ બધું પછી... પણ, પહેલા મને કાઢો.' છગનની એકેય વાત સાંભળ્યા વિના રાજનેતાએ ચાલતી પકડી. થોડીવાર પછી એક ખ્રિસ્તી પાદરી પસાર થયો અને તેણે માંચડાથી છગનને બહાર કાઢ્યો અને કહ્યું : “બહુ સરસ થયું કે તમે કુવામાં પડ્યો. તમે કૂવામાં ન પડ્યા હોત તો મને સેવાનો લાભ ક્યાંથી મળત ? ભગવાન ઇસુએ કહ્યું છે કે સેવા એ તો સ્વર્ગની સીડી છે. હું ઇચ્છું છું કે ફરી-ફરી મને આવો લાભ મળતો રહે.' ...ને પાદરીએ ફરી છગનને ધક્કો માર્યો અને તે કુવામાં પડ્યો... ફરીથી એની સેવાનો લાભ મળે તે માટે. પછી છગનનું શું થયું ? તેના કોઇ સમાચાર મળ્યા નથી. દુ:ખ સારા છે, એનો અર્થ એ નથી કે બીજાને આપવા. ‘દુ:ખો સારા છે'ની વાત જાત માટે જ લગાડવાની છે. બીજાના દુ:ખો તો સતત દૂર કરવા જ પ્રયત્ન કરવો. જેમ જેમ આપણે બીજાના દુઃખ દૂર કરતા રહીએ છીએ, તેમ તેમ આપણા દોષો દૂર થતા જાય છે. અજમાવી જોજો ... એવો કયો રસ છે જેનો ત્યાગ મુશ્કેલ છે ? મોસંબીનો ? સંતરાનો ? કેરીનો ? શેરડીનો ? નહિ... આ બધા રસોનો તો સહેલાઇથી ત્યાગ થઇ શકે, પણ મુશ્કેલ છે, નિંદા-રસનો ત્યાગ ! બીજા બધાનો ત્યાગ કરનારા પણ નિંદા-રસનો ત્યાગ કરી શકતા નથી. સાહિત્યમાં શુંગારાદિ નવ રસો બતાવેલા છે... પણ એ બધા કરતાં ચડિયાતો રસ છે, નિંદાનો ! બિચારા સાહિત્યકારો ‘નિંદાને રસમાં સ્થાન આપવાનું ભૂલી ગયા લાગે છે ! નિંદાને પણ રસોમાં સ્થાન મળ્યું હોત તો કદાચ રસાધિરાજ શાંતરસ ન હોત, નિંદા-રસ હોત ! - કામ-કાજ સિવાયની આપણી ફાલતુ વાતોમાં મુખ્યતાએ શું હોવાનું ? મોટા ભાગે આપણે કોઇકની આધી-પાછી જ કરતા હોઇએ છીએ, કોઇકની નિંદા જ કરતા હોઇએ છીએ. આપણે બીજાની નિંદા કરતા રહીએ છીએ ને બીજા આપણી નિંદા કરતા રહે છે... આમ આપણે જીવનને ‘સાર્થક' બનાવતા રહીએ છીએ. મહાભારતકાર વેદવ્યાસ માણસ જાતની નબળી કડી તરફ લાલબત્તી કરતાં કહે છે : ઓ ! માનવ ! મહેરબાની કરીને તું કોઇની પણ નિંદા કરીશ નહિ. ખેર, નિંદા નહિ કરીએ. તમારી વાત સ્વીકારી. પણ બીજા કોઇ નિંદા કરતા હોય તો શું કરવું? કોઇની નિંદાના શબ્દો આપણા ઉપદેશધારી + ૯૪ ઉપદેશધારા કે ૯૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ કાને પડે તો શું કરવું ? આંખ હોય તો મીચી દઇએ, પણ કાન થોડા મીચાય ? કાનને થોડી પાંપણો છે ? વેદવ્યાસ કહે છે : નિંદા કરશો તો નહિ જ, સાંભળશો પણ નહિ, નિંદા કરવામાં પાપ છે તેમ સાંભળવામાં પણ પાપ છે. આપણને થશે : પણ કોઇ બોલતું હોય તો આપણે શું કરી શકીએ ? એના શબ્દો તો આપણા કાને પડવાના જ ને ? શું કાનમાં આંગળી ઘાલવી ? વેદવ્યાસ કહે છે : હા...! તમે એવા સ્થાનમાં પહોંચી ગયા હો, જ્યાં તમને નિંદા સાંભળવી પડે તેમ હોય ત્યાં તમે કાનમાં આંગળા નાખી દો. આપણે વિચારીશું : બધાની વચ્ચે કાનમાં આંગળા ઘાલવા ? કેટલું ખરાબ લાગે ? આના કરતાં બીજો કોઇ ઉપાય નથી ? વેદવ્યાસ કહે છે : તમે કાન બંધ કરી શકો તેમ ન હો તો એ સ્થાનથી રવાના થઇ જાવ, ચાલતી પકડો. न वाच्यः परिवादोऽयं न श्रोतव्यः कथंचन । कर्णावथ पिधातव्यौ प्रस्थेयं चाऽन्यतो भवेत् ॥ ‘કોઇની નિંદા કરવી નહિ, સાંભળવી પણ નહિ. કોઇ કરતું હોય તો કાન બંધ કરી દેવા અથવા ત્યાંથી રવાના થઇ જવું.' વેદવ્યાસ (મહાભારત, શાંતિપર્વ, ૧૩૨/૧૨) બીજા માણસની જે વાત આપણને ન ગમતી હોય તે ‘નથી ગમતી’ એમ કહેવામાં શું વાંધો છે ? શું એમાં પણ નિંદાનો દોષ લાગે ? વિચિત્ર જગત છે ! વિચિત્ર લોકો છે ! વિચિત્ર વર્તન છે. બધાનું બધું જ ગમે તે જરૂરી નથી. પણ એ બધું જાહેર કરવાનો અર્થ શો ? જે વસ્તુ આપણને ન ગમતી હોય તે વસ્તુ કમ સે કમ આપણામાંથી દૂર કરી નાખવી જોઇએ. આપણને બીજાની વાંકાઇ ન ગમતી હોય તો કમ સે કમ આપણામાંથી તો વાંકાઇ કાઢી જ નાખવી જોઇએ. દલપતરામની પેલી કવિતા (અન્યનું તો એક વાંકું આપના અઢાર ઉપદેશધારા * ૯૬ છે)માં આવતો પેલો ઊંટ યાદ છે ને ? એ ઊંટને બધે જ વાંકાઇ દેખાઇ. હાથીની સૂંઢ, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, વાઘના નખ, બગલાની ડોક, ગાયના શિંગડાં વગેરે વાંકા છે, એમ કહેતા ઊંટને શિયાળે કહ્યું : અરે ઊંટભાઇ ! બીજાનું તે એક જ અંગ વાંકું છે, પણ આપના તો અઢારેય અંગ વાંકા છે, એનું શું ? જ્યારે જ્યારે આપણને બીજાના દોષો દેખાય ત્યારે દલપતરામના આ ઊંટને યાદ કરવા જેવો છે. જ્યારે આપણે બીજા તરફ એક આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણા તરફ ઝૂકેલી હોય છે, એ ભૂલવા જેવું નથી. બીજામાં જે દોષ છે, તેનાથી ત્રણ ગણા દોષ આપણામાં રહેલા છે, એમ ઝૂકેલી ત્રણ આંગળીઓ જણાવે છે. કોઇ દોષ જો આપણને નથી ગમતો તો નિંદા કરવાથી શો ફાયદો ? આપણી નિંદાથી પેલી વ્યક્તિ કાંઇ દોષ-મુક્ત બની જવાની નથી. આપણને જે જે દોષ ન ગમતા હોય તે તે દોષ આપણા જીવનમાંથી કાઢી નાખવા જોઇએ. એમ કરતાં આપણને કોઇ અટકાવી શકે તેમ નથી. એ માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. જરા વિચારીએ : જે દોષની આપણે નિંદા કરતા હોઇએ, એ જ દોષ આપણામાં હોય તો કેવા લાગીએ ? દલપતરામના પેલા ઊંટ જેવા ન લાગીએ ? શા માટે એ ઊંટ જેવા હાંસીપાત્ર બનવું ? જુઓ, વેદવ્યાસની વાણી : परेषां यदसूयेत, न तत् कुर्यात् स्वयं नरः । यो ह्यसूयस्तथायुक्तः सोऽवहासं निगच्छति ।। ‘જે વસ્તુની માણસ નિંદા કરે, તે જાતે નહિ કરવી જોઇએ. બીજાની તો નિંદા કરે, પણ પોતે તે દોષોથી ભરેલો જ હોય, એ માણસ ઉપહાસ-પાત્ર બને છે.' - વેદવ્યાસ (મહાભારત, શાંતિપર્વ, ૨૯૦/૨૪) ઉપદેશધારા * ૯૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ માણસ ખાસ કરીને કોની નિંદા કરે ? મોટા માણસની. જે મોટા માણસની પ્રસિદ્ધિ મોટી, નિંદા પણ એટલી જ મોટી રહેવાની ! મોટા માણસના દોષો જલ્દી નજરમાં આવી જતા હોય છે. માણસની વૃત્તિ પણ કંઇક એવી હોય છે : જુઓ, આવડા મોટા માણસોમાં પણ આટલા બધા દોષો હોય તો અમારી તો વાત જ શી ? અથવા અમે એમના કરતાં ઘણા સારા છીએ. પણ કાલિદાસ કહે છે : આ વૃત્તિ સારી નથી. મહાપુરુષની નિંદા કરવાની વાત તો જવા દો, નિંદા સંભળાય પણ નહિ. તમે કહેશો : સાંભળવામાં શો વાંધો ? આપણે થોડા બોલીએ છીએ ? પેલો બોલે છે તે આપણે સાંભળનારા હતા માટે જ ને ? તમે સાંભળનારા ન હોત તો તે બોલત? જંગલમાં જઇને તો કોઇ બોલે જ નહિ ને ? સાંભળનારો માણસ હંમેશા બોલનારને પ્રોત્સાહિત કરતો હોય છે. તમે જો પેલાની વાત ધ્યાનપૂર્વક સાંભળો જ નહિ તો તેને બોલવાનું મન થશે ? તમે સાંભળવા આતુર છો માટે જ પેલો બોલે છે. તમને કોઇના દોષ સાંભળવામાં રસ છે માટે જ તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. આપણું મન બહુ ચાલાક છે. એ આપણને સમજાવે છે : આમાં શાનું પાપ ? આપણે ક્યાં કોઈની નિંદા કરી છે ? પેલો બોલે એમાં આપણે શું કરીએ ? પાપ કરવું પણ ખરું અને છતાં પાપથી મુક્ત પણ રહેવું - એવો ભ્રમ હંમેશા મન કરાવતું રહે છે. મહાકવિઓમાં ગણના પામેલા પેલા કાલિદાસ કહે છે : 'न केवलं यो महतोऽपभाषते, श्रृणोति तस्मादपि यः स પાપમાડ્યું ’ ‘મહાપુરુષોની નિંદા કરનારો જ નહિ, સાંભળનારો પણ પાપી છે.” - કાલિદાસ (કુમારસંભવ, પ૮િ૩) માણસ આખરે નિંદા કરે છે શા માટે ? કયું એવું પ્રયોજન છે જે તેને નિંદા કરવા પ્રેરે છે. જે ગુણોમાં, જ્ઞાનમાં, શક્તિમાં કે બીજી બાબતમાં આગળ વધેલો છે તે બીજાની નિંદા શા માટે કરે ? એ તો સ્વનિર્માણમાં જ એટલો ડૂબેલો હોય કે નિંદા કરવાનો એની પાસે સમય જ ન હોય. સામાન્યતયા શક્તિશાળી, ઉદારચરિત માણસ બીજાની નિંદા ન કરે, નિંદા અશક્તિની નિશાની છે. નિંદા અંદરની ઇર્ષાના બહાર નીકળતા તણખા છે, નિંદા નીચતાનું ચિહ્ન છે. નિંદા એક પ્રકારની બીજાની વૈચારિક હિંસા છે. જેને તમે બીજી રીતે હટાવી નથી શકતા એની તમે નિંદા કરવા લાગી જાવ છો; નિંદા કરીને તમે એમ માનવા લાગી જાવ છો : મેં એને હટાવી દીધો, ઊડાવી દીધો. ચાણક્ય કહે છે : दह्यमानाः सुतीवेण, नीचाः परयशोऽग्निना । अशक्तास्तत्पदं गन्तुं ततो निंदां प्रकुर्वते ॥ ‘નીચ માણસો બીજાના કીર્તિરૂપી અગ્નિથી બળી ઊઠે છે, તેના સ્થાને પહોંચી શકતા નથી, આથી નિંદા કરવાનું શરૂ કરી દે છે.' - ચાણક્યનીતિ બીજાને પોતાના હાથમાં રાખવા માણસ કેટલાય ઉપાયો અજમાવે છે, સામ-દામ-દંડ-ભેદ આદિ પણ અજમાવે છે. પણ કોઈ ક્યાં સુધી હાથમાં રહે ? સામ આદિથી પણ ન થાય તો માણસ બીજાને વશ કરવા વશીકરણ મંત્રોનો પ્રયોગ કરે, કામણ-ટુમણ આદિના પ્રયોગો કરે... ન જાણે માણસ કેટલુંય કરે છે... બીજા પર પોતાનું આધિપત્ય જમાવવા પણ ચાણક્ય કહે છે : ભલા માણસ ! તું સામ આદિની માથાકૂટમાં શા માટે પડે છે ? વશીકરણ, કામણ-ટુમણ કે મંત્રોની કડાકૂટની શી જરૂર છે ? આખી દુનિયાને હાથમાં લેવી હોય તો તારા હાથની વાત છે. ચાહે કેવા પણ સંયોગો હોય કે કેવી પણ ઘટના હોય, પણ બીજાની નિંદા કરવાનું તું ટાળી દે. નિંદા કરવાનું બંધ કર, નિંદા સાંભળવાનું બંધ કર, નિંદકોની ટોળીમાં જવાનું ઉપદેશધારી * ૯૮ ઉપદેશધારા * ૯૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ટાળ, લાલબાઇને બરાબર સંભાળી લે. પછી જોઇ લે, જગત વશ થાય છે કે નહિ ? કામણ-ટુમણ કે વશીકરણની કડાકૂટ વિના જ જગત વશ થઇ જતું હોય તો એ બધી કડાકૂટોની જરૂર શી ? ચાણક્યની વાત પણ ખરી જ છે ને ? આપણા વેર-ઝેર ભર્યા શબ્દોથી જ મોટા ભાગે શત્રુઓ ઊભા થાય છે. ચાણક્યની ડહાપણ ભરેલી સલાહ આ રહી : यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यो, गां चरन्ती निवारय । ‘એક જ કાર્યથી જો તું જગતને વશ કરવા ઇચ્છતો હોય તો તું આટલું કર : પરનિંદારૂપી ધાન્યને ચરી જતી તારી વાણીરૂપી ગાયને અટકાવી દે.' - ચાણક્યનીતિ નિંદા-પુરાણ નીકળ્યું જ છે તો જરા જોઇએ : કોણ કોની નિંદા કરે ? તમે બરાબર નિરીક્ષણ કરજો : ચોરો કદી ચોરીની નિંદા નહિ કરે. ભ્રષ્ટ કદી ભ્રષ્ટાચારને નહિ નિંદે. મૂર્ખ કદી મૂર્ખતાને નહિ નિંદે. બધા જ વસ્ત્રરહિત હોય ત્યાં વસ્ત્રવાળો માણસ નિંદા-પાત્ર બનવાનો જ. બધા જ ભ્રષ્ટ હોય ત્યાં સજ્જન નિંદાવાનો જ. આજે આપણે આવું જ ચારેબાજુ જોઈ રહ્યા છીએ. સંસ્કૃતમાં કોઈકે બહુ જ સાચું કહ્યું છે : इन्दं निन्दति तस्करो गृहपति जार: सशीलं खलः, साध्वीमप्यसती कुलीनमकुलो जह्याज्जरन्तं युवा । विद्यावन्तमनक्षरो धनपति नि:स्वस्थ रूपोज्ज्वलं वैरूप्येण हतः प्रबुद्धमबुधः श्रेष्ठं निकृष्टो जनः ॥ ચોર ચંદ્રની, જાર ગૃહસ્વામીની, કુશીલ સુશીલની, અસતી સતીની, અકુલીન કુલીનની, યુવાન વૃદ્ધની, અભણ ભણેલાની, ગરીબ ધનવાનની, કુરૂપ રૂપાળાની, અજ્ઞાની જ્ઞાનીની તથા નીચ શ્રેષ્ઠ માણસની નિંદા કરતો હોય છે.' ઢેઢ, ભંગી કે ચંડાળ થવું કોઇને ગમે ? બીજાને તો ઠીક, ખુદ ઢેઢ વગેરેને પણ નથી ગમતું. (માટે તો હરિજન કે અનુસૂચિત વગેરે નામ પડ્યા છે ને ?) પણ, રખે માનતા : આપણે ચંડાલકુલમાં નથી જમ્યા એટલે ચંડાલ નથી. ચંડાલ ચાર પ્રકારે કહેલા છે : (૧) જન્મચંડાલ : જેનો જન્મ ચંડાલ કુલમાં થયો હોય તે. (૨) કર્મચંડાલ : જન્મ તો ઉત્તમ કુલમાં થયેલો હોય, પણ કામ ચંડાલ જેવા કરતો હોય તે. (૩) ક્રોધચંડાલ : જેનો ગુસ્સો અતિ પ્રચંડ હોય તે. (૪) નિંદક ચંડાલ : વાતે-વાતે જે બીજાની નિંદા કર્યા કરતો હોય તે. અતિ ક્રોધ અને અતિ નિંદા કરનાર પણ ચંડાલ ગણાયા છે. પૂ.ઉપા.શ્રી યશોવિજયજીએ અઢાર પાપસ્થાનકમાં પરપરિવાદની સજઝાયમાં નિંદકને ચોથો ચંડાલ કહ્યો છે. નિંદાને ક્રિયાનું અજીર્ણ કહ્યું છે. ચાર પ્રકારના અજીર્ણ છે. ભોજન, જ્ઞાન, તપ અને ક્રિયા - આ ચારેયના અજીર્ણ થઇ શકે છે. ઝાડા-ઉલ્ટી થાય એટલે સમજવું : ભોજન પચ્યું નથી, અજીર્ણ થયું છે. પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાનું મન થાય, અહંકાર વધતો જાય તો સમજવું : જ્ઞાન પચ્યું નથી. વાતે-વાતે ગુસ્સો આવે, મગજ પર નિયંત્રણ ન રહે તો તપસ્વીએ સમજી લેવું : તપનું પાચન થયું નથી. બીજાની નિંદા વધતી જાય તો ક્રિયાવંતે સમજી લેવું : ક્રિયા પચી નથી. આપણે સારામાં સારી ક્રિયા કરીએ, એ સારી વાત છે. બીજા બધા પણ સારામાં સારી ક્રિયા કરતા થઇ જાય, એવી ભાવના ભાવીએ, એ પણ સારી વાત છે, પણ કોઇ સારી ક્રિયા કરતું ન હોય તો તેને તરછોડીએ, નિંદિએ કે તેનો તિરસ્કાર કરીએ, એ જરા પણ સારી વાત નથી. ‘હું સારામાં સારી ક્રિયા કરું તો બીજા શા માટે ન કરે ? બીજાએ પણ કરવી જ જોઇએ. જુઓ તો ખરા ! બીજાઓ ક્રિયામાં કેટલી ઘાલમેલ કરે છે ? આ તો હું જ એવો કે એકદમ ચોખ્ખી ક્રિયા !' આવી વૃત્તિ ધીરે-ધીરે માણસને બીજાની ઉપદેશધારા * ૧૦૧ ઉપદેશધારા * ૧૦૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ નિંદા કરવા પ્રેરે છે. આવા માણસે સમજવું જોઇએ કે હું પણ ક્યાં પહેલેથી આવી ચોખી ક્રિયા કરતો હતો ? ધીરે-ધીરે જ બધું શીખ્યો છું ને ?, વળી, મારી ક્રિયા ચોખ્ખી જ છે, એવું કોણે કહ્યું ? કેવળજ્ઞાનીની દષ્ટિમાં કેવી હશે ? કોણ જાણે ? હું મારી જાતે જ મને સર્ટીફિકેટ આપી દઉં તે કેમ ચાલે ? સંભવ છે : ચોખી ક્રિયાના નામ હું મારા અહંકારને જ પોષતો હોઉં ! બીજા લોકોની ક્રિયા બાહ્ય દષ્ટિએ કદાચ હીન હોય, પણ કેવળીની દષ્ટિએ પૂર્ણ પણ હોઇ શકે. મારી અપૂર્ણ નજર બધે અપૂર્ણ જ જુએ છે. ખામીથી ભરેલી નજર બધે ખામી જ શોધે. મને બીજે ખામી દેખાય છે, એનો અર્થ જ એ કે હું ખામીથી ભરેલો છું. કેવળજ્ઞાની બધાના બધા જ દોષો જાણે છે, છતાં કદી પણ કહેતો નથી. હું નથી જાણતો-નથી જોતો, છતાં જેમ-તેમ બક-બક કર્યા કરું છું ! પૂર્ણ આત્માઓ આખા જગતને પૂર્ણરૂપે જુએ છે. જયારે હું જગતને અપૂર્ણરૂપે જોઉં છું. મને બીજા અપૂર્ણ દેખાય છે તે મારી જ અપૂર્ણતાની નિશાની છે. આવી વિચારણાથી માણસ નિંદાથી બચી શકે, ક્રિયાના અજીર્ણથી બચી શકે. ઠીક છે, આવી વિચારણાથી આપણે નિંદા કરવાથી તો બચી શકીએ... પણ બીજા કોઇ આપણી નિંદા કરતા હોય તો શું કરવું ? એ નિંદામાં કોઇ સચ્ચાઇ હોય તો હજુયે ઠીક, પણ માત્ર કીચડ ઉછાળવાની જ નિયત હોય તો શું કરવું ? એ આપણી સામે કીચડ ઉછાળે તો શું આપણે પણ એમની સામે કીચડ ઉછાળવું ? ‘Tit for tat'નો સિદ્ધાંત અપનાવવો ? અથવા શું અકળાઇ જવું ? નિંદક તો મહાઉપકારી છે. કબીર કહે છે : નિંદક ખેડા રાખીએ, આંગણી કૂટી છવાઇ; બિન સાબુન પાણી બિના, નિરમલ કરે સુભાઇ, નિંદક દૂર ન કીજિયે, દીજે આદર માન; નિરમલ તન મન સબ કરે, બકિ આનહીં આન. - કબીર (ગ્રંથાવલી, પૃ-૮૨) બખના પણ આવી જ વાત કહે છે : ધોબી ધોવે કપડા, નિંદક ધોવે મેલ; ભાર હમારા લે ચલે, (જર્યું) બણિજારા બૈલ. - બખના આપણી નિંદા થતી હોય તો નારાજ થવાની જરૂર નથી જ, પણ રાજી થવાની જ જરૂર છે. માણસ નગણ્ય માણસની કદી નિંદા કરતો નથી. એટલે નવરું પણ કોણ છે ? તમારી જો ચારેબાજુ નિંદા થતી હોય તો સમજી લેજો કે તમે કાંઇક ગણના-પાત્ર બન્યા છો. તમારી નિંદા, પ્રગતિની સૂચક છે. તમારી પ્રગતિએ તમારા હરીફોમાં ઈર્ષ્યા જગાવી છે, જે અત્યારે નિંદારૂપે બહાર આવી રહી છે. આ સંદર્ભમાં ડેલ કાર્નેગીના વાક્યો યાદ રાખવા જેવા છે : | ‘અનૂચિત ટીકા, પરોક્ષરૂપમાં તમારી પ્રશંસા જ છે. યાદ રાખો : કોઇ પણ માણસ મરેલા કૂતરાને લાતો નથી મારતો.” - ડેલ કાર્નેગી (હાઉ ટુ સ્ટોપ વરીથિંગ એંડ સ્ટાર્ટ લિવિંગ) આપણે ભૂલ કરીએ ત્યારે અંગત ભલે કરે, પણ ભૂલ ન હોય ત્યારે નિંદા કરે એ કેમ ચાલે ? - એવું વિચારતા જ નહિ. તમે ભલે ને બરફ કે આકાશ જેવા સ્વચ્છ હો, છતાં પણ લોકો તમારા વિષે કાંઇ નહિ જ બોલે, એવું માનતા જ નહિ. રામને નહિ છોડનારા લોકો તમને છોડશે ? શેક્સપિયરના શબ્દોમાં આ વાતનો પડઘો સંભળાશે : Be thou as chaste as ice, as pure as snow, Thou shalt not escape calumy. - શેક્સપિયર (હેમલેટ, ૩/૧) ઉપદેશધારા + ૧૦૨ ઉપદેશધારા * ૧૦૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ 'आदमियों के गुप्त दोष प्रकट मत कर । क्योंकि तू उन्हें लज्जित करेगा और अपने आपको अविश्वस्त ।' - શેખ સાદી (ગુલિસ્તાં, આઠમો અધ્યાય) માણસની એક ખાસિયત જાણવા જેવી છે : જયારે એ કોઇની સારી વાત સાંભળે છે, ત્યારે ભાગ્યે જ સાચી માને છે, પણ કોઇની ખરાબ વાત તરત જ સાચી માની લે છે. કોઈ પણ માણસની પરીક્ષા કરી લેજો. બીજાની શા માટે ? આપણી જ મનોવૃત્તિનું નિરીક્ષણ કરી લઇએ ને ! કોઇના વિષે પ્રશંસા સાંભળવા મળી : અમુક ભાઇ બહુ જ દાની છે. આપણું શંકાશીલ મન તરત જ બોલી ઊઠશે : ન હોય ! કોઇ આટલું દાન કરી જ શી રીતે શકે ? આ તો કાળા નાણાંનો નિકાલ છે નિકાલ. આ કાંઇ દાન કહેવાય. કોઇ અતિ સજજન ગણાતા માણસ પર પાંચેક લાખના ગોટાળાના આક્ષેપની વાત સાંભળવા મળી. આપણું શંકાશીલ મન તરત જ બોલી ઊઠશે : જોયું ને ? અમે તો પહેલેથી જ કહેતા હતા : આ માણસ આવો જ છે. પાંચ નહિ, વધુ હશે વધુ. જરા ઉંડાણથી તપાસ તો કરો. આવી માનસિક વિકૃતિના કારણે જ આપણને બીજાની નિંદા સાંભળવી ગમે છે. આપણી શ્રવણ-રુચિ જોઇ બોલનારો પણ ગેલમાં આવી જાય છે ને મીઠું-મરચું નાખીને વધુને વધુ આપણને ઉત્તેજિત કરતો રહે છે. આવી વ્યક્તિથી બચવાની ખાસ જરૂર છે. સમજદાર તો તરત જ સમજી જાય : જે મારી આગળ બીજાનું વાટે છે તે બીજા આગળ મારું નહિ વાટે ? શેખ સાદી આવી સમજણ આપતાં કહે છે : 'वह जो दूसरों के दोष तेरे सामने ला कर गिनता है, निश्चय ही वह दूसरों के सामने भी तेरे दोष ले जायेगा ।' - શેખ સાદી (ગુલિસ્તાં, બીજો અધ્યાય) શેખ સાદીની બીજી વાતો પણ સમજવા જેવી છે. એ કહે છે : ભગવાન તો તમારા બધા દોષ જાણે છે ને ? છતાં કદી બોલે છે ? અને આપણે ? “પરમેશ્વર રેવતા ઈં ૩ર છુપાતા હૈ. પદોશી ( ‘આપણે' વાંચો) ફેરવ્રતા નહીં ઔર વિચ્છતા હૈ' -: પ્રેરણા બિંદુ :ટીનને પપ્પાએ કહ્યું : “જા બેટા, સારામાં સારી ચારણી લઇ આવ.' થોડીવાર પછી ટીનુ ખાલી હાથે આવ્યો ને કહેવા લાગ્યો : પપ્પા ! પપ્પા ! મને તો એકેય ચારણી સારી ન દેખાઇ ! બધામાં કાણા જ કાણા ! કાણા વિનાની ચારણી હોઇ શકે ? દોષ વિનાનો માણસ હોઇ શકે ? જો કોઇ માણસ સંપૂર્ણ દોષરહિત હોય તો સમજી લેજો : એ માણસ નથી, ભગવાન છે. બાકી, છદ્મસ્થ માત્ર દોષને પાત્ર ! કોઇની પણ ટીકા કરવાનો આપણો અધિકાર નથી. છતાં આપણે પુષ્કળ પ્રમાણમાં અનધિકૃત ચેષ્ટા કરીએ જ છીએ. આપણે રામને નથી છોડ્યા. (એમ ન સમજજો કે રામની ટીકા કરનારો કોઇ બીજો ધોબી હતો. આપણે પોતે જ ધોબી હતા.) આપણે સીતાને નથી છોડી કે અરિહંતોને પણ નથી છોડ્યા. આજ કારણે આપણે દોષમુક્ત બની શક્યા નથી. દુર્યોધનને કોઇ સારો માણસ દેખાતો ન્હોતો, યુધિષ્ઠિરને કોઇ ખરાબ દેખાયો ન્હોતો. આપણી આંખ દુર્યોધનની કે યુધિષ્ઠિરની ? બાર વર્ષની સેવાથી પ્રસન્ન થયેલા ગુરુએ શિષ્યને જાદુઈ આરીસો આપ્યો. એ જાદુઇ આરીસામાં મનનું પ્રતિબિંબ પડતું ! કોઇ પણ માણસની સામે આરીસો ધરો એટલે એની માનસિકતા દેખાઇ આવે. શિષ્ય એક દિવસ ગુરુની સામે આરીસો ધરી દીધો ઉપદેશધારા * ૧૦૪ ઉપદેશધારા + ૧૦૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ અને તે સ્તબ્ધ થઇ ગયો : ગુરુના મનના કોઇ ખૂણામાં ક્રોધનો સાપ ફૂંફાડા મારી રહ્યો, ક્યાંક લોભનો સાગર ઊછળી રહ્યો તો ક્યાંક કામની આગ ભડકે બળી રહી હતી. મારા ગુરુ આવા ? જેને હું પરબ્રહ્મરૂપ માનતો હતો તે ગુરુ આવા ? બીજા જ દિવસથી તેનો ગુરુ પરનો આદર મંદ થઇ ગયો. ગુરુ, કારણ સમજી ગયા. એક દિવસ તેમણે એ જાદુઇ આરીસો જાત સામે ધરવાનું શિષ્યને કહ્યું. જાત સામે ધરતાં જ શિષ્ય તો આભો જ થઇ ગયો : બાપ રે ! કેટલા બધા દોષોથી હું ભરેલો છું ? આખીયે દુનિયાના દોષો એકઠા કરવામાં આવે તો પણ મારા દોષોના ઢગલા આગળ એ નાના પડે. એના મુખેથી સરી પડ્યું : મોં સમ કૌન કુટિલ ખલ કામી ? સાચે જ જ્યારે આત્મનિરીક્ષણ દ્વારા પોતાની જાતમાં દોષોનો ઠે૨ દેખાય ત્યારે કોઇની પણ નિંદા કરવાનું મન જ ન થાય. આ જાદુઇ આરીસો (આત્મનિરીક્ષણનો આરીસો) સૌએ વસાવી લેવા જેવો છે. આપણો નંબર શામાં ? બીજાને સુખી જોઈને આપણે રાજી થઇએ છીએ કે નારાજ ? આપણી પાસે જે આપણા પરિચિતે નવી જ દુકાન (આપણા જેવી જ) ખોલી હોય અને તેમાં આપણી દુકાનથી વધારે ધરાકી જામે, વધારે ક્રમાી થાય (આપો એક પણ ધરાક તૂટ્યો ન હોય કે કમાણી ઘટી ન હોય ત્યારે આપણે રાજી થઈશું કે નારાજ થઈશું ? જાતને પૂછી લેજો. બીજાને ગુન્ની કે સુખી જોઈ રાજી થવું ખૂબ જ અઘરું છે. મોટા મહાત્માઓ માટે પણ ક્યારેક એ અઘરું બની જાય છે. સ્થૂલભદ્રજીની ગુજ્ર-પ્રશંસા સિંહગુફાવાસી મુનિ સહી શક્યા નહોતા કે બાહુ-સુબાહુના સેવાગુણની પ્રશંસા પીઠ-મહાપીઠ મુનિઓ સહી શક્યા નહોતા. ઉપદેશધારા × ૧૦૬ (૧૧ ધર્માદ્રિ પર્વ વાનમ્ । આટલું કહીને શાસ્ત્રકારોએ દાનનું સ્થાન ખૂબ જ ઉંચે મૂક્યું છે. ધર્મનું પ્રથમ સોપાન દાન છે. માટે જ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાન છે. ભગવાનશ્રી આદિનાથે તથા ભગવાનશ્રી મહાવીરસ્વામીએ પ્રથમ ભવમાં દાનધર્મથી જ સમ્યક્ત્વ મેળવ્યું હતું. પ્રકૃતિમાં સર્વત્ર નજર કરો. બધા કંઇક ને કંઇક આપી જ રહ્યા છે. વાદળ જળ, વૃક્ષ ફળ, ગાય દૂધ, ચંદન સુવાસ તથા સૂર્ય પ્રકાશ આપે છે. પૃથ્વી, પાણી આદિથી લઇને પશુ સુધીના તમામ પ્રાણીઓ કંઇક ને કંઇક આપે છે, પણ માણસ શું આપે છે ? બધાની પાસે લેવું ને કોઇને કશું જ આપવું નહિ ? નદી પાસે ગયો, નિર્મળતા મળી. પુષ્પ પાસે ગયો, કોમળતા મળી. દાન શું એ કહેવાની જરૂર છે ? માનવી પાસે ગયો, નિષ્ફળતા મળી. પ્રકૃતિના દરેક તત્ત્વો માનવોના કાનમાં કહે છે : આપો... આપો... આપો... આપો... જુઓ, અમે કેવા આપીએ છીએ ? પ્રકૃતિ કહે છે : ‘આપો’. માણસ એનો જ પડઘો પાડે છે ઃ આપો ! એ આપવા તૈયાર નહિ થાય, માંગવા તૈયાર થશે, પ્રકૃતિનો સંદેશ સાંભળવાના બદલે જાણે તે તેના ચાળા પાડે છે ! ઉપદેશધારા * ૧૦૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ આપણને કોઇ આપે તે ગમે કે આપણે કોઇને આપીએ તે ગમે ? ‘આપ’, ‘નથી', ‘લો’ અને ‘નથી જ જો ઇતું' આ ચાર પ્રકારના વાક્યો છે. આમાં કયું વાક્ય આપણને વધુ ગમે ? તમે જ્યારે કોઈને કહો છો : “આપો’, તે જ વખતે તમારી ગરિમા ઘટી જાય છે, તમારામાંથી બધું જ તેજ અને બધી જ શોભા રવાના થઇ જાય છે. देहीति वचनं श्रुत्वा, देहस्थाः पञ्च देवताः । નનિ તક્ષUવ , ધા-શ્રી-હી- ર્તિ-ન્તિ: || ‘આપો' આટલું સાંભળતાં જ દેહમાં રહેલા પાંચ દેવતા ધી, શ્રી, હી, કીર્તિ અને કાંતિ તે જ ક્ષણે રવાના થઇ જાય છે. તમે ક્યારેક આવું અનુભવ્યું પણ હશે. આથી જ જેમણે અનુભવ્યું તેમણે કહ્યું : માંગવા કરતાં મરવું સારું ! ‘આપો’ વાક્ય તમે ઊંચે હો તો પણ તમને નીચે લાવે છે. ‘લો’ વાક્ય તમે નીચે હો તો પણ તમને ઊંચે લઇ જાય છે. જુઓ, લેનારો સાગર નીચે છે, આપનારો વાદળ ઊંચે છે. ‘આપો', અધમ વાક્ય છે. ‘નથી’. ‘તમે માંગ્યું, પણ મારે આપવું નથી.’ આ અધમાધમ વાક્ય છે. ‘લો’ વાક્યોમાં રાજા જેવું આ વાક્ય છે. ‘નથી જ જોઇતું.’ આ, વાક્યોમાં ચક્રવર્તી છે. કોઇ તમને આપતું હોય છતાં તમે પુણીયા શ્રાવકની જેમ કહી દો : “મારે કશું જ જોઇતું નથી' તો તમે ચક્રવર્તીથી પણ સ્વયમેવ મહાન બની જાવ છો. આ નિઃસ્પૃહતાના કારણે જ ચક્રવર્તી કરતાં પણ મુનિ મહાન છે. આપણે એટલી બધી સ્પૃહાથી ભરેલા છીએ કે જેનો કોઈ હિસાબ નથી. આમ ખ્યાલ ન આવે, પણ કોઈ પ્રસંગે ખ્યાલ આવે. સોમાંથી હજાર, હજારમાંથી લાખ, લાખમાંથી ક્રોડો ઇચ્છતું મન જો ઇએ ત્યારે એની સ્પૃહાનો ખ્યાલ આવે. આવશ્યકતા તો અહીં દરેકની પૂરી થઇ શકે તેમ છે, પણ ઇચ્છા એકની પણ પૂરી ન થાય. ઇચ્છાઓની ઊંચાઇ પાસે હિમાલય નાનો છે. એની ઊંડાઇ પાસે સાગર છીછરો છે એની વિશાળતા પાસે આકાશ પણ નાનો છે. આકાશની જેમ ઇચ્છાઓનો કોઇ અંત નથી. આ ઇચ્છાઓ જીવને શીખવે છે : બધું જ આ તારા માટે છે. તું બધું જ મેળવી લે. ઇચ્છાઓની તરતમતાથી માણસો ચાર પ્રકારના છે. જેમ જેમ સ્વાર્થભરી ઇચ્છાઓ ઘટતી જાય છે, તેમ તેમ માણસની ઉત્તમતા વધતી જાય છે. જુઓ, અધમ કહેશે : મેરા સો મેરા, તેરા ભી મેરા. બધું હડપ્પ કરવાની ઇચ્છા. (કૃષ્ણ-નીલ લેગ્યા) મધ્યમ કહેશે : મેરા સો મેરા, તેરા સો તેરા. બીજાનું હડપવાની ઇચ્છા ઘટી. (કાપોત લેશ્યા) ઉત્તમ કહેશે : તેરા સો તેરા, મેરા ભી તેરા, સ્વાર્થ ભાવના ગઇ, પરાર્થ શરૂ. (તજો-પદ્મ-લેશ્યા) ઉત્તમોત્તમ કહેશે : ના કુછ તેરા, ના કુછ મેરા, જગ કા સબ યહ ઝૂઠ ઝમેલા. વાસ્તવિક ધર્મ, નિઃસ્પૃહતાની પરાકાષ્ઠા. (શુક્લ લેગ્યા) સ્વ પ્રત્યેનો તીવ્ર રાગ ઘટે, તેમ સ્વાર્થ ભાવના ઘટે. સ્વાર્થ ભાવના ઘટતી જાય તેમ તેમ માણસ વધુને વધુ ઉદાર થતો જાય. મમ્મીચૂસથી કંજૂસ સારો. કંજૂસથી દાની અને દાનીથી ઉદાર સારો ગણાય. મખ્ખીચૂસ અને કંજૂસમાં શો ફરક? બંને એક જેવા જ નહિ? દાની અને ઉદારમાં શો ભેદ ? બંને સરખા જ નથી લાગતા? નહિ, ફરક છે. જરા સમજીએ. ઉપદેશધારા * ૧૦૮ ઉપદેશધારા + ૧૦૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ પોતે પણ ન ખાય અને બીજાને પણ ન ખાવા દે, તે મખ્ખીચૂસ, પોતે ખાય, પણ બીજાને ન આપે, તે કંજૂસ. ભેદ સમજાયો ? પોતે ખાય અને બીજાને પણ ખવડાવે, તે દાની. પોતે ભૂખ્યો રહીને પણ બીજાને ખવડાવે, તે ઉદાર, બીજા કંજુસ કહેવાય, પણ મમ્મણ જેવા (કુટુંબીઓને પણ પૂરું નહિ આપતા) મખ્ખીચૂસ કહેવાય. જગડુશા, ભામાશા જેવા દાની કહેવાય, પણ પુણિયા શ્રાવક જેવા ઉદાર કહેવાય, જે સ્વયં ઉપવાસ કરીને પણ સાધર્મિક-ભક્તિ કરે. પોતાની જગા રાખીને બીજાને જગા આપનારા દાની કહેવાય, પણ પોતાનો પગ ઊંચો રાખીને સસલાને જગા આપનાર હાથી (મેઘકુમારનો જીવ) ઉદાર કહેવાય. બીજાને જીવન-દાન આપનાર દાની કહેવાય, પણ બીજાને બચાવવા પોતાના પ્રાણ આપવા તૈયાર થનાર મેઘરથ (શાંતિનાથનો જીવ) જેવા ઉદાર કહેવાય. મેઘરથની યાદ અપાવે તેવા વર્તમાન કાળમાં પણ જોવા મળે છે. - વઢવાણના શેઠ રતિલાલ જીવણલાલને સમાચાર મળ્યા : નકામા ઘોડાઓની રાજા કતલ કરવાના છે. જીવદયાપ્રેમી રતિલાલભાઇ ત્યાં પહોંચી ગયા. ઘોડાઓને ખાડામાં નાખી ઉપરથી બંદૂક ચલાવવાની હતી. રતિલાલભાઇ ખાડામાં જ કુદ્યા : ઘોડા પહેલા ગોળી મને લાગવી જોઇએ. પોલીસોએ તેમને બહાર કાઢ્યા તો બીજી વાર ભૂસકો માર્યો, આમ વારંવાર ભૂસકા મારવાથી તેમનો એક હાથ ભાંગી ગયો. પછીથી હાથ કપાવવો પડ્યો. રતિલાલભાઈની ભાવનાને માન આપીને રાજાએ ઘોડાઓ મારવાનો હુકમ રદ કર્યો. આને ઉદારતા કહેવાય, ઉત્કૃષ્ટ અભયદાન કહેવાય. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન - આ પાંચમાં અભયદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. ‘સાને વા સમયથા' . બીજી રાણીઓએ એક દિવસ સુંદર ભક્તિ કરી છતાં પેલા ચોરને આનંદ ન થયો. જયારે છેલ્લી રાણીએ ભલે બહુ ભક્તિ ન કરી પણ જીવનદાન - અભયદાન અપાવ્યું ત્યારે જ તેને આનંદ થયો. આવા પ્રસંગો દ્વારા સ્વતઃ અભયદાનની મહત્તા પ્રસ્થાપિત થાય છે. તરતી પેઢીએ આપવું તે દાન કહેવાય, પણ ડૂબતી પેઢીએ આપવું તે ઉદારતા કહેવાય. પાટણના નગીનદાસ શેઠ જ્યારે જયારે વેપારમાં ખોટ જતી ત્યારે ત્યારે ભગવાનના ભંડારમાં વધુ રૂપિયા નાખતા. કારણમાં કહેતા : પુણ્ય ઘટ્ય માટે ખોટ ગઇ ? આવતી કાલે સાવ પુણ્ય ઘટી જાય ને હું કાંઇ ન કરી શકે એ પહેલા જ વધુને વધુ દાન આપી દઉં ! પોતાની પાસે હોય ને તેમાંથી કંઈક આપવું તે દાન કહેવાય, પણ પોતાની પાસે સાવ થોડુંક હોય છતાંય તેમાંથી કંઇક આપવું અથવા બધું જ આપવું તે ઉદારતા કહેવાય. ભીમા કુંડલીયાએ પોતાના સાત-સાત દ્રમ્ય સત્કાર્યમાં ખર્ચી નાખેલા. સંગમે થાળીમાંની બધી જ ખીર વહોરાવી દીધેલી. આ ઉદારતા કહેવાય. પોતાના નામે આપવું તે કદાચ દાન કહેવાય, પણ બીજાના નામે પોતાના પૈસા આપવા તે ઉદારતા કહેવાય. ગિરનારના સંઘમાં ચોરવાડમાં શેઠ હઠીસિંહ, મોતીશા શેઠના નામે એક દિવસની સાધર્મિક ભક્તિ કરેલી, (મોતીશા શેઠે પણ હઠીસિંહના નામે વેપાર કરી કમાણી હઠીસિંહને આપવા માંડ્યા ત્યારે હઠીસિંહે કહ્યું : મારા નામે તમે કેમ વેપાર કર્યો ? મોતીશા : મારા નામે તમે કેમ સાધર્મિક ભક્તિ કરેલી ?) મંત્રી હેમડના નામથી પેથડશાએ ત્રણ વર્ષ સુધી ઓંકારપુરમાં દાનશાળા ચલાવેલી. આ ઉદારતા છે ! ઉપદેશધારા * ૧૧૦ ઉપદેશધારા * ૧૧૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતવાળાને આપવું તે દાન કહેવાય, પણ પોતાની જરૂરિયાત સમજીને આપવું તે ઉદારતા કહેવાય. મિત્રાદિને આપવું તે દાન કહેવાય, પણ પોતાનું બગાડનારને પણ આપવું તે ઉદારતા કહેવાય. હરકોર શેઠાણીએ ચોરી કરવા પ્રયત્ન કરનાર મજૂરને ત્રણ ગણી રોજી આપેલી. શેઠાણી રોજ જાજમ નીચેથી, પૈસા આપતા. આથી પેલો મજૂર સમજેલો કે નીચે જમીનમાં ખજાનો છે. એ મેળવવા રાત્રે ખોદકામ કરેલું. હરકોર શેઠાણી આ જોઇ ગયેલા. ઠાણંગ સૂત્રમાં ચાર પ્રકારના વાદળ જેવા માણસો કહેલા છે : (૧) ગરજે, પણ વરસે નહિ. બોલે, પણ આપે નહિ. (૨) ગરજે નહિ, પણ વરસે. બોલે નહિ, પણ આપે. (૩) ગરજે પણ ખરો અને વરસે પણ ખરો. બોલે અને આપે. (૪) ગરજે પણ નહિ અને વરસે પણ નહિ. બોલેય નહિ ને આપેય નહિ. કેટલાક માણસો બોલ-બોલ બહુ કરે, પણ ખરે અવસરે આપે નહિ. કેટલાક તો બોલીને પણ ન આપે. કંજુસ શેઠ ચારણ પર ખુશ થઇ ગયા : તને પાઘડી આપીશ. બધાની વચ્ચે બોલતાં તો બોલી ગયા, પણ પછી આખી રાત ઊંઘ ન આવી. આમાંથી છૂટવું શી રીતે ? ઘણી ગડમથલ ચાલી, સવારે ચારણ પાઘડી માંગવા આવ્યો ત્યારે કહ્યું : હં... તને પાઘડી આપીશ ને ! મારો વાયદો એટલે વાયદો ! હું વાયદામાં પાકો ! પણ તારે વાટ જોવી પડશે. જ્યારે આપીશ ? એમ મેં સમયની મર્યાદા તો બાંધી નથી. સાંભળ, આ વરસે હું ખેતરમાં કપાસની વાવણી કરાવીશ. તેમાંથી મળેલા રૂ ને પીંજાવીશ, કંતાવીશ. પછી વણકર પાસેથી વસ્ત્ર તૈયાર કરાવીશ. તેને કેસરીયો રંગ ચડાવીશ. સરસ મજાની પાઘડી તૈયાર થશે. હું પહેરીશ. મારો પુત્ર પહેરશે. પૌત્ર અને પ્રપૌત્ર પણ પહેરશે, પછી એ પાઘડી તને આપીશ. બિચારો ચારણ ! કેટલાક એવા હોય છે : જરા પણ બોલ્યા વિના દાન કર્યું જાય, વિ.સં. ૨૦૪૩માં કચ્છની પંચતીર્થી વખતે અમે મેરાઉ ગયેલા. એક ભાઈ મળવા આવેલા. ગાંધીધામમાં રહેતા મૂળ મેરાઉના દેવજીભાઇ વિષે વાત નીકળી, દેવજીભાઇ નામ આવતાં જ એ ભાઇની આંખ આંસુથી છલકાઇ ગઇ : મહારાજ ! એમની શું વાત કરીએ ? દેવ જેવા એ માણસ હતા ! કોઇ પણ માંગવા જાય. કદી ખાલી હાથે પાછા ન મૂકે. અમને થોડાક વર્ષ પહેલા ૪૫ હજાર રૂપિયા આપેલા. કારણ કે ત્યારે અમારી પાસે કાંઇ ન્હોતું. પણ અમારું નસીબ ફૂટેલું ! દુકાન બરાબર ચાલી નહિ, નુકશાની થઇ. ફરી વાર તેમણે ૪૫ હજાર રૂપિયા આપ્યા. ત્યાર પછી ધંધો બરાબર ચાલ્યો. અમે સુખી થયા. પણ મહારાજ ! આજ સુધી તેમણે કદી એ પૂછ્યું નથી : મારા અગાઉના ૪૫ હજારનું શું થયું ? અમે આ વાત સાંભળી ગદ્ગદ્ થઇ ગયેલા. આજના કાળમાં પણ આવા ગુપ્તદાનીઓ વસે છે ખરા ! બોલીને આપનારા અને નહિ બોલીને નહિ આપનારા તો ઘણાય છે. દાન વખતે માણસને ભય લાગે છે : ધન ઘટી જશે તો ? માંડ-માંડ મેળવેલું આમ નાખી થોડું દેવાય ? पंखी चुग कर ले चला, नदी न घटियो नीर; दान दिये धन ना घटे, कह गये दास कबीर. नाव में पानी बढा, और घर में दाम; दोनों हाथ उलेचीए, यही पुण्य का काम. એમ કબીરજી ભલે કહી ગયા હોય, પણ આપણે વિચારવું જોઇએ ને ? કમાતાં વર્ષો લાગે, આપતાં મિનિટ પણ ન લાગે. ઉપદેશધારા * ૧૧૨ ઉપદેશધારા * ૧૧૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ કબીરને તો ખાલી કહેવું છે, જયારે આપણે સંસાર ચલાવવો છે. સંસારમાં કાંઈ ધન વિના ચાલે ? પણ, બની ગયેલી ઘટનાઓ એમ કહે છે : દાનથી કોઈ દરિદ્ર થયું નથી. જો એમ જ હોત તો સૌથી વધારે દાન કરનારી જૈન કોમ આટલી સમૃદ્ધ ન હોત. ઉર્દુ, નહિ આપવાથી માણસ ખાલી થઇ જાય છે. ગાયને જો રોજ દોહવામાં ન આવે તો ? ફૂલોને રોજ ચૂંટવામાં ન આવે તો ? ગાય, ફૂલ અને કૂવો આપવાથી ન ઘટવાના ઉદાહરણો છે. ભીમાં કુંડલિયાએ સાત જ દ્રમ્મ આપ્યા, વાડામાંથી ગાયે ખીલો ઊખેડતાં મળ્યું કેટલું ? મમ્મણે કાંઇ ન આપ્યું તો જીવનમાં એણે મેળવ્યું શું ? જગડુશાએ અઢળક આપ્યું તો એણે ગુમાવ્યું શું ? વસ્તુપાલ, પેથડશા વગેરેએ શું ગુમાવ્યું ? ક્યારેક શાંતિથી બેસીને વિચારવા જેવું નથી ? ઘણા વ્યવહાર-ડાહ્યાઓને આ સમજાતું નથી. ભોજરાજાના મંત્રીને પણ આ ન્હોતું સમજાતું. ભોજરાજાના અઢળક દાનને જો ઇને તિજોરી સાફ થઇ જવાના ભયે તેમણે દિવાલમાં લખ્યું : ‘માપવર્થ થનું રક્ષેદ્ !' ‘મુશ્કેલીના સમયે કામ લાગે, માટે ધનને બચાવવું જોઇએ.' મર્મ સમજી ગયેલા ચકોર ભોજે બીજે દિવસે તેની નીચે લખ્યું : ‘શ્રમતામાપ: #d: ?' ધનવંતોને આપદા ક્યાંથી આવે ?” ત્રીજે દિવસે મંત્રીએ લખ્યું : ‘ચિત્ પિત્ત વૈ' ‘ક્યારેક ભાગ્ય રૂઠે ત્યારે...' ચોથે દિવસે રાજા એ લખ્યું : 'सञ्चितोऽपि विनश्यति' ‘ભાગ્ય રૂઠશે ત્યારે ભેગું કરેલું પણ નષ્ટ થઈ જશે.' મંત્રી સમજી ગયા. એક ખેડૂત પણ સમજે છે : ખેતરમાં હું મણ બી વાવું છું, પણ મણ જેટલા બી મને મળશે. બેન્કમાં પૈસા મૂકનારો સમજે છે : પાંચ વર્ષે બમણા થઇને મને મળશે. દાન આપનારો શું સમજે છે ? પૈસા વેડફાઇ રહ્યા છે એમ સમજે છે કે નવાઇ રહ્યા છે, એમ સમજે છે ? એક સ્થળે કહ્યું છે : व्याजे स्याद् द्विगुणं द्रव्यं, व्यापारे च चतर्गणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं पुनः ॥ પૈસાને વ્યાજમાં મૂકો તો બમણા થાય. વેપારમાં ચાર ગણા થાય. ક્ષેત્રમાં સો ગણા થાય પણ સુપાત્રમાં અનંતગણા થાય. જો કે આ ફળ ત્યારે જ મળે, જયારે મેળવવાની ઇચ્છા તદ્દન મરી પરવારી હોય. શિવાલયમાં શિવલિંગની સામે રહેલો નંદી તમે કદી જોયો છે ? ત્રણ પગ જમીન પર વળી ગયા છે. એક પગ ટટ્ટાર છે. આ શું સૂચવે છે ? જૈનેતરની દૃષ્ટિએ ધર્મરૂપી વૃષભના ચાર પગ છે : તપ, જ્ઞાન, યજ્ઞ અને દાન ! મનુસ્મૃતિ કહે છે : સત્યુગમાં તપ, ત્રેતાયુગમાં જ્ઞાન, દ્વાપરયુગમાં યજ્ઞ અને કલિયુગમાં દાન શ્રેષ્ઠ છે. અત્યારે તપ, જ્ઞાન અને યજ્ઞરૂપ ધર્મો લુપ્તપ્રાય થઇ ગયા છે. કલિયુગમાં ધર્મ એક જ પગે (દાનથી) ઊભો છે, એમ શિવાલયનો નંદી જણાવે છે. ઉપદેશધારા * ૧૧૪ ઉપદેશધારા * ૧૧૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ એનો અર્થ એ થયો : કલિયુગમાં દાન શ્રેષ્ઠ છે. વેદો અને ઉપનિષદો પણ આ જ કહે છે. ઋગ્વેદ કહે છે : સો હાથે કમાવો, પણ હજાર હાથે આપો. તૈતરીય ઉપનિષદ્ કહે છે : શ્રદ્ધાથી કે અશ્રદ્ધાથી, અમીરીમાં કે ગરીબીમાં, પ્રેમથી કે ભયથી, લોકલાજથી કે ગમે તે રીતે આપો. માણસને આપવું તો પડે જ છે, પણ એ કઇ રીતે આપે છે ? તે મહત્ત્વનું છે. ઠાણંગ સૂત્રમાં દાનના દસ ભેદ કહ્યા છે : (૧) અનુકંપા દાન : દુઃખીને જોઇ દયાથી આપવું. (૨) સંગ્રહ દાન : વધુ સંગ્રહ માટે આપવું. દા.ત. ચૂંટણી ભંડોળમાં વેપારીનું દાન. (૩) ભયદાન : જમાદાર, પોલીસ, ડાકુ વગેરેને ભયથી આપવું. (૪) કારુણિક દાન: કરુણાથી પ્રેરાઇને આપવું. દા.ત. : મહાવીરપ્રભુનું વસ્ત્રદાન, (૫) લજ્જા દાન ઃ શરમાશરમીએ આપવું. સભા વચ્ચે શરમથી આપવું. (૬) ગૌરવ દાન : મોટાઇ મેળવવા આપવું. (૭) અધર્મ દાન : અધર્મ કાર્યોમાં આપવું. (૮) ધર્મ દાન : ધર્મ કાર્યો માટે આપવું. (૯) કાહી દાન : બદલાની ભાવનાથી આપવું. ‘જાદી' એટલે ‘રિતિ’। હું દાન કરીશ તો એ પણ કરશે, એવી ભાવનાથી આપવું. ઉપદેશધારા * ૧૧૬ (૧૦)કાંતિ દાન : પ્રત્યુપકાર રૂપે આપવું. ‘તં' એટલે ‘ભૂતમ્' । તેણે પહેલાં દાન કરેલું છે, માટે મારે પણ કરવું જોઇએ, એમ સમજીને આપવું. ગીતામાં બતાવેલા દાનના ત્રણ પ્રકાર સમજવા જેવા છે : (૧) સાત્ત્વિક દાન : દેશ, કાળ, પાત્ર જાણીને ‘દાન એ કર્તવ્ય છે' એમ માનીને અપાય તે. દા.ત. સંગમ (શાલિભદ્રનો જીવ) (૨) રાજસ દાન : ક્લેશપૂર્વક, પ્રત્યુપકારની આશાથી ફળના ઉદ્દેશ્યથી અપાય તે. દા.ત. વેપારી આદિ ઇન્કમટેક્ષ આદિના અધિકારીને આપે તે. (૩) તામસ દાન : અયોગ્ય દેશ-કાળમાં, અપાત્રમાં તિરસ્કારપૂર્વક નીચ કાર્ય માટે અપાય તે. દા.ત. : કોઇને પતાવવા ગુંડાને અપાતી ‘સુપારી’. - ગીતા, અધ્યાય-૧૭ દાન તો ઘણા કરે છે, પણ ફળે છે કેટલા ને ? બીજ જમીનમાં ગુપ્ત રહે તો જ અંકુર બનીને બહાર આવી શકે. દાન ગુપ્ત રહે તો જ ફળે. દાન આપીને વાહ-વાહ કરાવનારા, મોટી-મોટી તક્તીઓ લગાવનારા, અખબારોમાં જાહેરાત અપાવનારા જમીનમાં નાખેલું દાનનું બી ખુલ્લું કરી રહ્યા છે. ખુલ્લું બી ન ફળે તેમ પ્રશંસા માટે આપેલું દાન પણ ન ફળે. સંગમે એક થાળી જ ખીર વહોરાવેલી, પણ શાલિભદ્રના ભવમાં એને એ દાનના પ્રભાવે કેટલું મળ્યું તે આપણે જાણીએ છીએ. કારણ કે એ દાન ગુપ્ત હતું. સંગમે ખીર વહોરાવીને ઢોલ ન્હોતો પીટ્યો, બીજાને તો ઠીક, પોતાની માતાને પણ વાત નથી કરી. મનુ કહે છે : પ્રશંસાની ઇચ્છા રાખી તો દાનનું બી સડી ગયું સમજો. હવે એમાંથી વૃક્ષની આશા નહિ રાખતા. ઉપદેશધારા * ૧૧૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ જૂઠથી યજ્ઞ નિષ્ફળ જાય, વિસ્મયથી તપ નિષ્ફળ જાય, સાધુ-નિંદાથી આયુષ્ય (જીવન) નિષ્ફળ જાય, પ્રશંસાથી દાન નિષ્ફળ જાય.' - મનુસ્મૃતિ માટે જ મહાભારતકાર દાન કરતી વખતે વિવેકી બનવાની સલાહ આપે છે : ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તેને ન અપાય. ‘યશ માટે ન આપો, ભયથી ન આપો, અપકાર કરનારને ન આપો, નાચગાનવાળાને ન આપો, ભાંડોને ન આપો.' - મહાભારત (શાંતિપર્વ) પૂજયશ્રી રત્નસુંદરવિજયજી મ.એ એકવાર કહેલું : આપનારા બધા કાંઇ સારા નથી હોતા. કેટલાક તો એવા હોય છે : આપે પણ ખરા અને લાતો પણ મારે. આપનારા ચાર પ્રકારના હોય છે : (૧) દુર્જન : ખાબોચિયા જેવા. ભૂલે ચૂકે પણ તમારો પગ ખાબોચિયામાં પડે એટલે તમારું શરીર ને કપડા બગડ્યા વિના ન રહે. (૨) સજજન : તળાવ જેવા. સામે ચડીને સજજન પાસે માંગો તો ના ન પાડે. તળાવ તમારે ત્યાં ન આવે, તમારે જવું પડે. (૩) સંત: નદી જેવા. સામે ચડીને આપવા આવે; વહેતી નદીની જેમ. (૪) અરિહંત : સાગર જેવા. અખૂટ ભંડાર. સાગર કદી ખૂટે નહિ તેમ આવા દાતા આપતાં કદી અટકે નહિ. સાગરમાંથી વાદળ બને. વાદળમાંથી નદી-તળાવ વગેરે બને. બધાનું મૂળ સાગર છે તેમ બધા દાનનું મૂળ સાગર જેવા અરિહંત છે. દાનનો આટલો મહિમા જાણ્યા પછી પણ ઘણા માણસો મમ્મણની જેમ જીવનપર્યત કંજૂસ જ રહે છે. ઇંગ્લેન્ડમાં એંઠું-જૂઠું ખાતાં અને ચીંથરા જેવા કપડા પહેરતા એક ભિખારી પાસેથી મૃત્યુ પછી લાખ પાઉન્ડ જેટલું ધન મળેલું. મમ્મણનો આ આધુનિક અવતાર ગણાય ને ? આવા કૃપણોને દાતા ગણી શકાય કે નહિ ? ન ગણી શકાય ? પણ કવિઓની કલ્પના જબરી હોય છે. એવી કલ્પના કે જે કંજૂસને પણ મહાદાની બનાવી દે ! કવિઓને કોણ પહોંચે ? દાતા તો પોતાના હાથે પોતાના ધનને સ્પર્શીને દાન આપે છે. આમાં ગુપ્તદાન ક્યાં આવ્યું ? ગુપ્તદાનનો તમારે ત્યાં ખૂબ જ મહિમા છે ને ? ખરો ગુપ્તદાની તો અમારો પેલો કંજુસ છે, જે પોતાના ધનને સ્પર્ષ્યા વિના જ બીજાને આપી દે છે. લેનારને એ ક્યારેય ઓળખતો નથી. દાતા તો ઘણું રાખીને થોડુંક જ આપે, પણ આ બંદા તો બધું જ આપી દે ! આવો કોઇ દાતા તમે જોયો છે ? જુઓ, કવિની કલ્પના : कृपणस्य समो दाता न भूतो न भविष्यति । अस्पृष्टवैव धनं सर्व, यत् परेभ्यः प्रयच्छति ।। ‘કંજૂસ સમાન કોઇ દાતા થયો નથી અને થશે પણ નહિ, જે સ્પર્શ કર્યા વિના જ પોતાનું બધું જ ધન બીજાને આપી દે છે.” (મર્યા પછી) કંજૂસ માટે મજાની ફારસી કહેવત છે : ‘કંજૂસે દાટેલું ધન ત્યારે જ બહાર નીકળે છે, જયારે તે જમીનની અંદર જતો રહે છે.” ઉપદેશધારા * ૧૧૮ ઉપદેશધારા + ૧૧૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ કૃપણ માણસ જીવનમાં શું મેળવે છે ? મમ્મણ જેવા કંજૂસો મરીને સાતમી નરકે જાય, ત્યાં દુ:ખ ભોગવે, એ બધી પરલોકની વાતો ઘડીભર બાજુએ મૂકીએ. આ જીવનનું જ વિચારીએ : કૃપણ કદી સુખ-શાંતિપૂર્વક જીવન યાપન કરી શકે ખરો ? સવાલ જ નથી. કુપણની એક જ વેશ્યા હોય : ધન કેમ વધારવું ? કેમ મેળવવું? મેળવેલું ધન કેમ સાચવવું ? કોઇ ઝૂંટવી તો નહિ લે ને? કોઇ ચોરી તો નહિ જાય ને ? આવી વેશ્યા સતત તેને રહેતી હોય છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં “સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય છે. રૌદ્રધ્યાનના અનુબંધવાળો માણસ સુખી શી રીતે હોઇ શકે ? પરલોકમાં તો એને નરક મળશે ત્યારે મળશે, એ તો આજ જીવનને નરક બનાવી મૂકે છે. અપાર ધન વધારવા ખૂબ જ પ્રયત્નો કરવા, આરંભ-સમારંભમાં મશગુલ રહેવું, ગુંડાઓ દ્વારા ઉઘરાણી કરાવવી, પૈસા ન આપે તો મોતની ધમકી આપવી, ‘સુપારી’ આપી ગુંડા દ્વારા કોઇને પતાવી દેવા, દાદાગીરીથી જમીન પડાવવી, બનાવટી દસ્તાવેજ ઊભા કરવા, બીજાની મિલ્કત જૂઠ-પ્રપંચ અને કાવાદાવાથી પોતાના નામે કરવી, વિશ્વાસઘાત કરવો, દેશદ્રોહીઓને સાથ આપવો, નશીલા પદાર્થોની હેરા-ફેરી કરવી, દારૂના અડ્ડા ચલાવવા, દાણચોરી કરવી, સ્ફોટક પદાર્થો વહેંચવા, આરોગ્ય જોખમાય તેટલી હદે દવા વગેરેમાં કે ભક્ષ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી, જૂ-ઊધઇ-ઉંદર-માખી-મચ્છર-કીડી વગેરે મારવાની દવા વેંચવી – આ બધા જ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનના તોફાનો છે. આવા તોફાનોમાં માણસ સુખ-શાંતિપૂર્વક રહી શકે નહિ. કૃપણ એટલી હદનું નિમ્નસ્તરનું જીવન જીવતો હોય છે કે એ જયાં જાય ત્યાંથી સુખ-શાંતિ દૂર જ ભાગતી જાય. બેન્જામી ફ્રેન્કલીને કહ્યું છે : કૃપણતા અને સુખશાંતિ એ બંનેએ કદી પણ એક-બીજાનું મોટું જોયું નથી. પછી તે બંને કેવી રીતે પરિચિત હોય ?' કંજૂસને દુ:ખી બીજું કોઇ નથી બનાવતું, એની વૃત્તિ જ બનાવે છે. તૃષ્ણાના કારણે સતત એ અભાવને અનુભવતો હોય છે. ‘મારી પાસે આ નથી, એ નથી, પેલું નથી' એવી વૃત્તિઓ સતત મનના વનમાં કૂદાકૂદ કરતી જ રહેતી હોય છે. યુરોપના એક ધનાઢય શ્રીમંતે આપઘાત કરેલો. આપઘાત પહેલા એણે ચિઠ્ઠીમાં લખેલું : “હવે ફક્ત બે કરોડ પાઉન્ડ જ ધન રહ્યું છે. આવી કારમી નાણાં-ભીડમાં શી રીતે જીવી શકાય ?' મૃત્યુ-ટ્યા પર પડેલા જગતના ધનાઢ્ય શ્રીમંત અમેરિકન એન્ડ્રુઝ કાર્નેગીને પત્રકારોને પૂછેલું : તમે ૧૦ અબજ ડોલરના આસામી છો. જીવનની બધી ઇચ્છા પૂરી થઈ ગઈ હશે ! | ‘૧૦ અબજ ડોલરથી શું થાય ? મેં ૧૦૦ અબજ ડોલર કમાઇ લેવાનું સ્વપ્ન સેવેલું. માત્ર ૧૦% જ સફળતા મને મળી છે.' એન્ડ્રુઝ કાર્નેગીએ કહ્યું. આવા તુણાગ્રસ્ત માણસોને કોણ સુખી બનાવી શકે ? જે ‘છે' તે તરફ નથી જોતો, પણ ‘નથી’ તરફ જોઇને રડ્યા જ કરે. એને કોઇ જ સુખી બનાવી શકે નહિ. ‘કંજૂસ પાસે જેટલું ધન છે, તેટલું જ તે નથી, તેને માટે રડે છે.' - સાયરસ ભોજન કે પાણી વિના હજુ ચાલે, પણ શ્વાસ વિના ચાલે ? શ્વાસના સ્થાને મળ્યું છે. એમના વિના કેમ ચાલે ? ‘સમય સમય સો વાર સંભારુ” એ વાત એમને એમ નથી લખાઈ, પણ અનુભવના ઉદ્ગાર છે. - પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. ઉપદેશધારા + ૧૨૦ ઉપદેશધારા + ૧૨૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૧૨ આખી માનવજાત દુઃખથી ઘેરાયેલી છે. કોઇ જણાવે કે ન જણાવે, પણ પ્રાયઃ કોઇપણ સમસ્યાથી મુક્ત નથી. દુઃખો દૂર કરવા માણસ જાતજાતના પ્રયત્નો કર્યા કરે છે, પણ દુ:ખ ટળતું નથી ને સુખ મળતું નથી. અમારી પાસે અનેક દુઃખી લોકો આવે છે. કોઇ તનથી, કોઇ ધનથી તો કોઇ મનથી દુ:ખી હોય છે. એ બધા દુઃખીઓનો છેલ્લો આધાર અમે હોઇએ છીએ. ડૉકટરો, વૈદો, હકીમો, ભૂવાઓ, જોષીઓ, માંત્રિકો, વિવિધ દેવ-દેવીઓ વગેરે બધા પ્રયોગ નિષ્ફળ નીવડ્યા પછી એ લોકો અહીં આવે છે. નવકાર આવા બધા લોકોને અમે કહીએ છીએ : બધા દુઃખોની જડ પાપ-વૃદ્ધિ અને પુણ્ય-ક્ષય છે. (આ મૂળભૂત સિદ્ધાંત ભાગ્યે જ કોઇના ગળે ઉતરતો હશે !) જો તમારે દુ:ખોમાંથી મુક્ત થવું હોય તો પાપ-ક્ષય અને પુણ્ય-વૃદ્ધિ થાય તેવું કંઇક કરવું જોઇએ. આપણી ચાર માતાઓ છે : જ્ઞાનમાતા, ધ્યાનમાતા, ધર્મમાતા અને પુણ્યમાતા. વર્ણમાલા (બારાખડી) જ્ઞાનમાતા છે. ત્રિપદી (ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય) ધ્યાનમાતા છે. અષ્ટ પ્રવચનમાતા ધર્મમાતા છે, જ્યારે પુણ્યની માતા નવકારમંત્ર છે. જ્ઞાન જોઇતું હોય તો ઉપદેશધારા * ૧૨૨ વર્ણમાલાનું ધ્યાન ધરો. (યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં એની વિધિ છે.) ધ્યાનમાં આગળ વધવું હોય તો ત્રિપદીને પકડો. ધર્મમાં આગળ વધવું હોય તો અષ્ટ પ્રવચનમાતાના શરણે જાઓ. પુણ્ય વધારવું હોય તો નવકારમંત્રનો સહારો લો. જે વસ્તુ જોઇતી હોય તે લેવા તે તે દુકાને જવું પડે. કપડા જોઇતા હોય તો કપડાની દુકાને ને અનાજ જોઇતું હોય તો અનાજની દુકાને જવું પડે. તે જ પ્રમાણે જો પુણ્ય જોઇતું હોય તો નવકાર મંત્રના શરણે જવું જ પડે. નવકાર મંત્રનો મહિમા શાસ્ત્રમાં અનેક સ્થાને વર્ણવાયેલો છે. जिणसासणस्स सारो, चउद्दसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, किं कुणइ तस्स संसारो ॥ આમ કહેતા શાસ્ત્રકારોએ નવકાર માટે કેટલું બધું કહી દીધું છે ? નવકારના એકેક અક્ષરમાં એક હજાર આઠ વિદ્યાઓ છે. એકેક અક્ષર એટમબોમ્બ છે; કર્મ-નાશ માટે. નવકારના એક પદના ઉચ્ચારણથી ૫૦ સાગરોપમના નરકયોગ્ય પાપનો નાશ થાય છે. પૂરા નવકારના ઉચ્ચારણથી ૫૦૦ સાગરોપમના નરકયોગ્ય પાપનો નાશ થાય છે. નવકારના અક્ષરો અંગે પણ ખૂબ જ જાણવા જેવું છે. વર્ણમાલાના ૧૮ અક્ષરોમાંથી બનેલો નવકાર ૧૮ પાપસ્થાનકોનો નાશ કરનાર છે. નવકારના ૧૪ ‘ન’ (ન અને ણ) તે ચૌદ પૂર્વનો સાર છે, એમ બતાવે છે. ચૌદ પૂર્વીઓ પણ અંત સમયે બીજું કાંઇ યાદ ન કરતા નવકારને યાદ કરે છે. પાંચ ‘પ’ પંચપરમેષ્ઠીના સૂચક છે. નવકારમંત્રના આરાધકનો પોકાર હોય છે કે મારું માથું પંચપરમેષ્ઠીને છોડીને બીજે ક્યાંય નહીં ઝૂકે. ઉપદેશધારા * ૧૨૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠીના રંગો તો તમને ખ્યાલ જ હશે. એ રંગો ધ્યાનદશામાં કેટલા આગળ વધ્યા તે દર્શાવતા માઇલસ્ટોન છે. સાધુપદનો વર્ણ કાળો છે. અરિહંતનો વર્ણ સફેદ છે. આપણી યાત્રા કાળાથી સફેદ સુધીની છે. આપણી આંતરિક ચેતના અત્યારે મલિન છે, પણ જેમ જેમ આપણે સાધનામાં આગળ વધતા જઇએ તેમ તેમ કાળાશ ધોવાતી જાય... ક્રમશઃ લીલાશ, પીળાશ, લાલાશ પછી ધોળાશ આવતી જાય. જયાંથી સાધના શરૂ કરવાની છે, ત્યાં કાળાશ છે. જયાં સાધના પૂર્ણ થશે ત્યાં ધોળાશ છે. કાળાશ એટલે ખીણ. ધોળાશ એટલે શિખર. અંધારાભરી ખીણમાંથી નીકળીને આપણે પ્રકાશમાન શિખર પર પહોંચવાનું છે. જેમ જેમ રંગ નિર્મળ બને તેમ તેમ સમજવું કે આપણે સાધનામાં આગળ વધી રહ્યા છીએ. સાધક જયોતિકેન્દ્ર (આજ્ઞાચક્ર)માં આ પ્રકાશ દેખે છે. આગળ જતાં સાધકની દૃષ્ટિ જ એવી બની જાય છે કે બ્રહ્માંડમાં સર્વત્ર પંચપરમેઠી જ દેખાય છે. આ આખા વિશ્વમાં આંખને પાંચ રંગ (કે પાંચ રંગોના મિશ્રણ) સિવાય બીજું દેખાય છે શું ? એક ભાઇએ કહ્યું કે મહારાજ ! મેં મરચાના ખેતરમાં પંચપરમેષ્ઠિના દર્શન કર્યા. મરચું પ્રારંભમાં (એકદમ ઉગતી અવસ્થામાં) કાળું હોય. સાધુનો પણ રંગ કાળો. પછી મરચું લીલું થાય સાધુ પણ આગળ વધીને ઉપાધ્યાય (લીલો રંગ) બને. પછી મરચું પીળું થાય. ઉપાધ્યાય આચાર્ય (પીળો રંગ) થાય. પછી મરચું લાલ થાય. આચાર્ય સિદ્ધ (લાલ રંગ) બને. લાખો ક્રોડોમાં એવું મરચું પણ હોઇ શકે જે સફેદ બનીને લાલ થાય. કોઇ એવો જીવ પણ હોઇ શકે જે અરિહંત (સફેદ રંગ) બનીને સિદ્ધ બને. એક ભાઇએ કોલસામાં પંચ પરમેષ્ઠી જોયા. કોલસો પહેલા કાળો હોય, આગમાં નાખો એટલે લાલ-પીળી જવાળાઓ પ્રગટે, ધગધગતો લાલ અંગારો બની છેવટે સફેદ રાખ બને. રંગોમાં ક્રમશઃ પંચપરમેષ્ઠી છે ને? પંચપરમેષ્ઠીમાં વર્ણની સ્થાપના ખૂબ જ રહસ્યમય છે. નવકારમાં ત્રણ ‘૨' રત્નત્રયીના દ્યોતક છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રયી છે. એની સાધના કરે તે જ શ્રાવક કહેવાય. દર્શનાદિ દ્વારા સમ્યગ્દર્શન, અધ્યયનાદિ દ્વારા સમ્યજ્ઞાન અને સામાયિકાદિ દ્વારા સમ્યક્ ચારિત્રને નિર્મળ બનાવે તે સાચો શ્રાવક કહેવાય. શ્રાવકમાંના ત્રણ અક્ષરો પણ આજ વાત કહે છે : “શ્રા'થી શ્રદ્ધા, ‘વ’થી વિવેક, ‘ક’થી ક્રિયા, શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન, વિવેક એટલે સમ્યજ્ઞાન અને ક્રિયા એટલે સમ્યક ચારિત્ર, નવકારમાં ત્રણ ‘હ’ શત્રુને હણવાનું સૂચિત કરે છે. આપણા ખરા શત્રુઓ બહાર નહિ, પણ આપણી અંદર જ રહેલા છે. એ મુખ્ય ત્રણ શત્રુઓ છે : રાગ, દ્વેષ અને મોહ. આ ત્રણેને જે હણે તે જ સાચો વીર છે. નવકારમાં ત્રણ ‘ય’ ત્રણ યોગને સ્થિર અને પવિત્ર બનાવવા કહે છે. મન-વચન-કાયા એ ત્રણ યોગ છે. માળા ગણતી વખતે શરીરને પદ્માસન આદિ મુદ્રાઓમાં રાખવું તે શરીરયોગની સ્થિરતા, મૌન રહેવું તે વચન-યોગની સ્થિરતા અને મન નવકારમાં લગાડવું તે મનોયોગની સ્થિરતા. શરીર અને વચનની સ્થિરતા તો સહેલી છે. આપણે જયારે શરીર અને વચનને સ્થિર થવાની આજ્ઞા કરીએ છીએ ત્યારે તેઓ તો તરત જ માની જાય છે, પણ મનને આજ્ઞા કરતાં જ તે વધુ અસ્થિર થાય છે. કેટલાક કહે છે કે મન માંકડું છે પણ લાગે છે કે મન માંકડાથી પણ વધુ ચંચળ છે. માંકડું વધુમાં વધુ એક ઝાડથી બીજા ઝાડ પર કૂદે, જયારે મન તો એક ગામથી બીજે ગામ, એક દેશથી બીજે દેશ કુદકો મારી શકે. અરે... સ્વર્ગ અને નરકે પણ જઇ શકે. કોઇ માંકડું આટલી કૂદાકૂદ કરી શકે ખરું ? ઉપદેશધારા * ૧૨૪ ઉપદેશધારા + ૧૨૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ મન તો ભૂત જેવું છે. ભૂતને કામ ન આપો તો માલિકને ખાઇ જાય. પેલા વાણિયાએ ભૂતને સતત કામ આપવા સીડી પર ચડઉતર કરવાનું કહેતા એ કેવો વશમાં થઇ ગયેલો ? મનને પણ સતત કામ જોઇએ. મન સાવ જ નવરું હોય ત્યારે એને કહો : “નમો અરિહંતાણં' જપે. એના કૂદકા પોતાની મેળે શાંત થતા જશે. जपतो नास्ति पातकम् । जपात् सिद्धिः जपात् सिद्धिः, जपात् सिद्धि न संशयः ।। જાપ કરનારની પાસે પાપ ટકી શકે નહિ, જાપથી સફળતા મળશે જ મળશે એમાં જરા પણ શંકા ન રાખો. નવકારમાં બે “ચ” બે પ્રકારના દેશ અને સર્વ) ચારિત્રને બતાવે છે. બે ‘ગ બે ગુરુ (ગુરુ અને પરમ ગુરુ-ભગવાન)ને જણાવે છે. ત્રણ ‘લ’ નવકાર ત્રણેય લોકમાં વ્યાપ્ત છે એમ સૂચવે છે. નવ ‘મ' નવ મંગલ (પંચ પરમેષ્ઠી અને ચાર શરણ) દર્શાવે છે. આઠ ‘સ” આઠ સિદ્ધિના સૂચક છે. એક ‘ત’ જણાવે છે કે તારનારો એકમાત્ર નવકાર છે. બે ‘ક’ બે ઘાતી-અઘાતી કર્મનો નાશ કરનાર નવકાર જ છે એમ જણાવે છે. એક ‘ઢ' કહે છે કે જે નવકાર નથી ગણતો તે ઢોર જેવો છે. વર્ણમાલામાં એક ‘ઢ' જ એવો છે કે જેમાં હજુ સુધી કોઇ જ પ્રકારનો ફેરફાર નથી થયો. માટે જ આપણે જડ માણસને “ઢ” કહીએ છીએ. નવકાર નહિ ગણનારો ‘ઢ' જેવો છે, ઢોર જેવો છે. નવકાર ઢોરને માણસ અને માણસને દેવ અને દેવને દેવાધિદેવ બનાવનાર તત્ત્વ છે. -: બોધ બિંદુ :માળાનો પ્રભાવ લીલી માળાથી રોગ મટે, લાલ માળાથી લક્ષ્મી મળે, શત્રુ દૂર થાય, પીળી માળાથી યશ મળે, પરિવાર વધે. નવ લાખ નવકાર દરરોજ ૧ બાધી માળાથી ૯ લાખ જાપ પચીસ વર્ષે થાય. દરરોજ ૩ બાધી માળાથી ૯ લાખ જાપ નવ વર્ષે થાય. દરરોજ ૫ બાધી માળાથી ૯ લાખ જાપ પાંચ વર્ષે થાય. દરરોજ ૧૦ બાધી માળાથી ૯ લાખ જાપ અઢી વર્ષે થાય. દરરોજ ૨૫ બાધી માળાથી ૯ લાખ જાપ એક વર્ષે થાય. પંચ પરમેષ્ઠીના ધ્યાનથી અરિહંતના ધ્યાનથી અહંનું મૃત્યુ, સિદ્ધોના ધ્યાનથી શબ્દનું મૃત્યુ, આચાર્યના ધ્યાનથી મોહનું મૃત્યુ, ઉપાધ્યાયના ધ્યાનથી અવિદ્યાનું મૃત્યુ, સાધુના ધ્યાનથી અવિરતિનું મૃત્યુ. આ વાક્ય અજમાવી જુઓ... તમારી જિંદગી બદલાઇ જશે. આજે હું પ્રસન્ન રહીશ. કોઇની તાકાત નથી કે મારી પ્રસન્નતા ખંડિત કરી શકે. મારી પ્રસન્નતાનો હું જ માલિક છું. -: આરોગ્ય બિંદુ :છોડવા જોઇએ શૂળવાળાએ દ્વિદળને, કોઢીયાએ મિષ્ટાન્ન (માંસ)ને, તાવવાળાએ ઘીને, અતિસારવાળાએ નવા ધાનને, નેત્રરોગીએ મૈથુનને છોડવા જોઇએ. -: દીઘયુષ્યનું રહસ્ય :ઓછું ખાવું, પ્રતિદિન ન ખાવું, એકાંતર ઉપવાસ કરવા. હૃદયના ધબકારાથી નહિ, પણ હૃદયને વિશ્રામ આપવાથી જીવાય છે. ઉપદેશધારા * ૧૨૬ ઉપદેશધારા * ૧૨૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર (૧૩ નમસ્કારભાવ : સમગ્ર શાસ્ત્રોનો સાર ચારેય ગતિમાં માણસને માન વધુ હોય છે. નરકમાં ક્રોધ, દેવગતિમાં લોભ, તિર્યંચગતિમાં માયા અને માનવ ગતિમાં માનનીઅહંકારની અધિકતા હોય છે. અહંકારના કારણે જ માણસ સાધના કરી શકતો નથી. આથી જ અહંકારને પાપનું મૂળ કહેલું છે, ‘દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન' એમ તુલસીએ સાચું જ ગાયું છે. અહંકાર જેમ પાપોનો રાજા છે, તેમ નમસ્કાર ગુણોનો રાજા છે. આથી જ નમસ્કારભાવનો, વિનયનો આટલો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. નવકારમાં આથી જ ‘નમો'નું સ્થાન અરિહંતથી પણ પહેલા છે. નમો એટલે નમ્રતા ! નમો એટલે સાધના ! અરિહંત એટલે સિદ્ધિ ! સિદ્ધિ પ્રાપ્ત કરતા પહેલા સાધના તો જોઇએ જ. નમોને રાધા કહીશું તો અરિહંત કૃષ્ણ છે. નમોને સીતા કહીશું તો અરિહંત રામ છે. નમોને શક્તિ કહીશું તો અરિહંત શિવ છે. યાદ રહે કે કૃષ્ણરાધા કોઇ નથી કહેતું સૌ રાધાકૃષ્ણ જ કહે ઉપદેશધારા * ૧૨૮ છે, રામ મોટા હોવા છતાં સીતારામ કહેવાય છે. સીતા રામથી આગળ છે. ગૌરી શંકરથી આગળ છે. રામ મહાન હોવા છતાંય તેની પાસે જવાનો માર્ગ સીતાથી શરૂ થાય છે. તેમ અરિહંતનો માર્ગ નમોથી શરૂ થાય છે. નમો પ્રારંભ છે, અરિહંત પૂર્ણાહૂતિ છે. નમો તળેટી છે, અરિહંત શિખર છે. શિખર ગમે તેટલું ભવ્ય હોવા છતાં પ્રારંભ તો તળેટીથી જ કરવો પડે. નમો માર્ગ છે, અરિહંત મંઝિલ છે. નમો પાંખ છે, અરિહંત આકાશ છે. નમો આંખ છે, અરિહંત સૂર્ય છે. સૂર્ય મહાન હોવા છતાં તેને જોવા માટે આંખ જ ન હોય તો સૂર્યનો કોઇ અર્થ નથી. આથી જ આંધળા માણસે સૌ પ્રથમ આંખની શોધ કરવી જોઇએ. આંખ મળતા જ સૂર્ય આપોઆપ મળી જશે. ક્યાં જશે સૂર્ય સૂર્ય તો સામે જ છે પણ તેને જોવા આપણી પાસે આંખ નથી. આકાશ તો સામે જ છે પણ તેમાં વિચરવા આપણી પાસે પાંખ નથી. અરિહંત તો સામે જ છે પણ તે પામવા આપણી પાસે ‘નમો’ નથી. ભવચક્રમાં અરિહંતની પ્રાપ્તિ દુર્લભ નથી પણ ‘નમો’ની પ્રાપ્તિ દુર્લભ છે. આપણને અનંતકાળમાં અનંતીવાર અરિહંત પરમાત્મા મળ્યા હશે પણ ‘નમો' ન હોવાના કારણે આપણને કશો જ ફાયદો થયો નહિ. જ્યારે-જ્યારે ‘મહાવીર' મળ્યા હશે ત્યારે આપણે ક્યારેક ગોશાળા થઇને ગયા હોઇશું ને તેજોલેશ્યા છોડી હશે. ક્યારેક ગોવાળ બનીને કાનમાં ખીલા ઠોક્યા હશે. ક્યારેક સંગમ બનીને કાળચક્ર મૂક્યું હશે. ક્યારેક સુદંષ્ટ્ર બનીને ભગવાનને ડૂબાડવાના પ્રયત્નો કર્યા હશે. ને ક્યારેક ચંડકૌશિક બનીને ડંખને માર્યા હશે. ભગવાનને ઓળખવા માટે, મેળવવા માટે ગૌતમની આંખ જોઇએ, ગોશાળાની નહિ. ગૌતમસ્વામી સ્વયં પણ જ્યાં સુધી ઉપદેશધારા * ૧૨૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ અહંકારમાં રહ્યા ત્યાં સુધી ભગવાનને જાણી શક્યા નહિ. જયારે એમનો અહંકાર ઓગળ્યો, હૃદયમાં ‘નમો’ ભાવ પેદા થયો ત્યારે જ તેઓ ભગવાનને મેળવી શક્યા. લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર, ‘નમો’ લઘુતા છે, “અરિહંત' પ્રભુતા છે. જે પોતાને દીન, હીન, અનાથ અને સંપૂર્ણ નિરાધાર સમજે છે, પ્રભુને જ જે સંપૂર્ણ સમર્થ અને એકમાત્ર સમજે છે તે જ પ્રભુને મેળવી શકે છે. કોઇ રણમાં પોતાની માતાથી વિખૂટું પડેલું, એકલું અટુલું હરણનું બચ્ચું જે રીતે અસહાય બનીને પોતાની માને પોકારે, તે જ રીતે સંસારના રણમાં પોતાને સંપૂર્ણ અનાથ જાણીને પ્રભુને પોકારે તેને જ પ્રભુ મળી શકે, તે જ પ્રભુપ્રાપ્તિના પંથે ચાલી શકે. એક યુવાનને પ્રભુ માટે ઘેલું લાગ્યું. બધા લોકોને એક જ પ્રશ્ન પૂછે : ‘તમે ક્યાંય ભગવાનને જોયા છે ? જોયા હોય તો મને બતાવો. મારે આ જીવનમાં માત્ર પરમાત્મા જ મેળવવા છે.” એને બધા કહેતા : ‘પાગલ ન થા. પ્રભુ કાંઇ એમ ન મળે.' એ કહેતો : ‘ભલે તમે મને પાગલ કહો. આમેય અનંતા જન્મોમાં હું પાગલ જ બન્યો છું. આ એક જીવન પ્રભુ પાછળ પાગલ બની જાઉં તો શું વાંધો છે ? અનંત જન્મો સંસાર પાછળ લગાવી દીધા. એક જન્મ પ્રભુ પાછળ લગાવી દેવામાં શો વાંધો છે ?” સાચે જ પ્રભુભક્ત દુનિયાને પાગલ લાગે છે. નગર-નગરે, ગામડે-ગામડે, ગલી-ગલીએ તે ફરી વળ્યો, પણ પ્રભુનો ક્યાંય પતો લાગ્યો નહિ. છતાં એ નિરાશ ન થયો. બમણા ઉત્સાહથી એ પ્રભુને ખોળવા લાગ્યો. એક વખત તેણે કોઇ સંન્યાસી વિષે સાંભળ્યું. લોકો કહેતા કે એમની પાસે સંન્યાસ લેનાર પ્રભુને અવશ્ય મેળવી જ લે છે. બીજે જ દિવસે તે એમના આશ્રમે પહોંચી ગયો અને સંન્યાસની માંગણી કરી. એ સંન્યાસીએ કહ્યું : “આવતી કાલે તું મારી પાસે આવજે. તારી સાથે તારાથી તુચ્છ કોઇ ચીજ લેતો આવજે.' પેલો યુવક ઘરે ગયો. મારાથી તુચ્છ ચીજ મારે કાલે સાથે લઇ જવાની છે તો આવતીકાલે કઇ ચીજ લઇ જાઉં? એ વિચારમાં પડ્યો. માણસ તો કોઇ તુચ્છ નથી. જે માનવ-અવતારની પ્રશંસા મોટા મોટા સંતોએ ભરપેટ કરી છે એ માનવ તો મારાથી તુચ્છ હોઇ શકે નહીં. તો હવે હું શું લઇ જાઉં ? એની નજર આંગણે બાંધેલી ગાય પર પડી અને એના હૃદયમાં આશાનું કિરણ ફૂટી નીકળ્યું : “આ ગાય ઠીક છે. એ મારાથી નાની જ છે, તુચ્છ જ છે. હું એને લઈ જાઉં.' જયાં એ ગાયને લેવા ગયો ત્યાં જ ગાય બોલી ઉઠી : ‘ઓ યુવાન ! તું મને તુચ્છ સમજે છે ? મારા દૂધથી તું જ નહિ, તારા માતા-પિતા વિગેરે પણ મોટા થયા છે ને છતાં જો મને તું તુચ્છ સમજતો હોય તો તારી બુદ્ધિની મારે દયા જ ખાવી રહી.” ગાયની વાત યુવાનને સાચી લાગી. તેણે આંગણામાં પડેલું તણખલું ઉઠાવ્યું; આ તો ઘણું તુચ્છ છે એમ માનીને. પણ ત્યાં તો એ તણખલું મનુષ્યવાણીમાં બોલી ઉઠ્ય (આ રૂપક છે. રૂપક એટલે કાલ્પનિક દૃષ્ટાંત) : ‘મહાનુભાવ ! તમે મને તુચ્છ સમજો છો. મને ખાઈને તો ગાય જીવે છે ને તમને દૂધ આપે છે. અમે માત્ર ગાયને નહિ, પણ વનસ્પતિરૂપે સમગ્ર જગતને જીવાડીએ છીએ. જગતમાં જો વનસ્પતિ ન હોત તો તમે ખાત શું ? હવાને શુદ્ધ કોણ કરત ? હું કઈ રીતે તુચ્છ ? જરા વિચાર તો કરો.” યુવાનને તણખલાની વાત સો ટકા સાચી લાગી. હવે યુવાને આંગણામાં પડેલી ચપટી ધૂળ ઉઠાવી. ત્યાં જ ધૂળમાંથી ધડાકો થયો, ઉપદેશધારા ૪ ૧૩૦ ઉપદેશધારા + ૧૩૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ ધૂળમાં વાચા પ્રગટી : ‘ઓ નાદાન ! તું આ શું કરી રહ્યો છે ? તું મને તુચ્છ માને છે. હું ધૂળ, હું માટી ! મારી છાતી પર સમગ્ર વનસ્પતિ ઉગે છે, એ તો તું જાણે છે ને ? આંબલીના સ્વાદહીન બીમાંથી આંબલીનું ઝાડ બનાવનાર હું, એના પાંદડે પાંદડે ખટાશ ભરનાર હું છું. કેરીમાં હું મીઠાશ ભરું છું. મારામાં બધા જ રસો રહેલા છે. બધી જ વનસ્પતિઓનો આધાર હું છું છતાંય તું મને તુચ્છ માનતો હોય તો તારી મરજી.' ધૂળની વાત જોરદાર હતી. પેલાને માન્ય જ છૂટકો હતો. એ વિચારમાં પડી ગયો : “સાચે જ ચપટી ધૂળ પણ મારાથી તુચ્છ નથી. હું સાથે શું લઇ જાઉં ? મને તો લાગે છે કે બધાથી તુચ્છ હું જ છું.' એ કાંઇ પણ લીધા વિના આશ્રમમાં પહોંચી ગયો. સંન્યાસીએ તુચ્છ ચીજ વિષે પૂછ્યું ત્યારે તેણે કહ્યું : “મહાત્મન્ ! હું સાથે કાંઇ લાવ્યો નથી. મને કોઇ ચીજ મારાથી તુચ્છ ન લાગી. સૌથી તુચ્છ હું જ છું. આથી જ હું કાંઇ જ સાથે લાવ્યો નથી.' ‘વત્સ ! તું જ પહેલો આવ્યો કાંઇ પણ લીધા વગર. બાકી બધા સાથે કાંઇને કાંઇ લાવ્યા જ હતા. જે પોતાને સૌથી તુચ્છ, લઘુ માને છે તે જ પ્રભુને મેળવી શકે છે. તે જ મારા સંન્યાસને યોગ્ય છે.' સંન્યાસીએ તેને સંન્યાસ આપ્યો. પ્રભુભક્તિનું પ્રથમ ચરણ આવો દાસ્ય-ભાવ છે. દાસ્યભાવને જણાવનાર ભક્ત કવિઓના અનેક ઉદ્ગારો પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ વીતરાગ-સ્તોત્રમાં કહ્યું છે : “હે પ્રભુ, આપ ક્યાં ? અને આપની પાસે પશુથી પણ પશુ હું ક્યાં ? (પ્રભુ પાસે ચૌદ પૂર્વીઓ પણ પોતાને પશુ માને છે ને એમની પાસે હું પશુ છું.)” વસ્તુપાલે કહ્યું છે : ‘કદાચ મારા દુર્ભાગ્યે આગામી જન્મમાં હું કબૂતર બનું, માનવ ન બને એવુંય બને, પણ પ્રભુ ! મને તારા મંદિરના ગોખલામાં સ્થાન મળજો , જેથી હું સદા તારા દર્શન કરી શકું.' તુલસીદાસે કહ્યું છે : ‘ભગવન્ ! આગામી જન્મમાં મને તારો પૂજારી બનાવજે. કદાચ એટલું પુણ્ય પણ ન હોય તો પૂજારીની ગાય બનાવજે. અરે... ગાય બનવાનું પણ કદાચ પુણ્ય ન હોય તો મને બગાઇ બનાવજે, પણ રાખજે તારી પાસે.' ગંગાધર નામના ભક્ત કવિએ કહ્યું છે : “હે કૃપાળુ ! આગામી જન્મમાં કદાચ હું વૃક્ષ બનું તો એટલું જરૂર કરજો : કોઇ સુથાર આવીને મારા વૃક્ષની ડાળીમાંથી તારા ચરણની પાદુકા બનાવે ! જેથી મને તારા ચરણોમાં સદા રહેવા મળે.' ‘ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા.' કહીને ઉપાધ્યાયશ્રી ઉદયરત્નજીએ આ જ વસ્તુની માંગણી કરેલી છે. પ્રભુના વિરાટ સ્વરૂપ પાસે સ્વયંને વામન અનુભવીને દાસ્યભાવે શરણાગતિ સ્વીકારવી એ જ ‘નમો'નો સાર છે. સમગ્ર શાસ્ત્રોનો સાર નવકાર છે. નવકારનો પણ સાર ‘નમો’ છે. -: પ્રેરણા બિંદુ - એક ગુરુને તો બે શિષ્યો હોય પણ અહીં તો એક શિષ્યને બે ગુરુ હતા. એક દૈતવાદી અને બીજા અદ્વૈતવાદી, બંનેની માન્યતા તદ્દન જુદી. અદ્વૈતવાદીની સ્પષ્ટ માન્યતા હતી કે ભગવાન અને ભક્તમાં કોઇ ફરક નથી. બંને એક જ છે. માત્ર વિસ્કૃતિને હટાવવાની જરૂર છે. સોહંના જાપથી પ્રભુને પામી શકાય. દ્વૈતવાદી ગુરુની માન્યતા હતી કે ભગવાનને દાસ્યભાવે જ મેળવી શકાય. એ ગૃહસ્થ શિષ્યને અદ્વૈતવાદીએ ‘સોડહં'નો જાપ કરવા કહ્યું . ઉપદેશધારા + ૧૩૨ ઉપદેશધારા + ૧૩૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વૈતવાદીએ ‘સોડહં'ની આગળ “દા’ લગાડીને ‘દાસોડહં'નો જાપ કરવા કહ્યું. અદ્વૈતવાદી પણ ગાંજયા જાય તેમ ન હતા. એમણે ફરી ‘સ’ લગાડી આપ્યો અને ‘સદાસોડહં'નો જાપ કરવા કહ્યું. દ્વૈતવાદી પણ ક્યાં ઓછા હતા ? એમણે ફરી ‘દા’ ઉમેર્યો અને ‘દાસદાસોડહં'નો જાપ કરી આપ્યો. ‘દાસદાસોડહં’ એટલે “હે પ્રભુ હું તારા દાસનો પણ દાસ છું.' સાચે જ પ્રભુના ચરણે પ્રથમ ‘દાસોડહં' કહીને જે મસ્તક ઝૂકાવી દે છે, તે ધીરે-ધીરે ‘દાસોડહં'માંથી ‘સોડહં'ની ભૂમિકાએ પહોંચી જાય છે. (૧૪) ક્ષણિક ગાંડપણ આવે ત્યારે... પાંચ ભ્રમણાઓ જગતના માણસો પાંચ ભ્રમણાથી પીડાઈ રહ્યા છે : (૧) પૈસા વધશે તેમ સુખ વધશે. (ર) પરિવાર વધશે તેમ પ્રેમ વધશે. (૩) પુસ્તકો વધશે તેમ જ્ઞાન વધશે. (૪) દવાઓ વધુ ખાઇશું તો આરોગ્ય જળવાઈ રહેશે. (૫) ખોરાક જેમ વધુ ખાઈશું તેમ વધુ શક્તિ મળશે. ખરેખર આમ નથી, સાચી વાત આમ છે... (૧) પૈસાથી નહિ, પણ માત્ર સદુપયોગથી અથવા સંતોષથી સુખ વધશે. (૨) પરિવારથી નહિ, સ્વાર્થત્યાગથી પ્રેમ વધશે. (૩) પુસ્તકોથી નહિ, તેમાંનું જ્ઞાન જીવનમાં ઉતારવાથી જ્ઞાની બનારશે. દવાઓથી નહિ, કુદરતી નિયમોના પાલનથી આરોગ્ય જળવાઈ રહેશે. (પ) વધુ ખાવાથી નહિ, જેટલું પચશે તેટલાથી જ શક્તિ મળશે. ગાંડાઓને જોઇને આપણે ઘણીવાર માની બેસીએ છીએ : અમે ડાહ્યા છીએ. આપણે જ આપણી જાતને સર્ટીફિકેટ આપી દઇએ છીએ, ડહાપણનું ! ભલે, કોઇ પોતાને “ડાહ્યો’ માને એમાં કોઇને વાંધો ન હોઇ શકે. દરેક ગાંડા માણસો પોતાને ‘ડાહ્યા” જ માને છે ને ? ડાહ્યા અને ગાંડામાં ફરક કેટલો ? તેઓ સદા માટે પાગલ છે, જયારે આપણે ક્ષણવાર પાગલ થઇ જતા હોઇએ છીએ. જયારે આપણે ક્રોધના ભયંકર આવેશમાં હોઇએ છીએ ત્યારે કેવા હોઇએ છીએ ? ડાહ્યા કે ગાંડા? કોઇ ક્રોધથી ગાંડાતુર માણસને જોઇ લેજો અથવા તમારી ભૂતકાલીન ક્રોધાવિષ્ટ ક્ષણો યાદ કરી લેજો . તમને ક્રોધાંધમાં અને ગાંડામાં કોઇ જ ફરક નહિ લાગે. ગાંડો જેમ આવે તેમ બકે છે, જે વસ્તુ હાથમાં આવે તે ફેંકે છે, વિચિત્ર પ્રકારના ચેનચાળા કરે છે, ન કરવાનું કરી બેસે છે, નાનામોટાનો વિવેક ખોઇ બેસે છે. ક્રોધી માણસ પણ આવું જ નથી કરતો ? ક્રોધાંધમાં અને ગાંડામાં ફરક શું છે ? માત્ર સમયનો ફરક છે ! વિનોબાજી ઘણી વાર કહેતા : “મને ક્યારેક ક્રોધ કરતા જુઓ તો સમજી લેજો કે વિનોબા એટલી ક્ષણ મરી ગયો હતો, ગાંડો બની ગયો હતો.' ઉપદેશધારા ૪ ૧૩૪ ઉપદેશધારા + ૧૩૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ‘ગુસ્સો... ક્ષણિક ગાંડપણ છે” એમ ગાંધીજીએ ક્યાંક કહ્યું છે.' લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ ક્ષણિક ગાંડપણથી બચવું શી રીતે ? ક્યારેય ગુસ્સો ન જ આવે એવું બની શકે ? જયાં સુધી આપણે છદ્મસ્થ અવસ્થામાં છીએ ત્યાં સુધી ગુસ્સો ન જ આવે એવું તો ન બની શકે. ક્રોધ ઠેઠ નવમા ગુણસ્થાનકે નષ્ટ થાય છે. આ કાળમાં આપણે સાતમાં ગુણસ્થાનકથી આગળ વધી શકીએ તેમ નથી; ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં પણ. એટલે છદ્મસ્થ અવસ્થામાં ક્રોધ તો આવવાનો જ... પણ હવે આપણે શીખવાનું એ છે કે એનું નિયંત્રણ કઇ રીતે કરવું ? આગ લાગી તો ગઈ જ છે, પણ એને આગળ વધતાં શી રીતે રોકવી ? આગળ વધતી આગ બધું જ બાળતી જાય છે. ક્રોધ પણ મનના વનમાં લાગતી આગ છે. એને જો રોકવામાં ન આવે તો આપણને જ નહિ, બીજાને પણ સળગાવી મૂકે ! આપણું જ નહિ, બીજાનું પણ જીવન ભસ્મીભૂત કરી નાખે. જયારે ક્રોધ આવે ત્યારે આપણે એક કામ કરી શકીએ તેમ છીએ : મૌન ! ગમે તેટલું મન થાય બોલવાનું, પણ ક્રોધ ધંધવાતો હોય ત્યાં સુધી મારે નથી જ બોલવું, આટલો દઢ સંકલ્પ આપણને ઘણા ઘણા અનર્થોથી બચાવી લેશે. આપણે એક બોલીશું તો પેલો બે બોલશે ને પછી આપણે ચાર બોલીશું. ઇંટનો જવાબ પત્થરથી, ગાળનો જવાબ ગોળીથી. આ વિષચક્ર ચાલ્યા જ કરશે. કારણ કે આપણે ક્રોધને જ તાકાત માનીએ છીએ ને ? જો કે એ તાકાત નથી, પણ તાકાતનો દુરુપયોગ છે. ખરેખર તો નિર્બળતા જ છે. ક્રોધાવેશ વખતે બહુ જ બોલવાનું મન થઇ જાય ત્યારે શું કરવું? મૌનના મંદિરમાં ચાલ્યા જવું. ગમે તેટલો ક્રોધ ધમપછાડા કરે, પણ ત્યારે તો ન બોલવું તે ન જ બોલવું. સામો માણસ ભલે મરજી પડે તેમ બોલે, પણ તમે તો ન જ બોલતા. નહિ બોલશો તો જીતી જશો, બોલશો તો હારી જશો. બોલાયેલા શબ્દના તમે ગુલામ બની જશો... નહિ બોલાયેલા શબ્દોના તમે માલિક રહેશો, લોકોની સહાનુભૂતિના પણ પાત્ર બનશો. યાદ રહે કે લોકો બોલ-બોલ કરનારને નહિ, મૌન ધારણ કરનારનો પક્ષ લે છે. આ તો શાંત છે. અમે નજરોનજર જોયું છે ને ? ઝગડા વખતે આ તો એક અક્ષર પણ ન્હોતો બોલ્યો, બધો જ ગુનો પેલાનો છે. પેલો જ જેમ તેમ બકવાસ કરતો હતો. ખરેખર આ ભાઇએ ગજબની સમતા રાખી.' આવું લોકોના મુખેથી સાંભળવા માંગતા હો તો ઝગડા વખતે મૌન સેવો. પેલો માણસ ક્યાં સુધી બોલ-બોલ કરશે ? તમારા મૌન સામે એને ઝૂકવું જ પડશે. આગ ક્યાં સુધી બળશે ? લાકડા નાંખશો ત્યાં સુધી જ. લાકડા નાંખવાનું બંધ કરો એટલે આગે શાંત થવું જ પડશે. કુવચનરૂપી લાકડા નાખવાનું બંધ થયું એટલે ગુસ્સાની આગ બૂઝાવાની જ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : ‘કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ.” કોઇ નવોઢા સ્ત્રી સાસરે આવ્યા પછી વઢકણી થઇ ગઇ ! ઘરમાં બધાની સાથે છાસવારે ને છાસવારે બાઝતી રહેતી ! સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી – બધા જ સાથે. સામે આવ્યો તે મર્યો ! કુટુંબ આખું ત્રાહિમામ્ પોકારી ગયું : આ બલાને આપણે ક્યાંથી લાવ્યા ? કેવી શાણી, શાંત સમજીને આપણે લાવ્યા હતા ને કેવી ઝગડાખોર નીકળી ? ફૂલ સમજીને લાવ્યા હતા તે આજે કાંટો બનીને ભોંકાઇ રહી છે. કોઈનેય સુખેથી જીવવા દેતી નથી. એની જીભમાંથી કાંટા નહિ, કટારી નીકળે છે ! એની જીભ, જીભ નહિ પણ તલવાર છે. પેલી નવોઢાને પણ ઘણીવાર થતું : સાલું, આ શું થઇ ગયું? પિયરમાં હું કેવી શાંત હતી ? અહીં કેવી ઝગડાખોર બની ગઈ ? ઉપદેશધારા + ૧૩૬ ઉપદેશધારા + ૧૩૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં કદી ગુસ્સે નહિ થનારી હું, અહીં વાતે-વાતે છણકા કરું છું. શી રીતે બચવું આ ઝગડાખોર સ્વભાવથી ? માણસોની જયારે પોતાના જ દોષો તરફ નજર જાય, તે ન ગમે, દૂર કરવાનું મન થાય, એટલે અવશ્ય કોઇને કોઇ ઉકેલ મળી જ આવે. મૂળ વાત છે દોષો તરફ નજર જવાની ! એક વાર નજર ગઈ એટલે ખલાસ ! પરિવર્તન થાય જ ! મોટા ભાગના માણસોની દોષો તરફ નજર જ જતી નથી. નજર જ ન પડે તો જાય ક્યાંથી ? દોષો જણાયા પછી જ તે દૂર કરવાના પ્રયત્નો થઇ શકે છે. એક વખતે ગામમાં કોઇ સંન્યાસી પધાર્યા. પ્રતિદિન પ્રવચન ચાલવા લાગ્યા. નવોઢા પણ પ્રવચનમાં જવા લાગી. એક વખતે પ્રવચન પછી તેણીએ પૂછયું : મહાત્મન્ ! મને ખુબ જ ગુસ્સો આવે છે. શું કરું એને રોકવા ? પિયરમાં હું એકદમ શાંત હતી. અહીં ન જાણે... શું થયું છે કે હું ઝગડાખોર બની ગઈ છું. કૃપાળુ ! કૃપા કરો અને મને કોઇ ઉપાય બતાવો... હું નરકના જીવનથી કંટાળી ગઈ . મહાત્માએ કંઇક વિચારીને કહ્યું : બેન ! મારી પાસે હિમાલયની જડીબુટ્ટીઓનો દુર્લભ રસ છે. એક શીશીમાં ભરીને તને આપું છું. જયારે જયારે ગુસ્સો આવે ત્યારે એ રસનો એક ઘૂંટડો લેવો... પણ શરત એટલી કે ગુસ્સો હોય ત્યાં સુધી એ ઘૂંટડાને ગળાથી નીચે નહિ ઊતારવો. ગુસ્સો સંપૂર્ણ ઊતરી જાય પછી જ ઊતારવો. બસ, આટલું તું કર. તને એકાદ મહિનામાં જ તેના પ્રભાવની ખબર પડી જશે. પેલીએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેમ કરવા માંડ્યું. જયારે-જયારે ગુસ્સો આવે ત્યારે-ત્યારે ચૂપચાપ ઓરડીમાં જઇ શીશીમાંનો રસ લઇ લેતી. ખરેખર ! ચમત્કાર સર્જાયો. ઝગડા અદૃશ્ય થઇ ગયા ઘરમાંથી. શાંતિનું સ્વર્ગ ઉતરી આવ્યું. વહુ રાણીના અચાનક પરિવર્તનને સૌ વખાણવા લાગ્યા. ઉપદેશધારા ૪ ૧૩૮ એક વખતે પતિએ પણ વખાણ કર્યા : ‘હવે તો તું બહુ શાણી અને શાંત બની ગઇ છે.' ‘બધો પ્રભાવ છે પેલા સંન્યાસીનો ! એમણે આપેલી શીશીનો ! શીશીમાંનો એ જાદુઇ રસ પી લઉં છું એટલે મારો સ્વભાવ સુધર્યો છે. ઘરમાં શાંતિ પથરાઇ છે.' એમ કહેતી પત્નીએ પેલી શીશી બતાવી. પતિએ એ રસ મોંમાં મૂક્યો અને મને તરત જ બોલી ઊઠ્યું : અરે, આ તો પાણી છે ! ખરેખર એ પાણી જ હતું ! પેલા સંન્યાસીએ ચાલાકી કરેલી : હિમાલયની જડીબુટ્ટીના રસના નામે સાદુ પાણી જ આપેલું. પાણી મોંમાં પડવું હોય ત્યાં સુધી કોઇ શી રીતે બોલી શકે ? બોલે નહિ તો ઝગડો શી રીતે થઈ શકે ? નથી લાગતું, બધાને ‘આવી શીશી'ની પ્રભાવના કરી દેવી જોઇએ ? ખેર, શીશીની કોઇ જરૂર નથી, માત્ર વિવેકની જરૂર છે. ક્રોધ વખતે ન બોલવાના સંકલ્પની જરૂર છે. નેપોલિયન બોનાપાર્ટ ગુસ્સો આવે ત્યારે કોઇ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતો નહિ. ગુસ્સાના ૨૪ કલાક વીત્યા પછી જ તે સ્વસ્થ મનથી નિર્ણય કરતો. એક માનસશાસ્ત્રી ક્રોધાવેશ વખતે રૂમમાં જઇ કાગળ પર, મનમાં જે વિચાર આવે તે લખી નાખતો. બીજા દિવસે શાંત ચિત્તથી તે વાંચતો ત્યારે હસી પડતો : ગઇ કાલે હું આટલો ગાંડો હતો ? પછી એ લખેલું ફાડી નાખતો ! આપણે આવું કશુંક કરીશું કે કંઇ પણ કર્યા વિના તે જ વખતે દઢ સંકલ્પપૂર્વક મૌન રહીશું ? ઉપદેશધારા + ૧૩૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૧૫ મૌન એકાદશી મૌન એકાદશી, કલ્યાણકો, મૌન અને મૌન એકાદશીના અનોખા આરાધક સુવ્રત-શ્રેષ્ઠી : આ બધા વિષયો પરના મનનમંથનથી ભરપૂર પ્રકાશ પાથર્યા બાદ છેલ્લાં ત્રીજા લેખાંકમાં સુવ્રત શ્રેષ્ઠીના જીવન પર વેધક પ્રકાશ પાથરતી લેખમાળાનો પ્રથમ હપ્તો આ અંકે રજૂ થઇ રહ્યો છે. અધ્યાત્મયોગી પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના સમુદાયવર્તી પૂ. લેખક-ચિંતક મુનિવરોની આવી ચિંતન-પ્રસાદી અવારનવાર ‘કલ્યાણ’ને મળતી જ રહે છે, એની આ અવસરે પુણ્ય-સ્મૃતિ થયા વિના નથી રહેતી. મૌનના વિષયમાં ખૂબ જ ઊંડું મંથન-મનન રજૂ કરતી આ લેખમાળા વાચકો માટે જરૂર બોધપ્રદ બની રહેશે, એવો વિશ્વાસ છે. - સંપા૦ (કલ્યાણ વર્ષ-૫૫, અંક-૯, ડિસેમ્બર-૧૯૯૮) (૧) ‘ભગવન્ ! આપની દેશના મને ખૂબ ગમી. આપના એકેક શબ્દે મારામાં મોક્ષ માટેની તીવ્ર ઇચ્છા પેદા કરી દીધી છે. મન ચાહે છે એક મોટી છલાંગ લગાડવા ! એવી છલાંગ કે જે સંસારસાગરને કૂદી જાય. પ્રભુ ! હું જાણું છું કે, સંસારસાગર તરવો હોય તો દીક્ષાની નાવમાં જ બેસવું પડશે. પણ દયાળુ ! દિલમાં ઉપદેશધારા * ૧૪૦ દીક્ષા માટે એટલો ઉલ્લાસ જાગતો નથી. આરંભ અને પરિગ્રહમાં ડૂબેલો છું. દીક્ષા લેવા જેવી છે, એ વાત હું સો ટકા માનું છું, પણ સાથે-સાથે હું દીક્ષા લઇ શકું તેમ નથી, એની પણ સો ટકા ખાતરી છે, કે વિશ્વવત્સલ વિભુ ! મારા આત્માનો ઉદ્ધાર થાય, એવી કોઇ આરાધના મને આપ ન બતાવી શકો ? આપ નહિ બતાવો તો કોણ બતાવશે ? ભગવન્ ! કૃપા કરો અને મારે લાયક કોઇ આરાધના બતાવો.’ બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારેલા છે. કૃષ્ણ મહારાજા સપરિવાર પ્રભુને વંદન કરવા માટે ગયા છે. ભગવાનની દેશના સાંભળીને મુક્તિની આરાધના માટે ઉત્સુક બનેલા શ્રીકૃષ્ણ ભગવાનને પુનઃ પૂછે છે : ભગવન્ ! મારા માટે કોઇ મુક્તિનો ઉપાય બતાવો. કોઇ એવો શ્રેષ્ઠ દિવસ બતાવો, જ્યારે આરાધનામાં તન્મય બની જાઉં. પરમ કરુણાસાગર ભગવાનશ્રી નેમિનાથે કહ્યું : ‘રાજન્ ! વર્ષમાં એવો શ્રેષ્ઠ દિવસ છે : મૌન એકાદશી ! માગસર સુદ અગિયારસનો આ દિવસ શ્રેષ્ઠ એટલા માટે છે કે, આ દિવસે તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે. શ્રી નેમિનાથ પ્રભુએ શ્રીકૃષ્ણ મહારાજાના માધ્યમથી આપણને બધાને પણ આ દિવસનો મહિમા બતાવ્યો. આ દિવસે ૧૫૦ કલ્યાણકો એકીસાથે આવે છે, એટલે સહેજે આ દિવસ પવિત્ર બની જાય છે. શ્રેષ્ઠ દ્રવ્ય અને શ્રેષ્ઠ ક્ષેત્રની જેમ શ્રેષ્ઠ કાળનો પણ પ્રભાવ હોય છે. દા.ત. તીર્થંકર પરમાત્માના અસ્થિ ઉત્તમ દ્રવ્ય છે. એના પ્રભાવથી દેવલોકમાં ૧૨ વર્ષ સુધી ઝગડા વગેરે થતા નથી. તીર્થંકર પરમાત્માની કલ્યાણકભૂમિ, સિદ્ધાચલ વગેરે તીર્થો આદિ ઉત્તમ ક્ષેત્ર છે. ત્યાં જતાં જ મન પરમ પ્રસન્નતાની અનુભૂતિ કરે છે, એટલા માટે જ તીર્થોનો આટલો મહિમા છે. ઉપદેશધારા * ૧૪૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ કાળના કારણે પર્વોનો મહિમા છે. ઉત્તમ તીર્થ પર જતાં મન આનંદના હિલોળે ચડે છે, તેમ ઉત્તમ પર્વ આવતાં પણ મન પરમ પ્રમોદ પામે છે. છતાં તીર્થ અને પર્વમાં એક મહત્ત્વનો તફાવત છે. તીર્થ પાસે માણસે સામેથી જવું પડે છે, જયારે પર્વ માણસની પાસે સામેથી આવે છે. માણસ કાંઇ પ્રયત્ન કરે કે ન કરે, તે દિવસે આરાધન કરે કે ન કરે, પણ પર્વ તો તે દિવસે આવી જ પહોંચે. આવા દિવસ સાથે જો આપણી ઉત્તમતાનું જોડાણ થઇ જાય તો ખરેખર જીવનનો કાયાકલ્પ થઇ ગયા વિના ન રહે. મૌન એકાદશીના દિવસની ઉત્તમતાનું કારણ દોઢસો કલ્યાણકો છે. દોઢસો કલ્યાણકો કઇ રીતે થાય તે પહેલા આપણે સમજીએ : આ દિવસે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ત્રણ તીર્થકરોના પાંચ કલ્યાણક થયેલા છે. અરનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક, મલ્લિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક : જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન અને નમિનાથ ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક. એવી રીતે ગઇ ચોવીસીના ત્રણ તીર્થંકર (ચોથા મહાયશ, છઠ્ઠા સવનુભૂતિ અને સાતમાં સીમંધર)ના પણ પાંચ કલ્યાણકો આજના દિવસે છે. આવતી ચોવીશીના ત્રણ તીર્થકર (ચોથા સ્વયંપ્રભ, છઠ્ઠા દેવશ્રુત અને સાતમા ઉદયનાથ)ના પાંચ કલ્યાણક પણ આજના દિવસે છે. આ તો માત્ર આપણા ભેરતક્ષેત્રની વાત થઇ. અઢીદ્વીપમાં આવા કુલ પાંચ ભરતક્ષેત્રો છે અને પાંચ ઐરવત ક્ષેત્રો છે. એ બધા ક્ષેત્રોની ત્રણ ચોવીશીના પાંચ-પાંચ કલ્યાણકો ગણીએ એટલે કુલ દોઢસો કલ્યાણકો થાય. વર્ષમાં એક માત્ર આ જ દિવસ એવો છે જયારે દોઢસો કલ્યાણકોનો એકીસાથે લાભ મળે. કલ્યાણકોનો પ્રભાવ તીર્થંકર પરમાત્માઓનું એકેક કલ્યાણક જબરદસ્ત પ્રભાવક છે. ભગવાનના કલ્યાણકો વખતે ત્રણેય લોકના જીવોને ક્ષણવાર સુખ મળે. નારક જીવો હંમેશ માટે દુઃખમાં સબડી રહ્યા હોય છે. એમને સુખી કરવાની તાકાત કોઇ મોટા ઇન્દ્રમાં પણ નથી હોતી. એમના માટે ફરજિયાત દુ:ખો ભોગવવાનું હોય છે. નારક જીવો પાસે જો કોઇ જોષી પહોંચી જાય અને તેઓ જોષીને જો પોતાનું ભવિષ્ય પૂછે, તો જોષી માત્ર આટલું જ કહે : દુ:ખ, દુ:ખ અને દુઃખ ! પીડા, પીડા અને પીડા ! તારા નસીબમાં દુ:ખ સિવાય કશું જ નથી. તારું જ્ઞાન (વિર્ભાગજ્ઞાન) પણ તારા દુઃખને વધારનારું જ બનશે ! જન્મથી લઇ મૃત્યુ સુધી દુ:ખનો જ એક માત્ર ભાર વેંઢારનારા આવા નારક જીવોને બીજા તો કોઇ શું, પરંતુ ઇન્દ્ર પણ સુખી બનાવી શકે નહીં. સીતેન્દ્ર એકવાર આવો પ્રયોગ કરેલો. (રામચંદ્રજીના પત્ની સીતા સંયમધર્મનું પાલન કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં ઇન્દ્ર બન્યાં છે.) તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું કે, મારા પૂર્વ ભવના દિયર લક્ષ્મણ નરકમાં સબડી રહ્યા છે. સીતેન્દ્રના હૃદયમાં દયા ઉભરાઇ આવી : અરે ! આવો પરાક્રમી પુણ્યશાળી, સૌભાગ્યશાળી મારો દિયર દુ:ખી ? ના, ના. હું એને હમણા જ દુ:ખમુક્ત બનાવી દઉં ! હું કોઇ કમ સામર્થ્યવાળો નથી, બારમા દેવલોકનો ઇન્દ્ર છું ! સીતેન્દ્ર નરકમાં જઇ પહોંચ્યા. ત્યાં રાવણ અને લક્ષ્મણ ઝગડી રહ્યા હતા. સીતેન્દ્ર બંનેને અટકાવ્યા અને પૂછ્યું : મને ઓળખો છો ? ઝળહળતું દિવ્ય રૂપ જોઇ લક્ષ્મણના જીવે કહ્યું : તમે ઇન્દ્ર લાગો છો. ‘નહિ, હજુ તમે મને બરાબર ઓળખી નથી શક્યા.' આટલું કહીને સીતેન્દ્ર પૂર્વભવનું સીતાનું રૂપ બતાવ્યું. લક્ષ્મણ તરત જ ઓળખી ગયા. સીતેન્દ્ર કહ્યું : “સંયમના પ્રભાવથી હું બારમાં દેવલોકમાં ઇન્દ્ર બની છું. અને પૂર્વભવના મારા વહાલા દિયરનું દુ:ખ દૂર કરવા આવેલી છું. ચાલો, હું તમને સ્વર્ગમાં લઇ જાઉં.’ - સીતેન્દ્ર જયાં હથેળીમાં લક્ષ્મણજીને ઉઠાવ્યા, ત્યાંજ પારાની જેમ એમનું શરીર વેરાઇને નીચે પડી ગયું. આવી રીતે ત્રણ-ત્રણ ઉપદેશધારા * ૧૪૨ ઉપદેશધારા + ૧૪૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ વાર કર્યું, પણ સીતેન્દ્ર સફળ ન થયા. એથી લક્ષ્મણજીએ કહ્યું : સીતેન્દ્ર ! મને સ્વર્ગમાં લઇ જવાનો અને સુખી કરવાનો પ્રયત્ન કરવાનો રહેવા દો ! તમારો પ્રયત્ન જ મને વધુ દુઃખી બનાવે છે. મારા લલાટે દુઃખના જ લેખો લખાયેલા છે, ને તે મારે ભોગવવા જ રહ્યા. નિયતિને કોઇ મિથ્યા કરી શકે નહિ. નિષ્ફળ અને નિરાશ સીતેન્દ્ર સ્વસ્થાને પાછા ગયા. બારમા દેવલોકના મહાસમર્થ ઇન્દ્ર પણ નરકના જીવને એકાદ ક્ષણ માટે પણ સુખી બનાવી શકતો નથી. એવા નરકના જીવોને તીર્થંકર પ્રભુના કલ્યાણકો સુખી બનાવે છે ! આથી જ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ કહ્યું છે કે, ભગવાન વે, જન્મ, દીક્ષા લે, કેવળજ્ઞાન પામે કે મોક્ષે જાય, એ પાંચ કલ્યાણકોનો અવસર નારક જીવોને ક્ષણભર સુખી બનાવે જ બનાવે. આની પાછળ કઇ શક્તિ કામ કરે છે ? ભગવાને પોતાના ત્રીજા ભવમાં જગતના સર્વ જીવોના ઉદ્ધારની એવી જબરદસ્ત ભાવના ભાવી છે કે, એના પ્રભાવે સહજ રીતે જ જગતના જીવો એમના કલ્યાણકોમાં આનંદ પામે છે. કારણ કે ભગવાનની ચેતના-વિશ્વ ચેતના સાથે જોડાઇ ગયેલી છે. એમનો જન્મ વિશ્વ-ઉદ્ધાર માટે જ થયો હોય છે. પાંચ કલ્યાણ કોનું ધ્યાન જો આપણે કરીએ, તો આપણા પણ અનંત-અનંત કમના જુગ જૂના પાપ-જાળાં સાફ થઇ જાય. અરે ! કર્મબંધનના કારણ જ નબળાં પડી જાય. કર્મબંધનના મુખ્ય પાંચ કારણ છે : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ! ભગવાનના ચ્યવન કલ્યાણકનું ધ્યાન આપણા મિથ્યાત્વને ગાળે, કારણ કે પ્રભુ માતાની કુક્ષીમાં આવે છે ત્યારે નિર્મળ સમ્યકૃત્વ સહિત આવે છે. સમ્યક્ત્વનું ધ્યાન મિથ્યાત્વને ગાળે. ભગવાનનો જન્મ આપણી અવિરતિ પ્રત્યેની આસક્તિને ઓગાળે. કારણ કે જન્મથી જ ભગવાન પરમ વિરાગી હોય છે. એમના બાળક્રીડા, લગ્ન કે રાજયારોહણ વગેરે દરેક કાયાઁ વખતે પણ વિરાગનો ચિરાગ ઝળહળતો હોય છે. એનું ધ્યાન આપણી અવિરતિ પરની મૂર્છાને તોડે. ભગવાન દીક્ષા લે ત્યારે સામાયિકનો પાઠ ઉચ્ચારતાં જ ચોથા ગુણઠાણેથી સીધા સાતમા ગુણઠાણે છલાંગ લગાવે. (પછી છ આવે, છદ્મસ્થ અવસ્થામાં છટ્ટે સાતમે ગુણઠાણે રહ્યા કરે.) સાતમાં ગુણસ્થાનકનું નામ છે, અપ્રમત્ત-પ્રમાદ રહિત અવસ્થા. અપ્રમત્ત અવસ્થાનું ધ્યાન આપણા પ્રમાદને હટાવે. ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક આપણા કર્મબંધનના ચોથા કારણ-કષાયને કાપે. કારણ કે કષાયના નાશ વિના કોઇ આત્મા કેવળજ્ઞાની બની શકે નહિ. દસમા ગુણઠાણે કષાયનો નાશ થયા પછી બારમા ગુણઠાણે વીતરાગતા આવે, ને ત્યાર પછી જ કેવળજ્ઞાન થાય. વીતરાગતા આવી એટલે એની પાછળ સર્વજ્ઞતા દોડતી આવે. સાધના સર્વજ્ઞતા માટે નથી કરવાની, પણ વીતરાગતા માટે કરવાની છે. સર્વજ્ઞતાનું મૂળ વીતરાગતા છે. ભગવાનનું મોક્ષ-કલ્યાણક આપણા યોગને તોડે. યોગ એટલે મન, વચન અને કાયા. આપણે આ યોગથી સતત કર્મ બાંધી જ રહ્યા છીએ. ભગવાન મોક્ષે જાય તે પહેલા તેરમાંથી ચૌદમા ગુણઠાણે આવે. ચૌદમા ગુણઠાણાનું નામ છે : અયોગી. મન, વચન અને કાયાનો નિરોધ કરવાથી જ અયોગી બની શકાય. આ અવસ્થાનું ધ્યાન આપણી મન, વચન, કાયાની કર્મ-બંધનની પ્રવૃત્તિઓને અટકાવે. માટે કલ્યાણકામી આત્માએ દરરોજ પાંચેય કલ્યાણકોનું ધ્યાન ધરવું જોઇએ. મૌન પર મનન મૌન એકાદશીનું મહત્ત્વ કલ્યાણકોની અધિકતાના કારણે છે. ૧૫૦ કલ્યાણકોની આરાધના કરવા તે દિવસે ૧૫૦ માળાઓ ઉપદેશધારા * ૧૪૪ ઉપદેશધારા + ૧૪૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ ગણવામાં આવે છે. માળાઓ ગણતી વખતે મૌન તો જોઇએ જ. મૌન રાખ્યા વિના માળા શી રીતે ગણાય ? તદુપરાંત મૌનનો નૈયિક અર્થ થાય છે : પુદ્ગલભાવોમાં પ્રવૃત્તિ ન કરવી. આવો ઊંચો અર્થ કદાચ આપણે આપણા જીવનમાં ન ઉતારી શકીએ, પણ સામાન્ય અર્થ તો ઉતારી શકીએને ? વચનના વેડફાટના કારણે આપણો કેટલો અમૂલ્ય સમય વેડફાઇ જાય છે ? આપણી કેટલી શક્તિઓ વ્યર્થ વેરાઇ જાય છે? સંબંધો કેવા બગડે છે ? આ બધા પર જો આપણે વિચારીએ તો ‘મૌનં સર્વાર્થ સાધનમ્’નું સૂત્ર આત્મસાત્ કર્યા વગર ન રહીએ. ‘જીભ જીતી તેણે જગત જીત્યું' એ કહેવતમાં માત્ર ભોજનનિયંત્રણની વાત નથી, વચન-નિયંત્રણની પણ વાત છે. બે આંખ, બે કાન, નાકના બે છિદ્ર આ બધા બબ્બે હોવા છતાં કામ એક જ કરે છે, જ્યારે જીભ એક હોવા છતાં કામ બે કરે છે. બંને કાર્યો મહત્ત્વના છે. બંનેમાં માણસ નિયંત્રણ નથી રાખી શકતો, એટલે ઘણી બધી આપત્તિઓ ઊભી કરી બેસે છે. માણસ ખાવામાં ભાન નથી રાખતો એટલે પેટ બગડે છે, રોગોને આમંત્રણ આપે છે. ફલતઃ એને ડૉકટરના શરણે જવું પડે છે. માણસ બોલવામાં ભાન નથી રાખતો, એટલે ઝગડો ઊભો કરી બેસે છે. ઝગડાનું સ્વરૂપ આગળ વધતાં વકીલના શરણે જવું પડે છે. ડૉકટર અને વકીલ આ બંનેનો ધંધો જીભના કારણે ચાલે છે ! બંનેને પેદા કરનાર જીભ છે, એમ કહીએ તો પણ કદાચ અતિશયોક્તિ નહિ ગણાય. રામાયણ અને મહાભારત પણ જીભનાં જ સર્જનો છે. કૈકેયીની જીભે રામાયણનું સર્જન કર્યું. તો દ્રૌપદીની જીભે (‘આંધળાના દીકરા આંધળા જ હોય ને !' દ્રૌપદીના આ વાક્યે દુર્યોધનના હૃદયમાં આગ લગાડી હતી.) મહાભારતનું સર્જન કર્યું છે. ઘર-ઘરમાં ચાલતા રામાયણો અને મહાભારતોનું મૂળ પણ આ ઉપદેશધારા * ૧૪૬ જીભ જ છે, એમ જો સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરશું, તો લાગ્યા વિના નહિ રહે. જીભના મહત્ત્વના બે કાર્યોમાં પણ વધુ મહત્ત્વનું કાર્ય બોલવાનું છે. કારણ કે માણસ ખાવામાં ભાન ન રાખે, તો ફક્ત એને જ નુકશાન થાય, પણ બોલવામાં ભાન ન રાખે, તો બીજાને પણ નુકશાન થાય. શરીરનો વ્યવહાર ભોજન સાથે સંકળાયેલો છે, જ્યારે જગત સાથેનો વ્યવહાર વચનો સાથે સંકળાયેલો છે. શરીરને થયેલા નુકશાન માટે હજુ દવાઓ છે, પણ આપણા વચનના ઘાથી સામાના હૃદયને જે ઘા વાગ્યો, એને રૂઝવવાની કોઇ દવા નથી. અધબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચા શા હૈયાને પીંજવામાં વાર શી ? માનવીના હૈયાને નંદવામાં વાર શી ? વચનના તીરોથી ન જાણે આપણે કેટલા હૃદયોમાં તિરાડ પાડતા હોઇશું ? કેટલાની સાથે સંબંધો બગાડતા હોઇશું ? કેટલી શક્તિઓનો વેડફાટ કરતા હોઇશું ? ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે, વધુ બોલીશું, તો વધુ પ્રિય બનીશું, વધુ નામ કમાઇશું, પણ આવા માણસો તો બોલીને ‘બોળી’ નાખતા હોય છે ! વધુ બોલવાથી વધુ સન્માન મળે છે, એ વાત સાચી નથી, કદાચ સન્માન ઘટે છે, એ વાત સાચી હશે ! ઘરેણાના બોક્ષમાં ઝાંઝરે બોલવાનું શરૂ કર્યું : રૂમઝૂમ... રૂમઝૂમ... વાહ ! મારો કેટલો મીઠો અવાજ ! અરે હાર ! તું મૌન કેમ છે ? જરા બોલે તો ખરો. પણ હાર ક્યાંથી બોલે ? બોલતાં આવડે તો બોલ ને ? સાવ બોધો છે બોધો ! અને ઓ મુગટ ! તું પણ કેમ ચૂપ છે ? તનેય બોલતાં નથી આવડતું ? ક્યાંથી આવડે ? સંગ તેવો રંગ ! આખરે તું હારની પાસે બેસે છે ને ? બંનેના મોંમાં મગ ભર્યા છે ! બોલ્યા વગર આ જગતમાં કોઇની કિંમત નથી. એ ભૂલતા નહિ. બોલે તેના બોર વેચાય ! ઝાંઝરે ઘણા મેણાંટોણાં માર્યા, પણ મુગટ ન બોલ્યો, તે ન જ બોલ્યો. હારે થોડોક ઉપદેશધારા * ૧૪૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગણગણાટ કર્યો, પણ પછી તો એણે પણ મૌનમાં જ કલ્યાણ માન્યું. બંનેનું મૌન જોઇ ઝાંઝરને વધારે ઝનૂન ચડ્યું. એના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસવા લાગ્યો. એજ વખતે રાજકુમારીએ પેટી ખોલી. ઝાંઝર મૌન થઇ ગયું. પણ ફાંકો કાયમ હતો. એ તો એમ જ માનતું હતું કે, હું જ મહાન ! મારો મહિમા જ જબરદસ્ત ! મારું જ ઊંચું સ્થાન ! પણ આ શું ? થોડી જ વારમાં એના મુખનું નૂર વિલાઇ ગયું ! રાજકુમારીએ પગે ઝાંઝર બાંધ્યાં, ગળે હાર પહેર્યો અને મસ્તકે મુગટ લગાવ્યો ! ઝાંઝરને તો કાપો તોય લોહી ન નીકળે એવું થઇ ગયું. ત્યાં જ ઘરેણાંની ખાલી પેટીમાંથી ગેબી અવાજ આવ્યો : મૌન રહે તેનો મહિમા વધે ! બોલ બોલ કરે તેનો મહિમા ઘટે ! ઝાંઝર ! તું બહુ બોલ-બોલ કરતાં ગાળાગાળી પર આવી ગયું, માટે તને પગમાં સ્થાન મળ્યું. હાર ! તેં થોડા ગણગણાટ સિવાય મૌન સેવ્યું, માટે તને ગળે સ્થાન મળ્યું, ને મુગટ ! તેં ઉત્કૃષ્ટ મૌન સેવ્યું, માટે તને ઉત્કૃષ્ટ સ્થાન, ઊંચું સ્થાન – મસ્તક મળ્યું. તરત જ જન્મેલા રાજકુમારને પૂર્વભવનું જ્ઞાન થયું : પૂર્વભવમાં હું યોગી હતો. મારી યોગ-સાધના અધૂરી હતી. બોલવાનું વર્જિત હતું, છતાં પુત્રચ્છ રાજાને મેં ‘પુત્રવાન ભવ'ના આશીર્વાદ આપ્યા. ફલતઃ હું સ્વયં મરીને રાજકુમાર બન્યો. ખરેખર બોલવાથી બગડ્યું, મારી આખી સાધના એળે ગઇ ! પણ હવે તો મારે નથી જ બોલવું ! રાજકુમાર મોટો થવા છતાં કાંઇ બોલતાં શીખ્યો નહિ, ત્યારે રાજાને ઘણી ચિંતા થઇ, રાજાએ માંત્રિક-તાંત્રિક આદિને બોલાવીને ઘણા ઉપાયો કર્યા, પણ બધું વ્યર્થ ! રાજકુમાર ન બોલ્યો તે ન જ બોલ્યો. પંદર-સોળ વર્ષનો થયેલો રાજકુમાર એક વખતે જંગલમાં શિકારી-રસાલા સાથે જઇ રહ્યો હતો. ત્યાં ઝાડીમાં રહેલ એક પંખીએ અવાજ કર્યો અને તરત જ શબ્દવેધી સૈનિકે એ પંખીનો શિકાર કર્યો ! દયાર્દુ રાજકુમાર પંખીને ઉદ્દેશીને બોલી ઊઠ્યો : बोला ही क्यों? રાજકુમારના મુખમાંથી શબ્દો સાંભળીને સૈનિકો સ્તબ્ધ થઇ ગયા : અરે ! આ કુમાર તો બોલી શકે છે ! એમણે રાજાને વાત કરી. રાજાએ રાજકુમારને બોલાવવા પ્રયત્ન કર્યો, પણ બોલે તે બીજા ! ફરી એ જ સન્નાટો ! એ જ મૌન ! રાજકુમાર ન જ બોલ્યો. એથી રાજાને સૈનિકો પર ગુસ્સો ચડ્યો. આ સૈનિકોએ ખોટી માહિતી આપીને મને હેરાન કર્યો છે, માટે આ બધા જૂઠાબોલાઓને ફાંસીના માંચડે ચડાવી દઉં, જેથી બીજી વાર કોઈ જૂઠું બોલવાનું નામ ન લે ! સૈનિકોએ ફાંસીએ ચડાવવા રાજાએ આજ્ઞા કરી. ત્યારે રાજકુમાર ફરી બોલી ઊઠ્યો : बोला ही क्यों ? (પક્ષી બોલ્ય માટે પક્ષીને મરવું પડ્યું. સૈનિકો ! તમે બોલ્યા માટે તમારા પર આ આપત્તિ આવી પડી અને હું બોલ્યો એટલે ગયા જન્મમાં સાધના ખોઇ અને આ જન્મમાં આવું રમખાણ થયું.) રાજકુમારને બોલતો જોઇ રાજા એકદમ તેને વળગી પડ્યા. ન બોલવાનું કારણ પૂછતાં રાજકુમારે એક શરત મૂકી કે, ‘જો મને યોગ-સાધના કરવા, યોગી થવા મંજૂરી આપો, તો જ બધું કહું !' રાજાએ મંજૂરી આપી. રાજકુમારે પૂર્વજન્મનું કારણ બતાવ્યું. રાજા કાંઇ જવાબ આપે, તે પહેલા જ કુમાર રાજમહેલનો ત્યાગ કરી જંગલના માર્ગે નીકળી પડ્યો. એ દૃષ્ટાંતનો એ રૂપકનો અર્થ એવો નથી કે, આપણે પણ રાજકુમારની જેમ મૌન રહેવું, કશું બોલવું જ નહિ ! જરૂર હોય છતાં પણ ન બોલવું એ ગુનો છે. સમજણ વગરનું મૌન એ કોઈ મૌન છે ? એવું મૌન તો અજ્ઞાનતાને છૂપાવવાનું ઢાંકણ માત્ર છે ! ઉપદેશધારા * ૧૪૯ ઉપદેશધારા * ૧૪૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ બોલવાની કમજોરીને મૌન તરીકે ખપાવવા એ તો મૌનનું અપમાન છે. મજબૂરીને રખે મૌન સમજતા ! નિષ્ક્રિયતા અને આળસને રખે મૌન સમજતા. એવું મૌન તો પત્થર અને વૃક્ષોમાં પણ ક્યાં નથી ? બોલતાં આવડતું હોવા છતાં મૌન રાખવું એ મનુષ્યની વિશેષતા છે ! એટલે ખરેખર તૌ મૌન શીખતાં પહેલાં સમ્યગુ બોલતાં શીખવું જરૂરી છે. મૌન એ સોનું છે ! ને શબ્દ એ ચાંદી છે, એ વાત ખરી, પણ ચાંદીની પણ કિંમત જે જાણતો નથી, એ સોનાની કિંમત શી રીતે જાણશે ? જેને બોલતાં જ નથી આવડતું, તે મૌનનો મહિમા શી રીતે જાણી શકશે ? સમ્યગુ બોલતાં શીખવા માટે નીચેના ચાર મુદ્દાઓ તમારા વર્તનમાં હોવા જરૂરી છે : (૧) મૌનમ્ (૨) સત્યમ્ (૩) પ્રિયમ્ (૪) હિતમ્. સૌ પ્રથમ તમારી વાણીનું ભૂષણ છે : મૌન ! વાણીનું ભૂષણ મૌન ? આ તે વળી કેવી વાત ? વિરોધાભાસી લાગે, છતાં આ સત્ય વાત છે. બને ત્યાં સુધી ડાહ્યો માણસ મૌન રહે છે. બોલ્યા વગર ચાલતું હોય ત્યાં સુધી તે બોલતો નથી, કારણ કે તે જાણે છે કે, નહિ બોલાયેલો શબ્દ વક્તાનો ગુલામ છે ને બોલાયેલો શબ્દ માલિક છે ! આપણા મુખમાંથી શબ્દ નીકળ્યા કે, તરત જ આપણું સ્વામિત્વ ગયું. અત્યાર સુધી શબ્દ તમારો ગુલામ હતો, હવે શબ્દના તમે ગુલામ છો ! એટલે સમજુ માણસ સૌપ્રથમ તો મૌન જ રહે. પણ એનું મૌન પણ સક્રિય હશે, એનું મૌન, પણ જાણે કાંઇક કહેતું હોય તેવું લાગ્યા કરશે. કારણ કે એનું મૌન એની વાણીનું ભૂષણ છે ! બોલવું પડે ત્યારે આવો માણસ સત્ય જ બોલશે. ભયથી કે લાલચથી સાચો માણસ કદી જૂઠું નહિ બોલે; મોતનો ભય હોવા છતાં . દત્ત રાજાની સામે કાલિકાચાર્ય સાચું બોલ્યા હતા. પોતાની સામે જ પોતાના પુત્રો પર મુશ્કેલી દેખાતી હોવા છતાં ખંભાતનો ભીમો શ્રાવક જૂઠું ન્હોતો બોલ્યો. દિલ્હીના બાદશાહ ફિરોજશાહ સમક્ષ મહણસિંહ સાચું બોલ્યો, તો બાદશાહ તરફથી ૧૬ લાખ સોનામહોરોનું ઇનામ પામ્યો અને કરોડપતિ બન્યો. જૂઠું બોલવાથી વસુરાજા. તે જ વખતે સિંહાસન પરથી પટકાયો અને મરીને સાતમી નરકે ગયો. સાચું કહેવા માટે ખૂબ જ હિંમત જોઇએ. સત્ત્વ જોઇએ. શરૂઆતમાં કઠણ લાગે, પણ પાછળથી સાચું કહેવાની ટેવ ખૂબ જ ફાયદાકારક બને છે. જૂઠું બોલનારે સતત ચિંતામાં રહેવું પડે છે. કોની પાસે શું બોલ્યો હતો ? કોની પાસે શું બોલવાનું છે ? વગેરે અનેક પ્રકારની ગડમથલ જુઠાબોલા માણસમાં ચાલતી હોય છે. જયારે સાચાબોલો માણસ નિશ્ચિત હોય છે. કારણ કે એની વાતમાં કોઇ ફરક નથી આવતો, ક્યારે શું બોલ્યો હતો ? એવું કાંઇ યાદ રાખવાની તેને જરૂર નથી પડતી. અત્યારના અસત્યમય વાતાવરણમાં સત્ય બોલવાની વાત, ઘણાને જો કે ‘આઉટ ઓફ ડેટ' થઇ ગઇ એમ લાગે છતાં જે કોઈ સત્ય બોલશે તેને અવશ્ય ફાયદો થશે. કારણ કે સત્ય સનાતન છે, એ નિત્યનવીન છે, એ કદી ‘આઉટ ઓફ ડેટ' થઇ શકે નહિ. લોકો ભલે ગમે તે માનતા થાય, પણ મૂળભૂત સિદ્ધાંત એના એ જ રહે છે. આજે પણ સાચાબોલા માણસને દુનિયા પસંદ કરે છે. તમને કયો માણસ પસંદ પડે ? સાચો માણસ કે જૂઠો માણસ ? જૂઠું બોલીને તમને કોઇ બનાવી જાય તે તમને ગમશે ? જેમ તમને જૂઠો માણસ નથી ગમતો, તેમ બીજાઓને પણ નથી ગમતો, એટલે આજે પણ સત્ય તરફ લોકોને પસંદગી છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. બોલતી વખતે ત્રીજી વાત યાદ રાખવાની છે : પ્રિયમ્ ! શું સાચું હોય તે બધું કહી દેવાનું ? ઘણા માણસો એવી ડીંગ હાંક્ય રાખે છે કે, અમે તો સાચાને સાચું કહેવામાં માનીએ, મોઢામોઢ કહી દઇએ. સામાને ખોટું લાગે, તો બે રોટલી વધુ ખાય. આપણે ઉપદેશધારા * ૧૫૦ ઉપદેશધારા * ૧૫૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ શું ? આવું કહેનારો માણસ જાણે એમ કહેવા માંગે છે : હું તો સત્યવાદી હરિશ્ચંદ્ર છું ! - જ્ઞાનીઓ કહે છે કે જે સાચું છે, તે બધું કહેવાનું નથી, પણ આપણે જે બોલીએ તે સાચું હોવું જોઇએ. તમારી સાચી વાત પણ સામાને પીડાદાયક લાગે તો કહેવી ન જોઇએ. આથી જ શાસ્ત્રમાં ચોરને ચોર, આંધળાને આંધળો, કાણાને કાણો કે હીજડાને હીજડો કહેવાની ના પાડવામાં આવી છે. કોઈ ગુજરાતી કવિએ કહ્યું છે : કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ; ધીરે રહીને પૂછીએ, ભાઈ ! શીદ ગુમાવ્યા નેણ ? સાચી વાત પણ જયારે કડવી બની જાય ત્યારે ખરેખર તે સાચી રહેતી જ નથી, ખોટી જ બની જાય છે. એનાથી બોલનારને પણ નુકશાન જ થાય છે. કાણાને કાણો કહીને બોલાવીએ, તો એ આપણું કામ કરી આપશે ? અરે ! કદાચ કરી આપવાનો હશે તોય નહિ કરે. અરે ! બાઈ બાડી, છાસ દેજે જાડી' એક બેને બૂમ પાડીને કહ્યું. તરત જ પેલીએ જવાબ વાળ્યો : જેવી તાણી વાણી, એવું નાખ્યું પાણી. એક દિયરે કહ્યું : કાણી ભાભી પાણી લાઓ ! ત્યારે પેલીએ રીસમાં કહ્યું : કુત્તે કો દંગી, લેકિન તુઝે નહિ. ચાલાક દિયરે થોડીવાર પછી વાણીમાં મીઠાશ લાવીને કહ્યું : રાણી ભાભી ! પાણી લાઓ. પેલીએ રાજીરેડ થઇને કહ્યું : અબ તો પાની હી નહીં, શરબત પીલાઉંગી. આ છે વાણીની મીઠાશનો પ્રભાવ ! આપણા શબ્દો માત્ર સાચા હોય તેટલું જ બસ નથી, મીઠા પણ હોવા જોઇએ, સામાને કાનમાં વાગે એવા તો ન જ જોઇએ. એટલે જ શિષ્ટ પુરુષો આંધળાને આંધળો નહિ, પણ સૂરદાસ કે પ્રજ્ઞાચક્ષુ કહે છે. જાટને ચૌધરી, હજામને નાઇ તેમજ ઢેઢને હરિજન કહે છે. શબ્દોને પણ યથાયોગ્ય વાપરવાની બહુ મોટી કળા છે. ગમે ત્યાં ગમે તે શબ્દ ન વપરાય, સમાનાર્થક શબ્દ પણ ન વપરાય, ‘જિન તેરે ચરણ કી શરણ ગ્રહું’ એના સ્થાને ‘જિન તેરે પગ કી શરણ ગ્રહું” બોલાય ? ચરણ અને પગ એક જ અર્થને કહેનારા છે, છતાં ન વપરાય, કુંભ સ્થાપનાની જગ્યાએ ઘડાસ્થાપના ન કહેવાય, કુંભ અને ઘડો બંને પર્યાયવાચી શબ્દો છે છતાંય ! અરે, ભગવાનનું નામ પણ ગમે ત્યાં, ગમે ત્યારે નથી લેવાતું. કોઇને ત્યાં લગ્ન ચાલતા હોય ને તેમ ત્યાં બોલો : રામ-નામ સત્ત હૈ, રામ-નામ સત્ત હૈ તો શું થશે ? તમારે ઊભી પૂંછડીએ ભાગવું પડશે. કહ્યું છે કે, સમય વિના શોભે નહિ, પરમાત્માનું નામ, વિવાહ-ટાણે ગણપતિ ને મરવા ટાણે રામ, સાચે જ શબ્દોનો સમ્યગુ પ્રયોગ કરવો એ ઘણી મોટી કળા છે. सम्यग् ज्ञातः एकः शब्दः स्वर्गलोके कामधुग् भवति सारी રીતે જાણેલો એક જ શબ્દ પરલોકમાં ઇચ્છિત-પ્રદ બને છે, એમ હિન્દુશાસ્ત્રોમાં કહેલું છે. સમસ્ત પ્રાણીસૃષ્ટિમાં માણસ જ માત્ર એવો છે, જેને શબ્દો મળ્યા છે. બીજા બધા પાસે વાણી છે, ધ્વનિ છે, પણ શબ્દો અને વાક્યો તો એક માત્ર માણસને જ મળ્યા છે. ગાય, ઘોડો, ગધેડો, કાગડો કે કોયલ એક જ રીતે બોલ્યા કરે છે, પણ માણસ ધારે તો કોયલ જેવું પણ બોલી શકે અને કાગડા જેવું પણ બોલી શકે. વાક્યો અને પેરેગ્રાફો મુજબ વિભાગવાર બોલવું માત્ર માણસની મોનોપોલી છે. માણસ પાસે શબ્દો છે, એમાંથી તે ગાળ પણ પેદા કરી શકે અને ગીત પણ પેદા કરી શકે. શું કરવું તે એના હાથની વાત છે. ગાળોમાં, કડવાશમાં વાપરીને શબ્દોનો દુરૂપયોગ શા માટે કરવો ? ગીતમાં, મીઠાશમાં વાપરીને શબ્દોનો સદુપયોગ શા માટે ન કરવો ? ઉપદેશધારા * ૧૫૨ ઉપદેશધારા * ૧૫૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ કોયલ અને કાગડો બંને કાળા હોવા છતાં કોયલનો અવાજ બધા પસંદ કરે છે. કારણ કે એમાં મીઠાશ છે. આપણી વાણીમાં પણ મીઠાશ હોવી જરૂરી છે. તો જ આપણું વચન સામાને આદેય બનશે. આપણી વાણી માત્ર સાચી હોય એટલું જ જરૂરી નથી, મીઠી પણ હોવી જ જોઇએ. સોનું ગમે તેટલું સારું હોય, પણ ગરમાગરમ સોનું કોઇને હથેળીમાં અપાય નહિ ! આ વાત જો સમજતા હોઇએ, તો સાચી પણ કડવી વાણી શી રીતે બોલી શકીએ ? હવે છેલ્લો મુદ્દો છે : હિતમ્ ! વાણીમાં માત્ર મીઠાશ હોય તે ન ચાલે, હિતકારિતા પણ જોઇએ. વધારે પડતી મીઠાશ ખુશામત બની જાય કે સ્વાર્થ સાધવાનો ઉપાય બની જાય. મીઠી વાણી પણ જો સામાને અહિતકર બનતી હોય, તો છોડી દેવી જોઇએ. શરદીનું દર્દી બાળક દહીં માંગે, ત્યારે આપણે દહીં આપીએ, તો એને ગમશે, પણ આપણે નહિ આપીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે, દહીંથી શરદી વધશે. દહીંની વાત મીઠી છે, પણ હિતકારી નથી. ટી.વી., સિનેમા, રાત્રિભોજન આદિની વાત મીઠી છે, પણ હિતકારી નથી. માટે જે વાત સામી વ્યક્તિનું અહિત કરતી હોય, તે કહેવી ન જોઇએ. મૌનં, સત્ય, પ્રિયં અને હિતું : આ ચાર શરતોના પાલનપૂર્વક આપણા મુખમાંથી જે નીકળશે, તે અમૃત હશે, થોડું પણ હશે તોય તે અસરકારક હશે. ‘બુઝ બુઝ ચંડકોસિયા’ આ સાવ થોડા શબ્દો અસરકારક કેમ બન્યા ? કારણ કે એ મૌન પછી પ્રગટેલા હતા, સત્ય હતા, પ્રિય હતા અને હિતકારી હતા. ભ૦ શ્રી મહાવીર દેવે ચંડકૌશિકને પ્રતિબોધવા કોઇ લાંબો ઉપદેશ નથી આપ્યો, પણ માત્ર ત્રણ જ શબ્દો કહ્યા અને કામ થઇ ગયું ! સાચી અને સારી રીતે વપરાયેલા શબ્દોમાં ‘બુઝ બુજઝ ચંડકોસિયા' એ ઉત્તમ ઉદાહરણ છે. ઉપદેશધારા * ૧૫૪ ‘ઉપશમ, વિવેક, સંવર' ચિલાતીપુત્રને મુનિએ કહેલા ત્રણ શબ્દો પણ અસરકારક વાણીનું ઉત્તમ ઉદાહરણ છે. આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ હવે આપણે મૌનના મહિમાગાયક શ્રી સુવ્રત શેઠના જીવન પર વિચારણા કરીશું. મૌન અંગે અને વાણી અંગે ઠીક ઠીક મનન-મંથન બાદ હવે આપણે મૌન એકાદશીની આરાધના કરીને એકાદશીની સાથે અમર થઇ જનાર સુવ્રત શેઠનું જીવન જોઇએ. જેમ નવપદ સાથે શ્રીપાળ-મયણા, જ્ઞાનપંચમી સાથે વરદત્તગુણમંજરી, પર્યુષણના અઠ્ઠમ તપ સાથે નાગકેતુ વગેરે જોડાયેલા છે, તેમ મૌન એકાદશી સાથે સુવ્રત શેઠ જોડાયેલા છે. એઓ એવા અભિન્નપણે જોડાઇ ગયા છે કે, જ્યારે જ્યારે મૌન એકાદશીની વાત નીકળે, ત્યારે સુવ્રત શેઠને મોટા ભાગે યાદ કરવા જ પડે. સુવ્રત શેઠ વિના જાણે મૌન એકાદશીની વાત અધૂરી લાગે. સુવ્રત શેઠનો મૌન એકાદશી સાથેનો સંબંધ પૂર્વભવથી હતો. પૂર્વભવમાં ધાતકીખંડના પશ્ચિમ મહાવિદેહમાં તેઓ શૂર નામના શેઠ હતા. એક વખતે તેઓએ જિનમંદિરમાં જઇ પૂજા કરી, બાર ભાવનાઓથી આત્માને ભાવિત બનાવ્યો. જિનાલયની પાસે જ એક મુનિ ભગવંત હતા. પૂજા પછી એમના દર્શન કર્યા અને કહ્યું : ‘ગુરુદેવ ! આજે મને પૂજા કરતાં ખૂબ જ આનંદ આવ્યો છે. આજનો દિવસ મને ધન્ય લાગે છે. આજના દિવસે આપ મને એવી કોઇ ધર્મારાધના બતાવો કે, ‘જીંદગીભર એને હું વળગી રહું, એ ધર્મારાધના હું એટલી તલ્લીનતાથી કરું કે, ભવાંતરમાં પણ એના સંસ્કાર સાથે ચાલે. આપ તો જ્ઞાની છો. કઇ આરાધનાથી મારું હિત થાય તેમ છે ? તે આપ જાણો જ છો. મુનિરાજે કહ્યું ઃ મહાનુભાવ ! સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર. મૌન એકાદશીની આરાધના કર. અગિયાર વર્ષ અને અગિયાર ઉપદેશધારા * ૧૫૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ મહિના સુધી દર મહિનાની સુદ અગિયારસની આરાધના કર. આ આરાધનામાં મૌનપૂર્વક ઉપવાસ કરીને તીર્થંકરદેવોના કલ્યાણકોની આરાધના કરવાની હોય છે. બીજા દિવસે જિનાલયમાં જઇને નૈવેદ્યપૂજા, જ્ઞાનની પૂજા કરીને સાધુ મહારાજને વહોરાવીને પછી પારણું કરવાનું હોય છે. મુનિ ભગવંતની આ વાણી શુરના હૃદયમાં આરસમાં અંકિત અક્ષરોની જેમ કોતરાઇ ગઇ. સ્વાતિ નક્ષત્ર જેવા અનુકૂળ સમયમાં મુનિ-મેઘના મુખમાંથી વરસેલું વાણીનું પાણી ખરેખર એના હૃદયની છીપમાં મોતી બની ગયું. શ્રાવક શૂરે તરત જ મૌન એકાદશીની આરાધનાની પ્રતિજ્ઞા લઇ લીધી. ‘મર્થ શાસ્ત્રમ્' શુભ કામ કરવું હોય તો તાત્કાલિક કરી લેવું જોઇએ. પછીનો કોઇ ભરોસો નહિ. કારણ કે પછી ઉત્સાહ ક્યારે ચાલ્યો જાય, તે કાંઇ કહેવાય નહિ. આ વાત તે સારી રીતે સમજતો હતો. આથી ડાહ્યા માણસો હંમેશા ધર્મના કાર્યો તાત્કાલિક કરી લેતા હોય છે અને પાપના કાર્યોમાં વિલંબ કરતા રહે છે. અગિયાર વર્ષ અને અગિયાર મહિના પછી તપ પૂરો થતાં શ્રાવક શુરે પરમાત્મ ભક્તિનો જબરદસ્ત મહોત્સવ કર્યો. અંતે સમાધિથી મૃત્યુ પામીને શૂરા શેઠ અગિયારમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા . - શ્રીપાળના જીવનમાં જેમ નવનો આંકડો જોડાયેલો જોવા મળે છે, તેમ શુર શેઠના જીવનમાં અગિયારનો આંકડો જોવા મળશે. આ વાત એમ બતાવે છે કે, જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ, તદનુકૂળ સામગ્રી કુદરતી રીતે આપણને મળતી રહે છે. શ્રીપાળને નવ પત્નીઓ, નવ દેશનું રાજય, નવમા દેવલોકમાં ગમન વગેરે મળ્યું, તેમ અહીં અગિયાર-અગિયાર મળશે. શૂર શેઠનો જીવ અગિયારમા દેવલોકથી ચ્યવીને આ ભરતક્ષેત્રની શૌરીપુરી નગરીમાં સમુદ્રદત્ત અને પ્રીતિમતિ નામના શેઠ-શેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યો. એનું નામ “સુવ્રત' રાખવામાં આવ્યું. કારણ કે જયારે એ ગર્ભમાં હતો, ત્યારે એની માતાને વ્રત લેવાની ઇચ્છા થઇ આવી હતી. પૂર્વભવમાં બાળકે જેની તીવ્ર ભાવપૂર્વક આરાધના કરી હોય, તેની અસર માતા પર પણ પડતી હોય છે. આથી જ તીર્થકર આદિ ઉત્તમ પુરુષો જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે માતાને ઉત્તમ મનોરથો ઉત્પન્ન થાય છે, દુષ્ટ જીવ ગર્ભમાં આવે છે, ત્યારે માતાને દુષ્ટ મનોરથો પેદા થાય છે. માતાને કયા પ્રકારની ઇચ્છા થાય છે ? તેની ઉપરથી બાળક કેવું થશે ? તે જાણી શકાય છે. માતાની તે વખતની ઇચ્છાઓ તે બાળકના ભૂતકાળની સૂચના છે અને ભાવિનો સંકેત છે. પુત્ર-જન્મ થતાંની સાથે જ પિતા સમુદ્રદત્તને ધરતીમાંથી ૧૧ ક્રોડ સોનૈયાનો ખજાનો મળ્યો. સાચે જ પુણ્યશાળીના પગલે-પગલે નિધાન હોય છે. બાળપણમાં અનેક પ્રકારની કળાઓ શીખીને સુવ્રત શિક્ષિત અને સંસ્કારી બન્યો. યૌવન અવસ્થામાં અગિયાર કન્યાઓ સાથે તેના લગ્ન થયાં. એકાદશીની આરાધનાના પ્રભાવે એનો અગિયારના અંક સાથે સંબંધ જોડાતો ગયો. એક દિવસ શૌરીપુરીમાં ધર્મઘોષ નામના મુનિ ભગવંત પધાર્યા. પરિવાર સહિત સુવ્રત શેઠ ધર્મ-દેશના સાંભળવા તેમની પાસે ગયા. દેશનામાં મુનિ ભગવંતે મૌન એકાદશીનું વર્ણન કર્યું. આ સાંભળતાં જ સુવ્રત શેઠ મૂચ્છિત અવસ્થામાં સરી પડ્યા. તેમને પૂર્વ ભવમાં કરેલી મૌન એકાદશીની આરાધના યાદ આવી ગઈ, જાતિસ્મરણ જ્ઞાન થયું. જેના અનુરાગ પૂર્વક ગાઢ સંસ્કાર પાડેલા હોય તે જન્માંતરમાં પણ સ્ટેજ નિમિત્ત મળતાં જ જાગૃત થઇ આવે છે. પૂર્વજન્મ નજર સામે દેખાતાં જ ‘હું અગિયારમા દેવલોકે શા માટે ગયો ? અગિયાર કરોડ સોનૈયા શા માટે મળ્યા ? અગિયાર પત્નીઓ શા માટે મળી ? આવા અનેક પ્રશ્નોના તેમને જવાબ મળી ગયા. મૌન એકાદશીની ઉપદેશધારી * ૧૫૬ ઉપદેશધારા * ૧૫૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ આરાધનાના પ્રભાવથી જ અગિયારના અંક સાથે મારો સંબંધ જોડાઇ ગયો છે, એવું તેમને સમજાઈ ગયું. પૂર્વભવમાં બાર ભાવનાઓના ભાવન પૂર્વક જેમ મૌન એકાદશીની આરાધના કરેલી, તેમ આ જીવનમાં પણ મૌન એકાદશીની આરાધના શરૂ કરી દીધી. એક જ અનુષ્ઠાન પકડીને સાધક જો એની અંદર જ ઉંડો ને ઉંડો ઉતરતો જાય, તો અવશ્ય આત્મવિકાસ કરી શકે, અંદરનું અનંતઐશ્વર્ય પામી શકે. પણ માણસનું ચિત્ત ઘણું લોભી છે, તેથી એ વિચારે છે : આ પણ કરી લઉં ને પેલું પણ કરી લઉં. ફલત: એ ક્યાંય ઉંડો ઉતરી શકતો નથી. જે અનુષ્ઠાનમાં આપણે ઉંડા ઉતરીએ નહિ, એ અનુષ્ઠાન આપણામાં ઉડે ઉતરે જ નહિ, આ શાશ્વત નિયમ છે. આપણે જે વસ્તુમાં જે વ્યક્તિમાં કે જે અનુષ્ઠાનમાં જેટલા ઉંડા ઉતરીએ, તે વસ્તુ કે વ્યક્તિ કે તે અનુષ્ઠાન આપણામાં તેટલું ઉંડું ઉતરતું જ જાય. આ વાત કદી ભૂલવા જેવી નથી. આપણે એક સ્થાને ઉંડા ઉતરવા માંગતા નથી, બધે જ થોડા-થોડા ઉંડે જવા માંગીએ છીએ. એક જ સ્થાને જો ૨૫૦ ફૂટ ખોદવામાં આવે, તો પાણી મળી શકે, પણ પ-૫ ફૂટ ૫૦ સ્થાને ખોદવામાં આવે તો પાણી ન મળી શકે, એટલી સીધી-સાદી વાત આપણે ભૂલી જઈએ છીએ. જે અનુષ્ઠાન આપણને ખૂબ જ ગમતું હોય, જે કરતાં આપણા હૃદયના તાર ઝણઝણી ઉઠતા હોય, એમાં પૂરી અસ્મિતા સાથે ઉંડા ઉતરવું જોઇએ, પૂરી શક્તિ એમાં લગાવી દેવી જોઇએ. તો એ અનુષ્ઠાન આપણા જીવનના અંત સુધી સાથે રહેશે. અરે ! ભવાંતરમાં પણ ઠેઠ મોક્ષ સુધી સાથે આવશે. શ્રીપાળ મહારાજાએ નવપદ સાથે તાદાભ્ય જો ડ્યું હતું. વરદત્ત-ગુણ મંજરીએ જ્ઞાન-પંચમી સાથે તાદાભ્ય કેળવ્યું હતું. નાગકેતુએ અટ્ટમ સાથે તાદાત્મ કર્યું હતું. શ્રેણિક મહારાજાએ જિનભક્તિ સાથે એકાત્મતા સાધી હતી. કુમારપાળ મહારાજાએ કરુણા જયણા સાથે પ્રીતિ જોડી હતી. તેમ અહીં સુવ્રત શેઠે મૌન-એકાદશી સાથે પ્રીતિ જોડી. સુવ્રત શેઠ દર મહિને સુદ અગિયારસની આરાધના મૌન, ઉપવાસ અને પૌષધ સાથે કરવા લાગ્યા. આખા નગરમાં આ આરાધનાની સુવાસ ફેલાઇ ગઇ. ચોરોને આ વાતની ખબર પડી, એમને થયું : સુવ્રત શેઠને ત્યાં ચોરી કરવા માટે સુદ અગિયારસની રાત અનુકૂળ છે. શેઠ આખો દિવસ ધર્મ-ધ્યાનમાં રહે છે. ઘરમાં ચોકીદારો પણ હોતા નથી. અઢળક ધન છે. તો શા માટે આવી તકનો ફાયદો ન ઉઠાવવો ? સૌ-સૌની અલગ દુનિયા હોય છે. કોઇ પણ વાતને દરેક માણસ પોતાના સ્વાર્થના દ્રષ્ટિકોણથી જોતો હોય છે. મૌન એકાદશીની આરાધના સાંભળીને બીજા અનુમોદના કરવા લાગ્યા, પણ ચોરોએ એમાં પોતાની તક જોઈ. જેવી જેની દૃષ્ટિ ! જેવો જેનો વિષય ! અરે ! તું “કપડા કેમ સીવવા ?” એનું પુસ્તક લઇને કેમ બેઠો ? ખિસ્સા કાપવાનો ધંધો છોડીને દરજીનો ધંધો કરવો છે કે શું ?' એક ગઠિયાએ પોતાના ભાઇબંધને પૂછ્યું. | ના, રે, ભાઈ ! આપણને દરજીના ધંધામાં જરાય રસ નથી. પણ આજ-કાલ એવી એવી નવી ફેશનના કપડા બને છે કે, એમાં ખિસું ક્યાં હોય છે ? તેની ખબર જ નથી પડતી. એટલે પુસ્તક લઇને બેઠો છું.' બીજા ગઠિયાએ જવાબ આપ્યો. દરેક પોતાના દૃષ્ટિકોણથી જુએ છે ! લાઇટ ક્યારે જાય છે? તેની ખબર ચોરો વધારે રાખતા હોય છે. માણસો ક્યારે સમૂહમાં એકઠા થાય છે અને ઘર ક્યારે ખાલી હોય છે ? એની ખબર ચોરો સારી રીતે રાખતા હોય છે. એટલે જ ધાર્મિક માણસો જેટલા રસથી આમંત્રણ પત્રિકા વાંચે, એના કરતાં કંઈ ગણા વધુ રસથી આવા ઉઠાવગીરો વાંચતા હોય છે. કારણ કે પત્રિકા દ્વારા જ જાણવા મળે ઉપદેશધારા * ૧૫૮ ઉપદેશધારા * ૧૫૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ને કે પ્રવચન-સભાનો કયો સમય છે? ઘર ક્યારે ખાલી હોય છે? આ બધું બરાબર જાણ્યું હોય, તો હાથ મારવાની ખબર પડે ! એક જ ઘટનાને ભિન્ન ભિન્ન પ્રકારના લોકો કેટકેટલી રીતે જોતા હોય છે, તેની આપણે કલ્પના સુદ્ધા ન કરી શકીએ. નદીકિનારે એક આભૂષણ મઢેલી સૌંદર્યપૂર્ણ યુવતીનું મડદું પડ્યું હતું. ત્યાંથી અનેક માણસો પસાર થઇ રહેલા હતા. ચોરને થયું : કોઈ ન હોય તો હું આ ઘરેણાં ચોરી લઉં ! લંપટને થયું : આ જીવતી હોય તો હું તેને... દયાળુને થયું : અરેરે... બિચારું આ ફૂલ ખીલે તે પહેલા કરમાઈ ગયું ! યોગીને થયું : અરેરે... સંસારમાં પદાર્થોની કેવી અનિત્યતા ! આ રીતે એક દેશ્ય અંગે અલગ અલગ દૃષ્ટિકોણો હોઇ શકે છે. એક ધાર્મિક ગ્રંથને જોઇને સૌએ અલગ-અલગ વિચાર્યું. ધર્મોપદેશક : આ સુંદર બોધક ગ્રંથ છે. આના પર હું વ્યાખ્યાન આપીશ. શ્રદ્ધાળુ : આ ભગવાનની વાણી છે. ગુરુ પાસેથી સાંભળીશ, એની પૂજા કરીને હું કૃતકૃત્ય બનીશ. શિક્ષિત : આ એક પુસ્તક છે. ભણવા કામ લાગશે. અભણ : આ કાગળિયા પર કાળી-કાળી લાઇનો ! જાણે હારબદ્ધ ચાલતા મકોડાઓની શ્રેણિ ! બકરી : આ તો મારો આહાર છે. કોઇ ન હોય તો હમણા હું ચાવી જાઉં ! ઉધઇ : આ તો અમારું ભોજન ! અમને ખૂબ ખાવા મળશે ! એક જ પદાર્થ કે એક જ પ્રસંગને લોકો કેવી રીતે પોતાના એંગલથી મૂલવતા હોય છે, એની આ આછી ઝલક છે. અગિયારસની રાતે સુવ્રત શેઠના ઘેર ચોરો આવી પહોંચ્યા. શેઠ તથા પત્નીઓ - બધા કાયોત્સર્ગમાં લીન હતા. ચોરોને મઝા આવી ગઇ. ધન-માલના બાંધી શકાય તેટલા ગાંસડા બાંધ્યા અને જવાની તૈયારી કરવા લાગ્યા. પણ આશ્ચર્ય ! તેઓ દરવાજા પાસે જ ચીપકી ગયા. ન એક ડગલું આગળ જઈ શક્યા કે ન પાછળ હટી શક્યા. સુવ્રત શેઠની આરાધનાના પ્રભાવથી અનુરાગી બનેલી શાસન-દેવીએ ચોરોને ખંભિત કરી દીધા હતા. ચોરોને તો ઠંડી રાત્રે પણ પસીનો છૂટવા લાગ્યો. માલ તો નહીં મળે, પણ પ્રાણોય જશે. એમને નજર સામે ફાંસી દેખાવા લાગી. મોત નજર સામે નાચતું દેખાવા લાગ્યું. આવા ધર્મી આત્માને ત્યાં ક્યાં ચોરી કરવા પેઠા ? અરે ! ભગવાન ! હવે જો તું આમાંથી બચાવે તો અમે ક્યારેય હવે પછી ચોરી નહિ કરીએ. પણ અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઇ ખેત ? વહેલી સવારે સુવ્રત શેઠે ચોરોને જોયા. જોતાં જ ખ્યાલ આવી ગયો : આ લોકો ચોર લાગે છે. આવી દશામાં રહેશે, તો આ બિચારાઓને કોટવાળ પકડી જશે અને ફાંસીની સજા થશે ! આ લોકોને બચાવવા હું શું કરું ? શેઠ આવું વિચારી રહ્યા હતા, ત્યાં જ કોટવાળ આવી પહોંચ્યો અને ચોરોને પકડી લીધા. કોટવાળે ગર્જના કરી : હરામખોરો ! આવા મહાત્માને ત્યાં ચોરી કરતાં તમારા પગ કેમ ઉપડ્યા ? બીજે ક્યાંય નહિ અને અહીં જ ચોરી ? આ ઘર તો તીર્થસ્થાન છે, તીર્થસ્થાન ! બીજે સ્થાને કરેલું પાપ અહીં છૂટે. પણ અહીં કરેલું પાપ તો વજલેપ બનશે. “તીર્થસ્થાને તે પાપ, વક્વનેપો વિત’ સુવ્રત શેઠના હૃદયમાંથી કરુણાનો ધોધ છૂટવા લાગ્યો : અરેરે... મારા ધનના કારણે આ બિચારા ચોરો માર્યા જશે. મારું ચાલે તો હું બધાને મુક્ત કરી દઉં ! એટલું ધન આ બધાને આપી દઉં કે, કદી ચોરી જ કરવી પડે ! બિચારા ઉપદેશધારા * ૧૬૦ ઉપદેશધારા # ૧૬૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ પાસે ધન નહિ હોય, માટે જ ચોરી કરવી પડતી હશેને ? ચોરી કરવી એ કાંઇ જેવું તેવું કામ નથી. જાનનું જોખમ લઇને આ કામ કરવું પડે છે ! મૂળ કારણ તો નિર્ધનતા જ ને ? નહિ તો કોણ આવું કરે ? હું એમને પૂરતું ધન આપી દઉં, તો તેઓ કાયમ માટે ચોરીનો ધંધો છોડી ન દે શું ? સુવ્રત શેઠની ભાવનાને જાણી ગયેલી શાસન-દેવીએ કોટવાળોને ખંભિત કરી નાખ્યા. આવું જોઇને સુવ્રત શેઠના ઘર પાસે સેંકડો માણસો આવી પહોંચ્યા. બધા સુવ્રત શેઠની પ્રશંસા કરવા લાગ્યા. આ સમાચાર ઠેઠ રાજા સુધી પહોંચ્યા. રાજા સ્વયં સુવ્રત શેઠના ઘેર આવ્યા. સુવ્રત શેઠે રાજાનું સ્વાગત કરીને કહ્યું : મહારાજા ! આ ચોરોને અભયદાન આપો. હું વિશ્વાસ આપું છું કે, તેઓ હવેથી કદી પણ ચોરી નહિ કરે. આ ચોરી એમનો શોખ નથી, મજબૂરી છે. આપણે સામા માણસની મજબૂરીનો પણ ખ્યાલ કરવો જોઇએ. શમાં પરવાને કો જલના શીખાતી હૈ, શામ સૂરજ કો ઢેલના શીખાતી હૈ, ગિરનેવાલોં કો કોસતે હો ક્યો ? ઠોકરેં ઇન્સાન કો ચલના શીખાતી હૈ. સુવ્રત શેઠે વાત આગળ ચલાવી : મહારાજા ! મને લાગે છે કે, આ એમની આ છેલ્લી ઠોકર હશે. હવે તેઓ જીવનના માર્ગ પર બરાબર ચાલશે. હવે તેમને ક્યારેય ચોરી કરવી ન પડે, એટલું ધન હું આપીશ. ખરો ધાર્મિક આવો હોય. એ જીવમાત્રનો મિત્ર હોય, એ કદી જડનો રાગી ન હોય. જીવના અનાદિકાળના બે દુશ્મન છે : જડનો રાગ અને જીવો પરનો દ્વેષ. રાગ મોટા ભાગે આપણે જડ પર જ કરીએ છીએ અને દ્વેષ મોટા ભાગે જીવ પર જ કરીએ છીએ. ચા સારી બની હશે, તો ચા પર રાગ થશે, જે જડ છે. પણ જો ચા ખરાબ બની હશે, તો ચા પર દ્વેષ નહિ થાય, પણ ચા બનાવનાર (જીવ) પર થશે, આ છે આપણો જડનો રાગ અને જીવનો દ્વેષ ! સુવ્રત શેઠ સાચા અર્થમાં ધર્મી હતા. જડ ધન પર એમને રાગ ન્હોતો અને ચોરો પર એમને દ્વેષ ન્હોતો, પણ મૈત્રી હતી. એક વાત યાદ રહે કે, દુ:ખી જીવો પર કરુણા કે મૈત્રી કરવી સહેલી છે, પણ દુશ્મન પર કરુણા વરસાવવી ખૂબ જ મુશ્કેલ છે. પોતાનું ભૂંડું કરનાર પ્રત્યે મૈત્રી રાખવી એ સાધનાની પરાકાષ્ઠા છે. ફૂફાડા મારનાર ચંડકોશિયા પ્રત્યે કે કાળચક્ર છોડનાર સંગમ પ્રત્યે પ્રભુશ્રી મહાવીર દેવે કરુણા વરસાવી છે, માટે જ તો તેઓ ભગવાન બન્યા છે. એક શેઠે પોતાના ત્રણ છોકરાને એકેક હજાર રૂપિયા આપીને કહ્યું : આજે આ એક હજાર રૂપિયા દ્વારા તમે એવું કોઇ ઉમદા કાર્ય કરો કે, મારું જે ઉત્તમ લાલ માણેક છે, તે હું તેમને આપી દઉં ! તમારા ત્રણમાંથી જે ઉત્તમમાં ઉત્તમ કામ કરશે, તેને હું મારું કિંમતી લાલ માણેક આપીશ. સાંજે ત્રણેય પુત્રોએ પોતાના કાર્યની વાત કરી. મોટાએ કહ્યું : મેં ગરીબ વિધવાની સહાયતામાં એક હજાર ખર્યા. વચલાએ કહ્યું : મેં એક બિમાર માણસની દવામાં હજાર ખર્ચા. નાનાએ કહ્યું : હું તળાવ-કિનારે ઘૂમી રહ્યો હતો. ત્યાં જોયું કે એક માણસ આપઘાત કરી રહ્યો હતો. એ મારો કટ્ટર શત્રુ હતો. તેણે મરવા માટે તળાવમાં ડૂબકી મારી ને તરત જ મેં પણ તળાવમાં ઝંપલાવ્યું. મરતા શત્રુને જાનના જોખમે બચાવીને મેં તેને એક હજાર રૂપિયા આપી દીધા. નાનાની વાત સાંભળતાં જ પ્રસન્ન થઇ ગયેલા શેઠ બોલી ઉઠ્યા : શાબાશ ! શાબાશ ! તેં ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે, મોટા અને વચલાએ પણ ઉત્તમ જ કામ કર્યા છે, પણ એમના કામમાં દુ:ખી પર દયા છે, જયારે તારા કામમાં દુશ્મન પર દયા છે. દુ:ખી પર દયા કરવી સહેલી છે, પણ દુમન પર દયા કરવી ઘણી-ઘણી ઉપદેશધારા * ૧૬૨ ઉપદેશધારા * ૧૬૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલ છે. તે એ મુશ્કેલ કામ કર્યું છે. માટે હું તને મારું લાલ માણેક આપું છું. સુવ્રત શેઠે દુશ્મન પર દયા કરી હતી. પોતાનું ધન ચોરનાર પર કરુણા વરસાવી હતી. આથી અત્યંત પ્રસન્ન થયેલા રાજાએ ચોરોને અભયદાન આપ્યું અને સુવ્રત શેઠે ચોરોને એટલું બધું ધન આપ્યું કે, જીવનમાં કદી ચોરી કરવી ન પડે ! અહીં કદાચ કોઈ તર્ક કરી શકે : આ તો શેઠે ચોરોને જ આડકતરી રીતે પ્રોત્સાહન આપ્યું ને ! જે ચોરી કરવા આવ્યા તેમને ધન આપ્યું, પણ જેઓ નિધન હોવા છતાં કદી ચોરી નહોતા કરતા એમનું શું ? એમને શું એમ નહિ થયું હોય કે, અમેય સુવ્રત શેઠને ત્યાં ચોરી કરવા ગયા હોત તો સારું ! અમારુંય દળદર ભાંગી જાત ! અમેય બેઠા બેઠા માલામાલ થઇ જાત ! પહેલી વાત આ સમજી લેવાની છે કે, ચોરોને કંઇ આ રીતે માલામાલ થવાની ઇચ્છા ન્હોતી. આ રીતે કોઇ ચોર અપેક્ષા રાખી શકે પણ નહિ, બીજી વાત એ કે સુવ્રત શેઠે ચોરીને આડકતરું કે સીધું પ્રોત્સાહન તો નથી આપ્યું, પણ ચોરીની સંભાવનાને મૂળથી જ ડામી દીધી છે. એમને જરૂરી હતું, એટલું ધન આપી દીધું, એટલે ચોરીના મુળ કપાઇ ગયા. જો દરેક શેઠ નોકર વગેરે તરફ સુવ્રત શેઠ જેવો ઉદાર બને, તો સમાજમાં કદી ચોરી ન જ થાય. ચોરી થાય છે, વિષમતાના કારણે ! એકને ત્યાં ખૂબ જ છે. બીજાને ત્યાં કાંઇ જ નથી. એકનું પેટ એક વેંત વધી ગયું છે, બીજાનું પેટ એક વેંત અંદર ગયું છે. એકને ત્યાં ટેકરો છે, બીજાને ત્યાં ખાડો છે. આવી વિસંવાદિતા હોવાની ત્યાં સુધી ચોરી થવાની. વળી, સજજનને કદી એમ વિચાર નહિ આવે કે, અમે પણ ચોરી કરી હોત તો સારું ! કદાચ કોઇને આવી જાય, તો એની જવાબદારી સુવ્રત શેઠની નથી.એમ જો બધાના વિચારોની જવાબદારી લેવામાં આવે, તો વિશ્વમાં એક પણ સારું કામ થઇ શકે નહિ. દરેક સારા કામ પાછળ અનેકોના અનેક પ્રકારના વિચાર રહેવાના. ચંડકાસિયા સાપને સદ્ગતિ પામેલો જોઇ કોઇ સાપ એમ દલીલ ન કરી શકે કે અમે પણ ભગવાનને ડંખ માર્યો હોત તો કેટલું સારું થાત ? તો અમારુંયે કામ થઇ જાત. મેઘમાળીને જોઇને કોઇ દેવ એમ ન વિચારી શકે કે, મેં પણ પાર્શ્વનાથપ્રભુને પાણીમાં ડૂબાડ્યા હોત, તો કેટલું સારું ! તો મનેય સમકિત મળી જાય. કોઇને ઠેસ વાગતાં નિધાન મળે તો કોઈ એમ વિચારે ખરું : મને પણ ઠેસ વાગી હોત તો કેટલું સારું ? નિધાન તો મળી જાત ? આ બધા કુતક છે. હવે આપણે મૂળ વાત પર આવીએ : ચોરી પછી બીજી આગની ઘટના ઘટી. ચારે બાજુ ભયંકર આગ ફાટી નીકળી, પણ આશ્ચર્યની વાત એ બની કે, સુવ્રત શેઠનું કાંઈ જ બળ્યું નહિ. જાન-માલની જરા પણ હાનિ થઇ નહિ. નગર-વાસીઓ આ જો અને સ્તબ્ધ બની ગયા. આ બંને ઘટનાઓથી સુવ્રત શેઠ એક ચમત્કારિક પુરુષ તરીકે, ધર્મશ્રદ્ધાળુ આરાધક તરીકે આખી નગરીમાં પ્રસિદ્ધ થઇ ગયા. આ બંને ઘટનાઓને આધ્યાત્મિક સંદર્ભમાં પણ તપાસવા જેવી છે. સાધક જયારે સાધનામાં આગળ વધે છે ત્યારે ક્રોધ વગેરે ચોરો એની આરાધનાનું ધન લૂંટી લેવા સજજ બને છે. કરોડો વર્ષોનું સંયમ ધન ક્રોધ રૂપી ચોર માત્ર એક જ ક્ષણમાં ચોરી ગયો હોય, એવું ઘણાના જીવનમાં આપણે સાંભળ્યું છે. અહીં ક્રોધનો ચોર આરાધનાનું ધન લુંટી લેવા તૈયાર થઇ ગયો છે, પણ અચાનક જ એને કોઈ સ્તંભિત કરી દે છે. એ કોણ છે ખંભિત કરનાર ? એ છે મૌન રૂપી શાસન-દેવી ! ક્રોધનો ચોર હૃદયમાં આવી ગયો છે, અંદર ભભૂકી રહ્યો છે. અંદર ભભૂકી રહેલો ક્રોધ મુખ વાટે વચનનું રૂપ લઇ બહાર નીકળવા તલસી રહ્યો છે. ત્યાં જ અચાનક સાધક સાવધાન થઇ જાય છે, મૌનના શરણે ઉપદેશધારા * ૧૬૪ ઉપદેશધારા * ૧૬૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ પહોંચી જાય છે. મુખ એ ક્રોધ-ચોરનો દરવાજો છે. મૌનની શક્તિ મળતાં જ ક્રોધ ત્યાં અટકી જાય છે, તંભિત બની જાય છે. હવે આગની ઘટનાનો આધ્યાત્મિક સંકેત જોઇએ : બધે આગ લાગી, બધાનું બધું બળી ગયું, પણ સુવ્રત શેઠનું કાંઈ ન બળ્યું. કઈ છે આ આગ? એ આગ છે ગુસ્સાની આગ. ક્રોધની આગ કોને દઝાડે ? જે કટુ વાણીરૂપી લાકડા નાખતો રહે તેને ! પણ જે મૌનના સપાટ મેદાનમાં આવી જાય તેને ક્રોધની આગ શું કરી શકે ? આગનું જોર ક્યાં સુધી ? લાકડા મળે ત્યાં સુધી. ક્રોધનું જોર ક્યાં સુધી? કટુ શબ્દોનો સહારો મળે ત્યાં સુધી. તરણા વિનાની ભૂમિ પર પડેલો અગ્નિ થોડી જ વારમાં શાંત બની જાય. મૌનના મેદાનમાં ચાલ્યા જાવ. ત્યાં ક્રોધની આગ ફરકી શકશે નહિ. માટે જ બોલ બોલ કરનારા બીજાનું બધું બળી ગયું, પણ મૌન રહેલા સુવ્રતનું કશું જ બળ્યું નહિ. ચોરી અને આગની ઉપરોક્ત બંને ઘટનાઓ સુવ્રત શેઠના મૌનનો મહિમા પ્રગટ કરે છે. ચોરી અને આગની ઘટનાથી સુવ્રત સેઠ સંસારથી વધુ વિરક્ત બન્યા. ભૌતિક પદાર્થોની અનિયતા નજર સામે દેખાઇ. એમને વિચાર આવ્યો : આ બંને પ્રસંગો મને સંસારથી વિરક્ત બનાવવા માટે જ આવ્યા છે. હવે મારે સંસારમાં રહેવું ઉચિત નથી. આધ્યાત્મિક રહસ્યના સંદર્ભમાં વિચારીએ તો એવો પણ અર્થ નીકળી શકે : સુવ્રત શેઠને પોતાની અંદરની સ્થિતિનો ખ્યાલ આવ્યો હોય : અરેરે ! હજુ મારામાં ક્રોધની આટલી બધી ઉત્કટતા ? એ તો ઠીક, હું મૌનના કારણે વધુ નુકશાનથી બચી ગયો. નહિ તો શું થાત ? મારે ક્રોધ હટાવવા હજુ વધુ સાધના કરવી જ પડશે. એ સાધના સંસારમાં રહીને થઇ શકે તેમ નથી. એ માટે તો મારે ક્ષમાશ્રમણ-સાધુ જ બનવું પડશે. સંયમ માટે ઉત્સુક બનેલા સુવ્રત શેઠે પોતાની સંયમ માટેની ભાવના અગિયાર પત્નીઓને જણાવી. તેઓ તરત જ તૈયાર થઇ ગઇ. ચાર જ્ઞાનના સ્વામી આચાર્યશ્રી જયશેખર સૂરિજી પાસે સુવ્રત શેઠે સપરિવાર દીક્ષા લીધી. દીક્ષાના દિવસથી જ સુવ્રત શેઠની અગિયારેય પત્નીઓએ માસક્ષમણ શરૂ કરી દીધું. એ માસક્ષમણ એમના માટે અનશન જ બની ગયું. માસક્ષમણના અંતે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગઇ. સુવ્રત શેઠથી પહેલા તેમની પત્નીઓ મોક્ષે ગઇ. સુવ્રત મુનિએ સાધુ-જીવનમાં ઘોર તપશ્ચર્યા શરૂ કરી. એક વાર છ મહિનાના, ચાર વાર ૪૪ મહિનાના ઉપવાસ કર્યો. ૧0 અટ્ટમ કર્યા અને ૨૦૦ છઠ્ઠ કર્યા. એક દિવસ એક વ્યંતર દેવે બીજા કોઇ સાધુ મહારાજની શારીરિક વેદના સુવ્રત મુનિમાં દાખલ કરી દીધી. સુવ્રત મુનિને ભયંકર પીડા થવા લાગી, પણ તે એક અક્ષર પણ બોલ્યા નહિ કે ચિકિત્સા કરાવવા ક્યાંય ગયા નહિ. કારણ કે તે દિવસે તેમને પ્રતિજ્ઞા હતી : મૌન રહેવું અને ઉપાશ્રયથી બહાર નહિ જવું. વ્યંતરદેવ કહેવા લાગ્યો : સુવ્રત મુનિ ! તમે બાજુના ઘરમાં જાવ અને દવા કરો ! પણ મુનિ પોતાની પ્રતિજ્ઞામાં અચલ રહ્યા. ભયંકર વેદનામાં પણ ‘કર્મ વિપાક' નામના ધર્મધ્યાનમાં એટલી લીનતા કેળવી કે, થોડી જ ક્ષણોમાં ધાતી કર્મોના ભૂક્કા બોલાવી દીધા. સુવ્રત મુનિ કેવળજ્ઞાની બની ગયા. મૌન એકાદશીની આરાધનાએ સુવ્રત શેઠને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડી દીધા. આથી મૌન એકાદશી સાથે એમનું નામ એવી રીતે જોડાઈ ગયું કે, જે કદી અલગ થઇ શકે નહિ. સુવ્રત શેઠને આદર્શરૂપે સામે રાખી શ્રી કૃષ્ણની જેમ આપણે પણ મૌન એકાદશીની આરાધના કરીએ. ઉપદેશધારી * ૧૬૬ ઉપદેશધારા # ૧૬૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉપા. શ્રી યશોવિજયજીની સાધકને ૨૯ શિખામણ ध्येयात्मबोधनिष्ठा२४ सर्वत्रैवागमः पुरस्कार्य:२५ । त्यक्तव्याः कुविकल्पा:२६ स्थेयं वद्धानवत्त्या च२७ ॥ ६ ॥ “साक्षात्कार्य तत्त्वं चिद्रूपानंदमेदुरैर्भाव्यम् । हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ।। ७ ।। - અધ્યાત્મસાર (આત્માનુભવાધિકાર ૨૦) પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આત્મસાધકોને માર્ગદર્શન આપવા અધ્યાત્મસાર નામના અદ્ભુત ગ્રંથની રચના કરી છે. તેમાં આત્માનુભવ નામના વીસમા અધિકારના અંતે ઉપાધ્યાયજીએ આત્મસાક્ષાત્કાર કરી માનવ-જીવન સફળ બનાવવા માંગતા સાધકોને બહુ જ સુંદર હિતશિક્ષા આપી છે, જે જીવનમાં ઉતારવા જેવી છે. અહીં જે જે હિતશિક્ષા (પ્રાયઃ ૨૯ જેટલી છે) આપી છે તે બધી જ પૂ. ઉપાધ્યાયજીએ જીવનના અનુભવથી આપી છે. અહીં કોઇ વાણી-વિલાસ નથી, સ્વાનુભવનો રણકાર છે, જે સીધો જ આપણા હૃદયને સ્પર્શે છે. આપણે હિતશિક્ષાના મુદ્દાઓ પર ક્રમશઃ વિચારીએ. -: ચિંતન : અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. -: આલેખન :પંન્યાસ મુક્તિચન્દ્રવિજય ગણિ / પંન્યાસ મુનિચન્દ્રવિજય ગણિ निन्द्यो न कोऽपि लोके' पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या' । पूज्या गुणगरिमाढ्या धार्यों रागो गणलवेऽपि ॥ १ ॥ ग्राह्यं हितमपि बाला'दालापैर्दुर्जनस्य न द्वेष्यम् । વ્યt Oા ૨ પરીણા, પાશા વ્ર સંસામાં જ્ઞયા:* || ૨ | स्तुत्या स्मयो न कार्य: कोपोऽपि च निन्दया जनैः कृतया । सेव्या धर्माचार्या"स्तत्त्वं जिज्ञासनीयं च१२ ॥ ३ ॥ शौच स्थैर्यम"दम्भो५ वैराग्यं चात्मनिग्रह: कार्य:१० । दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम्" ।। ४ ।। भक्तिर्भगवति धार्या२०, सेव्यो देशः सदा विविक्तश्च२९ । स्थातव्यं सम्यक्त्वे२२, विश्वायो न प्रमादरिपुः ॥ ५ ॥ ભગવાન માત્ર માર્ગદાતા જ નથી, માર્ગ પણ છે. સમજ્યા ? ભગવાન સ્વયં માર્ગ છે. એમના માધ્યમથી જ મોક્ષે જઈ શકાય ! આનો અર્થ એ થયો કે ભગવાન કેવળ ઉપાય દર્શક નથી, પણ સ્વયં ઉપાયરૂપ છે. માત્ર ઉકેલ દર્શક નથી, પણ સ્વયં ઉકેલ છે. બધી સમસ્યાઓનું સમાધાન, બધી મુશ્કેલીઓના ઉપાયો, બધી મૂંઝવણોના ઉકેલો... પ્રભુ મળતાં મળી જાય છે. પ્રભુ માત્ર આ જગતનું ઉચ્ચતમ સમાધાન છે. પ્રભુ નહિ મળે ત્યાં સુધી આપણે બેચેન અને મુંઝાયેલા જ રહેવાના. - કહે કલાપૂર્ણસૂરિ ઉપદેશધારા * ૧૬૮ ઉપદેશધારા + ૧૬૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ છું. નિદ્યો ન જોઽપ લોજ । ‘વિશ્વમાં કોઇ પણ નિંદા કરવા લાયક નથી' (૧૬ સાધનાના માર્ગમાં સાધકને સૌથી પ્રથમ વિઘ્ન જીભનો આવે છે. વ્યર્થ બોલ-બોલ કરવાથી આપણે કેટલો સમય બગાડીએ છીએ ? એનો જો કોઇ વાર હિસાબ કરવામાં આવે તો ચકિત થઇ જઇએ. વ્યર્થ વાતોમાં રોજના આપણે બે કલાક બગાડતા હોઇએ તો મહિને કેટલા બગાડીએ ? વર્ષે કેટલા ? પૂરી જિંદગીમાં કેટલા ? હિસાબ માંડશો તો સ્તબ્ધ થઇ જશો : અરે... જીવનનો આટલો બધો હિસ્સો આ જીભબાઇ ખાઇ જાય છે ? જીવન એ સમયના સરવાળા સિવાય બીજું શું છે ? સમય બગાડવો એટલે જીવન બગાડવું. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે જગતના લોકોને... અરે... અચ્છા અચ્છા સાધકોને પણ વ્યર્થ વાતોમાં સમય બગાડતા જોયા છે. આથી જ એમણે સૌપ્રથમ જીભ પર બ્રેક લગાડવા શિખામણ આપી છે. જે જીભ પર નિયંત્રણ ન કરી શકે તે સાધના કરી જ ન શકે. આ સંદર્ભમાં સાધુના બે નામ સમજવા જેવા છે : વાયમ અને મુનિ. વાણીનો સંયમ કરે તે વાચંયમ. મૌન રહે તે મુનિ. વાચંયમ અને મુનિ, આ બંને નામ જીભ પર નિયંત્રણનો નિર્દેશ કરે છે. ઉપદેશધારા * ૧૭૦ જીભ પર નિયંત્રણ કરવાથી સમયનો જ બચાવ થાય છે, એવું નથી. આપણી ઊર્જાનો પણ બચાવ થાય છે. બોલવાથી આપણી ઘણી ઊર્જા વેડફાતી હોય છે. જેણે આત્મસાધના કરવાની છે તેણે તો ઊર્જાનો સંચય કરવો જ પડે. સંચિત ઉર્જા જ સાધનાને વેગ આપે છે. પૂજ્ય ઉપાધ્યાયજીએ જોયું કે બોલવામાં પણ માણસ મોટા ભાગે બીજાની નિંદા જ કરતો હોય છે. કોઇ સ્થળે ચાર માણસ એકઠા થાય કે પાંચમાની નિંદા શરૂ થઇ જ સમજો. ચારમાંથી કોઇ ઊઠી જાય તો બાકી રહેલા ત્રણ, ઊઠી ગયેલા ચોથાની નિંદા કર્યા વિના રહેવાના નહિ. નિંદક મંડળીમાં બેસીને પર-નિંદાના જામ ભરી-ભરીને પીનારાએ સમજી લેવું જોઇએ કે અત્યારે બીજાની નિંદા થઇ રહી છે, પણ જ્યાં હું ગેરહાજર થયો કે મારી પણ નિંદા થવાની જ. માણસો નિંદા શા માટે કરે છે ? જ્યારે જઘન્ય માણસ, ખ્યાતિપ્રાપ્ત મોટા માણસની સમકક્ષ થઇ શકે તેમ ન હોય ત્યારે તે, તેની નિંદા કરવા લાગી જાય છે. બીજા કરતાં પોતાની લીટી મોટી થઇ શકે તેમ ન હોય ત્યારે તે બીજાની લીટીને નાની બનાવવાના પ્રયત્નો કરવા લાગી જાય છે, આમ ચાણક્યે કહ્યું છે : અશત્તસ્તિત્વનું જનનું તતો નિનાં પ્રવંતે । નિંદા કરનારને એવો ભ્રમ રહેતો હોય છે કે બીજા બધા જ દોષોથી ભરેલા છે, એટલે હું જ એક દોષમુક્ત છું. બીજા બધા જ કાગડા ને હું એકલો જ હંસ ! બીજા બધા જ કોલસા ને હું એકલો જ હીરો ! બીજા બધા જ પત્થરા ને હું જ એકલો પારસ ! બીજા બધા જ કાંટા ને હું જ એકલો ફૂલ ! પણ, એ નિંદક ભૂલી જાય છે કે બીજા તરફ એક આંગળી હું બતાવું છું ત્યારે બાકીની ત્રણ આંગળી મારા તરફ જ ઝૂકેલી હોય છે. જો બીજામાં એક દોષ છે તો ઓ નિંદક ! તારામાં ત્રણ ગણા દોષ છે, એમ ઝૂકેલી ત્રણ આંગળીઓ જાણે કહી રહી છે. ઉપદેશધારા * ૧૭૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ દલપતરામની પેલી કવિતા યાદ આવી જાય છે : પશુઓની સભામાં એક ઊંટ પશુઓની ખામી અંગે ભાષણ આપતાં કહે છે : બંધુઓ ! આપણામાં વાંકાઇ ઘણી છે. જ્યાં જ્યાં મારી નજર પડે છે... ત્યાં ત્યાં બધે જ મને વાંકાઇ જ દેખાય છે. જુઓ, પેલા મદમસ્ત હાથીની સૂંઢ વાકી છે. પેલા ભગતરાજ તરીકે વિખ્યાત અને સફેદીમાં બરફને પણ ટક્કર મારે તેવા બગલાની ડોક વાંકી છે. જેની શુરવીરતાને બિરદાવવા માણસો પણ ‘પુરુષવ્યાધ્ર' જેવા શબ્દો પ્રયોજે છે એ વાઘના નખ વાંકા છે. જેની વફાદારી માણસજાતે પણ વખાણી છે તે કૂતરાની પૂંછડી તમે કદી સીધી જોઇ છે ? સદા વાંકી ને વાંકી જ ! જે માત્ર પોતાના જ સંતાનોને નહિ, સમગ્ર માણસ જાતને દૂધ આપતી આવી છે તે ગાયો અને ભેંસોના શિંગડા વાંકા છે. પેલો પોપટ ! દેખાવે કેટલો મનોહર છે ! અરે.. શીખવવામાં આવે તો બરાબર માણસની જેમ જ બોલી શકે ! આ પોપટ બિચારાની પણ ચાંચ વાંકી છે ! જુઓ તો ખરા ! આપણામાં વાંકાઇનો કોઇ પાર છે ? ઊંટની વાત સાંભળી મનમાં બધા હસી રહ્યા હતા, પણ કોઇની બોલવાની હિંમત ચાલી નહિ. આખરે, એક શિયાળે ઊભા થઇને ઊંટને આરીસો આપતાં કહ્યું : મહાનુભાવ ! આપણામાં વાંકાઇ બધે જ છે તે આપની વાત સાચી છે. બગલો, કૂતરો, વાઘ કે પોપટ ને તો માત્ર એક જ અંગમાં વાંકાઇ છે, પણ આપના તો અઢારેય અંગમાં વાંકાઇ ભરેલી છે. મારી વાત પર ભરોસો ન બેસતો હોય તો જુઓ, આ આરીસામાં ! “સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે.” ઊંટને તો આરીસો બતાવનાર શિયાળ મળી ગયું, પણ આપણને કોણ આરીસો આપશે ? કોઇ આરીસો આપે તે આપણને ગમશે ? ઘણું કરીને માણસને આરીસો કોઇ બતાવે તો એમાં પોતાનું સ્વરૂપ જોવું ગમતું નથી. આંખ પોતાની અંદર જ રહેલા કાજળને જોઇ શકતી નથી, તેમ માણસ પોતાની જ અંદર રહેલા દોષોને જોઇ શકતો નથી. બીજાના દોષ એક જ મિનિટમાં ખ્યાલમાં આવી જાય છે, પણ પોતાના દોષો આખી જિંદગી વીતી જાય તો પણ ખ્યાલમાં આવતા નથી. બીજાના દોષો રાઇ જેટલા હોય તોય પર્વત જેવા દેખાય છે. પોતાના પર્વત જેટલા હોય તો રાઇ જેટલા દેખાય છે. આથી જ તો બીજાના રાઇ જેટલા ગુણોને પણ પર્વત જેવા અને પોતાના રાઈ જેટલા દોષો પણ પર્વત જેવા જોવાનું કહ્યું છે. આમાં વાસ્તવિકતાનું દર્શન નથી, એમ નથી, પણ આ જ વાસ્તવિકતા છે. કારણ કે આપણો સ્વરાગ અને પરષ એટલો તીવ્ર છે કે પોતાના પહાડ જેટલા દોષો કે બીજાના પહાડ જેટલા ગુણો રાઇ જેટલા માંડ દેખાય છે. આથી જ જો હવે તેને રાઇ જેટલા ગણીને જોવામાં આવે તો જ વાસ્તવિકતાનું દર્શન થઇ શકે. નિંદક તીવ્રપણે સ્વરાગી અને પરષી હોય છે. આથી તે પોતાના દોષો કે બીજાના ગુણો જોઇ શકતો નથી. દોષો એટલે મલિનતા ! દોષો એટલે વિષ્ઠા ! વિષ્ઠાને કોઈ હાથ લગાડે ? મા જેવી મા પણ પોતાના પુત્રની વિઠાને હાથ નથી લગાડતી, પણ ઠીકરાથી ઉપાડે છે. પણ આ નિંદકની તો શું વાત કરવી ? એ દુનિયાભરની વિઠાને પોતાના જીભથી ઉપાડે છે ! વિષ્ઠા કોણ ઉપાડે ? ઢેઢ, ભંગી કે ચંડાલ જેવા લોકો ! આ જ દૃષ્ટિકોણથી તો નિંદકને ચોથો ચંડાલ ગણવામાં નહિ આવ્યો હોય ને ? ચાર ચંડાલ આ પ્રમાણે છે : (૧) જન્મ ચંડાલ (૨) કર્મ ચંડાલ ઉપદેશધારા * ૧૭૨ ઉપદેશધારા # ૧૭૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૩) ક્રોધ ચંડાલ (અતિક્રોધી પણ ચંડાલ ગણ્યો છે) (૪) નિંદા ચંડાલ આપણે નિંદા કરીએ છીએ ત્યારે ચંડાલ બનીએ છીએ, એ સતત યાદ રહે તો કેટલું સારું ? નિદાની કુટેવ જો આપણામાં અતિ તીવ્રપણે હોય તો સમજી લેવું જોઇએ : આપણે અજીર્ણથી પીડાઇ રહ્યા છીએ. જમ્યા પછી જો ઝાડા થાય કે ઉલ્ટી થાય તો ભોજનનું અજીર્ણ આપણે જાણી શકીએ છીએ, પણ બીજા અજીણો જાણી શકતા નથી. ચાર પ્રકારના અજીર્ણ જાણી લેવા જેવા છે : (૧) ભોજનનું અજીર્ણ : ઝાડા કે ઉલ્ટી (૨) તપનું અજીર્ણ : ક્રોધ (૩) જ્ઞાનનું અજીર્ણ : અભિમાન (૪) ક્રિયાનું અજીર્ણ : નિંદા ઉત્કૃષ્ટ તપ કરવા છતાં ગુસ્સો ઘણો આવતો હોય તો સમજી લેવું : તપ પચ્યો નથી. ક્રોધ, તપના અજીર્ણની નિશાની છે. જ્ઞાન ભણતાં-ભણતાં પોતાના અજ્ઞાનનું ભાન થવાને બદલે અભિમાન જ વધતું હોય તો સમજવું : જ્ઞાન પચ્યું નથી. સારામાં સારી ક્રિયા કરવા છતાં, ઉત્કૃષ્ટ ક્રિયા દ્વારા સમસ્ત સમાજમાં પોતાની છાપ જમાવીને પોતાનું એક ચાહક વર્તુળ ઊભું કરીને, તે દ્વારા જો બીજાની નિંદા જ થતી રહેતી હોય તો સમજવું : ક્રિયા પચી નથી. ક્રિયાનો કે ક્રિયા દ્વારા ઊભી કરેલી પોતાની ઇમેજનો માત્ર પોતાનું ચાહકવર્તુળ ઊભું કરવા જ ઉપયોગ થતો હોય તો સમજવું : આ ક્રિયા નથી, ક્રિયાના પડદા પાછળ માત્ર સ્વાર્થ સાધવાની જ વાત છે. સમાજનો મોટા ભાગનો વર્ગ ખૂબ જ અજ્ઞાન છે. એ માત્ર તમારો બાહ્ય વ્યવહાર કે બાહ્ય ક્રિયાકાંડ જ જોઇ શકે છે. એની અજ્ઞાનતાનો ગેરલાભ ઊઠાવી પોતાનું જ વર્તુળ વધારવા પ્રયત્ન કરવો એ શાસનની કે સમાજની ઘોર ખોદવા જેવું છે. જિનશાસનમાં જેટલાજેટલા મત-પ્રવર્તકો નીકળ્યા છે તેમણે આ જ કામ કર્યું છે : પોતાની કરિશ્માનો ઉપયોગ કરીને શ્રાવકોને શાસનના નહિ, પરંતુ પોતાના રાગી બનાવ્યા છે. જે બીજે બધેથી તમારો સંબંધ છોડાવી, કોઇ યુક્તિ-પ્રયુક્તિથી કે વાણી-વિલાસથી, માત્ર પોતાના જ વર્તુળમાં તમને કેદ કરવા માંગતો હોય તો એવા ધૂર્તથી તમે ચેતી જજો . ભલે એની વાણી ગમે તેટલી મીઠી હોય, ભલે એનું મુખ ગમે તેટલું સૌમ્ય દેખાતું હોય, સૌમ્ય મુખ અને મીઠી વાણી જોઇને તરત જ નીતિશાસ્ત્રનો નીચેનો શ્લોક યાદ કરી લેવો : मुखं पद्मदलाकारं वाणी चन्दनशीतला । हृदयं स्वार्थसंयुक्तं, त्रिविधं धूर्तलक्षणम् ॥ મીઠું મુખડું, મીઠી વાણી; ધીઠું ઈંડું, ધૂર્ત-નિશાની. કોઇની મીઠી વાણી કે કોઇનું સૌમ્ય મુખ કાંઇ આપણને મોક્ષમાં લઇ નહિ જાય. બીજા બધા એનાથી પ્રભાવિત થઇ જતા હોય તો આપણે પણ પ્રભાવિત થઇ જવું, બીજા માન-સન્માન આપતા હોય તો આપણે પણ આપવું, એવી માનસિક વૃત્તિ કાઢી નાખવી. યાદ રાખો કે “નો: પૂનિતપૂન:' એક સ્થળે જેની પૂજા થયેલી હોય તેની બીજે સ્થળે પૂજા થવાની. કારણ કે લોકો પૂજાયેલાને પૂજનારા હોય છે અને સ્ત્રી ચહાયેલાને ચાહનારી હોય છે. (નારી મત-fમની નોવા: પૂનિતપૂનવા: I) આપણી ઉત્કૃષ્ટ ક્રિયા બીજાની નિંદા કરવાનું સર્ટીફિકેટ ન બની રહે, તેની કાળજી રાખવી. નિગોદમાં અનંતકાળ સુધી આપણી પાસે વાણી હતી જ નહિ. બેઇન્દ્રિયમાં સૌ પ્રથમ જીભ મળી. જીભ મળતાં આપણને વાણી મળી. પરંતુ વ્યવસ્થિત બોલવાનું તો માનવ-ભવમાં જ મળ્યું. જે ઉપદેશધારા # ૧૭૪ ઉપદેશધારા + ૧૭૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨. પિBધ્વપિ મસ્થિતિશ્ચન્યા ‘પાપીઓ પર પણ ભવસ્થિતિનો વિચાર કરવો’ છે વાણીના ઉપયોગ દ્વારા અનંતા તીર્થકરોએ, ગણધરોએ, યુગપ્રધાનોએ, આચાર્યોએ મોક્ષમાર્ગ કહ્યો, તે જ વાણીને આપણે નિંદા દ્વારા અભડાવીશું ? ગંગાને ગટર બનાવીશું ? અમૃતને ઝેર બનાવીશું ? આંખ, કાન, નાક આદિ બબ્બે હોવા છતાં એક જ કામ છે. જયારે જીભ એક જ હોવા છતાં બન્ને કામ છે : વાદ કરવાનું ને સ્વાદ કરવાનું ! બંનેમાં ધ્યાન ન રાખ્યું તો કામથી ગયા. સ્વાદમાં ધ્યાન ન રાખ્યું તો પેટ બગડશે... બિમારી આવશે. વાદમાં ધ્યાન ન રાખ્યું તો ઝગડો થશે, સંબંધો બગડશે. બિમારી મટાડવા ડૉકટર પાસે જવું પડે તો ઝગડા માટેના કેસો માટે વકીલ પાસે જવું પડે. ડૉકટર અને વકીલ બંનેની ઉત્પત્તિ જીભના, દુરુપયોગથી થયેલી છે. આ જીભને જીતવી ખૂબ જ કઠણ છે, જે એને જીતે તે આખા જગતને જીતી શકે. જીભ જીતી તેણે જગત જીત્યું. વ્યર્થ જ બોલી-બોલીને આપણે વાણીનો કેટલો બધો દુરુપયોગ કરીએ છીએ ? એના કારણે કેટલા લોકો સાથે આપણે સંબંધો બગાડીએ છીએ ? કેટલા શત્રુ ઊભા કરીએ છીએ ? એક સ્થલે ઠીક જ કહ્યું છે : यदीच्छसि वशीकर्तुं जगदेकेन कर्मणा । पराऽपवादसस्येभ्यो, गां चरन्ती निवारय । ‘આખા જગતને જો એક જ કામથી તું વશ કરવા ઇચ્છતો હોય તો પર-નિંદારૂપી ઘાસ ચરનારી તારી વાણીરૂપી ગાયને અટકાવી દે.' નિંદાથી અટકીએ તો ખરેખર આપણે ઘણા અનર્થોથી બચી જઇએ. ઉપા. મહારાજ બીજો ગુણ બતાવતાં કહે છે : પાપીની પણ નિંદા નહિ કરતા. સામાન્ય રીતે આપણને થાય : ધર્મીની નિંદા કરીએ તો તો પાપ લાગે, પણ પાપીઓની નિંદા કરવામાં શો વાંધો ? જેઓ ધર્મનો દ્વેષ કરે છે, દેવ-ગુરુના નિંદક છે, તેમની નિંદા કરવામાં શો દોષ ? ઉપા.મ. કહે છે : નિંદા કોઇની પણ ન કરાય; ચાહે કોઇ ધર્મી હોય કે અધર્મી ! પાપી હોય કે પુણ્યવાન ! નિંદા કે ધિક્કાર કરવા હોય તો પાપના કરાય, પાપીના નહિ, એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે, પણ વાસ્તવિક જીવનમાં પાપ અને પાપી વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ જતી દેખાય છે. પાપની નિંદા કરતાં-કરતાં પાપી પર ક્યારે પહોચી જવાય છે, તેનો ખ્યાલ જ નથી આવતો. પાપીની નિંદા કરનાર આપણે કોણ ? આપણે સ્વયં પાપરહિત છીએ ? જો આપણે પાપરહિત નથી તો નિંદા કરવાનો આપણો જરા પણ અધિકાર નથી. આ કેટલું આશ્ચર્ય છે ? સંપૂર્ણ પાપ-રહિત પ્રભુ કદી કોઇની નિંદા કરતા નથી. એ તો પાપીને પણ પૂર્ણરૂપે જુએ છે. જયારે આપણે પાપીઓ કોઇનેય છોડતા નથી. ઉપદેશધારા # ૧૭૭ ઉપદેશધારા ૧૭૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ પેલી પ્રસિદ્ધ વાત. એક મહિલા પર કોઇ વ્યભિચારનો આરોપ હતો. ગામ આખું એને પત્થર મારી-મારીને મારી નાખવા માંગતું હતું. સદ્ભાગ્યે એ ટોળા પાસે કોઈ પ્રભાવક સંત આવી ચડ્યા અને તેમણે સિંહગર્જના કરતાં કહ્યું : આ બેન પર પત્થર મારવાની છૂટ છે, પણ તે જ પત્થર મારી શકશે, જેણે જીવનમાં કોઇ જ પાપ કર્યું ન હોય.' - સંતના વચનોમાં એટલો પ્રાણ હતો કે સાંભળનારના ગાત્ર જ થીજી ગયા. બધાને પોતાના પાપ યાદ આવ્યા. બધાના હાથમાંથી પત્થર નીચે પડી ગયા અને સૌ ચૂપચાપ ચાલતા થયા. સંતોનો માનવ-જાતને એક જ ઉપદેશ છે : પાપીને નહિ, પાપને ધિક્કારો. પાપને ધિક્કારતાં-ધિક્કારતાં પાપીનો ધિક્કાર ન થઇ જાય તેની તકેદારી રાખો. માખી ઊડાડતાં-ઊડાડતાં નાક ન ઊડી જાય તે ખ્યાલમાં રાખવાનું છે. તીર્થકરોના જીવન પર નજર કરો. એક પણ તીર્થંકર પ્રભુએ કદી કોઇ પાપીનો ધિક્કાર કર્યો છે ? વેષધારી મરીચિની ભ. શ્રીઆદિનાથે નિંદા તો નથી કરી, પણ એમાં છુપાયેલું-ભવિષ્યમાં પ્રગટ થનારું-મહાવીરત્વ જાહેર કરીને, ભરત સહિત સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા. ગોશાળા, જમાલિ, સંગમ કે ગમે તેવા પાપીઓને પણ પ્રભુએ ધિક્કાર્યા નથી. પાપીઓ આપણને હેરાન કરતા હોય ત્યારે પણ ભગવાને એમને ધિક્કારવાની આજ્ઞા આપી નથી. જેમણે જેમણે પાપીને ન ધિક્કાર્યા, પણ તેમની સંસારસ્થિતિનો વિચાર કર્યો, તેઓને કેવળજ્ઞાનની ભેટ મળી છે. - પાપી પાલક પર અંધકાચાર્યના શિષ્યોએ ધિક્કાર નથી કર્યો... સોમિલ સસરા પર ગજસુકુમાલ મુનિએ દ્વેષ નથી કર્યો... કે પોતાની ચામડી ઉતરડનાર મારા પ્રતિ સ્કંધ મુનિએ ગુસ્સો નથી કર્યો. પરિણામે શું થયું ? એ બધાને કેવળજ્ઞાન મળ્યું. પાપીઓની નિંદા કરવાથી લાભ શો ? શું તેઓ સુધરી જવાના ? આપણી નિંદાથી કે આપણા ધિક્કારોથી કદી કોઇ સુધરી જતું નથી. પ્રશ્ન થશે : તો શું કદી કોઇને હિતશિક્ષા આપવી જ નહિ ? કોઇને ટોકવા જ નહિ ? બધું ચૂપચાપ જોયા જ કરવાનું ? અહીં ટોકવાની કે હિતશિક્ષા ન આપવાની વાત નથી. પણ ટોકવા છતાં કે હિતશિક્ષા આપવા છતાં જે આપણી સાચી પણ વાત માનવા જ તૈયાર ન હોય, સાંભળવા જ તૈયાર ન હોય, ત્યારે શું કરવું ? એની વાત છે. અથવા તો જે હિતશિક્ષાને લાયક જ ન હોય તેના પર શું કરવું ? તેની વાત છે. ત્યારે વિચારવું : સંસારના બધા જ જીવો કંઇ એકીસાથે મોક્ષમાં જવાના નથી. મારું આદેય નામકર્મ એટલું જોરદાર નથી કે બધા જ મારી વાત માને. અરે... તીર્થકરોનું ઉત્કૃષ્ટ પુણ્ય અને સર્વ જીવોના ઉદ્ધારની પૂર્વ જન્મની ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં બધાને તારી શક્યા નથી કે બધાને પોતાની વાત સમજાવી શક્યા નથી... તો હું કઈ વાડીનો મૂળો ? એને સુધારવા મારે શા માટે દુર્ગાનમાં ચડવું ? આવી વિચારધારાથી પાપી પર પણ સમતા રહી શકે. ચોથી માધ્યચ્ય ભાવના આવા પાપીઓ માટે જ છે. પણ એ ભાવના વખતે પણ મૈત્રી ભાવના તો છોડવાની નથી જ. પાપી પ્રત્યે પણ મૈત્રીપૂર્ણ જ માધ્યચ્ય ભાવના હોવી જોઇએ. આજનું બીજ આવતીકાલનું વૃક્ષ હોઇ શકે. આજનો પત્થર આવતી કાલની પ્રતિમા હોઇ શકે. આજનું દૂધ આવતી કાલનું માખણ હોઇ શકે. આજનો પાપી આવતી કાલનો પરમાત્મા હોઇ શકે. ઉપદેશધારા * ૧૭૮ ઉપદેશધારા + ૧૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ જેમાં પરમાત્મા બનવાની શક્યતા હોય, સિદ્ધ ભગવંતો પણ જેને સ્વ-સાધર્મિક બંધુ ગણતા હોય તેની નિંદા શી રીતે થઇ શકે ? કોઇ પણ જીવનો ધિક્કાર અન્તતોગત્વા પરમાત્માનો જ ધિક્કાર છે, આ સત્ય સમજાયા પછી આપણે કોઇની નિંદા કરવાની હિંમત કરી શકીશું નહિ. બુદ્ધિ વાકિયો બુદ્ધિશાળી હોય છે. માંસાહારી રાજાએ પાસે ઉભેલા ક્ષત્રિયને પૂછ્યું : “મારા મોઢામાંથી સુગંધ આવે છે કે દુર્ગંધ ? માંસાહારીના મોઢામાંથી તો દુર્ગંધ જ આવે ને ? ભયંકર દુર્ગંધ આવી જ રહી હતી. આમ તો રાજાને કાંઈ કહેવાય નહીં, પશ્ન પૂછ્યું જ છે તો સાચુ બતાવી દઉં... એમ વિચારી પેલા ક્ષત્રિયે કહ્યું, 'રાજન ! આપના મુખમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે. ' રાષ્ટ્રનો પિત્તો ફાટ્યો : નાલાયક ! ભરસભામાં તું મારી આબરુનો સથરા કરે છે ... લેતો જા. ઝટાક... રાજાએ તલવાર વીઝી... પેલાનું ડોકું કપાઈ ગયું. સભામાં સાટો છવાઈ ગયો. હવે, રાજાએ બીજી બાજુએ ઉભેલા હજામને પૂછ્યું : બોલ, મારા મોઢામાંથી સુગંધ આવે છે કે દુર્ગંધ ? હજામે નજર સામે જોયું હતું કે દુર્ગંધ કહેવાથી શું પરિણામ આવે છે. એણે કહ્યું : અન્નદાતા ! આપના મુખમાંથી તો એલચી જેવી સુગંધ આવે છે. *દમાશ ! તું મારી ખુશામત કરી મને ઉલ્લુ બનાવવા માંગે છે ? લે... લેતો ...' કહીને રાજાએ એનું માથું પણ વાઢી નાખ્યું. ફરી રાજાએ એજ પ્રશ્ન વાણિયાને પૂછ્યો, ત્યારે વિચારીને કહ્યું : રાજન ! અત્યારે તો મને ખૂબ જ શર્દી થયેલી છે એટલે કશો ખ્યાલ જ આવતો નથી. અને... આ ઉત્તરથી વાજિયો બચી ગયો. આ હતી વાણિયાની બુદ્ધિની કરામત. આ જ બુદ્ધિને જો ધર્મમાર્ગે લગાડવામાં આવે તો કામ થઈ જાય. 'બુદ્ધ: ફલ તત્ત્વવિચારણા ચ' - તત્ત્વની વિચારણા એ જ બુદ્ધિનું ફળ છે. ઉપદેશધારા * ૧૮૦ રૂ. પૂખ્યા શુળ વિમાIT; | ગુણીજનોનું બહુમાન કરવું' (૧૮) નિંદા કઇ રીતે દૂર થાય ? નિંદાને દૂર કરવાનો ઉપાય ગુણીજનોનું બહુમાન છે. ગુણીજનોનું બહુમાન કરતાં પહેલા ગુણી લોકો શોધવા પડે છે. આથી ગુણ-ગુણી શોધવાની ટેવ પડે છે. અત્યાર સુધી આપણી ટેવ દોષોને શોધવાની રહી છે. પેલા યુધિરિને કોઈ ગુઢીન ન દેખાયો અને ઓલા દુર્યોધનને કોઇ ગુણ-સહિત ન દેખાયો. દુર્યોધનની આંખ આજે પણ આપણામાં જડાયેલી છે. આપણને ભાગ્યે જ કોઇ જગ્યાએ ગુણ સહિતતા દેખાય છે. બધે જ દોષ... દોષ... ને દોષ...! દલપતરામની કવિતામાંના પેલા ઊંટની જેમ આપણને બધે જ વાંકાઇ જ દેખાય છે ! નિંદાને દૂર કરવાનો ઉપાય છે : વાંકાઇ નહિ, સરળતા. દોષો નહિ, ગુણો જોવાની આદત ! ગુણો જોવાની દૃષ્ટિ નહિ હોય તો ગુણી શી રીતે દેખાશે ? ગુણ દેખાય નહિ તો બહુમાન કોનું કરવાનું ? ગુણીજનોનું બહુમાન કરવાથી આપણને શો લાભ ? એમના ગુણો એમની પાસે રહ્યા... આપણને કોઇ ફાયદો ખરો ? ક્રોડપતિનું બહુમાન કરવાથી આપણે થોડા ક્રોડપતિ બની જવાના ? એવો પ્રશ્ન થઇ શકે. ઉપદેશધારા * ૧૮૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ છે. અત્યાર સુધીની આપણી બધી જ ઝંખનાઓ બહાર દોડાવનારી રહી છે. ગુણોની ઝંખના અંદર લઇ જનારી છે. જે જે ગુણો જીવનમાં ખૂટતા હોય તે તે ગુણધારક લોકો તરફ હૃદયમાં આદરભાવ કેળવવા પ્રયત્નો કરવા જોઇએ. જો મને ગુસ્સો ઘણો આવે છે તો હું અંધક મુનિ આદિ ક્ષમાશીલ મુનિવરોનું ધ્યાન ધરીશ. જો મને લોભ ઘણો સતાવતો હશે તો હું પુણિયા શ્રાવકનું સ્મરણ કરીશ. જો મને ઉદ્ધતાઇ-અક્કડતા સતાવતી હશે તો હું નમ્રમૂર્તિ શ્રીગૌતમસ્વામીનું ધ્યાન ધરીશ. આવી-આવી વિચારધારા અને ધ્યાન-પદ્ધતિથી માણસ દોષમુક્ત બનતો જાય, ગુણપૂર્ણ બનતો જાય. એક વાત યાદ રાખો કે ક્રોડપતિનું બહુમાન કરવાથી ક્રોડપતિ થવાય કે ન થવાય, પણ ગુણીનું બહુમાન કરવાથી ગુણી થવાય જ. રૂપિયા બહારથી મળનારી ચીજ છે જયારે ગુણો આપણી અંદરથી પેદા થનારી ચીજ છે. બહારનું કંઈ પણ આપણા હાથમાં નથી. અંદરનું બધું જ આપણને આધીન છે. બીજામાં જે ગુણો છે, એ આપણામાં પણ પ્રચ્છન્નરૂપે છે જ. માત્ર પ્રગટ કરવાની જરૂર છે. ગુણી લોકોને જોઇને આપણને શ્રદ્ધા બેસે છે : આપણે પણ આવા ગુણી બની શકીએ. તેઓ આવા ગુણી બની શક્યા તો હું શા માટે ન બની શકું ? આપણી અંદર સૂતેલો સિંહ, સામે ગર્જના કરતા સિંહને જોઇને જાગી ઉઠે છે. આપણે જેની પ્રશંસા કરીએ છીએ, જેનું બહુમાન કરીએ છીએ, જાયે-અજાણે આપણે તેમના જેવા થતા જઈએ છીએ. આ એક અનુભવસિદ્ધ હકીકત છે. હૃદયમાં કદી સ્વવૃત્તિઓનું નિરીક્ષણ કરજો , એ ખરેખર કોને ઝંખે છે ? કોને પૂજે છે ? એ જેને પૂજતું હશે, ઝંખતું હશે, એ વસ્તુ મળી જ હશે. આપણને આજ સુધી વિષય-કષાય જ મળ્યા છે, આપણે વિષયી-કષાયી જ રહ્યા છીએ. કારણ કે આપણા હૃદયે હંમેશા વિષય-કષાયની જ પૂજા કરી છે. ભગવાનની પૂજા શા માટે કરવાની ? દર્શન શા માટે કરવાના ? કારણ કે પ્રભુ પાસે ગુણોનો ઉત્કૃષ્ટ વૈભવ છે. એમના પ્રતિદિન દર્શન-પૂજન કરવાથી આપણામાં ધીરે-ધીરે ગુણો ઉતરતા આવે છે. ‘જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ” પંક્તિ આ જ સત્યનું પ્રતિપાદન કરે છે. ક્રોડપતિનું બહુમાન કરવાથી ભલે માણસ ક્રોડપતિ બની શકતો નથી, પણ એના હૃદયની ઝંખના તો વ્યક્તિ બને જ છે કે મારે પણ ક્રોડપતિ બનવું છે. એક વાર અંદરની ઝંખના તીવ્ર બની એટલે તે તરફ માણસ પ્રયત્નશીલ બનવાનો જ. મુખ્ય વાત જ ઝંખનાની મને અનેકવાર અનુભવ છે : કોઈ શાસ્ત્ર પંક્તિ ન બેસતી હોય તો હું સ્થાપનાચાર્યને ભાવપૂર્વક વંદન કરીને બેસું. ચિત્ત સ્વસ્થ બને. ને ઉપરથી કરુણા વરસતી હોય તેમ લાગે. અઘરી લાગતી પંક્તિ તરત જ બેસી જાય. બહુમાનપૂર્વક વાંચેલું હોય તો જ પંક્તિનું રહસ્ય હાથમાં આવે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા. નં. ૨૦૨), તા. ૨૨-૧૦-૨000, આ.વ. 10 નાનપણમાં મને પણ આ પંક્તિઓ (પૂ. દેવચંદ્રજીની) સમજતી ન હતી, જેટલી આજે સમજાય છે. પણ છતાં હું પ્રેમથી ગાતો. અનુભૂતિપૂર્ણ કૃતિઓની આ જ ખૂબી છે. તમે કાંઈ ન સમજો, છતાં બોલો તો તમારા હૃદયને ઝકઝોરે, તમારા અસ્તિત્વના ઊંડાણમાં ઊતરે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૧૬૧), તા. ૧૧-૧૦-૨૦00, આ.સુ. ૧૩ ઉપદેશધારા * ૧૮૨ | ઉપદેશધારા * ૧૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪. થા રાજે ઈન્નિવેડપિ . “થોડા પણ ગુણ પર પ્રેમ ધરવો’ ગુણોના સ્વામી બનવા માટે નાના ગુણો કેળવવા પડે, મેળવવા પડે. એકેક રૂપિયો બચાવતાં જેમ ક્રોડપતિ બનાય તેમ નાના-નાના ગુણોથી ગુણસમ્રાટું બનાય. આ આખી દુનિયા બહુલતયા દોષોથી ભરેલી છે. અહીં ગુણોના દર્શન દુર્લભ છે. આવી પરિસ્થિતિમાં નાનકડો પણ ગુણ દેખાય તો નાચવા જેવું છે. મારવાડમાં કેરડાનું વૃક્ષ પણ મળી જાય તોય તાપથી સંતપ્ત મુસાફર કેવો રાજી થઇ જાય ? ગુણરાગી પુરુષ પણ તેમ રાજી થઇ ઊઠે. ગુણના રાગી બન્યા સિવાય ગુણના માલિક બની શકાય નહિ. ગુણના રાગ વિના આવેલા ગુણો એકડા વગરના મીંડા કહેલા છે, અહંકારના પોષક જ બને એ ગુણો, જો બીજાના ગુણો પ્રત્યે પ્રેમ ન હોય. જ્ઞાન, ધ્યાન, સેવા વગેરે ગુણો મેળવવા અહંકારી પણ પ્રયત્ન કરે. કારણ કે, એ ગુણો પ્રાપ્ત કરે તો જ દુનિયામાં એનો કોઇ ભાવ પૂછે. જ્ઞાન હોય તો બધા “પંડિત... પંડિત...' કરતા આવે. નહિ તો કોણ પૂછે ? ધ્યાન હોય તો બધા સમજે : ઓહ ! આ ભાઇ બહુ ધ્યાની છે ! કંઇક એની પાસે સમજવા મળશે. સેવાનો ગુણ હોય તો બધા કહેશે : ખરેખર આ માણસ સોના જેવો છે. કોઇના પણ કામ માટે હંમેશા તૈયાર જ હોય ! આવા મીઠા વેણ કોને ન ગમે ? અહંકારી મનને આવું બધું તો બહુ જ ગમે. ધનનો અહંકાર તો હજુયે ઓળખાય... પણ ગુણોનો અહંકાર ઓળખવો મુશ્કેલ છે. આવા અહંકારને ગાળી નાખનાર ગુણાનુરાગ છે. ગુણાનુરાગ વિનાના ગુણો માત્ર અહંકાર-પોષક છે. બીજાનું દાન મને જો ન ગમતું હોય તો મારા દાનનું કોઈ જ મૂલ્ય નથી. બીજાના તપ, સેવા, જ્ઞાન, ધ્યાન કે ભક્તિના ગુણોના સમાચાર સાંભળીને મારું હૃદય જો હર્ષથી ઝૂમી ઊઠતું હોય તો મારા તપ, સેવા, જ્ઞાન, ધ્યાન કે ભક્તિ વગેરે ગુણોમાં ધૂળ પડી ! એટલે તો શાસ્ત્રકારો કહે છે : ગુણી બનવું સહેલું છે, પણ ગુણપ્રેમી બનવું મુશ્કેલ છે. સિંહગુફાવાસી મુનિ પાસે તપશ્ચર્યાના, સત્ત્વના ઉત્કૃષ્ટ ગુણો હતા, પણ ગુણરાગ હોતો... તો કેવી હાલત થઇ ? એ તો સારું થયું : કોશા વેશ્યાએ એમને બચાવી લીધા. નહિ તો શા હાલ થાત ? પીઠ અને મહાપીઠ પાસે ગુણ-રાગની જરા ખામી રહી ગઇ તો એમણે આગામી જન્મમાં સ્ત્રી તરીકે જન્મવું પડ્યું. (સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ ઇર્ષ્યાખોર હોય છે. ગુણોના દ્વેષી અને ઇર્ષ્યાળુને કર્મસત્તા સ્ત્રી-અવતાર આપીને જાણે કહે છે : તમને ઇર્ષ્યા બહુ ગમતી'તી ને ! લો, હવે કરો ઇર્ષ્યા ! સ્ત્રીનો સહજ સ્વભાવ જ એવો કે ઇર્ષ્યા વિના રહી જ ન શકે. ઇર્ષ્યા એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે ઇર્ષ્યા ! ઇર્ષ્યા હોય ત્યાં ગુણ-રાગ જન્મી શકતો નથી.) શ્રીકૃષ્ણમાં ગુણ-રાગ ઉત્કૃષ્ટરૂપે હતો. દરેક પદાર્થની તેઓ ઊજળી બાજુ જ જોતા; ચાહે સામે કોઇ વ્યક્તિ હોય કે વસ્તુ ! કૃષ્ણનો અર્થ થાય છે : કાળો. કૃષ્ણનો વર્ણ ભલે કાળો હતો, પણ હૃદય ઊજળું હતું. ઉપદેશધારા * ૧૮૪ ઉપદેશધારા # ૧૮૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભયંકર દુર્ગધ મારતા ક્લેવરને જોઇ બધા જ્યારે-જયારે છી... છી... કરીને નાક મરોડતા હતા ત્યારે તેઓ બોલી ઊઠેલા : જુઓ, આ ક્લેવરના દાંતોની પંક્તિ કેટલી ઊજળી છે? કેટલી સુંદર લાગે છે? આવો ગુણપ્રેમ હૃદયમાં ઊભરાય પછી જ સાચા અર્થમાં ગુણી બની શકાય. હૃદયમાં ગુણો પ્રત્યે આકર્ષણ હોવું જોઇએ. પણ મોટાભાગના જીવોને ગુણોનું નહિ, શક્તિનું, પુણ્યનું, ધનનું, સત્તાનું કે ભૌતિક પદાર્થોનું આકર્ષણ હોય છે. એની પાછળ આપણે દોડીએ છીએ. જયાં પુણ્ય-વૈભવ દેખાય ત્યાં આપણે દોડી જઇએ છીએ. પુણ્ય-વૈભવને જ ગુણ-વૈભવ માની લઇએ છીએ. પણ પુણ્ય-વૈભવ હોય ત્યાં ગુણ-વૈભવ હોય જ, એવું જરૂરી નથી. ૬. ગ્રાહ્ય હિતમપિ વાતાત્ | ‘બાળક પાસેથી પણ હિતકારી ચીજ સ્વીકારવી” છે ધર્મ જીવવાનો છે ધર્મ આચરસનો વિષય છે, માત્ર ચર્ચાનો વિષય નથી. લાડુ પર ગમે તેટલી ચર્ચા કરો, જ્યાં સુધી તમે તે ખાતા નથી ત્યાં સુધી પેટ ભરાશે નહિ. ધાબળા પર ગમે તેટલી વાત કરો, જયાં સુધી ઓઢો નહીં ત્યાં સુધી ઠંડી ઉડે નહિ. દવા સંબંધી ગમે તેટલા લાંબા લેકચર ફાડો, પણ જ્યાં સુધી દવા લેતા નથી ત્યાં સુધી દદ નહિ મટે. વેપારની વાતોથી નહિ, વેપાર કરવાથી પૈસા મેળવી શકાય. દીવાની માહિતીથી નહિ, દીવો પ્રગટાવવાથી અજવાળું મેળવી રાકાય છે. સત્તાની વાતોથી ખુરશી મળતી નથી, પશ્ન ન્યૂટર્ણી આદિના ચક્રવ્યુહમાંથી પસાર થવાથી તે મળે છે. ધર્મની વાતોથી નહિ, પણ ધર્મ જીવનમાં લાવવાથી જ પરિવર્તન સંભવિત બને છે. પ્રતિજ્ઞા એટલે ધર્મને જીવનના ક્ષેત્રમાં ઉપયોગમાં લાવવો. કહેવાય છે કે દત્તાત્રેયને ૨૪ ગુરુ હતા. આ ચોવીશ ગુરુમાં પશુ-પક્ષી આદિ પણ હતા. જ્યાં જ્યાંથી શીખવા મળ્યું, જાણવા મળ્યું, જીવનને ઉન્નત બનાવવાની પ્રેરણા મળી, ત્યાં ત્યાંથી તેઓ મેળવતા જ રહ્યા, મેળવતા જ રહ્યા. છદ્મસ્થ માણસ ગમે તેટલો મોટો થઇ જાય... પણ એને ક્યાંયથી કશું જ શીખવાનું હોય જ નહિ, એવું બની શકે નહિ. ‘હવે મારે કશું શીખવાનું નથી. કોઇ પ્રેરક કે ઉપદેશકની મારે જરૂર નથી. મેં શીખવાનું હતું તે બધું જ શીખી લીધું છે. તમે કોણ મને હિત-શિક્ષા આપનાર ?' આવો વિચાર અહંકારી મગજને જરૂર આવી શકે, પણ નમ્ર માનવ આવું કદી વિચારી શકે નહિ. કેટલાય મોટા-મોટા માણસોને નાના માણસોના નાના પ્રસંગોમાંથી પ્રેરણા મળી છે. ‘બેટા ! ગરમાગરમ ખીચડીમાં વચ્ચે હાથ ન નખાય, પહેલા ચારેબાજુની ઠંડી-ઠંડી ખીચડી ખાવાની શરૂઆત કરવી જોઇએ. તું યે પેલા મૂર્ખ ચાણક્યની જેમ સીધો જ રાજધાની પર હુમલો કરે છે.” એક વૃદ્ધાના આવા વાક્યથી ચાણક્યને પ્રેરણા મળી. આજુબાજુના ગામડાઓ જીતીને રાજધાનીપાટલીપુત્ર પર હુમલો કર્યો અને નંદવંશનો ઉચ્છેદ કરી મૌર્યવંશની સ્થાપના કરી. ઉપદેશધારા કે ૧૮૬ ઉપદેશધારા * ૧૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ નૂતન દીક્ષિતની ક્ષમા જોઇને ચંડરુદ્રાચાર્યને કેવળજ્ઞાન થયું હતું. પોતાના શિષ્યા સાધ્વી મૃગાવતીના કારણે આ ચંદના કેવળજ્ઞાની બન્યાં હતાં. ધવલક નામના શ્રાવકની ટકોરથી આચાર્ય રત્નાકરસૂરિ પરિગ્રહવૃત્તિથી બચ્યા હતા અને ‘શ્રેય: શ્રિયા મંત્ન કેલિસા' (‘મંદિર છો મુક્તિતણી માંગલ્ય ક્રીડાના પ્રભુ' એ પ્રસિદ્ધ સ્તુતિ આનો જ ગુર્જરાનુવાદ છે)ની સ્વદુષ્કૃત-ગર્હ ગર્ભિત ભાવવાહી સ્તુતિ બનાવી હતી. એક સાધ્વીજીની ટકોરથી શ્વેતામ્બરાચાર્ય વાદિદેવસૂરિ, દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સામે વાદ કરવા તૈયાર થયા હતા અને વાદમાં વિજય મેળવ્યો હતો. ‘આ નાનકડો ઉંદર સૌથી પ્રથમ મોક્ષમાં જશે' એવું જણાવીને સંભવનાથ ભગવાને નાનકડા ઉંદરની લોક-હૃદયમાં પ્રતિષ્ઠા કરી હતી. ‘આ સભામાં સૌ પ્રથમ મોક્ષે કોણ જશે ?' ઇન્દ્રના આ પ્રશ્નનો ઉપર્યુક્ત જવાબ ભગવાને આપેલો. ‘ચલણા હૈ, રેણા નહિ' દાસીના આ વાક્યમાંથી પ્રેરણા લઇને બાદશાહી છોડી એક બાદશાહે ફકીરી સ્વીકારી હતી. ખરેખર તો દાસી એમ કહેવા માંગતી હતી કે જહાંપનાહ ! ત્યાં ચારણી તો છે, પણ રીંગણા નથી. બાદશાહે દાસી પાસેથી ચારણીમાં પડેલા રીંગણા મંગાવ્યા હતા. કરોળિયાનો જાળ ગૂંથવા માટેનો વારંવારનો પ્રયત્ન જોઇને એક બાદશાહને નિરાશાની પળોમાં આશાનો સંચાર થયો હતો. સૂર્યાસ્તની નાનકડી ઘટના જોઇને હનુમાનને, વૃદ્ધ માણસને જોઇને દશરથને, વીખરાતા વાદળ જોઇ અરવિંદ રાજાને, કાકાનું અપમૃત્યુ જોઇ લવ-કુશને સંસારથી વૈરાગ્ય આવેલો અને સંયમમાર્ગ સ્વીકારેલો. ઉપદેશધારા * ૧૮૮ ઘટનાઓ નાની હોય કે મોટી, સામે રહેલી વ્યક્તિ નાની હોય કે મોટી, એ મહત્ત્વની વાત નથી, પણ આપણી દૃષ્ટિ તેમાંથી શું જોઇ શકે છે ? એ જ મહત્ત્વનું છે. મોટાઓનું જ મૂલ્ય છે, નાનાઓનું કાંઇ જ નથી, એ વિચારણા બરાબર નથી. આંખ નાનકડી છે, પણ વિરાટ આકાશને પોતાનામાં સમાવી શકે છે. વજ્ર નાનું છે, પણ મોટા પર્વતોને તોડીફોડી નાખે છે. અંકુશ નાનું છે, પણ મોટા હાથીને વશમાં લાવી શકે છે. નાનકડું કાણું મોટી નાવડીને ડૂબાવી શકે છે. નાનકડી ચીનગારી ઘાસની મોટી ગંજીને બાળી શકે છે. નાનકડો દીવો મોટા ઓરડાના અંધકારને ભગાવી દે છે. નાનકડા બાળકની વાત નાખી જ દેવા જેવી હોય તેવું કાંઇ નથી. કેટલીક વાર એની વાત પણ મહત્ત્વપૂર્ણ હોઇ શકે છે. આઠ વર્ષના નાનકડા અભયકુમારે કિનારે રહીને કૂવામાંથી વીંટી બહાર કાઢી બતાવી હતી, ૪૯૯ મંત્રીઓમાંથી કોઇ પણ મંત્રી આ કાર્ય કરી શક્યું નહોતું. ચાણક્યે કહ્યું છે : ઊકરડો ભલે ગંદકીભર્યો હોય, એમાં જો સોનું પડેલું હોય તો લઇ લો. ગંદકીની ચિંતા નહિ કરો. છાશ ભલે ખાટી હોય, પણ એમાં જો માખણ હોય તો લઇ લો. ખટાશની ચિંતા નહિ કરો. કુલ ભલે નીચું હોય, પણ ઉત્તમ કન્યા હોય તો લઇ લો, કુલની ચિંતા ન કરો. બાળક ભલે નાનું હોય, પણ એની વાત હિતકારી હોય તો સ્વીકારી લો. બાળકની ઉંમરની ચિંતા ન કરો. ષ્ટિ ધ િ 事 ઉપદેશધારા * ૧૮૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ ६. आलापैर्दुर्जनस्य न द्वेष्यम् । ‘દુર્જનના બકવાસથી ગુસ્સે ન થવું છે કોઇ પણ માણસ ગુણના માર્ગે આગળ વધે છે ત્યારે તેનામાં સ્વયમેવ પરિવર્તન આવે છે; બહારથી નહિ, અંદરથી થયેલું આ પરિવર્તન હોય છે. ગુણ-ગરિમાના કારણે સહજરીતે જ તે આજુબાજુના લોકોથી મૂઠી-ઊંચેરો બને છે. એની આ ઊંચાઇ આસપાસના લોકોને ઇર્ષા કરવા પ્રેરે છે : અમારાથી કોઇ આગળ કેમ નીકળી જાય ? અમે એમને એમ બેસી રહીએ અને તમે આટલા આગળ વધી જ કેમ શકો ? કોને પૂછીને આગળ વધ્યા ? અમે એરંડા જ રહીએ ને તમે આંબા બનો તે કેમ ચાલે ? અમે થોર બનીને પડ્યા રહીએ ને તમે પારિજાત બની જાવ, તે કેમ ચાલે ? અમે પત્થર બનીને ખીણમાં ગબડતા હોઇએ અને તમે આકાશમાં ઊડતા ગરૂડ બનો ? આ ચાલે જ શી રીતે ? યા તો તમે અમારા જેવા પત્થર, થોર કે એરંડા બની જાવ નહિ તો અમે તમારી પાછળ પડી જવાના ! આ છે દુર્જનોનો બકવાસ ! ઘણીવાર કેટલાક ગુણીયલ સજજ્જનો વિચારતા હોય છે : આપણે કોઇનું કશુંય બગાડતા નથી. થાય તેટલું ભલું કરીએ છીએ... છતાં લોકો આપણી પાછળ કેમ પડી જાય છે ? પણ આવા સજજનો ભૂલી જાય છે કે તમે ગુણ-વૈભવથી આગળ વધી ગયા છો એ જ તમારી પાછળ પડેલા લોકોને નથી ગમતું. તમે બીજાથી થોડા ઉપર ઊઠ્યા એ જ તમારી ભૂલ ! તમે જો એમના જેવા જ રહ્યા હોત તો કોઇ તમારી પાછળ ન પડત. જે લોકોએ રામ જેવાની પણ ધુલાઇ કરી નાખી તેઓ તમને શાના છોડે ? આ તો દુર્જન લોકોનો સ્વભાવ છે. ખરેખર તો એ તમારા માટેની અગ્નિની ભટ્ટી છે. એમાં પડીને જ તમે શુદ્ધ સોનારૂપે બહાર આવી શકો. સોનાએ અગ્નિનો પણ ઉપકાર માનવો જોઇએ, જે તેને શુદ્ધ કરીને જગત સમક્ષ મૂકે છે. સજજનોએ આવા ષી દુર્જનોનો આભાર માનવો જોઇએ, જેઓ તેમના સત્ત્વ અને વૈર્યને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. ખરેખર તો સમજદાર સજ્જનોએ રાજી થવું જોઇએ; દુર્જનોના બકવાસો સાંભળીને, આવા બકવાસોથી જ જો તમારું આત્મતેજ વધતું હોય તો એમાં નારાજ થવાની વાત જ ક્યાં આવી ? જો તમારા કાર્યની દુર્જન પણ કોઇ ટીકા ન કરતું હોય તો વિચારવું : ક્યાંક ભૂલ તો નથી થઇને ? મારું કાર્ય ખોટું તો નથી ને ? ખોટા કાર્યની દુર્જનો કદી ટીકા કરતા નથી. તેઓ તો જ ગુસ્સે ભરાય જો સારા કાર્યથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા જામી જાય. ખરેખર તો તમારા સત્કાર્યોની ટીકા એ પરોક્ષરૂપે તમારી પ્રશંસા જ છે. લોકો એટલા નવરા નથી કે નાખી દેવા જેવા કાર્યોની ટીકા કરતા રહે. એટલો સમય કોની પાસે છે ? ટીકાને એક પ્રકારની પ્રશંસા જ માની લેવામાં આવે તો સજન કદી પોતાના સત્કાર્યથી ટ્યુત થાય નહિ. ઘણા સજજનો દુર્જનોની ટીકાથી ડરી જઇને સત્કાર્યો છોડી દેતા હોય છે. એમણે હજુ જગતનો સ્વભાવ જાણ્યો નથી. પોતાની પ્રશંસાથી (ટીકા એ પ્રશંસા જ છે; ડાબા હાથની) જ તેઓ ડરી ગયા છે. બધી જ ટીકાઓ ખોટી જ હોય છે, એવું પણ નથી, ક્યારેક યોગ્ય ટીકાઓ પણ થતી હોય છે. ટીકાઓમાં જેટલો સત્યાંશ હોય ઉપદેશધારા + ૧૯૦ ઉપદેશધારા + ૧૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ તેટલો સ્વીકારી જ લેવો જોઇએ. ઘણીવાર “આ તો દુર્જનોનો બકવાસ છે, એ તો બોલ્યા કરે. આપણે આપણું કામ કરતા રહેવું. હાથી ચલત બજાર, કુત્તા ભસત હજાર.” એમ કહીને માણસ, ટીકામાં રહેલી સાચી વાત પણ સ્વીકારવા તૈયાર થતો નથી. આ તદ્દન ખોટું છે. તમે સત્કાર્યો કરો છો. તમારી પુણ્યાઇના કારણે તમે સફળ બનો છો... એ બધું બરાબર... પણ એનો અર્થ એ નથી કે તમારા કાર્યો સંપૂર્ણ ભૂલો વગરના છે. તમે તમારા કાર્યોને ભૂલ વગરના માનવા લાગી જાવ, એ જ તમારી મોટી ભૂલ ! જો ટીકામાં સત્યાંશ હોય તો તે સ્વીકારીને કાર્ય ભૂલ વગરનું બનાવવું જોઇએ. અને જો ટીકામાં કાંઇ જ તથ્ય ન હોય તો ઉદ્વિગ્ન થવા જેવું છે જ શું ? દુર્જનોની ટીકાથી જો નારાજગી થતી હોય તો સજજનોએ સમજી લેવું જોઇએ કે હજુ અંદર માનની અપેક્ષા છે. સન્માનની અપેક્ષાનો ભંગ થાય ત્યારે જ ગુસ્સો આવે. અહીં સન્માનની વાત તો જવા દો, પણ ઉલ્ટાની ય નિંદા થાય છે... આથી ગુસ્સો આવવાની શત-પ્રતિશત સંભાવના છે. પણ ગુસ્સો કે નારાજગી એ સજજનની કચાશ છે, એમ તેણે સ્વીકારવું જ રહ્યું. ભગવાન મહાવીરસ્વામી સામે ગોશાળા જેવા કેટલાય લોકોએ બકવાસ કરેલો, પણ ભગવાને ક્યારેય સ્વસ્થતા ગુમાવી હોય એવું સાંભળ્યું છે ? ભગવાનની વાત તો જવા દઇએ, છદ્મસ્થ અવસ્થામાં રહેલા મહાન આચાર્યો પણ સ્વસ્થતા ગુમાવતા નથી. આપણે કોઇની નિંદા ન કરીએ, એ જેમ સાધનાનું અંગ છે, તેમ કોઇની નિંદાથી આપણે વિચલિત ન થઇએ, એ પણ સાધનાનું જ અંગ છે. જેઓ લોકોની થોડી પણ નિંદાથી વિચલિત બની જાય. છે તેઓ કદી ધ્યેયને પામી શકતા નથી. જો એ રીતે બધાનો બકવાસ સાંભળવામાં આવે તો વ્યવહારમાં પણ માણસ ભાગ્યે જ ધ્યેયને હાંસલ કરી શકે. પેલી પ્રસિદ્ધ વાત. બાપ અને બેટો મેળામાં ટટ્ટ વેચવા ચાલી નીકળ્યા. બેટો ટટ્ટ પર બેઠો ને બાપ પગે ચાલવા લાગ્યો. સામે મળતા કેટલાક લોકોને કહ્યું : “જુઓ તો ખરા ! આજ-કાલના જમાનામાં છોકરાઓમાં મા-બાપ પ્રત્યે હેજ પણ વિનય-ભાવ રહ્યો નથી. પોતે જુવાન-જોધ થઇ ઘોડા પર બેઠો છે ને બાપને નીચે ચલાવે છે. ક્યાં પોતાના મા-બાપને કાવડમાં ઉપાડનાર શ્રવણકુમાર ને ક્યાં બાપને ચલાવનાર આવા બંદાઓ ! શું જમાનો આવ્યો છે !' બેટાને આ વાત બરાબર લાગી. એ તરત જ ઘોડા પરથી નીચે ઉતર્યો અને બાપને ઉપર બેસાડ્યા. ફરી સામેથી એક ટોળું આવ્યું અને બોલવા માંડ્યું : હાય ! હાય ! કેવો કળજુગ આવ્યો છે. આટલો મોટો બાપ થઇને પોતે ઘોડે બેઠો છે ને ફૂલ જેવા કોમળ પુત્રને નીચે ચલાવે છે. ક્યાં ગયું વાત્સલ્ય ? ક્યાં ગઇ હૃદય નામની ચીજ ? જે સગા દીકરા પર પણ દયા ન કરે તે બાપને, બાપ કહેવો કે પાપ ? બાપને તો આ સાંભળતાં ઝાળ લાગી ગઇ ! પણ હવે કરવું શું ? એકલો બાપ બેસે તોય લોકો બોલે, એકલો બેટો બેસે તોય લોકો બોલે. લોકોના મોઢે તાળા તો લગાવી શકાતા નથી. ત્યાંજ મગજમાં લાઇટ થઇ. બાપ બોલી ઉઠ્યો : બેટા ! આપણે બંને ઉપર બેસી જઇએ. એટલે કોઇને કાંઇ પણ કહેવાપણું રહે જ નહિ. બંને બેસી ગયા. ફરી એક ટોળું ગજવું : અરેરે ! કેવો ક્રુરતાનો જમાનો ! નાનકડો ઘોડો ! પોતેય માંડ ચાલે ત્યાં બન્ને જણ ઉપર બેઠા છે ! માણસોના હૃદયમાંથી આજ-કાલ જીવદયાએ દેશવટો લીધો છે. ઉપદેશધારા + ૧૯૨ ઉપદેશધારા ૪ ૧૯૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭. ત્યવ્યા ર પરાશ | બીજાની આશા રાખવી નહિ' ૨૨૨) છે કે પેલા બંનેને આ વાત સાવ સાચી લાગી. પડેલી તકલીફ બદલ તેમણે ઘોડાને ઊંચક્યો. પગ બાંધી વચ્ચે લાકડું નાખી ઘોડાને ઊંધે માથે ઊંચકીને ચાલવા માંડ્યા. રસ્તામાં નદી પર પુલ પર પસાર થતાં પાણીમાં પ્રતિબિંબ જોઇ ઘોડો ભડક્યો. દોરી તૂટી ઘોડો પડ્યો સીધો નદીમાં. બાપ-બેટા મોટું વકાસીને જોઈ રહ્યા. બધાના બકવાસ સાંભળીને વારંવાર અભિપ્રાય બદલતા રહીએ તો આવી હાલત થાય. દુર્જનો ભલે બોલતા રહે, કેવળજ્ઞાનીની દૃષ્ટિએ જો આપણે સાચા માર્ગ પર છીએ તો ડરવાનું કોઇ કારણ નથી. કોઇના બકવાસથી વાસ્તવિકતામાં કોઈ ફરક પડતો નથી. જગતના કોઇ પણ મહાપુરુષને તેમના સમકાલીન લોકોએ ભાંડવામાં કશું બાકી રાખ્યું નથી... પણ ભાંડનારાઓ કાળના ગર્ભમાં ક્યાંય ખોવાઇ ગયા... જ્યારે મહાપુરુષો કાળ-વિજેતા બનીને આજે પણ લોક-હૃદયમાં પ્રતિષ્ઠિત છે. દુર્જન લોકોનું કામ બકવાસ કરવાનું છે, તેમ સાધકનું કામ મક્કમ પગલે પોતાના માર્ગે ચાલવાનું છે. હાથી ચલત બઝાર, કુત્તા ભસત હજાર. સામાન્ય રીતે આપણું જીવન, અનેકની સહાયતાથી ટકેલું છે. આપણા જીવન માટે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ, અગ્નિ વગેરે સતત પોતાના જીવનનું બલિદાન આપતા રહે છે. એક દિવસ પણ પૃથ્વી વગેરે હડતાળ પર ઉતરી જાય તો આપણું જીવન સમાપ્ત થઇ જાય. માતા, પિતા, દાદા, દાદી, ભાઇ, બહેન, પત્ની, પુત્ર વગેરે કુટુંબથી માંડીને સમાજ, સ્કૂલ વગેરે પણ આપણા જીવનમાં સતત સહાયક બનતા જ રહે છે. અનેકોની સહાયતાથી જીવતા માણસને કહેવું : “તારે બીજાની આશા રાખવી નહિ. પારકી આશા, સદા નિરાશા.” એ કેવું બેહૂદું કહેવાય ? પણ આ બેહૂદું નથી... આમ કહેવું એ જ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો ઉપાય છે. બીજાની સહાયતાથી જીવન ટકે એ જુદી વાત છે અને બીજા પર આશા-અપેક્ષા રાખીને બેસી રહેવું તે તદ્દન જુદી વાત છે. પરની અપેક્ષા વધુ તેટલું દુઃખ વધુ ! પરની અપેક્ષા ઓછી તેટલું સુખ વધારે ! સુખ-દુ:ખનું આ જ સમીકરણ છે. 'परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् ।' ઉપદેશધારા + ૧૯૫ જીવોના ચાર પ્રકાર (૧) બીજાને સુખી કરીને રાજી થનારા તીર્થંકરો વગેરે. (૨) બીજને સુખી જે ઈ રાજી થનારા ગુણાનુરાગી જીવો. (૩) બીજને દુઃખી કરીને રાજી થનારા સંગમ, હુયોધન, ધવલશેઠ વગેરે. (૪) બીજાને દુ:ખી જોઇને રાજી થનારા ઈષ્ય જુઓ. ઉપદેશધારા * ૧૯૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ એમ આપણી પ્રાચીન પરંપરાના વાહકો ઉપા. યશોવિજયજી વગેરે તો કહે જ છે, પરંતુ આધુનિક અણુવિજ્ઞાનના પિતામહ, વિજ્ઞાનમાં સાપેક્ષવાદના સ્થાપક આઇન્સટાઇન પણ આમ જ કહે છે : 'Do not expect anything from anybody.' કોઇની પાસેથી કશાની પણ અપેક્ષા નથી હોતી ત્યારે આપણું સુખ પરાકાષ્ઠાએ પહોંચેલું હોય છે. આપણે બધા એમ માની બેઠા છીએ કે સુખની સામગ્રી જેમ જેમ વધતી જાય તેમ તેમ સુખ વધતું જાય. આ બહુ મોટી ભ્રમણા છે, જેમાં આખી દુનિયા સપડાયેલી છે. ખરી વાત એ છે કે જેમ જેમ સામગ્રી વધતી રહે છે તેમ તેમ માણસની અપેક્ષા વધતી રહે અને ઘણી અપેક્ષા ઘણા દુ:ખોને લાવે છે. ટી.વી., ફ્રીઝ, ફોન કે ફિયાટ તમને સુખના સાધનો લાગે છે; ખરેખર તો એ જ દુ:ખના કારણો છે. ટી.વી. જોવા મળે છે અને તમે ખુશખુશાલ થઇ જાવ છો. ફિયાટમાં બેસવા મળે છે તને આનંદિત બની ઊઠો છો. પણ ટી.વી. કે મોટર બગડી જાય તો ? તે જ વખતે આપણા સુખનું બાષ્પીભવન જ થઇ જાયને ? શું આપણું સુખ આટલું તકલાદી ? ટી.વી. જેવા ડબલા માણસને નચાવે ? સુખી કે દુ:ખી બનાવે ? તો આપણા હાથમાં શું રહ્યું ? લખનૌનો શાહજાદો ખૂબ જ શોખીન. સુખ-સમૃદ્ધિની છોળો ઊછળે. સામગ્રીઓના ઢગલા ઊતરે. અત્તરનો તે એટલો શોખીન કે પોતાના ઘોડાના પૂંછડે પણ અત્તર લગાડે. એક વખત તેને અચાનક સમાચાર મળ્યા : અંગ્રેજોએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું છે. જલ્દીથી ગુપ્ત માર્ગે ભાગી છૂટો. - શાહજાદો ભાગવા માટે જલ્દી જલ્દી તૈયારી કરવા લાગ્યો... એને રોજ મહેબૂબ નામનો નોકર મોજડી પહેરાવતો હતો. તેણે બૂમ પાડી : “મહેબૂબ... મહેબૂબ... મારે બહાર જવું છે. મોજડી પહેરાવ.' મહેબૂબ તો સ્વ-બચાવ માટે ક્યારનોય ભાગી છૂટ્યો હતો. આ બાજુ શાહજાદો ‘મહેબૂબ... મહેબૂબ... મહેબૂબ...' કરતો રહ્યો અને એટલામાં જ અંગ્રેજો આવી ચડ્યા અને એના હાથે-પગે બેડીઓ લાગી ગઈ. પરની અપેક્ષા ભારે પડી ગઇ. આથી શાસ્ત્રકારો કહે છે : ‘વિ+જ્ઞ હું મUTwi' અપેક્ષા એટલે જ આનંદની બાદબાકી ! સામગ્રીઓના ખડકલાથી સુખ વધે છે, એ ધરમૂળથી જ ખોટી માન્યતા છે, એમ કોઈ પણ વિચારક કહી શકશે. ભૌતિક આનંદ પણ શી રીતે વધે ? સામગ્રી વધારવાથી કે ઘટાડવાથી ? દેવલોકમાં ઉચ્ચ-ઉચ્ચ કક્ષાના દેવો વધુ સુખી શી રીતે ? ઉપરઉપરના દેવો પાસે વધુને વધુ સામગ્રી હોય છે, એવું નથી, પરંતુ સામગ્રી ઓછી ને ઓછી થતી જતી હોય છે. ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન. गति शरीर-परिग्रहाऽभिमानतो हीनाः । - તત્ત્વાર્થસૂત્ર આ ચારેય ઉપર-ઉપરના દેવલોકોમાં ઘટતા-ઘટતા જાય છે. નીચેના દેવલોકના દેવોની બહુ જ ઝડપી ગતિ હોય છે. ઉપર-ઉપર ઘટતાં-ઘટતાં અનુત્તર વિમાનમાં તો ગતિ લગભગ શૂન્ય બની જાય છે. ૩૩ સાગરોપમના આયુષ્યમાં તે દેવો માત્ર એક જ વાર પડખું બદલાવે. આ જ તેમની ગતિ કે આ જ હલન-ચલન ! મનુષ્યલોકમાં આવવાનું તો દૂર રહ્યું... વિમાનની શય્યાથી નીચે ઊતરવાનું પણ કામ નહિ ! છતાં સુખની માત્રા સૌથી વધુ ! પ્રથમ દેવલોકમાં શરીર ૭ હાથનું હોય છે. ઘટતાં-ઘટતાં અનુત્તરમાં માત્ર એક હાથનું હોય છે. નીચના દેવલોકના દેવો પાસે પરિગ્રહ ખૂબ ઉપદેશધારા + ૧૯૭ ઉપદેશધારા + ૧૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે, સામગ્રીની વિપુલતા સાથે મૂર્છા પણ ઘણી હોય છે. જ્યારે ઉ૫૨-ઉપર ક્રમશઃ ઘટતાં-ઘટતાં અનુત્તરમાં પરિગ્રહ તદ્દન ઓછો થઇ જાય છે ! છતાં સુખની માત્રા એકદમ વધતી જાય છે. નીચેના દેવોમાં અહંકાર ખૂબ જ હોય છે. આથી ઝગડા, ઇર્ષ્યા વગેરેનું પ્રમાણ પણ ઘણું હોય છે. જ્યારે ઉ૫૨-ઉપરના દેવોમાં અહંકાર ઘટતો ચાલે છે. અહંકાર ઘટતાં ઇર્ષ્યા, ઝગડા વગેરે દોષો પણ ઘટતા ચાલે છે. કારણ કે ઇર્ષ્યા, ઝગડા વગેરેનો જન્મદાતા અહંકાર જ છે. અહંકાર નામશેષ થઇ જાય તો ઇર્ષ્યા શાની ? ઝગડા શાના ? અહંકાર બધા દોષોનો બાપ છે. પાપમૂલ અભિમાન ! અહંકાર જેટલો વધુ, માણસ તેટલો વધુ દુ:ખી ! પોતાના અહંકારને ટકાવવા જીવનભર દુઃખી દુઃખી જ રહે ! અહંકાર ઘવાતાં દુઃખી બને જ ! કારણ કે કોઇને કોઇ પોતાનાથી ચડિયાતો ક્યારેક તો મળવાનો જ, ક્યારેક તો અહંકારને ચોટ લાગવાની જ. ત્યારે દુઃખ પણ થવાનું જ. સંસારમાં સૌથી વધુ સુખી સાધુ કહ્યા છે. (એક વર્ષના પર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનના દેવથી પણ વધુ સુખની અનુભૂતિ કરી શકે છે, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે.) કારણ કે સાધુની અપેક્ષાઓ સૌથી ઓછી હોય છે. સંસારી જીવ દુ:ખી છે. કારણ કે તેને સ્ત્રી, મકાન, દુકાન વગેરે હજા૨ો-હજારો પ્રકારની અપેક્ષાઓ હોય છે. જ્યારે સાધુને આમાંની કશી જ અપેક્ષા હોતી નથી. (સાધુ જીવનમાં પણ અપેક્ષા વધે તો દુ:ખ વધવાનું જ.) સાધકે ધીરે-ધીરે મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહીને બધા જ પ્રકારની અપેક્ષાઓનો ત્યાગ કરવાનો હોય છે. કોઇ મારી પ્રશંસા કરે તો સારું ! કોઇ મારું કામ કરી આપે તો સારું ! કોઇ મને અનુકૂળ બને તો સારું ! કોઇ મારા માટે માર્ગ ઉપદેશધારા * ૧૯૮ કરી આપે તો સારું ! આવી હજારો પ્રકારની અપેક્ષાઓ આપણા મનના ચોગાનમાં હંમેશા કૂદાકૂદ કરતી હોય છે. જ્યારે એ અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે દુ:ખી-દુઃખી થઇ જવાય છે અને એમ જ થાય. બધી જ અપેક્ષાઓ કોની પૂરી થઇ છે ? બીજાની આશા-અપેક્ષાઓનો જેમ-જેમ ત્યાગ કરતા જઇશું તેમ-તેમ સુખ આપણી પાસે વધતું જ રહેશે. આપણો કોઇ માલિક નહિ રહે ! આપણે જ સ્વયં આપણા માલિક ! બહારની સામગ્રીની અપેક્ષાઓ ઘટાડવા માટે આંતરિક વૃત્તિઓ પર નિયંત્રણ કેળવવું પડે છે. ક્રોધ, માન, કામ, લોભ વગેરે એવી વૃત્તિઓ છે જે માણસને સામગ્રીના ગુલામ બનાવતી રહે છે. પરની આશા હટાવવા માટે આ આંતરિક વૃત્તિઓ પર નિયંત્રણ જરૂરી છે. જે આંતરિક વૃત્તિઓનો ગુલામ છે, તે બાહ્ય સામગ્રીઓનો પણ ગુલામ રહેવાનો. અને ગુલામીની સાથે દુઃખ તો જડાયેલું જ છે. જ્યાં જ્યાં ગુલામી ત્યાં ત્યાં દુ:ખ ! જ્યાં જ્યાં સ્વતંત્રતા ત્યાં ત્યાં સુખ ! મોક્ષ પરમ સુખનું ધામ છે. કારણ કે ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા છે. શરીર, વૃત્તિ કે કર્મ કોઇનાય ત્યાં બંધનો રહ્યા નથી. ‘સ્વતંત્રતા ત્યાં સુખ' એવું સાંભળીને તમે દેવ-ગુરુ, શાસ્ત્ર વગેરેને બંધન સમજી (પરની આશા સમજી) એનો ત્યાગ નહિ કરી દેતા. કર્મના બંધનથી છુટવા ધર્મશાસ્ત્રનું બંધન નિતાંત જરૂરી છે. નહિ તો શાસ્ત્ર-બંધનથી છુટીને મોહનું બંધન સ્વીકારવું પડશે. ખરેખર તો દેવ, ગુરુ કે શાસ્ત્રને બંધનરૂપે ગણવા એ જ મોહનું બંધન છે. હીરાને કાપવા હીરો જોઇએ, કાંટાને કાઢવા કાંટો જોઇએ, તેમ-તેમ સંસાર-બંધનથી છૂટવા દેવ-ગુરુનું બંધન સ્વીકારવું જોઇએ. દેવ-ગુરુ આપણને એવી અદશ્ય સાંકળ પહેરાવે છે જે આપણને સાચા અર્થમાં ‘સ્વતંત્ર’ બનાવે છે. ઉપદેશધારા * ૧૯૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮. પાશા: વ સક઼મા: જ્ઞેયા: । સંગ માત્ર બંધન જેવા જાણવા' ૨૩ આપણને સંગ-સંબંધ ખૂબ જ ગમે છે. આ ‘ગમવું’ એ જ આસક્તિ છે, બંધન છે. શ્લેષ્મમાં ફસાયેલી માખીની જેમ આસક્ત માનવી સ્વતંત્રતા ગુમાવી બેસે છે. સ્વતંત્રતાની સાથે જ સુખ પણ ભાગી છુટે છે. જન્મ્યો ત્યારે જીવ એકલો હતો. મરશે ત્યારે એકલો જ મરશે. સ્વર્ગ કે નરકમાં પાપ-પુણ્યના ફળો એકલો જ ભોગવશે. જન્મમાં આપણે એકલા ! મૃત્યુમાં પણ એકલા ! જ્યારે વચ્ચેના જીવનમાં અનેકોનો સંપર્ક ! અનેકોનો સંગ ! ગાડીમાં ચડીએ ત્યારે એકલા ! સ્ટેશન આવતાં ઊતરીએ ત્યારે પણ એકલા ! પણ વચ્ચેની મુસાફરીમાં અનેકો સાથે રહેવાનું ! આ જીવન પણ એક મુસાફરી છે ! મૃત્યુનું સ્ટેશન આવતાં જ આપણે જીવનની ગાડીમાંથી ઊતરી જવું પડશે. કોઇ મુસાફર ગાડીમાં ઘર બનાવતો નથી. ગમે તેટલી સારી જગ્યા મળે તો પણ ત્યાં આસક્ત થતો નથી. પણ આપણે આ વાત ભૂલી જઇએ છીએ. ૨૫-૫૦ વર્ષની આ જીવનની સફર દરમ્યાન કેટલીયે જગ્યા પર આપણે આસક્ત થતા હોઇએ છીએ. મુસાફરીના સ્થળને મંઝિલ સમજી લઇએ છીએ. અનેકોની સાથે રહી-રહીને આપણે ટેવાઇ ગયા છીએ કે ‘હું એકલો છું' એ વાત લગભગ ભૂલાઇ ગઇ છે. ઉપદેશધારા * ૨૦૦ નિમરાજાને ભૂલાઇ ગયેલી આ વાતને એક પ્રસંગે યાદ દેવડાવી. વાત એમ બનેલી કે નિમ રાજાને શરીરમાં ભયંકર દાહ થયેલો. છછ મહિના વીતવા છતાં અનેક ઉપચારો કરવા છતાં દાહ જવાનું નામ લેતો ન્હોતો. એમની ઠંડક માટે રાણીઓ ચંદન ઘસતી હતી. આથી બંગડીઓનો મધુર અવાજ આવી રહ્યો હતો. પણ નમિ વેદનાથી એટલા વિહ્વળ હતા કે આ મધુર અવાજ પણ ભયંકર લાગતો હતો. એમણે ત્રાડ પાડી : આ અવાજ અત્યારે જ બંધ થઇ જવો જોઇએ. મહારાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! અવાજને બંધ થવું જ પડે. નિરવ શાંતિ પથરાઇ જતાં રાજાએ પૂછ્યું : ‘હવે કેમ અવાજ નથી આવતો ?’ ‘રાજન્ ! ચંદન ઘસતી રાણીઓએ હવે એક જ બંગડી પહેરી છે. બે બંગડી હોય તો અવાજ આવે. એકમાંથી અવાજ શી રીતે આવે ?’ આ જવાબથી મહારાજાનું મન બીજે જ ફંટાઇ ગયું. અંદર વિચાર-ક્રાંતિ પેદા થઇ : એકડે એક, બગડે બે. એકમાં શાંતિ હોય છે, અદ્વૈતમાં આનંદ હોય છે. બે થતાં, દ્વૈત થતાં, સંગ થતાં બધું બગડે છે. તો મારે પણ અસંગની વાટે જવું જોઇએ. દાહ જાય તો હે ભગવન્ ! તારો રાહ મારે પકડવો છે. દાહ મટી ગયો અને નિમ રાજાએ અસંગનો રાહ પકડી લીધો. ‘એકલા જન્મ્યા છીએ. એકલા જ મરવાના. શા માટે બીજાની માથાકૂટમાં પડવું ? આપણે ભલા ! આપણું કામ ભલું' આમ વિચારીને એકલપટ્ટા થવાની અહીં વાત નથી. અહીં આપણે બધાની સાથે રહેવું છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ બધા સાથે જ જીવવું પડશે. એકત્વભાવનાનો અર્થ કોઇ એકલપટ્ટાપણું ન કરે. પરોપકારના કાર્યો વગેરે કરવાના જ છે. એકત્વભાવના દ્વારા માત્ર એટલું જ શીખવાનું છે કે આપણે ક્યાંય એકદમ ચોંટી ન જઇએ... ક્યાંય આસક્ત બની ન જઇએ, રાગી ન બનીએ. રાગી ઉપદેશધારા × ૨૦૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬. સ્તુત્યા મયો ન વાઃ | સ્વપ્રશંસાથી અહંકાર કરવો નહિ” ર૪)૨ છે બનીશું તો દ્વેષી બનવું પડશે. કારણ કે રાગની પાછળ જ દ્વેષ છુપાયેલો છે. રાગ અને દ્વેષ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. રાગ તુટે એટલે દ્વેષ થાય. ઘડિયાળના લોલકની જેમ આપણું ચિત્ત સતત રાગ અને દ્વેષ (ગમાં અને અણગમા) તરફ ઢળતું રહે છે. ગમાં અને અણગમા વિનાની અસંગની સાધના એક બહુ મોટી કલા છે. પ્રભુની કૃપા વિના એ કોઇને મળતી નથી. ઉપનિષદોમાં કહ્યું છે : સ હૈ :' આત્મા રસમય છે. એ ક્યાંક સંગ કરીને રસ મેળવવા માંગે છે. પ્રભુના પ્રેમમાંથી જો રસ આવવા માંડે, આનંદ અનુભવાતો રહે તો બીજે ક્યાંય સંગ કરવાનું મન થાય નહિ. પ્રભુ-ભક્તિ, સંગ-દોષને દૂર કરનારું અમોઘ રસાયણ છે. પ્રભુને છોડીને બીજો કોઇ જ ઉપાય નથી, એમ કહીએ તો પણ ચાલે. જો આપણું ચિત્ત પ્રભુમાં ન ચોંટ્યું તો બીજે ચોંટવાનું જ. ચિત્ત ક્યાંકથી તો રસ મેળવવા પ્રયત્ન કરશે જ. सङ्गः सर्वात्मना त्याज्यः स चेत् त्यक्तुं न शक्यते । सद्भिः सह कर्तव्यः सन्तः सङ्गस्य भेषजम् ॥ સંગ સર્વથા છોડવો જોઇએ. જો છોડી શકાય તેમ ન હોય તો સંતો સાથે સંગ કરવો જોઇએ. સંતો જ સંગની ઔષધિ છે. સંતોનો સંગ થતાં તેઓ આપણને પ્રભુ સાથે સંગ કરાવી આપે છે. પેલી પ્રસિદ્ધ વાર્તા સાંભળી હશે ! એક વખત કાગડાને પુરી મળી; ઘીથી લચપચતી અને મીઠી-મીઠી ! કાગડાના આનંદનો પાર ના રહ્યો. કાગડાના મોઢામાં રહેલી પુરીને જોઇને નીચે રહેલી શિયાળના મોંમાં પણ પાણી આવી ગયું : કોઇ પણ ભોગે આ પુરી મેળવવી જ. શિયાળનો આ નિર્ધાર હતો. પણ કાગડાના મોઢામાંથી પુરી પડાવવી શી રીતે ? ભોળું કબૂતર નહિ, આ તો ઉસ્તાદ કાગડો છે, પણ હં... કંઇ જ વાંધો નહિ, એની નબળાઇ પણ હું જાણું છું. લાવ, જરા પ્રયોગ કરી લઉં. શિયાળે નીચેથી કહ્યું : કાકભાઇ ! આજ સુધી તમારી પ્રશંસા ઘણીવાર સાંભળી છે, પણ કદી જોવાનો મોકો મળ્યો ન્હોતો. આજે પહેલી જ વાર તમને જોવાનું સૌભાગ્ય મળ્યું. ઓહ ! શું અદ્ભુત રૂપ ! સાંભળ્યું હતું તેથી પણ અધિક ! ખરેખર વિધાતાએ તમારું સર્જન કરીને હાથ ધોઇ નાખ્યા છે. પણ રે... રૂપ તો આપ્યું... પરંતુ અવાજ ક્યાં ? અવાજ હશે તો એ કેટલો મીઠો હશે ? કોઇ દિવસે કોઇની પાસેથી પોતાની પ્રશંસા સાંભળી નહિ હોવાથી કાગડો રાજીરેડ થઇ ગયો ! સાચે જ સ્વપ્રશંસાથી મીઠું બીજું કાંઇ નથી. આપણે હજુ મુક્તિમાં કેમ ગયા નથી .? એ જ કારણ કે આપણે ક્યારેય મુક્તિની ઇચ્છા જ કરી નથી. જીભથી વાત કરવી જુદી વાત છે અને હૃદયથી ઈચ્છા હોવી જુદી વાત છે. આપણી જીભમાં તો મુક્તિ છે, પણ હૃદયમાં શું છે ? એ જાણવાની જરૂર છે. - કહે કલાપૂર્ણસૂરિ ઉપદેશધારા ૪ ૨૦૨ ઉપદેશધારા ૪ ૨૦૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા સાંભળીને ફુલણજી થઇ કાગડો પોતાનું સંગીત સંભળાવવા લાગ્યો : કાં... કાં... કાં.. બોલતાંની સાથે જ પુરી નીચે પડી ગઇ અને શિયાળ તે લઇને ચાલતું થઇ ગયું ! હવે કાગડાને અક્કલ આવી કે શિયાળ શા માટે પોતાની પ્રશંસા કરતું હતું ? પણ... અબ પછતાયે ક્યા હોત, જબ ચિડિયા ચુગ ગઇ ખેત ? સ્વપ્રશંસા સાંભળતાં માણસ સાચે જ પાગલ થઇ શાન-ભાન ભૂલી જાય છે. ચાર સ્થાનોમાં માણસ પાગલ બને છે : (૧) દર્પણ ઃ ડાહ્યામાં ડાહ્યો માણસ પણ આરીસા સામે એકલો હોય ત્યારે લગભગ ગાંડો બની જાય છે. (૨) સ્ત્રીઃ અચ્છા-અચ્છા મર્દો પણ સ્ત્રી પાસે પાગલ બનતા હોય છે. (૩) બાળક : મોટી ઉંમરના માણસો પણ બાળક પાસે પાગલ જેવું વર્તન કરતા દેખાય છે. (૪) પ્રશંસા : પોતાની પ્રશંસા સાંભળીને તો ભલભલા માણસો પણ ગાંડા થઇ જાય છે. કાગડા જેવો કાગડો, નહિ તો શી રીતે છેતરાય ? સાચે જ તમારી પ્રશંસા કરતો માણસ તમારી પાસેથી કશુંક ઝૂંટવી લેવા માંગે છે. પ્રશંસાથી ફૂલાઇ ગયેલા તમને એ વાતનો કશો ખ્યાલ આવતો નથી. ખ્યાલ આવે છે ત્યારે પેલો પ્રશંસક રફૂચક્કર થઇ ગયો હોય છે. બીજા તરફથી પોતાની પ્રશંસા સાંભળતાં જ અંદરનો અહંકાર નાચવા માંડે છે. હું બીજાથી કંઇક વિશેષ છું - એવો ભાવ પ્રતીત થવા માંડે છે. પણ ત્યારે વિચારવું : પૂર્વ પુરુષો ક્યાં ? અને હું ક્યાં ? ઉપદેશધારા * ૨૦૪ આત્મદષ્ટિએ વિચારીએ તો સર્વ જીવોની આત્મશક્તિ સમાન છે. કોઇકની આત્મશક્તિ થોડી વધુ ખુલેલી હોય કે કોઇની દબાયેલી હોય તે વાત જુદી છે. મૂળભૂત રીતે તો સર્વ આત્માઓ સમાન છે. કેવળજ્ઞાનનું અનંત ઐશ્વર્ય બધામાં સરખી જ રીતે છુપાયેલું છે. તો આમાં આપણી અસાધારણતા કે અદ્વિતીયતા આવી જ ક્યાં ? આપણે સાધારણ જ છીએ. પોતાને અસાધારણ માનવાની ઘેલછા છોડીને સર્વસાધારણ માનવું એ જ મોટી અસાધારણતા છે. ખરેખર તો સ્વયંને અસાધારણ માનવું એ જ સાધારણપણું છે. કારણ કે બધા પોતાને ‘અસાધારણ' માને છે. બધા જેવી માન્યતા આપણી પણ હોય તો આપણે સાધારણ જ થયા ને ? માટે જ પોતાને સાવ સાધારણ માનવું એ જ અસાધારણપણું છે. કારણ કે તેવું માનનારા તમે જ એક છો. જગતમાં જેટલા અસાધારણ (સંપૂર્ણ જ્ઞાની, કેવલી) બન્યા તેઓ પોતાને સાધારણ માનીને જ થયા. સ્તુતિ થવાના કારણો ક્યારેક આકસ્મિક હોય છે. કોઇક સંયોગોને કારણે આપણે સૌના કેન્દ્રબિંદુ બની ગયા હોઇએ તો સૌ સ્તુતિ કરવાના જ. એમાં રાજી શું થવાનું ? આ જ કેન્દ્રબિંદુ પર બીજો કોઇ સાવ સામાન્ય માણસ આવે તો એની પણ એટલી જ સ્તુતિ થવાની. જ્યારે આપણે કેન્દ્રબિંદુ પરથી હટી જવાના ત્યારે આપણી સ્મ્રુતિ પણ હટી જવાની. આ આપણી નહિ, પણ કેન્દ્રબિંદુની સ્તુતિ છે, સંયોગોની સ્તુતિ છે. માંચડા પર ચડવાનો મોકો મળી જાય તો બકરો પણ સિંહને પડકારતો હોય છે ! સંયોગની વાત છે : બકરાને બેસવા માંચડો મળી ગયો ! સંયોગની વાત છે : આપણે કેન્દ્રબિંદુના સ્થાને ગોઠવાઇ ગયા ! કર્મોએ ગોઠવેલા સંયોગો માટે અભિમાન શાનો ? કર્મોએ ઊભા કરેલા સંયોગો એટલે પત્તાનો મહેલ ! પત્તાના મહેલનો ભરોસો શી રીતે થાય ? ઉપદેશધારા * ૨૦૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ લોકોએ કરેલી સ્તુતિનો ભરોસો શી રીતે થાય ? જે લોકો આજે સ્તુતિ કરે છે તેઓ આવતીકાલે નિંદા નહિ કરે, એનો શો ભરોસો ? જેઓ આજે ફૂલની માળા લઇને ઊભા છે તેઓ આવતી કાલે જુતાની માળા નહિ જ લાવે, એની શી ખાત્રી ? જેઓ આજે ગુલાબ ઊછાળે છે, તેઓ આવતી કાલે કીચડ નહિ જ ઊછાળે એવું કોણ કહી શકે તેમ છે ? કર્મોનો ભરોસો શો ? કર્મો રૂઠે ત્યારે ભલભલા પણ ધૂળ ચાટતા થઇ ગયા છે - એ તો આપણે કેટલીયવાર સાંભળ્યું છે ને જોયું પણ છે ! સ્તુતિરૂપી રાક્ષસીનો શો વિશ્વાસ ? એની હજાર જીભ છે. સંભવ છે : એક જીભ સ્તુતિ કરતી હોય તો બીજી ૯૯૯ જીભો નિંદા પણ કરતી હોય. સ્તુતિથી જો આપણે રાજી થઇશું તો નિંદાથી નારાજ થવાનો જ. કારણ કે ગમો અને અણગમો બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જો સદ્ગતિમાં જવું હોય તો પર-પીડા છોડી દો. એક વાત બરાબર સમજી લો કે બીજાની પીડા પોતાની જ પીડા છે. બીજાને દુઃખી બનાવીને વસ્તુતઃ આપણે આપણી જાતને જ દુઃખી બનાવીએ છીએ. ✰✰✰ જ્યારે આત્મિક સંપત્તિ સારભૂત લાગે. રત્નત્રયી જ પ્રાપ્તવ્ય લાગે ત્યારે સંસાર સ્હેજે છૂટી જાય. રત્નો મળી ગયા પછી કાંકરા કોણ સંઘરે ? - કહે કલાપૂર્ણસૂરિ ઉપદેશધારા * ૨૦૬ ૨૦. જોપોડપિ = ( હ્રાર્થ:) નિયા નન: તયા | લોકોએ કરેલી નિંદાથી ગુસ્સે નહિ થવું' (૨૫) આપણી કોઇ નિંદા કરે અને આપણને ગુસ્સો આવે તો સમજવું : આપણને સ્તુતિની અપેક્ષા હતી. એ અપેક્ષાનો ભંગ થતાં હમણા ગુસ્સો આવ્યો છે. આપણે સન્માર્ગે હોઇએ, હૃદયની સચ્ચાઇથી કાર્ય કરતા હોઇએ, છતાં કોઇ નિંદા કરતું હોય તો ડરવાનું શું ? આપણે આપણું કાર્ય કરતા જવાનું ! એમને એમનું કાર્ય કરવા દેવાનું ! કોઇ પણ હાથી કૂતરાઓના ભસવાથી કદી અટકી જતો નથી, કદાચ એ સાંભળતો જ નથી. એ પોતાનામાં મગ્ન હોય છે. ‘હાથી ચલત બઝાર, કુત્તા ભરત હજાર.' હાથીના સ્થાને સાધક છે ને કૂતરાના સ્થાને નિંદક છે. પ્રશ્ન થઇ શકે : આપણે ખોટા હોઇએ ને કોઇ ટીકા કરે તો હજુયે સહન કરીએ, પણ આપણે સાચા હોઇએ તો ખોટી ટીકા કેમ સહન કરીએ ? અમે ખોટું તો સહી જ ન શકીએ. અરે ભાઇ ! આપણે ખોટા હોઇએ ને કોઇ ટીકા કરે ને સહન કરીએ, એમાં શી નવાઇ કરીએ છીએ ? જઇશું ક્યાં સહન નહિ કરીએ તો ? ભૂલ હોય તો બધા સહન કરે, ભૂલ ન હોવા છતાં સહન કરે તે મહાન ! આપણે હંમેશા ગમા અને અણગમા વચ્ચે જીવીએ છીએ. ગમતી ચીજમાં રાગ અને અણગમતી ચીજમાં દ્વેષ આપણા માટે સહજ છે. ઉપદેશધારા * ૨૦૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ ગમાં અને અણગમા પર વિજય મેળવવો એ જ ખરી સાધના છે. જેમણે એ વિજય મેળવ્યો તેઓ પામી ગયા, બીજા હારી ગયા. દમદત મુનિને કૌરવોએ ગાળો આપી, પાંડવોએ સ્તુતિ કરી, પણ દમદત મુનિ ન કૌરવો પર નારાજ થયા, ન પાંડવો પર રાજી થયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખ દ્વારા પોતાની નિંદા સાંભળીને નારાજ થયા. એવા રૌદ્રધ્યાને ચડ્યા કે સાતમી નરક સુધી પહોંચી શકાય તેવા કર્મો બાંધી લીધા. એ તો સારું થયું કે પછીથી મનઃસ્થિતિ સંભાળી લીધી અને કેવળજ્ઞાન મેળવી લીધું. પણ એક વખત તો કર્મ બાંધ્યા જ. ગમાં અને અણગમા પર વિજય મેળવવો મહર્ષિઓ માટે પણ મુશ્કેલ છે. કારણ કે અનાદિકાળથી આપણા આત્માને સુખનો તીવ્ર રાગ છે અને દુ:ખનો તીવ્ર દ્વેષ છે. આથી અનુકુળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં દ્વેષ આપણા માટે જન્મજાત છે. આ કારણે જ આપણે આત્માના આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માનો આનંદ ગમા અને અણગમાથી પર છે. જ્યાં સુધી ચિત્તમાં ‘આ ગમે છે' ‘આ નથી ગમતું” એવી લાગણીઓ ઊડ્યા કરશે ત્યાં સુધી આત્માનંદની ઝલક મળી શકવાની નથી. ચિત્તના સરોવરમાં આ જ તરંગો છે. આ વૃત્તિઓના તરંગો શાંત પડે ત્યારે અંદર પડેલું આનંદનું મોતી દેખાય છે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિવેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. એમ ઉપા. યશોવિજયજીએ કહ્યું છે. કર્મની કલ્પના તે ગમાઅણગમાની કલ્પના છે. આ સંકલ્પ-વિકલ્પના તરંગો એકધારા અંદર ઊછળી રહ્યા છે. જે ક્ષણે એ શાંત થાય તે જ ક્ષણે આત્મસ્વરૂપના દર્શન થાય. ઉપા.મ. કહે છે કે તે ક્ષણે તું ત્યાં નજર કર. એ ક્ષણને ઝડપી લે. તું ધન્ય બની જઇશ. આત્મસાધકે એ ધન્ય ક્ષણની પ્રાપ્તિ માટે લોકસ્તુતિ કે લોકનિંદા - આ બંને દોષોથી બચવું પડશે. સામાન્ય લોકો લોક-અભિપ્રાય પ્રમાણે ચાલનારા હોય છે. બીજાઓ તરફથી સારો અભિપ્રાય મળે તો પોતાને ‘સુખી’ માની લેતા હોય છે; ખરેખર સુખી ન હોવા છતાંય. બીજાઓ તરફથી ખરાબ અભિપ્રાય મળે તો પોતાને દુ:ખી માની લેતા હોય છે; ખરેખર દુ:ખી ન હોવા છતાંય. પોતાના દરેક કાર્યની પાછળ એ જુએ છે : આમાં લોકો નારાજ તો નહિ થાય ને ? લોકો મારી ટીકા તો નહિ કરે ને ! તેઓ લોકોથી સતત ડરતા રહે છે. આ જ લોકસંજ્ઞા છે. આ જ લોકેષણા છે. સાધક માટે આ બહુ મોટું વિઘ્ન છે. ત્રણ પ્રકારની એષણાઓ સંસારી જીવોને હોય છે : (૧) વિક્વેષણા : ધનની ઇચ્છા (૨) પુષણા : પુત્રની ઇચ્છા (૩) લોકેષણા : લોકસંગ્રહની ઇચ્છા, લોકોમાં પ્રિય બનવાની ઇચ્છા વિક્વેષણા અને પુત્રષણાના ત્યાગ પછી પણ લોકેષણાનો ત્યાગ કરવો મુશ્કેલ હોય છે. જે એમ કરી શકે તે જ સત્ય માર્ગનો રાહી બની શકે. તમે જો ખરેખર આત્મસાક્ષાત્કાર કરવા માંગતા હો તો લોકોની બહુ પરવા (નફફટ થઈને ખરાબ કામ કરવા, લોકોની પરવા ન કરવી, એવો આશય નથી.) કરવા જેવી નથી. લોકો ભૌતિકતાના પ્રેમી છે. તમારી આધ્યાત્મિકતાની જીવન-પદ્ધતિ એમને ન ગમે તે સ્વાભાવિક છે, પણ એમની નારાજગીથી તમે અકળાઈ ઊઠશો નહિ. લગભગ આખું નગર પોતાની નિંદા કરતું હતું ત્યારે પણ મયણા અકળાઇ હોતી, લોકનિંદાથી તેણે જરાય ગુસ્સો કર્યો જોતો. સાચે જ મયણાએ લોકેષણા ઉપર વિજય મેળવ્યો હતો. ઉપદેશધારા * ૨૦૮ ઉપદેશધારા + ૨૦૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧. સેવ્યા ધર્માચાર્યાં: । ધર્મગુરુની સેવા કરવી’ (૨૬ આગમમાં માતા-પિતા, ભિટ્ટ (પાલક) અને ધર્માચાર્યને દુષ્પ્રતિકાર ગણાવ્યા છે. દુષ્પ્રતિકાર એટલે જેમના ઉપકારનો બદલો વાળી ન શકાય તેવા. ભૌતિક દેહના જન્મદાતા માતા-પિતા છે તો આધ્યાત્મિક દેહના જન્મદાતા ધર્મ-ગુરુ છે. આપણે જો કૃતજ્ઞ હોઇએ તો એમની સેવા કરવી જ જોઇએ. વિનીત હોય તે જ સેવા કરી શકે છે. જેણે ઘરમાં માતા-પિતાની સેવા કરેલી હોય છે, તે જ મોટા ભાગે ગુરુની સેવા કરી શકે છે, એમ પં. ભદ્રંકરવિજયજી વારંવાર કહેતા હતા. વડીલોનો વિનય ક્યાંથી ક્યાં લઇ જાય છે ? એ સમજાવવા ઉપદેશપ્રાસાદમાં આપવામાં આવેલું એક કુલપુત્રકનું ઉદાહરણ ધ્યાન ખેંચે તેવું છે. તે કુલપુત્રક માતા-પિતાની સેવા-ભક્તિ કરતો હતો. ગામનો મુખી વડીલ જણાતાં તેની સેવા કરવા લાગ્યો. વડીલને પણ શ્રેણિક રાજા સામે ઝૂકતો જોઇ તે રાજાની સેવા કરવા લાગ્યો. રાજાને પણ ભગવાન મહાવીરના સેવક જોઇ તે ભગવાનનો શિષ્ય બન્યો. સેવાના ગુણે તેને ક્યાં પહોંચાડ્યો ? સેવા સહેલી નથી. જેમની આપણે સેવા કરતા હોઇએ, તેમના ઉપદેશધારા * ૨૧૦ જ તરફથી યોગ્ય પ્રતિભાવ તો ઠીક પણ વિપરીત પ્રતિભાવ મળે ત્યારે તો સેવા ઘણી જ કઠણ થઇ પડે છે. હું જેની સેવા કરતો હોઉં, તે મને મીઠાશથી બોલાવે, મને અનુકૂળ બને, તો તો હું ઉત્સાહિત બનીને સેવા કરતો રહું, પણ હું ગમે તેટલી સેવા કરતો હોઊં છતાં પણ એ મને વઢ્યા જ કરે, ગુનો હોય કે ન હોય, મને ટોક્યા જ કરે, બધાની વચ્ચે મારું અપમાન કર્યા જ કરે, એ હું શી રીતે બર્દાસ્ત કરી શકું ? સેવાના બદલામાં મેવા તો ન મળે, પણ જૂતા મળે. એવો મૂર્ખ હું શા માટે બનું ? સેવા કરનારના હૃદયમાં અમુક પ્રસંગે આવા વિચારો આવી જવા સ્વાભાવિક છે. આવા વિચારો પર વિજય મેળવવો સેવાભાવી માટે પ્રથમ કર્તવ્ય છે. જો આ કરવામાં ન આવે તો સેવાભાવી નિષ્ફળ જાય તેમાં કોઇ આશ્ચર્ય નથી. સેવાભાવી નંદિષણની દેવોએ આ જ કસોટી કરી હતી. ગ્લાન સાધુનું રૂપ લઇ પારણા કરવા બેસવાની તૈયારીવાળા નંદિષણને બોલાવી અપમાનજનક શબ્દો સંભળાવ્યા હતા. એટલું જ નહિ, જુગુપ્સાપ્રેરક વ્યવહાર પણ કર્યો હતો. પરંતુ નંદિણ એમાંથી બરાબર પાર ઊતરી ગયા હતા. ગુરુણી ચંદનાએ ઠપકો આપવા છતાં પોતાના જ દોષનો વિચાર કરીને મૃગાવતીએ ગુરુથી પહેલા કેવળજ્ઞાન મેળવી લીધું હતું. ચંડરુદ્રાચાર્યના કઠોર વચનો સાથે દાંડાનો માર સમતાપૂર્વક ઝીલનાર નવદીક્ષિત યુવા-મુનિએ પણ ગુરુથી પહેલા કેવળજ્ઞાન મેળવી લીધું હતું. સેવાનો આ કેવો ચમત્કાર ? સેવ્ય પાસે ન હોવા છતાં સેવક કેવળજ્ઞાન મેળવી લે. જેની સેવા કરીએ તેમનામાં રહેલા પ્રગટ ગુણો તો સેવકના જીવનમાં આવે જ, પરંતુ પ્રચ્છન્ન ગુણો પણ આવે. ઉપદેશધારા * ૨૧૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી આ સંસારમાં આપણે વિષય-કષાયની ઘણી સેવા કરી છે. ફલતઃ આપણામાં વિષય-કષાયો જ વધ્યા છે. હવે જો ધર્માચાર્યની સેવા કરીશું તો ધર્મ વધશે. આત્મ-સાધનાના માર્ગે આગળ વધવા ધર્મ-ગરનું સાંનિધ્ય અને માર્ગદર્શન અનિવાર્ય છે. ગમે તેટલી તેજસ્વી આંખો હોય, પણ પ્રકાશ વિના માણસ જોઇ શકે નહિ, તેમ ગમે તેટલી તીક્ષ્ણ પ્રજ્ઞા હોય, પણ સાધક ધર્મ-ગુરુના ચરણની સેવા વિના આગળ વધી શકે નહિ. જે જ્ઞાન સ્વ-બળે વર્ષોની મહેનત પછી પણ ન મળી શકે, તે જ્ઞાન સગુરુ એક જ ક્ષણમાં બતાવી દેતા હોય છે. ‘ગગન મંડલ મેં અધબીચ કૂવા, ઊંચા હૈ અમી કા વાસ; સગુણા હોય સો ભર-ભર પીવે, નગરા જાયે પ્યાસા.' આમ કહીને શ્રી આનંદઘનજીએ સદ્ગુરુની સેવાની અનિવાર્ય આવશ્યકતા બતાવી દીધી છે. ૨૨. તત્ત્વ વિજ્ઞાનનીયં ચ | તત્ત્વની જિજ્ઞાસા રાખવી’ (ર૦) નવ અમૃત કુંડો કરુણાયુક્ત ચિત્ત મધુરતાયુક્ત વચન પ્રસન્નતાયુક્ત દ્રષ્ટિ ક્ષમાયુક્ત શક્તિ હૃતયુક્ત મતિ દાયુક્ત લક્ષ્મી શીલયુક્ત રૂપ નમતાયુક્ત સૂત કોમળતાયુકત સત્તા ધર્મ-ગુરુ તો મળ્યા, પણ તેમની પાસેથી મેળવવું શું? જ્ઞાન. ગુરુની વ્યાખ્યા આ જ છે. ‘ગુપતિ તત્ત્વમસિ ગુજ:' તત્ત્વને કહે તે ગુરુ ! ગુરુ તત્ત્વ કહે તો ખરા, પણ આપણી સમજવાની જ તૈયારી ન હોય તો ? વાદળ વરસે ખરો, પણ વાસણ જ ઊંધું હોય તો ? ગુરુ તત્ત્વ કહે તે પહેલા આપણા હૃદયમાં અદમ્ય જિજ્ઞાસા હોવી જરૂરી છે. વાદળ વરસે તે પહેલાં વાસણ સીધું હોય તે જરૂરી છે. - જ્ઞાન તો ચોતરફથી આપણી તરફ વરસવા તૈયાર છે, પણ આપણી તૈયારી નથી. આપણા હૃદયમાં ઊંડી જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા વિના જ્ઞાન કદી મળી શકે નહિ. ભૂખ વિના ભોજન મળી શકે નહિ, એટલે કે પચી શકે નહિ. કોઇ માણસ વધુ જ્ઞાની શા માટે ? કારણ કે એની પાસે વધુ જિજ્ઞાસા હતી. કોઇ માણસ અતિ અજ્ઞાની કેમ છે? કારણ કે એને જિજ્ઞાસા લગભગ ન્હોતી. જિજ્ઞાસાના પ્રમાણમાં જ જ્ઞાન મળી શકે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા. હું કોણ છું ? આ જગત શું છે ? ઉપદેશધારા ૪ ૨૧૨ ઉપદેશધારા + ૨૧૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શું છે ? કોઇ સુખી તો કોઇ દુ:ખી શા માટે છે ? કોઇ જ્ઞાની તો કોઇ અજ્ઞાની શા માટે છે ? આવા અનેક મૌલિક પ્રશ્નોની સરવાણી ફૂટવી તેનું નામ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા ખરા હૃદયથી પ્રગટે તો જ્ઞાન આપનાર ગુરુ મળી જ રહે. ખરેખરી તરસ લાગી હોય તો માણસ પાણી ક્યાંકથી શોધી જ કાઢે. જ્ઞાનની નહિ, માણસને જિજ્ઞાસાની ચિંતા થવી જોઇએ. ભોજનની નહિ, ભૂખની ચિંતા થવી જોઇએ. સૂરજની નહિ, આંખની ચિંતા થવી જોઇએ. આંખ હશે તો સૂર્ય મળવાનો જ છે. ભુખ હશે તો ભોજન મળવાનું જ છે. જિજ્ઞાસા હશે તો જ્ઞાન મળવાનું જ છે. ભક્તિ હશે તો ભગવાન મળવાના જ છે. છતાં આશ્ચર્યની વાત છે : માણસને મારામાં કેટલી જિજ્ઞાસા છે તેની ચિંતા નથી, જ્ઞાનની ચિંતા છે ! ભૂખની નહિ, ભોજનની ચિંતા છે. આંખની નહિ, સૂરજની ચિંતા છે. ભક્તિની નહિ, ભગવાનની ચિંતા છે. જિજ્ઞાસા છે કે નહિ ? તે શી રીતે જણાય ? હૃદયમાંથી ઊગતા પ્રશ્નો દ્વારા. પ્રશ્નો જેટલા ઘણા, જિજ્ઞાસા તેટલી ઉત્કટ. ગૌતમસ્વામીમાં ઉત્કટ જિજ્ઞાસા હતી. તેઓ ભગવાનને અનેક પ્રશ્નો પૂછતા. ભગવતી સૂત્રમાં, ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને કરેલા ૩૬ હજાર પ્રશ્નોનો સંગ્રહ છે. બાળક જેવા નિર્દોષ ભાવે ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને પ્રશ્નો પૂછતા રહેતા અને ભગવાન તેના જવાબો આપતા રહેતા. તમારા પ્રશ્નો તમારી અંદર રહેલી જિજ્ઞાસાને જણાવે છે. આથી જ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં બીજો પ્રકાર “પૃચ્છના” છે. પૃચ્છના એટલે પ્રશ્ન. વાચના લીધા પછી પ્રશ્ન ન જાગે તો ગુરુને શી રીતે ખ્યાલ આવે કે શિષ્યમાં જિજ્ઞાસા છે કે નહિ ? શિષ્ય રાજીવ માટે મહાન નૈયાયિક વિશ્વનાથ પંચાનન ભટ્ટાચાર્યું ન્યાયમુક્તાવલી ગ્રંથની રચના કરી. રાજીવને ભણાવવાનું શરૂ કર્યું. ગ્રંથ પૂરો થયા પછી તેમણે પૂછ્યું : બોલ, રાજીવ ! હવે કાંઇ પૂછવું છે ? ‘ના, ગુરુજી ! કાંઇ પૂછવા જેવું રહ્યું નથી. બધું જ બરાબર સમજાઇ ગયું છે.' | ‘ડફોળ ! તને કાંઇ પૂછવા જેવું નથી લાગતું ? તારા હૃદયમાં જો કોઇ પ્રશ્ન ઊઠતો જ નથી તો મારે કહેવું પડશે કે તું કાંઇ ભણ્યો જ નથી. ચાલ, બીજીવાર ભણ.' રાજીવને બીજીવાર ભણાવવાનું શરૂ કર્યું. ગ્રંથ પૂરો થયા પછી ફરી એ જ પ્રશ્ન પૂછ્યો : કાંઇ પૂછવા જેવું લાગે છે ? ‘હા... ક્યાંક ક્યાંક પૂછવા જેવું લાગે છે ખરું !' | ‘તું હવે કાંઇક ભણ્યો છે. પણ હજુ બરાબર નથી ભણ્યો. હજુ ફરીવાર ભણવું પડશે.' ફરી અધ્યાપન શરૂ ! ફરી એ જ પ્રશ્ન ! રાજીવમાં ધીરે-ધીરે જિજ્ઞાસા જન્મે છે, પ્રશ્નો પૂછવાનું મન થયા કરે છે. ૪-૫ વાર ભણાવ્યા પછી તો રાજીને કહી દીધું : “ગુરુજી ! હવે તો ડગલે-પગલે પ્રશ્નો જાગ્યા કરે છે. એક શબ્દ વાંચું છું ને મારું મન પ્રશ્નોથી ભરાઇ જાય છે. આગળ વધવું મુશ્કેલ બને છે.' ‘શાબાશ ! હવે તું સાચા અર્થમાં ભણ્યો.” ગુરુજી બોલી ઉઠ્યા. પ્રશ્ન જાગે જ નહિ ત્યાં ભણતર શા કામનું ? ભુખ હોય જ નહિ ત્યાં ભોજન શા કામનું ? ઉપદેશધારા ૪ ૨૧૪ ઉપદેશધારા ૪ ૨૧૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન જાગ્યા પછી ઉત્તર મળવાથી મન સમાહિત બને છે. જ્ઞાન નિઃશંક બને છે. મન સંકલ્પ-વિકલ્પરહિત બને છે. ત્યાર પછી જ પુનરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા થઇ શકે. સ્વાધ્યાયના પાંચ પ્રકારનો ક્રમ ખરેખર ખૂબ જ રહસ્યપૂર્ણ છે. પૂ. ઉપાધ્યાયજી કહે છે : ધર્માચાર્ય પાસે તત્ત્વની જિજ્ઞાસા રાખો. જિજ્ઞાસારૂપી પૂર્વભૂમિકા તમારી પાસે તૈયાર હશે તો જ્ઞાન જરૂર મળશે. ચાર ધર્મ ચાર પુરુષાર્થ દાન : હું અર્થ પુરુષાર્થને સફળ બનાવું છું. શીલ : હું કામ પુરુષાર્થને નિયંત્રિત બનાવું છું. તપ : હું ધર્મ પુરુષાર્થને ગતિશીલ બનાવું છું. ભાવ : હું મોક્ષ પુરુષાર્થને ઝડપી બનાવું છું. *** ચાર સંજ્ઞાની રાજધાની આહાર સંજ્ઞા : મારી રાજધાની તિર્યંચગતિ છે. ભય સંજ્ઞા : મારી રાજધાની નરકગતિ છે. મૈથુન સંજ્ઞા : મારી રાજધાની માનવગતિ છે. પરિગ્રહ સંજ્ઞા : મારી રાજધાની દેવગતિ છે. ✰✰✰ ચાર ભાવના ચાર કાર્યો ટાળે મૈત્રી : ક્રોધને કાપે. પ્રમોદ : માનને મારે. (માન હટા વિના બીજાના ગુણો તરફ પ્રમોદ જાગે જ નહિ. ) કરૂણા ઃ માયાને ટાળે. (માયા ટળ્યા વિના બીજા તરફ સાચી અનુકંપા થતી જ નથી.) માધ્યસ્થ : લોભને ગાળે. (લોભ જવાથી જ પરમ તટસ્થ ભાવ પેદા થાય છે. લોભની હાજરીમાં રાગ-દ્વેષ રહેવાના જ.) ઉપદેશધારા * ૨૧૬ ૨૩. શૌચમ્ । ‘પવિત્રતા રાખવી’ do, ૨૮ અજૈન મહાભારતની એક આખ્યાયિકા છે. પાંચ પાંડવો અડસઠ તીર્થની યાત્રાએ જઇ રહ્યા હતા. ત્યારે કુંતી માતાએ કડવી તુંબડી આપીને કહ્યું : તમે અડસઠ તીર્થની યાત્રા કરવા જવાના છો. દરેક તીર્થે તમે સ્નાન કરો ત્યારે આ તુંબડીને પણ સ્નાન કરાવજો. માતાની વાત માથે ચડાવી તેઓ અડસઠ તીર્થની યાત્રાએ નીકળી પડ્યા. દરેક તીર્થે તુંબડીને પણ સ્નાન કરાવતા રહ્યા. કેટલાક સમય પછી પાછા આવીને પેલી તુંબડી માને આપી. માતાએ તેનું શાક કરીને સૌની થાળીમાં પીરસ્યું. શાક મોંમાં નાખતાં જ પાંચેય પાંડવ ઘૂ... ઘૂ... કરવા લાગ્યા. કેમ ? શું થયું ? કુંતીએ પૂછ્યું. મા ? આ તો કડવું ઝેર શાક છે.’ ‘પેલી કડવી તુંબડીનું જ એ શાક છે. મને એમ કે ૬૮ તીર્થોમાં સ્નાન કરવાથી એ મીઠી થઇ ગઇ હશે ? શું હજુ એ કડવી જ છે ?’ ‘મા ! એ તો કડવી જ રહેને ? બાહ્ય સ્નાનથી એ શી રીતે મીઠી થઇ શકે ?' ‘મારે તમને આ જ વાત સમજાવવી છે. અંદરની વૃત્તિઓ ન બદલાય, શુદ્ધ ન થાય તો બાહ્ય સ્નાન વ્યર્થ છે. ઉપદેશધારા * ૨૧૭ Page #114 -------------------------------------------------------------------------- ________________ અસત્ય વચનો ઉચ્ચારીએ છીએ ત્યારે-ત્યારે સરસ્વતીનું અપમાન કરીએ છીએ, વાચિક રીતે અપવિત્ર બનીએ છીએ. સર્વ જીવો સાથે મૈત્રીભાવ કેળવવાથી, ગુણીજનો પર પ્રમોદભાવ કેળવવાથી, દુઃખી જીવો પર કરણા–ભાવ લાવવાથી અને નિર્ગુણી-નીચ જીવો પર તટસ્થતા-ભાવ રાખવાથી માનસિક પવિત્રતા મેળવી શકાય છે. આત્મસાક્ષાત્કાર કરવા ઇચ્છનારે આવી પવિત્રતા પ્રાપ્ત કરવી જરૂરી છે. ભૂમિકાના યોગ્ય નિર્માણ વિના આત્મસાધનાના માર્ગે આગળ વધી શકાતું નથી. કદાચ કોઇ આગળ વધી જાય તો તેને કુદરત પાછા ધકેલે છે. ‘માત્મા નવી સંયમતો પૂif.. तत्राऽभिषेकं कुरु पाण्डुपुत्र । न वारिणा शुद्ध्यति चान्तरात्मा' હે પાંડુપુત્ર ! આત્મા એ જ નદી છે, સંયમના પાણીથી ભરેલી નદી ! ત્યાં જ તું સ્નાન કરે. બાહ્ય જળથી અંતરાત્મા શુદ્ધ થતો નથી. પં. વીરવિજયજીએ પણ સિદ્ધાચલના દૂહાઓમાં આ જ વાત કરી છે : અડસઠ તીરથ હાવતાં, અંતરંગ ઘડી એક; તુંબી જલ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. (ઘણા લોકો ‘તુંબી જલ-સ્નાન કરી’ આ પંક્તિનો ‘તુંબડી જેટલા પાણીથી સ્નાન કરવું' એવો અર્થ કરે છે, પણ એ બરાબર નથી. અહીં વીરવિજયજીએ અડસઠ તીર્થ સાથે સંલગ્ન કડવી તુંબડીવાળી વાત અભિપ્રેત છે.) મૂળ વાત છે : પવિત્રતાની. શારીરિક પવિત્રતા એ જ સંપૂર્ણ પવિત્રતા નથી. પવિત્રતા ત્રણ પ્રકારની છે : (૧) શારીરિક (૨) વાચિક અને ) માનસિક શારીરિક પવિત્રતા પ્રાપ્ત કરવી આસાન છે. માત્ર સ્નાનાદિથી કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે, પણ બાકીની બે પવિત્રતા મુશ્કેલ છે. વાચિક પવિત્રતા પ્રિય, હિતકાર અને સત્ય વચનથી મેળવી શકાય છે. હવે વિચારો : આપણે કેવું બોલીએ છીએ ? આપણા વચનો અણગમતા નથી હોતા ને ? કોઇનું અહિત કરે તેવાં નથી હોતાં ને ? જુઠાણાથી ભરેલા નથી હોતા ને ? યાદ રહે કે જયારે-જ્યારે આપણે અપ્રિય, અહિતકર અને હું કોઈ પ્રક્રિયા (ધ્યાનની) શીખ્યો નથી. છતાં પ્રભુની પ્રસાદી મળી. તે ભવનયોગમાં કદાચ જઈ શકે, એમ હવે સમય છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૧૮૦), આ.વ. ૨ નાનપણમાં કંઠસ્થ કરેલી આ કૃતિઓ આજે મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જેમ કોઈ ગૃહસ્થને સસ્તા ભાવે ખરીદેલું સોનું આજે મૂલ્યવાન બની જાય. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૧ ૧), તા. ૧૮-૦૯-૨000, ભા.વ.૫ પ્રભુ-સ્તુતિનો મને ઘણો લોભ છે. જ્યાંથી મળે ત્યાંથી લઈ લઉં ! હું આ અર્થમાં કંજૂસ છું. - કહે કલાપૂર્ણસૂરિ-૩ (પા. નં.૩૫), તા. ૧૬-૦૯-૨000 ઉપદેશધારા * ૨૧૮ ઉપદેશધારા * ૨૧૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ 0 ૨૪. ધૈર્યમ્ | ‘સ્થિરતા કેળવવી’ ૦૨૬ સ્થિરતા આત્મસાધના માટે ખૂબ જ આવશ્યક છે. જો કે કોઇ પણ કાર્ય માટે સ્થિરતા આવશ્યક છે. સ્થિરતા એટલે બધી જ શક્તિઓનું એક જ સ્થાને કેન્દ્રીકરણ . અસ્થિરતા એટલે વેર-વિખેર શક્તિઓ ! બહિર્ગોળ કાચ દ્વારા જ્યારે સૂર્યનો તડકો એક જ બિંદુ પર, કેન્દ્રિત બને છે ત્યારે તે બિંદુવાળું કપડું કે કપાસ અગ્નિથી સળગવા લાગે છે. કેન્દ્રીકરણની આ કેટલી મોટી શક્તિ ? જુદી-જુદી જગ્યાએ પાંચ-પાંચ ફૂટ ખોદવાથી જમીનમાં પાણી હોય તોય ન મળે, પણ એક જ જગ્યાએ ખોદીએ તો ? એક જ સ્થળે સમગ્રતયા જયારે આપણે મચી પડીએ છીએ ત્યારે સફળતાને આવવું જ પડે છે. આધ્યાત્મિકતા માટે જ નહિ, દુન્યવી સફળતા માટે પણ સ્થિરતા જરૂરી છે. મહાકવિ ધનપાલના ભાઇ મહારાજ શોભન મુનિ સ્તુતિરચનામાં એટલા બધા સ્થિર-એકાગ્ર બની ગયા હતા કે પાત્રામાં કોઇએ પત્થરા ભરી દીધા તોય ખબર ન પડી. મનની સ્થિર અવસ્થામાં બનેલી એ સ્તુતિઓ આજે પણ અમર છે. સ્થિરતા - એકાગ્રતાનો આટલો મહિમા સાંભળી આપણા હૃદયમાં પ્રશ્ન જાગી શકે : આવી સ્થિરતા મેળવવી શી રીતે ? ઘણા માણસો આવીને પૂછે છે : “મહારાજ ! આપ બહુ પ્રેરણા કરો છો એટલે નવકારવાળી તો ગણીએ છીએ, પણ મન તો સતત ભટકતું જ રહે છે. ભાગ્યે જ એક નવકાર પણ સંપૂર્ણ સ્થિરતાપૂર્વક ગણાતો હશે ! ભાગ્યે જ પ્રતિક્રમણ, ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં મન સ્થિર રહેતું હશે. મન સ્થિર બને એનો કોઇ ઉપાય બતાવો. અસ્થિર મનથી કરેલી ક્રિયાઓનો શો અર્થ છે? મન શી રીતે એકાગ્ર બને ? કોઇ ઉપાય બતાવો.” આ લોકોને હું સમજાવું છું : મનને સ્થિર કરવાની વાત હાલ પૂરતી માંડી વાળો. જો એમ મન તરત જ સ્થિર થઇ જતું હોત તો ‘મનડું કિમહી ન બાજે' એમ શ્રી આનંદઘનજીએ ગાયું ન હોત ! મનને પહેલા પ્રભુના પ્રેમથી તરબોળ બનાવો. હૃદયના પ્રત્યેક તારને પ્રભુના પ્રેમથી રંગી નાખો . પછી મને પોતાની મેળે સ્થિર બની જશે. પ્રભુ-પ્રેમ જાગ્યો ન હોય અને સ્થિરતા કદાચ આવી પણ જાય... પણ એ સ્થિરતાની જૈનશાસ્ત્રમાં કોઇ જ કિંમત નથી. એમ તો માછલી પકડવા તત્પર બનેલા બગલામાં, ઉંદર પકડવા તત્પર બનેલી બિલાડીમાં કે ગ્રાહકને છેતરવામાં એકાકાર બનેલા વેપારીમાં સ્થિરતા ક્યાં નથી ? આવી સ્થિરતાનું કોઇ જ મૂલ્ય નથી. યાદ રહે કે સાતમી નરકે જવું હોય તો પણ સ્થિરતા જ જો ઇએ - રૌદ્રધ્યાનમાં ભયંકર સ્થિરતા ! એવી સ્થિરતા કે જે વજઋષભ નારા, સંઘયણવાળા જ મેળવી શકે. આટલી ભયંકર સ્થિરતા છેવટ્ઠા સંઘયણવાળા ન મેળવી શકે. એટલે જ તો આજે કોઇ સાતમી નરકે જઇ શકતું નથી ને ? ખરેખર તો એને સ્થિરતા કહી જ શકાય નહિ, જે પરિણામમાં અસ્થિરતા તરફ લઇ જાય. એવી સ્થિરતાની કોઇ કિંમત નથી. સ્થિરતાની પૂર્વ ભૂમિકારૂપે નિર્મળતા જોઇએ. નિર્મળતા પ્રભુ-પ્રેમથી જ આવી શકે છે. આનંદઘનજીની ચોવીશીમાં સૌથી પહેલું સ્તવન પ્રભુ-પ્રેમને જ વ્યક્ત કરે છે : ‘ઋષભ જિનેશ્વર ઉપદેશધારા * ૨૨૧ ઉપદેશધારા ૪ ૨૨૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત.’ પહેલું જ આ સ્તવન એમ બતાવે છે કે સાધનામાં સર્વ પ્રથમ પ્રભુ-પ્રેમ જ જોઇએ. ઉપા. શ્રી યશોવિજયજીએ પણ પોતાની સ્તવન-ચોવીશીમાં પ્રભુ-પ્રેમથી પ્રારંભ કર્યો છે. પૂ. દેવચંદ્રજીની ચોવીશીનું પહેલું સ્તવન (ઋષભ જિણંદ શું પ્રીતડી...) પણ પ્રભુ-પ્રેમ જ બતાવે છે. પ્રભુને ખરા હૃદયથી ચાહો. આત્માના પ્રત્યેક પ્રદેશમાં, નાડીના પ્રત્યેક ધબકારામાં, હૃદયના દરેક સ્પંદનમાં અને પ્રત્યેક શ્વાસમાં પરમાત્માને પ્રતિષ્ઠિત કરી દો. સંપૂર્ણ અસ્મિતા પ્રભુમય બનાવી દો ! ત્યાર પછી મન પોતાની મેળે સ્થિર થવા લાગશે. મન સ્થિર નથી એ પ્રભુ મળ્યા નથી એની નિશાની છે. એક રીતે જોતાં આ વાત સારી પણ છે. અસ્થિર મન આપણને સતત ખબર આપતું રહે છે ઃ હે આત્મન્ ! હજુ બીજે ક્યાંક શોધ ચલાવ. મને જે (પ્રભુ) જોઇએ છે તે નથી મળ્યું. તમે જોજો : મન કોઇ સ્થળે સ્થિર નહિ બને. ૧૦૦ રૂા. મળશે તો મન કહેશે : ૧૦૦૦ રૂા. લાવો. ૧૦,૦૦૦/- મળશે તો કહેશે હજુ બીજું વધુ જોઇએ. અરે સોનાનો ડુંગર મળી જાય, સત્તાનું સિંહાસન મળી જાય, ફૂલોની શય્યા મળી જાય કે અપ્સરાઓ જેવી રૂપવતી સ્ત્રીઓ મળી જાય. પણ મન સતત ભટકતું જ રહેશે... હા, એ પદાર્થો યાં સુધી મળેલા ન્હોતા ત્યાં સુધી મન સતત રટણ કરતું હતું કે એ પદાર્થ લાવી આપો... પછી હું એકદમ સ્થિર ! પણ જ્યાં પદાર્થ મળ્યો કે મન ફરી ભાગવા માંડે ! ફરી દુઃખી ! ફરી અસ્થિર ! તમે જો આત્મનિરીક્ષક હશો, તમારું જો આત્મનિરીક્ષણ અત્યંત તીક્ષ્ણ અને સૂક્ષ્મ બન્યું હશે તો વિચાર આવશે : આખરે આ મનને જોઇએ છે શું ? આટલી ભાગંભાગ - આટલી દોડાદોડ એ શા માટે કરે છે ? કાંઇ સમજાતું નથી : મનને સ્થિર કરવા શું કરવું ? બંધુઓ ! મન તો બાદશાહ છે બાદશાહ ! બાદશાહને શું જોઇએ ? ઉપદેશધારા * ૨૨૨ એક બાદશાહ સાથે એક ફકીરની દોસ્તી હતી. બંને એકબીજાના સ્થાને અવારનવાર આવ્યા જ કરે ! ક્યારેક ફકીર બાદશાહના દરબારમાં આવે તો ક્યારેક ફકીરની ઝૂંપડીએ બાદશાહ પણ આવી જાય. એક વખત બાદશાહ અચાનક ફકીરની ઝૂંપડીએ જઇ ચડ્યા. અગાઉ જાણ આપી ન હોવાના કારણે ફકીર ત્યારે બહાર ગયેલો. તેનો શિષ્ય હાજર હતો. બાદશાહને ઓળખતો ન હોવાથી તેણે બેસવા માટે ગોદડી બિછાવી, પણ બાદશાહ ત્યાં ન બેઠો, ચક્કર જ મારતો રહ્યો. શિષ્યે વિચાર્યું : કદાચ એને ગોદડી નહિ ફાવતી હોય. બીજું કાંઇક બેસવા માટે આપું ને તેણે બેસવા માટે ખાટલો ઢાળ્યો. પણ બાદશાહ ન બેઠો... ચક્કર જ મારતો રહ્યો. શિષ્ય વિચાર્યું : ઝૂંપડીમાં કદાચ ગરમી થતી હશે. બહાર ખાટલો ઢાળું. એમ કર્યું તોય બાદશાહ ન જ બેઠો... એનું ચક્કર મારવાનું ન જ અટક્યું. એ જ વખતે પેલો ફકીર આવી પહોંચ્યો. શિષ્યે તેને કહ્યું : ગુરુદેવ ! આ કેવો વિચિત્ર માણસ છે ! બેસવા માટે આસન, ગોદડી, ખાટલા બિછાવ્યા, પણ એ બેસતો જ નથી... એ ચક્કર જ માર્યા કરે છે ! ‘ભલા માણસ ! આ સામાન્ય માણસ નથી. આ તો બાદશાહ છે બાદશાહ ! બાદશાહને બેસવા સિંહાસન જોઇએ. સિંહાસન વિના એ બીજે ક્યાંય નહિ બેસે. તું નીચેના ભોંયરામાં જલ્દી જા. ત્યાં સિંહાસન પડેલું છે તે જલ્દીથી લઇ આવ.' ફકીરે કહ્યું. સિંહાસન આવતાં જ બાદશાહ ત્યાં બેસી ગયો. એનું ચક્કર મારવાનું બંધ થઇ ગયું ! આપણું મન પણ બાદશાહ છે. પરમાત્માના ચરણરૂપ સિંહાસન નહિ મળે ત્યાં સુધી એ ચક્કર માર્યા જ કરવાનું ! ઉપદેશધારા * ૨૨૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અલ્સ: . નિર્દભતા રાખવી’ ૨૩૦) એ અપેક્ષાએ મનની અસ્થિરતા એ સારી વાત નથી ? જો આ મન સત્તા, સંપત્તિ કે કીર્તિમાં ક્યાંક સ્થિર બની ગયું હોત તો ? તો સાચે જ ‘પરમ’ માટેની આપણી શોધ અટકી પડત. અસ્થિર મન આપણને સતત સૂચવે છે : મને જે જોઇએ છે તે નથી મળ્યું. હજુ આગળ વધો. હજુ બીજું કાંઇક શોધો. જયાં સુધી મને પરમ તત્ત્વનું સિંહાસન મળવાનું નથી ત્યાં સુધી હું બેસવાનું નથી. મનની અસ્થિરતા પણ પ્રભુ તરફ લઇ જનારી છે, એમ આપણે સાપેક્ષભાવે વિચારી શકીએ. આવી વિચારણાથી અસ્થિરતા પણ આશીર્વાદરૂપ બને. ઘણી વખત તો માણસ મનની અસ્થિરતા અંગે વધુ પડતો વિચાર કરતો રહીને વધુને વધુ અસ્થિર બનતો જાય છે. એક તો મન અસ્થિર છે... તેમાં વળી તેની ચિંતા મનને વધુ અસ્થિર બનાવે છે. દર્દ કરતાં ઇલાજ ખતરનાક ન બને, એની કાળજી રાખવા જેવી છે. યોગશાસ્ત્રકારોએ યાતાયાત, સુશ્લિષ્ટ, સુલીન વગેરે મનની ચાર અવસ્થાઓ બતાવી છે. તેમાં યાતાયાતનો પણ સ્વીકાર કર્યો છે તે ભૂલવા જેવું નથી. ‘યાતાયાત' એટલે મનની આવન-જાવન, મનની અસ્થિરતા ! આ પણ એક તબક્કો છે. આ તબક્કો પસાર કર્યા પછી જ ‘સુલીન' અવસ્થા સુધી પહોંચી શકાય છે, તે ખ્યાલમાં રહેવું જોઇએ. દંભ સાધકનો મોટો શત્રુ છે. દંભ એટલે દેખાડો કરવાની વૃત્તિ. પોતાનામાં કાંઇ ન હોય છતાં બહુ જ બતાવવાની વૃત્તિ દંભને જન્મ આપે છે. હું યોગી ન હોઉં, પણ યોગી તરીકે મારે પ્રસિદ્ધ થવું હોય તો શું કરવું પડે ? યોગી જેવો દેખાવ કરવો પડે. અંદર ભલે બધું શૂન્ય હોય, પણ બહારથી યોગીનો આડંબર અપનાવવો પડે. લોકોમાં એવી હવા ફેલાવવાનો પ્રયત્ન કરવો પડે. જૂઠા પ્રચાર અને જૂઠા દેખાવ માટે સર્વસ્વ હોડમાં મૂકી દેવું પડે ! આનું જ નામ દંભ છે. આના જેવી બીજી કોઇ આત્મવંચના નથી. અધ્યાત્મસારના દંભત્યાગ અધિકારમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે – ‘બીજું બધું છોડવું સહેલું છે, પણ દંભીઓ માટે દંભ છોડવો મુશ્કેલ છે. દંભનો અંશ પણ તમારા બધા જ ધર્મને બગાડી મૂકે છે. મલ્લિનાથ જેવાને પણ થોડાક જ દંભના કારણે સ્ત્રી બનવું પડ્યું છે. દંભ કરીને જે મોક્ષે જવા ઇચ્છે છે, તે લોઢાની નાવડીમાં બેસી સમુદ્ર તરવા માંગે છે ! યશોવિ. કહે છે : દંભી બિચારો કેટલો બધો દુઃખી થાય ? કેટલા ક્લેશ અને દુ:ખો સહેવા પડે ? જે હોય તે છુપાવવું પડે ! ઉપદેશધારા + ૨૨૫ જે વખતે તમે સમસ્યાઓથી ઘેરાઈ જાવ, મન એકદમ મુંઝાઈ જાય, કોઈ ઉકેલ દેખાય નહિ, ત્યારે પરમાત્મા પાસે પહોચી જજો અને કહેજો : ‘અન્યથા શરણં નાસ્તિ' પ્રભુ ! તારા વિના મારે કોઇનું શરણ નથી. તું જ મને માર્ગ બતાવ અને ખરે ખર પ્રભુમાં ચિત્ત ચોંટતાં જ ઉપાયો જડવા લાગશે, સમસ્યાઓ ટળવા લાગશે. • કહે કલાપૂર્ણસૂરિ ઉપદેશધારા ૪ ૨૨૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ ન હોય તે પ્રગટ કરવું પડે ! સતત અસ્વભાવિકતામાં રહેવું પડે ! અસ્વાભાવિકતા કેટલો સમય ચાલે ? સિંહનું ચામડું ઓઢીને ગધેડો ક્યાં સુધી સિંહ તરીકે રહી શકે ? અસલિયત આખરે તો પ્રગટ થવાની જ ! અસલિયત પ્રગટ થશે ત્યારે ફજેતી કેવી થવાની ? - દંભી માણસો આ બધું નથી જાણતા એમ નહિ, પણ છતાં તે છોડી શકતા નથી. કારણ કે તેમને દંભ પર પ્રબળ વિશ્વાસ બેસી ગયો છે. બે-ચાર વાર તેના પ્રયોગોથી સફળતા મળી ગઇ છે ને ! લોકોને મુર્ખ બનાવી શકાયા છે ને ! આથી હવે એમનો વિશ્વાસ એકદમ વધી ગયો છે. પણ અબ્રાહમ લિંકનના પેલા શબ્દો એ ભૂલી જાય છે : તમારું પુણ્ય જોર કરતું હોય તો તમે બધા જ માણસોને અમુક સમય સુધી મૂર્ખ બનાવી શકો અથવા અમુક માણસોને અમુક સમય સુધી મૂર્ખ બનાવી શકો, પણ બધા જ માણસોને હંમેશ... માટે મુર્ખ બનાવી શકો નહિ.' પૂ. ઉપા. કહે છે : तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे । દંભમાં જ વિશ્વાસ રાખીને તેઓ ડગલે-પગલે ઠોકરો ખાતા રહે છે. દંભીઓ આખરે શું મેળવવા માંગે છે ? એમને જોઇએ છે : લોકો તરફથી માન-સન્માન ! તથા પોતાના દોષોનું આચ્છાદન ! બસ આ બે ચીજ મેળવવા તેઓ જીવનભર હેરાન થયા કરે છે. એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે. રામકૃષ્ણ પરમહંસે એક સ્થાને કહ્યું છે : (૧) જે માણસ ધાર્મિક હોવાનો ખૂબ જ દેખાવ કરતો હોય. (૨) જેનું હૃદય અનાવૃત (બંધ) હોય. અર્થાત જે કોઈની પણ સાથે ખુલ્લા દિલે વાત ન કરતો હોય, બધે જ ચીપી-ચીપીને બોલતો હોય. બધાને રમાડવા પ્રયત્ન કરતો હોય. (૩) જેનો વાણી-પ્રવાહ પાણીના ઝરણાની જેમ અલિત વહેતો હોય. (જેની મીઠી વાણીનો પ્રવાહ અખ્ખલિત વહેતો હોય, જેનાથી તમે પ્રભાવિત થઇ જતા હો, જેને તમે ભગવાન સુદ્ધા માની લેવાની તૈયારી કરતા હો, ત્યારે ચેતી જજો . ખાસ કરીને કોઈ માણસ પોતાની કરિમા, પોતાના વ્યક્તિત્વ કે વાણીના પ્રભાવથી તમને પોતાના જ વાડામાં કેદ કરી મુકવા માંગતો હોય ત્યારે ચેતી જજો . હા... તમે ઘેંટા થઇને વાડામાં પૂરાઈ રહેવા માંગતા હો તો વાત અલગ છે.) જે તળાવ શેવાળથી આચ્છાદિત હોય. (૫) જે સ્ત્રી ખૂબ જ લાંબું ઘૂંઘટ ખેંચતી હોય. આ પાંચથી સાવધાન રહેવાની વાત રામકૃષ્ણ પરમહંસે કરેલી છે. જો કે, આપણે સાવધાન રહીએ છતાં છેતરાઇ જઇએ, એવું બની શકે. બીજાથી છેતરાવું કે ન છેતરાવું તે આપણા હાથની વાત નથી. પણ બીજાને ન છેતરવું એટલું તો આપણે કરી જ શકીએ. કારણ કે એ આપણા હાથની વાત છે. દંભ એટલે વ્યવહારથી બીજાને ઠગવાની ક્રિયા પણ નિશ્ચયથી પોતાની જાતને જ ઠગવાની ક્રિયા છે, એ ભૂલવા જેવું નથી. પરવિંચના એ ખરેખર આત્મ-વંચના જ છે. નિદાનો કીડો નિંદાના કીડાનો જન્મ કાનમાં થાય છે. તેનો ઉછેર જીભ પર થાય છે. ઉપદેશધારા * ૨૨૬ ઉપદેશધારા + ૨૨૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૬. વૈરાયમ્ | ‘વૈરાગ્યભાવ ધરવો’ સંસારની નિર્ગુણતા દેખાવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્ય ત્રણ પ્રકારે છે : (૧) દુઃખગર્ભિત (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. (૧) દુઃખગર્ભિત વૈરાગ્ય : જીવનમાં મનગમતી વસ્તુ ન મળતાં સંસાર પર ધિક્કાર જાગે તે. અહીં શરીર અને મનને કષ્ટ થાય. આવા વૈરાગ્યમાં જ્ઞાન પણ આત્મસન્તર્પક ન બને. મનગમતી ચીજ કદાચ મળી જાય તો વૈરાગ્યનું તે જ વખતે બાષ્પીભવન પણ થઇ જાય. ‘મૂઇ નારી, સંપત્તિ નાશી મુંડ મુંડાયે ભયે સંન્યાસી’ જેવી અહીં સ્થિતિ હોય છે. દુ:ખગર્ભિત વૈરાગ્યવાળો કદાચ દીક્ષા લે તો પણ બરાબર અનુકૂળતાની શોધ કરીને જ ! મીઠું અને અનુકૂળ બોલનારા ગુરુ શોધી લે. દીક્ષા પહેલા જ પોતાના આધિપત્ય નીચે રહે તેવા કોઇ ટ્રસ્ટની સ્થાપના કરી લે. મકાન-લેટ વગેરેની પણ પહેલેથી જ વ્યવસ્થા કરી લે. કદાચ કાલે કાંઇક થઇ જાય તો આ બધું તૈયાર હોય તો કોઇ વાતે વાંધો નહિ ! યુદ્ધ મોરચે જતા શૂરવીર સૈનિકો તો પોતાની સલામતી માટે કોઇ ચિંતા કરતા નથી. “યા તો વિજય યા તો સ્વર્ગ' આ બે જ વિકલ્પો નજર સામે રાખીને શત્રુ-સેના પર તુટી પડે છે, પણ કેટલાક કાયર સૈનિકો યુદ્ધ મેદાનમાં જતા પહેલા જ ઝાડી, ગુફા કે કોઇ કોતરોની શોધ કરી લેતા હોય છે. યુદ્ધમાં મોત સામે દેખાય ત્યારે ભાગીને છુપાવાની કોઇ જગ્યા તો જોઇશે ને ? યુદ્ધ પહેલા જ એમના મનમાં પલાયન રમતું હોય છે. બરાબર કાયર સૈનિકો જેવી દુ:ખગર્ભિત વૈરાગ્યવાળાની મનોદશા હોય છે. સંયમ જીવનમાં પણ તેઓ શુષ્ક ન્યાય-તર્કશાસ્ત્ર ભણશે. વૈદક વગેરેનો અભ્યાસ કરશે, પણ આગમગ્રંથો નહિ ભણે. થોડું-ઘણું ભણ્યા – ન ભણ્યા ને ફુલીને ફાળકો થઇ જશે. થોડુંક પાણી મળતાં પેલા દેડકાઓ કેવા પ્રાઊં... ડ્રાઊં... કરતા થઇ જાય છે ! વેષમાં તેઓ સાધુ હોવા છતાં ગૃહસ્થોથી સારા નથી હોતા. ‘ઘરમાં રોટલાના વાંધા હતા અહીં રોજ લાડવા મળે છે ને ! જલસા કરો મારા ભાઈ !' આ જ તેમનો મુદ્રાલેખ હોય છે. (૨) મોહગભિત વૈરાગ્ય : કુશાસ્ત્રના અભ્યાસથી સંસારની નિર્ગુણતા જણાતાં બાલતપસ્વી (અજ્ઞાન તપસ્વી)નો વૈરાગ્ય મોહગર્ભિત હોય છે. આગમના આધારે આજીવિકા ચલાવનારા, દુષ્કર ક્રિયા કરનારા હોવા છતાં જેઓ વિરુદ્ધ અર્થ કહેનારા હોય છે તેઓને પણ આ જ વૈરાગ્ય હોય છે.. અહીં દેખીતી રીતે કદાચ શુભ ભાવ પણ હોય, પરંતુ તાત્ત્વિક રીતે શુભ ભાવ ન જ હોય. કારણ કે ભગવાનની આજ્ઞાનો પ્રેમ નથી. આવા લોકોની કહેવાતી શાંતિ પણ માત્ર દોષના પોષણ માટે જ બનતી હોય છે. અંદર દબાયેલા ટાઢિયા તાવ જેવી આ શાંતિ હોય છે ! મોહગર્ભિત વૈરાગ્યવાળો કુશાસ્ત્રમાં હોંશિયાર હોય, શાસ્ત્રાર્થમાં હંમેશ ઉંધું જ બાફનારો હોય, સ્વચ્છંદ બુદ્ધિએ વર્તનારો હોય, કુતર્ક કરવામાં નંબર વન હોય, ગુણી પુરુષોની કદી પ્રશંસા કરનારો ન ઉપદેશધારા + ૨૨૯ ઉપદેશધારા ૪ ૨૨૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ હોય, પોતાની બડાઈ હાંકે, બીજાનો દ્રોહ કરે-વિશ્વાસઘાત કરે, ઝગડા વગર તો એને ચેન જ ન પડે, દંભ તો એના જીવનનું અંગ હોય, પોતાના દોષોને સિફતાઇપૂર્વક ઢાંકી રાખે, ઘણા જોનારા હોય ત્યારે ક્રિયા વગેરેમાં શક્તિથી પણ વધારે દેખાડો કરે, ગુણાનુરાગ તો હોય જ નહિ, કોઇએ કરેલા ઉપકાર કદી યાદ જ ન રાખે, પુણ્ય-પાપના અનુબંધની કાંઇ પડી જ ન હોય, મનની એકાગ્રતાના ઠેકાણા ન હોય, શ્રદ્ધામાં ઢીલાશ હોય, ઉદ્ધતાઇ પાર વગરની હોય, અધીરતાનો પાર ન હોય, વિવેકની સાથે બારમો ચંદ્ર હોય, ઉપા. શ્રીયશોવિજયજીએ આ બધા મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણો કહ્યા છે. (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : સૂક્ષ્મ અને નિર્મળ બુદ્ધિથી સંસારની નિર્ગુણતા જાણીને વૈરાગ્ય થવો તે. જેનું ચિંતન ખૂબ જ ઊંડાણભર્યું હોય, જેની બુદ્ધિ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં અખ્ખલિત ગતિ કરી શકતી હોય તેને આ વૈરાગ્ય હોય છે. ઉત્સર્ગ કે અપવાદ, વ્યવહાર કે નિશ્ચય, જ્ઞાન કે ક્રિયામાં ક્યાંય એક સ્થળે કદાગ્રહ બંધાઈ ગયો હોય તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. અબજો રૂપિયામાં સો રૂપિયા સમાઇ ગયેલા છે, તેમ અન્ય શાસ્ત્રોના પદાર્થો જિનાગમોમાં સમાઇ ગયેલા છે, એમ જેને શોધતાં ન આવડે તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી, એમ સમજવું. પોતાના દૃષ્ટિકોણથી સાચા પણ બીજાના દષ્ટિકોણથી ખોટા - એવા બધા જ નયો (વિચારો) પર જો મધ્યસ્થતા ન આવી હોય તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. શ્રદ્ધગમ્ય પદાર્થોને શ્રદ્ધાથી (ભગવાનની આજ્ઞા પ્રમાણ) અને તર્કગમ્ય પદાર્થોને તર્કથી ન સમજાવતાં ઉર્દુ સમજાવે તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. આનો અર્થ એ થયો કે ગીતાથને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોઇ શકે. તેમની નિશ્રામાં રહેલા અગીતાર્થોને પણ ઉપચારથી આ વૈરાગ્ય ઘટી શકે, પણ જે સ્વયં ગીતાર્થ નથી, વળી ગીતાર્થની નિશ્રા પણ સ્વીકારી નથી, તેમને આ ન જ હોઇ શકે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો સૂક્ષ્મ ચિંતનવાળો હોય, મધ્યસ્થ હોય, સર્વત્ર હિતનું ચિંતન કરનારો હોય, ક્રિયામાં આદરવાળો હોય, ધર્મમાં લોકોને જોડનારો હોય, બીજાનું ખરાબ બોલવામાં મૂંગો, ખરાબ જોવામાં આંધળો અને ખરાબ સાંભળવામાં બહેરો હોય, ગરીબ માણસ જેમ ધન માટે પુષ્કળ મહેનત કરે તેમ ક્ષમાદિ ગુણો મેળવવા પુષ્કળ પ્રયત્ન કરનારો હોય. કામના ઉન્માદથી દૂર રહેનારો હોય, ઘમંડનું તો તેનામાં નામ પણ ન હોય, અસૂયા કે ઇર્ષ્યા તો હોય જ ક્યાંથી ? સદા સમતાના અમૃતમાં સ્નાન કરનારો હોય, ચિદાનંદ સ્વભાવથી કદી ચલિત થનારો ન હોય. ઉપાધ્યાયજી મહારાજ આવા આત્માને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો કહે છે. વૈરાગ્યમાં આટલા સુધી ઊંડે ન જઇએ તો પણ આત્મસાધકમાં રાગની અલ્પતારૂપ વૈરાગ્ય તો હોવો જ જોઇએ. કોઇ વ્યક્તિ કે વસ્તુમાં આસક્ત બનેલો માણસ આત્મસાધનાના માર્ગે આગળ વધી શકતો નથી, પ્લેખમાં પડેલી માખી કઇ રીતે ઉડી શકે ? આસક્તિ એક એવી ચીકાશ છે, જે આપણી સાધનાની ગતિને ઝૂંટવી લે છે. જન્મ જેવો રોગ નથી. ઈચ્છા જેવું દુ:ખ નથી. સુખ જેવું પાપ નથી. સ્નેહ જેવું બંધન નથી. ઉપદેશધારા ૪ ૨૩૦ ઉપદેશધારા + ૨૩૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ 0 १७. आत्मनिग्रहः कार्यः । આત્મ-નિયંત્રણ કરવું આપણી અંદર ક્રોધાદિ કષાયો તથા વિષયોના ખૂબ જ ઊંડા સંસ્કારો પડેલા છે. થોડાક જ નિમિત્તથી એ સંસ્કારો જાગૃત થઇ ઊઠે છે. પાણી હલાવતાં નીચે રહેલો કચરો સપાટી પર આવે છે, તેમ કોઇક નિમિત્તથી અંદર પડેલા સંસ્કારો બહાર આવે છે. તે વખતે માણસ મોટાભાગે શાનભાન ભૂલી જઇ પશુ જેવું આચરણ કરવા લાગે છે. ક્રોધ, લોભ, કામ વગેરેના આવેશો વખતે જે સ્વનિયંત્રણ કરી શકે છે, તેટલા અંશમાં માણસ કહેવાય છે. કૂતરાને ગુસ્સો આવે છે ત્યારે તે ભસવા મંડી જાય છે અથવા બીજા પણ કોઇ આવેશ વખતે તે, (ઉપલક્ષણથી પશુ માત્ર) તે પ્રમાણેનું આચરણ કરવા લાગે છે. જ્યારે માણસની વાત જુદી છે. એની પાસે વિવેક-શક્તિ છે, નિયંત્રણ-શક્તિ છે. એ કૂતરાની જેમ ઠીક પડે ત્યારે ભસવા માંડતો નથી. એ ધારે તો પોતાના આવેશો પર નિયંત્રણ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે માણસ જેટલા અંશમાં પોતાના આવેશો પર નિયંત્રણ કરી શકે છે તે માણસનો તેટલો ભાગ માણસ'નો છે, બાકીનો ભાગ પશુનો છે. જે તોફાની ચિંતકો આવેશનું નિયંત્રણ કરવાની ના પાડે છે, મનમાં આવે તેમ વર્તવાની છૂટ આપે છે, તેઓ માણસને પશુતા તરફ ધકેલી રહ્યા છે. આવા ચિંતકોએ દમન શબ્દને જ ખરાબ ચિતરી મૂક્યો છે. ‘કશાનું દમન ન કરો. દમન કરવાથી એ વૃત્તિઓ બમણા જોરથી દબાયેલા સ્પ્રિંગની જેમ ઊછળશે. એના કરતાં એને બહાર આવવા દો. તમે હળવાફૂલ થઇ જશો.' આવી સૂફિયાણી સલાહ આપનારાઓ કોઇકનું કહેલું કહે છે. આ વાતો તેમની નથી, ફ્રોઇડ જેવા મનોવિજ્ઞાનીઓની છે. બધા ચિંતકો એ વાતને અનુસર્યા છે. આ એક પ્રવાહપતિતતા છે. આમાં સ્વાનુભૂતિનો કોઇ જ રણકાર નથી. એ લોકો એટલો પણ વિચાર નથી કરતા કે મનમાં આવે તેમ જો બધા વર્તવા માંડે તો જગતની હાલત કેવી થઇ જાય ? જગતની વાત છોડો... આપણા પોતાના મનમાં શી શી ઇચ્છાઓ પેદા થાય છે ? એ બધી જ ઇચ્છાઓને વર્તનરૂપે છૂટ્ટોદોર આપી દેવામાં આવે તો ? આ સંદર્ભમાં ‘દમન” ખૂબ જ ઉપયોગી છે. બીજા દ્વારા થતું દમન ભલે ગમે તેવું હોય, પણ સ્વેચ્છાથી થતું દમન તો ખૂબ જ સુંદર છે. આથી જ એક પૌરાણિક વાર્તામાં ત્રણ ‘દ'માં એક “દ'થી દમનને પણ લાભકારી જણાવ્યું છે. સ્વેચ્છાથી જે દમન નથી કરી શકતો તેને બીજાના દબાણથી દમન કરવું પડે છે. કેટલું સારું જો સ્વ-ઇચ્છાથી દમન થાય ! આપણે નારક હતા ત્યારે પરમાધામીએ આપણું ખૂબ જ દમન કર્યું છે. ઘોડાના ભાવમાં ઘોડેસવારે, બળદના ભવમાં ખેડૂતે, સાપના ભવમાં મદારીએ, ઝાડના ભવમાં પવન, અગ્નિ વગેરેએ, માણસના ભવમાં નોકર તરીકે શેઠે, સૈનિક હતા ત્યારે સેનાપતિએ કે સેવક હતા ત્યારે રાજાએ ઘણું દમન કર્યું છે, પણ આવા દમનનું કોઈ જ મૂલ્ય નથી. કારણ કે ત્યારે આપણી લાચારી હતી. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ ન્હોતો, પણ જો સ્વેચ્છાએ મનનું દમન કરીએ ઉપદેશધારા * ૨૩૨ ઉપદેશધારા + ૨૩૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ તો આપણામાં દિવ્યતા પ્રગટ થાય. આ લોક અને પરલોક – બંને આપણા સુખકારી થાય. 'अप्पा दंतो सही होइ, अस्सि लोए परत्थ य' - ઉત્તરાધ્યયન કોઇ નિમિત્તથી કે ક્યારેક નિમિત્ત વિના પણ અનેક પ્રકારના આવેશોથી આપણે ઘેરાઇ જઇએ છીએ. અનેક આવેશોમાંનો એક મુખ્ય આવેશ છે : ક્રોધનો ! - લોભના કે અભિમાનના આવેશો એટલા દેખાતા નથી, પણ ક્રોધના આવેશ તરત જ દેખાઈ આવે છે. આથી જ જેઓ પોતાના આવેશ પર નિયંત્રણ ઇચ્છતા હોય તેમણે સૌ પ્રથમ ક્રોધના આવેશ પર વિજય મેળવવો જોઇએ. પર્યુષણ પર્વમાં આથી જ ક્ષમાનું મહત્ત્વ અંકાયું છે. ખરેખર તો ચારેય કષાયોના આવેશો જીતવાના છે... એમાંય લોભનો આવેશ ખૂબ જ ખતરનાક કહ્યો છે. ક્રોધ તો માત્ર પ્રેમનો, માન માત્ર વિનયનો, માયા માત્ર મિત્રોનો નાશ કરે, જયારે લોભ તો સર્વનો નાશ કરે છે : નો સર્વાવUસ | આમ છતાંય પર્યુષણમાં ક્રોધને જીતવાની ને ક્ષમાને સાધવાની વાત પર ભાર મૂકવામાં આવે છે. એનું કારણ એ છે કે ક્રોધ જેટલો દેખાય છે તેટલા માનાદિ કષાયો દેખાતા નથી. જે દેખાય તેને આસાનીથી કાઢી શકાય. દેખાય તેને પણ જીતી ન શકે તે ન દેખાય તેવા લોભાદિને શી રીતે જીતી શકે ? ક્રોધના આવેશ જીતતાં બીજા આવેશોને જીતવાની કલા પણ હસ્તગત થાય છે. ક્રોધના આવેશથી જયારે આપણે ધમધમતા હોઇએ ત્યારે બીજું કંઇ ન થઇ શકે તેમ હોય તો કમ સે કમ મૌન રહેતાં શીખી જઈએ તો પણ ઘણું કામ થઇ જાય. લાકડાથી અગ્નિ વધે તેમ આપણા કુવચનોથી સામાનો ગુસ્સો વધે છે. એનો ગુસ્સો વધતાં આપણો પણ વધે છે ! લાકડા નાંખવામાં ન આવે તો આગ ક્યાં સુધી બળશે ? બોલવામાં ન આવે તો ગુસ્સો ક્યાં સુધી રહેશે ? આપણું ધાર્યું ન થાય, આપણું કહ્યું કોઇ ન કરે ત્યારે આપણે ગુસ્સે થઇ જઇએ છીએ. ત્યારે માત્ર આટલું જ વિચારવું : હું ધારું છું તેવો હું સ્વયં થઇ શકતો નથી, મારું ધાર્યું મારા પર પણ ચાલતું નથી તો બીજા પર શી રીતે ચાલે ? હું ઇચ્છું છું તેમ મારી જાતને પણ ઢાળી શકતો નથી તો બીજાને તેમ ઢાળવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નારાજ શું થવાનું ? આમ સમજપૂર્વક વિચારવાથી, જીવવાથી ક્રોધાદિ આવેશો પર નિયંત્રણ કેળવી શકાય. સ્વ-નિયંત્રણ શક્તિ વધતાં અનેક અનર્થોથી આપણે બચી જઇશું, જીવનમાં આનંદનું અવતરણ થશે. ખૂબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું. થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું. સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તકે સ્થાન મળ્યું. મૌન વધે તેમ મહિમા વધે ! વાનર : દુઃખું જ ખટકે તે. નર : પાપ જ ખટકે તે. નારાયણ : સંસારવાસ ખટકે તે. ઉપદેશધારા ૪ ૨૩૪ ઉપદેશધારા + ૨૩૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૮. દ્રશ્ય ભવ'તિકોષા: | “સંસારના દોષોનું દર્શન કરવું શ૩૩) જ્યાં સુધી સંસાર રળિયામણો લાગે ત્યાં સુધી તેમાંથી છૂટવાની ઇચ્છા ન થઇ શકે તે સ્વાભાવિક છે. જેલને જ મહેલ માનવામાં આવે, બેડીને જ આભૂષણ માનવામાં આવે ત્યારે તેનો ત્યાગ શી રીતે થઇ શકે? સંસાર સારો લાગે ત્યાં સુધી મોક્ષની ઇચ્છા પ્રગટી શકે નહિ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે : આ સંસાર ભયંકર સમુદ્ર છે. જયાં વિષયના પર્વત પરથી મોટા-મોટા પત્થરાઓ ગબડી રહ્યા છે, એક બાજુએ કામનો વડવાનલ સળગી રહ્યો છે તો બીજી બાજુએ વિકૃતિનદીના સંગમસ્થળે ક્રોધનો ભયંકર ચક્રાવર્ત ઘૂમરી લઈ રહ્યો છે ! આ સંસાર ભયંકર અગ્નિજવાળા છે ! કતલખાનું છે ! પિશાચ છે ! જંગલ છે ! જેલ છે ! સ્મશાન છે ! વિષવૃક્ષ છે ! કેટ-કેટલી ઉપમા આપીએ આ સંસારને ? સંસારની વિચિત્રતા તો જુઓ ! ક્યાંક વિશાળ સામ્રાજ્ય છે ! તો ક્યાંક ધનનો અંશ પણ નહિ ! ક્યાંક વિશ્વવિખ્યાત યશ ! ક્યાંક યશોનો ‘ય’ પણ નહિ ! ક્યાંક રૂપાળું શરીર તો ક્યાંક કદરૂપી કાયા ! ક્યાંક હાસ્ય ! ક્યાંક ખેદ ! ક્યાંક રુદન ! ક્યાંક આનંદ ! ક્યાંક લગ્નના ગીતો ! ક્યાંક મરશિયા ! આવા સંસારથી નિર્વેદ ન થાય એ જ આશ્ચર્ય ! પણ ... જરા થોભો. સંસાર એટલે શું ? સંસારથી કંટાળો આવવો એટલે શું ? ખરો સંસાર ક્યાં છે ? ઇંટ-માટીના મકાનો કે બહાર દેખાતા પદાર્થો એ ખરો સંસાર નથી. ખરો સંસાર આપણી જ અંદર પડેલો છે. આપણું ચિત્ત જયારે વિષય-કષાય-ગ્રસ્ત બને ત્યારે તે સંસાર છે. જયારે વિષય-કષાયથી પર બને ત્યારે એ સ્વયં મોક્ષ છે. ‘ક્લશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર.' એટલે કે મોક્ષ અને સંસાર બંનેય આપણી જ અંદર પડેલા છે. આપણી જ અંદર પડેલા સંસારને છેદવાનો છે ને આપણી જ અંદર પડેલા મોક્ષને પ્રગટાવવાનો છે. મોક્ષ એટલે આપણી સ્વભાવદશા ! સંસાર એટલે આપણી વિભાવદશા ! વિભાવદશામાંથી સ્વભાવદશામાં લઈ જાય તેનું નામ ધર્મ ! જેમ જેમ આપણે સ્વભાવની નજીક આવતા જઇએ તેમ તેમ સમજવું : આપણે મોક્ષની નજીક જઇ રહ્યા છીએ. વિભાવ દશાથી કંટાળો આવે તે જ નિર્વેદ ! એના વિના સ્વભાવમાં જવાનું મન નહિ થાય. વિભાવદશાથી થતી હેરાનગતિઓનું પ્રતિદિન દર્શન કરવું એટલે જ સંસારના દોષોનું દર્શન કરવું ! વિભાવદશાના કારણે જ વારંવાર જન્મ-મરણના ચક્કરમાં ફસાવું પડે છે, અનિત્ય, અશરણ, સ્વાર્થમય, પાપમય અને અજ્ઞાનમય સંસારમાં આંટા-ફેરા કરવા પડે છે, અશુચિમય શરીરમાં રહેવું પડે છે. વિભાવદશાના દોષો જોવાથી જ તેનાથી ભાગવાનું ને સ્વભાવ-દશા પ્રાપ્ત કરવાનું મન થાય. ઉપદેશધારા * ૨૩૬ ઉપદેશધારા * ૨૩૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ १९. चिन्त्यं देहादिवैरूप्यम् । શરીર વગેરેની વિરૂપતા વિચારવી” છે ધન, મકાન, દુકાન, પરિવાર, શરીર આદિ પર માણસને પારાવાર આસક્તિ હોય છે. આસક્તિ હોય તે સ્વાભાવિક પણ છે. કારણ કે સાંસારિક જીવનના મૂળ સ્રોતો ત્યાં પડ્યા છે. જીવન-વ્યવહાર ચલાવવા ધન જોઇએ. ધન મેળવવા દુકાન જોઇએ. રહેવા માટે મકાન જોઇએ. હુંફ અને માનસિક આશ્વાસન માટે પરિવાર જોઇએ... આ બધું જ શરીર માટે જરૂરી છે... માટે ધન વગેરે કરતાં પણ શરીર પર પ્રબળ આસક્તિ હોવાની. અત્યારે આપણું સમગ્ર જીવન શરીર પર કેન્દ્રિત થયેલું છે. શરીર માટે જ ધન, દુકાન, મકાન આદિ છે. ભલે આપણે બુદ્ધિથી જાણતા હોઇએ કે શરીર એ હું નથી, હું તો સિદ્ધ-બુદ્ધ આત્મા છું, પરંતુ અનુભૂતિમાં એવું કશું નથી. શરીર એ હું નથી-એમ જાણવા છતાં શરીરમાં આત્મદષ્ટિ ટળતી નથી, એ જ બતાવે છે કે દેહાધ્યાસ છોડવો કેટલો અઘરો છે ! પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે કે દેહ અને આત્માની અભિન્નતા તો દરેક ભવમાં કેળવી છે, પણ ભિન્નતા તો ક્રોડો ભવોમાં પણ દુર્લભ છે. પોતાની જાત (એટલે કે શરીર) પર કેટલો મોહ છે; માણસને ! માણસનો છેવટનો પ્રેમ શરીર પર જ આવી પડે છે. ધારો કે માણસ ભૂખ્યો છે. તે વખતે ભોજન પર સંપૂર્ણ પ્રેમ છે પણ જો તેને ફોનથી સમાચાર મળે કે અત્યારે જ સોદો કરવાથી પાંચ લાખનો નફો થાય એમ છે, તો તે ભોજનને છોડીને સોદા માટે દોડશે. ભોજનથી ધનનો પ્રેમ ચડી ગયો. સોદો કે વેપાર કરતી વખતે જો એને ખબર પડે કે પુત્રનું એક્સીડેન્ટ થયું છે... તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો તે વેપાર છોડીને હોસ્પિટલ જશે. ધન-પ્રેમથી પુત્ર-પ્રેમ ચડી ગયો. હવે તેને જો સમાચાર આવે કે તમારી ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં દાખલ કરેલી છે. ડૉકટર કહે છે - પત્ની અથવા બાળક બંનેમાંથી એક જ બચી શકે તેમ છે ? કોને બચાવવા માંગો છો ?' આવી સ્થિતિમાં એ ચોક્કસ પત્ની બચાવશે. પુત્રપ્રેમથી પત્ની પ્રેમ ચડી ગયો. ધારો કે પાંચમે માળે પત્ની સાથે પતિ બેઠેલો છે. નીચેથી ભયંકર આગ લાગી છે. બચાવવા માટે ફાયર બ્રિગેડનો માણસ આવીને કહે છે : બંનેમાંથી હું એકને જ લઇ જઇ શકું તેમ છું. તમારામાંથી એક જ બચશે. બોલો, કોને આવવું છે ? આવા સમયે પત્નીને પડતી મૂકીને માણસ પોતાને બચાવશે. પોતાને એટલે કે શરીરને ! સૌથી વધુ આસક્તિ શરીર પર હોય છે, એ નક્કી થાય છે. ધન, પુત્ર વગેરે દૂરના છે, પણ શરીર તદ્દન પાસે છે. એટલું પાસે છે કે “શરીર એ જ હું છું' એવો ‘ભ્રમ' ભ્રમ હોવા છતાં સાચો જ લાગે છે. આથી જ એની આસક્તિ છોડવી કઠણ છે. આથી જ અહીં ‘ધનાદિ' ન કહેતાં ‘શરીરાદિ’ કહ્યું છે. આસક્તિનું કેન્દ્રસ્થાન શરીર છે. શરીર છે તો ધન, મકાન વગેરે છે. શરીર માટે જ બધું છે, એમ કહીએ તો ચાલે. ઉપદેશધારા ૪ ૨૩૮ ઉપદેશધારા + ૨૩૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ દરેક ભવમાં જે જન્મ થતાંની સાથે જ મળ્યું છે, જેના વગરના આપણા અસ્તિત્વની આપણે કલ્પના કરી શકતા નથી, જેના સુખે સુખી અને દુઃખે દુ:ખી છીએ, જેની સાથેની અનાદિકાળથી ગાઢ દોસ્તી – ગાઢ સહવાસ છે, એ શરીરની આસક્તિ ટળે શી રીતે ? ઉપાધ્યાયજી મહારાજ કહે છે : એની વિરૂપતા, અસારતા વિચારો. ગમે તેટલો રાગ હોય શરીર પર, પણ છતાંય આ શરીર એક દિવસે ઘરડું થવાનું, રોગથી ગ્રસ્ત બનવાનું ! સ્મશાનમાં રાખના ઢેરમાં ફેરવાઇ જવાનું ! ગમે તેટલા સેન્ટ-અત્તરના લપેડા લગાવો, એ પસીનાથી લથપથ થવાનું જ ! ગમે તેટલું સુંદર ખવડાવો, આ શરીરના યોગે એ બધાની વિષ્ઠા થવાની જ ! ગમે તેટલું તેને નવડાવો, એ ગંદું થવાનું જ ! શરીરની આ જ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા સ્વીકાર્યું જ છૂટકો ! વાસ્તવિકતાથી દૂર ભાગી શકાય નહિ. વાસ્તવિકતાથી દૂર ભાગો કે આંખ બંધ કરો... પણ તેથી કાંઇ ફરક પડવાનો નથી. શરીર એ નશ્વર જ હોય તો એના દ્વારા અનશ્વર તત્ત્વની આરાધના શા માટે ન કરી લેવી ? શરીર જો અપવિત્ર જ હોય તો એનાથી પવિત્ર તત્ત્વ કેમ ન સાધી લેવું ? શરીર જો પરાધીન જ હોય તો એના દ્વારા સ્વાધીન વસ્તુ શા માટે હસ્તગત કરી ન લેવી ? અને એમ થઇ શકે તેમ છે. શરીર ભલે નશ્વર હોય, પણ અનશ્વર પદની સાધનામાં એ જ પરમ સહાયક બની શકે છે. ભલે એ અપવિત્ર હોય, પણ પવિત્ર પદ એનાથી જ હાંસલ કરી શકાય તેમ છે. ભલે એ પરાધીન હોય, પણ સ્વાધીનતાનું સામ્રાજય અપાવી શકે તેમ છે. આથી જ આ શરીરનું મૂલ્ય છે. આથી જ “શરીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ્” શરીર ધર્મનું પહેલું સાધન છે.” એમ કહેવાયું છે. પણ આપણે એનો અર્થ એવો કરીએ છીએ : શરીરની આળ-પંપાળ જ કર્યા કરો ! એને જરાય તકલીફ ન આપો. ધર્મના પ્રથમ સાધનને સાચવીને રખાય ! એને થોડી તકલીફ અપાય ? કોલસો રસોઇનું પ્રથમ સાધન છે.... તો એની સદા આળપંપાળ કર્યા કરવાની ? એને સાચવી-સંભાળીને રાખવાનો ? નહિ, રસોઇ બનાવવાની હોય તો સૌ પ્રથમ તેને જ ચૂલામાં નાખવો પડે. શરીર પણ કોલસાના સ્થાને છે. આત્મ-શુદ્ધિ કરવી હોય તો સૌ પ્રથમ એને જ સાધનાની ભઠ્ઠીમાં નાખવો પડે. “શરીરમાં ન ધર્મસાધનમ્' એ સુત્રનો સાચો અર્થ આ સંદર્ભમાં ઘટે છે. “શરીરને ચગદી નાખો. મસળી નાખો.’ એમ શાસ્ત્રકારો નથી કહેતા. દેહાદિની વિરુપતાનો વિચાર તેના પરથી આસક્તિ હટાવવા માટે જ છે. બાકી, આ શરીર તો આત્માને રહેવાનું મંદિર છે. ભલે, એ નશ્વર હોય, અપવિત્ર હોય કે પરાધીન હોય. છતાં જયારે પણ કેવળજ્ઞાન થવાનું ત્યારે માનવીય શરીર દ્વારા જ થવાનું. આવા શરીરની ઉપેક્ષા થઇ શકે નહિ. શરીર માંદું પડી જાય તો ૬-૬ મહિનાના ક્રમે દોઢ વર્ષ સુધી ઇલાજ કરવાની શાસ્ત્રમાં વાત આવે છે તે આ જ કારણે. આ શરીરનો જલ્દીથી ત્યાગ નથી કરવાનો. એને ચગદી નથી નાખવાનું ! એના દ્વારા ફાયદો ઊઠાવવાનો છે. એનો ફાયદો તો જ ઊઠાવી શકાય જો એના પરની આસક્તિ ઘટે. શરીરમાં આસક્ત બનેલ માણસ છૂર્તિપૂર્વક તપ કે ક્રિયા વગેરે કરી શકતો નથી. આત્મનિયંત્રણ-શક્તિ તેની પાસે હોતી નથી. આસક્તિને દૂર કરવા અને આત્મ-નિયંત્રણ-શક્તિ વધારવા શરીરની વિરૂપતા વિચારવાની છે, એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે. ઉપદેશધારા ૪ ૨૪૦ ઉપદેશધારા * ૨૪૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ (34) ભગવાનની ભક્તિ એ સમગ્ર આગમોનો સાર છે, એમ ઉપા. શ્રી યશોવિજયજીએ બત્રીશ-બત્રીશી ગ્રંથમાં કહ્યું છે : सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥ ‘અમૃત મેળવ્યું મેં આ, શ્રુત-અબ્ધિ મથી-મથી; પરમાનંદની પ્રાપ્તિ, થાય છે પ્રભુ-ભક્તિથી.’ ભક્તિથી જ પ્રભુ પામી શકાય. એના સિવાય બીજો કોઇ જ માર્ગ નથી. २०. भक्तिर्भगवति धार्या । ‘ભગવાન પર ભક્તિ ધારણ કરવી' ઘણા કહે છે : ભક્તિથી ભગવાન મેળવી શકાય એ તમારી વાત સાચી, પણ ભગવાન ક્યાં છે ? પહેલા ભગવાન તો દેખાડો. પછી અમે ભક્તિ કરીશું. જે દેખાય જ નહિ, તેની ભક્તિ શી રીતે થઇ શકે ? આવા માણસોને એટલું જ કહેવાનું : પહેલા ભગવાન ન શોધો, ભક્તિ શોધો. તમારી ભગવાન માટેની શોધ, આંધળો સૂર્યની શોધ કરે તેવી છે. આંધળો સૂર્યની શોધ કરતો હોય તો આપણે શું કહીશું ? બંધુ ! તું સૂર્યની નહિ, આંખની શોધ કર. આંખ મળ્યા પછી સૂર્ય પોતાની મેળે મળી જશે. શોધવાની જરૂર નહિ પડે. આંખના સ્થાને ભક્તિ છે. સૂર્યના સ્થાને ભગવાન છે. ઉપદેશધારા × ૨૪૨ સૂર્યને જોવા આંખ જ જોઇએ, કાન કે નાક વગેરે ન ચાલે, તેમ ભગવાનને જોવા ભક્તિ જોઇએ, હૃદય જોઇએ, તર્ક ન ચાલે, મગજ ન ચાલે. આપણી મુશ્કેલી એ છે : મગજથી ભગવાન મેળવવા પ્રયત્ન કરીએ છીએ. હૃદયથી મળનારા ભગવાન મગજથી કઇ રીતે મળે ? હૃદયમાં ભક્તિ પ્રગટે તો ભગવાન સામે જ છે. હૃદયમાં ભગવાન નથી તો સામે રહેલા સાક્ષાત્ ભગવાન પણ આપણા માટે ભગવાન નથી. સામે સાક્ષાત્ મહાવીરદેવ ઊભા છે, પણ આપણે ગોશાળા, સંગમ કે ગોવાળ બનીને જઇએ તો ? મહાવીરદેવને મેળવવા ગૌતમસ્વામીનું હૃદય જોઇએ. ગૌતમ બનીને જાય એને જ મહાવીરસ્વામી મળી શકે. ‘નમો અરિહંતાણં’માં આ જ વાત બતાવવા ‘નમો' પહેલા મૂક્યું છે. ‘નમો’ ભક્તિ છે. ‘અરિહંત’ ભગવાન છે. પહેલા પગ, પછી મંઝિલ. પહેલા પાંખ, પછી આકાશ. પહેલા આંખ, પછી સૂર્ય. પહેલા ભક્તિ, પછી ભગવાન. પહેલા નમો, પછી અરિહંત. પહેલા સાધના, પછી સિદ્ધિ. શોધ ભગવાનની નહિ, ભક્તિની કરવાની છે. જે એમ કહે છે : ભગવાન નથી... તો સમજી લેવું કે એના હૃદયનો ઉઘાડ થયો નથી. ભક્તિમંદિરમાં એનો પ્રવેશ થયો નથી. કદાચ આ જ વાતને જણાવવા નારદીય ભક્તિસૂત્રમાં સૌથી પહેલું સૂત્ર ‘અથાતો મત્તિનિજ્ઞાસા' છે. ભગવાનની નહિ, ભક્તિની જિજ્ઞાસા સૌ પ્રથમ થવી જોઇએ. ઉપદેશધારા * ૨૪૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ સવાલ એ નથી કે ભગવાન છે કે નહિ ? સવાલ એ જ છે કે હૃદયમાં ભક્તિ છે કે નહિ ? આકાશમાં સૂર્ય છે કે નહિ ? એ સવાલ નથી. તમારી પાસે આંખો છે કે નહિ ? એ સવાલ છે. સવાલ આકાશનો નથી, આપણી પાસેની પાંખોનો સવાલ છે. સવાલ મંઝિલનો નથી, આપણી પાસેના પગોનો સવાલ છે. મંઝિલ માટે ન પૂછો, પગ માટે પૂછો. સૂર્ય માટે ન પૂછો, આંખ માટે પૂછો. ભગવાન માટે ન પૂછો, ભક્તિ માટે પૂછો. જેને આટલું સમજાઈ ગયું તે ભક્તિમાર્ગનો પ્રવાસી બની જવાનો. - ભક્તિમાર્ગના પ્રવાસી માટે પૂજયશ્રી હરિભદ્રસૂરિજીએ ચાર સોપાન બતાવ્યા છે : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ. (૧) પ્રીતિયોગ : પ્રભુને ચાહવા. (૨) ભક્તિયોગ : પ્રભુને વફાદાર રહી સમર્પિત થવું. (૩) વચનયોગ : પ્રભુની આજ્ઞા માનવી. (૪) અસંગયોગ : પ્રભુ સાથે એકમેક થઇ જવું. માણસ જેને ચાહવા લાગે છે તેને જ સમર્પિત થાય છે. તેના પ્રત્યે જ વફાદારી નિભાવી શકે છે. જેને સમર્પિત થાય છે, તેની જ વાત તે માની શકે છે. જેની વાત તે માને છે તેની સાથે જ એકમેક થઇ શકે છે. દુન્યવી પ્રેમનો આ જ ક્રમ છે. આ જ ક્રમ પ્રભુના પ્રેમમાં પણ છે. માત્ર એ પ્રેમને પ્રભુ તરફ ઢાળવાની જરૂર છે. ચારેય સોપાનમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રીતિ છે. પ્રીતિ હશે તો જ ભક્તિ આદિ યોગો મળી શકશે. પ્રભુ-પ્રીતિ એ પાયો છે. ભક્તિ આદિ, તે પર ખડી થયેલી ઇમારત છે. પ્રીતિ’ને જો દૂધ કહીશું તો ‘ભક્તિ' દહીં છે. ‘ભક્તિ’ને જો દહીં કહીશું તો ‘વચન’ માખણ છે. ‘વચન'ને જો માખણ કહીશું તો ‘અસંગ' ઘી છે. દૂધ જ નહિ હોય તો ઘી ક્યાંથી મળશે? પ્રીતિ જ નહિ હોય તો પ્રભુ સાથે એકતા શી રીતે થશે ? આથી જ ભક્તિમાર્ગના પ્રવાસીઓ કહે છે : સૌ પ્રથમ તમે પ્રભુને ચાહો... પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટાવો. બીજું બધું પોતાની મેળે થઇ પડશે. આખી દુનિયાને તમે ચાહો ને પ્રભુને ચાહી શકતા નથી ? બીજા બધા માટે તમને પ્રેમ છે. માત્ર પ્રભુ માટે જ પ્રેમ નથી ? ખરી વાત છે. બીજા બધા માટે પ્રેમ છે, માટે જ તો પ્રભુ પર પ્રેમ પ્રગટતો નથી. દુનિયાને ચાહતા રહીએ છીએ એટલે જ પ્રભુને ચાહી શકતા નથી. પૂજયશ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે : “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ’, જે પુદ્ગલનો, સંસારનો પ્રેમ તોડી શકે તે જ પ્રભુ સાથે પ્રેમ જોડી શકે. ‘પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય' એમ કહેતા કબીર પણ આ જ વાત કહે છે : સંસારનો પ્રેમ અને પ્રભુનો પ્રેમ એકીસાથે રહી શકતા નથી. પ્રભુનો પ્રેમ એ જ સાધનાનું પ્રથમ સોપાન છે. એ જ વાત બતાવવા જાણે ત્રણેય ચોવીશી (પૂ. યશોવિજયજી, પૂ. આનંદઘનજી, પૂ. દેવચંદ્રજી)ના પ્રથમ સ્તવનમાં પ્રભુ-પ્રેમની વાત છે. પૂ. શ્રીયશોવિજયજીની ચોવીશીનું પહેલું સ્તવન : જગજીવન જગ વાલો, મરુદેવનો નંદ, મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિથી આનંદ.' ઉપદેશધારા * ૨૪૪ ઉપદેશધારા * ૨૪૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ ‘જગતના જીવન, જગતના પ્રિયતમ મારા ભગવાન છે. એનું મુખ જોતાં સુખ ઉત્પન્ન થાય છે. એનું દર્શન મારા માટે આનંદનું વર્ષણ છે.’ અહીં સ્પષ્ટપણે પ્રભુ-પ્રેમ દેખાય છે. પૂ.શ્રી આનંદઘનજીની ચોવીશીનું પ્રથમ સ્તવન : ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.’ ઋષભદેવ ભગવાન મારા પ્રિયતમ છે. બીજા કોઇ પ્રિયતમને હું સ્વીકારતો નથી. કારણ કે પ્રસન્ન થયેલા મારા આ પ્રિયતમ ક્યારેય મને છેહ દેતા નથી કે ક્યારેય તેમનો વિયોગ થતો નથી. અનંતકાળ સુધી - હંમેશ માટે પ્રભુ સાથે ને સાથે જ. (જ્યારે સંસારના બીજા પ્રિયતમો છેહ દઇ શકે છે, છોડી શકે છે. છેવટે કાંઇ નહિ તો મૃત્યુ, વિયોગ કરાવે જ છે. આવા ક્ષણભંગુર પ્રેમ માટે જીવન શા માટે વેડફી નાખવું ?)’ પૂ. શ્રીદેવચંદ્રજીની ચોવીશીનું પ્રથમ સ્તવન : ઋષભજિણંદ શું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઇ અળગા વસ્યા, તિહાંકણે નવિ હો કોઇ વચન ઉચ્ચાર.’ ‘મારે મારા ભગવાન સાથે પ્રેમ કરવો છે. પણ થાય શી રીતે ? મારા ભગવાન તો સાત રાજલોક દૂર છે. તેમની સાથે કોઇ વાતચીત થઇ શકતી નથી. કેમ કરીને કરવો પ્રભુ સાથે પ્રેમ ?’ આ ત્રણેય ચોવીશીના કર્તાઓ એકીસાથે આપણને સૌને પ્રથમ સ્તવન દ્વારા જાણે જણાવી રહ્યા છે ઃ પ્રભુને તમે ચાહો, ખૂબ જ ચાહો, ખૂબ ચાહો... અંતઃકરણથી ચાહો... રોમ-રોમથી ચાહો, આત્માના પ્રદેશે-પ્રદેશથી ચાહો... તમારા સમગ્ર અસ્તિત્વને પ્રભુથી રંગી નાખો. પ્રભુને ચાહ્યા પછી જ આગળનો માર્ગ મળી શકશે. એ સિવાય તમને કોઇ પણ અનુષ્ઠાન તારી શકશે નહિ. હા, માત્ર તમારા ઉપદેશધારા * ૨૪૬ અહંકારને વધારી શકશે. બીજા અનુષ્ઠાનો મીંડા છે. પ્રભુ-ભક્તિ એ આગળ રહેલો એકડો છે. એકડા વગરના મીંડાની કિંમત કેટલી ? એક વખત અકબરે બિરબલને પૂછ્યું : ૨૭માંથી ૧૦ જાય તો કેટલા ? બિરબલે કહ્યું : એકેય નહિ. બધા ખડખડાટ હસી પડ્યા ઃ નાનું છોકરું પણ જાણે છે કે ૨૭માંથી દસ જાય તો સત્તર રહે. બિરબલને આટલી પણ ખબર નથી ? બાદશાહે પૂછ્યું : શી રીતે ? ‘સાંભળો, જહાંપનાહ ! આકાશમાં અશ્વિનીથી માંડી રેવતી સુધીના સતાવીશ નક્ષત્રો છે. તેમાં આર્દ્રા નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધીના દસ નક્ષત્રોમાં સૂર્ય હોય ત્યારે જ વરસાદ આવે. હવે આ નક્ષત્રોમાં સૂર્ય આવે જ નહિ તો વરસાદ શી રીતે પડે ? વરસાદ ન પડે તો તમે મોટા શહેનશાહ પણ શું કરી શકવાના છો ? વરસાદ વિના બધું શૂન્ય છે. માટે જ મેં કહ્યું : ૨૭માં એ દસ નથી તો કશું નથી.’ બિરબલનો સચોટ જવાબ સાંભળી બધા સ્તબ્ધ થઇ ગયા. અહીં પણ જીવનમાંથી ભક્તિ જાય તો શું રહે ? દસ નક્ષત્રોના સ્થાને પ્રભુ-ભક્તિ છે. સિદ્ધસેન દિવાકરસૂરિજીએ કલ્યાણમંદિરમાં આ જ વાત કરી છે : ‘પ્રભુ ! મેં આપની દેશના ઘણીવાર સાંભળી છે. આપની મેં ઘણીવાર પૂજા કરી છે. આપના મેં ઘણીવાર દર્શન કર્યા છે. પણ કૃપાળુ ! મેં ભક્તિ-ભાવપૂર્વક આપને ક્યારેય મનમાં પ્રતિષ્ઠિત કર્યા નથી. એથી જ હું દુ:ખી થયો છું. આથી જ મારા અનુષ્ઠાનો ફળદાયી બનતા નથી.' પ્રભુનો પ્રેમ સંસારનું અમૃત છે, જીવનનું રસાયણ છે, શાસ્ત્રોનો સાર છે, અનુભવીઓનો અર્ક છે. પ્રભુપ્રેમમાં મસ્ત બનેલાના ઉદ્ગારો પણ કેવા વેધક હોય છે ? ભલે આપણામાં પ્રભુ-પ્રેમ પેદા ન થયો હોય, પણ પ્રભુ-પ્રેમીઓના ઉપદેશધારા * ૨૪૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ શબ્દો વાંચીએ તો આપણું હૃદય ઝંકૃત તો થઇ જ ઊઠે. ‘ખરેખર આ લોકોને કશીક દિવ્યતાની ઝલક મળી હશે' એવું લાગ્યા વિના ન રહે. જુઓ, પૂ. મોહનવિજય ‘લટકાળા' કહે છે ઃ પ્રીતલડી બંધાણી રે, અજિત જિણંદ શું, પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;' ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે છે : ‘હાં રે મારે ધર્મ જિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો પ્રભુજીની ઓલગે રે લોલ.' પં. શ્રીવીરવિજયજીના ઉદ્ગારો જુઓ : ‘તન રીઝે મન ઉલ્લસે રે, દેખી પ્રભુની રીત; ઝૂરણ લાગી જીભડી રે, પૂરણ બાંધી પ્રીત.’ પ્રભુ ! તારા પ્રેમમાં મારા મન-વચન-કાયા તરબોળ બની ગયા છે. શરીર થનગની રહ્યું છે. મન ઉલ્લસિત થઇ રહ્યું છે. જીભ ઝૂરી રહી છે. પ્રભુ ! તારી સાથે મેં પૂરી પ્રીત બાંધી છે. જૈનેતર પ્રભુ-પ્રેમીઓના ઉદ્ગારો પણ કેવા વેધક છે ? આંડિયાં ઝાંઇ પડી, પંથ નિહાર-નિહાર; જીડિયા છાલા પડ્યા, રામ પુકાર પુકાર.’ ‘પ્રભુ ! તારા માર્ગની વાટ જોતાં-જોતાં આંખે ઝાંખપ આવી છે. પ્રભુ ! તારું નામ બોલતાં-બોલતાં જીભમાં છાલા પડ્યા છે. દયાળુ ! ક્યારે પધારશો ? ક્યાં સુધી ટટળાવ્યા કરશો આ સેવકને ?’ પ્રભુપ્રેમી કબીર તો ત્યાં સુધી કહે છે : મારા આ શરીરને સળગાવી દઉં, એમાંથી શાહી બનાવું. મારા હાડકામાંથી કલમ બનાવું અને તેનાથી રામનું નામ લખતો રહું... લખતો રહું... બસ, જીવનભર આ જ કામ કરતો રહું, ‘યહ તન જાલૌ મિસ કરું, લિખું રામકા નાઊં; લેખણી કરું કરક કી, લિખિ-લિખિ રામ પઠાઊં.' ઉપદેશધારા * ૨૪૮ રૈદાસ કહે છે : તારું દર્શન એ જ મારું જીવન છે, તારા દર્શન વિના શી રીતે જીવી શકું ? રિસન તોરા જીવન મોરા, બિન દરસન ક્યું જીયે ચકોરા ?’ કૃષ્ણના પ્રેમમાં મસ્ત મીરાં કહે છે : પ્રેમની પ્રેમની પ્રેમની રે... મને લાગી કટારી પ્રેમની, કાચે રે તાંતણે મને હરજીએ બાંધી, જેમ ચલાવે તેમ તેમની રે.' પ્રભુ-ભક્ત દરિયાજી કહે છે : પ્રભુના પ્રેમમાં તરફડતા ભક્તોની શી વાત કરવી ? તેનું શરીર પીળું હોય ! મન સૂકાઇ ગયું હોય ! રાત્રે ઊંઘ ન આવતી હોય ને દિવસે ભૂખ ન લાગતી હોય ! દરિયા વિરહી સાધુકા, તન પીલા મન સૂખ; રૈન ન આવે નિંદડી, દિવસ ન લાગે ભૂખ.’ પ્રભુપ્રીતિમાં ગળાબૂડ ડૂબેલા બુલ્લા સાહેબ કહે છે : ઓ જીવ ! આઠ પહોર, ચોસઠ ઘડી, સદા માટે તું પ્રભુનું ધ્યાન ધર. શી ખબર ? ભગવાન ક્યારે પધારે ? આઠ પહોર ચોસઠ ઘડી, જન ખુલ્લા ધર ધ્યાન; નહીં જાનો કોની ઘડી, આઇ મિલે ભગવાન.' પ્રભુ-ભક્તિમાં પાગલ બનેલી દયાબાઇ કહે છે : પ્રભુ-પ્રેમીઓનું વર્તન ઘણું વિચિત્ર હોય છે. ક્યારેક એ નાચે, ગાય અને કૂદે ! તો ક્યારેક એ ઝૂરે, તડપે અને રડે ! આપણને એમ થાય કે નાચે છે તે ઝૂરે કેમ છે ? ગાય છે તે રોવે કેમ છે? હસવું અને રડવું - એ બંને પરસ્પર વિરોધી છે. બંને એકીસાથે શી રીતે હોઇ શકે ? ઉપદેશધારા * ૨૪૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગમે ? ભગવાન કાંઇ મરચા જેવા તીખા નથી. એ તો અત્યંત મધુર છે, મધુરતાની પરાકાષ્ઠા છે ભગવાનમાં. ખબર નહિ કેમ, પણ મને નાનપણથી જ પ્રભુ ગમતા. નાનપણમાં હું મંદિરમાં કેટલાય કલાક બેસી રહેતો, સ્તવનાદિ બોલતો. અમારા ફલોદી ગામમાં પણ પ્રભુ-ભક્તિના સ્તવનો ગાનારા ઘણા પ્રભુ-પ્રેમીઓ હતા. આવું વાતાવરણ પણ પુણ્યથી મળે, એમ આજે લાગે છે. ગૃહસ્થપણાથી જ યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજીની ત્રણેય ચોવીશી કંઠસ્થ કરેલી. નાનપણમાં ગમતી પ્રભુ-ભક્તિ આજે પણ એટલી જ ગમે છે. પ્રભુ-ભક્તિ ઉપસર્ગોને હટાવનારી, વિનોને વિદારનારી અને ચિત્તની પ્રસન્નતાને લાવનારી છે, એમ શાસ્ત્રોમાં માત્ર લખવા ખાતર નથી લખાયું, પણ હકીકત છે. એ હકીકતનો આજેય કોઇ પણ અનુભવ કરી શકે છે. દુનિયાને જેમાં વિરોધાભાસ લાગે, ભક્તો માટે તે વાસ્તવિકતા છે. પ્રભુના વિરહમાં ભક્તિ રડે અને ઝૂરે પણ ખરો તથા પ્રભુ-કુપાના પ્રત્યક્ષ અનુભવથી એ નાચે પણ ખરો, હસે પણ ખરો ! જુઓ દયાબાઇના શબ્દો : પ્રેમ-મગન જે સાધુ-જન, તિન ગતિ કહી ન જાત; રોય-રોય ગાવે હંસત, ‘દયા’ અટપટી બાત.” આ તો માત્ર થોડી ઝલક છે. પ્રભુ-પ્રેમીઓના આવા ઉદ્દગારો વાંચતાં આપણા હૃદયને પણ ઝટકો લાગે છે. કારણ એ શબ્દો હૃદયના ઊંડાણમાંથી નીકળેલા હોય છે. એટલે જ તે જન સામાન્યમાં ચિરંજીવ રહી શકે છે. એમના શબ્દો, એમના ઉદ્ગારો આપણે વાંચીએ તો આપણને પણ પ્રભુ-પ્રેમી બનવાનું મન થઇ જાય. એમનો આનંદ, આપણને તેમના તરફ સહજ રીતે જ ખેંચે. એક વખત આપણે પ્રભુને ચાહવા લાગી ગયા, પ્રીતિયોગમાં પ્રવેશ પામી ગયા, પછી ભક્તિયોગ વગેરે સુલભ બની જાય. પ્રીતિયોગમાં પ્રવેશ કરવો જ મુશ્કેલ છે. પ્રેમનું સ્થાનાંતર કરવું (સંસારના પ્રેમને પ્રભુ તરફ વહેવડાવવો) એ જ કઠણ વાત છે. સાધના-માર્ગમાં આગળ વધવા ઇચ્છનારને મારી અંગત ભલામણ છે કે પ્રભુને ચાહતાં શીખો, ગમે તે રીતે પ્રભુ ગમી જવા જોઇએ. ન ગમતા હોય તો કેમ નથી ગમતા ? - એમ હૃદયને વારંવાર પૂછવું જોઇએ. ભાવ ન હોય તોય પ્રાચીન ભક્તિપ્રેરક સ્તવનો પ્રભુ સમક્ષ બોલવા જોઇએ. કર્તાના ભાવ આપણા હૃદયને સ્પર્શે તે રીતે સ્તવનાદિ બોલવા જોઇએ. ધીરે-ધીરે હૃદય એ પંક્તિઓમાં આનંદ લેવા લાગશે. એકવાર આનંદનો અનુભવ થતાં મન વારંવાર એ તરફ જવા લલચાશે. ભલા માણસ ! પ્રયત્નથી મરચા જેવા તીખા પદાર્થ પણ ગમી જતા હોય તો ભગવાન ન હું બોલું તેનું કાંઈ મહત્ત્વ નથી. સામે શાસ્ત્ર પંક્તિ હોય તો જ મહત્વનું છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૯), તા. ૧૮-૦૭-૨૦00 હું ભગવાનને બોલાવું ત્યારે આવી જાય છે. ઇચ્છું છું ત્યારે ભગવાનની શક્તિનો અનુભવ કરું છું. તમે ન કરી શકો ? એક કરે તે બધા જ કરી શકે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૪૯), તા. ૦૨-૧૧-૨૦00 પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ. ઘણી વાર અમને સૌને પૂછતા : તમારે શું બનવું છે ? વક્તા કે પંડિત ? પ્રભાવક કે અારાધક ? ગીતાર્થ કે વિદ્વાન ? પછી તેઓ કહેતા આરાધકે - ગીતાર્થ બનજો. - કહે કલાપૂર્ણસૂરિ-૩ (પા.નં.૧ ૨૪), તા. ૦૧-૦૮-૨૦00 ઉપદેશધારા * ૨૫૦ ઉપદેશધારા * ૨૫૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સેવ્યો રે: સવા વિવશ | આતા ‘સદા એકાંત સ્થળનું સેવન કરવું છે યોગી માટે એકાંત મહત્ત્વપૂર્ણ છે. યોગી અને ભોગી બંનેને એકાંત જોઇએ, પણ એક એકાંત પામીને કર્મક્ષય કરે છે જયારે બીજો કર્મબંધન કરે છે. યોગી માટે ઘણો લોકસંપર્ક ખતરનાક છે. જે સત્તા પ્રાપ્ત કરવા માંગતો હોય તે લોકસંગ્રહ કરે તે ઠીક હશે, પણ આત્મસત્તા પ્રાપ્ત કરવા ચાહનારે તો લોકોની ભીડથી ભાગવું જ રહ્યું. ઓળખાણને મોટી ખાણ કહેવાઇ છે. સામાન્ય લોકો માટે ભલે તે સુખની ખાણ હોય, પણ યોગી માટે તે દુ:ખની ખાણ થઇ પડે છે. સામાન્ય માણસ ઇચ્છતો રહે છે : મારી પાસે વધારે લોકો આવે. જ્યારે યોગી ચાહતો હોય છે : હું લોકોથી અળગો રહું ! લોકો મારાથી દૂર રહે ! છતાં આશ્ચર્યની વાત છે કે જે ચાહે છે તેની પાસે લોકો જતા નથી, જયારે નહિ ચાહનાર યોગી પાસે લોકોનો ધસારો થતો રહે છે, લોકોનો સખત ધસારો જોઇ ક્યારેક યોગીને કોઇક “યુક્તિ' લગાડવી પડે છે. બે યોગી હતા. લોકોથી દૂર-સુદૂર રહી સાધના કરતા હતા. ધીરે-ધીરે લોકોને ખબર પડતાં ટોળાના ટોળા ત્યાં આવવા લાગ્યા . લોકોની અતિભીડના કારણે બંને ત્રાસી ગયા : આ ભીડને રોકવી શી રીતે ? દુકાનમાં ગ્રાહક ન આવે તો તમે કંટાળી જાવ, પણ યોગીને ત્યાં ટોળું આવી પડે એટલે તે કંટાળી જાય ! યોગી કોઇને કહેતા નથી : તમે આવો, પણ એમનું ચુંબકીય વ્યક્તિત્વ જ એવું હોય છે, જે લોકોને દૂર-દૂરથી ખેંચી લાવે છે. યોગીની અપાર પ્રશાંત-વહિતાથી લોકોને વારંવાર પાસે આવવાનું મન થાય છે. લોકોની ભીડને રોકવા બંને યોગીઓએ યુક્તિ લડાવી. એક વખત ખૂબ જ મોટું ટોળું જયારે દર્શનાર્થે આવેલું ત્યારે જ બંને જણ જોર-શોરથી લડવા લાગ્યા, ગાળાગાળી કરવા લાગ્યા, મુક્કામુક્કી કરવા લાગ્યા. યોગીઓનું આવું દુર્વર્તન જોઇ લોકોએ વિચાર્યું : અરે... આપણાથી પણ મોટો સંસાર આ લોકો પાસે છે. આપણી જેમ આ લોકો પણ ઝગડે છે. આપણે તો હજુયે સારા ! કારણ કે આપણે માલ-મિલકત માટે લડીએ છીએ, જ્યારે આ લોકો તો ચીંથરા માટે લડે છે અને તેમનો દંભ તો જુઓ ! આપણને વળી શાંતિનો ઉપદેશ આપે છે. છ... આપણે બીજીવાર અહીં આવવું નથી. ધીરે-ધીરે આ વાત બધે ફેલાઇ ગઇ ! લોકોનું આવવું બંધ થયું. યોગીઓને નિરાંત થઇ. સાધના માટે પુષ્કળ સમય મળવા લાગ્યો. તો શું લોકોથી આ રીતે દૂર રહેવું ? લોકો પર ઉપકાર કરવો જ નહિ ? નહિ. સાવ એવું નથી. અહીં માત્ર સાધના-કાળની વાત છે. સાધના-કાળ દરમ્યાન ભગવાન મહાવીરદેવ લોકોથી અળગા રહ્યા હતા, પણ કેવળજ્ઞાન થતાં જ લોકોની વચ્ચે આવી ગયેલા. લોકો પર જ્ઞાનીઓ ઉપકાર નહિ કરે તો કોણ કરશે ? લોકસંપર્કથી ખલેલ પહોંચતી હોય એવી અપક્વ દશામાં લોકોથી દૂર રહેવું હિતાવહ છે. જયારે એવી ખાતરી થઇ જાય : લોકોની ગમે તેટલી ભીડ મારી શાંતિને હટાવી શકે તેમ નથી, મને ઉપદેશધારા * ૨૫૨ ઉપદેશધારા + ૨૫૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિચલિત કરી શકે તેમ નથી, ત્યારે વ્યાખ્યાનાદિ દ્વારા લોકસંપર્ક કરવો ઇષ્ટ પણ ગણાય. આથી જ તો સંપૂર્ણ દસપૂર્વ ભણી ગયેલાને જિનકલ્પ સ્વીકારવાની ના પાડેલી છે. કારણ કે જંગલમાં રહી એ એકલો સાધના કરે તેના કરતાં લોકો વચ્ચે રહી એ વધુ પરોપકાર કરી શકશે. દસ પૂર્વ પૂરા થઇ ગયા છે એટલે જનસંપર્ક વચ્ચે પણ જળકમળની જેમ અલિપ્ત રહી શકશે. આવા વિધાનથી પરોપકારની મહત્તા સમજાય છે. જ્યારે હૃદયમાં કરુણા, મૈત્રી અને પરોપકારની ભાવના જાગે છે ત્યારે લોકો સ્વયમેવ તમારી પાસે દૂર-સુદૂરથી આવતા રહે છે. લોકોને બોલાવવાની જરૂર પડતી નથી. આધોઇમાં પ્રસિદ્ધ પત્રકાર કાંતિ ભટ્ટે મને પૂછેલું : તમારી પાસે હજારો લોકો દૂર-દૂરથી આવતા રહે છે. તમે લોકોને શી રીતે પ્રભાવિત કરો છો ? મેં કહેલું : ‘હું કોઇને પ્રભાવિત કરતો નથી, પ્રભાવિત કરવામાં માનતો પણ નથી. લોકો સહજ રીતે આવતા રહે છે. એક વાત પાકી છે કે જ્યારે આપણા હૃદયમાં કરુણા અને મૈત્રીની ધારા પેદા થાય ત્યારે એની અસર સામા પર અચૂક પડે જ. આપણે લોકોને ચાહીએ તો લોકો આપણને અવશ્ય ચાહવાના. ‘ભાવાત્ ભાવ: પ્રજ્ઞાયત્તે ।' ભાવથી હંમેશા ભાવ પેદા થતો હોય છે. એક વાત તો અનુભવ-સિદ્ધ છે કે જે માણસ પોતાનામાં જેટલો ઊંડો જઇ શકે તે બીજામાં તેટલા પ્રમાણમાં ઊંડો જઇ શકશે. લોકોની વચ્ચે જ કાયમ રહેવાથી આપણે આપણા જ ઊંડાણમાં જઇ શકતા નથી. કાયમ સપાટી પર જ છબછબીઆ કરતા રહીએ છીએ. ઊંડાણમાં જવા એકાંત અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. ઉપદેશધારા × ૨૫૪ (૩૭) ૨૨. સ્થાતવ્ય સભ્યત્વે । ‘સમ્યક્ત્વમાં સ્થિર રહેવું' આ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણા સાધકો સાધનાના ઇચ્છુકો હોય છે, પણ જ્યાં ત્યાં ભટકતા રહેવાથી સન્માર્ગથી, સમ્યક્ત્વથી ભ્રષ્ટ બની જાય છે. એને બીજી-બીજી ધ્યાન-પદ્ધતિઓ સારી લાગતી રહે છે... અન્યાન્ય ધ્યાન-પદ્ધતિના પ્રયોગમાં એ સ્વમાર્ગ ચૂકી જાય છે. પણ ઉપા. યશોવિજયજી કહે છે : ૫રમાર્થથી મનની શુદ્ધિ ત્યારે જ મનાય જ્યારે તમારી પાસે સમ્યક્ત્વ હોય. સમ્યક્ત્વ વિના તો એ મોહગર્ભિત કહેવાય. ક્યારેક ઉલ્ટું, વિઘ્નકારી પણ બને ! દાન, શીલ વગેરે સમ્યક્ત્વ હોય તો જ ફળ આપે. ઘણીવાર મિથ્યાત્વીઓની સાધના-પદ્ધતિઓ જોઇને આપણે અંજાઇ જઇએ છીએ : કેટલી સુંદર સાધના છે ! પણ આપણે ભૂલી જઇએ છીએ : ગમે તેટલી સુંદર દેખાતી સાધના હોય, પણ અંદર જો મિથ્યાત્વ બેઠું હોય તો એનો કોઇ જ અર્થ નથી. મિથ્યાત્વી આંધળો બાણાવળી છે. આંધળો બાણાવળી ભલે શબ્દવેધી હોય, હિંમતબાજ હોય, દુ:ખને સામી છાતીએ ઝીલનારો હોય, ધન, સ્વજન વગેરેનો ત્યાગ કરી સામી છાતીએ દુશ્મન સામે લડનારો હોય, પણ એ કદી જીતી શકે ખરો ? મિથ્યાત્વી પણ આવો જ છે. ભલે એ ઉગ્ર ક્રિયા કરે, ઘોર તપ કરે, સ્વજન-ધન આદિ છોડી દે, પણ એ મોહરાજાને જીતી શકે નહિ. ઉપદેશધારા * ૨૫૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ આંખમાં કીકી ને ફૂલમાં સુગંધ સાર છે, તેમ બધી જ ધર્મક્રિયાઓનો સાર સમ્યક્ત્વ છે. ૬૦ હજાર વર્ષ સુધી તામલિ તાપસે ઘોર તપ કર્યું છતાં તે મિથ્યાત્વના કારણે અજ્ઞાન તપ ગણાયો છે. આત્માર્થીએ સમ્યક્ત્વમાં દઢ રહેવું ઘણું જ જરૂરી છે; આજના યુગમાં તો ખાસ જરૂરી છે, જયારે ચારેબાજુથી અનેકાનેક પ્રકારના આકર્ષણો આક્રમણ કરી રહ્યા છે. મને ઘણીવાર વિપશ્યના આદિના ધ્યાન માટે કહેવામાં આવ્યું છે, પણ મારો હંમેશાં એક જ જવાબ રહ્યો છે : જયાં ભગવાન ન હોય, ગુરુ ન હોય, મંત્ર ન હોય, છ આવશ્યકો ન હોય ત્યાં હું શી રીતે હોઊં ? શ્વાસ જોવામાં એટલો સમય શા માટે બગાડું ? એના કરતાં એટલો સમય ભગવાનમાં ન ગાળું ? જયાં ભગવાન ન હોય, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત ન થતી હોય, ભગવાનની આજ્ઞાનું પાલન ન હોય ત્યાં મને કદી રુચિ થાય નહિ. જે ભગવાનની કૃપાથી આ બધું પામ્યા હોઇએ, એ જ ભગવાનને ભૂલીને આપણે શું સિદ્ધ કરવાના ? એવા ધ્યાનથી કદાચ ક્યારેક મનની શુદ્ધિ થતી જણાય, રાગદ્વેષ ઘટી ગયેલા જણાય, પણ એ બધું ક્ષણિક સમજવું. એકાંતરા તાવમાં એક દિવસ તાવ જરાય ન જણાય, પણ અંદર તો બેઠેલો જ હોય. તેમ અહીં બહારથી રાગ-દ્વેષાદિ ચાલ્યા ગયેલા દેખાય, પણ અંદર મૂળિયા તો પડેલા જ હોય. જરાક નિમિત્ત મળતાં પાછા એ હાજર ! ભગવાનની કૃપા વિના રાગ-દ્વેષાદિ દોષો જીતી શકાતા નથી, એવી મારી પાકી શ્રદ્ધા છે. મૂળમાં મિથ્યાત્વ રહેલું હોય, એવી કોઇ ક્રિયા ફળી શકે નહિ, સારું ફળ આપી શકે નહિ. રાગ-દ્વેષનો નાશ કરવો એ આપણું પ્રાથમિક કાર્ય નથી, મિથ્યાત્વનો નાશ પ્રાથમિક કાર્ય છે. મિથ્યાત્વને દૂર કર્યા વિના રાગ-દ્વેષના નાશ માટે કરાતી સાધના છેતરામણી છે. ગુણસ્થાનકમાં તમે જુઓ. ચોથા ગુણઠાણે મિથ્યાત્વ જાય, સમ્યકત્વ આવે. જયારે રાગ-દ્વેષાદિ ક્યારે જાય ? વીતરાગ અવસ્થા ક્યારે આવે ? ઠેઠ બારમા ગુણઠાણે. એ પહેલા તો રાગ-દ્વેષ રહેવાના. એની ઝાઝી ચિંતા કરતા પણ નહિ. પ્રશસ્ત રાગ-દ્વેષ (ભગવાનનો રાગ અને દોષો પ્રત્યે દ્વેષ) તો ઉલ્ટી સારી વાત છે. ગૌતમસ્વામીએ પણ એવા રાગ-દ્વેષની ક્યાં ચિંતા કરેલી ? ગૌતમસ્વામી માટે ભલે કેવળજ્ઞાનને રોકવામાં કારણ બન્યા, પરંતુ પ્રશસ્ત રાગ-દ્વેષ આપણા માટે તો ઘણા સારા છે. ભગવાનના રાગ ખાતર ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનને જતું કરેલું... આપણે શું જતું કરીશું ? આપણા માટે કેવળજ્ઞાન જતું કરવાનો સવાલ જ નથી. કારણ કે અત્યારે એ આમ પણ મળી શકે તેમ જ નથી. અત્યારે તો ભગવાન પ્રત્યેનો ગાઢ રાગ એ જ આપણને ટકી રહેવાનું બળ છે, આ કળિયુગમાં એ જ એકમાત્ર આધાર છે. એના બળથી જ સમ્યકત્વમાં આપણે ટકી રહીશું. કોણ શું આપે ? ઈતિહાસ ડહાપણ આપે. કવિતા મૃદુતા અને વાણી વિદગ્ધતા આપે. ગણિત સૂક્ષ્મતા આપે. વિજ્ઞાન ગહનતા આપે. નીતિ શાસ્ત્ર બહાદુરી આપે. તર્કશાસ્ત્ર વસ્તુત્વ આપે. ધર્મ ધું જ આપે. ઉપદેશધારા * ૨૫૬ ઉપદેશધારા + ૨૫૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ २३. विश्वास्यो न प्रमादरिपुः ।। પ્રમાદરૂપી શત્રુનો ભરોસો નહિ કરવો’ છે પ્રમાદ, આળસ, સુસ્તી, અનુત્સાહ આ બધા પર્યાયાર્થી જેવા શબ્દો છે. અહીં પ્રમાદને શત્રુ કહ્યો છે. માત્ર યશોવિજયજી જ નહિ, પુરાતન કાળથી અનુભવીઓ આળસને શત્રુ જ કહેતા આવ્યા છે : 'प्रमाद एव मनुष्याणां, शरीरस्थो महारिपः' શત્રુ પાસે બેઠો હોય તો કદી કોઇને ગમે નહિ. કદાચ બાજુમાં બેઠો હોય તો મનમાં એમ જ થાય : ક્યારે આ બલા જાય ! ક્યારે જાય ! એ જાય પછી જ શાંતિ થાય. પણ આશ્ચર્યની વાત છે : પ્રમાદ આપણામાં પડ્યો હોય ત્યારે એવી લાગણી જરાય થતી નથી. ઉસ્, આનંદ આવે છે. હજુ વધુ વખત રહે તેવું મન ચાહે છે. જેની હાજરીમાં આનંદ આવે તેને શત્રુ કેમ કહેવાય ? એમ નહિ પૂછતા. તમને આનંદ આવે છે માટે જ એ શત્રુ કહેવાય, પ્રચ્છન્ન શત્રુ કહેવાય. ઊઘાડો શત્રુ તો હજુ સારો, પણ આવો શત્રુ ખૂબ જ ખતરનાક ! ઉપરથી મીઠો ! અંદરથી ધીઠો ! પ્રમાદ જો શત્રુ છે તો અપ્રમાદ, ઉદ્યમ મિત્ર હોવો જ જોઇએ. આ મિત્ર અને શત્રુ - બંને ઓળખવામાં આપણે થાપ ખાઇ જઇએ તેમ છીએ. પ્રમાદ ગમે છે છતાં શત્રુ છે. અપ્રમાદ નથી ગમતો છતાં મિત્ર છે. કેટલીકવાર આપણે શબ્દછળથી છેતરાઇ જઇએ છીએ. અમે તો ‘આરામ' કરીએ છીએ. આળસ શબ્દ હજુયે કાનને ખૂંચે, ખરાબ લાગે, પણ ‘આરામ' શબ્દ બહુ જ સારો લાગે. અમે તો ‘કરકસર કરીએ છીએ. “કંજૂસાઈ’ શબ્દ સાંભળવોય ન ગમે, પણ ‘કરકસર' ખૂબ જ ગમે. અમે તો ખૂબ જ ‘ઉદાર’ છીએ. ‘ઊડાઊ' શબ્દ સાંભળવો ય ન ગમે, પણ ‘ઉદાર” કેવો ગમી જાય ? ખરેખર આળસ જયારે આરામનો, કંજૂસાઇ જયારે કરકસરનો અને ઊડાઊપણું જયારે ઉદારતાનો વેષ પહેરીને આવે છે ત્યારે તેમને ઓળખવા મુશ્કેલ પડી જાય છે. આવા શબ્દછળથી આપણે બીજા કોઇને નહિ, પોતાને જ ઠગીએ છીએ. આળસુ માણસો અધ્યાત્મના માર્ગે તો ઠીક, દુન્યવી માર્ગે પણ કશું ઊકાળી શકતા નથી, માત્ર વસતિ-ગણતરીમાં તેઓ કામ લાગે છે, એ બેઠો બેઠો માત્ર દિવસો પસાર કરે છે, અનાજ ખૂટાડે છે. ત્રણ પ્રકારના ભોજન કહેલા છે : કામ ભોજન, રામ ભોજન અને હરામ ભોજન. કામ કરીને ખાય તે કામ ભોજન, કામ કરી શકે તેવા ન હોય તે અપંગ, અનાથ, અસહાય અથવા દુર્બળો ખાય તે રામ ભોજન. જયારે શક્તિ હોવા છતાં બેઠો-બેઠો ખાય, કામ કર્યા વિના, ધર્મ પ્રવૃત્તિ કર્યા વિના ખાય તે હરામ ભોજન, એવું કોઈકે કહેલું છે. જો કે એ એના પુણ્યનું ખાય છે, એટલે હરામ ભોજન તો ન કહેવાય, છતાં લોકો એની આળસને જોઇને એવું જરૂર બોલવાના ! ઉપદેશધારા * ૨૫૮ ઉપદેશધારા ૪ ૨૫૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ જયાં સુધી અંદર આળસ બેઠી છે ત્યાં સુધી ગમે તેટલો સારો કાળ આવે, આપણા માટે નકામો છે. આળસને જો ભગાડી દઇએ તો ગમે તેટલો ખરાબ કાળ પણ આપણું કાંઇ જ બગાડી ન શકે. એક વિચારકે બહુ જ સુંદર કહ્યું છે : ઊંઘ એટલે કળિયુગ. આળસ એટલે દ્વાપરયુગ. ઊભા થવું એટલે ત્રેતાયુગ. ચાલતા રહેવું એટલે સતયુગ. આનો અર્થ એ થયો કે ઊંઘ અને આળસ છોડી જો આપણે ચાલવા લાગીએ તો આપણા માટે સતયુગ જ છે. ઊંધી જઇએ તો આપણા માટે કળિયુગ છે. કળિયુગ અને સતયુગ ક્યાંય દૂર નથી. આપણી જ ઊંઘ અને આપણા જ ઉદ્યમમાં તે રહેલા છે. - યોગી એકલા રહેલા હોય તો પણ આળસમાં ન રહી સાધના જ કરે, પણ જો કોઇ આળસુ માણસ પોતાને યોગી માનીને એકાંતનું સેવન કરવા જાય તો તે ચોક્કસ ઊંઘ અને આળસમાં જ સરકી પડશે. આથી જ ‘આળસુએ એકલા ન રહેવું જોઇએ અને એકલા હોય તેણે આળસુ ન રહેવું જોઇએ” એમ કહેવાયું છે. એકાંતમાં આળસની પૂરી સંભાવના છે. એકાંતસેવનની અગાઉ કહેલી વાત તે પરિપકવ સાધકો માટે જ સમજવી. અપક્વ સાધકો માટે એકાંત પ્રમાદનું ઘર પણ બની શકે. સ્વભાવથી જ માણસને આળસ ખૂબ જ ગમે છે, પડ્યા રહેવું ગમે છે. કામ ન છૂટકે કરે છે. એમાં પણ જેટલું બચાય તેટલું બચે છે. કામચોરી કરતો રહે છે. કામ ન્હોતું મળતું ત્યારે ‘અમે બેકાર છીએ, અમને કામ જો ઇએ' એવી બૂમો પાડનારો માણસ કામ મળતાં જ ‘કામચોર' બની જાય, એ આળસનો જ પ્રભાવ ને ? ઘણીવાર એમ લાગે : આ બધા જ યંત્રોનો જન્મ માણસની આળસમાંથી થયો છે. ચાલવાની આળસમાંથી ગાડીઓનો, લખવાની આળસમાંથી પ્રેસનો, ધોવાની આળસમાંથી વોશિંગ મશીનનો, સૂતર વણવાની આળસમાંથી કાપડની મિલો વગેરેનો જન્મ થયો છે. યંત્રોનો જન્મ ભલે ગમે તે રીતે થયો હોય, પણ અત્યારે આ બધા જ યંત્રો માણસની આળસને પોષી રહ્યા છે, એ તો નક્કી જ છે. આ યંત્રોના કારણે અગાઉ કરતાં આજનો માણસ વધુ પંગુ, વધુ પરાધીન અને વધુ પ્રમાદી બની ગયો છે. એની પરાધીનતા, પંગુતા કે પ્રમાદ, આમ ખ્યાલમાં ન આવે, પણ યંત્રો બગડી જાય કે અચાનક લાઇટ ચાલી જાય ત્યારે તમે સ્પષ્ટ જોઇ શકશો. - ડાયાબિટીસ (મધુપ્રમેહ) રોગ અગાઉ માત્ર રાજપરિવાર પૂરતો સીમિત હતો... હવે એ સર્વવ્યાપી થઇ ગયો છે. ડાયાબિટીસ એટલે વધતી આળસ અને ઘટતો ઉદ્યમ ! મજુરોને કદી ડાયાબિટીસ થયો છે ? પ્રમાદ એટલે આળસ, ઉદ્યમનો અભાવ એવો અર્થ લૌકિક દૃષ્ટિએ ઠીક છે, પણ આપણે લોકોત્તર શાસન, પ્રમાદનો આથી પણ ઊંડો અર્થ કરે છે. દુનિયા કહે છે : પ્રમાદ એટલે પ્રવૃત્તિનો અભાવ. જૈનશાસન કહે છે : ધમધોકાર પ્રવૃત્તિમાં પણ પ્રમાદ હોઇ શકે. પ્રમાદ એટલે આત્મબોધનો, જાગૃતિનો અભાવ. આત્મબોધ વિના કરાતી કોઇ પણ પ્રવૃત્તિ પ્રમાદ જ ગણાય. શાસ્ત્રોમાં આ પ્રમાદ પાંચ પ્રકારે કહેવાયેલા છે : (૧). મદિરાપાન (૨) વિષય સેવન (૩) કષાય સેવન (૪) નિદ્રા અને (૫) વિકથા. | દારૂના સેવનમાં સ્પષ્ટ પ્રમાદ છે. ત્યાં આત્મબોધ હોતો નથી. ઇન્દ્રિયોના પાંચે પાંચ વિષયોમાં આસક્ત માણસ પણ આત્મબોધ ખોઇ બેસે છે, માટે એ પણ પ્રમાદ છે. ટી.વી. જોવું, રેડિયો ઉપદેશધારા * ૨૬૦ ઉપદેશધારા + ૨૬૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ સાંભળવો, માલ-મલીદા ખાવા... વગેરે પ્રવૃત્તિ કરતી વખતે કદી લાગ્યું : આ પ્રમાદ છે ? ક્રોધ, માન, માયા અને લોભ આ ચારેય પ્રમાદ છે. ક્રોધના આવેશમાં માણસ આત્મજાગૃતિ ખોઇ બેસે છે. આથી એ પ્રમાદ છે. જાગૃતિ થઇ ત્યાં પ્રમાદ આવ્યો જ સમજો . અભિમાનના આવેશમાં પણ માણસ આત્મબોધથી દૂર ચાલ્યો જાય છે. એને પોતાના સિવાય કશું જ દેખાતું નથી. માટે એ પણ પ્રમાદ છે. જયારે તમે ક્રોધથી કંપી રહ્યા છો ત્યારે માનજો કે હું પ્રમાદમાં છું. જ્યારે તમે તમારી જાતને બીજાથી કંઇક વિશિષ્ટ માની રહ્યા હો ત્યારે માનજો કે હું પ્રમાદમાં છું. પણ તમે ત્યારે એવું નહિ વિચારી શકો. ક્રોધાદિના આવેશમાં આટલું વિચારવા જેટલી જાગૃતિ માણસમાં હોતી નથી. જે ક્ષણે આવો સૂમ વિચાર આવશે તે જ ક્ષણે તમારો ક્રોધ ચાલ્યો જશે. આત્મ જાગૃતિની દશામાં ક્રોધ ટકી શકતો નથી. દીવાની હાજરીમાં અંધકાર ક્યાંથી ટકી શકે ? જયારે તમને, બીજાને ઠગવાનું મન થાય ત્યારે માનજો : હું પ્રમાદમાં છું. માયા પણ પ્રમાદ છે. જયારે તમને ધંધા વધારવાનું ખૂબ જ મન થાય, ખૂબ જ કમાઇ લેવાનું મન થાય ત્યારે માનજો : હું પ્રમાદમાં છું. આ લોભ નામનો પ્રમાદ છે, જો કે દુનિયા તમને કહેશે : તમે ઉદ્યમી છો. તમે અગ્રણી વ્યવસાયી છો. તમે ઉદ્યોગપતિ છો. તમે સાહસિક છો, પણ જૈનશાસન કહેશે : તમે પ્રમાદી છો. આત્મબોધથી તમે ઘણા દૂર ચાલ્યા ગયા છો. આજ સુધી તમને કદી વિચાર આવ્યો છે ? : આ લોભ પણ પ્રમાદનું ઘર છે.' ચોથા પ્રમાદનું નામ નિદ્રા છે. ઊંઘને તો આખી દુનિયા પ્રમાદ માને જ છે. પાંચમો પ્રમાદ વિકથા છે. સ્ત્રીકથા, દેશકથા, ભોજનકથા કે રાજકથામાં જયારે તમે રમમાણ હો ત્યારે માનજો હું પ્રમાદમાં છું. જયારે તમે ગુપ્પા મારતા હો કે વાતો કરતા હો ત્યારે માનજો : હું પ્રમાદમાં છું. કારણ કે વાતોનો વિષય મોટાભાગે આ ચાર વિકથામાંનું જ કોઇ હશે. જયારે તમે પેપર વાંચતા હો ત્યારે માનજો કે હું પ્રમાદમાં છું. કારણ કે પેપરમાં આ ચાર વિકથાઓ સિવાય ભાગ્યે જ બીજું કશું હોય છે. સિનેમા, બળાત્કાર, લગ્ન, સૌંદર્યસ્પર્ધા વગેરેના સમાચારો સ્ત્રીકથામાં આવી જાય. દેશ-વિદેશ, ક્રિકેટ વગેરેના સમાચારો દેશકથામાં આવી જાય. ખાવા-પીવા વગેરેના સમાચારો, ખાદ્ય વસ્તુ શી રીતે બનાવવી ? વગેરે વાતો ભોજનકથામાં આવી જાય. દેશ-વિદેશનું રાજકારણ, યુદ્ધ, હિંસા વગેરેના સમાચારો રાજકથામાં આવી જાય. મારી પોતાની વાત કહું તો હું કદી પેપર વાંચતો નથી. ત્રીસેક વર્ષ પહેલા ભુજ ચાતુર્માસમાં મને કોઈકે કહેલું : મહારાજ ! છાપા વાંચો. તો જ વ્યાખ્યાનમાં કાંઇક પીરસી શકશો. અથવા તો આજનું જનમાનસ કેવું છે ? તે પેપર દ્વારા સમજી શકશો. એની વાત માનીને મેં પેપર વાંચવા શરૂ તો કર્યા, પણ ૩૪ દિવસમાં જ મને લાગ્યું : “આ તો મારા મગજમાં કચરો ભરાઈ રહ્યો છે. પ્રભુનું સ્થાન આ કચરો લઇ રહ્યું છે.' આખો દિવસ પેપરમાં વાંચેલું હોય તેના વિચારો આવવાથી મને લાગ્યું : મારે પેપર વાંચવાનું છોડી દેવું જોઇએ. આમાં મારું કામ નહિ. ગાંઠનું ખોઇને મારે ગોપીચંદ નથી થવું. ... ને ત્યારથી મેં પેપરો છોડી દીધા. મદ્યપાન આદિ પાંચેય પ્રમાદ ખતરનાક છે, આપણા શત્રુ છે. શત્રુનો વિશ્વાસ કદી કરાય નહિ, ભલે એ મિત્ર બનીને આવે. ઉપદેશધારા ૪ ૨૬૨ ઉપદેશધારા ૪ ૨૬૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ २४. ध्येया आत्मबोधनिष्ठा । આત્મજ્ઞાનની નિષ્ઠાનો ધ્યેય રાખવો’ નીતિશાસ્ત્ર કહે છે : ત્રણનો વિશ્વાસ કદી નહિ કરતા : (૧) જોષીની ભવિષ્યવાણી (૨) લુચ્ચાનો સદાચાર અને (૩) શત્રુનો પ્રેમ. શત્રુને ઓળખવામાં જરાક થાપ ખાધી તો બધી બાજી ઊંધી વળી સમજો . પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને અનેકવાર હરાવ્યો ખરો, પણ દર વખતે જીવતો જવા દીધો. પૃથ્વીરાજ વિશ્વાસમાં રહ્યો : આ ઘોરી શું કરી લેવાનો છે? ક્યાં મારી તાકાત ? ક્યાં એ મગતરો ? છેલ્લે શું થયું ? તે આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીરાજ હાય, મરાયો અને ભારત પર મુસ્લિમ શાસન આવી ચડ્યું. (જો કે પૃથ્વીરાજની હારમાં ઘરની ફુટ પણ કારણ હતું.) શત્રુ વિષે શિવાજી અત્યંત સાવધ રહ્યા એટલે જ એને ભેટી પડનાર મુસ્લિમ સેનાપતિ છરો ભોકે એ પહેલા જ શિવાજીએ વાઘનખથી એને ચીરી નાખ્યો. શત્રુ પર ગાફેલ રહેવાથી પૃથ્વીરાજ મરાયો. સાવધ રહેવાથી શિવાજી બચી ગયા. આપણે એ બધી વાતો નથી કરવી. માત્ર એટલું જ સમજવું છે : શત્રુ કેટલો ખતરનાક હોઇ શકે ! બહારનો શત્રુ બહુ-બહુ તો કદાચ આ શરીરને ખતમ કરી શકે, પણ પ્રમાદરૂપી આ શત્રુ તો આપણા ભાવપ્રાણોને ખતમ કરી નાખશે. પ્રમાદશત્રુથી ગાફેલ રહેવાના કારણે અનંતા ચૌદપૂર્વીઓ નિગોદમાં પડ્યા છે, એ સદા આંખ સામે રાખવા જેવું છે. જીવનનો ધ્યેય શું ? તમે આટલી બધી દોડધામ શા માટે કરો છો ? કોઇ આવો પ્રશ્ન પૂછે તો તમે શું કહેશો ? તમારા જેવા કદાચ કહેશે : આટલી બધી દોડધામ પૈસા માટે કરીએ છીએ. પ્રવૃત્તિ ન કરીએ તો પૈસા શી રીતે મળી શકે ? ‘પણ... પૈસા શા માટે કમાવ છો ?' અમારા જેવો કોઇ, આવો પ્રશ્ન પૂછે ત્યારે તમે શો જવાબ આપશો ? મહારાજ ! તમે કેવી વાત કરો છો ? પૈસા નહિ મેળવીએ તો ખાઇશું શું ? અમે ખાવા માટે કમાઇએ છીએ.' પણ... ખાવ છો શા માટે ?” અમારા પ્રશ્નો ચાલુ છે. ‘આ તે કંઇ પ્રશ્ન છે... મહારાજ ! ખાઇશું નહિ તો જીવીશું શી રીતે ? જીવવા માટે ખાવું તો પડે જ ને ?' (એટલી સારી વાત છે : તમે જીવવા માટે ખાવ છો, ખાવા માટે જીવતા નથી. ઘણા નબીરા તો એવો નફફટ જવાબ આપે છે : અમે ખાવા માટે જીવીએ છીએ. જવાબ જ નથી આપતા, તેઓ એમ જીવી પણ બતાવે છે !) અચ્છા... હવે એ બતાવો.. તમે શા માટે જીવો છો ?' અમારા પ્રશ્નની ધારા હજુ અટકી નથી. ઉપદેશધારા ૪ ૨૬૪ ઉપદેશધારા + ૨૬૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ ‘આવો પ્રશ્ન તો આજ સુધી કોઇએ પૂછ્યો નથી. આ તે કોઇ પ્રશ્ન છે ? બધા જીવે છે માટે જીવીએ છીએ ? જીવીએ નહિ તો શું મરી જઇએ ? (જો કે ઘણા તો જીવનથી એટલા કંટાળી ગયેલા હોય છે કે તેઓ ક્ષણે-ક્ષણે આ જીવન તરફ નફરત કરતા રહે છે. આવા માણસો તો એમ જ કહે : “અમારામાં મરવાની હિંમત નથી એટલે અમે જીવીએ છીએ.') ચલો, તમે પૂછી જ લીધું છે તો અમે પણ તમને કહી દઇએ, તમારી પાસેથી જ સાંભળેલું તમને જણાવી દઇએ : ‘અમે ધર્મ માટે જીવીએ છીએ.' આ જવાબ જો સાચો હોય તો માણસનું જીવન કેવું હોય ? ધર્મ ખાતર જ જે જીવે એનું જીવન કેવું હોય ? પણ, ક્ષણભર માની લઇએ કે આ જવાબ સાચો છે. હજુ ફરી પૂછી લઇએ : | ‘અચ્છા... હવે એ બતાવો : તમે શા માટે ધર્મ કરો છો ?' કોઇ સાચો ધાર્મિક કદાચ કહેશે : “અમે મોક્ષ માટે ધર્મ કરીએ છીએ.' હજુ પ્રશ્ન કરી લઇએ? : ‘તમે મોક્ષ શા માટે ચાહો છો ? અહીં તમારે સંસારમાં શું કમીના છે ? જે સંસારમાં છે તે મોક્ષમાં ક્યાં છે ? અહીં ફરવા માટે ચૌદ રાજલોક છે. ત્યાં ફરવાનું જ બંધ છે. ત્યાં જઇને કરશો શું ?” તમે રૂટિન પ્રમાણેનો કદાચ જવાબ આપશો : ‘જન્મ, જરા, મરણાદિથી છૂટવા અમે મોક્ષ ઇચ્છીએ છીએ.' પણ તમારો આ જવાબ બધાના ગળે ઊતરે તેવો નથી. કારણ કે ઘણાયને જન્માદિ ત્રાસરૂપ લાગતા જ નથી. આવો, અમે તમને જવાબ શીખવાડીએ : “અમે મોક્ષ એટલા માટે ઇચ્છીએ છીએ કે ત્યાં જવાથી જ અમારી મૂળભૂત પાંચ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય તેમ છે.' સમગ્ર જીવોની મૂળભૂત પાંચ ઇચ્છાઓ જાણી લો : (૧) અનંતકાળ સુધી જીવવાની ઇચ્છા. (૨) જગતનું બધું જ જાણી લેવાની ઇચ્છા. (૩) ક્યારેય ન જાય તેવા સુખની ઇચ્છા. (૪) કોઇને પણ આધીન નહિ રહેવાની ઇચ્છા (સ્વતંત્રતાની ઇચ્છા) (૫) સૌ કોઇ મારે આધીન રહે તેવી ઇચ્છા (સત્તાની ઇચ્છા). આ પાંચે પાંચ ઇચ્છા આપણને સૌને ખરી કે નહિ? પણ વિચારો, આપણી આ ઇચ્છાઓ આ સંસારમાં પૂરી થઇ શકે તેમ છે ખરી ? (૧) અહીં તો જન્મ-મરણના ચક્કર ચાલુ જ છે. વધુમાં વધુ ૩૩ સાગરોપમ ! એથી વધુ ક્યાંય નહિ. જન્મતા જ રહો. મરતા જ રહો. ફરતા જ રહો. અનંતકાળ સુધી જીવવાની ક્યાંય વ્યવસ્થા નથી આ સંસારમાં.. આપણને મરવું નથી, પણ તોય વારંવાર મરવું પડે છે. મરવું નથી ગમતું. કારણ કે ‘અમરતા' આપણો સ્વભાવ છે. એ અમરતા મોક્ષમાં જ મળી શકે તેમ છે. (૨) બધું જ જાણી લેવાની આપણી તીવ્ર ઇચ્છા છે... માટે જ વાંચ-વાંચ, સાંભળ-સાંભળ કર્યા કરીએ છીએ, પણ પુસ્તકો વાંચીને કોઇ સર્વજ્ઞ થયું છે ? સર્વજ્ઞ થવા માટે વીતરાગતા જોઇએ. પહેલા વીતરાગભાવ આવે પછી જ કેવળજ્ઞાન આવે. મોક્ષગામી જીવ સિવાય બીજા કોઇ કેવળજ્ઞાન મેળવી શકે નહિ. મોક્ષ વિના બધું જ જાણી લેવાની આપણી ઇચ્છા કદી જ પૂર્ણ થઇ શકે તેમ નથી. (૩) સંસારનું સુખ ક્યારેય ન જાય તેમ છે ખરું ? જો કે જ્ઞાનીની નજરે સંસારના સુખને ‘સુખ' કહેવાય જ નહિ, એ તો દુ:ખનું જ બીજું નામ છે. સંસારના સુખને ‘સુખ' કહેવું એમાં ‘સુખ’ શબ્દનું અપમાન છે. છતાં કહેવાતું આ સુખ ક્યાં સુધી ટકવાનું? પુણ્ય હોય તો મૃત્યુ સુધી ટકે, પણ પછી ? યા તો સુખ તમને છોડીને જાય... યા તમે સુખને છોડીને ચાલ્યા જાવ, બંને વિકલ્પોમાં સુખનો વિયોગ સુનિશ્ચિત જ છે. ઉપદેશધારા * ૨૬૬ ઉપદેશધારા + ૨૬૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ જીવને જોઇએ છે : અવિનાશી સુખ, કદી ન જાય તેવું સુખ ! પણ એના લમણે ટીચાય છે વિનાશી સુખ ! મોક્ષનું સુખ એકવાર મળ્યા પછી ક્યાંય જવાનું નથી. માટે જ તે અવિનાશી છે. અવિનાશી સુખ પ્રાપ્ત કરવાની આપણી ઇચ્છા, મોક્ષ વિના બીજે ક્યાંય પૂરી થાય તેમ નથી. (૪) આપણી ઇચ્છા કોઇનેય આધીન થઇને નહિ રહેવાની છે. પણ આ સંસારમાં તો પરાધીનતા જ પરાધીનતા છે ! વિદ્યાર્થી હો તો શિક્ષકની, પુત્ર હો તો મા-બાપની, નોકર હો તો શેઠની, સેવક હો તો રાજાની, રાજા હો તો પ્રજાની... સૌ કોઇને આખરે કોઇની તો ગુલામી સ્વીકારવી જ પડે છે. અરે... કાંઇ નહિ તો કર્મની ગુલામી તો બધાને લાગેલી જ છે ને ? કર્મસત્તા બધાને એડીતળે ચગદી રહી છે. એમાંથી કોઇ જ મુક્ત નથી. મોટો શહેનશાહ કે ચક્રવર્તી પણ આખરે કર્મને આધીન છે. કર્મસત્તા રૂઠે ત્યારે શ્રેણિક કે શાહજહાં જેવાને પોતાના સગા દીકરાના હાથે જેલમાં જવું પડે છે. શ્રીકૃષ્ણ જેવાને જંગલમાં એકલા પાણી વગર તરફડતા મરવું પડે છે. મલ્લિનાથ જેવા તીર્થંકરને સ્ત્રી બનવું પડે છે. આદિનાથ જેવા ભગવાનને ૪૦૦ દિવસ સુધી ભૂખ્યા રહેવું પડે છે. સંસારમાં કર્મસત્તાની એકછત્રી આણ છે. આમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે : મોક્ષમાં પહોંચી જવું. બધાને રમાડતી કર્મસત્તા સિદ્ધોને કશું જ કરી શકતી નથી. (૫) ‘સૌ કોઇ મારે આધીન રહે' એવી જીવની ઇચ્છા છે ખરી, પણ અહીં ઘરના પુત્રો પણ આધીન નથી રહેતા ત્યાં આખા જગતની તો વાત જ ક્યાં કરવી ? હા... મોક્ષમાં રહેલા સિદ્ધ ભગવંતોને આધીન આખું જગત છે. એમના કેવળજ્ઞાનમાં જેવું પ્રતિબિંબિત થયેલું હોય છે, તેવી જ ઘટના જગતમાં બને છે. એનાથી અન્યથા કદી જ ન બની શકે. ઉપદેશધારા * ૨૬૮ એટલે આપણી આ પાંચેય ઇચ્છાઓ મોક્ષમાં ગયા વગર પૂરી થવાની નથી. ‘મોક્ષમાં જવા તમે કેમ ઇચ્છો છો ?’ એવું કોઇ પૂછે ત્યારે કહેજો : ‘મોક્ષ વગર આ પાંચ ઇચ્છાઓ સંસારમાં ક્યાંય ક્યારેય પૂરી થઇ શકે તેમ નથી, માટે મોક્ષમાં જવા ઇચ્છું છું.' આવી પાંચ ઇચ્છાઓ પ્રત્યેક જીવને કેમ છે ? તે જાણો છો ? કારણ કે પ્રત્યેક જીવનું સ્વરૂપ જ તેવું છે. આત્મા સુખમય છે માટે સુખની જ ઇચ્છા થવાની, દુ:ખમય થવાની નહિ જ થવાની. જડ પદાર્થોને આવી કોઇ ઇચ્છા નહિ થવાની, કારણ કે તેમનું સ્વરૂપ આવું નથી. જીવનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે. જીવની આ પાંચ ઇચ્છાઓને શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવી છે : (૧) સત્ : જીવવાની ઇચ્છા... (૨) ચિત્ : જાણવાની ઇચ્છા... (૩) આનંદ : સુખની ઇચ્છા... (૪) ઇશિત્વ : સ્વતંત્રતાની ઇચ્છા... (૫) વશિત્વ : સત્તાની ઇચ્છા... આ પાંચેય ઇચ્છાઓ (આ ઇચ્છાઓ, ઇચ્છાઓના ત્યાગ કરવાથી જ પૂર્ણ થઇ શકે, તે ભૂલવું નહિ) મોક્ષમાં જ પૂરી થઇ શકે, એ બરાબર, પણ મોક્ષ ન મળે ત્યાં સુધી અહીં શું કરવું ? ઉપાધ્યાયજી મહારાજ કહે છે : મોક્ષની વાનગી અહીં જ ચાખવી હોય તો ‘આત્મજ્ઞાન’ આ જ જીવનમાં પામવાનો ધ્યેય સદા નજર સામે રાખવો. આત્મજ્ઞાન કરતાં ઊંચું કોઇ જ્ઞાન નથી. આત્માની પ્રાપ્તિથી ઊંચી કોઇ પ્રાપ્તિ નથી. 'आत्मलाभात् परो लाभो नास्तीति मुनयो विदुः ।' ઉપદેશધારા * ૨૬૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ પાડોશણોએ એકઠી થઇને ભગાને અટકાવ્યો : અરે ગાંડા ! કાંઈ સમજે છે ? આ રીતે પત્નીને મરાય ? જો તો ખરો ! એના ગાલ કેવા ફૂલીને ‘વડા' જેવા થઇ ગયા છે !' ‘વડા’ શબ્દ સાંભળતાં જ ભગાને લાઈટ થઇ : “હા.. હા... એ જ વડા બનાવવાના હતા. મેં એ જ ત્યાં ખાધેલા !' ભગા જેવી હાલત આપણા બધાની છે. મૂળભૂત ધ્યેય ભૂલી જઇએ છીએ. રસ્તામાં આવતું બનતું બીજું કાંઇક યાદ રાખી લઇએ છીએ. યાદ રહે કે સત્તા, સંપત્તિ, કીર્તિ વગેરે રસ્તામાં આવતા ‘ભલા ઠેકા’ છે. ‘ભલા ઠેકા'ને ત્યાં જ છોડી દેવાના છે. એની ધૂનમાં અસલી ધ્યેય ભૂલવાનો નથી. આત્મજ્ઞાનરૂપ ધ્યેય સદા નજર સામે રાખીને જીવન જીવવામાં આવે તો ? આપણું આ જ ક્ષણે પરિવર્તન થઇ જાય. પણ શરત એ કે આ ધ્યેય સતત નજર સમક્ષ રહેવો જોઇએ. અત્યારે તો માણસોના ધ્યેય પૈસા, પદ, પ્રતિષ્ઠા ઇત્યાદિ જ બનેલા છે. આત્મજ્ઞાન કોને જોઇએ છે ? કદાચ કોઇ ‘આત્મજ્ઞાન’નો ધ્યેય રાખે... અમારા જેવાની વાતો સાંભળી-વાંચીને... પણ એ ક્યાં સુધી ટકવાનો ? સંસારની ઝાકઝમાળ એવી જોરદાર છે કે આ ધ્યેય થોડી જ વારમાં ક્યાંય તણાઇ જાય, ભૂલાઇ જાય. ધ્યેય જ ભૂલાઇ જાય તો હાલત કેવી થાય ? ભગો સાસરે ગયો હતો, ત્યાં એણે વડા ખાધા. સ્વાદ દાઢમાં રહી ગયો. આઇટમનું નામ બરાબર યાદ રાખી લીધું. ભૂલાઇ ન જાય માટે વડા... વડા... વડા.. કરતો પોતાને ગામ ચાલી નીકળ્યો. રસ્તામાં નાની નદી આવી. બીજા બધાએ તો ચાલીને પાર કરી, પણ ભગો તો એક જ કુદકે પેલે પાર પહોંચી ગયો... હોંશ ઘણો હતો ને ! કિનારે ઊભેલા બધા લોકો આ જોઇ બોલી ઊઠ્યા : ભલો ઠેકો ! (બહુ સરસ કૂદકો માર્યો !) પેલાને ‘ભલો ઠેકો’ શબ્દ એકદમ ચોંટી ગયો. ‘ભલો ઠેકો... ભલો ઠેકો...' કરતો તે આગળ ચાલ્યો. ‘વડા’ ભૂલાઈ ગયા. ઘેર આવીને પત્નીને કહે : “ભલો ઠેકોર્ડ બનાવ. પત્ની : ‘ભલો ઠેકો” એ શું વળી ? અરે બહુ સ-રસ હોય છે. કેમ કોઇ દિવસ તું બનાવતી નથી ? ત્યાં તો બનતા હોય છે. બહુ સ-રસ હોય છે. બનાવે છે કે નહિ ? નહિ તો માર પડશે.' પત્ની કાંઇ સમજી નહિ. બહાવરા બનેલા ભગાએ પત્નીને ઝૂડી નાખી. ગાલ તો ફૂલીને લાલ થઇ ગયા. ગુરુ તમારા પ્રમાદને ઉડાડી તમને ક્રિયામાં જડે છે, માટે જ પછી કિયાવંચકતા મળે છે. પૂ. મુનિ ધુરંધરવિજયજી : ક્રિયામાં જોડી ર૮ અંશો તો ધ્યાન ક્યારે ? પૂજ્યશ્રી : ક્રિયા કરતાં નિર્વિકલ્પમાં જવાય. ધુરંધરવિજયજી : ક્રિયા કરતાં તો ડોસા થઈ ગયા. અત્યારે તો ધ્યાનનો ક્રેઝ ચાલે છે. - પૂજ્યશ્રી : હું ક્યાં ધ્યાનનો નિષેધ કરું છું ? હું કહું છું વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જઈ શકાય. પહેલાં મન, વચન, કાયાને શુભમાં પલટાવો. પછી નિર્વિકલ્પમાં જીવ. સીધા સાત મા માળે ન જવાય. ૬. કુરંધરવિજયજી : ગુરુ ધ્યાન ન આપી શકે ? ઘણા ગુરુ દાવા તો કરતા હોય છે. પૂજ્યશ્રી : ભલેં . ઈશું. ૫. ધુરંધરવિજયજી : કેવું આપે ? પૂજ્યશ્રી : એ લોકો જેવું શીખ્યા હોય તેવું અાપેને ? તમારા ગુરુ મહાર/જ (પૂ. ૫. ભદ્રંકર વિ. મ.)નું સાહિત્ય વાંચો. એ માં સામાયિક ધર્મપુસ્તક એમનું જ છે. એમના જ પદાર્થો છે. માત્ર નામ મારું છે. એમની જ ભલામણથી ધ્યાનવિચાર ગ્રંથ વાંચવા કાઢેલો. મેં એ કાઢંચો ને મને લાગ્યું કે મને સાક્ષાત્ સર્વજ્ઞ મળી ગયા. - કહે કલાપૂર્ણસૂરિ-૩ (પા.નં. ૧૮૨), તા. ૧૮-૦૮-૨000 ઉપદેશધારા * ૨૭૦ ઉપદેશધારા ૪ ૨૭૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ર૧. સર્વત્ર પર્વ મામ: પુરા : I બધે જ સ્થળે આગમને આગળ રાખવા” માં આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ - વગેરે પદાર્થો પર નિર્ણય કઇ રીતે કરવો ? આ બધા અતીન્દ્રિય પદાર્થો છે. અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય આપણા જેવા છદ્મસ્થો કરી શકે નહિ. કરવા જાય તો ઠોકરો જ ખાય. આથી જ સાધક માટે શાસ્ત્ર એ જ આધાર છે. દેવોને અવધિજ્ઞાનની આંખ છે. સિદ્ધોને કેવળજ્ઞાનની આંખ છે. સામાન્ય માણસને ચામડાની આંખ છે, પણ સાધુને શાસ્ત્રની આંખ છે : 'साधवः शास्त्रचक्षुषः' એમ પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે. મૌલિકતાના નામે જે લોકોએ શાસ્ત્ર છોડ્યા તેઓના ભાગ્યમાં ઠોકરો જ ખાવાનું લખ્યું છે, એમ માનજો . માથા પાછળની માખી નહિ જાણી શકનારો છદ્મસ્થ માણસ અતીન્દ્રિય પદાર્થોમાં ગોટા જ વાળવાનો ! આગમો તો ભગવાનનું જ મંત્રમય રૂપ છે. ભગવાન અત્યારે આપણા પર બે રીતે ઉપકાર કરી રહ્યા છે : આગમ અને મૂર્તિથી. આ બંનેમાં મંત્ર અને મૂર્તિ સ્વરૂપે સાક્ષાત્ ભગવાન જ છે, એમ શ્રદ્ધાળને દેખાય છે. मन्त्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः, सोऽयं साक्षाद् व्यवस्थितः ॥ મંત્ર અને મૂર્તિના રૂપમાં આ સાક્ષાત ભગવાન જ બિરાજમાન છે.” ૫. વીરવિજયજી કહે છે : ‘વિષમ કાળે જિન બિબ જિનાગમ, ભવિયણ કું આધારા.” વિષમકાળમાં જિનબિંબ અને જિનાગમ – આ બે જ આપણને સૌને આધારરૂપ છે. ભગવાનની મૂર્તિ આપણા હૃદયને ભક્તિથી ભીનુ-ભીનું બનાવે છે, જયારે ભગવાનના આગમ આપણા મગજને જ્ઞાનથી ભર્યું-ભર્યું બનાવે છે. હૃદય અને મગજ બંનેનો સમકક્ષી વિકાસ જીવનને સમતોલ અને આનંદપૂર્ણ બનાવે છે. મૂર્તિ ભક્તિપૂર્ણ જીવન માટે છે. આગમ જ્ઞાનપૂર્ણ જીવન માટે છે. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહે છે : હે સાધક ! તું સર્વત્ર જિનાગમને આગળ રાખ. આગમ ભણીએ જ નહિ તો આગળ શી રીતે રાખી શકીએ ? સાધુ માટે પાંચ પહોર સ્વાધ્યાયનું વિધાન છે. પાંચ પહોર એટલે લગભગ ૧૫ કલાક. ૨૪માંથી ૧૫ કલાક સુધી સ્વાધ્યાયમાં રમમાણ રહે તે આગમમાંથી અર્ક કાઢી શકે. જે કદી ભણ્યો ન હોય, આગમ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ ન હોય તે આગમને આગળ શી રીતે રાખવાનો ? ઉપદેશધારા * ૨૭૨ ઉપદેશધારા * ૨૭૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવના આગમગ્રંથો, પૂજયશ્રી હરિભદ્રસૂરિજીના યોગગ્રંથો, વગેરે વાંચવાથી આપણી મતિ જિનાજ્ઞાથી વાસિત બને છે. જિનાજ્ઞાથી વાસિત બનેલી મતિ જ સર્વત્ર આગમને આગળ રાખી શકે. જયારે આવી રીતે આપણી બુદ્ધિ ભાવિત બનશે ત્યારે. “.. //દા વ૮ ઇંતા ન હુંતો નફ નિ TT TEો' (જો જિનાગમ ન હોત તો અમારા જેવા અનાથોની શી દશા થાત ?) એમ હરિભદ્રસૂરિજીની જેમ આપણે પણ બોલી ઊઠીશું. આ ઉદ્ગારોથી સમજાય છે : જિનાગમોથી એમની મતિ કેટલી વાસિત બની હશે ? આટલી ભૂમિકા બાંધ્યા પછી મારે જણાવવું છે કે પ્રતિભાશાળી સાધુએ સ્વાગમોમાં નિષ્ણાત બન્યા પછી પરાગમોનો પણ ઊંડાણથી અભ્યાસ કરવો જોઇએ. એનાથી આગળ વધીને કહીએ તો આજનું જે જે ઉત્તમ સાહિત્ય છે, જે જે જાણવા જેવું છે, આપણામાં ઉત્તમતા પોષનારું છે, જીવનનું ઊર્ધ્વીકરણ કરનારું છે, તે બધું જ વાંચવું જોઇએ, જાણવું જોઇએ. શ્રી હેમચંદ્રસૂરિજીને ‘કલિકાલસર્વજ્ઞ' બિરૂદ શી રીતે મળેલું ? તેઓ, તે યુગમાં રહેલા સર્વ શાસ્ત્રોના જાણકાર હતા તેથી મળેલું છે. આજના કાળમાં આવા ‘કલિકાલ સર્વજ્ઞ'ની જરૂર છે, જે વર્તમાન સમયનું બધું જ જાણી, તેનો સ્વાદ્વાદ દૃષ્ટિકોણથી સમન્વય કરી શકે, સ્વશાસ્ત્રમાં સમવતાર કરી શકે. પૈસો જેમ રૂપિયામાં સમાઇ જાય તેમ અન્ય સર્વ જ્ઞાન જિનાગમોમાં સમાવેશ પામે છે. માત્ર એની કળા તમારી પાસે હોવી જોઇએ. જો એવી કળા હસ્તગત ન થઇ હોય તો જ્ઞાનગર્ભિતતા નથી, એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે. ‘જયાં ક્યાંય પણ શ્રેષ્ઠ છે, સત્ય છે, તે બધું જ જિનાગમરૂપી સમુદ્રમાંથી ઊડેલા બિંદુઓ જ છે... કોઇ સત્ય જ્ઞાન પરાયું નથી’ સિદ્ધસેનદિવાકરસૂરિજીના આ શબ્દો પણ આ સંદર્ભમાં યાદ રાખવા જેવા છે. મૂર્તિના દર્શન કરતાં જેમ આનંદ આવે છે, એ આનંદ જેમ કર્મ-નિર્જરાનું કારણ છે. તેમ શ્રેષ્ઠ પુસ્તકો વાંચતાં પણ આનંદ આવે છે. એ આનંદ પણ કર્મ-નિર્જરાનું કારણ બને છે, એ ભૂલવાનું નથી. આનંદ આપનારી બે જ વસ્તુઓ છે : પ્રતિમા અને પુસ્તક (શ્રેષ્ઠ પુસ્તક) પ્રભુ જેને પ્યારા લાગ્યા તે જેમ પ્રતિમા જોતાં આનંદ-વિભોર બની જાય છે, તેમ પ્રભુનું જ્ઞાન જેને પ્યારું લાગ્યું તે સપુસ્તક વાંચતાં આનંદ-વિભોર બની જાય છે. પુસ્તકો એ કાંઇ જેવી-તેવી વસ્તુ નથી, મહાપુરુષોનું એ હૃદય છે. એમણે જીવનની ઉત્તમોત્તમ ક્ષણમાં જે લખ્યું તે ક્ષણ પુસ્તક દ્વારા આપણને અનુભવવા મળે, તે ઓછી વાત છે ? પુસ્તક દ્વારા મહાપુરુષોના હૃદયમાં પેસવાની તક મળે છે, તે કાંઇ ઓછી વાત છે? ભગવતીસૂત્રમાં ‘નમો વંઇ તિવણ' કહીને અઢારેય પ્રકારની (ઉપલક્ષણથી સર્વ પ્રકારની લિપિ) લિપિને નમસ્કાર કર્યા છે, તે વાંચનનો મહિમા બતાવે છે. જેને સતુપુસ્તકો વાંચવાનો શોખ છે તેને કદી કોઇ દુ:ખી બનાવી શકે નહિ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે આનંદી રહી શકે – ઉત્તમ સાથીરૂપે જેને પુસ્તકો મળ્યા છે. વિચારપૂર્વક વાંચવાથી આપણી દષ્ટિ વિશાળ બને છે, આપણું દર્શન અને દૃષ્ટિકોણ સમૃદ્ધ બને છે, વાંચનનો આ ઓછો લાભ છે ? મિત્ર તો હજુ નારાજ પણ થઈ શકે, પુસ્તકો કદી નારાજ થતા નથી. જયારે ચાહો ત્યારે વાંચી શકો... જયારે પણ કંટાળો આવે ઉપદેશધારા * ૨૭૪ ઉપદેશધારા ૪ ૨૭૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પુસ્તકો હાથમાં લઇ લેજો ... તમને નવી જ તાજગી અને નવી ફૂર્તિનો અનુભવ થશે. તમારો કંટાળો ક્યાંય દૂર ભાગી જશે. એકવાર વાંચનમાં તમને રસ પડી ગયો તો તમને પુસ્તક વગરનું જીવન અસંભવ લાગશે. દુનિયાની બધી શાંતિ પુસ્તકમાં પડેલી છે, એવું લાગશે. જેમ વ્યાયામથી શરીર કસાય છે, ભક્તિથી હૃદય કસાય છે (ભાવિત બને છે) તેમ વાંચનથી આપણું મગજ કસાય છે. કસરતથી કસાયેલું શરીર ગમે છે તો વાંચનથી કસાયેલું મગજ નથી ગમતું ? વિ. સ. ૨૦૧૬માં સૌ પ્રથમ જીવલેણ માંદગી આવી. ડૉકટરે કહ્યું : ટી. બી. છે. સોમચંદ વૈદ કહે : ટી. બી., બી. બી. કાંઈ નથી. મારી દવા લો. કહેવું પડે. ભગવાને જ વૈદને તેવી બુદ્ધિ આપીને આઠ દિવસમાં છાશ કિંt૨. ઊભો કરી દીધો. બીજી માંદગી મદ્રાસમાં આવી. મેં રાત્રે ક૯૫તવિજયજીને કહી દીધું : ‘હું છું. બ૨વાની શક્યતા નથી. ' મુહરીના બોલ્ફ પક્ષ હું ભૂલી ગયેલો. વેદના ભયંકર ! પટ્ટ વખતે #તિ પણ બોલી શકું નહિ, પણ ભગવાન બેઠા છે ને ? એમણે મને બચાવી લીધો. આવા ઉપદ્રવોમાંથી બચાવનાર ભ૨વાન છે ને ? તે વખતે મને થયેલું : પ્રભાવનાના નામે આ ક્ષેત્રમાં હું ક્યાં અાવ્યો તે વખતે કહપના પણ ન હતી કે હું સાજો થઈ જઈશ અને ગુજરાત-કચ્છમાં અાવીને હું પાછો વાચના આપીશ. પસ ભગવાને મને બેઠો કર્યો. આજે તમે વાસના પન્ન સાંભળી રહ્યા છો. આવા ભગવાનને હું શી રીતે ભૂલી શકું ? હું તો મારા અનુભવથી કર્યું છું : બાહ્ય આતર આપત્તિોમાં ભગવાન રક્ષણ કરે જ છે. જીવનમાં ખૂટતી આધ્યાત્મિક શક્તિઓને પૂરતી કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે તો વ્યક્તિ થી પંક્તિ મળી જાય. નવકાર #ીને હું પુસ્તક ખોલું. જે નીકળે તે માં ભગવાનનો આદેશ સમજી હું અમલ કરું અને સફળતા મળશે. અત્યારે ભગ્ગવાન સિવાય મને કોનો અ૪ ધાર છે ? અનુભવથી કહું છું : ભગ્યવાન સતત યોગક્ષેમ કરતા જ રહે છે. કેઠ મોક્ષ સુધી યોગક્ષેમ કરતા જ રહે છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા. નં. ૩૯), તા. ૨૨-૦૯-૨000, ભા.૩.૯ ર૬. વ્યા: વિન્યા: | કુવિકલ્પો છોડી દેવા’ કુવિકલ્પો સાધના-માર્ગમાં બહુ મોટું વિઘ્ન છે. કુવિકલ્પો એટલે કુવિચારો ! કુસંગ અને કુસાહિત્યની જેમ કુવિચારો પણ ખતરનાક છે. કદાચ કુસંગ અને કુસાહિત્યથી પણ વધુ ખતરનાક છે. કુસંગ અને કુસાહિત્ય પણ તો જ ખતરનાક બની શકે જો આપણી અંદર કુવિચાર પેદા થાય. કુવિચાર પેદા જ ન થાય તો કુસંગ કે કસાહિત્ય શું બગાડી શકવાના હતા ? જો કે સાહિત્ય કે સંગની ઉપેક્ષા કરી શકાય નહિ, કારણ કે આપણે વિચાર-વિશ્વ સાહિત્ય અને સંગથી જ ઘડાય છે. વિચાર પ્રમાણે જ આચાર બનતા રહે છે. અગાઉ વાંચનની વાત કરી, પણ ઘણું ઘણું વાંચ-વાંચ કરવાથી મન વિચારોથી ભરાઇ જાય છે. મનમાં એટલા બધા યોગ્ય-અયોગ્ય વિચારો ઘૂસી જાય છે કે માણસ ક્યારેક પોતાના જ વિચારોથી ત્રાસી જાય. આને વિચારોનું અજીર્ણ કહેવાય. ભોજનના અજીર્ણને તો હજુ પહોંચી વળાય, પણ વિચારોના અજીર્ણનું શમન કરવું એટલું સહેલું નથી. કુવિચારોને નાથવાનો એક અમોઘ ઉપાય છે : સુવિચારો ! ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી જીતી શકાય તેમ કુવિચારોને સુવિચારોથી જીતી શકાય. કુવિચારોને નાથવા ઘણા સુવિચારો જોઇએ જ, એવું નથી. એક પણ સુવિચાર... હૃદયના ઊંડાણ સુધી ગયેલો સુવિચાર, ઉપદેશધારા # ૨૭૭ ઉપદેશધારા ૪ ૨૭૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્માના પ્રદેશે-પ્રદેશમાં વ્યાપી ગયેલો સુવિચાર, બધા જ કુવિચારોને હડસેલી શકે છે. થોડું જ મેળવણ તપેલા જેટલા દૂધને દહીં બનાવી જ નાખે છે ને ! ઉપશમ, વિવેક, સંવર - આ ત્રણ શબ્દ પરની જ સુવિચારધારાએ ચિલાતીપુત્રના બધા જ કુવિકલ્પના કચરા કાઢી મૂકેલા. “મા રુપ મા તુષ' (રાગ-દ્વેષ નહિ કરવા) આટલા જ સુવિચારને ભાવિત બનાવવાથી માતુષ મુનિ કેવળી બન્યા હતા. આ છે સુવિચારની તાકાત ! બોલાયેલા કે લખાયેલા શ્રેષ્ઠ શબ્દો કરતાં સુવિચારની તાકાત અનેકગણી વધુ છે, એવું પરમ સત્ય સ્વીકારવા માટે મૌનના મંદિરમાં બેસીને આપણા મગજને ઢંઢોળવું પડશે, સુવિચારો જાગૃત કરવા પડશે. સુવિચારોની બાબતમાં આપણે ઘણા દરિદ્ર છીએ. એનાથી પણ વધુ કરુણ વાત એ છે કે એ દરિદ્રતા આપણને કઠતી નથી. ગંદા કે મેલા વસ્ત્રોથી આપણને શરમ આવે છે, જેવા-તેવા મકાનમાં રહેવું આપણને ગમતું નથી. અરે... જોડા પણ જેવા-તેવા ગમતા નથી, પણ જેવા-તેવા વિચારોથી નથી તો આપણને શરમ આવતી કે નથી તો એના માટે આપણે કશો પ્રયત્ન કરતા. સારા વસ્ત્ર, સારું ઘર, સારી વાણી, સારા જોડા, વગેરેની જેમ સારા વિચારોનું પણ આગવું સૌંદર્ય હોય છે, એવું આપણને કદી લાગ્યું નથી. સારા વિચારો તો આપણા આંતરિક સૌંદર્યની નિશાની છે. ઘણીવાર આપણે શ્રેષ્ઠ જીવન-સાથી કે સારા મિત્ર માટે વિચારીએ છીએ, પણ સારા વિચારો કરતાં શ્રેષ્ઠ સાથીદાર બીજા કયા છે ? આ સાથીદાર એવા છે કે જે તમને કદી દગો નહિ આપે, તમારાથી કદી અલગ નહિ થાય, તમારું કદી બગાડશે નહિ. તમને ‘એકલા રહીને શી રીતે જીવવું' તે શીખવાડશે. આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઇ સિદ્ધિ હોય તો માણસ ‘એકલો’ રહીને જીવી શકે તે છે. ઉપદેશધારા * ૨૭૮ સુવિચારની સમૃદ્ધિ તમને એ સિદ્ધિ આપે છે. એકલા જીવવાની કળા શીખવે છે. બાકી બધું આ જગતમાં ચલાચલ છે. જીવનમાં અનેક જીવોના સંપર્કો થાય છે ને તૂટી જાય છે, પણ સુવિચાર તમારા સદાના સાથી રહે છે; જો તમે એને રાખી શકો. જેના મગજમાં સુવિચારોના રત્ન ભરેલા છે તે જગતનો સૌથી શ્રીમંત માણસ છે. દરિદ્ર હોવા છતાં તે ‘દરિદ્રી’ નથી. એકલો હોવા છતાં તે એકલો નથી. સુવિચારથી સમૃદ્ધ માણસના આચાર અને ઉચ્ચાર સ્વયમેવ સમૃદ્ધ બની જાય છે. એ જે કરશે તે વિચારીને કરશે. એ જે બોલશે તે વિચારીને બોલશે. એની વાણી અને એના કાર્યમાં સંયમ હશે, સંવાદિતા હશે. આવી સંવાદિતાના કારણે એ આંતરિક અવિનશ્વર સૌંદર્યનો સ્વામી બનશે. આવા બનવા માટે કુવિચારોને કાઢવા જ પડશે. કુવિચારોની સાથે સુવિચારો રહી શકે નહિ. કુવિચારો અને કુભાવનાઓ જો આપણે ન કાઢી શકીએ તો ભગવાન પણ કશું નહિ કરી શકે, આપણો સર્વનાશ રોકી નહિ શકે. કુવિચાર મનુષ્યના વિનાશનું કારણ બને છે. કારણ કે કુવિચારના વારંવારના સેવનથી માણસ વહેલો-મોડો કુકર્મમાં પ્રવૃત્ત થાય જ છે. આજે જે કુકર્મમાં પ્રવૃત્ત થયેલો માણસ દેખાય છે, તેણે ગઇ કાલે (અર્થાત્ ભૂતકાળમાં) કુવિચારો અવશ્ય સેવેલા, એમ સમજી લેજો. એવી જ રીતે જે આજે કુવિચાર સેવે છે, તે આવતીકાલે અવશ્ય કુકર્મ સેવવાનો ! આને ઉલ્ટાવીએ તો આમ પણ કહી શકાય : આજે જે માણસ ખરા ભાવથી સત્કર્મ કરે છે, તેણે ગઇ કાલે અવશ્ય સુવિચાર કર્યા હશે. આજે જે સુવિચાર કરે છે તે આવતી કાલે અવશ્ય સત્કર્મમાં ઉપદેશધારા * ૨૭૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રવૃત્ત થશે. આ તેનું અવશ્યભાવિ ભવિષ્ય છે. એના માટે કોઇ જોષીને પૂછવાની જરૂર નથી. કુવિચારોને કાઢવા શી રીતે ? સુવિચારો લાવવા શી રીતે ? એનો ઉપાય કયો ? ૫. ભદ્રંકરવિજયજી ઘણીવાર કહેતા : તમે તમારા વિચારોની નોંધ રાખો. નોંધ રાખો એટલે ફક્ત ધ્યાન રાખો એમ નહિ, પણ નોટબુકમાં લખો-દિવસના અંતે લખો. સારા-નરસા જે કોઇ પણ વિચાર દિવસ દરમ્યાન આવ્યા હોય તે પ્રામાણિકપણે લખો. ખરાબ વિચાર ક્યાંથી આવ્યા ? એનું ઉદ્ગમસ્થાન કયું ? એ શોધીને લખતા રહો. ખરાબ વિચારમાંથી બચવા મેં શું કર્યું ? અથવા હું શી રીતે બચી ગયો ? એ પણ લખો. આ નોધપોથી કોઈને બતાવવાની નથી. જો મનને ખબર પડી કે આ નોંધપોથી છપાવવાની છે કે કોઈને બતાવવાની છે તો એ (મન) એટલું ચાલાક છે કે સારું સારું લખવા જ પ્રેરાશે. બીજા સમક્ષ તે પોતાને ખરાબ દેખાડવા કદી જ તૈયાર નહિ થાય. ફલતઃ નોંધપોથીમાં પ્રામાણિકતા નહિ જળવાય. પ્રામાણિકપણે મનની નોંધપોથી તૈયાર કરતા રહેશો. ૪-૬ મહિનામાં જ તમારામાં પરિવર્તન આવવા લાગશે. એની અનુભૂતિ તમે જ નહિ, તમારી આસપાસના માણસો પણ કરવા લાગશે. સુવિચારો તમારા સાથી બનશે. નોંધપોથીનું આ કામ, લાગે છે તેટલું સહેલું નથી. ખૂબ જ હિંમત અને ખૂબ જ પ્રામાણિકતા જોઇએ એમાં. કુવિચાર-ઉત્થાપન અને સુવિચાર-સ્થાપના માટે આ પ્રયોગ કરવા જેવો છે. ૨૭. થેયં વૃદ્ધાનુવૃજ્ય ૨ ! “વૃદ્ધ પુરુષોને અનુસરવું નવા યુવાન મંત્રીની સલાહથી રાજાએ દરબારમાંથી બધા જ ઘરડાઓને હાંકી કાઢવા નિર્ણય કર્યો. એક વૃદ્ધ પ્રધાન મંત્રીએ કહ્યું : ‘આપની વાત સાચી છે, પણ આવતી કાલે આપ એક પ્રશ્ન પૂછજો . તેના જવાબ પરથી વૃદ્ધ પુરુષોનું મૂલ્ય આપને સમજાય તો નિર્ણય પર પુનઃ વિચાર કરજો.’ રાજાએ બીજે દિવસે સભામાં પૂછ્યું : “મને કોઇ લાત મારે તેને કઇ સજા કરવી.’ બધાએ મૃત્યુ-દંડની સજા કહી, પણ એક વૃદ્ધ પુરુષે કહ્યું : રાજન ! એને સજા ન અપાય, પણ ઇનામ અપાય. આપને લાત મારવાની કોની હિંમત છે ? યા તો આપનો નાનકડો કુંવર આપને લાત મારી શકે અથવા તો રાણી લાત મારી શકે. એ બંને તો ઇનામના જ અધિકારી ગણાય ને !' સભા સ્તબ્ધ થઇ ગઇ - આ જવાબથી, રાજા પણ ખુશ થઇ ગયો. ઘરડાને રવાના કરવાનો નિર્ણય પાછો ખેંચાઇ ગયો. ઘરડા ગાડા વાળે' એ કહેવત એમને એમ નથી પડી. એમાં અનુભવનો નીચોડ છે. વૃદ્ધ પુરુષો તો હાલતું-ચાલતું પુસ્તકાલય છે. જે જ્ઞાન મેળવવા ઉપદેશધારા * ૨૮૦ ઉપદેશધારા ૪ ૨૮૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ વર્ષોના વર્ષો લાગે, તે જ્ઞાન સહજ રીતે એક જ વાક્યમાં આપી દેવાની ક્ષમતા વૃદ્ધ પુરુષ પાસે હોય છે. ૬૫-૭૦ વર્ષનો અનુભવ ! એટલા વર્ષોનો જ્ઞાનનો સંગ્રહ ! એટલા વર્ષોની પરિપક્વતા ! આ બધાનો લાભ આપણે એમના અનુસરણ દ્વારા પામી શકીએ. એ અનુભવ જો જાતે જ મેળવવાનો આગ્રહ રાખીએ તો સ્મશાન ભેગા થઇ જવું પડે એટલો સમય લાગે ! કદાચ વિચાર આવશે : “ઘરડા ગાડા વાળે' એ કહેવત છે તેમ ‘સાઠે બુદ્ધિ નાઠી’ એ પણ કહેવત જ છે ને ? બેમાંથી કઇ સાચી ? બંને સાચી છે. જે માણસે મન, વચન, કાયા, બુદ્ધિને સત્કાર્યોમાં સદા પ્રવૃત્તિશીલ રાખી છે તે વય વધતાં વધુને વધુ પરિપક્વ, ઠરેલ અને સમજદાર થતો જવાનો. વગર પૂછુયે એ સલાહ પણ નહિ આપવાનો. કારણ કે એ સમજે છે : જેને બધા જ આપવા ઇચ્છે છે કે કોઇ જ લેવા ઇચ્છતું નથી તેવી એક ચીજનું નામ સલાહ છે. સલાહ આપીને અળખામણા થવા કરતાં તેમને પોતાની મેળે જ શીખવા દો, ગાડી સાવ જ અટકી જશે ત્યારે વાત ! સલાહ માંગવા આવશે ત્યારે આપીશ. આવા વૃદ્ધ પુરુષો આદરણીય છે, અનુસરણીય છે. જ્યારે કેટલાક માણસોએ મન, વચન, કાયા અને બુદ્ધિને હંમેશા નિષ્ક્રિય જ રાખ્યા છે. પ્રવૃત્તિ કદાચ કરી છે તો પારકી પંચાતની ! નિંદાની, બોલ-બોલ કરવાની ! આવો માણસ ઉંમરમાં મોટો થઈ જાય એટલે બદલાઇ જશે, એમ નહિ માનતા. જેમ-જેમ એ મોટો થતો જાય તેમ તેમ તેનો સ્વભાવ વિચિત્ર થતો જાય ! એની કચ-કચ વધતી જાય ! એની પારકી પંચાત વધતી જાય ! કુટુંબ માટે ભારરૂપ બને, અપમાનનો ભોગ બને, છતાં પોતાની પ્રકૃતિનો દોષ સમજે નહિ, આવા માણસને કારણે જ કદાચ “સાઠે બુદ્ધિ નાઠી' એ કહેવત પડી હશે ! બાકી વૃદ્ધ પુરુષ તો આદરણીય હોય, અનુસરણીય હોય, સ્વભાવે મીઠા-મધુર હોય. જુવાન માણસ તો હજુ ખાટો હોય, તીખો હોય, પણ ઘરડો તો મીઠો જ હોય. કાચી કેરી ખાટી હોય છે, પણ પાકેલી કેરી કેવી મીઠી હોય છે ? માણસ પણ ઉંમર થાય તેમ મીઠો થાય. એમ થાય તો જ એ કુટુંબાદિમાં આદરણીય બને. એ મૌન રહે તો જ એની સલાહ લેવા બીજા આવે. વૃદ્ધ પુરુષોને ખાસ સૂચના છે કે કદી વણમાંગી સલાહ આપશો નહિ. મૌન રહેશો તેમ તમારો મહિમા વધશે. કચ-કચ કરવાની આદતથી દૂર રહેજો . “ઘરડા ગાડા વાળે' એ કહેવતને યાદ કરીને “હું જ ગાડા વાળી શકે, મારી સલાહ જ કામ લાગવાની’ એમ માનશો નહિ. તમે મૌન રહો, નાની-નાની વાતમાં કચ-કચ ન કરો, સામેથી સલાહ ન આપો - એમાં તમારું ગૌરવ છે અને વડીલોનો આદર કરવાની, એમની સલાહ માંગવાની નાનાઓની ફરજ છે. બંને જો પોતાની ફરજ નિભાવે તો ઘરડાઓની છેલ્લી જિંદગી ઝેર ન બને, ઘરડાઓને આપઘાત કરવાની જરૂર ન પડે, ઘરડાઘરોની પણ જરૂર ન પડે. ‘આપે વિદ્વત્તા ક્યાંથી શીખી ? આંધળા પાસેથી, જે ક્યારેય ચોકસાઈ કયાં પહેલા પગ મૂકતો નથી અને ઘૂસ્યા પહેલા બહાર નીકળવાની તૈયારી રાખે છે. ” લુ કમાન પંડિતે કહ્યું. ઉપદેશધારા * ૨૮૨ ઉપદેશધારા + ૨૮૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૮. સાક્ષાર્થિ તત્ત્વમ્ | “આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો २९. चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् । જ્ઞાનાનંદથી મસ્ત થઈને રહેવું છે . આત્માનો સાક્ષાત્કાર ! જીવનની બહુ જ મોટી ઉપલબ્ધિ છે ! બીજું બધું આપણને અનંત ભવોમાં મળ્યું છે, પણ કદીયે આ નથી મળ્યું. આ નથી મળ્યું તો કશું જ નથી મળ્યું. આ મળ્યું છે તો બધું જ મળ્યું છે, જિહાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ તિહાં લગી સાધના સર્વ જૂઠી’ એમ કહેતો નરસૈયો આત્મ-સાક્ષાત્કારનો મહિમા ગાય છે. પણ આ તત્ત્વની પ્રાપ્તિ સ્વ-બળથી થતી નથી, માત્ર પ્રભુકૃપાથી જ થાય છે. જે પૂર્વની ૨૭ સૂચનાઓ મુજબ જીવન ગાળે છે તેના પર અવશ્ય પ્રભુ-કુપા ઊતરે છે. ખરેખર તો પ્રભુ-કૃપા હોય તો જ આવી સૂચનાઓ ગમે છે, જીવનમાં ઉતારવાનું મન થાય છે. કહેવાય છે કે નિજાનંદની મસ્તીમાં મસ્ત યોગીશ્રી આનંદઘનજી એક ગામમાં રોજ વ્યાખ્યાન આપતા હતા. એક શેઠ રોજ સાંભળવા આવતા. એક દિવસ શેઠ મોડા પડ્યા. વ્યાખ્યાન શરૂ થઇ ગયું. ધુંઆફંઆ થયેલા શેઠ ગર્જી ઊઠ્યા : ‘મહારાજ ! તમને ખબર છે આ ઉપાશ્રય કોણે બનાવ્યો છે ? તમને ખબર છે આ ગામમાં સૌથી શ્રીમંત કોણ છે ? તમને ખબર છે મારા આવ્યા પહેલા ક્યારેય વ્યાખ્યાન શરૂ થતું નથી ? આજે વ્યાખ્યાન કેમ શરૂ કર્યું ? ઠીક છે, હવેથી ધ્યાન રાખજો .' આનંદઘનજી મહારાજ તરત જ ઊભા થઈ ગયા : ‘લો, આ તમારો ઉપાશ્રય ! લો આ તમારો પાટ ! હું પેલા લીમડા નીચે વ્યાખ્યાન આપીશ. સાંભળવું હશે તે આવશે.' આશા ઓરન કી ક્યા કીજે ? આશા ઓરન કી ક્યા કીજે જ્ઞાન-સુધારસ પીજે આશા ઓરન કી ક્યા કીજે. આમ કહેતા આનંદઘનજી મહારાજ ત્યાંથી ચાલતા થયા. યાદ રહે : આ ગુસ્સો ન્હોતો. નિજાનંદની મસ્તીમાંથી જન્મેલી નિરપેક્ષતા હતા. ઉપદેશધારા ૪ ૨૮૪ ઉપદેશધારા ૪ ૨૮૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ જેને આત્મસાક્ષાત્કાર થયેલો હોય તે આવો નિરપેક્ષ અને ખુમારીથી ભર્યો-ભર્યો હોય. એને અંદરના આનંદનું ઝરણું મળી ગયું છે... આત્મા સાથે, પરમ ચેતના સાથે અનુસંધાન થઇ ગયેલું છે. પરમ ચેતનાના સ્પર્શથી જ તેમાં ખુમારી પ્રગટ થયેલી હોય છે, નિરપેક્ષતા પ્રગટ થયેલી હોય છે. આવો યોગી જે બોલે તે મંત્ર બને છે. જ્યાં ચાલે તે સ્થળ તીર્થ બને છે, જે કરે તે યજ્ઞ બને છે. देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र परामृतम् ॥ ‘દેહાભિમાન જ્યારે ગળી જાય છે, પરમ તત્ત્વ જ્યારે જણાઇ જાય છે, ત્યારે જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં અમૃતના ફુવારા ઊછળે છે, સમાધિ હોય છે.’ આવી દશાનો સ્વામી યોગી બને છે. ધબીજની વાવણી પછી સંભાળ રાખવામાં ન આવે તો આગળનો વિકાસ દુર્લભ બની જાય. હું મારી જ વાત કરું. માણસોની એટલી ભીડ કે હું મારા માટે ૫-૧૦ મિનિટ નથી કાઢી શકતો. ઘણી વાર થાય : હું શું આપીશ ? મારી પાસે શું છે ? છતાં વિચાર આવે : મને ભલે કાંઇ નથી આવડતું. મારા ભગવાનને તો આવડે છે. એ સાથે છે. પછી શી ચિંતા ? સાચું કહું છું : હમણાં જ ભગવતીનો પાઠ મહાત્માઓને આપીને આવ્યો છું. શું કહીશ ? તે જરાય વિચારીને નથી આવ્યો. ભગવાન ભરોસે ગાડી ચલાવું છું. આપણને શરણાગતિ પણ ક્યાં આવડે છે ? એ પણ ભગવાન જ શિખવાડે છે. કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૩) તા. ૧૭-૦૯-૨૦૦૦, ભા.વ. ૪ ઉપદેશધારા * ૨૮૬ બજે મધુર બંસરી (ઐતિહાસિક પ્રસંગો) દર્ભાવતી રત્ન પૂ. આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી અગિયારમી સદીના ઉત્તરાર્ધનો સમય... રળિયામણું દર્શાવતી નગર... (ડભોઇ નગર) ચિંતક શેઠ... મોંઘીબેન શેઠાણી ! ‘ચિંતય’ એમનું કુળ ! કોઇ પુણ્યવંતા દિવસે એમને ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. એના જન્મથી માત્ર માતા-પિતા જ નહિ, પણ બાજુના પાડોશીઓ પણ આનંદિત બની ઊઠ્યા. એનું મુખ ! જાણે પૂનમનો ચંદ્ર ! એનું કપાળ ! જાણે આઠમનો ચંદ્ર ! એની આંખડી ! જાણે કમળની પાંખડી ! એનો ત્રણ રેખાયુક્ત કંઠે ! જાણે કે દક્ષિણાવર્ત શંખ ! આવો મનમોહક બાળક કોને ન ગમે ? જેણે જેણે એ બાળક જોયો તે સૌએ મોંઘીબાઇને રત્નકુક્ષિ કહીને નવાજ્યાં ! એક દિવસે વિહાર કરતા કરતા આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી આવી ચડ્યા. ડભોઇના ભક્તિવંતા શ્રાવકોએ ભાવભીનું સ્વાગત કર્યું. દરરોજ વ્યાખ્યાનાદિ ચાલવા લાગ્યા. યશોભદ્રસૂરિજીની જાદુઇ વાણીએ ડભોઇ પર જાણે કામણ કર્યું. નાનાથી માંડીને મોટેરા સૌ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. વિશાળ ઉપાશ્રય પણ સાંકળો પડવા લાગ્યો. બજે મધુર બંસરી * ૨૮૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ નાના બાળક સાથે મોંઘીબેન પણ પ્રવચનમાં આવતાં હતાં. એક દિવસે આચાર્યશ્રીની નજર એ નાનકડા બાળક પર પડી અને... જાણે તેનું ભાગ્ય પલટાઇ ગયું. આચાર્યશ્રીની આંખો આ તેજસ્વી બાળક પર જડાઇ ગઇ. ઘડીભર તેઓ જોઇ જ રહ્યાં. આચાર્યશ્રીની ક્રાન્તદર્શી આંખો જાણે એ બાળકના કપાળ પરનું ઉજ્જવળ ભવિષ્ય વાંચી રહી હતી. થોડીવાર પછી પૂછ્યું : ‘કેમ બેન ! આ તમારો નંદન છે ?' ‘હા જી મોઘીબેને ઉત્સાહિત ચહેરે કહ્યું. ‘આ બાળકના ચહેરા પર હું જૈનશાસનની મહાન પ્રભાવના જોઇ રહ્યો છું. બેન ! મારું માનતા હો તો આ બાળકને શાસનનાં શરણે સોંપી દો. એનું જીવન ધન્ય બની જશે. માત્ર એનું જ નહિ, પણ તમારું જીવન પણ ધન્ય બની જશે અને રત્નકુક્ષિ માતા તરીકે તમારું નામ ઇતિહાસ પર સુવર્ણાક્ષરે લખાઇ જશે. ‘ગુરુદેવ ! મારો પુત્ર શાસનને સમર્પિત બને એવા મારા ભાગ્ય ક્યાંથી ? હું તો પહેલેથી જ એવી કામના કરતી રહી છું કે મારો પુત્ર શાસનનો શણગાર બને. આપ મારા પુત્રને સ્વીકારો. એના પિતાની પણ આ અંગે મંજૂરી જ છે. તેઓ તો મારાથી પણ વધુ ધાર્મિક વૃત્તિવાળા છે. ગુરુદેવ ! એને ભણાવજો, ગણાવજો અને આપનો પટ્ટપ્રભાવક બનાવજો . જેથી મારું જીવન પણ ધન્ય બને.' મોંઘીબેને મધમીઠો જવાબ આપ્યો. પહેલે જ ધડાકે પોતાના તેજસ્વી બાળકને ઉલ્લાસભર્યા હૃદયે સોંપી દેતી મોંઘીબેનને જોઇને આચાર્યશ્રીનું હૃદય નાચી ઊઠ્યું. તેઓ મનોમન બોલી ઉઠ્યા : ધન્ય રત્નકલિ માતા ! ધન્ય ડભોઇની પુણ્યભૂમિ ! મોંઘીબેન અને ચિંતક શેઠે પોતાનો વ્હાલસોયો પુત્ર ગુરુ ચરણે સમર્પિત કર્યો... શુભ મુહૂર્ત બાળકની દીક્ષા થઇ... ગુરુએ તેનું નામ પાડ્યું : શ્રી મુનિચંદ્ર મુનિ ! હા... આ બાલમુનિ ખરેખર ‘મુનિચંદ્ર' જ હતા. કારણ કે તેઓ મુનિઓમાં ચંદ્રની જેમ શોભતા હતા. એમના દર્શન માત્રથી સૌની આંખડી ઠરતી હતી... બાલમુનિ મુનિચંદ્ર ઉંમરમાં જ માત્ર બાળ હતા, બુદ્ધિમાં નહિ. નાની ઉંમર... પણ બુદ્ધિ એવી હતી કે મોટા મોટા ખેરખાંઓ પણ સ્તબ્ધ બની જાય... બુદ્ધિની સાથે શુદ્ધિ પણ એટલી જ જોરદાર હતી. આત્મશુદ્ધિ અંગે તેમની પહેલેથી જ એટલી તકેદારી હતી કે દીક્ષાના દિવસથી જ છ વિગઇનો ત્યાગ કર્યો... અને વાપરવામાં બાર દ્રવ્યથી વધારે નહિ લેવા તેવી પ્રતિજ્ઞા કરી. મોટે ભાગે તેઓ આયંબિલ જ કરતાં રહ્યા. બાલ્ય અવસ્થામાં પણ કેવી અબાલ બુદ્ધિ ! (તેઓ પ્રાયઃ કાંજીનું પાણી પીતા, આથી તેઓ ‘સૌવીરપાયી’ તરીકે પણ ઓળખાયા છે.). તેઓ ઉપાધ્યાયશ્રી વિનયચંદ્રજી પાસે પોતાનો અભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિના કારણે તપ સાથે જ્ઞાનમાં પણ તેઓ પ્રગતિ કરવા લાગ્યા... એમનામાં કેટલી તીવ્ર મેધા શક્તિ હતી તેનો હજુ ખાસ કોઇને પરિચય થયો હતો, પણ એક પ્રસંગ એવો બન્યો જેથી તેમની પ્રતિભાનો સૌને પરિચય થયો... વિ.સં. ૧૦૯૪માં તેઓ પોતાના ગુરુદેવ સાથે વિહાર કરતા કરતા પાટણ પાસે આવ્યા... પાટણ છોડીને આગળ વધતાં ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ ! આપ પાટણ કેમ છોડી દો છો ?' બજે મધુર બંસરી * ૨૮૮ બજે મધુર બંસરી * ૨૮૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ ‘વત્સ...! એનું કારણ છે. પાટણમાં ચૈત્યવાસીઓનું જોર છે. આપણે સંવેગી સાધુઓ કહેવાઇએ. તેઓ આપણને ઊતરવા નહિ આપે. ચૈત્યવાસી સાધુઓએ રાજાઓ મારફત પોતાના સિવાય અન્ય સાધુઓને નહિ ઊતરવા દેવાનો કાયદો કરાવેલો છે. ઊતરવાની જગ્યા જ ન મળે પછી ત્યાં જવું શી રીતે ? ‘ગુરુદેવ...! મને પાટણ જવાની ઘણી હોંશ છે. ત્યાંના તીર્થસ્વરૂપ મોટા-મોટા મંદિરોના દર્શન કરવાની ખૂબ જ ઇચ્છા છે. તો થોડા દિવસ માટે કોઈ ઓળખીતાને ત્યાં ઊતરવાની વ્યવસ્થા ન થઇ શકે ? આપે તો પાટણમાં ઘણી વાર દર્શન કર્યા હશે, પણ મેં કદી નથી કર્યા. અત્યારે આપણે પાટણની પાસે પહોંચ્યા જ છીએ તો ત્યાં જઇ આવીએ...' ‘ભલે તારી ચૈત્યપરિપાટીની ઇચ્છા હું પૂર્ણ કરીશ.” અને બાલમુનિ મુનિચંદ્રની વાત માનીને ગુરુદેવે પાટણમાં પ્રવેશ કર્યો. કોઇ પરિચિતને ત્યાં ઊતર્યા... બાલમુનિ ઝટપટ ચૈત્યોની પરિપાટી કરવા માટે નીકળી પડ્યા. એક વખતે તેઓ થરાપદ્રગચ્છના શ્રી આદિનાથ પ્રભુના દેરાસરમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને બહાર નીકળ્યા. ત્યાં એમના કાને સંસ્કૃત ભાષાની ચર્ચાના શબ્દો પડ્યા. તેમણે જોયું તો બાજુના સ્થાનમાં કોઇ આચાર્યશ્રી પોતાના બત્રીશ શિષ્યોને કંઇક ભણાવી રહ્યા હતા. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ભણાવનાર આચાર્યશ્રી એ બીજા કોઇ નહિ પણ વાદિવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિજી હતા. તેમને યાદ આવ્યું. ઓહ ! આ તો તે જ આચાર્યશ્રી, જેમણે ભોજરાજાની સભામાં ૮૪ વાદીઓને હરાવી જિન-શાસનની વિજયપતાકા ફરકાવી હતી અને તે બદલ તેમને રાજાએ આપેલા ૮૪ લાખ દ્રમ્મથી ધારામાં જિનાલયો બનાવ્યા હતા. તેમની આવી વાદશક્તિ જોઇને મહાકવિ ધનપાલે રાજા ભોજને કહેલું : “રાજન ! દરેક વિજય દીઠ જો આપ એક લાખ દ્રમ્મ આપવા જશો તો તિજોરી સાફ થઇ જશે. આપનું નામ ભલે શાંતિસૂરિ હોય પણ તેઓ વાદીઓ માટે તો વેતાલ જેવા વિકરાલ છે. કવિની આ વાત વધાવીને રાજાએ તેમને ‘વાદિવેતાલ' તરીકે ઘોષિત કર્યા હતા. બાલમુનિને આ બધી સાંભળેલી વાતો યાદ આવવા લાગી. આવા મહાન આચાર્યશ્રીના આમ અચાનક જ દર્શન થઇ જશે, એવી તેમને કલ્પના જ ન હતી. તેમના મનમાં વિચાર સ્ફર્યો : આવા આચાર્યશ્રી પાસે હું પણ કેમ ન ભણું ? આવો મોકો મળે ક્યાંથી..? તેઓ તરત જ ચાલતા પાઠમાં ધીરેકથી પહોંચી ગયા અને નમસ્કાર કરી સૌથી પાછળ બેસી ગયા. થોડીવારમાં જ તેઓને સમજાઈ ગયું કે આચાર્યશ્રી બૌદ્ધદર્શનના પ્રમેયવાદનો પાઠ આપી રહ્યા છે. પાઠ ખૂબ જ કઠિન હતો. ચર્ચા ઘણી જટિલ હતી. પણ તીક્ષ્ણ બુદ્ધિમત્તાના કારણે તેમને તો તદ્દન સરળ લાગવા માંડી. તેમને પાઠમાં ખૂબ જ રસ પડ્યો. તેઓ દરરોજ પાઠમાં આવવા લાગ્યા. દસ દિવસના અંતે આચાર્યશ્રીએ બત્રીશય શિષ્યોનો પાઠ સાંભળવા માંડ્યો. પણ અફસોસ...! બત્રીશમાંથી એક પણ શિષ્યને પાઠ આવડ્યો નહિ કે કઠિન ચર્ચા સમજાણી નહિ. આથી આચાર્યશ્રી નિરાશ બની ગયા : અરેરે... ! બત્રીશમાંથી એક પણ પ્રતિભાશાળી નથી ? જો આટલો ય પાઠ નહિ સમજી શકે તો મારી પાટ સંભાળશે કોણ...? મારી વાદકળા અપનાવશે કોણ...? શું મારું જ્ઞાન મારી પાસે જ રહેવાનું ? - આચાર્યશ્રીનો હતાશ ચહેરો જોઇ બાલમુનિ મુનિચંદ્ર તરત જ તેમની પાસે આવ્યા અને કહ્યું : “પૂજયવર ! આપ જો આજ્ઞા ફરમાવો તો હું પાઠ સંભળાવું.” બજે મધુર બંસરી + ૨૯૦ બજે મધુર બંસરી * ૨૯૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ સામું જોયું. અપરિચિત ચહેરો જોઇ વિચારમાં પડી ગયા : કોણ છે આ બાલમુનિ ? જે હોય તે. પાઠ સાંભળવા તો દો. આચાર્યશ્રીએ કહ્યું : ‘તમે પણ પાઠ સંભળાવી શકો છો.' અને... તરત જ બાલમુનિએ દસે ય દિવસનો પાઠ કડકડાટ સંભળાવી દીધો. અને આચાર્યશ્રીએ જે કઠિન પ્રશ્નો પૂછ્યા તેના પણ ઉત્તરો આપી દીધા. બાલમુનિની પ્રચંડ પ્રતિભા જોઇ આચાર્યશ્રી ચકિત થઇ ગયા. પૂછ્યું : ‘મુનિવર ! તમે કોણ છો ? કયા ગચ્છના ? ગુરુ કોણ છે ? પાઠમાં ક્યારથી આવો છો ?' “પૂજ્યશ્રી ! મારું નામ છે ઃ મુનિચંદ્ર. મારા ગુરુજીનું નામ છે : આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી. મારા ગચ્છનું નામ છે : વડગચ્છ. હું દસ દિવસથી પાઠમાં આવું છું. આપને પૂછ્યા વિના જ પાઠમાં બેસી ગયો તો ક્ષમા કરશો.’ ‘બાલ મુનિવર...! તમારા જેવાને હું પાઠ ન આપું તો કોને આપું ? મને પૂછ્યા વિના તમે પાઠમાં બેસી ગયા, છતાં મને આનંદ થયો છે. આમેય હું મારું જ્ઞાન આપવા કોઇ પાત્રને શોધી જ રહ્યો હતો ત્યાં અચાનક જ તમે આવી ચઢ્યા. પણ મુનિવર ! તમે પુસ્તક ક્યાંથી મેળવ્યું ? ‘મારી પાસે પુસ્તક છે જ નહિ.' ‘પુસ્તક વિના જ બધું યાદ રાખ્યું ?' ‘આપની કૃપા..’ બાલમુનિશ્રીની આવી પ્રચંડ મેધા અને નમ્રતાપૂર્ણ વ્યક્તિત્વ જોઇ આચાર્યશ્રી તો રાજીરેડ થઇ ગયા. તેઓ તરત જ પાટ ઉપરથી નીચે ઊતરી તેમને ભેટી પડ્યા અને કહ્યું : ‘મહાત્મન્ ! તમે તો ધૂળમાં ઢંકાયેલા રત્ન છો. તમારા જેવા મેધાવી વિદ્યાર્થીને પ્રાપ્ત કરીને બજે મધુર બંસરી * ૨૯૨ હું પણ ધન્ય બન્યો છું. હવે તમે અહીં જ રહો. મારે તમને ભણાવવા છે. મારું જ્ઞાન તમને આપીને મારે નિર્ભર થવું છે.’ ‘પૂજ્યવર...! અહીં અમારા માટે ઊતરવાની ખૂબ જ તકલીફ છે. આ તો માત્ર ચૈત્યપરિપાટી માટે જ આવ્યા છીએ. આપ જાણો જ છો કે અમે સંવેગી સાધુ છીએ. અમારા માટે ઊતરવાનો તો નિષેધ છે.’ ‘મુનિવર....! તમારી વાત સાચી છે. પણ એ અંગે હવે ચિંતા કરશો નહિ. હું બધી વ્યવસ્થા કરાવી આપીશ. તમે તમારા ગુરુજીને આ વાત જણાવશો.' આચાર્યશ્રીની આવી કૃપા જોઇ બાલમુનિએ પોતાના ગુરુજીને વાત કરી. તેઓ પણ ત્યાં રહેવા સંમત થયા. આચાર્યશ્રી શાંતિસૂરિજીએ તેમને ટંકશાળની પાછળ શેઠ દોહિંડના મકાનમાં ઊતરવાની વ્યવસ્થા કરી આપી અને દરરોજ તેઓ પોતાનો ખાસ સમય કાઢીને બાલમુનિને ભણાવવા લાગ્યા. જોતજોતામાં તેઓ છયે દર્શનના પારગામી બની ગયા. બસ, ત્યારથી પાટણમાં સંવેગી સાધુઓને ઊતરવાની સુલભતા થવા લાગી. પોતાનો જ્ઞાન-વારસો આપીને જાણે સંતુષ્ટ થયેલા આચાર્યશ્રી શાંતિસૂરિજી ત્યાર પછી થોડા જ સમયમાં કાળધર્મ પામ્યા. (વિ.સં. ૧૦૯૬) વાદિવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિજીની પરમ કૃપાથી મુનિચંદ્ર મુનિ પણ મહાન વાદી બન્યા. તેમણે સાંભર (અજમેર પાસે)નો રાજા અર્ણોરાજની સભામાં શૈવવાદીને હરાવ્યો અને દિગંબરવાદી ગુણચંદ્રની સાથે રાજગચ્છીય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના થયેલા વાદમાં તેઓશ્રીએ આ. શ્રી ધર્મઘોષસૂરિજીને સહાય કરી હતી અને દિગંબરવાદીને હરાવ્યો હતો. આમ તેમને અનેક વાદોમાં વિજય મેળવીને શાસનની વિજયપતાકા ફરકાવી હતી. બન્ને મધુર બંસરી * ૨૯૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ મુનિચંદ્ર મુનિની આવી અદ્ભુત યોગ્યતા જોઇ આચાર્યશ્રી નેમિચંદ્ર તેમને આચાર્યપદવીથી અલંકૃત કર્યા. (વિ.સં. ૧૧૨૯થી ૧૧૩૯ની વચ્ચેના ગાળામાં.) આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીએ પોતાના ગુરુભાઇઓ, આનંદમુનિ, દેવપ્રભમુનિ, માનદેવમુનિને આચાર્યપદવી આપી હતી તથા શિષ્યોમાં અજિતપ્રભ, દેવ (વાદી દેવસૂરિજી) રત્નસિંહ, વગેરેને આચાર્યપદથી અલંકૃત કર્યા હતા. • પૂનમિયો ગચ્છ : વિ.સં. ૧૧૪૯માં એક શ્રાવકે, વાદીભ આચાર્યશ્રી ચંદ્રપ્રભ જેવા મોટા આચાર્ય બિરાજમાન હોવા છતાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આથી ગુસ્સે ભરાયેલા આચાર્યશ્રી ચંદ્રપ્રભે, સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવી શકે, પૂનમના દિવસે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળો ‘પૂનમિયો ગચ્છ' ચલાવ્યો. ત્યારે આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીએ “આવસ્મય સત્તરી’ બનાવી સંઘને સન્માર્ગ દર્શન કરાવ્યું, આ વાતનો ઉલ્લેખ કરતાં તેમના પ્રશિષ્ય આચાર્યશ્રી મુનિભદ્ર (સં. ૧૪૧૦) શાંતિનાથ મહાકાવ્યમાં કહ્યું છે : 'सन्मार्ग प्रकटीचकार भगवान् यो जीवमैत्रीं श्रयन् ॥' આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતાં. તેમના પરિવારમાં પ00 સાધુઓ તથા અનેક સાધ્વીજી ભગવંતો હતા. વિ.સં. ૧૧૭૮ ક.વ. ૫ પાટણ મુકામે તેઓ લગભગ ૧૦૦ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા ત્યારે તેમના શિષ્ય વાદિદેવસૂરિજી આબુ પાસે અંબિકા દેવીની સૂચનાથી આઠ દિવસ અગાઉ હાજર થઇ ગયા હતા. ગુરુવિરહથી હતપ્રભ બનેલા ચોધાર આંસુથી રડતા આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ તે વખતે ગુરુવિરહવિલાપ, મુણિચંદસૂરિશુઇ વગેરે ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ વ્યક્ત કરતા ગ્રંથો રચ્યા હતા. આ આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ દિગંબરવાદી કુમુદચંદ્ર સહિત અનેક વાદીઓને જીતીને ગુરુનું નામ ઊજળું કર્યું હતું અને શાસનનું ગૌરવ વધાર્યું હતું. વિ.સં. ૧૧૭૬માં ‘પિંડ વિસોહી’ની “સુબોધા' નામની ટીકામાં આચાર્યશ્રી યશોદેવસૂરિજીએ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીને ‘શ્રુત હેમનિકષ' કહ્યા છે એટલે કે તે યુગમાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી શ્રુતની બાબતમાં સંઘમાં સીમાસ્તંભ રૂપ હતા. તે સમયનો સમગ્ર સંઘ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીથી પ્રભાવિત હતો અને શાસન પ્રભાવનાના કાર્યો તેમની નિશ્રામાં કરતો હતો. વિ.સં. ૧૨૯૪માં મહેન્દ્રસૂરિજીએ રચેલા ‘શતપદી' નામના ગ્રંથમાં કહ્યું છે કે આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી સાધુ નિમિત્તે બનાવેલી વસતિમાં રહેતા નહોતા. તેઓ વડગચ્છના હતા. તેઓ પોતાને ચૈત્યવાસીઓમાંથી નીકળેલા નહિ, પરંતુ પહેલેથી જ વસતિવાસી, માનતા હતા. કેમ કે દેરાસર, પ્રતિમા, પોષાળ અને જૈનવંશો તો ચૈત્યવાસી પરંપરાના હતા. - આચાર્યશ્રી વિનયચંદ્રે “મલ્લિનાથ ચરિત્ર'ની પ્રશસ્તિમાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીને ‘સૈદ્ધાંતિક' તરીકે નવાજયા છે. તથા વિ.સં. ૧૩૮૪માં રચાયેલા “કલાવઇચરિયું'માં પણ આચાર્યશ્રીને ‘સૈદ્ધાંતિક' કહ્યા છે. - ગુર્નાવલીમાં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ “શ્રી મુનિરન્નમુનીન્દ્રો વાતુ મદ્રાળ સંધાય' (ગુર્નાવલી શ્લોક-૭૨) એમ કહીને શ્રી મુનિચંદ્રસૂરિજીની સ્તુતિ કરી છે. બૃહદ્ગચ્છ પદ્ય ગુર્નાવલીમાં શ્રીમાલ નામના મુનિએ કહ્યું છે : યશોભદ્રસૂરિજી અને નેમિચંદ્રસૂરિજીની પાટે મુનિચંદ્રસૂરિજી થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ પણ જાણવા મળે છે. તેમનું નામ જ શાંતિક મંત્ર મનાય છે.' બજે મધુર બંસરી * ૨૯૪ બજે મધુર બંસરી * ૨૯૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ........ .......... પૂજ્ય આચાર્યશ્રીએ રચેલા ગ્રંથો : પૂ.આ.શ્રી. મુનિન્દ્રસૂરિજીએ ઘણા ગ્રંથો રચેલા છે, તેમાંથી કેટલાકના નામ આ પ્રમાણે જાણવા મળે છે : (૧) પ્રાભાતિક સ્તુતિ .......... ........ શ્લોક-૯ (૨) અંગુલસત્તરિ (સ્વોપજ્ઞ વૃત્તિ સહિત) .......... શ્લોક-૭૦ (૩) વણસઇસત્તરિ ............................... શ્લોક-૭) (૪) આવય સત્તરિ ............ શ્લોક-૭૦ (૫) ઉવએસ પંચાસિયા ........................... શ્લોક-પ૦ (૬) મોક્ષપદેશ પંચાશક ............ શ્લોક-૫૧ (૭) ઉવએસ પંચવીસિયા . શ્લોક-૨૫ (૮) હિયોનએસ .................................. શ્લોક-૨૫ (૯) વિસાનિંદા કુલય ............ શ્લોક-૨૫ (૧૦)સામણે ગુણોવએસ .............. શ્લોક-૨૫ (૧૧)અણસાસણંકુસં ... શ્લોક-૨૫ (૧૨)ઉવએ સામય (પહેલું કુલક) .......... શ્લોક-૩૨ (૧૩)વિસામય (બીજું કુલક) .................... શ્લોક-૩૨ (૧૪)સોગહરોવએસ .... શ્લોક-૩૩ (૧૫)રયણgય કુલય (૧૬) બારસ વય .. ......... ....... શ્લોક-૯૪ (બારસવય સંખેવો) (૧૭) કાલસયાં .......... શ્લોક-૧૦૦ (૧૮)તિસ્થમાલાથયું ... ...... શ્લોક-૧૧૨ (૧૯) પર્યુષણ પર્વવિચાર ............ શ્લોક-૧૨૫ (૨૦)ગાહાકોસો ... ................ શ્લોક-૩૦૪ (૨૧) પ્રશ્નાવલી (૨૨)સમ્મરૂપાય વિહિ ............ ..... શ્લોક-૨૯ (૨૩) સુહુમ– વિયારલવ ............. શ્લોક-૧૫૦ (અપ્રાપ્ય) (૨૪) હરિભદ્રસૂરિકૃત ઉપદેશ પદ પર ટીકા .... શ્લોક-૧૪000 (આ ટીકા નાગોરમાં શરૂ કરી અને પાટણમાં વિ.સં. ૧૧૭૧માં પૂર્ણ કરી. આમાં તેઓશ્રીના શિષ્ય વાદિદેવસૂરિજીએ સહાયતા કરી હતી.) (૨૫) કર્મપ્રકૃતિ ટિપ્પન ......................... શ્લોક-૧૯૫૦ (૨૬) હરિભદ્રસૂરિકૃત ધર્મબિંદુ પર ટીકા .........શ્લોક-8000 (૨૭)હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પર પંજિકા .. શ્લોક-૧૮00 (૨૮)હરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકા પર દીપિકા (૨૯) દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ (વિ.સં. ૧૧૬૮) (૩) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ....................... શ્લોક-૧૦ (૩૧) કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન ..................... શ્લોક-૧૦ (૩૨) મંડલ વિચાર શતક પૂ. આચાર્યશ્રીના જીવનને દર્શાવતા ગ્રંથો : પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ, શાંતિનાથ મહાકાવ્ય પ્રશસ્તિ, કલાવઇ ચરિત્ર પ્રશસ્તિ, બૃહગચ્છ ગુર્નાવલી, ગુરુવિરહ વિલાપ, મુણિચંદસૂરિશુઇ, ગચ્છાચાર પયાની વિજયવિમલીયા વૃત્તિની પ્રશસ્તિ, ગુર્નાવલી, તપાગચ્છ-પટ્ટાવલી વગેરે.. આવા મહાન આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીના ચરણોમાં ડભોઇ જૈન સંઘ શત-શત વંદન કરે છે... ....... દાનથી કદી કોઈ ગરીબ બન્યું નથી. કૂવામાંથી પાણી કાઢવાથી તે ખાલી થઈ જાય છે શું? - પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. બજે મધુર બંસરી * ૨૯૬ બજે મધુર બંસરી * ૨૯૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ તપ કરીએ સમતા રાખી ઘટમાં... રાજમહેલના ઝરુખામાં એક રાજકુમાર બેઠો છે. નામ છે નાગદત્ત. નગરની શોભા જોતો, આવન-જાવન કરતા લોકોને જોતો એ રાજકુમાર અતિ આનંદ અનુભવી રહ્યો છે... જાણે કોઇ પ્રેક્ષક નાટક જોઇ રહ્યો ના હોય ? નીચે અનેક લોકો આવ-જા કરી રહ્યા છે. કોઇ વાતો કરે છે, કોઇ મજાક-મશ્કરી કરે છે, કોઇ હાસ્ય કરે છે... પણ એક વિલક્ષણ પુરુષ, નથી તો વાતો કરતા... નથી મજાક કરતા... નથી તો ઠઠ્ઠા-મશ્કરી કરતા. એમનું મુખ પ્રસન્ન છે. એમના અંગ-અંગ પર પ્રશાંત વાહિતા જાણે સંતાકૂકડી રમી રહી છે. દૂબળો દેહ છે. માંહ્યલો આતમ દેવ ઊજળો છે. એમના હાથમાં દાંડો છે. માથે મુંડન છે. પગ ઊઘાડા છે. સફેદ વસ્ત્ર છે. કોણ છે આ ? રાજકુમારના મનમાં મંથન ચાલ્યું. નક્કી મેં ક્યાંક... ક્યાંક આવી આકૃતિ જોઇ તો છે જ, ચોક્કસ જોઇ છે. આમ મંથન કરતો કરતો કુમાર મનના કો અતળ ઊંડાણમાં ચાલ્યો ગયો. એક પછી એક ભૂતકાળના પડદા હટાવતો ગયો. એને પોતાના જ પૂર્વભવો યાદ આવવા લાગ્યા. ઓહ ! આવી આકૃતિ માત્ર મેં જોઇ જ નથી. મેં સ્વયં અનુભવી પણ છે. એ વિશાલાનગરી ! ત્યાં હું એક મુનિ તરીકે. ચાલતાં પગ તળે દેડકી ચંપાઇ. નાના મુનિએ ત્રણ-ત્રણ વાર પ્રાયશ્ચિત કરવાનું કહ્યું પણ મેં ન કર્યું. એટલું જ નહિ... પણ એ હિતભાષી મુનિને મારવા દોડ્યો. અંધારામાં થાંભલા સાથે અથડાયો. માથું ફૂટ્યું. વેદનાથી કણસતો મરીને જયોતિષમાં સામાન્ય દેવ થયો. ક્રોધાંધની ઉચ્ચ ગતિ ક્યાંથી હોય ? સમ્યક્ત્વની હાજરી માત્રથી પણ આત્મા વૈમાનિક દેવલોકથી નીચેનું આયુષ્ય ન બાંધે તો જે સાધુ હોય તેનું તો પૂછવું જ શું ? પણ હું ભૂલ્યો. ક્રોધથી સાધુપણાથી તો ગયો... પણ સમકિતથી પણ ગયો, જયોતિષ દેવલોકમાં પણ મેં એ જ ક્રોધના સંસ્કારો પોપ્યા. કોઇ કોઇ વાર માનવોને પણ ત્રાસ આપ્યો. ક્રોધના આવેશમાં કેટલાય માણસોને ભસ્મીભૂત કર્યો. મારો પ્રભાવ જમાવવા મેં કેટલાયને બીવરાવ્યા. અરે ! ક્યારેક ક્યારેક તો કેટલીયે નગરીઓ પણ બાળી નાખી. આવા જ ક્રોધના પરિણામથી દેવલોકથી પણ ચ્યવીને હું દૃષ્ટિવિષ સર્પ થયો. એક જ નાનકડી ભૂલે કેટલું અધઃપતન ! ક્યાં એક વખતનો સાધુ શું ? ને ક્યાં જેની નજર માત્રથી પ્રાણીઓ બળી જાય તેવો દષ્ટિવિષ કાળોતરો નાગ હું...? પણ છતાંય ભાગ્ય મારી, સાથે હતું. ભવિતવ્યતા સારી હતી. મને તે ભવમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. મેં મારો અહિંસક મુનિ-ભવ જોયો. ક્રોધના કડવા વિપાકો અનુભવ્યા. હવે ક્રોધ પર ક્રોધ જાગ્યો... પણ મને વિચાર આવ્યો કે હવે આમાંથી બચવું શી રીતે ? મારી નજર માત્રથી જીવો મરી જાય છે. મારે અહિંસક વૃત્તિથી જીવવું કેમ ? એવા સંયોગો-એવી પરિસ્થિતિ-એવું વાતાવરણ મને મળ્યું હતું કે ક્રોધ કર્યા વિના ચાલે જ નહિ. હિંસા કર્યા વિના જીવાય જ નહિ. પણ... મેં અહિંસક ઉપાય શોધી કાઢ્યો. જયાં ચાહ હોય છે ત્યાં રાહ મળી જ જાય છે. ગમે તેવા પ્રતિકૂળ સંયોગોને હટાવી શકાય છે. જો સંકલ્પ છે બજે મધુર બંસરી * ૨૯૯ બજે મધુર બંસરી * ૨૯૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ તો અગ્નિને પણ પાણી થવું પડે અને હિમાલયને પણ ઝૂકવું પડે. મેં બલિષ્ઠ સંકલ્પ કર્યો. બસ હવે મારે સમતાવૃત્તિથી જીવવું. એના માટે મેં મારું મોં દરમાં ઘાલી દીધું. મોટું અંદર, પૂંછડી બહાર ! મોટું બહાર હોય તો કોઇના પર નજર જાય ને ? નજર જાય તો કોઇ બળી મરે ને ? આવી રીતે હું મારું જીવન વ્યતીત કરતો હતો. ત્યાં જ અચાનક શું થયું ? અત્યારના મારા જ પિતા કુંભ મહારાજાના પુત્રનું (મારા મોટા ભાઇનું) સર્પદંશથી અવસાન થયું. મારા પિતાને એટલો ગુસ્સો આવ્યો, કે બસ સાપનું નામ પૃથ્વી પર ન જોઇએ. એમણે જાહેરાત કરાવી કે જે કોઇ પણ માણસ એક સાપનું મડદું લાવશે તેને એક સોનામહોર ઇનામ મળશે. ઇનામના લાલચે લોકો ધડાધડ... ધડાધડ... સાપો મારવા લાગ્યા. હું પણ આમાંથી બાકાત ન રહ્યો. કેટલાક લોકો હું જયાં રહેતો હતો તે સ્થાને પણ આવી ચડ્યા. મારી પૂંછડીને ખેંચવા લાગ્યા. મેં વિચાર્યું. આ બિચારા અજ્ઞાન જીવો છે ! જો હું મોટું બહાર કાઢીશ તો બધા જ મરી જશે. ભલે એ મારી પૂંછડી ખેચે, ભલે હું કપાઈ જાઉં. ભલે મારે સહન કરવું પડે પણ હું મોં બહાર તો નહિ જ કાઢું. આ બાજુ તે લોકો મારી પૂંછડી જોર-જોરથી ખેંચવા લાગ્યા. હું પણ મજબૂત રીતે ધરતીને વળગી રહ્યો. આખરી મારી પૂંછડી તૂટી. મને ભયંકર વેદના થવા લાગી. મેં મારા આત્માને સમજાવ્યો : રે આત્મન્ ! સહન કર. સહન કર. પરવશતાથી ઘણુંય સહન કરવું પડશે. પણ એનાથી કશો ખાસ લાભ નથી. સ્વેચ્છાએ સહવામાં જ મહાન લાભ છે. જો તેં પૂર્વભવમાં ક્રોધ કર્યો તો કેવા કટુ-ફળો ભોગવવા પડ્યાં ? હજુ પણ જો ચૂક્યો તો આ ચોરાશીના ચક્કરમાં તું ક્યાંય ચકનાચૂર થઇ જઇશ.' આમ અણીના પ્રસંગે પણ મેં સમતા રાખી. સમાધિથી મરીને હું અહીં રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. ઓહ ! કેવો છે સંસાર ! જયાં વેરીને ત્યાં પણ પુત્ર તરીકે જનમવું પડે છે ! ન જોઇએ આવો સંસાર...! શું બળ્યું છે આ સંસારમાં ? લોકો કહે છે સંસાર એ કંસાર છે... પણ મને લાગે છે આ સંસાર કંસાર નહિ, પણ ભંગાર છે. આમ ઝરુખે બેઠેલા રાજકુમારને મુનિવરના દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો. એક મુનિરાજ પાસે દીક્ષા લઇ લીધી. પણ દીક્ષા-જીવનમાં એમને કઠિનાઈ નડવા લાગી. તિર્યંચયોનિમાંથી આવેલા હોવાથી એટલી ભૂખ લાગવા માંડી કે ન પૂછો વાત ! સવારના પહોરમાં જ કકડીને ભૂખ લાગે. નવકારશીનું પચ્ચખાણ પણ માંડ થાય. એક દી તેઓ રડતા-રડતા ગુરુદેવ પાસે ગયા અને કહ્યું : ‘ગુરુદેવ ! હું તપશ્ચર્યા તો જરાય કરી શકતો નથી. મારો ઉદ્ધાર શી રીતે થશે ? તપ વિના કર્મનો ક્ષય શી રીતે થશે? તપ વિના સાધુ શોભે પણ શી રીતે ? ગુરુદેવે કહ્યું : “વત્સ ! તપ યથાશક્તિએ જ કરવાનો છે અને બીજી એક વાત હંમેશા યાદ રાખ કે | ‘જ્ઞાન ભણવું સહેલું છે. પણ તેમાં અહંકાર ન આવવા દેવો મુશ્કેલ છે. ક્રિયા કરવી સહેલી છે... પણ તેમાં નિંદા ન આવવા દેવી મુશ્કેલ છે. શક્તિ પ્રાપ્ત કરવી સહેલી છે... પણ તેમાં શોષણવૃત્તિ ન આવવા દેવી મુશ્કેલ છે. તપ કરવું સહેલું છે... પણ તેમાં ક્ષમા રાખવી મુશ્કેલ છે. વત્સ ! તું ક્ષમા રાખ. ક્ષમા એ જ તારા માટે ઉત્તમોત્તમ તપ છે. અને તું કેમ ભૂલી જાય છે કે ક્ષમા ન રાખવાના કારણે જ કેટલાય તપસ્વીઓ પણ સંયમ જીવન હારી ગયા ? તે ધન્ય છે જે તપસ્વી છે છતાં ક્ષમાશીલ છે. તે વંદનીય છે જે શક્તિશાળી છે, છતાં રક્ષક છે. તે પૂજનીય છે જે ક્રિયાચુસ્ત છે છતાં નિંદાથી વેગળો છે. તે અભિનંદનીય છે જે જ્ઞાની છે છતાં બજે મધુર બંસરી * ૩૦૦ બજે મધુર બંસરી * ૩૦૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ નમ્ર છે. વત્સ ! તું ગભરાઇશ નહિ. ભલે તું નવકારશીનું તપ કરે... પણ જો સમતા રાખીશ તો અવશ્ય તારું આત્મકલ્યાણ થશે.' ગુરુદેવના આવા વચનામૃતો સાંભળી આ મુનિવરનું મન નાચી ઉડ્યું. તેઓ રોજ નવકારશી વખતે એક ગાડવો ભરીને ભાત વાપરે છે. વાપરે છે છતાં અનાસક્તિ કેટલી ? વાપરવામાં બીજું કંઇ જ નહિ. ફક્ત લૂખા ભાત જ ! ખાલી પેટને ભાડુ જ આપવું છે ને? એમાં સ્વાદના ચટકા શા માટે ? દરરોજ આવી રીતે ઘડો ભરીને ભાત વાપરવાથી એમનું નામ પડી ગયું : કૂરગડુ મુનિ. કૂર એટલે ભાત અને ગડુ એટલે ગાડવો-ઘડો. તેમની સાથે રહેનારા બીજા સાધુઓ તો ઘણા તપસ્વી હતા. એમાં ચાર પોતાના ગુરુભાઇઓ તો બહુ જ તપસ્વી ! એક મુનિ એક મહિનાના ઉપવાસ કરે છે. બીજા બે મહિનાના, ત્રીજા ત્રણ મહિનાના અને ચોથા ચાર મહિનાના ઉપવાસે પારણું કરે અને પાછા તેટલા જ ઉપવાસ શરૂ કરી દે. આવા પ્રકારની તપાલબ્ધિથી એમની ખ્યાતિ પણ દૂર-સુદૂર સુધી ફેલાઇ હતી. આ બધા જ તપસ્વી મુનિઓ આ કૂરગડુ મુનિની ભરપેટ નિંદા કરે છે : જોયો આ ખાઉધરો ? ખાવા માટે જ જાણે દીક્ષા લીધી છે. આવું જ કરવું હતું તો દીક્ષા શા માટે ? ન કોઇ દિ આંબિલ, ન ઉપવાસ, ન એકાસણું ! નું બેસણું અરે પોરસી પણ નહિ. ‘નહિ પોરસી, નહિ બેસણું, નહિ આંબિલનો ખ૫; લીધા ઝોળી પાતરાને, આવી ઊભા ટપ.' અરેરે ! આમનું બિચારાનું શું થશે ? અલ્યા કૂરગડુ ! તું કેવો ખાઉધરો છે ? સાધુતાનું કંઈ ભાનબાન છે કે નહિ ? સવાર પડી ને લીધા ઝોળી પાત્રા ને ઊપડ્યા. આ કાંઇ જીવન છે ? આવું મોઢામોઢ તપસ્વીઓ સંભળાવી દે છે છતાં આ મુનિ મનથી પણ ક્રોધ કરતા નથી, ઉદું વિચારે છે, ‘હું કેટલો હતભાગી છું કે કાંઇ તપ પણ કરી શકતો નથી. કેવા છે આ ભાગ્યશાળી મુનિવરો કે ઘોર તપશ્ચર્યા કરે છે. મારી એવી ધન્ય દશા ક્યારે આવશે ? ક્યારે આવશે ?' એક દિવસે ઉપાશ્રયમાં શાસનદેવી વંદન કરવા આવી. બધાને છોડીને એ તો કૂરગડુ મુનિ પાસે જઇને હાથ જોડીને ઊભી રહી. ત્યાંજ પેલા તપસ્વીઓ બરાડ્યા : અલી ભલીભોળી દેવી ! તું કેમ ભૂલી પડી ? તપસ્વી એ નથી. અમે છીએ. આમ આવ આ બાજુ અમને વંદન કર, ખાઉધરાના વંદનથી શો લાભ છે ? ‘ઓ અભિમાની તપસ્વીઓ ! સાધુનો સૌ પ્રથમ ધર્મ ક્ષમા છે. ક્ષમા જ સૌથી મોટું તપ છે. ક્ષમા નથી તે ક્ષમા-શ્રમણ કેવો ? ભલે આ મુનિ પાસે દ્રવ્ય તપ નથી, પણ ભાવ તપ જરૂર છે. તમારાથી એ મહાન છે માટે મેં એમને સૌથી પ્રથમ વાંદ્યા. આમ બોલી દેવી અદેશ્ય થઇ ગઇ. પેલા મુનિઓ તો આભા જ થઇ ગયા. ક્રમશ: સંવછરીનો દિવસ આવ્યો. સુધા વેદનીયથી પીડિત કરગડુ મુનિ ભાતનો ઘડો વહોરી લાવ્યા. સાધુ જીવનના ક્રમ પ્રમાણે તેમણે પેલા તપસ્વી મુનિઓને નિમંત્રણ કર્યું: મુનિવરો ! લાભ આપો.' હવે જા ... જા ... લાભ આપો ના પૂંછડા ! ખબર નથી અમારે ઉપવાસ ચાલે છે ? ને એમાંય આજે તો સંવચ્છરીનો દહાડો છે. બહુ ચાંપલાઇ કર્યા વિના હવે માંડ વાપરવા.' આમ બોલીને તપસ્વીઓ તે પાત્રામાં ક્યા. પણ સમતાના સાગર આ મુનિવર તો શાંત જ રહ્યા. મનમાં માનવા લાગ્યા : અહો ! મારા કેવા અહોભાગ્ય કે આવા મહાન તપસ્વીઓની પવિત્ર થૂક આ પાત્રમાં પડી. તેઓ વિચારવા લાગ્યા : હે આત્મન્ ! તું આવો ને આવો ખાઉધરો ક્યાં સુધી રહીશ ? ક્યાં બજે મધુર બંસરી * ૩૦૩ બજે મધુર બંસરી + ૩૦૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ સુધી ભોજનની ભૂતાવળમાં પડ્યા રહેવું છે ? રે હતભાગી જીવડા ! આવા મહાન પર્વના દિવસે પણ જો તપ નહિ કરે તો ક્યારે કરીશ ? ક્યારે તું આ ખાવાની લપમાંથી છૂટીશ? ક્યારે આ કર્મના પાંજરામાંથી મુક્ત બનીશ ? ક્યારે તું અણાહારી પદ મેળવીશ ? આમ અણાહારી પદની ભાવના ભાવતા ભાવતા મુનિવરે ઘાતી કર્મની બેડીઓ તોડી નાખી. રૂમઝૂમ કરતી કૈવલ્ય સુંદરીએ તેમના કંઠ પર વરમાળા સ્થાપિત કરી, મુનિવર કેવળી બન્યા. તરત જ દેવ સમૂહ મહોત્સવ કરવા દોડી આવ્યો. સુવર્ણના કમળ પર મુનિરાજને બેસાડ્યા. પેલા તપસ્વીઓ તો આ દશ્ય બાઘા બનીને જોઇ જ રહ્યા. પણ હવે તેમનો મદ ઓસરી ગયો હતો. તેઓ પણ ઊંડા મંથનમાં ઊતરી પડ્યા : ‘તપસ્વી તો એ જ કુરગડ મુનિ; જેમણે ભાવ તપનું સેવન કર્યું. એમ અમે શાના તપસ્વી ? અમે તો નિંદક. આવા કેવળી મહાત્માની આશાતના કરનારા ! અમારું પડતું મૂકીને પારકી ચિંતા કરનારા ! એમણે સંયમ સાચવ્યું ને આત્માનું કામ કાઢયું. તે તયાં ને અમે રહ્યા.’ આમ દિલથી ખમાવતા ઘોર પશ્ચાત્તાપ કરતા તે ચારેય તપસ્વી મુનિઓ પણ કેવળજ્ઞાન પામ્યા. ચારે તરફ આનંદનું મોજું ફરી વળ્યું. સૌનું હૃદય બોલતું હતું : ધન્ય તપ ! ધન્ય તપસ્વી ! ધન્ય ક્ષમા ! ધન્ય ક્ષમાશ્રમણ ! ઉપબૃહણાના અભાવે એક હતા મહાન આચાર્ય ! નામ હતું : રુદ્રાચાર્ય... અનેક શિષ્યોના ગુરુ ! અનેક શાસ્ત્રોના પારગામી ! અનેક ભક્તોના આરાધ્ય ! એ આચાર્યશ્રીને ૪ શિષ્યો ઘણા જ શાસન-પ્રભાવક હતા. એકેકથી ચડે તેવા...! એક વખતે ચાતુર્માસ માટેની અનેક ક્ષેત્રોની વિનંતી આવતાં આચાર્યશ્રીએ પોતાના ચારેય શાસન પ્રભાવક શિષ્યોને જુદા-જુદા સ્થળે ચાતુર્માસ માટે મોકલ્યા. ચારેય શિષ્યો વિદ્વાન તો હતા જ અને વિશિષ્ટ પુણ્ય-બળ પણ હતું જ. આથી જ ચાતુર્માસના ક્ષેત્રોમાં એમણે સુંદર જમાવટ કરી. અનેક લોકોને ધર્માભિમુખ બનાવ્યા અને મહાન શાસન પ્રભાવના કરી. આ પ્રમાણે ચારેય શિષ્યો જયારે ચોમાસું પૂર્ણ કરીને આવ્યા ત્યારે ગુરુદેવ રુદ્રાચાર્યે એમની જરાય પૂછ-પરછ ન કરી.. ચોમાસું કેમ ગયું ? ત્યાંના લોકો કેવા હતા ? કાંઇ તકલીફ તો નથી પડીને ? ધર્મારાધનામાં કોઇ વિક્ષેપક તત્ત્વો તો હોતા ને ? શ્રાવકો કેવા લાગ્યા ? કેટલું પરિવર્તન આવ્યું ? વ્યાખ્યાનમાં કયો ગ્રંથ વાંચ્યો ? કઇ આરાધના કરાવી ? વગેરે પ્રશ્નો પૂછવા બજે મધુર બંસરી * ૩૦૫ આ વાત તો આપણા દિલમાં બરાબર ઠસી જવી જોઈએ કે સકલ કલ્યાણના કારણે શ્રી અરિહંત દેવ છે આવું માન્યા વિના ભક્તિ પ્રગટવાની નથી. ભક્તિ વિના મુક્તિ મળવાની નથી. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. બજે મધુર બંસરી * ૩૦૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ તો દૂર રહ્યા. પણ સામાન્યથી એમ પણ ન કહ્યું કે – “વાહ ! બહુ સુંદર ! ઘણું સરસ કામ કરી આવ્યા.' આચાર્યની ફરજ હોય છે કે જે ગચ્છમાં વિશિષ્ટ શક્તિવાળા હોય તેની ઉપબુહણા કરે. જો એ ઉપબૃહણા-પ્રશંસા કરીને શિષ્યોની પીઠ થાબડે નહિ, શિષ્યો તરફથી માત્ર સેવા જ લેતા રહે અને કાંઇ આપે નહિ તો તે આચાર્ય વિરાધક બને છે. આ દ્રાચાર્ય ભલે આચાર્ય પદે બિરાજમાન થઇ ગયા હતા. પણ એમનું ચિત્ત ગુણાનુરાગી બન્યું ન હતું. ચિત્તમાં ઊંડે-ઊંડે ગુણદ્વેષ ભરેલો હતો. શિષ્યોની ચડતી, શિષ્યોની થતી પ્રશંસા એમનાથી ખમાતી ન હતી. શિષ્યોની ખ્યાતિ વધતી જોઇને એમના પેટમાં દિવેલ રેડાતું. એમને ભય લાગતો કે કદાચ આ બધા મારા ભક્તો એમના તરફ ખેંચાઇ જશે તો ? મારું પદ એ ઝૂંટવી લેશે તો ? આથી જ શિષ્યોને આગળ વધતાં અટકાવવા એ અનેક પ્રકારના કાવાદાવાઓ કરવાનું પણ ચૂકતા નહિ. જેમ પેલો ઇન્દ્ર ઇન્દ્રાસન જવાના ભયથી તપ કરતા ઋષિને ચલિત કરવા પ્રયત્ન નથી કરતો ? હા... બસ અહીં પણ એવી જ મનોવૃત્તિ ઉપસી રહી હતી. ખરેખર તો આગળ વધતા શિષ્યોને જોઇને ગુરને આનંદ થવો જોઇએ. પુત્રની અને શિષ્યની ચડતીમાં જેને આનંદ થતો નથી તે બાપ, બાપ નથી. પણ પાપ છે, તે ગુરુ ગુરુ નથી. નીતિશાસ્ત્રમાં કહ્યું છે : 'सर्वत्र विजयमिच्छेत् । पुत्रादिच्छेत् पराजयम् ॥ બીજે બધેય વિજય મળે તે સારું અને પુત્રથી (શિષ્યથી) પરાજય મળે તે સારું. આ નીતિવાક્યને પણ આચાર્યશ્રી ભૂલી ગયા હતા, શિષ્યોને વાત્સલ્યભીની નજરે જોવાને બદલે સ્પર્ધાભરી નજરે જોવા લાગ્યા હતા. પોતાની થોડી-ઘણી પણ કદર નહિ થવાના કારણે ચારેય શિષ્યો નારાજ થઇ ગયા. એમને થયું કે જો આપણા ગુરુદેવને આપણી કાંઇ પડી નથી તો આપણે નકામી મહેનત શા માટે કરવી ? આમ વિચારી તેઓએ શાસન-પ્રભાવનાનાં કાર્યો છોડી દીધા અને પ્રમાદમાં પડી ગયા. સારા કાર્યો કરવાનાં છોડી દઈએ એટલે પ્રમાદરૂપી પિશાચ તો મોટું ફાડીને તૈયાર જ ઊભેલો છે. શિષ્યોને પ્રમાદી બનતા જોઇને રુદ્રાચાર્યને ખૂબ જ આનંદ આવી ગયો. શિષ્યો ન ભણે તો સારું, શિષ્યો પ્રમાદમાં પડ્યા રહે તો સારું, શિષ્યો પ્રવચન પ્રભાવક ન બને તો સારું, શિષ્યોના કોઇ ગુણો ન ગાય તો સારું, શિષ્યોનું જીવન પ્રકાશિત ન બને તો સારું - આવી રુદ્રાચાર્યની ઇચ્છા સફળ બની ગઇ. ખરેખર જ ગુણી બનવું સહેલું છે, પણ ગુણાનુરાગી થવું મુશ્કેલ છે. ઈર્ષ્યાના પાપે રુદ્રાચાર્ય ઘોર પાપકમોં ઉપાર્જી દુર્ગતિમાં ચાલ્યા ગયા... અને શિષ્યો પણ પ્રમાદમાં પડી દુર્ગતિમાં ચાલ્યા ગયા. પણ કોના પાપે ? ગુરુના પાપે ! ગુરુ પર બહુ મોટી જવાબદારી છે. બસને ચલાવનાર ડ્રાઇવર, વિમાનને ચલાવનાર પાયલોટ અને નાવને ચલાવનાર નાવિક કરતાં ય ગચ્છનું સુકાન સંભાળનાર આચાર્યની જવાબદારી ઘણી મોટી છે. ડ્રાઇવર, પાયલોટ કે નાવિકની ભૂલે માત્ર દેહને જ આ ભવ પૂરતું નુકશાન થાય જયારે ગુરુની ભૂલે આત્માને ભવોભવ નુકશાન થઇ જાય. આથી જ ગુરુ પત્થરની કે કાગળની નાવ જેવા નહિ, પણ લાકડાની નાવ જેવા શોધવા જોઇએ. આવા સ્વ-પ૨ તારક ગુરુને શાસ્ત્રમાં બાર વર્ષ સુધી ૭00 યોજનના વિસ્તારમાં ફરીને પણ શોધવાનું કહ્યું છે. ખરેખર ગુરુપદની મહત્તા ઘણી મોટી છે. બજે મધુર બંસરી * ૩૦૬ બજે મધુર બંસરી * ૩૦૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ કિંજૂસાઇથી ઉદારતા તરફ... એક હતા શેઠજી. એવા કંજૂસ એવા કંજૂસ કે ન પૂછો વાત. ‘ચમડી તૂટે પણ દમડી નહિ' આ કહેવતને તેમણે હૃદયના પ્રત્યેક તારની સાથે વણી દીધી હતી, ગામની અંદર બધા જ શેઠોએ અવસરે અવસરે ગામ જમણ કરેલું... પણ આ શેઠજીએ ક્યારેય જમણવાર કર્યો ન્હોતો. જ્યારે આવો કોઇ અવસર આવે ત્યારે કંઇક બહાનું કાઢીને છટકી જાય અથવા તો બહારગામ ભાગી જાય. આથી ગામમાં ટીકા થવા લાગી કે ધૂળ પડી શેઠની સંપત્તિમાં જેણે જીવનમાં એકવાર પણ ગામને જમાડ્યું નથી. નાના-નાના ગરીબ ભૂલકાઓને જેણે રાજી કર્યા નથી. આ વાત ફેલાતી ફેલાતી શેઠના પુત્રો પાસે પણ આવી. એમને આ સાંભળીને બહુ લાગી આવ્યું. તેમણે વિચાર્યું : તે સંપત્તિ શા કામની જેનો સદુપયોગ ન થાય ? જો સંપત્તિને સન્માર્ગે નહિ ખર્ચાએ તો ક્યાંક તો ખર્ચાવાની જ અને તે ઉન્માર્ગ જ હશે, લક્ષ્મીની ત્રણ ગતિ છે : દાન, ભોગ અને નાશ. જે દાન કરતો નથી, ભોગવતો પણ નથી તેની સંપત્તિનો વિનાશ થઇને જ રહે છે. અને માણસ ગમે તેટલું કમાય, પણ આખરે એ બધું અહીં જ છોડીને એને ચાલ્યા જ જવાનું છે ને ? કમાયેલી લક્ષ્મીને મૂકી જવી અને તેના માટે કરેલા પાપોને સાથે લઇ જવા આવું કયો ડાહ્યો માણસ ઇચ્છે ? બજે મધુર બંસરી * ૩૦૮ આપણે બીજાનું ખાઇએ અને કોઇને ખવડાવીએ નહિ એ ક્યાંનો ન્યાય ? મારું મારા બાપનું ને તારામાં મારો અર્ધો ભાગ' આ સિદ્ધાંતનું પાલન અહીં પુણ્ય તપે છે ત્યાં સુધી ભલે કરી લઇએ, પણ કુદરતના દરબારમાં ક્યાંય ગરબડ નહિ ચાલે, ત્યાં તો પાઈપાઇનો ને રાઈ-રાઈનો હિસાબ ચૂકવવો પડશે. જ્ઞાનીઓ આપણને વારંવાર કહે છે : મહાનુભાવો ! ખરો આનંદ આપવામાં છે, લેવામાં નહિ. ખવડાવવામાં છે, ખાવામાં નહિ.” શું આ ખોટું હશે ? જ્ઞાનીઓને કોઇ સ્વાર્થ હોતો નથી. તેઓ શા માટે ખોટું કહે ? એક વખત તો ખરેખર ખવડાવવાનો આનંદ માણવો જ જોઇએ. બધા પુત્રોએ આવી વિચારણાના અંતે ગામ-જમણ કરવાનું નક્કી કર્યું, પણ પિતાજી કેવા છે તે તેઓ સારી પેઠે જાણતા હતા. આથી જ શું કરવું ? એ બધી ખાનગી ચર્ચા પણ કરી લીધી. એક દિવસે પિતાજીને પૂછ્યા વગર જ તેમણે ગામને જમવાનું નોંતરું આપી દીધું. પિતાજીને ચડાવી દીધા ઉપરના માળે. આ વાતની ગંધ સુદ્ધાં શેઠજીને આવી હતીએ તો આરામથી ઉપરના માળે બારી પાસે બેઠા હતા. ત્યાં જ તેમને લોકોનો કોલાહલ સંભળાયો. નીચે નજર કરી તો પોતાના જ ઘેર લોકો જમવા માટે આવતા હોય એવું લાગ્યું. ચુરમાના લાડવા, શિરો અને લાપસીની સુગંધ આવવા લાગી. તમને એમ લાગતું હશે કે એમને ગુસ્સો ચડ્યો હશે... પણ ના... માણસ બધી વખતે એક સરખો નથી હોતો. એ પલટાઈ શકે છે. જો કોઇ પલટાઇ શકતો ન હોત તો ધર્મગુરુઓનો બધો જ પરિશ્રમ નકામો ગણાત. પણ નહિ, કંજૂસ દાની બની શકે છે, ખાઉધરો તપસ્વી બની શકે છે. એજ આશાએ તો ધર્મગુરુઓનો અને ધર્મ ગ્રંથોનો પરિશ્રમ છે. નહિ તો શું જરૂર હતી ધર્મની ? બજે મધુર બંસરી * ૩૦૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૫ ) શેઠના ભાવો પલટાયા : હાય... હાય... હું કેવો કંજૂસના કાકા તરીકે પંકાયો કે સગા દીકરાઓએ પણ મારાથી છુપાઇને જમણવાર કર્યો. જિંદગીમાં માત્ર ખાધું જ, કદી ખવડાવ્યું નહિ. લીધું જ, કદી આપ્યું નહિ. માત્ર પૈસા જ ભેગા કર્યા, પુણ્ય નહિ, અરેરે...! મારા જેવો હતભાગી કોણ હશે ? પૂર્વે સાંભળેલા મુનિઓના દાનની મહત્તાના વ્યાખ્યાનો તેના મનમાં ગુંજવા લાગ્યા. હા... સાંભળેલું ક્યારેય નકામું જતું નથી. અજાગૃત મનમાં ગયેલું તે અવસરે કામ લાગે જ છે. શેઠજી વિચારી રહ્યા છે ત્યાં જ એમની નજર એક વહોરવા આવતા મુનિ પર પડી. એમને થયું : ‘હું પણ કેમ ન વહોરાવું ?' આમ એકદમ ભાવાવેશમાં આવી જલ્દીથી નિસરણી ઊતરવા લાગ્યા. ઊતાવળના કારણે જરા લપસ્યા અને ગબડી પડ્યા નીચે. ખોપડી ફાટી ગઇ. મૃત્યુ પામીને દાનના શુભ પરિણામથી સંગમ નામના બાળક બન્યા. પૂર્વે કરેલી ઉત્કટ ભાવના મુજબ તે સંગમ બાળકે મુનિને ખીર વહોરાવી અને મૃત્યુ પામી શાલિભદ્ર બન્યો. બોલો ભાઇ, આ શાલિભદ્રની ઓળખાણ આપવી જરૂરી છે ખરી ? હું ગરીબીથી અમીરી તરફ શેઠજી ! કંઈક આપોને ! ૩-૩ દિવસનો ભૂખ્યો છું. પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી. તમે આપશો તો ભગવાન તમારું ભલું કરશે.' જિન-પૂજા કરવા માટે જઇ રહેલા એક શેઠ પાસે એક ગરીબ બાળકે કાકલૂદી કરી. વિખરાયેલા વાળ... ઊંડી ઊતરી ગયેલી આંખો... દીન-હીન ચહેરો ! પતલી સોટી જેવા હાથ-પગ ! છાતીમાં દેખાતી પાંસળીઓ ! પ્રથમ નજરે જ દયા આવી જાય એવી આ બાળકની સ્થિતિ હતી. શેઠજી દયાળ તો હતા જ. કોઇ પણ દુઃખીને જોતા અને એમનું હૈયું દુ:ખી દુ:ખી થઇ જતું. કોઇને ઠંડીથી થરથરતું જુવે તો એમને એવી અનુભૂતિ થતી કે જાણે મને જ ઠંડી લાગી રહી છે. કોઇનો હાથ કે પગ કપાઈ જાય તો એમને એમ લાગતું કે જાણે મારા જ અવયવો કપાઇ રહ્યાં છે. અનુકંપા એ તો સમ્યક્ત્વધારીનું લક્ષણ છે. બીજાના દુ:ખને જોઇને જેનું હૈયું દ્રવી ન ઊઠે એને જિનભક્ત કહેવો શી રીતે ? બજે મધુર બંસરી * ૩૧૧ રોગ મટાડવા માટે એલોપથી. હોમિયોપથી, નેચરોપથી વગેરે ઘણી ‘પથી' છે. પણ તમામ દર્દી માટેની ‘પથી કઈ ? ‘સિમ્પથી' (સહાનુભૂતિ - હમદર્દી). બજે મધુર બંસરી * ૩૧૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ જે જિનનો ભક્ત હોય તે અવશ્ય જીવોનો મિત્ર હોય જ. જિનભક્તિ અને જીવ-મૈત્રી એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાથી અનુસૂત છે. તે જ સાચો જિન ભક્ત છે જે જીવોનો મિત્ર છે. તે જ સાચો જીવ-મિત્ર છે જે જિન ભક્ત છે. બંને ગુણો એક-બીજાના પૂરક છે. દયામણા ચહેરે યાચના કરતા આ ગરીબ-બાળકની માંગણીને કુકરાવીને મારાથી આગળ વધાય જ કેમ ? શું પત્થર જેવા મારા હૃદયમાં પરમાત્મા પધારશે ? હું જો એમ ભગવાન પાસે જઇશ તો કદાચ ભગવાન કહે : “ઓ ભગતરાજ ! લાલચોળ કેસરથી મારી પૂજા પછી કરજે પહેલા જીવોની સાથે મૈત્રી કેળવ. હું તેના જ હૃદયમાં આવું છું, જે જીવોનો મિત્ર છે. વિશ્વના તમામ જીવો મારા સાધર્મિક બંધુઓ છે. એમાંના એક પણ જીવનું અપમાન એટલે મારું જ અપમાન. જા ભગત ! જા. પહેલાં જીવોની સાથે મૈત્રીનું અનુસંધાન કરી આવ. પછી મારી ભક્તિ કરજે, જે જીવો પર દ્વેષથી ભરેલો છે. તે ભલે લાલચોળ કેસરથી મારી પૂજા કરે, ભલે મોટે અવાજે સ્તવનો ગાય, ભલે એ મારા નામનું તિલક કપાળે લગાવે, હું કદી પણ તેવા લોકો પર પ્રસન્ન થવાનો જ નથી. હા, દુનિયા ભલે એને ધાર્મિક કહે, પણ અમારા રાજયમાં એવો નકલી ધાર્મિક કદી પણ પ્રવેશ મેળવી શકશે નહિ.” સાક્ષાત્ ભગવાન જાણે બોલી રહ્યા ના હોય-એ રીતે એના હૃદયમાં ભગવાનની વાણી ગૂંજવા લાગી. શેઠજીના પગ થંભી ગયા. હૈયું કરુણાથી છલકાઈ ઊડ્યું. મધુર સ્વરે પેલા છોકરાને કહ્યું : ‘વત્સ ! હું તને જરૂર અનાજ આપીશ હોં...! જરાય ચિંતા કરીશ નહિ. પણ મને ચિંતા એ થાય છે કે તું આમ ભીખ ક્યાં સુધી માંગ્યા કરીશ ? એના કરતાં હું તને કામ બતાવું તો ?' ઓ શેઠજી ! તો તો આપનો ખૂબ-ખૂબ આભાર ! કામ જો મળી જાય તો ભીખ માંગું જ શા માટે ? આ તો કેટલીયે તપાસ કરી... પણ કામ નથી મળતું માટે ભીખ માંગવી પડે છે. બાકી ‘આપો' એવો શબ્દ બોલતાં મને એવું દુઃખ થાય છે... જાણે છાતીમાં સો-સો ખંજરો ભોંકાતા હોય...' દીન-વદને છોકરાએ કહ્યું. નાનકડા છોકરાની વિશાળ બુદ્ધિ અને વાકપટુતા જોઇને શેઠ એકદમ પ્રભાવિત થઇ ગયા. શેઠે કહ્યું : ‘તો તું એમ કર. હું તને તારા જેવું કામ બતાવું છું. ફૂલ જેવા તને કામના ઢસરડાથી કચડી નાખવા માંગતો નથી. હું જયારે ભગવાનની પૂજા કરવા જાઉં ત્યારે મારી વાડીમાંથી પૂજા માટે રોજ ફૂલો લાવી આપવા. હું તને રોજ બે માણા ધાન આપીશ.' પરગજુ શેઠની અણધારી ઓફર સાંભળીને રાજીરેડ થઇ ગયેલો બાળક બોલી ઊઠ્યો : “આભાર ! શેઠજી આભાર ! આપનો આ ઉપકાર હું કયા શબ્દોમાં વર્ણવું ? ત્રણ-ત્રણ દિવસ ભીખ માંગું, ગલીએ ગલીએ ભટકું, લોકોની ગાળો સાંભળું છતાં પણ મને જેટલું ધાન ન મળે એટલું ધાન આપ એક જ દહાડામાં મામૂલી કામ માટે આપી રહ્યા છો.’ ‘કામની અપેક્ષાએ ભલે આ મામૂલી દામ લાગતું હોય પણ ફળની અપેક્ષાએ આ અણમોલ કામ છે. આ તો ત્રણ લોકના સ્વામીની પૂજા માટે ફૂલો લાવવાનું કામ છે. આવા કામ માટે ઇન્દ્રો પણ પડાપડી કરે છે. સમજયો ?' ‘મારું અહોભાગ્ય’ કહીને ગરીબ છોકરાએ માથું ઝૂકાવ્યું. ત્યારથી દરરોજ આ કાર્યનો પ્રારંભ થઇ ગયો. રોજ શેઠજી જિન-પૂજાએ જાય ત્યારે આ પંચવર્ણી સુગંધી ફૂલોને ચંગેરીમાં ભરીને તૈયાર જ ઊભો હોય. બજે મધુર બંસરી * ૩૧૨ બજે મધુર બંસરી * ૩૧૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ મારે બીજું કંઇ ન જોઇએ... થોડા દિવસમાં એના મનના પરિણામો પણ નિર્મળ થવા લાગ્યા. એને પણ જિન-પૂજા કરવાનું મન થયું. શેઠજીના નહિ, પણ પોતાના જ અનાજથી ફૂલો ખરીદી ભાવથી એ પણ ભગવાનની પૂજા કરવા લાગ્યો. જિન પૂજામાં તેનો ઉલ્લાસ દિન-પ્રતિદિન વૃદ્ધિગત થવા લાગ્યો. એક દિવસ આયુષ્યનું તેલ ખૂટ્યું. તેનો જીવનદીપ બૂઝાયો. મૃત્યુ પામીને એ દેવલોક ગયો. ભગવાનની પુષ્ય પૂજાએ એક ગરીબ ભિખારીને હવે દેવ બનાવી દીધો. ના... માત્ર દેવ બનાવીને જ એ અટકતી નથી. એ તો પૂજકને દેવાધિદેવ બનાવીને જ જંપે છે. સ્વર્ગમાંથી યુવીને એ દેવાત્માએ એક રાજાને ત્યાં જન્મ લીધો. જાણો છો એ રાજા કોણ હતો ? એ હતો શ્રેણિક અને જન્મ પામનાર દેવ હતો અભયકુમાર. એ બુદ્ધિ-નિધાન અભયકુમારને આપણે બધા ઓળખીએ છીએ. પણ તેનામાં આવી જન્મ જાત નિર્મળ એ બુદ્ધિ આવી ક્યાંથી ? એ આપણે જાણીએ છીએ ખરા ? એ નિર્મળ બુદ્ધિના મૂળ પ્રભુ પૂજામાં છુપાયેલા હતા. ગરીબીથી અમીરી તરફ લઇ જનાર જિન પૂજા છે. એક હતા શેઠ... નામ હતું તામલી... ભારે સુખી.. ઘરમાં લખલૂટ વૈભવ... શેઠ પણ ભારે ઉદાર, દાન અને ભોગ બંને માર્ગે પૈસો વાપરે. એક રાત્રે એમને વિચાર આવ્યો. અરેરે આત્મનું..! આવી રીતે ભોગના કાદવમાં કીડા બનીને ક્યાં સુધી જિંદગી પસાર કરવી છે ? શું ખાવું-પીવું મોજમજા માણવી એનું નામ જ જિંદગી છે ? એ તો પશુઓ પણ કરી શકે છે... માનવ-જીવનની વિશેષતા શી ? હે જીવડા ! આમ પશુની જેમ જીવીને પાછા પશુ-જીવનમાં ચાલ્યા જવું છે ? જયાંથી ઘણી મુશ્કેલીએ બહાર નીકળ્યો ત્યાં ઘણી સહેલાઇથી પાછા ચાલ્યા જવું છે ? આ જીવન પશુતા માટે નહિ, પણ પ્રભુતા માટે છે. માનવ પશુ બની જાય તેમાં તેની હાર છે. માનવ પોતાનામાં પ્રભુતા પ્રગટાવે તેમાં તેની જીત છે. રે જીવ ! કંઇક એવા પ્રયત્ન કર... જેથી તારી સુષુપ્ત પ્રભુતા પ્રગટી ઊઠે. પૂર્વના કોઇ તપ-જપ વગેરેના પુણ્યથી તને વૈભવ મળેલો છે પણ આ જિંદગી તું એમને એમ તપ-જપ વિના પશુતામાં ગાળી રહ્યો છે. પરભવમાં ઓ આત્મન્ ! તારું થશે શું ? જરા વિચાર તો કર. બજે મધુર બંસરી * ૩૧૫ વાણીની ચાર વિશેષતા મૌન સત્ય પ્રિય ધર્મ (ચારેય ઉત્તરોત્તર ચડિયાતા છે.) બજે મધુર બંસરી * ૩૧૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ ઘોર તપશ્ચર્યા દ્વારા જીવન પૂરું કરી તામલી તાપસ બીજા દેવલોકનો ઇન્દ્ર (ઇશાનેન્દ્ર) બન્યો અને ખરેખર તેણે પોતાની ઇચ્છા પ્રમાણે આત્મકલ્યાણનો રાજમાર્ગ પ્રાપ્ત કરી લીધો. કારણ કે ઇન્દ્રો નિયમા સમ્યગ્દષ્ટિ હોય છે અને સમ્યગ્દષ્ટિ આત્મા નિયમો મોક્ષગામી હોય છે. તેઓના હૃદયમાં એક જ નાદ ગૂંજતો હોય છે : મારે આત્મકલ્યાણ સિવાય બીજું કંઇ ન જોઇએ. આ પ્રમાણે શેઠે પોતાના આત્માને શિખામણ આપીમનોમન નિર્ણય કરી લીધો કે બસ હવે મારે તપ-જપમાં લાગી જવું. તાપસ બની જવું. સાંસારિક ભોગોને સલામ... બસ... હવે બહુ થયું. થોડી ઘણી જે જિંદગી બચી છે તેનો કંઇક સદુપયોગ કરી લેવો. પોતાના નિર્ણયને અમલમાં મૂકવા શેઠે જરાય વાર લગાડી નહિ. બીજે જ દી તેઓ તાપસ બની ગયા અને તપ-જપનો યજ્ઞ શરૂ કર્યો. ઘોર તપશ્ચર્યા આદરી. તપશ્ચર્યા એટલે કેવી ? છઠ્ઠના પારણે છઠ્ઠ... પારણામાં પણ શું વાપરે ? ૨૧ વખત ધોયેલા ભાત... જેના પર માખી પણ ન બેસે એવા નિઃસાર...! ભલે એ જૈન ન્હોતો. ભલે એની પાસે વિશિષ્ટ જ્ઞાન હોતું... પણ આત્માનું કલ્યાણ હૃદયમાં બરાબર વસી ગયું હતું. આથી જ ૬૦,૦૦૦ વર્ષ સુધી લગાતાર આ તપ-યજ્ઞ તેણે ચાલુ રાખ્યો. આની સાથે જો એની પાસે સમ્યજ્ઞાન હોત તો એટલી તપશ્ચર્યા દ્વારા એક હજાર આત્માઓનો મોક્ષ થઇ જાત. આમ તેનું અજ્ઞાન કષ્ટ હોવા છતાં તેને મોક્ષ પર પાકી શ્રદ્ધા હતી અને તે પોતાની તમામ તપશ્ચર્યા આત્મકલ્યાણ માટે જ કરતો હતો. એક વખતે ભવનપતિની દેવીઓએ તેને વિનંતી કરતાં કહ્યું કે- તમે તપ દ્વારા અમારા પતિ બનો. એવું નિયાણું કરો જેથી તમને સ્વર્ગની સમૃદ્ધિ મળે. આ સાંભળતાં જ તામલી તાપસે કહી દીધું : “ઓ દેવીઓ! મારાથી એ કદાપિ ન બની શકે. મારો આ તપ નશ્વર એવા સ્વર્ગ માટે નથી, સ્વર્ગનું સુખ પણ આખરે તો વિનાશી જ છે, સર્યું એવા વિનાશી સુખથી...! મારે તો જોઇએ છે અવિનાશી એક માત્ર મોક્ષ જ. મોક્ષ, મોક્ષ અને મોક્ષ જ. એ સિવાય બીજું કશું જ નહિ.' દેવીઓ હતાશ થઇને ચાલી ગઈ. બજે મધુર બંસરી * ૩૧૬ પ્રતિજ્ઞા જે ધાર્મિક નિયમોનું પાલન આપણે કરતા જ હોઈએ, એની બાધા લેવી જરૂરી ખરી ? ‘પા... સો ટકા જરૂરી. ' ‘પણ... પાલન તો કરીએ જ છીએ ને ? પછી શો ફરક પડે ?” ‘જો પાલન કરો જ છો તો પ્રતિજ્ઞા લેવામાં વાંધો શો છે ?” મન જેનું મજબૂત ના હોય તે પ્રતિજ્ઞા લે. મજબૂત મનવાળાને પ્રતિજ્ઞા કેવી ?' આ દલીલ ખોટી છે. જે ખરેખર મન મજબૂત જ છે તો પ્રતિજ્ઞા લેવામાં વાંધો કયાં આવ્યો? પ્રતિજ્ઞા લેવામાં આનાકાની કરી રહ્યા એ જ જEHવે છે મત અંદરથી કાચું છે એટલે જ એ બાપાથી ગભરાય છે. સામાન્યપણે રાત્રિભોજન નહિ કરનારો અને પ્રતિજ્ઞાપૂર્વક રાત્રિભોજન નહિ કરનારો આ બંનેમાં ફરક છે, બહુ મોટો ફરક છે. પ્રતિજ્ઞા વિનાનાં માણસ કોઈ મોકો મળતાં રાત્રિભોજન કરી લેશે. પ્રતિજ્ઞાવાળો આવું નહિ કરે. પ્રતિજ્ઞા ન લેવી એટલે પોપની અપેક્ષા જીવંત રાખવી. શિવાજીની આજ્ઞાથી સેનાપતિ તાનાજી રાયગઢનો કિલ્લો જીતવા ગયા. ભાઈ સૂયાજી પણ સાથો હતો. ચંદનઘોની મદદથી સૈન્ય કિલ્લા પર ચડવું. ઉપર ખૂંખાર યુદ્ધ થયું. અચાનક તાનાજી હણાયા, સેનાપતિનું મૃત્યુ થતા મરાઠા સૈન્યના હોશકોશ ઉંડી ગયા. ભાગવા માટે બધા જ ચંદનઘોના દોરડા તરફ જવા માંડ્યા. તાનાજીના ભાઈ સૂયાજીએ વિચાર્યું : આમ તો વોર નાલેશી કહેવાય. સૈનિકો જીતી શકે તેમ હોવા છતાં અામ ઈriાશ થઈને ભાગે તે બરાબર નથી. પણ ભાગવાનો રસ્તો ખુલ્લો છે તેથી જ આ વિચાર અાવ્યોને ? ભાગવાનો રસ્તો જ ન હોય તો ? ચંદનઘોની દોરી જ કાપી નાંખવામાં આવે તો તેણે તરત જ દોરી કાપી નાખી અને ભાગતા સૈનિકોને કહ્યું : ભાગો છો ક્યાં? દોરી તાં શત્રુઓએ કાપી લીધી છે એટલે ઉતરવાનો કોઈ સવાલ નથી. હવે તો જીતવું કે મરવું આ બે જ વિકલ્પ છે. ભાગતા સૈનિકો પાછા વળ્યા અને મરણિયા થઈને શત્રુસૈન્ય પર તૂટી પડયા. સંત જતામાં વિજયપતાકા મેળવી લીધી. આ વિજય અંગે શિવાજીએ કહેલું ‘ગઢ આલા પણ સિંહ ગેલા. ' પ્રતિજ્ઞા એટલે પાપોની અપેક્ષાનું દોરડું કાપી નાખવાનું. આ અપેક્ષા એ જ અવિરતિ છે. જ્યાં સુધી એ રહે ત્યાં સુધી જીવ પૂરી તાકાતથી પાપ સામે લડી શકતો નથી. મોકો મળતાં જ તે રણમેદાનમાંથી ભાગી છૂટે છે. ભાગી છૂટનારને કદી વિજયશ્રી 1 વરે. બજે મધુર બંસરી * ૩૧૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ એકતા પ્રેમી શ્રી રત્નપ્રભસૂરિજી શ્રી પાર્શ્વનાથ ભગવાનના પંચમ પટ્ટધર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી ! હજારો ક્ષત્રિયોને જૈન ઓશવાળ બનાવનાર ! મહાન ગીતાર્થ ! મહાન શાસન-પ્રભાવક ! એક વખતે ઓસીઆ (ફલોદી (રાજસ્થાન) પાસે રહેલું ગામ) અને કોરટા (શિવગંજ પાસેનું ગામ) બંને સ્થળે એકી સાથે પ્રતિષ્ઠા કરાવવાનો પ્રસંગ આવી પડ્યો. વાત એમ બની કે બંનેના મુહૂર્ત મહા સુદ પાંચમના દિવસે જ આવતા હતા અને બંને સ્થળે પોતાની હાજરી અનિવાર્ય હતી. હવે શું થાય ? પણ વિદ્યાધારી એ મહાપુરુષ માટે આ વાત અશક્ય ન હતી. પાસે રહેલી વિશિષ્ટ વિદ્યા દ્વારા એમણે બે રૂપ કર્યા. મૂળરૂપે ઓસીઆમાં પ્રતિષ્ઠા કરાવી અને બીજા માયાવી - વૈક્રિય રૂપે કોરટામાં પ્રતિષ્ઠા કરાવી. આમ એક જ વખતે આવતા બંને પ્રતિષ્ઠાપ્રસંગોને વિચક્ષણ આચાર્યદેવે બરાબર સાચવી લીધા. તે સાલનું ચોમાસું આચાર્યશ્રીએ ઓસીઆમાં કર્યું અને તેમના શિષ્ય શ્રી કનકપ્રભમુનિએ કોટામાં કર્યું. થોડા વખત પછી કોરટાના સંઘને એવો ખ્યાલ આવ્યો કે– અરે ! આ તો આપણે ઠગાયા ! આચાર્યશ્રીએ પોતાની વિદ્યા દ્વારા આપણને ઠગ્યા છે. પોતાનું મૂળ રૂપ તો ઓસીઆમાં જ રાખ્યું અને બજે મધુર બંસરી * ૩૧૮ અહીંની પ્રતિષ્ઠા તો બનાવટી રૂપથી કરી. આચાર્ય થઇને આવો દગો ? પણ આપણેય ક્યાં કમ છીએ ? આજથી એ આચાર્યનો ગુરુ તરીકે માનવાનો ત્યાગ... આવા ઠગનારા આચાર્યને ગુરુ તરીકે કેમ મનાય ? આમ કોરટા સંઘે રત્નપ્રભ સૂરિને ગુરુ તરીકે માનવાનો ઇન્કાર કરી દીધો. એક ધર્માચાર્યને છોડ્યા તો બીજા આચાર્ય તો જોઇએ ને ? હવે કયા આચાર્યને માનવા ? એ કોરટાના લોકો માટે સવાલ પેદા થઇ ગયો. આખરે કોઇકે સૂચના આપતાં કહ્યું : અરે એમાં શું છે ? આપણે ત્યાં ચોમાસું રહેલા કનકપ્રભ મુનિ છે ને ? એમને જ આચાર્ય બનાવી દઇએ અને એમની આજ્ઞામાં આપણે સહુ આવી જઇએ. મારી વાત તમને કેમ લાગે છે ? ‘હા... બરાબર છે. બરાબર છે...' બધા એકી અવાજે બોલી ઊઠ્યા. અને કનકપ્રભ મુનિને આચાર્ય બનાવવા સૌ સજ્જ થઇ ગયા. ભારે આનાકાની છતાં બધાએ સાથે મળીને કનકપ્રભ મુનિને આચાર્ય બનાવી દીધા અને ‘આચાર્યશ્રી કનકપ્રભ સૂરિજીકી જય હો'ના નાદથી કોરટા ગામ ગૂંજી ઊઠ્યું. આ સમાચાર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીને મળ્યા. એમને ખૂબ જ દુ:ખ થયું. અરેરે ! સારા માટે કરવા ગયો છતાં પણ આમ થયું ? કોરટા સંઘે રૂસણા લીધા ? ખરેખર ભાવિકાળ વિષમ છે. સારું કરવા જઇશું તો પણ ઊંધું જ થશે. ખેર... હવે વાતને વણસતી અટકાવવી જોઇએ. હજુ તો તારક પરમાત્મા શ્રી મહાવીરદેવને નિર્વાણ થયે પૂરા એક સો વર્ષ પણ થયા નથી અને અત્યારથી જ સંઘમાં ટુકડા ? રે, તો તો ગજબ થઇ જશે. ગુરુ અને શિષ્ય લડશે. એક સંઘ બીજા સંઘ સાથે લડશે. મત-ભેદો વધશે અને સંઘની તમામ શક્તિ લડવામાં જ વપરાઇ જશે. શું હું આચાર્ય થઇને સંઘને લડવાનો વારસો આપી બજે મધુર બંસરી * ૩૧૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીની આ ઘોષણા સાંભળતાં સહુની આંખો રડી ઊઠી. કનકપ્રભસૂરિજીએ ઘૂસકે-ધ્રુસકે રડતા આચાર્યશ્રીની માફી માંગી અને સંઘે પણ રડતી આંખે ક્ષમા માંગી. ખરેખર આચાર્યશ્રીએ બગડતી બાજી સંભાળી લીધી હતી. સંઘમાં થતા ટુકડાને પોતાની વિચક્ષણતાથી અટકાવી દીધા હતા. પછી વિશેષ સ્નેહની વૃદ્ધિ માટે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ કોરટામાં જ ચોમાસું કર્યું અને કનકપ્રભ સૂરિજીએ ઓસીઆમાં ચોમાસું કર્યું. આમ સંઘની એકતા જળવાઇ રહી. આવા હોય છે જૈન મહાન આચાર્ય ભગવંતો...! જઇશ ? મારા ખાતર સંઘમાં ટૂકડા પડશે ? અને ન જાણે એ ટૂકડા કેટલાય વરસો સુધી લડ્યા કરશે ? આવી અનિષ્ટ પરંપરાના પ્રણેતા મારાથી કેમ બનાય ? ગમે તે રીતે મારે સંઘ-ભેદ થતો અટકાવવો જો ઇએ. તીર્થના નામથી કે ગચ્છના નામથી લોકોમાં ભેદ બુદ્ધિ પેદા કરાવવી એ તો મોહનીય કર્મના ૩૦ સ્થાનોમાંનું એક સ્થાન છે. શું હું મોહનીય કર્મ બાંધીશ ? નહિ... નહિ... આવું હરગીજ નહિ બની શકે. ગમે તે પ્રકારે હું સંઘ-ભેદ અટકાવીશ જ. અત્યારે કલિકાલમાં તો અધર્મ સામે લડવા માટે સંઘની સંગઠન-શક્તિ તો જોઇશ જ. આમ રત્નપ્રભસૂરિજી મ.ની વિચારધારા આગળ ચાલી અને ભાવિ અનિષ્ટ દૂર કરવા એમણે મનોમન કોઇક નિર્ણય લઈ લીધો. ચોમાસા પછી તરત જ વિહાર કર્યો અને આચાર્યશ્રી વિનંતી વિના જ કોરટાના પાદરે આવી ચડ્યા. ગામ લોકોને ખબર પડતાં સામૈયું કર્યું. ગમે તેમ તો પણ મહાન આચાર્ય છે. તીર્થંકર તુલ્ય પૂજનીય છે. એમનું સામૈયું કરવામાં કોરટા સંઘ ચૂકી જાય એટલી હદ સુધીનો અવિનીત ન્હોતો. ઠાઠમાઠથી સ્વાગત થયું. આચાર્યશ્રીનું માંગલિક પ્રવચન સાંભળવા સૌ ઉપાશ્રયમાં આવ્યા. આચાર્યશ્રીએ વ્યાખ્યાનના અંતે કહ્યું : કોરટાના સંઘને મારે કેટલા ધન્યવાદ અને અભિનંદન આપવા ? જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે. આમેય હવે મારે મારા માટે કોઇકને આચાર્ય-પદવી આપીને સ્થાપિત કરવા જ હતા, પણ કોરટા સંઘે શ્રી કનકપ્રભ મુનિને આચાર્ય-પદવી આપીને મારો બોજો હળવો કરી નાખ્યો છે. આમ કહી શ્રી કનકપ્રભસૂરિજીના મસ્તક પર વાસક્ષેપ નાખતાં જાહેર કર્યું કે- “હું આજથી મારા પટ્ટધર તરીકે આચાર્યશ્રી કનકપ્રભસૂરિજીને સ્થાપિત કરું છું.' ઘણા શ્રાવકો કહે છે : આપનો ઉપકાર. અમે તો આપને જ જોયા છે. હું કહું છું : નહિ ભાઇ ! આ ભગવાનનો ઉપકાર છે. આ પણ બોલવા ખાતર નહિ. હૃદયથી કહેવું જોઈએ. જો જરા જેટલો ‘હું” આવી જાય, તો મોહની ચાલમાં ફસાઈ જઈએ. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૭), તા. ૧૮-૦૭, ૨000 જે આત્મા પૂજા થી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચરિત્ર ભગવાનની પૂd-ભક્તિના પ્રભાવથી જ મળ્યું છે એમ હું માનું છું. નાનપણથી જ હું દેરાસરમાંથી બપોરે એક-દોઢ વાગે આવતો. મોડા આવવાની આદત આજની નથી. ત્યારે પણ મા-બાપ વાટ જેતા હતા. જો કે તેમને કાંઈ તકલીફ નહોતી પડતી. રોજની મારી આ આદતથી તેઓ ટેવાયેલા હતા. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં ૨૩૪), તા. ૨૨-૧૧-૨૦00, કા.વ. ૧૨ બજે મધુર બંસરી * ૩૨૦ બજે મધુર બંસરી * ૩૨ ૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ ‘અવ્યક્ત’ નિહ્નવ શ્વેતામ્બિકા નગરી... મહાન જૈનાચાર્ય શ્રી અષાઢાભૂતિ... પોતાના શિષ્યોને એ મહાન આચાર્યદેવ અગાઢ (જેને અધૂરી ન મૂકી શકાય તેવી) યોગોદહનની ક્રિયા કરાવી રહ્યા હતા. ક્રિયા ચાલુ હતી અને આચાર્યદેવ રાત્રિના સમયે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. ઉત્પન્ન થતાંની સાથે જ અધિજ્ઞાનના ઉપયોગથી જોયું તો શિષ્યો ગાઢ ઊંઘમાં છે. પોતાનું મૃતક એમને એમ પડેલું છે. આથી દેવને ચિંતા થઇ કે– મારા શિષ્યોના યોગોદ્દહન અગાઢ છે. કોઇ કરાવનાર નથી. માટે મારે જ કંઇક કરવું જોઇએ. આમ વિચારી દેવાત્માએ તે આચાર્યના ક્લેવરમાં પ્રવેશ કર્યો. સવાર થઇ. ક્રિયા કરાવી. શિષ્યોને બિચારાને ખ્યાલ નથી કે આચાર્ય તો કાળધર્મ પામ્યા છે ને આ આચાર્યમાં એ જ આચાર્યનો જીવ છે, છતાં ‘આચાર્ય' નથી. ક્રિયા પૂરી થઇ ગયા પછી દેવાત્માએ વાત કરી અને અપરાધ ખમાવી દેવલોક ચાલ્યો ગયો. દેવાત્મા તો ગયો પણ શિષ્યોના હૃદયમાં સંશયના બી વાવતો ગયો. શિષ્યોએ વિચાર્યું : ઓહ ! ગજબ થઇ ગયો . આપણે આચાર્ય ભગવંતને આચાર્ય સમજીને આટલો સમય વંદન કર્યું, પણ ખરેખર બજે મધુર બંસરી * ૩૨૨ તો એ અવિરતિ દેવાત્મા હતો. માટે હવે આજથી કોઇને વંદન જ કરવું નહિ. શું ખબર પડે કે... કોઇ સાધુ છે કે નહિ ? સંભવ છે કે સાધુ કાળધર્મ પામી ગયા હોય પછી દેવે પ્રવેશ કરેલો હોય... આમ થતાં અવિરતિધારીને વંદન કરવાનું પાપ લાગી જશે. આથી તો એ જ સારું છે કે કોઇને વંદન જ કરવું નહિ. આમ બધાએ વંદન કરવાનું છોડી દીધું. બીજા વડીલ સાધુઓએ ઘણું ઘણું સમજાવ્યું કે– મહાત્માઓ ! આમ વંદન કરવાનું છોડી ન દેવાય. માથામાં જૂ પડે તો માથું કાપીને ઓછું ફેંકી દેવાય ? કપડાં ફાટી જતા હોય કે મેલા થઇ જતાં હોય એટલા માત્રથી કપડા પહેરવાનું ઓછું જ છોડી દેવાય છે ? અવિરતધારીને વંદન કરવાનું છોડવા જતાં તમે લોકોએ તો વિરતિધારીને વંદન કરવાનું પણ છોડ્યું... આ ઠીક ન કહેવાય. જેઓ તમને એમ કહે કે ‘અમે સાધુ છીએ’ તેમને તો તમારે અવશ્ય વંદન કરવા જોઇએ. તરત જ પ્રત્યુત્તર આપતાં અષાઢાભૂતિના શિષ્યોએ કહ્યું : એમ તો જે અસાધુ હશે તે પણ પોતાને સાધુ જ કહેશે. તો શું એમને પણ વંદન કરવા છે ? આપણી બુદ્ધિ શુદ્ધ હોય તો એમને વંદન કરવામાં પણ આપણને કોઇ જ પાપ ન લાગે. વડીલ મુનિઓએ કહ્યું. આમ ઘણી-ઘણી રીતે સમજાવવા છતાં પણ પેલા તો ન માન્યા તે ન જ માન્યા. આથી સકળ શ્રીસંઘે એમને સંઘ-બહાર મૂક્યા એ નિહ્નવ તરીકે જાહેર કર્યા. તેઓ ‘અવ્યક્ત' તરીકે ઓળખાવા લાગ્યા. કારણ કે એમનું પ્રતિપાદન અવ્યક્ત-અસ્પષ્ટ (સાધુ છે કે અસા?એવું) હતું. બન્ને મધુર બંસરી * ૩૨૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ લેને ગઇ પૂત... ખો આઇ ખસમ એક વખતે ફરતું-ફરતું એ ટોળું બળભદ્ર નામના જૈન રાજાની નગરી પાસે આવી પહોંચ્યું. રાજાને સમાચાર મળ્યા કે આ સાધુઓ અવળે માર્ગે ચડી ગયા છે. કોઇ ઉપાયે મારે એ મુનિઓને સન્માર્ગે લાવવા જોઇએ. આમ વિચારી રાજાએ પોતાના માણસો દ્વારા એ બધા સાધુઓને નગર પ્રવેશ વખતે જ પકડાવ્યા. સાધુઓ કહેવા લાગ્યા : ‘અમને પકડો છો શા માટે ?' ‘તમે સાધુના વેષમાં છૂપાયેલા ગુંડા છો માટે.’ ‘પણ અમે અરિહંતનું નામ દઇને કહીએ છીએ કે, અમે સાધુ જ છીએ, ગુંડા નથી.' ‘પણ અમને એ વાતની શી ખબર ? અમને તમારી સાધુતામાં શંકા છે માટે અમે તો તમને પકડવાના જ.’ આમ તમામ સાધુઓને પકડીને રાજા પાસે લાવવામાં આવ્યા. રાજાએ તેમને કહ્યું કે– તમને તમારા મત પ્રમાણે જ પકડવામાં આવ્યા છે. તમે પોતે જ માનો છો કે કોણ જાણે કોઇ સાધુ હશે કે કેમ ? અમે પણ એમ માનીએ છીએ કે તમે ગુંડા પણ હોઇ શકો છો. જો હવેથી તમે તમારો આવો મૂર્ખાઇભર્યો મત છોડી દો તો તમને બધાને છોડી દઊં. બધાએ પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો અને સૌએ સન્માર્ગનો સ્વીકાર કર્યો. સાધુઓને વંદન કરવાનું શરૂ કર્યું. આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે બની હતી. આ શિષ્યો ત્રીજા નિનવ તરીકે પ્રખ્યાત થયા. પ્રાચીન કાળની વાત છે. પાટલીપુત્ર નગર... મૌર્યવંશીય બિંદુસાર રાજા... મહાબુદ્ધિમાન ચાણક્ય મંત્રી. મહાન ચંદ્રગુપ્તના આ મહાન પુત્રના રાજયમાં સૌ સુખપૂર્વક જીવી રહ્યા હતા... પણ એક માણસ દુઃખપૂર્વક જીવી રહ્યો હતો. એનો આત્મા ઇર્ષ્યાથી સળગી રહ્યો હતો. ભૂતકાળમાં ભોગવેલી સત્તા તેને યાદ આવતી હતી. પણ અત્યારે તે સત્તાભ્રષ્ટ હતો. માત્ર ભૂતકાળની સોહામણી સ્મૃતિઓને યાદ કરીને જ તેણે જીવવાનું હતું . કોણ હતો આ સત્તાભ્રષ્ટ માણસ ? એ હતો સુબંધુ નામનો મંત્રી, જેણે નંદરાજાની પાસે મંત્રીપણાની અમાપ સત્તા ભોગવી હતી પણ ચાણક્યની કુનેહથી તે સત્તાભ્રષ્ટ થયો હતો. પોતાનો સ્વામી સત્તાભ્રષ્ટ થયો તેનો તેને કાંઇ વાંધો ન્હોતો, પણ પોતે સત્તાભ્રષ્ટ થયો... તેનો તેને મોટો વાંધો હતો. તે તો ચંદ્રગુપ્ત કે બિંદુસાર પાસે પણ મંત્રીપદું ચાહતો હતો... પણ... ચાણક્ય... કુટિલ ચાણક્ય વચ્ચે દિવાલ બનીને આડો આવતો હતો. પ્રક બજે મધુર બંસરી + ૩૨૪ બજે મધુર બંસરી * ૩૨૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ In 5 ચાણક્ય એટલો બધો બુદ્ધિશાળી હતો કે કોઇ પણ માણસ કેવો છે તે ચહેરો જોઇને સમજી જતો હતો. આથી જ જેવા તેવા માત્ર સત્તા ભૂખ્યા માણસો એની પાસે આવતાં પણ ડરતા હતા. આજ સુધીમાં સુબંધુએ ચાણક્યને હટાવવા કેટલાય દાવો અજમાવ્યા હતા. પણ તેની કારી વાગી નહોતી. કારણ કે અત્યાર સુધી ચંદ્રગુપ્ત મહારાજા વિદ્યમાન હતા અને ચંદ્રગુપ્ત ચાણક્ય પ્રત્યે એટલા વિશ્વાસુ અને સમર્પિત હતા કે સુબંધુ માથું ફોડીને મરી જાય તોય ચંદ્રગુપ્તના દિલમાંથી ચાણક્યને હટાવી ન શકે. પણ હવે રાજયાસન પર ચંદ્રગુપ્ત નહોતા... બિંદુસાર હતા. આથી સુબંધુને અવસર મળી ગયો. એક દિવસ તક જો અને તે બિંદુસાર રાજા પાસે પહોંચી ગયો. દુર્ભાગ્યે ત્યારે ચાણક્યની હાજરી ન્હોતી. તેણે રાજાને કહ્યું : રાજનું ! આપની પાસે ખાસ એક અગત્યની વાત માટે આવ્યો છું. જો કે આપ મને શત્રુ નજરથી જુઓ છો. આથી મારી વાતમાં કદાચ વિશ્વાસ ના પણ બેસે. પણ અન્નદાતા ! એક વાત યાદ રાખજો કે આપને ગમે કે ન ગમે પણ હું હમેશાં રાષ્ટ્રના હિતમાં જ બોલીશ. રાજયદ્રોહીના કારસ્તાન હમેશાં ઉઘાડા પાડીશ. “પ્રિયમનોહારિ ચ દુર્લભ વચઃ' મારી વાત આપને નહિ ગમે... પણ મારે કહ્યા વિના છૂટકો નથી. રાજયને થઇ રહેલું નુકશાન મારાથી નથી જોઇ શકાતું. ઘણા વખતથી કહેવાનો વિચાર હતો... પણ હું માંડી વાળતો હતો. કદાચ મહારાજાને દુ:ખ લાગશે તો એ વિચારે હું અટકી જતો હતો. પણ આજે તો નક્કી જ કર્યું કે રાજાને ગમે કે ન ગમે, પણ મારે હિતકારી વાત તો કરવી જ જોઇએ. જેના વૈદ, મંત્રી અને શિક્ષક મીઠું બોલનારા હોય છે તે દર્દી. રાજાને વિદ્યાર્થીના અહિતને કોણ રોકી શકે ?' “એ બધી વાતો રહેવા દો... તમારે કહેવું શું છે ? એ માંડો ને ! રાજા બિંદુસારે વચ્ચે જ પૂછી નાખ્યું.' ‘જુઓ... વાત એમ છે કે- તમે જે ચાણક્યને અતિવિશ્વાસુ માની રહ્યા છો તે જરાય વ્યાજબી નથી. તે અત્યંત બુદ્ધિશાળી છે, એ વાતની જરાય ના નહિ, પણ તે વિશ્વસનીય તો જરાય છે નહિ.' સુબંધુએ મૂળ વાત ઉખાડી. ‘અવિશ્વસનીય કઇ રીતે ?' કઈ રીતે ? સાંભળો ત્યારે તેણે એવા એવા કાળા કામો કર્યા છે કે તમે સાંભળો તો અત્યારે ને અત્યારે અવળી ઘાણીએ પીલાવી નાખો... પણ આપના પિતાશ્રી ચંદ્રગુપ્ત મહારાજાને એવા હાથમાં લીધા હતા કે તેના અપકૃત્યની જાણ કોઇને થવા પામી નથી. તેના બીજા કાળા કાર્યોની વાત જવા દો... માત્ર એક જ વાત કરું. આપની માતાની હત્યા કરનાર આ પાપી ચાણક્ય જ છે. મારી વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો આપ અન્ય કોઇને પણ પૂછી શકો છો. મહારાજા ! મને તો ભય છે કે આ દુષ્ટ ક્યારેક આપને પણ આફતમાં મૂકી ન દે. સ્વાર્થી માણસને કદી કોઇ પોતાના કે પરાયા હોતા નથી. આપ એમના અતિવિશ્વાસમાં રહો તે જરાય યોગ્ય નથી. એ ક્યારે ધોખો આપશે, કાંઇ કહી શકાય તેમ નથી. મેં તો આપના હિત માટે આ વાત કરી છે. માનવું-ન માનવું આપના હાથની વાત છે.' આમ કહીને સુબંધુ જતો રહ્યો, પણ મહારાજાના મનમાં શંકાનું વાવેતર કરતો ગયો. મહારાજા બિંદુસારના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠ્યો : શું આવું હોઇ શકે ? શું ચાણક્ય મારી માતાને મારી નાંખી હશે? લાવ... ધાવ માતાને પૂછી જોઉં... બિંદુસાર રાજા તરત જ ધાવ માતા પાસે પહોંચ્યો અને એકદમ પૂછી નાખ્યું : મારા માતાને ચાણક્ય મારી નાંખી હતી – આ વાત સાચી છે ?' બજે મધુર બંસરી * ૩૨૬ બજે મધુર બંસરી * ૩૨૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ ‘હા... સાવ સાચી છે.’ ધાવામાતાએ કહ્યું, પણ કામકાજની ઉતાવળ હોવાના કારણે વિશેષ ખુલાસો ન કર્યો. આથી બિંદુસારને ચાણક્ય પર જોરદાર ગુસ્સો ચડ્યો : આ હાથ જોડી-જોડી માથું ઝૂકાવી-ઝૂકાવી પ્રણામ કરનારો, મીઠું-મીઠું બોલનારો, ચાણક્ય આવો નીચ છે ? એણે મારી માતાને મારી નાખી ? આવા માણસની સામે જોવું તેય પાપ છે. આથી રાજસભામાં આવેલા ઝૂકી-ઝૂકીને પ્રણામ કરતા ચાણક્યની સામું પણ રાજાએ જોયું નહિ. ચાણક્યને થયું : જરૂર મહારાજા મારા પર નારાજ છે. આજ સુધીમાં કદી બન્યું નથી કે મહારાજાએ કદી ઊંચી આંખ પણ કરી હોય. પણ આજે આમ કેમ ? નક્કી કોઇ ચાડીઆએ... કોઇ મંત્રી પદની સત્તાના ભૂખ્યાએ કાનભંભેરણી કરી લાગે છે. નહિ તો મહારાજા કદી રૂઠે નહિ... પણ એ ઇર્ષ્યાળુને એવો પાઠ ભણાવું કે એ પણ બંદો યાદ કરી જાય. આમ વિચારી ચાણક્ય તરત જ પોતાના ઘેર ગયો અને અમુક પ્રકારની સુગંધી જડીબુટ્ટીઓનું સંયોજન કરી એક નાની ડબ્બીમાં મૂકી અને ભોજપત્રની ચિઠ્ઠી મૂકી. એ ચિઠ્ઠીમાં લખ્યું : આ સુગંધી દ્રવ્યોને જે સૂંઘશે તેણે જીવનભર સ્ત્રી, અગ્નિ, કાચું પાણી અને વનસ્પતિનો સ્પર્શ કરવો નહિ. જો તે કરશે તો તાત્કાલિક મૃત્યુ પામશે. ચિઠ્ઠીને ડબ્બીમાં મૂકી. એ ડબ્બીને મોટી ડબ્બીમાં મૂકી અને ખીલીઓ લગાવી એકદમ પેક કરી. એ મોટી ડબ્બીને તિજોરીમાં મૂકી અને મોટા-મોટા તાળા લગાવ્યા. અને એ રૂમને પણ તાળાઓ લગાવી સજ્જડ બંધ કરી દીધો અને તે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયો. રસ્તામાં ચાલતાં-ચાલતાં તેનું મન વૈરાગ્યવાસિત બન્યું : ‘હે જીવ ! હવે ક્યાં સુધી આવા કાવા-દાવામાં મસ્ત થઇને રહેવું છે? કાવા-દાવા કરીને કેટલાયને મારી-મરાવીને હે આત્મન્ ! તારે જવું છે ક્યાં ? છેલ્લી જિંદગીમાં પણ રાજકીય આટાપાટા ખેલવા છે ? રે ! બજે મધુર બંસરી * ૩૨૮ ચેતન ! હવે અંતકાળ નજીક આવ્યો છે, આંખે-કાને ઝાંખપ આવી છે, હવે તો કલ્યાણ કરી લે, હવે તો પ્રભુનો માર્ગ પકડી લે.' આમ એકદમ વૈરાગ્યવાસિત બની ચાણક્ય સંવર ભાવવાળો બની ગામ-બહાર ગોકુળના સ્થાનમાં છાણાઓ પર ઈંગિની અનશન સ્વીકારીને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની ગયો. આ બાજુ પેલી ધાવમાતાને ખબર પડી કે રાજાએ મહામંત્રી ચાણક્યનો તિરસ્કાર કર્યો છે. આથી તેણીએ મહારાજાને પૂછ્યું : ‘આપે ચાણક્યનો તિરસ્કાર શા માટે કર્યો ?' મારી માતાને મારનારનો તિરસ્કાર ન કરું તો શું કરું ?' ‘અરે, ભલા માણસ ! જરા સાંભળો તો ખરા ! એણે કયા સંયોગોમાં એમ કર્યું છે... એ જાણશો તો તમને ખબર પડશે કે એમ ન કર્યું હોત તો આજે બિંદુસાર રાજા જ ન હોત. વાત એમ હતી કે તમારા પિતાશ્રી ચંદ્રગુપ્ત મહારાજા દરરોજ વિષમિશ્રિત આહાર કરતા હતા. કોઇ શત્રુ ઝેર આપી મારી ન નાખે માટે ચાણક્યે તેમને થોડું-થોડું વિષ ખવડાવવાનું શરૂ કર્યું હતું અને વિષની માત્રા વધારતાં-વધારતાં એક દિવસ તેઓ તેટલું વિષ ખાવા લાગ્યા કે જો કોઇ બીજો ખાય તો તાત્કાલિક મૃત્યુ જ થઇ જાય. પણ રોજની આદતના કારણે ચંદ્રગુપ્તને કાંઇ થતું નહિ. એક વખતે તમારી માતાને રાજાની સાથે બેસીને ખાવાની ઇચ્છા થઇ. રાજાની ગેરહાજરીમાં તેણીએ વિષાક્ત આહાર ખાઇ ગઇ અને ઝેરના કારણે તે થોડીજ વારમાં તરફડીઆ મારવા લાગી. સૌ દોડી આવ્યા... પણ હવે રાણીનું બચવું અશક્ય હતું. હે રાજન્ ! ત્યારે આપ પેટમાં હતા. ૯ મહિના પૂરા થઇ ગયા હતા. મૃતપ્રાયઃ થયેલી આપની માતાને જોઇને બુદ્ધિનિધાન ચાણક્યે વિચાર્યું : હવે આ માતા તો મૃત્યુ પામી... એને કાંઇ જીવાડી શકાશે નહિ, પણ પેટમાં રહેલા બાળકને કેમ મરવા દેવાય ? ભાવિમાં એ બજે મધુર બંસરી * ૩૨૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ જ રાજયગાદીનો વારસદાર છે. બાળકને ગમે તે રીતે બચાવી જ લેવો જોઇએ અને તરત જ સાવધાનીપૂર્વક ચાણક્ય પેટ ફાડી બાળક બહાર કાઢ્યો. વિષની અસરથી જો કે બાળક તદ્દન મુક્ત હતું, પણ મસ્તક પર એક બિંદુ લાગેલું હતું. તેથી તેટલો ભાગ સફેદ થઇ ગયો. તેથી રાજનું ! આપનું નામ બિંદુસાર પાડવામાં આવ્યું. આ સાંભળતાં જ રાજા તો ચકિત થઇ ગયો. અરેરે ! મેં આ શું કર્યું ? મને જીવિતદાન આપનાર મહાન ઉપકારી ચાણક્યનો મેં તિરસ્કાર કર્યો ? મારે હમણાં જ ક્ષમા માંગવી જો ઇએ... એમ વિચારી તે તરત જ ચાણક્યના ઘેર પહોંચ્યો. પણ સમાચાર મળ્યા કે ચાણક્ય તો સંસારની વાસનાથી મુક્ત બની ગામ બહાર પહોંચી ગયા છે. રાજા તરત જ ત્યાં પહોંચ્યો અને અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. ‘ઓ મહાન ઉપકારી મહાનુભાવ ! આપનો મેં ઘોર તિરસ્કાર કર્યો છે. મારા એ અપરાધની મને માફી આપો અને પાછા રાજમહેલે પધારો અને મંત્રી મુદ્રા સ્વીકારો.” ચાણક્ય કહ્યું : “રાજન્ ! હવે મેં બધી મુદ્રાઓ છોડી દીધી છે. માત્ર મંત્રી મુદ્રા જ નહિ સુવર્ણમુદ્રા યુક્ત સમગ્ર સંસારનો પણ મેં ત્યાગ કર્યો છે. હવે હું માન-અપમાનથી પર બન્યો છું. તમારા કરેલા અપરાધની મેં ક્યારેય માફી આપી દીધી છે. માફી આપ્યા વિના ધ્યાની બનાય શી રીતે ? હવે હું અનશનમાં છું. શરીરનો પણ મેં ત્યાગ કર્યો છે... મંત્રીપણાની તો વાત જ ક્યાં ? - આ સાંભળીને મનમાં ખેદ ધારણ કરતો રાજા નગર તરફ પાછો વળી રહ્યો છે ત્યારે સામેથી સુબંધુ મળ્યો અને તેણે ચાણક્યને ખમાવવાની અનુમતિ માંગી. સરળ રાજાએ તેને આજ્ઞા આપી. સરળને આખું જગત સરળ દેખાય છે પણ સુબંધુ તો કૂડ-કપટનો અવતાર હતો. તે વંદના-ક્ષમાપનાના બહાને ચાણક્ય મુનિ પાસે પહોંચી ગયો. હૃદયમાં હજી તેનો ડંખ ગયો નથી. સત્તાની લાલસા બજે મધુર બંસરી * ૩૩૦ હજુ અકબંધ બેઠી છે. રખેને ક્યાંય ધ્યાન છોડી ચાણક્ય પાછું પ્રધાન-પદુ મેળવી લે ! આવા ઢોંગ-ધતીંગ કરતાં તો ચાણક્યને બહુ આવડે છે. આવું કરી કરીને તેણે કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા છે. પણ હું કાંઇ કાચો નથી. એ કાંઇ કરે એ પહેલા જ હું એને પતાવી દઊં... પછી એ બેટમજી શું કરવાના ? ન રહેગા બાંસ.. ન બજેગી બંસરી... બસ પછી તો પ્રધાનપદું મારા બાપનું ! આવી મેલી મુરાદ મનમાં રાખીને તેણે બહારથી ચાણક્યની સ્તુતિ કરી ક્ષમા માંગી અને છેલ્લે ધૂપના બહાને લાવેલા અંગારા ચાણક્યના પગ પાસેના છાણા પાસે મૂકી દીધા અને ચૂપચાપ રવાના થઇ ગયો. ધગધગતા અંગારાના કારણે જોતજોતામાં આગ લાગી. ચાણક્ય બળવા લાગ્યા, પણ તેમની ક્ષમા સતેજ થવા લાગી. એને બાળવાની તાકાત કોની છે ? શરીર બળી રહ્યું છે છતાં એક ડગલું પણ તેઓ ખસ્યા નહિ. સત્ત્વના ખડક પર ઊભા રહીને જાણે તેઓ સંકટોને આમંત્રણ આપી રહ્યા હતા : સત્ત્વના પડખે રહી ઝૂઝતા, પળવાર પણ ખસવું નથી. સંકટો ! દુઃખો ! પધારો સ્વાગતમ્ હવે લેશ પણ ચસવું નથી ! મર્દની મોકાણમાં જાવું ભલે, કાયરોની જાનમાં ચડવું નથી. મોતની મુસ્કાન મીઠી માણીશું, જિંદગીમાં જીવવા રડવું નથી. પોતાના આત્માને આ ચાણક્ય સમજાવી રહ્યા હતા : ‘ઓ આત્મન્ ! અત્યાર સુધીમાં તે કેઇને મોતને ઘાટ ઉતાર્યા છે. કેટલાય કાવા-દાવા કર્યા છે. હવે છેલ્લી જિંદગીમાં આ ધ્યાન મળ્યું છે... બજે મધુર બંસરી * ૩૩૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ તું ક્ષમાશ્રમણ બન્યો છે. ક્રોધ કરીને તે હારીશ નહિ. મારા શરીરને કોઇ બાળી શકે - મારા અમર આત્માના એક અંશને પણ બાળવાની તાકાત કોઇનામાંય નથી. ઓ શરીર ! બળ... બળ ...’ બળ... તું બળે મારા કર્મ બળે. શરીર બળવાનું આ તો શું દુ:ખ છે ? પણ આનાથી કઇ ગણી વધુ પીડા તે નરકમાં અનુભવી છે. પણ એ બધી વેદનાઓ પરાધીનતાથી ભોગવવી પડી છે. સ્વાધીનતાથી સહન કરવાની સમજ અને મોકો અત્યારે જ મળ્યા છે. માટે તારા ક્ષમાધર્મથી જરાય ચલિત થઇશ નહિ.' આમ પૂર્ણ ક્ષમા સાથે મૃત્યુ પામી ચાણક્ય સ્વર્ગમાં ગયા. આ બાજુ પેલો સુબંધુ તરત જ ચાણક્યના ઘરમાં સંપત્તિ મેળવવાની લાલસાએ પહોંચી ગયો. ઓરડામાં ઓરડા ખોલતાં, ખોલતાં આખરે પેલી સુગંધી દ્રવ્યોવાળી ડબ્બી ખોલી અને સુંઘી ભોજપત્ર પરનું લખાણ વાંચી એ સ્તબ્ધ બની ગયો. તેમાં લખ્યું હતું. આ દ્રવ્યોને સૂંઘનાર જો સંસારનું સુખ ભોગવશે તો ખતમ થઇ જશે. આ વાતની ખાતરી કરવા તેણે એક પુરુષ પર પ્રયોગ કર્યો. પુરુષ તરત જ મૃત્યુ પામ્યો. આથી સુબંધુ લાચાર બની ગયો. એની મહત્ત્વાકાંક્ષાના મિનારા તૂટી ગયા અને મજબૂર થઇને લાલસા રોકી શક્યો નહિ અને વસ્તુ ભોગવી શક્યો નહિ. એનું મન બોલતું રહ્યું : પેલો ચાણક્ય તો મરતો ગયો, પણ મને જીવતો રાખીને મારતો ગયો. આનાથી તો મને જીવથી મારી નાખ્યો હોત તો સારું થાત ! આમ કચવાતા દિલે તે રહેવા લાગ્યો. પણ એનો શો અર્થ ? તે બગાડવા ગયો ચાણક્યનું... પણ બગડી ગયું પોતાનું. પેલી કહેવત સાચી પડી : લેને ગઇ પૂત... ખો આઇ ખસમ. (૧૦) એ મુનિ દૂબળા કેમ હતા? એમનું નામ હતું : આર્ય દુર્બલ પુષ્પમિત્ર. ‘દુર્બલ’ એટલા માટે કે નવ પૂર્વના સ્વાધ્યાયમાં તેઓ એટલા બધા ખોવાઇ જતા કે જે કાંઇ પણ વાપરે (ધી, દૂધ, દહીં વગેરે) તે બધું જ સાફ થઇ જતું.. આથી તેઓ દૂબળા રહેતા હતા. તેથી ‘દુર્બલ પુષ્પમિત્ર' તરીકે ઓળખાતા હતા. એક વખતે તેમના સાંસારિક બંધુઓ દર્શન કરવા માટે આવ્યા. તેમની દુર્બળ દેહયષ્ટિ જોઇ ચિંતિત થઇ ઊઠ્યા. એમને થયું : “આ તે કેવો ધર્મ ! શું ખાવાય પૂરું એમના ગુરુ એમને નહિ આપતા હોય ?' તેઓ બધા બૌદ્ધધર્મી હતા. તેમણે વિચાર્યું : વાહ ! આપણો ધર્મ કેટલો સુંદર ! આપણા સાધુઓ કેવા હૃષ્ટપુષ્ટ ! જોતાં જ ગમી જાય તેવા ! બિચારા આ આપણા મહારાજા અહીં આવીને કેવા ફસાઇ ગયા ! તેઓ સૌ પુષ્પમિત્રના ગુરુદેવની પાસે ફરિયાદ કરવા પહોંચી ગયા : ‘તમે અમારા મહારાજને પૂરું ખાવા કેમ આપતા નથી ? અમારા બૌદ્ધ ધર્મમાં તો સવાર, બપોર, સાંજ- ત્રણેય ટાઇમ ખૂબ ખાવાનું હોય છે. આથી અમારા સાધુઓ કેવા સુંદર અને આ અમારા મહારાજ કેવા દૂબળા પાતળા ?” બજે મધુર બંસરી * ૩૩૩ બજે મધુર બંસરી + ૩૩૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવે શાંતિથી કહ્યું : ‘અમે તમારા મહારાજને પૂરતો આહાર આપીએ છીએ. પણ એ સ્વાધ્યાય કરતા એવી અનુપ્રેક્ષામાં પહોંચી જાય છે કે જેથી બધુ સ્વાહા થઇ જાય છે.' ‘તમે પૂરતો આહાર આપતા હશો, પણ પૌષ્ટિક આહાર– ઘી, દૂધ વગેરે નહિ આપતા હો.’ અરે... ઘી, દૂધ વગેરે પણ પુષ્કળ આપીએ છીએ.’ ‘તો આમ કેમ ?’ ‘એમની ચિંતનશીલતાના કારણે જ. તમારા માન્યામાં ન આવતું હોય તો બતાવીએ. તમારે જોવું છે ?’ ‘હા.. અમારે જોવું છે.' –અને બધા જ બૌદ્ધ સાંસારિક બંધુઓ ત્યાં જ કેટલાક દિવસ રોકાઇ ગયા. પુષ્પમિત્ર ગુરુદેવની આતાથી વધુ પ્રમાણમાં ઘી, દૂધ વગેરે લેવા માંડ્યા, પણ બધું જ સ્વાધ્યાયના અગ્નિમાં સ્વાહા...! પુષ્પમિત્ર તો એવા ને એવા જ દુર્બળ રહ્યા. હવે ગુરુદેવે એમને સ્વાધ્યાય-ચિંતન આદિ બંધ કરવા કહ્યું અને માત્ર સાદો ખોરાક લેવા કહ્યું. તેમ થતાં થોડા જ દિવસમાં પુષ્પમિત્રનું શરીર હૃષ્ટપુષ્ટ દેખાવા લાગ્યું. સૌ સંબંધીઓ આશ્ચર્યમગ્ન બની ગયા. પછી ગુરુદેવે બધાને સમજાવતાં કહ્યું ઃ શરીરની હૃષ્ટપુષ્ટતામાં જ કલ્યાણ નથી. જો એમ જ હોય તો ભેંસ અને પાડા વગેરે આપણા કરતાં વધુ ઊંચા ગણાત. ખરી વાત આપણા આત્માની છે. દેહ દૂબળો ભલે બને, પણ આત્મા ઊજળો બને છે કે નહિ ? મુમુક્ષુની નજર માત્ર આત્મા તરફ જ હોય, દેહ તરફ કદાપિ નહિ. દેહની પુષ્ટતામાં જો આત્માની દુષ્ટતા વધતી હોય તો એ પુષ્ટતા ખતરનાક નથી શું ? જેઓ દેહની પુષ્ટિમાં જ આનંદ માણી રહ્યા છે ને તેને જ ધ્યાનજન્ય આનંદ માની રહ્યા બન્ને મધુર બંસરી * ૩૩૪ છે, તેઓ ખરેખર ખૂબ જ ભ્રમણામાં છે. માટે તમે દેહના નહિ; પણ આત્મિક સૌંદર્યના ઉપાસક બનો.’ ગુરુ ભગવંતની આવી દેશના સાંભળીને સમગ્ર પરિવારે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. સ્ત્રીનાં અવતાર શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે અનંત પાપરાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીનો અવતાર મળે. બીજી બાજુ જોઈએ તો ભગવાન મહાવીર વગેરેના શાસનકાળ દરમ્યાન સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. ભગવાનના શ્રાવકો ૧ લાખ ૫૯ બજાર હતા. જ્યારે શ્રાવિકાઓ ત્રણ લાખ હતી. સાધુઓ ૧૪ હાર હતા જ્યારે સાધ્વીઓ ૩૯ હજાર હતી. સાધુઓ 900 મોક્ષમાં ગયા ત્યારે સાધ્વીઓ ૧૪૦૦ મોક્ષમાં ગઈ છે. આમ કેમ? સ્ત્રીઓમાં એવો કર્યો વિશેષ ગુન્ન હરો જેના કારણે તેઓ સંખ્યામાં આગળ નીકળી ગઈ ? સ્ત્રીઓના દુગુક્ષોને જણાવતો એક શ્લોક પ્રસિદ્ધ છે. અમૃત, સાહસ, માયા... સ્ત્રીણાં દોષાઃ સ્વભાવા:” – જૂઠ, સાહસ, માયા, લોલુપતા, મૂર્ખતા, અપવિત્રતા... વગેરે સ્ત્રીઓના સહજ દરો ગન્નાય છે. આમ છતાં સ્ત્રીઓમાં એક એવો ગુણ વૃગિત થઇ શકે છે જે બધા દોષોને ઢાંકી દે છે. જે ગુન્ન છે સમપન્ન-વૃત્તિ, સેવા-વૃત્તિ ! સ્ત્રીઓ જયારે અર્પણ કરે છે ત્યાં એટલું અપન્ન કરે છે કે લેનારનો હાથ પન્ન નાનો પડે. સ્નેક્સ હ્રદયમાં જ સેવા અને સમર્પણની વૃત્તિ જન્મી શકે છે. આથી જ સ્વાભાવિક રીતે સેવા-સમર્પણ અને સંવેદનશીલતામાં સ્ત્રીઓ આગળ હોય છે. જુઓ... આદિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યાર પછી પોતાના પુત્રને યાદ કરી-કરીને પ્રુરુદેવા માતા આંધળા થઈ ગયા હતા. નાભિરાજ યાદ કરતા હોય કે આંધળા થઈ ગયા હોય એવું સાંભળ્યું ? ગોશાળાની તેોલેશ્યાના કારણે ભગવાન મહાવીરદેવને થયેલા લોહીના ઝાડા આદિના નિવારણ માટે ઔષધ તૈયાર કરનાર રેવતી શ્રાવિકા હતી, કોઈ પુરુષ નહિ. ભગવાનનું પારણૢ ક્યારે થશે એ પ્રમાણે દેશને પૂછનાર મૃગાવતી હતી, શતાનીક નહિ ! સ્ત્રીઓની આ સમર્પણ-વૃત્તિને બિરદાવવા જ શું ભગવાન શ્રી મહાવીરદેવે સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા હશે ? બન્ને મધુર બંસરી * ૩૩૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ એ જીવંત સૂરિજીની સ્મશાન યાત્રા છે . જેમના નામ પરથી પાલીતાણા ગામ વસેલું છે, તે મહાન આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ એકવાર તદ્દન નૂતન ગ્રંથનું સર્જન કર્યું. એ ગ્રંથને સમૃદ્ધ બનવામાં સૂરિજીએ પોતાની સમગ્ર શક્તિ રેડી દીધી હતી, આથી આ ગ્રંથ બે-નમૂન બન્યો હતો. જે કોઇ આ ગ્રંથને જુએ તે મોંમાં આંગળા નાખી જાય. હૃદયમાંથી ઉગારો છલકાય : ઓહ ! કેટલો અદ્ભુત ગ્રંથ છે ? જયારે હૃદયના ઊંડાણના ભાવો શબ્દરૂપે ગ્રંથસ્થ બને છે ત્યારે સર્જન ખરેખર અદ્દભુત બને છે, લોકોની ચેતનામાં નવો જ પ્રકાશ લાવનારું બને છે. કોઇનું લખેલું લખનારા, કોઇનું બોલેલું બોલનારા અને કોઇનું ગાયેલું ગાનારા લેખકો, વક્તાઓ અને ગવૈયાઓ આ દુનિયામાં હજારો હોય છે. પણ લોકહૃદય પર તેમની કોઇ સ્થાયી અસર રહેતી નથી. પણ જે અંતરના અવાજને બહાર આવવા દે તે જ ખરો મૌલિક સર્જક ગણાય, તેનું જ વચન જન-જનના હૃદયમાં સોંસરું ઊતરી જાય, પણ આવા સર્જકો વિરલ જ હોય છે. પાદલિપ્તસૂરિજી આવા વિરલ મૌલિક સર્જક હતા. આથી જ એમના ગ્રંથો વાંચવા માટે વિદ્વાનોમાં પડાપડી થતી. તેમાંય આ નૂતન ગ્રંથે તો એમની પ્રતિભામાં ચાર ચાંદ લગાડી દીધેલા હતા. જેના જેના હાથમાં એ ગ્રંથ ગયો તે બધા જ વિદ્વાનો બેમોઢે સર્જકોની પ્રતિભાને વખાણવા લાગ્યા. બજે મધુર બંસરી * ૩૩૬ પણ સૂરિજીની જબરદસ્ત થતી પ્રશંસા એક ઇર્ષ્યાખોર બ્રાહ્મણ પંડિતને ન ગમી. એ પંડિત ઇર્ષ્યાથી સળગતો એમને એમ બેસી રહ્યો હોત તો વાંધો ન હોતો... પણ એ તો ઠેર-ઠેર ઇર્ષાની આગ ઓકવા લાગ્યો અને સૂરિજીના યશને ભસ્મીભૂત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. તમારી ઇર્ષ્યા જયાં સુધી તમારા મનમાં જ રહે ત્યાં સુધી હજુ વાંધો નથી. તેનાથી માત્ર તમને જ નુકશાન થશે... પણ જયારે એ બહાર નીકળે ત્યારે કેટલાયને બાળી નાંખે. ઈર્ષ્યાનો જન્મ ક્યાંથી થાય છે? અહંકારમાંથી. દરેક માણસને પ્રાયઃ એક છૂપો ભ્રમ હોય છે, અહંકાર હોય છે. આ દુનિયામાં હું જ મહાન છું. અને પોતાની કલ્પિત આ મહાનતાને ટકાવવા તે હંમેશા બધી જ પ્રવૃત્તિઓ કરતો રહે છે. પણ જયારે કોઇ પોતાનાથી પણ અધિક મહાન દેખાય, જ્યારે પોતાની કલ્પેલી મહાનતા કકડ...ભૂસ કરતી ભાંગી પડતી દેખાય ત્યારે તે ભૂરાટો બને છે ! તે બીજાની મહાનતાને સ્વીકારવા હરગીઝ તૈયાર નહિ થાય. તેની મહાનતાને કાપવા ભાતભાતના દાવપેચ અજમાવવા શરૂ કરશે. અનેક પ્રકારના એ દાવપેચોનું સહિયારું એક જ નામ છે. ઇર્ષ્યા. ઇર્ષાળુ માણસ એમ જાહેર કરવા માંગે છે કે એ માણસ (જેની તે ઇર્ષ્યા કરે છે તે) કોઇ જ વિસાતમાં નથી. તમે ખોટા જ સાવ અંજાઇ જાવ છો. એની મહાનતાની નીચે કેટલી ગંદવાડ છૂપાયેલી છે, તે તો માત્ર હું જ જાણું છું. આમ ઇર્ષાળુ જયારે પોતે મહાન બની શકતો નથી ત્યારે તે બીજાને નાના બનાવવાની બતાવવાની ચેષ્ટા શરૂ કરે છે. જો કે એમ કરવાથી કદી કોઇ નાનું બનતું જ નથી. પણ એનો ભ્રમ (હું મોટો છું નો ભ્રમ) જે પોષાયા કરે છે એની પોતાના વિષેની કલ્પના અખંડ રહે છે. બજે મધુર બંસરી * ૩૩૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ ખરેખર તો ઇર્ષ્યાળુ બીજાની ઇર્ષ્યા કરીને પોતાની જ તુચ્છતા પ્રગટ કરતો હોય છે. ચતુર માણસો તો તરત જ આવા માણસને સમજી જ જાય છે. આ ઇર્ષ્યાળુ પંડિત, પાદલિપ્તાચાર્યનો તેજોવેધ કરવા માટે મેદાને પડ્યો. તેણે ચારે બાજુ એક મોટો ગપગોળો ગબડાવ્યો. આ આચાર્ય મહારાજ મૌલિક સર્જક નથી. એમણે બનાવેલો કહેવાતો આ ગ્રંથ એમનો છે જ નહિ, બીજા પ્રાચીન ગ્રંથનો માત્ર ઊતારો છે. બીજાની રચનાને પોતાના નામે ચડાવીને આ આચાર્યે ભયંકર દ્રોહ કર્યો છે, નરદમ જૂઠાણું ચલાવેલું છે. આ વાત એકે બીજાને કરી, બીજાએ ત્રીજાને કરી, અને બસ પછી તો ચાલ્યું. બધા જ પંડિતો કહેવા લાગ્યા કે આ પાદલિપ્તાચાર્ય ચોર છે, તેમણે પૂર્વ સાહિત્યની ચોરી કરી છે. તેઓ મૌલિક સર્જક છે જ નહિ, માત્ર ઊતારો કરનાર છે. અત્યાર સુધી તેઓ આપણી સાથે બનાવટ કરતા આવ્યા છે. પણ આજે એમની પોલ પકડાઇ ગઇ છે, પાપ ક્યાં સુધી છુપું રહે ? લોકોને તમે ક્યાં સુધી મૂર્ખ બનાવી શકો ?– આમ બધા જ પંડિતો તેમની વિરુદ્ધમાં વાતો કરવા લાગ્યા. ગઇ કાલે જેઓ પ્રશંસા કરનારા હતા, તેઓ પણ આજે નિંદાના વરઘોડામાં જોડાઇ ગયા. આમ કેમ બનતું હશે ? પ્રશંસક નિંદક કેમ બની જતો હશે ? કારણ જાણવું છે ? કારણ સાવ સ્પષ્ટ છે. મનના અતળ તળીયે સૂતેલો અહંકાર ! બસ આ જ એનું કારણ છે. તો પછી અત્યાર સુધી તેમણે પ્રશંસા શા માટે કરી ? પ્રશંસા એમણે કરી નથી, પણ કરવી પડી છે. બધા જ પ્રશંસા કરતા હતા માટે તેમની સાથે જોડાવું પડ્યું હતું. બધાની સાથે જોડાય નહિ તો લોકો ઇર્ષ્યાળુનું બિરૂદ આપી દેને ? અહંકાર માણસને ઇર્ષ્યાળુનું ટાઇટલ શી રીતે ગમે ? પણ જ્યારે કોઇએ ગપગોળો ગબડાવ્યો ત્યારે હવે એ પણ સામેલ બજે મધુર બંસરી * ૩૩૮ થયા. હવે ક્યાં કોઇ ઇર્ષ્યાળુ કહેવાનું છે ? અને આ વાત હું થોડો કહું છું ? બીજાઓ કહે છે. આમ ચાન્સ મળતાં જ સૂતેલો અહંકાર જાગી જાય છે. પહેલા પણ મનમાં ગ્રંથકાર તરફ છૂપી ઇર્ષ્યા તો હતી જ, પણ આબરૂના ભયથી બોલી શકાતું ન હોતું. પણ હવે તો તેને છૂટોદોર મળી ગયો. મોટા મોટા સજ્જન ગણાતા પંડિતો પણ આ નિંદાના ‘કાર્યક્રમ’માં સામેલ થયા. કેટલાક તો વળી આગળ વધીને ત્યાં સુધી કહેવા માંડ્યા : કેવો છે આ લોકોનો જૈન ધર્મ ? જૈન ધર્મે એમને આવું જ શીખવાડેલું હશે ? પોતાની નામના મેળવવા કોઇકના ગ્રંથની આ રીતે તડફંચી કરવી ? ધિક્કાર હો આવા ધર્મને - આવા ધર્મ ગુરુઓને ! નિંદા કરનારાઓમાંથી કોઇએ એ તપાસ ન કરી કે કયા ગ્રંથની નકલ કરી છે ? એ મૂળ ગ્રંથ બતાવો ! પણ ના... ટોળું કદી એવી પરવા કરતું નથી. એ તો પ્રવાહમાં જ તણાય છે, બધા જેમ કરતા હોય તેમ કરે છે. બધા જે તરફ ઝૂકતા હોય તે તરફ ઝૂકે છે. બધા જે તરફ રોષ કરતા હોય તે તરફ તે પણ રોષ કરે છે. ટોળાને સ્વતંત્ર ચેતના હોતી નથી. એ તો પ્રવાહમાં ઢસડાતું જાય છે. બધાથી આપણે શા માટે જુદા પડવું ? બધા જેમ કરે તેમ કરવા દો ? આપણે જુદી રીતે વિચારવાની તકલીફ પણ શા માટે લેવી ? ‘સબકા હોગા વહ અપના હોગા' આ તેમનો મુદ્રાલેખ ! ટોળામાંથી બહાર જઇ નકામી બદનામી (?) શા માટે વહોરવી ? પાદલિપ્તાચાર્યે આ સમાચાર સાંભળ્યા કે આખું ટોળું પોતાનાથી વિપરીત થઇ ગયું છે. સામાન્ય માણસ વાત કરે તો હજુ પણ ચાલે, પણ પંડિત જેવા પંડિત પણ આ ટોળામાં ભળી જાય એ તો હદ થઇ ગણાય. બન્ને મધુર બંસરી * ૩૩૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ તેમાંય મારી વ્યક્તિગત નિંદા થતી હોય તો હજુયે વાંધો નહિ, પણ આ લોકો તો જૈન-ધર્મની પણ નિંદા કરે છે. મારા નિમિત્તે શાસનની અવહીલના ? એના જેવું બીજું ભયંકર પાપ કયું ? હવે ટોળાને તો કોઇ હિસાબે અટકાવી શકાય તેમ નથી. અટકાવવા જઇશ તો કદાચ વધુ વિફરશે. વળી મારા કારણે થઇ રહેલી શાસનની હીલના પણ ચલાવી લેવાય નહિ. તો હવે શું કરવું ? ત્યાં જ એમના મગજમાં વિચાર વીજળી ઝબૂકી ઊઠી અને તેમનું મન હસી ઊડ્યું. તેમણે તરત જ પીઢ અને ગંભીર શ્રાવકોને બોલાવ્યા અને ખાનગીમાં કહ્યું : તમે જાણો છો કે અત્યારે સમગ્ર પંડિત-વર્ગ મારી સામે વિરોધમાં ઊભો છે. શાસનની ભયંકર અપભ્રાજના થઈ રહી છે. આવા સમયે મારે બહુ વિચિત્ર ગણાય તેવા પગલા લેવા પડે તેમ છે. આવતીકાલે તમારે આચાર્ય ભગવંત કાળધર્મ પામ્યા છે એવી જાહેરાત કરવાની છે. માત્ર જાહેરાત જ નહિ, પણ મારી સ્મશાનયાત્રા પણ કાઢવાની છે. એ સ્મશાનયાત્રા દરમ્યાન જ મારું કામ પૂરું થઇ જવાનું છે. કદાચ એ પૂરું ન થાય તો તમારે મને અગ્નિદાહ આપી દેવાનો છે. હા... મારે જીવતે જીવ જ અગ્નિ સમાધિ લેવી પડે એવા સંયોગો ઉપસ્થિત થયા છે.” સૂરિજી જાણતા હતા કે માણસ માત્ર જીવતા માણસોનો જ ઈર્ષ્યાળુ હોય છે. માણસ જેવો મરી જાય કે તરત જ તેના પર રહેલી ઇર્ષ્યા પણ મરી જાય છે અને આથી જ આપણે જોઇએ છે ને ? સાવ સામાન્ય માણસ પણ જયારે મરી જાય છે, ત્યારે તેના કેવા ગુણો ગવાય છે ? તેના ગુણો વીણી વીણીને કહેવામાં આવે છે. શા માટે હવે ગુણો દેખાયા ? કારણ કે ઇષ્યનો પડદો હટી ગયો, જે ગુણો જોવા દેતો ન હતો. આચાર્યશ્રી જાણતા હતા કે “હું મરી ગયો છું’ એવા સમાચાર જાણતાં જ પેલા ઇર્ષાળુ પંડિતને પશ્ચાત્તાપ થવાનો. અને કદાચ તેના કઠોર દિલમાં પશ્ચાત્તાપનું ઝરણું પેદા નહિ થાય તો હું અગ્નિ-સમાધિ લઇ લઇશ. શાસન ખાતર મરવાનું સૌભાગ્ય ભાગ્ય હોય તો મળે ! સૂરિજીના જણાવ્યા પ્રમાણે શ્રાવકોએ બધું જ કર્યું. ‘આચાર્યદેવ કાળધર્મ પામ્યા છે” એવા સમાચાર મળતાંની સાથે જ આખા નગરમાં સન્નાટો છવાઈ ગયો. અચાનક જ આચાર્યશ્રી કાળધર્મ કેમ પામ્યા ? કોઇ રોગ તો હતો જ નહિ ? નક્કી આપણે કરેલી બેફામ ટીકાઓએ તેમનો ભોગ લીધો લાગે છે. અરેરે ! આપણે પંડિત કે પલિત ? કાંઇ જાણ્યાસમજયા વિના જ ‘ટીકા' રચવા મંડી પડ્યા ? - આમ બધા જ પંડિતો પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પશ્ચાત્તાપથી વ્યથિત હૃદયે સૂરિદેવની સ્મશાન યાત્રામાં જોડાયા. જ્યારે આ સ્મશાનયાત્રા પેલા ઇર્ષાળુ પંડિતના ઘર પાસે આવી ત્યારે તે પણ ઘરથી બહાર આવ્યો. તેની આંખમાં ધસી આવેલા આંસુઓ તેના પશ્ચાત્તાપને જણાવતા હતા. બહાર આવીને તે રડતાં-રડતાં બોલવા લાગ્યો : ઓ નગરવાસીઓ ! પંડિતો ! આ મહાન આચાર્યશ્રીનું ખૂન કરનાર હું જ છું. મેં જ એમને મારી નાખ્યા છે. વગર તલવારે મારી નાખ્યા છે. અરેરે ! આચાર્યશ્રી કેટલા મૌલિક સર્જક હતા ? છતાં મેં ગપગોળો ચલાવ્યો કે એમનો આ ગ્રંથ, પ્રાચીન કોઇ ગ્રંથની નકલ છે. આ વાત વાયુવેગે બધે પ્રસરી ગઇ અને બધાએ ખાતરી કર્યા વિના સાચી પણ માની લીધી. આના આઘાતથી જ સૂરિજી મૃત્યુ પામ્યા છે. નિદૉષ સૂરિજીની મેં જ હત્યા કરી છે. ન જાણે હવે હું પાપથી શી રીતે છૂટીશ ? બજે મધુર બંસરી * ૩૪૦ બજે મધુર બંસરી * ૩૪૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત્તાપથી ભરપૂર આ શબ્દો સાંભળતાં જ પાલખીમાં રહેલા આચાર્યશ્રીનું મન પ્રસન્ન બન્યું. પોતાની યોજના પાર પડેલી જોઇ તેમણે પોતાનું શરીર હલાવ્યું. સમયજ્ઞ શ્રાવકોએ પાલખી નીચે ઊતરાવી અને સૂરિજી બહાર નીકળ્યા. આ જોઇ સૌ નવાઇ પામ્યા. સૂરિજીની અદ્ભુત ચતુરાઇ અને સચ્ચાઇ પર સૌના મસ્તક ઝૂકી પડ્યા. સૂરિજીનો આ જીવન-પ્રસંગ કહે છે : ઓ માનવો ! કદી કોઇની ઇર્ષ્યા કે નિંદા કરશો નહિ. ઇર્ષ્યા અને નિંદા એ બે સામા માણસને જીવતા રાખીને સતત મારતી રહે છે અને એમાંથી જ હિંસા અને ક્રોધના દાવાનળો ભડકે બળે છે. આ તો સારું થયું કે પેલો ઇર્ષ્યાળુ પંડિત સમજી ગયો, નહિ તો શું થાત ? કદાચ આચાર્યશ્રીને પ્રાણોનું બલિદાન પણ આપવું પડત ! અહંકારમાંથી જ ઇર્ષ્યા, ક્રોધ, હિંસા, આળ વગેરે બધા દોષો પેદા થાય છે. ચાલો આપણે સંકલ્પ કરીએ કે મોટા-મોટા મહારથીઓને પણ ખેદાન-મેદાન કરી નાખતા આ અહંકારને તો હું ખતમ કરીને જ રહીશ. કારણ કે અહંના અને ઇર્ષ્યાના અંધકારમાં જ બધા દોષો ઊભા રહે છે. અહંનો વિલય થતાં જ બધા દોષો પણ વિલય પામે છે. છોટા ટ મિથ્યાત્વી પ્રાણી દેહને જ આત્મા સમજે છે. તેના નાશમાં પોતાનો નાશ સમજે છે, એટલે જ તે સદા મૃત્યુથી ગભરાતો રહે છે. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. બજે મધુર બંસરી * ૩૪૨ (૧૨ મહાકવિ શ્રી ધનપાલ મધ્ય ભારતના સાંકાશ્ય નગરનો મહાનવિદ્વાન દેવર્ષિ તે જમાનામાં પ્રખ્યાત ધારાનગરીનો મહિમા સાંભળી ત્યાં રહેવા ચાલ્યો ગયો. સાંકાશ્ય નગરમાં તો તે પોતાની પાસે વિદ્વત્તા હોવા છતાં ધનવાન બન્યો ન હતો પણ ધારાનગરીમાં પગ મૂકતાં જ તેનું ભાગ્ય ખૂલ્યું. વિદ્વત્તાના બળથી તે અઢળક ધનનો સ્વામી થયો. શ્રી અને સરસ્વતી સાથે રહેતા નથી એ વાતને તેણે ખોટી ઠરાવી. દેવર્ષિએ બધું ધન જમીનમાં દાટ્યું પણ એ વાત પોતાના પુત્રને પણ કરી નહિ. એક દિવસ દેવર્ષિ મૃત્યુ પામ્યો. આથી તેનો પુત્ર સર્વદેવ ખૂબ જ દુ:ખી થયો. સર્વદેવને એ વાતનો ખ્યાલ હતો કે પિતાએ જમીનમાં ક્યાંક ધન દાટ્યું છે, પણ ક્યા ચોક્કસ સ્થાને દાટ્યું છે તે ખ્યાલ ન હતો. જમીનમાં રહેલા ધનની જાણકારી કઇ રીતે મળે ? તે માટે તે અનેક ઉપાયો અજમાવવા લાગ્યો. એક વખત ધારાનગરીમાં ચંદ્રગચ્છના આચાર્યશ્રી મહેન્દ્રસૂરિ પધાર્યા. અંગવિજા ચૂડામણિ શાસ્ત્રના જાણકાર તે વિદ્વાન સૂરિદેવ પોતાની અજોડ વતૃત્વશક્તિથી ઠીક ઠીક જાણીતા હતા. બજે મધુર બંસરી * ૩૪૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ સર્વદવને આ સમાચાર મળ્યા કે આવા મહાન વિદ્વાન સૂરિદેવ ધારાનગરીમાં પધાર્યા છે. એ તરત જ એમને મળવા પહોંચી ગયો. તે બ્રાહ્મણ હોવા છતાં જૈન મુનિઓના વિદ્વત્તા, ત્યાગ, તપ, સત્યવાદિતા આદિ ગુણોથી એકદમ પ્રભાવિત હતો અને તેથી તે જૈન ધર્મ પ્રત્યે આદરવાળો થયો હતો. તે મહેન્દ્રસૂરિજી પાસે એકાંતમાં જઈ પહોંચ્યો અને કહ્યું : ગુરુદેવ ! હું ચિંતાથી ઘેરાઇ ગયો છું. મારી ચિંતાઓનું આપ નિરાકરણ કરશો ? મારા પિતાજીએ જમીનમાં ધન દાટેલું છે. પણ કઇ જગ્યાએ દાટેલું છે તેની મને ખબર નથી. આપ જો આ અંગે જાણકારી આપશો તો મળેલા એ ધનમાંથી અધું ધન આપને આપીશ. મારા જેવા પામર ઉપર આટલી મહેરબાની કરો. જરા ધનનું સ્થાન બતાવો. આપ તો દિવ્યજ્ઞાની છો. મારી સાથે આપને પણ લાભ થશે... મહેન્દ્રસૂરિ દિવ્યજ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આવી માહિતી સાધુથી અપાય નહિ, પણ સાથે-સાથે તેઓ એ પણ જાણતા હતા કે આવું કહેવાથી શાસનને મહાન લાભ થવાનો છે... ભાવિનો વિચાર કરી સૂરિજી બોલ્યા : ‘હું તમને ધનનું સ્થાન બતાવું, તેના બદલામાં તમારે તમારા ઘરની બધી વસ્તુઓમાંથી હું જે માંગું તેનો અધ ભાગ મને આપવો...' ‘કબૂલ... ગુરુદેવ ! કબૂલ ' બીજુ કાંઇ પણ નહિ વિચારતાં સર્વદેવ બોલી ઊઠ્યો. સૂરિએ ધનનું સ્થાન બતાવ્યું. તે સ્થાને ધન મળતાં રાજી-રાજી થઇ ગયેલો સર્વદેવ અધું ધન આપવા મહેન્દ્રસૂરિજીની પાસે આવી પહોંચ્યો અને બોલ્યો : ‘ગુરુદેવ ! આપની કૃપાથી ધન મળી ગયું છે. હવે આ લો તેનો અર્ધો ભાગ...' ‘ભાઇ ! ધનને લઇને અમે શું કરીએ ? ધન વિગેરે છોડીને તો અમે સાધુ થયા છીએ. હવે જો અમે ધન ગ્રહણ કરીએ તો તમારા ને અમારામાં ફેર શો ?' ‘આપે અર્ધા ભાગની વાત કરી હતી ને ?' અર્ધો ભાગ ખરો, પણ ધનનો નહિ, બીજી વસ્તુનો મારે અર્ધા ભાગ જોઇએ છે...' ‘જરૂર ગુરુદેવ ! આપ જે ફરમાવો તે આપવા તૈયાર છું...' ‘પછી ફરશો નહિને ?' અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? વચન આપ્યા પછી ફરી જાઉં ? એવી કાચી માટીનો માણસ હું નથી... આપ આજ્ઞા ફરમાવો...” “ઠીક... તમારે પુત્રો કેટલા છે ?' મારે બે પુત્રો છે. મોટાનું નામ ધનપાલ અને નાનાનું નામ શોભન.” ‘આ બે પુત્રમાંથી અર્ધો ભાગ... એટલે કે એક પુત્ર લેવા હું ઇચ્છું છું. બોલો આપશો..?” આ વાત સાંભળતાં જ સર્વદેવ સ્તબ્ધ થઇ ગયો. એને સ્વપ્રેય કલ્પના ન હતી કે સૂરિદેવ આવી માંગણી કરશે, પણ હવે શું થાય ? બોલ્યું વચન પાળવું તો પડશે જ ને ? એ ઘેર ગયો. મોટા પુત્ર ધનપાલને બોલાવીને કહ્યું : “બેટા ! મારું એક કામ કરીશ ?' ‘કયું કામ ?” મારે માથે એક ઋણ છે, તે તારે ઉતારવાનું છે.' ‘કયું ઋણ ? એ હું શી રીતે ઉતારી શકું ?' મારા પર જૈનાચાર્ય મહેન્દ્રસૂરિનું ઋણ છે. એમની કૃપાથી જમીનમાંથી ધન મળ્યું છે, તેના બદલામાં મારે બે પુત્રમાંથી એક બજે મધુર બંસરી + ૩૪૪ બજે મધુર બંસરી + ૩૪૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ પુત્ર તેમને સોંપવાનો છે. તો બેટા ! તું તેમના ચરણોમાં જા. તેમનો શિષ્ય બની મારું ઋણ ઉતાર...' ‘શું વાત કરો છો ? હું ધનપાલ જૈન મુનિ બનું ? એ વાત કદી બની શકશે નહિ. મુંજરાજને હું માનનીય છું. ધારાનરેશ ભોજરાજ મારા મિત્ર છે. શંકર મારા આરાધ્ય દેવ છે. હું જૈન મુનિ બનું તો તો ધરતી રસાતલમાં પેસી જાય ! દેવું તમે કર્યું છે, એમાં મને શા માટે સંડોવો છો ? તમે વચન આપ્યું છે, તો તમે જાણો. તમારી ભૂલે હું કષ્ટમાં શા માટે પડું ?' ધનપાલની આ વાત સાંભળીને સર્વદેવ તો સ્તબ્ધ બની ગયો. એને થયું ધનપાલ તો કોઇ હિસાબે જૈન મુનિ બને તેમ નથી. તો હવે શું કરવું ? નાના પુત્ર શોભનને સોંપું ? જો કે એ ના પાડે એવો નથી. આજ સુધીમાં તેણે કદી મારી આજ્ઞા લોપી નથી, પણ... એ પુત્ર તો મને ખૂબ જ વહાલો છે. એને શી રીતે આપું ? મારો લાલ...! મારા કાળજાની કોર ! મારી આંખોની કીકી ! મારો વ્હાલસોયો નંદન શોભન મારાથી વિખૂટો પડે એ કેમ ચાલે ? સર્વદેવના મનમાં લાગણીનો પ્રવાહ ધસી આવ્યો. પણ બીજી જ પળે તેને કર્તવ્યશીલતા યાદ આવી : ભલે શોભન મને ગમે તેટલો પ્રિય હોય, પણ મારે મારા વચનને ખાતર એ સોંપી જ દેવો જોઇએ. લાગણીઓને કચડીને કર્તવ્યની કાંટાળી કેડીનો સ્વીકાર કરવો જ જોઇએ. આખરે મન મક્કમ કરી સર્વદેવે શોભનને બધી વાત કરી ત્યારે તે બોલી ઊઠ્યો : ‘પિતાજી ! આપ કોઇ ચિંતા કરશો નહિ. આપની આજ્ઞા હું માથે ચડાવું છું. મને ગુરુદેવશ્રી મહેન્દ્રસૂરિજીના ખોળામાં બેસાડો. હું તેમનો શિષ્ય બનીશ અને પવિત્ર જીવન ગાળીશ.’ શોભનનો આવો વિનયભર્યો જવાબ સાંભળી ખુશ થયેલા પિતાજી તેને ઉપાશ્રયે લઇ ગયા અને મહેન્દ્રસૂરિજીના ચરણોમાં સમર્પિત કરતાં કહ્યું : બજે મધુર બંસરી * ૩૪૬ ગુરુદેવ ! આ મારો વ્હાલો પુત્ર હું આપના ચરણોમાં સમર્પિત કરું છું. જો કે મારા મનમાં ઊઠતી પ્રેમની લાગણીઓ મને તેમ કરતાં અટકાવે છે પણ કર્તવ્યશીલતા પાસે લાગણીઓને આખરે દબાવવી જ પડે છે. સૂરિદેવ ! મારા આ લાલને બરાબર સાચવજો. સુંદર કેળવણી આપી ઉત્તમ જીવનનો સ્વામી બનાવજો. એ પોતાના જીવનથી મારું કુળ અજવાળે અને આપનું નામ રોશન કરે—એવી મારી અપેક્ષા છે. મારો આ પ્રિય પુત્ર આપને પણ પ્રિય બની પડશે— એવો વિશ્વાસ છે. કારણ કે એની દેહયષ્ટિ જ એવી છે કે જોતાં જ સૌને પ્રિય થઇ પડે. એક પત્થર બનીને આપની પાસે આવ્યો છે. એમાંથી કેવી ઘાટ ઘડામણ કરવી તે આપના હાથની વાત છે. એ બીજ બનીને આપની નિશ્રારૂપ ધરતીમાં ખોવાઇ જવા આવ્યો છે. એનું જીવન એક ભવ્ય પ્રતિમા બનો. એનું જીવન વિશાળ ઘેઘૂર વૃક્ષ બનો એવી મારી અંતરની ઇચ્છા છે.’ ‘સર્વદેવ ! તમે કોઇ ચિંતા કરશો નહિ. સૌ સારા વાના થશે. તમારા ઘરમાં જો આ પુત્ર રહ્યો હોત તો માત્ર તમને જ કામ લાગત... પરંતુ આજથી એ શાસનને સમર્પિત બને છે. એ સ્વનો મટી સર્વનો બને છે. એની આકૃતિ જ એની સહેજ યોગ્યતા કહી આપે છે. હું એને તૈયાર કરવા દિલ દઇને પ્રયત્ન કરીશ. થોડા જ સમયમાં તમે જોઇ શકશો કે શોભન મુનિ કેવા તૈયાર થયા છે ?' ‘ગુરુદેવ ! આપના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે.’ અને... મહેન્દ્રસૂરિજીએ શોભનને દીક્ષા આપી. ત્યાર પછી ગુજરાત તરફ વિહાર કર્યો. બન્ને મધુર બંસરી * ૩૪૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ ધનપાલ જૈન શી રીતે બન્યો ? જયારે ધનપાલે જાણ્યું કે મારા નાના ભાઇ શોભનને જૈન દીક્ષા આપવામાં આવી છે અને તેઓ દીક્ષિત બની ગુજરાત તરફ વિહાર કરી ગયા છે ત્યારે તે ક્રોધથી ધમધમી ઊઠ્યો : મારા ભાઈને આ રીતે પડાવી લીધો ? દીક્ષા આપવાની આ તે કઇ રીત ? પણ હવે હું જોઇ લઇશ. એક પણ જૈન સાધુ માળવામાં પગ પણ ન મૂકી શકે–એવી કડક વ્યવસ્થા ન કરાવું તો મારું નામ ધનપાલ નહિ... અને ખરેખર ધનપાલે એ પ્રમાણે કરી બતાવ્યું. ભોજરાજાનો તે માનીતો પુરોહિત હતો. સમર્થ વિદ્વાન હતો. પોતાની લાગવગનો ઉપયોગ કરી તેણે સમસ્ત માનવામાં જૈન મુનિઓના વિહાર પર પ્રતિબંધ મૂકાવી દીધો. આથી સમસ્ત માળવાના જૈન સંઘોમાં સનસનાટી સર્જાઇ ગઇ. ધારાનગરીનો સંઘ તો એકદમ વ્યથિત બની ગયો... આ સમાચાર શોભન મુનિએ સાંભળ્યા ત્યારે તેઓ નારાજ થઇ ગયા. ખરેખર ! આ બધું મારા જ કારણે બન્યું છે. મારા જ કારણે આજે એવી સ્થિતિ પેદા થઇ છે કે કોઇ જૈન મુનિ માળવામાં વિચરી શકતા નથી. આ પરિસ્થિતિને મારે અટકાવવી જ જોઇએ... તો ગુરૂની અનુજ્ઞા લઇ હું માળવા જાઉં... ધનપાલને સમજાવી જૈન મુનિઓ માટે બંધ થયેલા માળવાના દરવાજા ખુલ્લા કરૂં...! ગુરુદેવશ્રી મહેન્દ્રસૂરિજીની આજ્ઞા લઇ શોભન મુનિ ધારાનગરીમાં આવ્યા. ધારાનગરીમાં પ્રવેશ કરતાં જ સામે ધનપાલ મળ્યો. જૈન મુનિને જોતાં જ ધનપાલનો ક્રોધ ભભૂકી ઊઠ્યો : માળવામાં નિષેધ છતાં આ જૈન મુનિ અહીં કેમ આવ્યા ? ઠીક છે... ભલે આવ્યા. આજે એમની બરાબરની પટ્ટી ઉતારવા દો. બજે મધુર બંસરી * ૩૪૮ ક્રોધથી આંધળો બનેલો ધનપાલ ભાઇ મહારાજને પણ ઓળખી શક્યો નહિ. તેમની ઠેકડી ઉડાડતો તે બોલ્યો : 'गर्दभदन्त भदन्त ! नमस्ते' ‘ગધેડા જેવા દાંતવાળા ઓ પૂજય ! તને નમસ્કાર.” શોભન મુનિ પણ ક્યાં ગાંજ્યા જાય તેવા હતા ? એમણે પણ વળતો ફટકો માર્યો : પિવૃષUTIી વેવસ્થ ! સુવું તે ?” ‘વાંદરાના વૃષણ જેવા મોંવાળા ઓ દોસ્ત ! તું મજામાં છે ને ?' આવો જવાબ સાંભળી ધનપાલ સ્તબ્ધ થઇ ગયો. એને થયું : આ કોઇ સામાન્ય મુનિ નથી પણ વાછટામાં મારાથી પણ ચડી જાય એવા એ વિદ્વાન છે. આથી નરમ પડેલો ધનપાલ બોલ્યો : ‘આપે ખરેખર મને પણ જીતી લીધો. આપ અસાધારણ વિદ્વાન છો-એ વાતની પ્રતીતિ એક જ વાક્યથી થઇ જાય છે. હવે આપ અહીં કોના મહેમાન છો ?' ‘અમે મહાકવિ શ્રી ધનપાલના મહેમાન છીએ.” એમ ? તો પધારો અમારે ત્યાં જમવા. ધનપાલ હું જ છું.” ‘પણ અમે એક ઘરે જમતા નથી.' ‘શું કારણ ?” ‘પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે કે- જુદા જુદા સામાન્ય ઘરોમાંથી પણ ભિક્ષા લેવી. પરંતુ મોટા ધનવાનને ત્યાંથી પણ એક ઘરે ભિક્ષા ન લેવી. અમારા શય્યભવસૂરિજીએ કહ્યું છે કે- હે મુનિઓ ! તમે ભમરાની જેમ ભિક્ષા ગ્રહણ કરજો . એક ઘરનું અન્ન લેશો નહિ...' આપના આવા ત્યાગથી હું ખુશ થયો છું. પણ તમે છો કોણ ? માળવામાં જૈન મુનિનો પ્રવેશ નિષિદ્ધ છે. છતાં તમે આવવાની હિંમત કેમ કરી શક્યાં ?' આમ બોલતાં ધનપાલે મુનિની સામે ધારી ધારીને જોયું અને બજે મધુર બંસરી * ૩૪૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ એકદમ એના મનમાં ઝબકારો થયો. આ મારા જ ભાઇ મહારાજ નહિ હોય ને ? હા... આ તો મારા જ ભાઇ મહારાજ ! શોભન મહારાજ...! એ બોલી ઊઠ્યો : ‘ઓ શોભન મુનિવર ! હું આપને ઓળખી શક્યો નહિ. મને માફ કરો. મેં આપનું અપમાન કર્યું.” ‘મુનિઓએ સદા માફી આપી જ દીધી હોય છે. માફી આપે તેને જ મુનિ કહેવાય. ધનપાલ...! તારી મશ્કરીથી મને દુઃખ નથી થયું, પણ હું માત્ર એટલું જ પૂછું છું કે નવા આગંતુક સાથે આવી રીતનું વર્તન શોભે ? તું તારી જાતે જ વિચારી લે.” | ‘ખરી વાત છે. ન શોભે... પણ માણસ જ્યારે પૂર્વગ્રહથી બંધાઇ જાય છે ત્યારે વિવેક પણ ભૂલી જાય છે. મુનિરાજ ! હું વિવેક પણ ભૂલ્યો.' આમ પશ્ચાત્તાપ કરતો ધનપાલ શોભન મુનિને આદરપૂર્વક ધારાનગરીમાં લઇ ગયો. એક દિવસે શોભન મુનિ ધનપાલને ત્યાં વહોરવા માટે ગયા... ધનપાલ દહીંનું પાત્ર લઇ આવ્યો... ને મુનિશ્રીને પૂછ્યું : દહીંને કેટલા દિવસ થયા છે ?' આજે ત્રીજો દિવસ છે.' ‘તો અમને શું કહ્યું...' ‘કેમ ? એમાં શું વાંધો છે? આમાં ક્યાં જીવડાં છે? “અમારા શાસ્ત્રકાર ભગવંતોએ ના પાડી છે.' ‘પણ... હું કાંઇ એમ ન માનું, જો આમાં મને જંતુઓ બતાવો તો જ માનું કે તમારા શાસ્ત્રો સાચા, તમારા ભગવાન પણ સાચા... નહિ તો બધું હંબગ માનીશ.' ત્યારે મુનિશ્રીએ અળતો મંગાવી દહીંની સપાટી પર. પથરાવ્યો. થોડી જ વારમાં લાલ અળતા પર દહીંના સફેદ જંતુઓ હાલતાં-ચાલતાં દેખાવા લાગ્યા. આ જોઇને ધનપાલ તો સ્તબ્ધ જ થયો : ઓહ ! શું સચોટ જીવ વિજ્ઞાન ? શું સચોટ અહિંસા ? જેના પ્રરૂપક આટલા બધા ચોક્કસ હશે એ દયામય ધર્મ ખરેખર કેટલો મહાન હશે ? આજ સુધી ખરેખર હું ઠગાયો, શુદ્ધ ધર્મની નિંદા કરી કરીને ઘોર પાપકમ બાંધ્યા. અરે ! માળવામાં જૈન મુનિઓનો પ્રવેશ-નિષેધ કરાવીને તો મેં હદ વાળી નાંખી ! અરેરે..! હાથમાં આવેલ ચિંતામણિને હું ઓળખી શક્યો નહિ, એને કાચનો કટકો સમજીને ફેંકી દીધો. આજથી હું નક્કી કરું છું કે હવે તો વીતરાગ પ્રભુ એ જ મારા દેવ ! એમણે બતાવેલો ધર્મ તે જ મારો ધર્મ ! એમની આ એક જ વાત (બે દિવસ પછીનું દહીં ન ખવાય તે) કરુણામય ધર્મને બતાવવા પૂરતી છે. ખીચડીને તપાસવા એક જ દાણો બસ છે...! વીતરાગદેવની સ્તુતિ કરતાં ત્યારે ધનપાલ બોલી ઊઠ્યો : ‘હે કરૂણાસાગર પ્રભુ ! મેં આજ સુધી થોડા ઘણા ગામના ધણી. અને માંગ્યું પણ નહિ આપનારા રાજાઓની ખુશામત ઘણીવાર કરી છે. પણ એ બધું છોડી ત્રણ જગતના નાથ, મોક્ષદાતા ઓ વીતરાગ દેવ...! હવે તો હું તારી સેવા કરીશ...'' આમ શોભન મુનિના અથાગ પ્રયત્નોથી ધનપાલ કટ્ટર જૈનબન્યો... ધનપાલ દ્વારા સમસ્યા-પૂર્તિ કવિ ધનપાલ મહાન વિદ્વાન હતો. મુંજરાજાએ તેને “કૂર્ચાલ સરસ્વતી' (મૂછાળી સરસ્વતી) અને ભોજરાજાએ “કવીશ્વર' તથા ‘સિદ્ધસારસ્વત’ એવા બિરૂદોથી નવાજયો હતો. ભોજરાજાની વિદ્વત્સભાનો તે શણગાર હતો, આથી રાજા સદા તેને સાથે જ રાખતો હતો. ધનપાલ સમસ્યા-પૂર્તિમાં અજોડ હતો. એક વખતે દક્ષિણ-ભારતથી કોઇ વહાણવટીઓ આવ્યો. તે પોતાની સાથે રામેશ્વરના શિવાલયની પ્રશસ્તિની નકલ, જે મીણના બજે મધુર બંસરી * ૩૫૦ બજે મધુર બંસરી * ૩૫૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ પાટીઆમાં ઊતારેલી હતી તે લાવ્યો હતો. પણ તેમાં ઘણા શ્લોકો બરાબર ઊઠ્યા નહોતા. આથી સ્પષ્ટ વંચાઇ શકાતા નહોતા. આથી રાજાએ પંડિતોને તેની પાદપૂર્તિ કરવા કહ્યું. પંડિતોએ પાદપૂર્તિ કરીને રાજાને બતાવી પણ ભોજરાજાને સંતોષ થયો નહિ. તેણે ‘સિદ્ધસારસ્વત’ધનપાલ પંડિત તરફ નજર કરી... કારણ કે તે કવિત્વશક્તિનો ચરમ સીમાસ્તંભ હતો. મીણના પાટીયામાં અર્ધો શ્લોક આ પ્રમાણે વંચાતો હતો. 'हरशिरसि शिरांसि यानि रेजुः हरि हरि तानि लुठन्ति गृध्नपादैः ।' રાજાના કહેવાથી ધનપાલે તેની પાદપૂર્તિ કરતાં કહ્યું : ‘અયિ ! અતુ વિષમ: પુરાષ્કૃતીનાં, विलसति जन्तुषु कर्मणां विपाकः ॥ ' રાવણ પર જે મસ્તક શોભી રહ્યાં હતાં. તે લક્ષ્મણના હાથે કપાતાં ગીધના પગતળે કચડાઇ રહ્યાં છે ! અરેરે..! પૂર્વકૃત કર્મોનો કેટલો ભયંકર વિપાક હોય છે...?' શાબાશ ! શાબાશ ! શાબાશ ! ના અવાજથી આખી સભા ગુંજી ઊઠી. મહારાજા ભોજ પણ રાજી-રાજી થઇ ગયા. પણ એક પંડિતને આ ન ગમ્યું. તેણે આ સમસ્યા-પૂર્તિ તરફ વાંધો ઊઠાવતાં કહ્યું : ‘મહારાજા ! ધનપાલે સમસ્યા-પૂર્તિ કરી એમાં કઇ મોટી વાત છે ? અમે પણ એમ કરી શકીએ. ગમે તે કલ્પના કરીને માત્ર અર્ધો શ્લોક પૂરો જ કરવાનો છે ને...?’ ‘ના... આ માત્ર કલ્પના નથી. પણ મૂળ શ્લોકનું અનુસરણ છે.’ ‘એ હું માની શકતો નથી. જો રામેશ્વરના મંદિરની મૂળપ્રશસ્તિમાં આવો ને આવો શ્લોક મળી આવે તો જ માનું કે– ધનપાલ ‘સિદ્ધસારસ્વત' છે.' બજે મધુર બંસરી * ૩૫૨ મહારાજાએ પંડિતની આ વાત સ્વીકારીને રામેશ્વરથી મૂળપ્રશસ્તિની સંપૂર્ણ નકલ મંગાવી. તેમાં જોયું તો ધનપાલે જેવી પાદપૂર્તિ કરી હતી તે મુજબનો જ શ્લોક હતો. ધનપાલની આવી અદ્ભુત શક્તિ જોઇને રાજા સહિત સંપૂર્ણ સભા તાજ્જુબ થઇ ગઇ. રાજાના હૃદયમાં ધનપાલ માટે ખૂબ જ આદર વધી ગયો. ડોસીએ નવ વાર માથું કેમ હલાવ્યું...? સિદ્ધસારસ્વત તરીકે પ્રખ્યાત કવિ ધનપાલ બીજાના મનને પારખવામાં પણ અત્યંત નિપુણ હતો. ભોજ મહારાજાના આશયને પકડતાં તેને વાર લાગતી નહિ. તે દરેક અવસરે મહારાજાને કાંઇક ને કાંઇક સાચી વાત સમજાવતો. બીજા કવિઓની જેમ રાજાની ખુશામત કરીને તે જીવવા માંગતો નહોતો. જૈન ધર્મ પામ્યો ત્યારથી તેણે ખુશામતખોરી છોડી દીધી હતી. તે ક્યારેક ક્યારેક યજ્ઞની હિંસા, શિકાર વગેરે બાબતો પર આકરા પ્રહારો કરતો. રાજા એ બધું સાંભળીને સળગી જતો, પણ કાંઇ બોલી શકતો નહિ. એક વખતે ભોજરાજાને એટલો ગુસ્સો આવ્યો કે બસ... હવે આ ધનપાલનું કાસળ જ કાઢી નાખું. જ્યારથી એ જૈન બન્યો છે ત્યારથી બસ મારા શિકાર વગેરે કાર્યોની નિંદા... નિંદા... ને નિંદા જ કર્યા કરે છે. જો એને પતાવી દઉં તો પછી આ મ્હેણા-ટોણા સાંભળવા તો મટે ! એ... કવિને પતાવવા કોઇ અવસરની રાહ જોવા લાગ્યો. પણ ધનપાલ કોનું નામ ? રાજા મને મારી નાંખવા ઇચ્છે છે... એવો ભાવ તે તરત જ કળી ગયો. એ પણ અભયદાન મેળવવા અવસર જોવા લાગ્યો. રાજા મારવા તૈયાર છે. બજે મધુર બંસરી * ૩૫૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ કવિ બચવા તૈયાર છે. બંને પોત-પોતાના દાવ ગોઠવી રહ્યા છે. એક વખતે રાજમાર્ગ પરથી ભોજરાજા પસાર થઇ રહેલા હતા. ધનપાલ પણ સાથે હતો. ત્યાં રાજાએ એક દશ્ય જોયું : એક ડોસી એક નાનકડી બાળાની સામે વારંવાર માથું ધુણાવી રહી હતી. મહારાજાએ ગણતરી કરી કે ડોસીમાએ નવ વાર માથું ધુણાવ્યું. રાજાએ કવિને પૂછ્યું : આ ડોસી પેલી છોકરીને શાની મનાઇ કરે છે ? આશુવિ ધનપાલે શીવ્રતાથી કાવ્ય દ્વારા જણાવ્યું : હે મહારાજા ! આ નાની મુગ્ધ બાળા આપને જોઇને નવાઇ પામી છે. એ ડોસીમાને પૂછે છે : માજી ! આ કોણ છે ? શું મહાદેવ છે ? ‘ના... એ મહાદેવ નથી.' માથું હલાવતાં ડોસીએ કહ્યું : ‘તો શું એ વિષ્ણુ છે ?’ ‘નહિ. વિષ્ણુ પણ નથી...' ‘તો... શું એ ઇન્દ્ર છે ?' નહિ... નહિ... ઇન્દ્ર પણ નહિ.' ‘તો નળ છે ?’ ‘ના... ભોળી ! નળને થયે કેટલાયે વર્ષો થઇ ગયા. અત્યારે નળ ક્યાંથી હોય...?’ ‘તો શું એ કુબેર છે ?’ ‘ના... રે... ના... ઉત્તર દિશાનો સ્વામી કુબેર અહીં ક્યાંથી આવે ?’ ‘તો શું વિદ્યાધર છે ?’ ‘નહિજી... વિદ્યાધર પણ નથી.' બજે મધુર બંસરી * ૩૫૪ ‘તો શું કામદેવ છે ?' ના... છોકરી... ના.. કામદેવને તો શરીર જ નથી. એ ક્યાંથી હોય...?' ‘તો ચંદ્ર છે ?’ ના... ના... ચન્દ્ર તો આકાશમાં છે. વળી તે કલંકી છે. આ ચંદ્ર પણ નથી.’ ‘તો શું બ્રહ્મા છે ?’ ના... અલી... ના... બ્રહ્મા તો ઘરડો છે. જ્યારે આ તો યુવાન છે.’ તેં કહેલા નવમાંથી આ એકેય નથી... પણ આ તો ક્રીડા કરવા પ્રવૃત્ત થયેલા સ્વયં શ્રી ભોજદેવ છે. સમજી ?’ આ પ્રમાણે બાળાના નવ પ્રશ્નોના જવાબમાં નવ વાર ડોસીએ માથું હલાવ્યું. ધનપાલે બનાવેલો શ્લોક આ પ્રમાણે છે : किं नन्दी किं मुरारिः किमुत सुरपतिः किं नलः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमु रतिरमणः, किं विधुः किं विधाता ? । नायं नायं न चायं न खलु नहि नवा नापि नासौ न चैषः, क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ॥” ધનપાલના આવા શીઘ્રકવિત્વથી એકદમ પ્રસન્ન થઇ ગયેલો ભોજ બોલી ઊઠ્યો : ‘કવિરાજ ! શું જોઇએ છે તમારે ? જે જોઇએ તે માંગી લો. હું તમારા પર અત્યંત પ્રસન્ન છું.’ ‘મારે બીજું કશું જોઇતું નથી, પણ આપના તરફથી માત્ર અભયદાન જોઇએ છે.' ધનપાલની આ માંગણી સાંભળી ભોજરાજા તો છક્ક જ થઇ ગયો : અરે ! મારા મનના ભાવો એ શી રીતે જાણી ગયો ? આ બજે મધુર બંસરી * ૩૫૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ધનપાલ તો જબ્બર મનોવિજ્ઞાની લાગે છે. આવા માણસોને અભયદાન જ મળવું જોઇએ. આવા નરરત્નને શી રીતે મારી શકાય ? આ તો મારી સભાનો શણગાર છે... અને... રાજાએ કવિને અભયવચન આપ્યું. પછી તો ધનપાલ પર રાજાનો આદર ખૂબ જ વધી ગયો. પછી તે કદી શિકાર વગેરે પરના તેના વાક્પ્રહારો સાંભળીને ગુસ્સે તો ન થતો, પણ રાજી થતો. એક વાર ભોજરાજા શિકાર કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે ધનપાલે કહ્યું : તમારું પરાક્રમ પાતાળમાં પેસી જાવ... આ તમારો દુર્બળ જીવો પર ભયંકર અન્યાય છે. તમે બળવાન થઇ હરણ જેવા દુર્બળ પ્રાણીઓનો સંહાર કરો છો ? એમાં તમારી બહાદુરી શી ? એના આજંદમાં તમે આનંદ શોધો છો ? એના મૃત્યુમાં તમે મહોત્સવ માણો છો ? હાય... હાય... ગજબ થઈ ગયો. જગતમાં ન્યાય જેવી કોઇ વસ્તુ રહી નથી... "रसातलं यातु यदत्र पौरुषं, दुर्नीतिरेषा धरणीभृतानाम् । निहन्यते થર્ વનિના ઉદ દુર્વનો, હૃહીં ! મહાઈમરી ગર્વ નસ્ ” મેરૂતુંગસૂરિજી મહારાજે નોંધ્યું છે કે આ શ્લોક સાંભળીને ભોજરાજાએ જીવનભર શિકારનો ત્યાગ કરી દીધો ! મનોભાવવત્તા ધનપાલ... ભોજરાજા બહુ જ વિદ્યારસિક રાજા હતો. તેના જેવા વિઘારસિક રાજાઓ ઇતિહાસમાં બહુ જ ઓછા થયા છે. તે સ્વયં વિદ્વાન હતો અને વિદ્વાનોને પોષનારો પણ હતો. કવિઓને મોં માગ્યું દાન આપવું એ તેનો સ્વભાવ હતો. ભોજરાજાએ બીજા કવિઓ તો ઘણા જોયા હતા, પણ ધનપાલ જેવો કોઇ કવિ જોયો ન્હોતો. કારણ કે ધનપાલ સામી વ્યક્તિના મનોભાવ તરત જ કળી જતો હતો. આવી શક્તિ બીજે ભાગ્યે જ જોવા મળતી, ધારાનગરીમાં ભોજરાજાએ એક “સરસ્વતી કંઠાભરણ' નામનો સુંદર મહેલ બંધાવ્યો હતો. તેના દરવાજા પર રતિ સાથેની કામદેવની મૂર્તિ મૂકાવી હતી. તેની પ્રશસ્તિ કવિ ધનપાલ પાસેથી લખાવી હતી.. એક વખતે એ સરસ્વતી મહેલમાં રાજા આરામથી બેઠો હતો. કવિ ધનપાલ પણ પાસે જ હતો. રાજાને આજે એક તુક્કો સૂઝયો : આ ચાલાક ધનપાલ દરરોજ મને જીતી જાય છે. આજે તો એવું કરું કે ધનપાલ જૂઠો જ પડે. એને કલ્પના જ ન આવે એવું કાંઇક કરું. રાજાએ ધનપાલને પૂછ્યું : બોલો કવિરાજ ! આજે હું આ સરસ્વતી-મહેલના કયા દરવાજેથી બહાર નીકળીશ ? રાજાના મનમાં એમ કે એ કોઇ એક દિશાનો દરવાજો જ બતાવશે ને ? પણ મારે કોઇ દરવાજામાંથી બહાર નીકળવું જ નથી ને ? હું તો કોઇક નવો જ માર્ગ બનાવીશ અને ત્યાંથી બહાર નીકળીશ. પણ ધનપાલ ક્યાં કાચી માટીનો હતો ? એના પર સરસ્વતીના ચાર હાથ હતો. તેણે તરત જ ભોજપત્રના ટુકડા પર કાંઇક લખીને એક દાબડામાં મૂકાવીને રાજાના અંગરક્ષકોને એ દાબડો સોંપી દીધો. તરંગી રાજાએ ધનપાલને જૂઠો પાડવા સુંદર સરસ્વતી મહેલની છત તોડાવી અને ત્યાંથી તે બહાર નીકળ્યો. રાજા અભિમાનથી ફૂલાવા લાગ્યો : આજે તો ધનપાલની બરાબર રેવડી થશે ! એ બંદાને ક્યાંથી ખબર કે હું કોઈ દરવાજાથી નહિ પણ છતમાંથી બહાર નીકળવાનો છું. જો આજે ધનપાલ સાચો પડે તો જ હું માનું કે એ ‘સિદ્ધ સારસ્વત’ છે. બજે મધુર બંસરી * ૩૫૬ બજે મધુર બંસરી * ૩૫૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ રાજાએ અંગરક્ષકો પાસેથી પેલો દાબડો ખોલાવ્યો. અંદર ચિઠ્ઠીમાં લખેલું વાંચી તે તાજુબ જ થઇ ગયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘તોડેલી છતમાંથી’ કવિની અદૂભુત શક્તિ પર રાજાનું મસ્તક ઝૂકી પડ્યું ! ધનપાલની પૂજા ભોજરાજાને ધનપાલનું બીજું બધું ગમતું, પરંતુ તે જૈન બની ગયો... આ વાત ગમતી નહિ. એક વખતે રાજાએ કવિને પૂજાનો થાળ આપીને કહ્યું : કવિરાજ ! જાઓ... અને દેવોની પૂજા કરી આવો. રાજાના મનમાં એમ હતું કે જોઉં તો ખરો... આજે તે કોની પૂજા કરે છે ? તે જિનની જ પૂજા કરે છે એ બીજાની પૂજા નથી કરતો - તેનું કારણ પણ પૂછીશ. ધનપાલ તો શુદ્ધ વસ્ત્રો પહેરી, પૂજાનો થાળ લઇ ઉપડ્યો, પૂજા કરવા... કાલિકા, વિષ્ણુ, શંકર, જિનેશ્વરદેવ વગેરેના મંદિરોમાં તે ગયો... પણ બીજે ક્યાંય પૂજા ન કરતાં માત્ર જિનેશ્વરદેવની જ પૂજા કરી. આ સમાચાર જાસૂસો મારફત ભોજરાજાને મળી ગયા હતા... જયારે ધનપાલ પૂજા કરીને પાછો ફર્યો ત્યારે રાજાએ પૂછ્યું : બોલો... કોની કોની પૂજા કરી ? ધનપાલે કહ્યું : સૌ પ્રથમ હું કાલિકાના મંદિરે ગયો. મહિષાસુરને મારવા તૈયાર થયેલી હાથમાં ખોપડીને ધારણ કરતી કાલિકાને જોઇને મને થયું : અત્યારે દેવી ક્રોધમાં છે. અત્યારે પૂજા શી રીતે કરાય...? પછી વિષ્ણુના મંદિરમાં ગયો. ત્યાં તો રાસલીલા ચાલતી હતી. આથી મને થયું : અત્યારે મારાથી તો ઠીક, પણ બીજાથી બજે મધુર બંસરી * ૩૫૮ પણ અહીં ન અવાય, માટે ત્યાં પડદો લગાવીને હું ચાલતો થયો. શંકરના મંદિરમાં ગયો પણ ત્યાં પૂજા ક્યાં કરવી ? કંઠ જ ન હોય તો ફૂલની માળા ક્યાં પહેરાવું ? નાકે જ ન હોય તો ધૂપ ક્યાં કરૂં ? પગ ન હોય તો પ્રણામ ક્યાં કરું? પછી શ્રી જિનેશ્વરદેવના મંદિરે ગયો : આહ ! શું સૌમ્ય આકૃતિ ! આંખમાં અમી ! મુખ પર પ્રસન્નતા ! સ્ત્રી, શસ્ત્ર રહિત પ્રતિમા ! મને જોતાં જ એમ થઇ ગયું : ખરેખર દુનિયાની સમગ્ર શાંતિ અહીં રેલાઈ છે. વિશ્વનું સકલ સત્ય અહીં ઠલવાયું છે. મેં ત્યાં ભાવવિભોર બની વીતરાગદેવની પૂજા કરી અને આમાં મેં ખોટું શું કર્યું છે ? આપની જ આજ્ઞાનું મેં પાલન કર્યું છે. આપે દેવપૂજા માટે આજ્ઞા કરી અને મેં જયાં દેવત્વ જોયું ત્યાં પૂજા કરી. ધનપાલની આવી સત્ય અને સ્પષ્ટવાણી સાંભળી ભોજરાજા શું બોલે ? પછી... ધનપાલે રાજાને સુદેવ, સુગુરૂ અને સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું, જે સાંભળીને રાજા ખુશ થયો. તિલકમંજરી કવિ શ્રી ધનપાલ ભગવાનશ્રી આદિનાથનો પરમ ભક્ત હતો. તેણે ધારા નગરીમાં આદિનાથ પ્રભુનું મંદિર બનાવી મહેન્દ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તે મંદિરમાં તે દરરોજ પૂજા કરતો. તે ભગવાન સમક્ષ ‘ઋષભ પંચાશિકા' નામની અદ્ભુત સ્તુતિ પણ તેણે બનાવી હતી. એક વખતે ધનપાલે અનેક અલંકારો અને નવેય રસોથી તરબોળ ભગવાન શ્રી આદિનાથની સંસ્કૃત ગદ્ય કથા રચી. બાર. હજાર શ્લોક પ્રમાણ આ રસ-લાલિત્ય પૂર્ણ-આ કથાનું સંશોધન ગુજરાતમાંથી ધનપાલની આગ્રહભરી વિનંતીને માન આપીને ધારામાં આવેલાં શ્રી શાંતિસૂરિજી મહારાજાએ કર્યું. આ આચાર્ય બજે મધુર બંસરી + ૩૫૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ભગવંતે અનેક વાદીઓને જીત્યા હતા. આથી ભોજરાજાની સભામાં ધનપાલની દરમ્યાનગીરીથી તેમને ‘વાદિવેતાલ' બિરૂદ મળ્યું હતું. એક વખતે શિયાળાની રાતે ભોજરાજા સગડી પાસે બેસીને તાપણું લઇ રહ્યો હતો. ત્યારે ધનપાલે પોતાની ભગવાન શ્રી આદિનાથની અદ્ભુત સંસ્કૃત-કથા સંભળાવી. રાજા તો આ લાલિત્યપૂર્ણ કથા સાંભળીને ડોલી ઊઠ્યો : વાહ! ધનપાલ ! તેં ખરેખર કમાલ કરી. પણ માણસનું મન બહુ વિચિત્ર હોય છે. બીજાની કૃતિ ભલે ગમે તેટલી સારી હોય છતાં જો તેમાં પોતાને કશું લાગે વળગે તેવું ન હોય તો મજા ન જ આવે. બીજાઓના ગમે તેટલા સુંદર ફોટા હોય પણ માણસને એ જોવા એટલા ગમતા નથી, જેટલો પોતાનો ફોટો જોવો ગમે છે. પછી ભલેને એ કદરૂપો હોય ! હજા૨ો નામોની વચ્ચે પણ માણસને પોતાનું નામ ગમે છે. એમાંય જેમ માણસ મોટો તેમ તેના નામ-અને રૂપને અમર બનાવવાની અભીપ્સા પણ મોટી...! આથી જ તો પોતાના નામને ચમકાવતા કવિઓને રાજાઓ મોટા-મોટા ઇનામો આપે છે ને ? પોતાના નામને અમર કરવા રાજાઓ પોતાના નામનો સંવત્સર ચલાવવા પ્રયત્નો કરતાં હોય છે ને ? પોતાના નામને અમર રાખતી ઇમારતો બંધાવવા - તેવા ગ્રંથો બનાવવા તેઓ મથતા રહે છે ને...? ભોજરાજાને થયું : બીજું બધું ઠીક પણ આમાં મારું શું ? તેણે ધનપાલને કહ્યું : ધનપાલ ! આ સ-રસ કથાના નિર્માણથી તેં ખરેખર કમાલ કરી છે. બહુ જ અદ્ભુત છે. આ કથા...! પણ... જરા ફેરફાર કરે તો તારી આ કથામાં ચાર ચાંદ લાગી જાય. ‘કયો ફેરફાર...?’ ‘આ કથામાં ‘ખિનઃ'ના સ્થાને ‘શિવ:’. ‘અયોધ્યા’ના સ્થાને ‘અવન્તી’(ધારા). ‘શાવતાર ચૈત્ય’ના સ્થાને ‘મહાાલમન્વિ બજે મધુર બંસરી * ૩૬૦ ‘ઋષમદ્રેવ’ના સ્થાને ‘મહાવેવ’ અને ‘ભરત’ના સ્થાને ‘ભોગ’. આટલું તું જો પરિવર્તન કરી દે તો તને જે જોઇએ તે આપીશ. તારી આ કથા ઇતિહાસમાં અમર બની જશે. એની સેંકડો નકલો કરાવીને ભારતના ખૂણે-ખૂણે હું પ્રચાર કરીશ. બોલ કબૂલ છે ?' ‘અરે... મહારાજ ! આ શું બોલ્યા ? કથામાં ફેરફાર ? માણસના બાહ્ય શરીરમાં તો હજુ પણ ફેરફાર થઇ શકે પણ આત્મા શી રીતે બદલે ? ભગવાન શ્રી આદિનાથ એ તો મારા જીવનનું પણ જીવન અને પ્રાણોના પણ પ્રાણ છે. એની જગ્યાએ હું મહાદેવને મૂકું ? ભરતની જગ્યાએ આપને મૂકું ? ક્યાં મેરૂ પર્વત અને ક્યાં રાઇ ? ક્યાં ભગવાન શ્રી આદિનાથ અને ક્યાં અન્ય દેવો ? મહારાજ ! માફ કરજો... હું એ ફેરફાર નહિ કરી શકું. મૂળ કથામાં ફેરફાર કરવો એટલે આત્મદ્રોહ કરવો. આવું આત્મદ્રોહી પગલું હું ભરી શકું નહિ.’ ધનપાલની આવી સાફ-સાફ વાત સાંભળતાં જ ભોજનો પિત્તો ફાટ્યો. આ શું ? મારો આશ્રિત કવિ મારૂં આટલું ય ન માને ? ગુસ્સામાં એ ભૂલી ગયો કે ધનપાલ હવે ભોજરાજનો નહિ, પણ જિનરાજનો છે. ગુસ્સાથી રાતા-પીળા થયેલા ભોજરાજે તરત જ એ આખી કથા ધનપાલ પાસેથી ખેંચી લઇ પાસે રહેલી સગડીમાં નાંખી. જોતજોતામાં તે સળગી ગઇ. પોતાની આ અતિશ્રમસાધ્ય કથા આમ બળતી જોઇ ધનપાલનું હૈયું વલોવાઇ ગયું. એ સળગતી કથા જોઇ રહ્યો. એને થયું : ખરેખર આજે મારી સાહિત્ય-સાધના ! મારો પરિશ્રમ ! મારા સ્વપ્નો ! મારા જીવનનું સર્વસ્વ ! બધું જ સળગીને સાફ થઇ ગયું. ધનપાલે રાજાને કહી દીધું ઃ મહારાજ ભલે આપ મારી કથાને બાળી નાંખશો, પણ મારા હૃદયના ભાવોને કઇ રીતે બાળશો ? રાજન્ ! યાદ રાખજો કે એમ બળાત્કારે કોઇના માલિક થઇ શકાતું નથી કે બજે મધુર બંસરી * ૩૬૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ અમર પણ થઇ શકાતું નથી. મારી આ કથા આપે બાળી નાંખી એટલે આપ એમ સમજો છો કે એ કથા વિશ્વમાંથી નષ્ટ થઇ ગઇ ? એ ક્યાંય નષ્ટ થઇ નથી. એ રાખમાંથી પણ ફરીથી બેઠી થશે. એવો મારો આત્મ-વિશ્વાસ છે.” આમ બોલીને ધનપાલ ઘેર પહોંચ્યો. ધનપાલને બેચેનીનો કોઇ પાર નથી. સાહિત્યકારનું સાહિત્ય નષ્ટ થઇ જાય ત્યારે કેટલી વેદના થાય એ તો એ જ જાણી શકે. ગ્રંથ એ તો કર્તાનું હૃદય છે. એનો માનસપુત્ર છે. કેટલાય પરિશ્રમ પછી એનું નિર્માણ થયેલું હોય છે. એ પરિશ્રમ સહૃદયી વિજ્ઞ વિના અન્ય કોણ જાણી શકે ? - પિતાજીને બેચેન બનેલા જોઇ નવ વર્ષની નાનકડી પુત્રી તિલકમંજરી બોલી ઊઠી : ‘કેમ પિતાજી ! આજે ઉદાસ કેમ છો ?” ‘ઉદાસીનતાની શી વાત કરું ? આજે મારૂં બધું જ લૂંટાઈ ગયું છે. મારી વ્યથા કોને કહું ? આજે ભોજરાજાએ ભગવાન શ્રી આદિનાથની કથા સગડીમાં સળગાવી નાખી. મને તો એમ જ થયું. મારા હૃદયને જ જાણે સળગાવી નાખ્યું. આટલી મહેનતથી બનેલી આ કથા રાજાના ગુસ્સાની આગમાં સળગી ગઇ.' ‘પિતાજી ! આપ કોઇ ચિંતા કરશો નહિ. એ કથા હું રોજને રોજ વાંચી જતી હતી. મને તે અક્ષરશઃ યાદ છે. એ ક્યાંય સળગી ગઇ નથી, પણ મારા મનમાં જીવંત છે. હું બોલીશ અને આપ લખશો એટલે એ ફરી ગ્રંથસ્થ બની જશે. એમાં ચિંતા શી કરવાની ?' નાનકડી નવ વર્ષની તિલકમંજરીને ભણાવવા માટે ધનપાલે ખૂબ જ મહેનત કરી હતી. તે નવ વર્ષની વયે જ વિદુષી બની ચૂકી હતી... પણ આટલી બધી સ્મૃતિ શક્તિ હશે એ વાતનો ખ્યાલ તો ખુદ ધનપાલને પણ ન હતો. તિલકમંજરીની વાત સાંભળીને ધનપાલનું રોમ-રોમ આનંદથી ઝૂમી ઊઠ્યું. તેના સંતપ્ત હૃદય પર જાણે અમૃતની વૃષ્ટિ થઇ. બજે મધુર બંસરી * ૩૬૨ બીજા દિવસથી જ કથા લખવાનું કામ શરૂ કરી દીધું. તિલકમંજરી બોલતી ગઇ અને ધનપાલ લખતો ગયો. જે પાઠો તિલકમંજરીએ વાંચ્યા નહોતા તે પાઠોની પૂર્તિ ધનપાલે કરી... આમ એક નવ વર્ષની નાનકડી બાળાના કારણે એક મહાન સાહિત્ય ગ્રંથ નષ્ટ થતો બચી ગયો. તિલકમંજરીના કારણે જ આ ગ્રંથને પુનર્જન્મ મળ્યો હોવાથી ધનપાલે એનું નામ રાખ્યું : ‘તિલકમંજરી'. આ ઘટના પ્રાયઃ વિ.સં. ૧૦૮૪માં ઘટેલી છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ આ કથામાં કોઇ ઉસૂત્ર ન આવે – એટલા પૂરતું જ સંશોધન કર્યું હતું. બાકી ધનપાલ રચિત સાહિત્યમાં વ્યાકરણના દોષો હોય જ ક્યાંથી ? એના માટે કહેવાયું છે કે 'शब्दसाहित्यदोषास्तु, सिद्धसारस्वते न किम् ?' સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, દેડીનું દશકુમારચરિત, ત્રિવિક્રમની નવ કથા, ઓઢેલની ઉદયસુંદરી - આ બધા સુંદર ગ્રંથોની જેમ ધનપાલની ‘તિલકમંજરી’ પણ સાહિત્ય જગતમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. છંદોનુશાસન અને કાવ્યાનુશાસનમાં કલિકાલ–સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ તિલકમંજરીના પદ્યોનું અવતરણ મૂક્યું છે, તેથી ધનપાલની રચનાનું મહત્ત્વ એકદમ વધી જાય છે. આ તિલકમંજરીના આધારે દિગંબર ૫. ધનપાલે સં. ૧૨૬૧માં કથાસાર', શ્વેતાંબર પંડિત લક્ષ્મીધરે સં. ૧૨૮૧માં કથાસાર', પદ્મસાગરગણિએ ‘કથાસાર’ તથા બીજા એક વિદ્વાને ‘કથાંશ” રચી તિલકમંજરીનો સાર બતાવવા પ્રયત્ન કરેલો છે. જયાં સુધી તિલકમંજરી ગ્રંથ રહેશે ત્યાં સુધી ધનપાલ અને તિલકમંજરીનું નામ પણ જગ-બત્રીસીએ ગવાયા કરશે. બજે મધુર બંસરી + ૩૬૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ વાદિવિજેતા ધનપાલ તિલકમંજરી ગ્રંથ રાજાએ સગડીમાં બાળી નાંખ્યો આથી ધનપાલને પારાવાર દુઃખ થયું. જો કે નવ વર્ષની બાળાએ એને પુનર્જીવિત કરી દીધો હતો છતાં ધનપાલના મનમાંથી બેચેની ગઇ નહિ. તેના મનમાં વારંવાર એક જ વિચાર ઘૂમવા લાગ્યો : રાજાઓના તે કાંઈ ઠેકાણા છે ? એમને રીઝતાં ય વાર નહિ અને નારાજ થતાં ય વાર નહિ ! વર્ષો સુધી રાજાની સેવા કરી હોય છતાં એકવાર જો જરાક ખામી આવી ગઇ કે બધું ખલાસ ! સો એ વર્ષ પૂરા ! આવા રાજાઓના પડખા સેવવા એના કરતાં પ્રભુના ચરણોની સેવા શું ખોટી છે ? બસ... મારે તો હવે ભગવાનની સેવા જોઇએ અને એ માટે મારે ધારાનગરીનો પણ ત્યાગ કરવો પડશે. જો હું અહીં રહીને પ્રભુચરણમાં લીન રહેવા માંગું તો પણ રહી શકે નહિ, કારણ કે ભોજરાજાના કાર્યપ્રસંગો આવ્યા જ કરવાના અને મારી ભક્તિમાં ખલેલ પાડ્યા જ કરવાના... આમ વિચારી ધનપાલે ધારાનગરીનો ત્યાગ કર્યો અને સાચોરમાં જઇ વસ્યો. સાચો૨માં જઇ કવિરાજ આત્મસાધનામાં અને ભગવાનની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેમણે ત્યાં મૂળ-નાયક ભગવાનની પ્રતિમા પાસે અપભ્રંશ સ્તુતિ બનાવી છે. આજે પણ તે સ્તુતિ વાંચનારના હૃદયમાં ભક્તિ રસની ધારા પેદા કરે છે. પણ... ધનપાલ જતાં આ બાજુ ધારામાં ગજબ થઇ ગયો ! ધનપાલ વગરની ભોજની સભા ફીકી લાગવા માંડી... જાણે મીઠા વગરની રસોઇ ! ભોજરાજાને પણ ધનપાલ વિના મઝા આવતી નહિ, પણ થાય શું ... ? હાથના કર્યા હૈયે વાગ્યા હતા. ભોજરાજાને ઘણીવાર વિચાર આવતો : અત્યારે જો કોઇ પરદેશી વિદ્વાન આવી જાય તો મારી સભામાં કોઇ એવો સમર્થ વિદ્વાન નથી જે તેની સામે ટક્કર ઝીલી શકે. એક ધનપાલ હતો. ટક્કર લઇ શકે તેવો... પણ તે તો ચાલ્યો ગયો. ન કરે નારાયણ ને જો કોઇ પરદેશી વાદી આવી જશે તો ? મારું નાક કેમ રહેશે...? સરસ્વતી-કંઠાભરણ તરીકેની મારી પ્રસિદ્ધિ કઇ રીતે ટકી રહેશે ? અને.. ખરેખર એવું જ બન્યું. ભોજરાજાની શંકા સાચી પડી. એક વખતે ભરૂચનો કૌલાચાર્ય ધર્મપંડિત ધારાનગરીની રાજસભામાં આવી ચડ્યો. તે ઉદ્ભૂટ વિદ્વાન અને વાદી હતો. રાજસભાના કોઇ વિદ્વાનની તાકાત નહોતી કે તેની સામે ટક્કર ઝીલી શકે... ભોજરાજાની ચિંતા એકદમ વધી ગઇ. અત્યારે જો ધનપાલ હાજર હોત તો આવા દિવસો જોવાનો અવસર ન આવત. પણ કાંઇ વાંધો નહિ. હજુ પણ ધનપાલને સાચોરથી બોલાવી લઉં. એમ કર્યા વિના બીજો કોઇ ઉપાય નથી. ભોજરાજાએ તરત જ સાચોરમાં એક માણસ મોકલ્યો એ કહેવડાવ્યું : પંડિતજી ! ધારામાં જલ્દી પધારો. ભોજરાજા આપને બોલાવે છે. ધનપાલે કહ્યું : તમારા રાજાને કહી દેજો કે પંડિત નહિ આવે. રાજાઓના રાજાની -પ્રભુની સેવામાં તે લીન છે. તેની સેવા છોડીને બીજા કોઇની સેવા કરવી તેને ગમતી નથી. એ માણસે જ્યારે ભોજને આવા સમાચાર આપ્યા ત્યારે ફરીથી માણસ મોકલ્યો અને કહેવડાવ્યું : “કવિરાજ ! આપ તો મહાન છો, હું ક્ષુદ્ર છું. આપ વિરાટ છો, હું વામન છું. આપ આકાશમાં ઉડ્ડયન કરતા રાજહંસ છો, હું ધરતીનો કીડો છે. ઓ રાજહંસ ! તમે તો જયાં જશો ત્યાં બધી જ અનુકૂળતા મળી રહેવાની છે, પણ આપના વિના આ સરોવર (રાજસભા) સૂનું પડ્યું છે-એનું શું ? આપ મોટા છો, હું નાનો છું. મારી ભૂલોની હું ક્ષમા માંગું છું. માટે જલ્દી એકવાર અહીં આવી જાવ. અત્યારે કોઇ પરદેશી કૌલાચાર્યે રાજસભા સમક્ષ વાદનો પડકાર ફેંક્યો છે. અહીંનો કોઇ બજે મધુર બંસરી * ૩૬૪ બજે મધુર બંસરી * ૩૬૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન એ વાદીને ખાળી શકે તેમ નથી. મારી નજર માત્ર આપનામાં ઠરે છે અને આપે જન્મભૂમિ ખાતર પણ અહીં આવવું જોઇએ. માળવા જો જીતશે તો તેમાં આપની જીત છે અને જો હારશે તો આપની પણ હાર છે. માટે જન્મભૂમિના ગૌરવ ખાતર પણ અહીં પધારશો. મને નારાજ કરશો નહિ.” ભોજરાજાની અતિ આગ્રહભરી વિનંતીથી અને જન્મભૂમિના પ્રેમ ખાતર ધનપાલ ધારામાં આવ્યો. ધનપાલના આગમનની સાથે જ ધારામાં જાણે ચેતનાનો સંચાર થયો. પંડિતોના જીવમાં જીવ આવ્યો. સૌએ પંડિતજીનું આનંદપૂર્વક અભિવાદન કર્યું. રાજસભામાં વાદ શરૂ થયો. કોલાચાર્ય ધર્મપંડિતે મંગલાચરણ કરતાં કહ્યું : "सारस्वते श्रोतसि मे प्लवन्तां, पलालकल्पा धनपालवाच: " ‘મારા વાણી-પ્રવાહમાં ધનપાલની વાણી તણખલાની જેમ તણાઇ જાવ...' આ સાંભળતાં જ ધનપાલ તરત ઊભો થયો અને વળતો ફટકો લગાવ્યો. એનું જ તીર એની સામે ફેંક્યું. એ જ શ્લોકનો જરા જુદી રીતે પદચ્છેદ કર્યો. ‘ધનપ’ કે ધનપતિ રાજન્ ! ‘મે. આવાવ:’ મારી લબાડ વાણી. ‘સારસ્વતે શ્રોતસિ’ સિદ્ધસારસ્વત ધનપાલની વાણીના પ્રવાહમાં ‘પત્તાતત્ત્વા:’ તણખલા જેવી બની, ‘પ્લવન્તામ્’ તણાઇ જાવ. ધનપાલનો આ પહેલો જ ધડાકો સાંભળીને ધર્મપંડિત તો ડઘાઈ જ ગયો. બજે મધુર બંસરી * ૩૬૬ પછી શાસ્ત્રાર્થ શરૂ થયો. જોત-જોતામાં ધનપાલે ધર્મપંડિતને જીતી લીધો. પાણીના જબરજસ્ત પ્રવાહમાં તણખલાને તણાતાં વાર કેટલી ? સિદ્ધસારસ્વત... કૂચલ સરસ્વતી પંડિતવર્ય શ્રી ધનપાલનો જય હો... જય હો... જય હો...ના નારાથી ભોજરાજાની આખી સભા ગાજી ઊઠી. વિદ્વાનોએ ધનપાલના કંઠમાં વિજયમાળા પહેરાવી. ધર્મપંડિતનો ચહેરો પરાજયથી કાળો ભઠ્ઠ થઇ ગયો. ઝંખવાણા પડી ગયેલા ધર્મપંડિતને જોઇ ધનપાલને દયા આવી. કારણ કે તે જેમ ભગવાનનો ભક્ત હતો, તેમ જીવોનો પણ પરમ મિત્ર હતો. કોઇનું દુઃખ તે જોઇ શકતો નહિ. આથી જ વિજયના મદથી છકી જઇ પરાજિત વાદી પર કાદવ ઊછાળે તેવો ઉન્માદ તો ધનપાલને ન હતો... પણ ઉલ્ટું હારી ગયેલા પર તેને અપાર સહાનુભૂતિ હતી... ધનપાલે ભોજરાજાને કહ્યું : રાજન્ ! ભલે આ ધર્મપંડિત હારી ગયો. પણ આપણી સભામાંથી કોઇ નારાજ થઇને ન જવો જોઇએ. આપણે તેને કાંઇક આપવું જ જોઇએ અને તેની વિદ્વત્તાની યોગ્ય કદર કરવી જ જોઇએ. ધનપાલની પ્રેરણાથી રાજાએ તેને એક લાખ દ્રમ્પનું દાન કર્યું. ધર્મપંડિતે આખરે કહ્યું : ખરેખર ધનપાલ જેવો પંડિત મેં ક્યાંય જોયો નથી. એની વિદ્વત્તા, વાદ-શક્તિ વગેરે અજોડ છે. એ સાચે જ ‘સિદ્ધ સારસ્વત' છે. ધનપાલે કહ્યું : પંડિતજી ! બહુરત્ના વસુંધરા. આ ધરતી પર તો અનેક નરરત્નો છૂપાયેલાં છે. આ પૃથ્વી પર જો કોઇ માણસ પોતાને જ મહાન ગણતો હોય તો તે મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે. મારામાં તમને અજોડ પાંડિત્ય દેખાયું ? પણ સાચું પાંડિત્ય જોવું હોય તો જાવ પાટણમાં શાંતિસૂરિજી મહારાજ પાસે. તેમને મળશો તો ખ્યાલ આવશે કે પાંડિત્ય કોને કહેવાય ? બજે મધુર બંસરી * ૩૬૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ ધર્મપંડિતને તો આટલું જ જોઇતું હતું. પરાજય થઇ જવાથી હવે તે ધારામાં કોઇને પોતાનું મોઢું બતાવવા માંગતો ન હતો. તે જલ્દીમાં જલ્દી ધારા છોડવા માંગતો હતો. ધનપાલ પંડિતની વાત સાંભળીને શાંતિસૂરિજીને મળવાના બહાને તેણે ધારાનો-માળવાનો ત્યાગ કર્યો અને ગુજરાત તરફ પ્રયાણ આદર્યું. બીજા દિવસે રાજસભા ભરાઈ. સૌ હારેલા પંડિતનું મોઢું જોવા ઇચ્છતા હતા. લોકો વિજેતાના ચહેરાનો આનંદ જોવા કરતાં હારેલાની નિરાશા જોવા વધારે ઉત્સુક હોય છે. લોકોની આવી આતુરતા જાણી રાજા ભોજે ધનપાલને પૂછ્યું : પેલો ધર્મપંડિત ક્યાં છુ થઇ ગયો ? ધનપાલે પોતાની માર્મિક વાણીમાં કહ્યું : ‘ઓ મહારાજા ! જગતમાં કહેવાય છે કે, ‘ગતો ધર્મતતો ગય:' જયાં ધર્મ ત્યાં વિજય. પણ એ ઉક્તિ તેણે ખોટી ઠરાવી. તે ધર્મ (નામથી) હોવા છતાં ધન (ધનપાલ)થી હારી ગયો. પણ ‘ધર્મી ત્વરિતા તિઃ' એ ઉક્તિને સાચી પાડી છે. એટલે કે તે ઝટપટ પલાયન થઇ ગયો છે.” “ધર્મ ગયો તો ભલે ગયો... પણ માળવાનું નાક તો જળવાયું ! ધનપાલ ! ખરેખર તમે આ વાદીને જીતીને માળવાનું ગૌરવ વધાર્યું છે. મારી રાજસભાની ગરિમા જાળવી છે.' ભોજરાજાની કૃતજ્ઞતાપૂર્ણ વાણી ધનપાલ નતમસ્તકે સાંભળી રહ્યો. તે વખતે ફરી એક વાર ધનપાલનું નામ માત્ર ધારામાં જ નહિ, સંપૂર્ણ માળવા દેશમાં ઘેર-ઘેર ગૂંજતું થયું. હવે ધનપાલ વૃદ્ધ થયા હતા. મહારાજા ભોજની અનુજ્ઞા લઇ આ.શ્રી મહેન્દ્રસૂરિજી પાસે અંતિમ અવસ્થા મંગલમય બનાવવા સંલેખના ગ્રહણ કરી. વિ.સં. ૧૦૧૦ની આસપાસ જન્મેલા આ બજે મધુર બંસરી * ૩૬૮ ધનપાલ મહાકવિ વિ.સં. ૧૦૯૦ પછી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. આ મહાન શ્રાવક અને ઉચ્ચ કોટિના વિદ્વાન શ્રી ધનપાલે પાઇઅ લચ્છી નામમાળા, ધનંજય નામ-માલા, તિલકમંજરી, શોભનમુનિવૃત ચતુર્વિશતિની ટીકા, ઋષભપંચાશિકા આદિ અનેક ઉત્તમ ગ્રંથોનું સર્જન કર્યું છે. મહાકવિ શ્રી ધનપાલની પ્રશંસા મોટા-મોટા આચાર્ય ભગવંતોએ પણ કરેલી છે. એક વખતે ભગવાન પાસે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી જયારે ધનપાલકૃત સ્તુતિઓ બોલતા હતા ત્યારે કુમારપાળે પૂછ્યું : ભગવદ્ ! આપ સ્વયં મહાકવિ છો. તો આ શ્રાવક કવિની સ્તુતિઓ કેમ બોલો છો ? | ‘અરે કુમારપાળ ! ધનપાલની સ્તુતિઓમાં જે ગાંભીર્ય, લાલિત્ય અને ભક્તિરસ રહેલો છે. તે મારી સ્તુતિઓમાં ક્યાં છે ?' સૂરિજીનું આ વાક્ય જો કે નમ્રતા સૂચક છે, છતાં આનાથી ધનપાલની ગરિમાં પણ પ્રગટ થાય છે. અભિધાન ચિંતામણિ નામમાલામાં તેમણે કહ્યું છે : “વ્યુત્પત્તિ: ધનપતિતઃ' આચાર્યશ્રી મેરૂતુંગસૂરિજીએ કહ્યું છે : મલય પર્વતનું રસાલ ચંદન અને ધનપાલનું રસાલ વચન હૃદયમાં લગાડો એટલે પરમ શાંતિનો અનુભવ થશે જ થશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ ધર્મપરીક્ષા ગ્રંથમાં ‘પરમશ્રાવણ ધનપાનેfપ ૩૪મ્' એમ કહીને ‘પરમ શ્રાવક' તરીકે ધનપાલને બિરદાવ્યા છે. આવા સમર્થ વિદ્વાન, વાદી, શીઘ્રકવિ અને ગ્રંથકાર શ્રી ધનપાલથી અગિયારમી સદી ધન્ય બની હતી... બજે મધુર બંસરી * ૩૬૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૩) यदि नाम कुमुदचन्द्रम्... ત્રણ વરસના બાળ સિદ્ધરાજને પાટણની ગાદી પર બેસાડી મહારાજા કર્ણદેવે આશાપલ્લીના ભિલ્લને હરાવીને કર્ણાવતી નગરી વસાવી. (આ કર્ણાવતી તે જ આજનું અમદાવાદ.) એ કર્ણાવતી નગરીમાં સિદ્ધ નામના શ્રાવકના વિશાળ મકાનમાં આચાર્ય શ્રી વાદિદેવસૂરિજી મહારાજા એક વખતે ચોમાસું રહેલા હતા. તે જ વખતે દિગંબરના આચાર્ય કુમુદચંદ્ર પણ ત્યાં ચોમાસું રહ્યા હતા. તે પોતાના ઝનૂની વલણ અને કટ્ટર ધર્માંધતાથી ચારે બાજુ ઠીક ઠીક જાણીતા હતા. એ પોતાની જાતને ખૂબ જ મોટા વાદી ગણતા હતા. કેવા વાદી હશે છે તે તો કોણ જાણે ? પણ એમના ચહેરા પર જ્ઞાનનું માન સ્પષ્ટ દેખાતું હતું. એમને શ્વેતામ્બરાચાર્ય દેવસૂરિજી સાથે એક વખતે વાદ કરવાની ચળ ઉપડી. વારંવાર વાદ માટે દેવસૂરિ પર સંદેશા મોકલતા રહ્યા, પણ સૂરિજી તો શાંત પ્રશાંત રહ્યા. વાદની વાતને કાયમ ઠેલતા રહ્યા. કારણ કે સૂરિજી જાણતા હતા કે વાદથી પ્રાયઃ વિખવાદ જ વધતો હોય છે. હા... ધર્મવાદથી કલ્યાણ થાય પણ ધર્મવાદ ક્યારે વિવાદમાં પલટાઇ જાય તે કાંઇ કહેવાય નહિ. કારણ કે વાદ કરનારા બજે મધુર બંસરી * ૩૭૦ વાદીઓને ઘણું કરીને સાચા કે ખોટા સ્વ-પક્ષના સ્થાપનમાં અને પર-પક્ષના ખંડનમાં જ રસ હોય છે. આવા વાદીઓ જીતે તો અહંકારી બને અને હારે તો શત્રુ બને. એમની જીત પણ ભૂંડી અને હાર પણ ભૂંડી. આવા માણસોને દૂરથી જ સલામ ! એમ માનીને દેવસૂરિજી વાદની વાતને ઠેલતા રહ્યા... આથી કુમુદચંદ્રને વધારે પાવર ચડ્યો... હું... સૂરિજીમાં વાદ કરવાની ત્રેવડ નથી લાગતી... એટલે વાત ઠેલ્યા કરે છે. કુમુદચંદ્ર ચોરે ને ચૌટે વાતો કરવા લાગ્યા : દેવસૂરિજીમાં વાદ કરવાની તાકાત જ નથી. મેં કેટલાય કહેણ મોકલ્યા, પણ હજુ તૈયાર થયા જ નથી. નક્કી તેઓ મારાથી ગભરાય છે. હા... હા... ગભરાય જ ને ? આ બંદાએ તો ભલભલાને પણ ભૂ-પીતા કરી દીધા છે. બાપડાએ મારું નામ સાંભળી લીધું છે... એથી ગભરાઇને વાદની જ ના પાડે છે. વાદ થાય તો હારવું પડે ને ? એના કરતાં વાદથી જ દૂર રહેવું. ‘બાંધી મૂઠી લાખની'. વાહ રે ! આવા કાયર માણસને શ્વેતામ્બરોએ આચાર્ય બનાવી કાઢ્યા છે. પણ એ તો જેવા લોકો તેવો એનો નાયક ! મૂર્ખ લોકો એવાને જ આચાર્ય બનાવે ને ?’ આમ ગમે તેની પાસે દિગંબરાચાર્ય કુમુદચંદ્ર જેમ તેમ લવારો કરવા માંડ્યા. અધૂરો માણસ હંમેશા આવું જ કરે. અલ્પ દૂધવાળી ગાય વધુ ચંચળ હોય છે. અલ્પ પાણીવાળો ઘડો ઘણો અવાજ કરે છે. કદરૂપો માણસ ઘણી ચેષ્ટા કરે છે. ઠીંગુજી માણસ ઊંચી એડીના બૂટ પહેરે છે અને અલ્પજ્ઞાની માણસ અધિક બોલ-બોલ કરે છે. કોઇકે કેટલું સુંદર કહ્યું છે ? પૂરા સો છલકે નહિ, છલકે સો અદ્ધા; ઘોડા સો ભૂંકે નહિ, ભૂંકે સો ગદ્ધા. એક વખતે એ દિગંબરાચાર્ય કુમુદચંદ્ર પોતાના આવાસ સ્થાનના બહારના ઓટલે બેસીને આવી રીતે બડાઇ હાંકી રહ્યા હતા બજે મધુર બંસરી * ૩૭૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સરસ્વતીશ્રીજી નામના જૈન શ્વેતાંબર સાધ્વીજીને ત્યાંથી પસાર થતા જોયા. તેમને ઊભા રખાવીને કુમુદચંદ્ર પોતાનું ભાષણે ઝીક્યું : ઓ સાધ્વીજી ! તમારા આચાર્ય આટલા કાયર કેમ છે ? મેં કેટલીયેવાર વાદનું કહેવડાવ્યું છતાં ચૂપ કેમ છે ? મારું નામ સાંભળીને એમને તાવ તો નથી આવતો ને ? આવા કાયરને તમે આચાર્ય માનો છો ? એમનું મૌન એમનું અજ્ઞાન જાહેર કરે છે. વિદ્વાનોની પાસે મૂર્ખ હંમેશાં મૌન જ રહે છે. તમારા આચાર્યને કહી દેજો કે વાદ માટે તૈયાર થઇ જાય. જો હજુ પણ મૌન રહેશે તો અમે જાહેર કરીશું કે શ્વેતાંબરો જૂઠા જ છે. એમનું મૌન એમનામાં રહેલી પોલને જાહેર કરે છે. વળી તમારા આચાર્યને જઇને કહેજો કે... વાણિયા આગળ વ્યાખ્યાન કરવામાં કે વાતો કરવામાં બહાદુરી નથી. પર-દર્શનના વિદ્વાન સાથે વાદ કરવામાં બહાદુરી છે. ગેહેશૂર ઘણીવાર થયા... એકવાર મર્દ બનો. વાદ કરવા બહાર આવો... અને અમારી વિદ્વત્તા જુઓ ! આ સાંભળતાં જ સાધ્વીજીને તો ઝાળ લાગી ગઇ. પણ કાંઇ બોલ્યા વિના જ તેઓ તો ચૂપચાપ આચાર્યશ્રી દેવસૂરિજી મહારાજ પાસે જઈ પહોંચ્યા અને ભાવાવેશથી બોલી ઊઠ્યાં : | ‘ઓ ગુરુદેવ ! હવે હદ થાય છે. આ ઉદ્ધત કુમુદચંદ્રનું અમારે ક્યાં સુધી સાંભળવું ? આપ આવા કાયર બનીને ક્યાં સુધી બેસી રહેશો ? આપના ગુરુદેવ... મહાન ગીતાર્થ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીએ આપને આમ ચૂપ બેસી રહેવા માટે આચાર્ય બનાવ્યા છે ? શું આપ આને સમતા ગણો છો ? ઓ ગુરુદેવ ! માફ કરજો ... પણ મને કહેવા દો કે આ સમતા નથી પણ કાયરતા છે. ખરે અવસરે લડવા કામ ન લાગે તે હથિયાર શા કામના ? હથિયારની પૂજા નથી કરવાની... ખરે ટાણે પ્રયોગ કરવાનો છે. ગુરુદેવ ! આપમાં અજોડ વાદ-શક્તિ છે, શાસન-ભક્તિ છે તો વિલંબ શા માટે ? સાધ્વીજી લાગણીવશ થઇને બોલતા રહ્યા અને સૂરિજી સાંભળતા રહ્યા. સાધ્વીજીની સંપૂર્ણ હૈયાવરાળ નીકળી ગઈ ત્યારે સાંત્વના આપતા સૂરિજીએ કહ્યું : “તમે હવે ચિંતા ના કરશો, વાદ યોજાઇને જ રહેશે.' સૂરિજીએ પાટણમાં સિદ્ધરાજ જયસિંહને વાદસભા માટેનું આયોજન કરવા જણાવ્યું. ચાતુર્માસ પછી પાટણમાં વાદ શરૂ થયો. આ વાદ-સભામાં ચારેબાજુથી મોટા-મોટા વિદ્વાનો આવી પહોંચ્યા. ચોરે ને ચૌટે, વાટે ને ઘાટે એક જ વાત ચાલતી હતી... વાદ... વાદ... અને વાદ...! કોણ જીતશે ? બંને વિદ્વાન છે. બંને વાદી છે. એક સૂર્ય છે તો બીજા ચંદ્ર છે. ‘દેવસૂરિ' સૂર્ય છે, તો કુમુદચંદ્ર ચંદ્ર છે. જોઇએ હવે કોણ જીતે છે ? લગભગ સૌના મોઢે એક જ વાત હતી. સૂર્ય જ જીતશે. સૂર્યની સામે ચંદ્ર કદી જીત્યો છે ? આવી લોક-વાણી સાંભળી દિગંબરો ધ્રુજી ઊઠ્યા. એમના મનમાં પરાજયની આશંકાઓ ચક્કર મારવા લાગી. આથી પાણી પહેલા પાળ બાંધવાનું એમણે નક્કી કર્યું. લાંચ આપી લવાદને ફોડી નાખવાનો માર્ગ એમણે પસંદ કર્યો. સત્ય પક્ષના વિરોધીને બીજું શું સૂઝે ? કાયર લોકો બીજું શું કરે ? કાયરતા હંમેશા સલામતી શોધે છે. સ્વાર્થ પોતાનું ઇષ્ટ શોધે છે. જયારે શુદ્ધ અંત:કરણ સત્યને શોધે છે. પણ એ બિચારાઓ પાસે આવું શુદ્ધ અંતઃકરણ ક્યાંથી હોય ? આ વાતની ખબર વાદિદેવસૂરિજી મહારાજાને પડી, ભક્તોએ આ માર્ગ અપનાવવાનું કહ્યું. પરંતુ આચાર્યશ્રીએ સાફ-સાફ ના પાડી દીધી : લાંચના માર્ગે મળતો વિજય, વિજય નથી, પણ પરાજયનું જ બજે મધુર બંસરી * ૩૭૨ બજે મધુર બંસરી * ૩૭૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ બીજું નામ છે. એવો માર્ગ આપણે ન જોઇએ. આપણી સાથે ભગવાન છે, ભગવાનના શાસ્ત્ર છે. અવિચ્છિન્ન પરંપરા છે, શુદ્ધ સત્ય છે, અકાટ્ય તર્ક છે, શાસનદેવની સહાય છે. પછી જોઇએ શું ? મારું અંતઃકરણ કહી રહ્યું છે કે આપણો વિજય થવાનો જ છે. અને એ પણ સત્યના માર્ગે જ, તમે સૌ શાંત બનો. સ્વસ્થ બનીને જોયા કરો. સુરિજીની આવી સત્ય નિષ્ઠા જોઇ સૌના મસ્તક ઝૂકી પડ્યા. શુભ દિવસે વાદ શરૂ થયો. બંને પક્ષના આચાર્યોએ રાજાનું અભિવાદન કર્યું. તેમાં કુમુદચંદ્ર પોતાના શ્લોકમાં છેલ્લે બોલ્યા : ‘વાચસ્તતો મુદ્રિતા:' આથી ડાહ્યા વિદ્વાનોને લાગ્યું કે ખરેખર કુમુદચંદ્રની વાણી મુદ્રિત થઇ જશે. ભાવિના સંકેત સમી આ પંક્તિ તેમના મુખમાંથી સરી પડી લાગે છે. તે વખતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ હાજર હતા. તેમને નાના સમજીને કુમુદચંદ્ર મશ્કરી કરવાનો પ્રયત્ન કરેલો... પણ હેમચંદ્રસૂરિજીએ એવા જડબાતોડ જવાબ દીધેલા કે જેથી તેઓ છક્કડ ખાઇ ગયા. સભામાં કુમુદચંદ્ર હેમચંદ્રસૂરિને કહેલું : ‘ત્વે વાતોગસિ’ ‘તું બાળ છે.” ‘હું બાળ નથી. બાળક તો તેને કહેવાય. જેને કપડા પહેરવાની જરૂર ન હોય. હું તો કપડા પહેરીને બેઠો છું. તમે કપડા વિનાના છો. હવે બાળ કોણ ? તે તમે જ કહો.' આવા જડબાતોડ જવાબથી કુમુદચંદ્ર તો ડઘાઈ જ ગયેલા. આનાથી પહેલા પણ એમને એક શ્વેતાંબર મુનિનો આનાથી પણ કડવો અનુભવ થયેલો. તે વાર્તાલાપ આ પ્રમાણે : ‘તું કોણ ?’ - ‘હું દેવ’ ‘દેવ કોણ ?' - ‘હું' ‘હું કોણ ?' – “કૂતરો’ બજે મધુર બંસરી * ૩૭૪ ‘કૂતરો કોણ ?'- ‘તું' ‘તું કોણ’ - ‘દેવ' આ ચક્ર-ભ્રમણ ન્યાયથી પોતાને કૂતરો બતાવ્યો... અને બોલનાર સ્વયં દેવ છે એમ જણાવ્યું... આવી વાચાતુરીના સ્વામી શ્વેતાંબર સાધુઓ હોય છે. આથી કુમુદચંદ્ર તો સ્તબ્ધ જ થઇ ગયેલા. નાના-નાના સાધુઓમાં પણ આટલી વિદ્વત્તા તો દેવસૂરિમાં કેટલી ઠોસ વિદ્વત્તા હશે ? અને ખરેખર વાદસભામાં એનો પરિચય થયો. કુમુદચંદ્ર નિરૂત્તર થયા... અને દેવસૂરિજી જીત્યા. | વિજયની ખુશાલીમાં એક મોટો વરઘોડો પાટણમાં નીકળ્યો. એમાં સિદ્ધરાજ સ્વયં હાજર રહ્યો . એક ગુજરાતી આચાર્યના વિજયથી એને પણ આનંદ હતો. - વાદની શરત એ હતી કે જે હારે તે સમસ્ત સંઘ સાથે આ દેશ છોડીને અન્યત્ર ચાલ્યા જાય. શરત મુજબ જયારે દિગંબરાચાર્ય કુમુદચંદ્ર દેશ છોડીને જવા લાગ્યા ત્યારે દેવસૂરિજીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે આ શરત પળાય એવો અમારો કોઇ આગ્રહ નથી. ખરેખર આચાર્યશ્રીએ ત્યારે પોતાના હૈયે વસેલી વિશ્વમૈત્રી પ્રગટ કરી. પરંતુ જો દિગંબરાચાર્ય જીતી ગયા હોત તો ? શું હાલત થાત ? શ્વેતવસ્ત્રધારી સાધુઓ જોવા મળે છે તે કદાચ જોવા ન મળત. કોઇ કવિએ ઠીક જ કહ્યું છે : यदि नाम कुमुदचन्द्रं, नाऽजेष्यद् देवसूरिरहिमरुचिः कटिपरिधानमधास्यत, कतमः श्वेताम्बरो जगति ? ચંદ્રશા કુમુદચંદ્રને સૂર્યશા દેવસૂરિજીએ જો ન જીત્યા હોત તો કયો શ્વેતાંબર વસ્ત્ર પહેરી શકત ? બજે મધુર બંસરી * ૩૭૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળને આ વાત વજૂદવાળી લાગી. તેમણે નમ્રતાપૂર્વક તે મહાત્માને નગર છોડી જવા જણાવ્યું. તે મહાત્માએ રાજાને કહેવડાવ્યું કે મારે વ્યાખ્યાનમાં મંત્રાધિરાજ શ્રી નવકારના પાંચ પદોનાં વર્ણન ચાલે છે. જો તમે સંમતિ આપો તો હું વર્ણન પૂરું કર્યા પછી વિહાર કરું. મહામના મહારાજાએ સંમતિ આપી દીધી. મહારાજાને એમ કે ૫-૧૫ દિવસમાં વર્ણન પૂરું થશે અને મહાત્મા વિહાર કરશે, પણ આ વિદ્વાન મહાત્માએ પાંચ પદો પર ૧-૨ વર્ષ સુધી નહિ, પણ લગાતાર ૧૬ વર્ષ સુધી વ્યાખ્યાન આપ્યા કર્યું. તો પણ વચન-બદ્ધ કુમારપાળ મહારાજા જરા પણ અકળાયા નહિ... અને તે મહાત્મા પર લવલેશ પણ ગુસ્સો કર્યો નહિ. કેવા હશે પ્રતિજ્ઞા-પાલક મહારાજા ? પ્રતિજ્ઞાપાલક કુમારપાળ અમે નાના હતા, ત્યારે ફલોદીમાં ઈલેક્ટ્રીક નહોતી. દરેક શેરીમાં ફાનસની વ્યવસ્થા હતી. માણસો આવીને રોજ સાંજે ફાનસ સળગાવી જય. દીવો કિસ્સોથી પ્રકાશ ફેલાવે, તેમ ભગવાન દેશનારૂપી કિરશ્નોથી પ્રકાશ ફેલાવે છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪, તા. ૩૦-૦૯-૨૦૦૦ પાટણ નગરી ધર્મપુરી હતી. કુમારપાળના વખતમાં લોકોની ધાર્મિકતા સોળે કળાએ ખીલી ઊઠી હતી. ધાર્મિક પુરુષોમાં ક્યારેક ચર્ચા પણ ચાલતી હતી અને ચર્ચા જ્યારે અતિ ઉગ્રતાનું રૂપ લઇ લેતી ત્યારે મરચા પણ ખરતા હતા અને આગળ વધતાં ક્યારેક ધાર્મિક ચર્ચા સંઘર્ષનું રૂપ પણ લેતી હતી અને એના કારણે જૈનોની એકતામાં પણ ગંભીર ફટકો પહોંચતો હતો. એક વખતે વાત બહુ આગળ વધી ગઇ. કોઇ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને સંઘની એકતા જોખમાઇ. મહારાજા કુમારપાળને લાગ્યું કે આ એકતા તૂટી જાય તે ઠીક નથી. જો આમ સંઘર્ષો ચાલ્યા કરશે તો સંઘને ભારે નુકશાની વેઠવી પડશે. ગમે તે રીતે સંગઠન તો જળવાઇ જ રહેવું જોઇએ. આથી સમસ્ત સંઘને બોલાવવામાં આવ્યો અને એમાં સંગઠન ન તૂટે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. તેમાં કોઇએ સલાહ આપી. “અમુક મહાત્મા જયાં સુધી આપણા નગરમાં છે, ત્યાં સુધી સંગઠન કદી શક્ય જ નથી. કારણ કે એ મહાત્મા બોલવામાં એટલા કાબેલ છે કે ભલભલા લોકો પણ એનાથી અંજાઇ જાય છે અને આ વિદ્વાન મહાત્મા સંઘમાં કોઇને કોઇ મુદ્દો લાવીને વિવાદનો વંટોળ ચાલુ જ રાખતા હોય છે. આથી જો આપણી સંગઠનની વ્યવસ્થા મજબૂત બનાવવી હોય તો એ મહાત્માને નગરમાંથી વિદાય આપવી પડે. બજે મધુર બંસરી * ૩૭૬ આપણે બધા ભણવાની પાછળ પડી ગયા, જ્ઞાનાવરણીયના સૂર્યોપશમ માટે મંડી પડ્યા, પણ માત્ર એટલાથી શું થશે ? મોહનીય કર્મ પર ફટકો નહિ પડે ત્યાં સુધી કાંઈ નહિ વળે... હું ભક્તિ ઉપર એટલે જ જોર આપું છું, ભક્તિ જ એવું વજ છે, જેથી મોહનો પર્વત ચૂર ચૂર થઈ જાય. ભક્તિથી તમે ‘સદાગમ'ના ઉપાસક બનો છો. સદાગમનો ઉપાંસ કોને મોટું કાંઈ ન કરી શકે. મારી પાસે તો આવી જ વાતો હોય. તમને ગમે તેવું બોલવું એવું હું શીખ્યો નથી. સંખ્યા ઘટી જાય તેની ચિંતા નથી. - કહો કલાપૂર્ણસૂરિ-૪ (પ.નં. ૧૯૪), તા. ૧૯-૧૦-૨000, અt. . બજે મધુર બંસરી * ૩૭૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૫ ઇતિહાસનો ઇતિહાસ પાટણ નગરીની અંદર હલચલ મચી હતી. આર્ય પાહિની અંતિમ અવસ્થામાં હતાં. પ્રવર્તિની આર્ય પાહિનીને સમાધિ આપવા સમગ્ર આર્યાવૃંદ ખડે પગે તૈયાર હતો. નગરમાંથી મોટા-મોટા શેઠીઆથી માંડી નિર્ધન શ્રાવકો પણ પુણ્યદાન કરવા આવતા હતા. જાણો છો આ પાહિની આર્યા કોણ ? એ હતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબનાં માતા. પુત્રની આચાર્યપદવી વખતે પાહિની માતાએ દીક્ષા લીધી હતી. હવે અંતિમ અવસ્થા આવી પહોંચી હતી. રાજા કુમારપાળ પણ આવી ગયા હતા. પુત્રરત્ન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પણ હાજર હતા. બધા પુણ્યદાન સંભળાવી રહ્યા હતા. કોઇ કહે, ‘હું આપના નિમિત્તે લાખ રૂપિયા વાપરીશ. કોઇ કહે : બે લાખ, કોઇ કહે : ૧૦ લાખ, પણ આર્યા પાહિનીને આ બધું સાંભળતાં કોઇ અપૂર્વ સંતોષ થતો હોય એમ લાગતું નહોતું. એમની અંદર ઊંડે-ઊંડે છૂપાયેલી અસંતોષની લાગણી ચહેરા પર સ્પષ્ટ વંચાઇ રહી હતી. વારંવાર એમની નજર પુત્રરત્ન પર પડી રહી હતી. કદાચ એ વિચારી રહ્યાં હતાં. બધા જ કાંઇક ને કાંઇ પુણ્યદાન આપી રહ્યા છે તો આચાર્યશ્રી મૌન કેમ છે ? તેઓ કેમ કાંઇ બોલતા નથી ? આચાર્યની ચકોર નજર માતાના મનોભાવ સમજી ગઇ. કલિકાલસર્વજ્ઞને સમજતાં વાર શી ? તેઓ તે જ વખતે બોલી ઊઠ્યા : બજે મધુર બંસરી * ૩૭૮ “ઓ મારાં ઉપકારી ! હું આપના પુણ્યદાન નિમિત્તે એક ક્રોડ નવકારનો જાપ અને સાડા ત્રણ લાખ શ્લોકોની રચના કરીશ.” સાઠ વર્ષની પાકટ ઉંમરે પહોંચેલા, જેમના પર અનેક શાસનની જવાબદારીઓ છે, એવા આ મહાન આચાર્યની મહાન ઘોષણા સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. મોટી ઉંમરે યુવાનને પણ શરમાવે તેવો ઉત્સાહ ! અદ્ભુત થનગનાટ ! સાહિત્યની અપૂર્વ લગની ! સાધનાની વિરાટ મસ્તી ! વાહ ધન્ય જીવન ! ધન્ય સાધનો ! ધન્ય માતાપુત્રની બેલડી ! બધાના હૃદય અને મસ્તક ઝૂમી ઊઠ્યા. આ સંકલ્પમાંથી જ મહાન જૈન ઇતિહાસનું સર્જન થયું. એ ગ્રંથનું નામ ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'. જેમાં ૧૦ પર્વો છે, ૧ પરિશિષ્ટ પર્વ છે. કુલ છત્રીશ હજાર જેટલા શ્લોકો છે. આજે પણ અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો એ ગ્રંથનું હોંશે હોંશે વાંચન કરી રહ્યા છે. એ ગ્રંથમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો અને ૯ પ્રતિવાસુદેવોનું જીવન ચરિત્ર છે. ઠેઠ આદિનાથ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી સુધીના ઘણાખરા પ્રસંગોને આ ગ્રંથમાં ગૂંથી લેવામાં આવ્યા છે. હા... રામાયણ અને મહાભારત પણ આમાંથી બાકાત નથી. પરિશિષ્ટ પર્વમાં સુધર્મા સ્વામી આદિ ગુરુ ભગવંતોની પાટ પરંપરા વર્ણવવામાં આવેલી છે. આ ગ્રંથમાં માત્ર ચરિત્ર જ નથી, પણ શાસ્ત્રોનો સાર પણ મૂકેલો છે. એમાં પણ દરેક તીર્થંકર ભગવંતોની દેશના અને ઇન્દ્રની સ્તુતિઓ તો ખાસ મનનીય છે. એ વાંચતા આપણને ખ્યાલ આવશે કે પૂજ્ય આચાર્યશ્રીમાં માત્ર વિદ્વત્તા જ નથી, પણ શાસનનો રાગ પણ ઠસોઠસ ભરેલો છે. દરેક જૈનોએ આ ગ્રંથ વાંચવા જેવો છે. એ ગ્રંથ વાંચતા પ્રતીતિ થશે કે– માતાના નિમિત્તે મહાન પુત્રે જૈનશાસનને કેવી ભેટ ધરી છે ? વાચકના મુખમાંથી અવશ્ય શબ્દો સરી પડશે–ધન્ય માતા ! ધન્ય પુત્ર ! બજે મધુર બંસરી * ૩૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૬ એક દૃષ્ટિપાત ઃ દેલવાડાના દેરાસર તરફ... વિ.સં. ૧૨૭૬ના સમયમાં ગુજરાતની પ્રખ્યાત બાંધવ-બેલડી (વસ્તુપાળ-તેજપાળ) હજુ નવોદિત અવસ્થામાં જ હતી. ત્યારે તેઓ નાના યાત્રા સંઘમાં સિદ્ધાચલ જઇ રહ્યા હતા. રસ્તામાં બંને ભાઇઓને વિચાર આવ્યો કે અહીંના રજવાડાઓ મુસાફરોને ખૂબ જ લૂંટે છે. આથી વધારાના પૈસા ક્યાંક જમીનમાં દાટી આવીએ તો સારું. આમ વિચારી રસ્તામાં આવેલ હડાલા ગામની સીમમાં એક લાખ દ્રમ્પ (તે જમાનાના સિક્કા)નો ચરૂ જમીનમાં દાટવા નીકળ્યા. પણ આ શું ? જ્યાં જમીન ખોદી ત્યાં અંદરથી બીજા ચરૂ નીકળ્યા. ભાઇઓ વિચારમાં પડી ગયા. શું કરવું ? ત્યારે અનુપમા દેવીએ અનુપમ સલાહ આપતાં કહ્યું : આ નશ્વર ધનને નીચે શું દાટો છો ? નીચે (નરકમાં) જવું હોય તે નીચે દાટે અને ઉપર (સ્વર્ગ-મોક્ષમાં) જવું હોય તે ઉપર (ટોચ પર) રાખે. તમારે ક્યાં જવું છે ?’ ‘જવું છે તો ઉપર... પણ ત્યાં પૈસા રખાય શી રીતે ?’ ‘એ ઉપાય હું તમને બતાવું. એ ઉપાય એવો છે, કે જેમાં પૈસા ઉપર રહેશે... પણ કોઇ લૂંટી શકશે નહિ.' ‘કયો ઉપાય ?’ બજે મધુર બંસરી * ૩૮૦ ‘આબુના પર્વત પર વિમલ-વસહીની બાજુમાં સુંદર મંદિરના નિર્માણનો ઉપાય. આમેય નાના ભાઇ લુણિગને મંદિર બનાવવા માટેનું વચન આપેલું જ છે. તો વિમલ-વસહીની જેમ લુણિગ વસહીનું મંદિર પણ કાં ન બને ? નશ્વર સંપત્તિ નષ્ટ થઇને રહેવાની છે. મંદિર હજારો વર્ષો સુધી પ્રેરણા આપતું રહેવાનું છે. નશ્વર સંપત્તિ દ્વારા અનશ્વર કાર્ય શા માટે ન કરવું ? અનુપમા દેવીની સલાહ આ પુણ્યશાળી બાંધવ-યુગલમાં જડબેસલાક બેસી ગઇ અને એમણે આ મંદિર બનાવવાની શરૂઆત કરી દીધી. તે કાળના મહાન શિલ્પસમ્રાટ્ શોભનદેવને બોલાવીને આબુ પર કામ શરૂ કરાવી દીધું. અનુપમા દેવીની દેખરેખ હેઠળ કામ થવા લાગ્યું. જોતજોતામાં દેવવિમાન જેવા મંદિરો તૈયાર થઇ ગયાં. તેમાં પણ સૂક્ષ્મ કોતરણી માટે અનુપમા દેવીએ અથાગ મહેનત ઊઠાવી. કોતરણીના ભૂકા જેટલા સોના-ચાંદી વગેરે શિલ્પીઓને આપી આપીને એવી બેનમૂન કોતરણી બનાવી કે ભલભલા પણ મોંમાં આંગળા નાખવા લાગ્યા. એ મંદિરનું નામ ‘લુણિગ વસહી’ રાખીને વિ.સં. ૧૨૮૭માં પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા વખતે જાલોરના રાજા ઉદયસિંહજી ચૌહાણના ખજાનાના મહામંત્રી શ્રી યશોવીરને બોલાવવામાં આવ્યો. મહામંત્રી યશોવીર એક સમર્થ વિદ્વાન હતો. ‘સરસ્વતી કંઠાભરણ'નું તેને બિરૂદ મળેલું હતું. શિલ્પશાસ્ત્રનો તે તલસ્પર્શી વિદ્વાન હતો. મંદિરના ગુણ દોષ જાણવા માટે વસ્તુપાળે તેને ખાસ બોલાવ્યો હતો અને એ માટે એક ખાસ સભા ભરી હતી. એ સભાની અંદર અનેક રાણાઓ, માંડલિક રાજાઓ, સામંતો, મહાજનો વગેરે મોટા-મોટા માણસો ઉપસ્થિત હતા. ત્યારે વસ્તુપાળે યશોવીરને ઉદ્દેશીને કહ્યું : બજે મધુર બંસરી * ૩૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ હે વિચક્ષણ મંત્રી ! તમને મેં ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા છે, તેનું ખાસ કારણ છે. મારે તમારી પાસે આ મંદિરના દોષો જાણવા છે. હા... પ્રશંસા તો આખી દુનિયા કરે છે... પણ બધી ચીજો કાંઇ સંપૂર્ણ હોતી નથી, કોઇને કોઇ ખામી તો હોય જ છે... કારણ મંદિર માનવ નિર્મિત છે. માનવ ભૂલકણો છે. માનવ માત્ર ભૂલને પાત્ર. તો આ મંદિરમાં પણ કોઇક દોષો તો હશે જ. તમારી પાસેથી હું એ જાણવા ઇચ્છું છું.” મંત્રીશ્વરે નમ્રતાપૂર્વક કહ્યું : આમાં તમારી કોઈ ભૂલ નથી. ભૂલ છે તો શિલ્પીની છે. તમે એ શિલ્પીને બોલાવો... મારે એને સામે રાખીને કંઇક કહેવું છે. શોભનદેવ શિલ્પીને તે જ વખતે બોલાવવામાં આવ્યો. હવે યશોવીર મંત્રીશ્વરે પોતાની ધીર-ગંભીર વાણીમાં મંદિરના દોષો બતાવતાં કહ્યું : (૧) તે કીર્તિસ્તંભ ઉપર તારી માતાનો હાથ કોતર્યો છે, જેની એક આંગળી ઊંચી રાખી છે. માથે છત્ર લગાવ્યું છે, તે તારી ભૂલ છે. કેમ કે આ દેરાસર મંત્રી તેજપાળે બંધાવ્યું છે. અહીં તેની માતાનો હાથ મૂકવો જોઇએ. તું પૈસાથી કામ કરે છે. તારી માતાનો હાથ ન જોઇએ. (૨) વિશાળ મંદિરના પગથિયા નાનાં છે. (૩) થાંભલામાં જિન પ્રતિમા છે, તેની આશાતનાનો ભય છે. (૪) ગભારાના દરવાજે તોરણમાં ‘વાઘ” બનાવ્યો છે, તેથી વિશેષ પૂજાનો અભાવ થશે. (૫) પ્રભુની પાછળ પૂર્વજો ની મૂર્તિ બેસાડી છે, તેથી ભવિષ્યમાં સંતતિ તથા ધન ઘટશે. (૬) છતમાં જૈન સાધુઓની મૂર્તિથી બીજા ધર્મવાળા પૂજા ઓછી કરશે. (૭) ગહુંલી કાળા રંગની અમંગળરૂપ છે. બજે મધુર બંસરી * ૩૮૨ (૮) ભારવટીયા બાર હાથ લાંબા છે. તૂટવાથી મંદિરને નુકશાન થશે. બીજો કોઇ અહીં ભારવટીઓ ગોઠવી શકશે નહિ. (૯) રંગમંડપમાં પૂતળીઓની જોડી વિશાળ બનાવી છે, તે જૈન મંદિરમાં નિષિદ્ધ માની છે. (૧૦)બહારના દરવાજે કસોટીના થાંભલા મૂકવાથી મંદિર તૂટવાનો ભય છે. વળી, બીજી પણ નાની-મોટી ભૂલો છે. જેમ કે- ‘મોટો દરવાજો’ શહેર બહાર છે. ઘંટ મોટો છે. સિંહની આગળ હરણો છે. પહેલો રતિમંડપ છે, વગેરે. વળી આગળ ચાલતાં મંત્રીએ જણાવ્યું કે મંદિર ઉત્તમ બન્યું છે, તેમાં કોઇ જ શંકા નથી. જોનારા મોંમાં આંગળા નાખી દે એવું સુંદર મંદિર બન્યું છે, પણ ભૂલો રહી ગઇ છે, તે ઠીક નથી થયું. ‘ગભારામાં વાઘનું તોરણ, પ્રભુની પાછળ પૂર્વજોનો હસ્તિમંડપ તેમજ પૂતળીઓના મોટા જોડકા' – આ ત્રણ ભૂલો બદલી શકાય તેમ નથી જ. આ બનાવનાર શિલ્પી કોઇ સામાન્ય નથી. શિલ્પસમ્રાટું શોભનદેવ છે. એના હાથે પણ આ ભૂલો રહી ગઇ છે, એમાં ભાવિભાવની જ પ્રબળતા માની સંતોષ માનવો પડશે.' યશોવીરનું આ વક્તવ્ય સાંભળી વસ્તુપાળ-તેજપાળ સહિત સૌ સ્તબ્ધ થઇ ગયા. પણ ભાવિભાવ કોણ મિથ્યા કરી શકે ? બજે મધુર બંસરી * ૩૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૭ જીવદયાના અવતાર જગડું શાહ મહા દાનવીર શ્રી જગડુ શાહને એકેય પુત્ર ન્હોતો. આથી પોતાના ભાઇના પુત્રને દત્તક તરીકે લીધો હતો. એક વખતે એ દત્તકપુત્ર સાથે બપોરના સમયે ભદ્રાવતી નગરથી વહાણમાં મુસાફરી કરવા તૈયાર થયા, પણ નાવિકોએ અત્યારે વહાણ હંકારવાની ના પાડી. કારણ પૂછતાં ખલાસીઓએ કહ્યું કે– સામે... જે પહેલો કોયલા પહાડ દેખાય છે ને ? એના પર પેલું સફેદ દેખાતું મકાન તે એક દેવીનું મંદિર છે. બપોરના સમયે એ દેવીની નજર જે કોઇ પણ વહાણ પર પડે છે તે દરિયામાં અવશ્ય ડૂબી જાય છે. આ ફક્ત સાંભળેલી વાત નથી, પણ આ રીતે ઘણા વહાણો અમે ડૂબતા જોયા પણ છે. શેઠજી ! અમને અમારો જીવ વ્હાલો છે. અમે ડૂબવા માંગતા નથી અને આપને ડૂબાવવા માંગતા નથી. અમારો અવિનય માફ કરજો... પણ અત્યારે મુસાફરીએ નહિ લઇ જવાનું આ જ કારણ છે.' શેઠ વિચારમાં પડી ગયા. ના... એમના વિચારમાં કદી ‘સ્વ’ કેન્દ્રમાં ન હતો. હંમેશાં તેઓ પરનો જ વિચાર કરતા. પરગજુ જગડુ શાહે વિચાર્યું : ‘શા માટે વહાણો ડૂબતા હશે ? દેવી એમ શા માટે કરતી હશે ? ગમે તે ભોગે મારે દેવીને પ્રસન્ન કરીને નિર્દોષ વહાણખેડૂની થતી કતલ અટકાવવી જ જોઇએ.’ બજે મધુર બંસરી * ૩૮૪ આવા સત્ત્વ ભરપૂર વિચારથી શેઠ તો તે પહાડી પર પહોંચી ગયા અને દેવી સમક્ષ અક્રમ લગાવી દીધો. દેવી પ્રત્યક્ષ થઈ. જગડુ શાહે કહ્યું : ‘ઓ કરૂણામયી દેવી ! આ તમારી દેરીનો દરવાજો દક્ષિણ સન્મુખ છે. એના કારણે કેટલાય વહાણો બપોરના સમયે દરિયામાં ડૂબી જાય છે. તો હું આ દેરીનું મુખ ઉત્તર દિશા તરફ કરી દઉં તો આપને વાંધો નથી ને ? ‘ના... એ કદાપિ નહિ બને. મારું મંદિર જેમ છે તેમ જ રહેશે. એમાં જરા પણ ફેરફાર થઇ શકશે નહિ. મારા મંદિરને ફેરવનાર તું વળી કોણ ? દેવીએ વિકરાળ મુખાકૃતિ કરીને ગર્જના કરી.’ જગડુ શાહ ચોધાર આંસુએ રડી પડ્યા અને દેવીના ચરણોમાં ઝૂકી પડ્યા અને કહેવા લાગ્યા : ઓ દેવી ! આપ નારાજ કેમ થાઓ છો ? આપને શું જોઇએ છે ? આપ જે કહો તે શરત પાળવા હું તૈયાર છું, પણ કૃપા કરીને દેરીના મુખની દિશા બદલવા દો. આટલી કરુણા કરો આ સેવક પર.’ જગડુ શાહની પ્રાર્થનાથી દેવીનું દિલ કંઇક પીગળ્યું અને તેણીએ કહ્યું : ‘સારું ત્યારે. મારા મંદિરમાં ૧૦૮ પગથિયા છે. એકેક પગથિયે જો તું બોકડાનું બલિદાન આપે તો દેરીનું મુખ બદલવા દઉં.' આમ કહીને દેવી અદૃશ્ય થઇ ગઇ. દેવીની શરત સાંભળી જગડુ શાહ વિચારમાં પડી ગયા. હવે શું કરવું ? આ બાજુ પણ હિંસા અને પેલી બાજુ પણ હત્યા ? ક્યાં જવું ? ‘ઇતો વ્યાઘ્રઃ ઇતસ્તટી' આ બાજુ વાઘ છે ને પેલી બાજુ નદી છે. શું કરવું ? ક્યાં જવું ? જગડુ શાહ મૂંઝવણમાં મૂકાઇ ગયા, પણ એમના સત્ત્વશીલ આત્માએ એક જ ક્ષણમાં ‘કંઇક’ નિર્ણય લઇ લીધો અને બીજે જ દિવસે ૧૦૬ બોકડાને લઇને પોતાના દત્તકપુત્રની સાથે જગડુ શાહ દેવીના મંદિરે આવી પહોંચ્યા. બજે મધુર બંસરી * ૩૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ ભીલડીઆનો ભંગ ‘ છે એકેક પગથિયે એકેક બોકડાને ગોઠવવામાં આવ્યો અને ૧૦૭માં પગથિયે પોતાના પુત્રને અને ૧૦૮મા પગથિયે પોતે બેઠા. હાથમાં ખુલ્લી તલવાર છે અને શેઠજી દેવી પ્રત્યે બોલી ઊઠ્યા : ઓ દેવી ! તું દયામયી છે કે ક્રૂરતામયી ? શું તું બોકડાનો ભોગ માંગીશ ? શું તું તારા બાળકોની હત્યા થાય એવું યાચીશ ? ઓ દેવી ! યાદ રાખ કે હું દયા ધર્મનું - જૈન ધર્મનું પાલન કરનારો માણસ છું. બીજાની હત્યા મારાથી કદાપિ થઇ શકશે નહિ અને છતાં પણ જો તું બલિદાનથી જ ખુશ થઇ જતી હોય તો હું સૌ પ્રથમ મારું બલિદાન આપું છું.' આમ કહી તલવાર ઉપાડી જયાં શેઠજી ગરદન પર વીંઝવા જાય છે ત્યાં જ એના સત્ત્વ પર ખુશ થઇ ગયેલી દેવી બોલી ઊઠી : ઓ શેઠજી ! બસ કરો... બસ કરો... તમારું આ આત્મ બલિદાન મારાથી નથી જોવાતું. તમારા જેવાની હત્યા મારાથી નથી જોવાતી. જગડુ શાહ ! હવે મારે કોઇ બલિદાનની જરૂર નથી. હું હવે તને દેરીનું મુખ બદલાવવાની સંમતિ આપું છું.” ખુશ થઇ ગયેલા શેઠે બીજા જ દિવસથી એ જૂની દેરી તોડી નવી દેરી બંધાવી એનું મુખ ઉત્તર દિશા તરફ કરી દીધું. ત્યારથી બપોરના સમયે પણ નીકળેલું વહાણ ડૂળ્યું નથી. આજે પણ કોયલા પહાડી પર દર વર્ષે દેવીનો મેળો ભરાય છે અને દેવીની આરતી ઊતર્યા પછી જગડુ શાહ અને તેના પુત્રની પણ આરતી ઉતારવામાં આવે છે. (કેટલાક ઇતિહાસવિદો કહે છે કે આ જગડ શાહ તે કચ્છનો સુપ્રસિદ્ધ દાનવીર નહિ, પણ સૌરાષ્ટ્રનો જગડ નામનો સોરઠિયો હતો.) વિ.સં. ૧૩પરનો સમય... તપાગચ્છાચાર્ય શ્રી સોમપ્રભસૂરિ તે વર્ષે ભીલડીઆ નગરમાં ચોમાસું રહેલા હતા. એ નગર ત્યારે ખૂબ જ મોટું હતું. જૈનોની પુષ્કળ વસતિ હતી. પૂ. સોમપ્રભસૂરિજીની જેમ બીજા પણ અગિયાર ગચ્છનાયકો ત્યાં ચાતુર્માસ પસાર કરી રહેલા હતા. જોતજોતામાં ચોમાસું પૂરું થવા આવ્યું. કારતક મહિને નવું વર્ષ બેઠું. આ નવું વર્ષ (૧૩૫૩નું વર્ષ) વિચિત્ર હતું. તેમાં કારતક મહિના બે હતા. પોષનો ક્ષય હતો અને ફાગણ કે ચૈત્ર બે હતા. આચાર્યશ્રીની નજર એક વખત આકાશ તરફ ગઇ. ગ્રહોની ગતિથી એમને ભીલડીઆ નગર પર થનારો મહાન ભય દેખાયો અને તેમણે પ્રથમ કારતકમાં જ ચોમાસી પ્રતિક્રમણ કરી વિહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો. આથી સંઘમાં કેટલાક તરફથી પ્રબળ વિરોધ ઊઠ્યો : “આ આચાર્યશ્રી શાસ્ત્રજ્ઞાથી વિરુદ્ધ જાય છે. ખોટી તિથિની આરાધના કરે છે. આવું કદાપિ કરાય જ નહિ. બીજા કારતકે જ ચોમાસું પૂરું થાય.' આ પ્રમાણે સિદ્ધાંતવાદીઓની દલીલ હતી, આચાર્યશ્રી પાસે પણ ઘણા લોકો દલીલ કરવા આવતા. આચાર્યશ્રી ઉત્તર આપતાં જણાવતા કે “તમારી વાત તદ્દન સાચી છે. હું પણ જાણું છું કે અત્યારે બજે મધુર બંસરી + ૩૮૭ બજે મધુર બંસરી * ૩૮૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૯) મહાન સત્યવાદી મહણસિંહ હું ખોટું કરી રહ્યો છું. પણ શાસ્ત્રમાં અપવાદમાર્ગ પણ હોય છે. એકાંતે કોઇ બાબતમાં વિધિ કે નિષેધ નથી. દ્રવ્ય-ક્ષેત્રાદિને જોઇને તેમાં ગીતાર્થ પુરુષો પરિવર્તન પણ લાવી શકે છે. અત્યારે હું ભીલડીઆ નગર પર મોટું સંકટ જોઇ રહ્યો છું અને તેથી જ પ્રથમ કારતકે વિહાર કરવા હું તૈયાર થયો છું. બાકી તમે જેમ સિદ્ધાંતના ભક્ત છો, તેમ હું પણ સિદ્ધાંતનો ભક્ત છું.” - આચાર્યશ્રીની આવી દલીલોની કોઇ જ અસર સિદ્ધાંતવાદીઓ પર થઇ નહિ. તેઓ પોતાની વાત પર અડગ રહ્યા. વધુમાં તેમને બીજા અગિયાર ગચ્છનાયક આચાર્યોનો ટેકો પણ મળી ગયો હતો. ખરેખર તો તે ગચ્છનાયકોએ જ તેમને આ માટે તૈયાર કરેલા હતા. મહાગીતાર્થ આચાર્યશ્રી સોમપ્રભસૂરિજીએ તો પોતાના નિર્ણય મુજબ પ્રથમ કારતક માસમાં જ વિહાર કર્યો. એમની સાથે એમના કેટલાક ભક્તો પણ ચાલ્યા. થોડે દૂર એક સ્થાને નગર વસાવીને તે બધા જૈનો વસ્યા. એ નગરનું નામ પાડવામાં આવ્યું રાજધન્યપુર (અત્યારનું રાધનપુર). આ બાજુ પાછળથી થોડા જ સમયમાં ત્યાં (ભીલડીઆમાં) ભયંકર આગનો તાંડવ ખેલાયો. નગરના લોકો સહિત અગિયાર ગચ્છનાયક આચાર્ય ભગવંતો પણ તેમાં બળી ગયા. જાનમાલની ભારે ખુવારી થઇ. આમ એક વખતની મહાનગરી આગમાં સાફ થઇ ગઇ. અધૂરામાં પૂરું એના બીજા જ વર્ષે (વિ.સં. ૧૩૫૪) અલ્લાઉદ્દીનનો સેનાપતિ અલફખાન આવી ચડ્યો અને તેણે બેફામ લૂંટ ચલાવી અને નગરીનો સંપૂર્ણ ધ્વંસ કરી નાખ્યો. પંદરમાં સૈકાના પૂર્વાર્ધની ઘટના છે. તે વખતે દિલ્હીનો બાદશાહ હતો : ફિરોજશાહ તઘલખ. ત્યાં મહણસિંહ નામનો મહાન શ્રાવક રહે. અપાર વૈભવ હતો એની પાસે. સમસ્ત દિલ્હીમાં એનું નામ ગાજતું હતું. પણ ઈર્ષાળુઓને આ ગમે ખરું? પોતાનું સુખ એમને એટલું ગમતું નથી જેટલું બીજાનું દુ:ખ એમને ગમે છે. બીજાના દુ:ખમાં રાજી થાય તેનું નામ ઇર્ષાળુ ! ઉનાળામાં જયારે બીજા બધા ઝાડ સૂકાઇ જાય ત્યારે જવાસો ખીલી ઉઠે. ઇર્ષાળુ પણ આવા જ હોય. ગમે તે રીતે મહણસિંહનું કાટલું કાઢવા તેઓ કટિબદ્ધ થઇ ગયા. તેઓએ બાદશાહ પાસે જઇ કાન ભંભેરણી કરી : જહાંપનાહ ! આ મહણસિંહ વાણિયો છે ને ? તે બહુ જ પૈસાદાર છે. લૂંટવા જેવો ખરો. નહિ નહિ તોય પાંચેક લાખ રૂપિયા તો એની પાસે હશે જ. આપ જો ગમે તે બહાને તેને પકડીને તેના પર દંડ કરો તો ખરેખર આપની તિજોરી તર થઇ જશે. આવા વાણિયાને તો લૂંટવા સારા. જેથી માથે ચડી ન બેસે.' બાદશાહે વિરોધીઓની વાત સાંભળી લીધી. બીજે દિવસે મહણસિંહને બાદશાહે પૂછ્યું : ‘તારી પાસે કેટલું ધન છે ?* બજે મધુર બંસરી + ૩૮૮ બજે મધુર બંસરી * ૩૮૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ ‘ગણતરી કર્યા વિના તો હું કેમ જવાબ આપું? હું કદી ધનનો હિસાબ રાખતો નથી. ઘરના માણસો બધું કામ ચલાવે છે. ગણતરી કર્યા વિના જવાબ આપવો તે બરાબર નહિ. અસત્ય ભાષણનો દોષ લાગે. આવતી કાલે હું બરાબર હિસાબ કરીને જવાબ આપીશ.” ઘેર જઇ તમામ સંપત્તિનો હિસાબ કર્યો. ઠીક ઠીક સમય લાગ્યો એ હિસાબે કરવામાં . બીજે દિવસે દરબારમાં બાદશાહે પૂછ્યું : ‘કેમ હિસાબ કરી લાવ્યો ?” ‘હાજી.’ ‘કેટલું નાણું છે ?' જહાંપનાહ ! મારી પાસે ૮૪ લાખ જેટલું જૂનું નાણું છે.' આ સાંભળીને બાદશાહ તો છક્ક થઇ ગયો. બાદશાહને એમ કે જરૂર મહણસિંહ જૂઠું બોલશે. પોતાની પાસેનું નાણું છૂપાવશે. આમેય વાણિયા જુઠાબોલા જ હોય. એક સામાન્ય ઘરાક પાસે એકાદ રૂપિયા માટે પણ જૂઠું બોલતો વાણિયો બાદશાહ પાસ શી રીતે સાચું બોલે ? પણ મહણસિંહે તો કમાલ કરી દીધી ! વિરોધીઓએ તો માત્ર પાંચ લાખ જ કહ્યા... જયારે આ સત્યવાદી કહે છે કે મારી પાસે ૮૪ લાખ છે. સત્ય ઉપર તેને કેટલો વિશ્વાસ છે ? બાદશાહ લૂંટી લેશે તેનો પણ તેને ભય નથી. ખરેખર આવા સત્યવાદી લોકો જ મારા રાજયનો શણગાર છે. આવા સત્યનિષ્ઠ માણસોથી જ મારું નગર ઊજળું છે. આવા લોકોનો સત્કાર કરવો જ જોઇએ. તો જ બીજા તેનું અનુકરણ કરશે. જેનું બહુમાન થાય તે ચીજ વધે. સત્યનું બહુમાન થશે તો મારા રાજયમાં સત્ય વધશે અને અસત્યનું બહુમાન થશે તો અસત્ય વધશે. આવા શેઠીઆનું બહુમાન કરેલું હશે તો બીજાને જબ્બર પ્રેરણા મળશે. વળી વિપત્તિના વખતે કામ લાગશે. બજે મધુર બંસરી * ૩૯૦ ખુશ થયેલો બાદશાહ તરત જ બોલી ઊઠ્યો : શાબાશ ! મહણસિંહ ! શાબાશ ! તારા જેવો સત્યવાદી મેં મારા રાજયમાં ક્યાંય જોયો નથી. પણ હું માત્ર વચનથી જ શાબાશી આપીને ખુશ કરવા માંગતો નથી, પણ સત્યવ્રતનો કંઇક બદલો પણ આપવા માંગું છું. ૧૬ લાખ નાણાં હું મારી તિજોરીમાંથી આપીને તને ક્રોડપતિ બનાવું છું. તારા જેવા ક્રોડપતિ મારા રાજયમાં હોય તેનું મને પણ ગૌરવ છે.' બાદશાહ તરફથી આવો અભૂતપૂર્વ અને અકય પ્રતિભાવ મળેલો જોઇ મહણસિંહ ચકિત થઇ ગયો. બીજા જ દિવસે બાદશાહ સ્વયં મહણસિંહના ઘેર ગયો અને પોતાના હાથે તેની હવેલી પર ‘કોટિધ્વજ' ફરકાવ્યો. અને તેના પરિવારનું તથા મુનિ ભગવંતોનું જોરદાર સન્માન કર્યું. મહણસિંહ કોટિધ્વજ બનીને કંજૂસ ન થયો, પણ લોકોને પુષ્કળ દાન આપીને તેણે ક્રોડપતિપણું સાર્થક કર્યું. આમ પહેલેથી જ તે સત્યવાદી તરીકે પંકાયેલો તો હતો જ. પણ આ પ્રસંગથી તેના સત્યવાદીપણામાં ચાર ચાંદ લાગી ગયા. તે તપાગચ્છાચાર્ય દેવસુંદરસૂરિ તથા સોમસુંદરસૂરિનો ભક્ત શ્રાવક હતો. હતો દેવગિરિ (દોલતાબાદ)નો, પણ રહેતો હતો મુખ્યતાએ દિલ્હીમાં. તેણે એક વખતે મોટી સંઘ પૂજા કરેલી. જેમાં સર્વ ધર્મના તથા સર્વ ગરચ્છના સર્વ સાધુ-સાધ્વીઓને આમંત્રણ આપેલું. તે નક્કી કરેલા દિવસે તેણે ૮૪000 ટકા (તે જમાનાનું નાણું) ખરચી સૌની પહેરામણી વગેરે દ્વારા ભક્તિ કરી. તેના બીજા દિવસે પૂ. ગુરુદેવની આજ્ઞાથી પં. શ્રી દેવમંગલગણિ દિલ્હી પધાર્યા, મોટી સંઘ પૂજા તો થઇ ગઇ અને ખાસ ગુરુદેવ હવે પધાર્યા. હવે શું કરવું ? પધારવાના હતા આગલા દિવસે પણ પહોંચી શકાયું નહિ. આથી એક દિવસ મોડા પડ્યા. પણ મહણસિંહ ગાંજયો જાય એવો ન્હોતો. બજે મધુર બંસરી * ૩૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ તેણે બીજા દિવસે પણ જોરદાર સ્વાગત કરી ‘નગર પ્રવેશ મહોત્સવ' કર્યો અને સાથે સાથે ‘લધુ સંઘ પૂજા' પણ કરી અને તેમાં પણ ૫૬ હજાર ટકા ખરચ્યા. લોકો તેની ઉદારતાના બે મોઢે વખાણ કરવા લાગ્યા. તે તપાગચ્છીય આચાર્યોનો ભક્ત હોવા છતાં સૌનું સન્માન કરતો. એક વખતે મલ્લધાર ગચ્છના આ.શ્રી રત્નશેખરસૂરિને દિલ્હીમાં પોતાના મકાનમાં ઉતાર્યા હતા. આચાર્યશ્રીએ ત્યાં મહણસિંહની વિનંતીથી ચતુર્વિશતિ પ્રબંધ કોશની રચના કરી. (વિ.સં. ૧૪૦૫, જેઠ સુ. ૭) મહણસિંહમાં દાન, સત્ય, શાસનભક્તિ વગેરે અનેક ગુણોનો વાસ થયેલો હતો. ર૦) દેપાલની કમાલ રાતા મહાવીર તીર્થમાં ઉપધાનમાળ વખતે (વિ. સં. ૨૦૩૨) એક મિનિસ્ટર સભામાં જરા આડુંઅવળું બોલેલા, મને તે જ વખતે પ્રતિવાદ કરવાનું મન થયું, પણ વડીલોની હાજરીમાં તો કાંઈ બોલાય નહિ. પછી મેં પૂ. પં. ભદ્રંકર વિ. મ.ને પૂછ્યું : આપણા તરફથી કેમ કાંઈ જવાબ નહિ ? ‘એના વિચારો હતા તે તેણે જણાવ્યા. એ સ્વીકારવા આપણે કાંઈ બંધાયેલા નથી. એમની વાત સમજે, એવા સભામાં કેટલા હતા ? હવે જે વિરોધ કરીએ તો એમની જ વાત વધુ મજબૂત બને. પહેલા કદાચ બે જણા જાણતા હોય, વિરોધ કરીએ તો બધા જ જાણતા થઈ જાય. આપણે જ વિરોધ દ્વારા એની વાતને મજબૂત શા માટે બનાવવી ?” પૂ. પંન્યાસજી મહારાજે આ પ્રમાણે જવાબ ત્યારે આપેલો. આજે પણ આ જવાબ મને બરાબર યાદ છે. એમની આ નીતિ હું પણ અપનાવું છું. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૯૨), તા. ૦૭-૧૧-૨000, કા.સુ. ૧૧ પંદરમા સૈકાના પૂર્વાર્ધની ઘટના છે. સલક્ષણપુર (શંખલપુર)માં કોચર શાહ નામના મહાન ધર્મશીલ શેઠ રહે. જીવદયા તો એમની રગેરગમાં વહે. એના હૃદયમાં પરમાત્મા હતા અને એની નાડીઓના ધબકારમાં જગતના સર્વ જીવો પ્રત્યે અપાર મૈત્રી હતી. તે જિનનો ભક્ત અને જીવોનો મિત્ર હતો. તે જીવોને થતું કોઇ પણ પ્રકારનું દુઃખ જોઇ શક્તો નહિ. શંખલપુરની બાજુમાં બહુચરાજીના મંદિરમાં ધર્મના નામે ભયંકર પ્રાણી સંહાર થતો. અંધશ્રદ્ધાળુ લોકો એમ કહેતા કે અહીંના મંદિરના એકવાર સ્વેચ્છાએ કૂકડો મારીને ખાધો... બીજે દી સવારે પેટમાંથી કૂ..ક..ડે કૂ...કૂ...ક............ એવો અવાજ આવવા માંડ્યો. કૂકડો ખાનારા પ્લેચ્છો એવા ડર્યા... એવા ડર્યા... કે ફરીવાર કદી મંદિરમાં પેઠા જ નહિ અને આજે પણ નથી પેસતા. આવી વાતો ચલાવવાથી આમ-જનતામાં એ મંદિરની દેવીનો ખૂબ જ પ્રભાવ ફેલાઇ ગયો. મંદિરના પુરોહિતો ત્યાં બેફામ હિંસા કરતા. બકરા-પાડા વગેરે કેટલીયે જાતના બલિદાનો અપાતા. કોચર શાહ જયારે આવી ભયંકર હિસા-લીલા સાંભળતો – નજરે જોતો ત્યારે અપાર દુઃખ અનુભવતો... આ હિંસા કઈ રીતે અટકાવવી ? અંધશ્રદ્ધાળુ લોકોને દયામય ધર્મના માર્ગે કઇ રીતે લાવવા ? વગેરે પર એ હંમેશા વિચાર કર્યા કરતો. બજે મધુર બંસરી * ૩૯૩ બજે મધુર બંસરી * ૩૯૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ એક વખતે તે કોઇ વેપારના કારણે ખંભાત જઈ ચડ્યો. ચૌદશનો દિવસ હતો. આથી તે વિશેષ ધર્મક્રિયા કરવા ઉપાશ્રય જઈ ચડ્યો. ઉપાશ્રયમાં પૂ.આ.શ્રી દેવસુંદરસૂરિજીના શિષ્ય, સાધુરત્નસૂરિજીનું વ્યાખ્યાન ચાલતું હતું. ખંભાત એટલે ધર્મનગરી ! પૌષધ, પ્રતિક્રમણ, પૂજા, પ્રવચન, પરોપકાર વગેરે પ્રવૃત્તિઓથી ધમધમતી નગરી ! ચાલુ દિવસોમાં પણ પ્રવચન-સભા હકડેઠઠ ભરાયેલી હોય. આજે તો ચૌદશનો દિવસ હતો. નગરના અનેક મહાનુભાવો સભામાં બિરાજમાન હતા. કોચર. શાહ એ વિશાળ સભામાં જેવો દાખલ થયો તેવો જ સૌએ તેને આગળ બેસાડ્યો. એની ધર્મ પરાયણતાની સુવાસ અહીં પણ ફેલાયેલી હતી. તે વખતે સાધુરત્નસૂરિજીએ પણ ભાગ્યયોગે જીવદયાનો મહિમા સમજાવ્યો. એમણે કહ્યું : જિનેશ્વર દેવનો તે જ ભક્ત બની શકે છે જીવોનો મિત્ર બની શકે. ભગવાને કહ્યું છે કે જગતના સર્વ જીવો એ મારો જ પરિવાર છે. એમનું અપમાન એ મારું જ અપમાન છે. જીવોનું અપમાન કરીને તમે ભલે મારી ગમે તેટલી ભક્તિ કરો, પણ એ બધી એળે જશે. એક પણ જીવનો ધિક્કાર એ મારો જ ધિક્કાર છે અને એક પણ જીવ પ્રત્યેનો પ્રેમ એ આખરે મારો જ પ્રેમ છે.' આ પ્રવચન સાંભળતાં જ કોચર શાહને જાણે પોતાના જ મનના વિચારો વ્યક્ત થઇ રહ્યા છે–એવો અનુભવ થયો. પ્રવચન પૂરું થતા તેણે સભા સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં કહ્યું : પ્રિય સાધર્મિક બંધુઓ ! આજે પૂજય ગુરુદેવે જીવદયા વિષયક જે પ્રવચન કર્યું તે સાંભળીને આપણે સૌ ભાવવિભોર બની ગયા. મને તો મારા જ વિચારો આ પ્રવચનમાં પ્રતિબિંબિત થતા લાગ્યા. પણ બંધુઓ ! મારે આજે આપની સમક્ષ એક વાત કરવાની છે. અમારા ગામ શંખલપુરની બાજુમાં બેચરાજીના મંદિરમાં બેફામ હિંસા ચાલી રહી છે. મંદિરના પૅધા પૂજારીઓ ધર્મના નામે પાડા અને બકરાઓ કાપી રહ્યા છે. આ જોઇને મારું હૃદય તો ઊકળી રહ્યું છે. પણ શું કરું ? મારા એકલાથી થાય પણ શું ? પરંતુ જો આપ સૌનો સહકાર મળે તો હિંસા અટકાવવાની મારી ભાવના છે.' આ સભામાં દેશલહરા વંશનો અરડકમલ સાધુ સજજનસિંહ બેઠો હતો. તે ખૂબ જ ધનાઢ્ય અને રાજમાન્ય માણસ હતો. તેણે કોચર શાહને સાંત્વના આપતાં કહ્યું : આપ કોઇ ચિંતા કરશો નહિ. હવેથી બહુચરાજીના મંદિરમાંથી હિસા ગઇ જ સમજો . કોચર શાહ આ સાંત્વનાથી રાજી થયો. તે વખતે ગુજરાતમાં સુલતાનનું શાસન હતું. સજજનસિંહને સુલતાન સાથે સારી ઓળખાણ હતી. તે સુલતાન પાસેથી ધાર્યું કામ કરાવી શક્તો. સજજનસિંહ કોચર શાહને સુલતાન પાસે લઇ ગયો... અને બહુચરાજીની તમામ પરિસ્થિતિથી સુલતાનને વાકેફ કર્યા. આથી સુલતાને કોચર શાહને શંખલપુર વગેરે બાર ગામોનો ફોજદાર બનાવ્યો. તે બાર ગામો આ પ્રમાણે છે : (૧) શંખલપુર (૨) હાંસલપુર (૩) વડાવલી (૪) સીતાપુર (૫) નાવિયાણી (૬) બહિચર (બહુચરા) (૭) ટૂઅડ (૮) દેલમાડુ (૯) દેલમાલ (૧૦) મોઢેરા (૧૧) કાલહરી (૧૨) છમીછુ. આ બારેય ગામના ફોજદાર બનેલા કોચર શાહે સૌ પ્રથમ કાર્ય હિંસાનિવારણનું કર્યું. તેને ફોજદારીમાં રસ નહોતો, પણ અમારિ પ્રવર્તનમાં રસ હતો. બાકી તો તે સમજતો હતો કે આ ફોજદારી અહંકારનું કારણ બની શકે છે. એના દ્વારા લોકોનું શોષણ કરી જાત માટે નરકનો માર્ગ તૈયાર કરી શકાય છે... સામાન્ય લોકોને સત્તાપ્રાપ્તિ પર-પીડનનું કારણ બને, પણ જૈન ધર્મશને તો પરોપકારનું કારણ બને, અમારિ પ્રવર્તનનું નિમિત્ત બને. આજ કારણે તેણે ફોજદારી સ્વીકારી હતી. બજે મધુર બંસરી * ૩૯૪ બજે મધુર બંસરી * ૩૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ બારેય ગામમાં તેના નામનો ડંકો વાગ્યો. તેણે બહુચરાજીના મંદિરોમાં ચાલતી હિંસા માત્ર બંધ ન કરાવી... પણ બારેય ગામમાંથી હિંસાને પૂર્ણતયા દેશવટો આપ્યો. તેના હુકમથી કોઇ શિકાર કરી શકતું નહિ. તળાવમાં માછલીઓ પકડી શકતું નહિ. વિધેયાત્મક કાર્યોમાં તેણે દરેક ગામમાં પંખીઓ માટે ચણની વ્યવસ્થા કરી તથા તેમને પાણી પીવા માટે કુંડા મૂકાવ્યા. પરબોમાં પાણીને ગાળવાનો પ્રબંધ કરાવ્યો. આમ જેટલું બની શકે તેટલું તેણે હિંસાનું નિવારણ કરાવ્યું અને દયાનું આચરણ કરાવ્યું. તેના શુભ કાર્યની બધે જ પ્રશંસા થવા લાગી. તેના શુદ્ધ વહીવટમાં લોકો પરમ શાંતિ અનુભવવા લાગ્યા. શોષણહીન સત્તાધીશ મળતાં સમગ્ર પ્રજા આનંદિત બની ઊઠી. સત્તા અને શોષણ હીનતા ? બંને એક સાથે ? બની જ શી રીતે શકે ? પણ આપણા પુણ્યોદયે આવા શોષણમુક્ત દયાળ શાસક મળ્યા છે. એમ વિચારી સૌ હર્ષથી મલકાઈ ઊઠ્યા. એક વખતે કવિવર ઠક્કર શ્રી દેપાલ ત્યાં આવી ચડ્યો. તે દિલ્હીના રાજમાન્ય સારંગ શાહ તથા ડુંગર શાહનો માનીતો કવિ હતો. (‘દેપાળ ભણે એણે એ કલિકાલે' એ મંગલ-દીવા વખતે બોલાતા પ્રખ્યાત ગીતના રચયિતા આ જ કવિ છે) કવિ દેપાળ જ્યારે શંખેશ્વરની યાત્રાએ આવ્યો ત્યારે શંખલપુર પણ આવ્યો. ત્યાં પળાતી અદ્ભુત અહિંસા જોઇ – પ્રજાની પરમ શાંતિ જોઇ તે ફીદાફીદા થઇ ગયો. ત્યાંથી તે ખંભાત ગયો અને ત્યાંથી વ્યાખ્યાન સભામાં કોચર શાહના ગુણોનું વર્ણન કરતું કાવ્ય બનાવી બુલંદ સ્વરે લલકાર્યું અને જીવદયા પ્રેમી તથા ઉત્તમ શાસક તરીકે કોચર શાહના ખૂબ જ વખાણ કર્યા. તમે જ્યારે કોઇ પણ વાસ્તવિક ગુણો પામો છો ત્યારે તે ફેલાયા વિના રહેતા જ નથી. ફૂલમાં જયારે સુગંધ પ્રગટે છે ત્યારે તેને ફેલાવનાર વાયુ હાજર જ હોય છે. પણ માણસની મુશ્કેલી એ છે કે ગુણો પ્રાપ્ત કરવા નથી, પણ ગુણી તરીકેની પ્રખ્યાતિ જોઇએ છે. ફૂલ બનવું નથી, પણ સુવાસ ફેલાવવી છે. સાચું બોલવું નથી, પણ સત્યવાદીની ઇમેજ ઊભી કરવી છે. હિંસા છોડવી નથી છતાં પરમ અહિંસક તરીકે જગતમાં જાહેર થયું છે. જમીનમાં પાયા પૂરવા નથી, પણ આકાશમાં ઊંચે મકાન બાંધવા છે. ગુણો વિના પ્રખ્યાતિ અને પ્રતિષ્ઠા મળે ? અસંભવ ! કદાચ એ મળી જાય-પુણ્યયોગે મળી જાય તો પણ તેને જતાં વાર નહિ લાગે. પત્તાના મહેલને પડતાં વાર કેટલી ? ગુણહીન માણસો જેટલી ઝડપથી પ્રતિષ્ઠા અને પ્રખ્યાતિ પામે છે તેનાથી ડબ્બલ ઝડપે તેઓ પ્રખ્યાતિ ગુમાવતા હોય છે. પ્રખ્યાતિ એ તો પડછાયો છે. પુરુષને પકડો, પડછાયાને નહિ પ્રખ્યાતિ એ ડાળ છે, પણ ગુણ એ મૂળ છે. મૂળને પકડશો તો ડાળ મળવાની જ છે. પણ સાચી વાત એ છે કે ગુણો મેળવતાં પ્રખ્યાતિની ઇચ્છા પણ નષ્ટ થઇ જાય છે. જે ક્ષણે પ્રખ્યાતિની ઇચ્છા નષ્ટ થઇ તે જ ક્ષણે સાચી પ્રખ્યાતિની શરૂઆત થઇ સમજો . કોચર શાહે અમારિ પ્રવર્તન કાંઇ પ્રખ્યાતિ માટે જોતું કરાવ્યું. એ તો એના હૃદયનો પોકાર હતો. હૃદયની ઝંખના પ્રમાણે તેણે કાર્ય કર્યું અને સહજતયા તેને સફળતા મળતી ગઇ. દેપાલ જેવા મહાકવિના મુખથી ખંભાતની વ્યાખ્યાન સભામાં તેની પ્રશંસા થઇ. સૌના હૃદય પોકારી ઊઠ્યા : ધન્ય કોચર શાહ ! ધન્ય જીવદયા ! ધન્ય શાસન પ્રેમ ! આમ બધા રાજી થયા, પણ સભામાં એક માણસ રાજી ન થયો. કોણ હતો એ માણસ ? એ હતો સાધુ સજજનસિંહ; જેણે બજે મધુર બંસરી * ૩૯૬ બજે મધુર બંસરી + ૩૯૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ સુલતાન મારફત કોચર શાહને ફોજદાર બનાવ્યો હતો. તે કોચર શાહની પ્રશંસા સાંભળી શક્યો નહિ. એના પેટમાં દિવેલ રેડાયું : આ કોચર શાહને મેં જ ફોજદાર બનાવ્યો છતાં મારું જરાય નામ જ નહિ ? બધી એની જ પ્રશંસા ? આ શી રીતે ચાલે ? સાધુ સજજનસિંહ બહુ મોટો માણસ હતો. પરમ ધાર્મિક શ્રાવક હતો, પણ મોટા માણસોના પણ ક્યારેક કેવા મન થઇ જતા હોય છે ? ઇર્ષાની રાક્ષસી તેમને પણ કેવા નચાવે છે ? ઓલા સિંહગુફાવાસી મુનિને આ ઇર્ષાએ જ સળગાવ્યા હતા ને ? ઇર્ષાના અવગુણથી મોટા-મોટા માણસો પણ મુક્ત થઇ શકતા નથી. એમાંય ઇષ્ય હંમેશાં સમકક્ષ, સમગુણી, સમવયસ્ક અને સમધર્મીની જ થાય છે. દુનિયામાં તમે નજર કરો. બે સમોવડીઆ કવિ, બે સમોવડીઆ નેતા, બે લેખકો કે બે વક્તાઓ વચ્ચે ભાગ્યે જ ઘર્ષણ નહિ હોય. બે સમકક્ષ વ્યક્તિ વચ્ચે જો ઘર્ષણ જોવા ન મળે તો જગતનું એક આશ્ચર્ય માનજો . સાધુ સજજનસિંહ ઇર્ષ્યાથી સળગી ઊઠ્યો. તેણે કોચર શાહ પાસેથી ફોજદારી પડાવી લેવા નિર્ણય કર્યો. પોતાના નિર્ણયને પાર પાડવા તે બાદશાહ પાસે પહોંચી ગયો. ઓહ ! સજ્જનસિંહ આજે દુર્જનસિંહ બની ગયો હતો. બાદશાહ પાસે આડી અવળી વાતો કરી તેણે આખી ગાડી ઊંધે પાટે ચડાવી દીધી. સુલતાન મારફત કોચર શાહની ફોજદારી જપ્ત કરાવી દીધી અને તેને જેલમાં પુરાવ્યો. કોચર શાહ કેદી થતાં બહુચરાજી વગેરેમાં પાછી હિંસા ફેલાઇ ! મંદિરોમાં પોડા-બકરા કપાવા લાગ્યા. તળાવોમાં માછલા પકડાવા લાગ્યા. જંગલોમાં શિકાર થવા લાગ્યા. આ બાબતની જાણ થતાં દેપાલને ખૂબ જ દુઃખ થયું. અર૨૨... મેં આ શું કર્યું? કરવા ગયો કંસાર, પણ થઇ ગયું થૂલું ! હું તો માત્ર કોચર શાહની જીવદયાની પ્રશંસા કરવા માંગતો હતો. મને સ્વપ્રય કલ્પના ન્હોતી કે આથી સજજનસિંહ નારાજ થશે અને આવું કરી બેસશે ? હવે શું થાય ? હજુ પણ કાંઈ વાંધો નથી. હજુ પણ બાજી સંભાળી લઊં... જે કવિતાથી બાજી બગડી એ જ કવિતાથી બાજી સુધરી શકશે. દેપાલ સીધો ખંભાત પહોંચ્યો અને સર્જનસિંહ પાસે જઇ તેની પ્રશસ્તિ કરતા જોરદાર કાવ્યો લલકાર્યા... આથી સજજનસિંહ ખુશ-ખુશ થઈ ગયો. સ્વપ્રશંસા-શ્રવણ કરતાં ગળી વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. સુંદરમાં સુંદર મીઠાઇઓથી એનો સ્વાદ ચડિયાતો છે. એક બાજુ દુનિયાભરની સારામાં સારી વાતો મૂકો અને બીજી બાજુ તમારી પ્રશંસા કરતા માત્ર બે વાક્યો મૂકો. આ બંનેમાંથી તમને શું સાંભળવું ગમશે ? કદાચ એટલા માટે જ પેલી કહેવત પડી હશે. ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ” આપણે બહુ ગજબના માણસો છીએ. આપણા ચિત્તમાં થતાં સંવેદનો આપણને થતી લાગણીઓ ઇશ્વરમાં પણ આરોપિત કરી દઇએ છીએ. ઇશ્વરને પણ આપણા જેવો માની બેસીએ છીએ, માણસ જાતને મારી નાખનાર ખતરનાકથી પણ ખતરનાક બે ઝેર છે. એક તો પરનિંદા અને બીજું ઝેર સ્વપ્રશંસા. જયાં એક હોય ત્યાં બીજું ઝેર અવશ્ય હોવાનું. વિચિત્રતા એ છે કે આ ઝેર સ્વાદમાં બહુ ગળ્યા લાગે છે... આથી જ એના પરિણામોનો ખ્યાલ નથી આવતો. આખીયે દુનિયામાં આ બંને જાતના ઝેર ભયંકર રીતે ફેલાયેલા છે. પરનિંદાનું શ્રવણ અને સ્વપ્રશંસાનું શ્રવણ કોને નહિ ગમતું હોય એ જ એક મોટો સવાલ છે. એમાં પણ માણસ જેટલો મોટો (દુનિયાની દૃષ્ટિએ) તેટલો જ તે સ્વપ્રશંસાનો વધુને વધુ ભૂખ્યો ! અને પરનિંદામાં પણ એટલો જ તરસ્યો ! એની “મોટાઇ’ પરનિંદાના અંધકારના આધારે જ ટકેલી બજે મધુર બંસરી * ૩૯૯ બજે મધુર બંસરી + ૩૯૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સોની સંગ્રામસિંહ હોય. દીવાનું અજવાળું અંધકારના આધારે જ ટકેલું હોય. અંધકારની હાજરી જ દીવાને ચમકતો રાખે છે. સૂરજ ઊગ્યા પછી દીવાની સામુંય કોણ જુએ છે ? તો દીવો સુર્યની હાજરીને શા માટે ઇચ્છે ? એ તો પોતાની આસપાસ સદા અંધકાર રહે એમ જ ઇચ્છે ને ? આ જગતના ઘણા માણસો આ દીવા જેવા હોય છે, જેઓ પોતાની ક્ષુદ્ર મોટાઈનો પ્રકાશ આસપાસ રહેલા સ્વ-પ્રશંસા અને પરનિંદાના અંધકારના કારણે ટકાવી રાખે છે. સજજનસિંહ સ્વપ્રશંસાથી ખુશ-ખુશ થઇ ગયો, પણ દેપાલ માત્ર તેને ખુશ કરવા ન્હોતો આવ્યો. તે તેને સ્પષ્ટ વાત કહેવા પણ આવ્યો હતો. અવળી ગાડીને સવળી કરવા પણ આવ્યો હતો. ખૂબ-ખૂબ પ્રશંસાની સાથે તેણે સર્જનસિંહને કહી દીધું : “ઓ સજજનસિંહ ! તમારી કુપાના પ્રભાવે અત્યારે બહુચરાજીના પુજારીઓ પાડા અને બકરા કાપે છે. તારી મહેરબાનીથી આજે ત્યાં અવળી મૂઠે અહિંસા પળાય છે.” આ સાંભળીને સજ્જનસિંહ ખૂબ જ શરમાયો. એને પોતાની ભૂલ માટે ખૂબ જ પશ્ચાત્તાપ થયો. ગમે તેમ તોય એ ધાર્મિક માણસ હતો. કોઇ નબળાઇના કારણે એ માર્ગ ભૂલ્યો હતો, પણ એથી કાંઇ એના હૃદયમાંથી ધર્મ ચાલ્યો ગયો ન્હોતો. સ્ટેજ ટકોર થતાં તરત જ એને પોતાની ભૂલ સમજાઇ. તેણે ફરી બાદશાદ દ્વારા કોચર શાહને છોડાવ્યો અને બાર ગામનો ફોજદાર બનાવ્યો. બહુચરાજી વગેરે બાર ગામોમાં ફરીથી અહિંસાની દેવી પૂજાવા લાગી. ફરી બધા પરમસુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરવા લાગ્યા. કવિ દેપાલે પોતાના કાવ્યો દ્વારા ખરેખર કમાલ કરી. આ ઘટના વિ.સં. ૧૪૪૨માં પ્રાય: ઘટેલી છે. નિર્ધનતાના કારમા દુ:ખથી કંટાળી ગયેલા લોલાડાના (શંખેશ્વર પાસેનું ગામ) સંગ્રામસિંહે વિચાર્યું : આવા ગામડા ગામમાં રહીને કાંઇ ઠેકાણું નહિ પડે. નિર્ધનતા નહિ ટળે. નિર્ધનતા ટાળવા કોઇ સાહસ તો કરવું જ પડશે. સાહસ વિના સિદ્ધિ ક્યાં છે ? અને એ પોતાની પત્ની-પુત્રી વગેરેને લઇને ચાલી નીકળ્યો માલવા તરફ. તે જમાનામાં માલવામાં માંડવગઢ પ્રખ્યાત હતું. બે પાંદડે થવાની ઇચ્છાથી સંગ્રામસિંહે માંડવગઢમાં પ્રવેશ કર્યો. ત્યાં એની નજરે વિચિત્ર દેશ્ય ચઢયું અને સ્તબ્ધ થઇ ગયો. પ્રવેશદ્વાર પર સાપના મસ્તક પર એક દુર્ગા (ચકલી) બેઠી'તી. આ જોઇને તે ત્યાં જ ઉભો રહી ગયો. ત્યારે કોઇ શકુન-શાસ્ત્રને જાણનારા પુરુષે કહ્યું : ઓ મહાનુભાવ ! આમ જોઇને ઉભા શું છો ? ચાલવા માંડો. તમારાથી પહેલાં તમારું નસીબ પહોંચી ગયું છે. આ તો ઉત્તમોત્તમ શુકન છે. તમને મહાન ધન-લાભ કરાવશે. આ સાંભળીને આનંદિત થયેલા સંગ્રામસિંહે માંડવગઢમાં પ્રવેશ કર્યો. એક મકાનમાં રહેવા લાગ્યો. ત્યારે ગ્યાસુદ્દીન બાદશાહનું રાજય ચાલતું'તું. એક દિવસ બાદશાહ રાજવાડીએ ફરવા નીકળ્યા. બગીચાનું નિરીક્ષણ કરતાં એમની નજરે એક એવો... આંબો ચડ્યો જેમાં ફળો ન્હોતા. બજે મધુર બંસરી + ૪૦૧ બજે મધુર બંસરી + ૪૦૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ ‘કેમ આ ઝાડને ફળ નથી ?” બાદશાહે સેવકને પૂછ્યું : ‘જહાંપનાહ! આ વાંઝિયો આંબો છે. આને ફળ ક્યાંથી હોય ?' ‘તો કાપી નાખો એને. વાંઝિયો ઝાડને ઊભું રાખીને બગીચાની જગા કાં બગાડો ? એ દૂર થશે તો આ જગાએ બીજું કોઇ સુંદર ઝાડ વાવી શકાશે.' બાદશાહની આજ્ઞાથી સેવકો કુહાડી લઇને કાપવાની તૈયારી કરે છે, ત્યારે ત્યાં ઊભેલો સંગ્રામસિંહ બોલી ઊઠ્યો : બાદશાહ સલામગ્ર ! જરા મારી વાત સાંભળો. આ દુનિયામાં વાંઝિયા માણસને જો જીવવાનો અધિકાર છે તો વાંઝિયા ઝાડને નહિ ? મારી વાત આપ સાંભળો. આ ઝાડ કાપવાનું રહેવા દો. મને વિશ્વાસ છે કે આવતા જેઠ મહિને આ ઝાડ પર ફળ લાગશે.” સંગ્રામની વાત સાંભળીને બાદશાહને હસવું આવ્યું : જો સંગ્રામ ! તારી વાતથી આ ઝાડ કપાવતો નથી, પણ યાદ રાખજે કે આવતા જેઠ મહિને આ ઝાડ પર ફળ લાગવા જ જોઇએ. ન લાગ્યા તો જે હાલત આ ઝાડની થવાની હતી તે હાલત તારી થશે. સમજયો? સંગ્રામે આ બધું સાંભળી લીધું. એ કંઇ ન બોલ્યો. બીજે જ દિવસે તેણે એ ઝાડ નીચે ઠાઠમાઠથી સ્નાત્રપૂજા ભણાવી, ધૂપ-દીપ વગેરે કર્યા. આથી વૃક્ષનો અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઇને – પ્રસન્ન બનીને બોલ્યો : હે મહાનુભાવ ! હું તારા આવા કાર્યથી પ્રસન્ન થયો છું. પૂર્વભવમાં પણ હું વાંઝિયો હતો. આ ભવમાં પણ વાંઝિયો રહ્યો. મેં મારું વાંઝિયાપણું ફેડ્યું. વત્સ ! નીચેની ભૂમિ ખોદજે. અંદરથી નિધાન નીકળશે. તે તું લઇ જજે.” દેવના કહેવા મુજબ સંગ્રામે વૃક્ષ નીચેની જમીન ખોદી. નિધાન નીકળ્યું. ઝાડનું વાંઝિયાપણું અને સંગ્રામનું દરિદ્રપણું ટળ્યું. જેઠ મહિનો આવતાં આંબા પર પુષ્કળ કેરીઓ આવી તે કેરીઓ ચાંદીના એક મોટા થાળમાં ભરી ઉપર રેશમી વસ્ત્ર ઢાંકી વાજતે-ગાજતે બાદશાહ પાસે લઇ ગયો. આથી બાદશાહ ખુશ થયો. ખૂબ ધન આપ્યું અને પોતાનો માનીતો ‘કામદાર' બનાવ્યો. આ નિર્ધન સંગ્રામ જોતજોતામાં અતિ ધનવાન બની ગયો. પણ ધન આવતાં તે ધર્મને ભૂલ્યો નહિ. વધુને વધુ ધર્મ તરફ ધ્યાન આપવા લાગ્યો. આ બધા ધર્મનાં જ મીઠાં ફળ છે, એમ માનવા લાગ્યો. એક વખતે તેણે તપાગચ્છાચાર્યશ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજનું માંડવગઢમાં ચોમાસું કરાવ્યું. આ ચાતુર્માસ દરમ્યાન પ્રવચનમાં ભગવતી સૂત્ર વંચાયું. તેમાં પ્રત્યેક ‘ગોયમા’ શબ્દ દીઠ તેણે ૧ સોનામહોર મૂકી. (ભગવતીમાં ૩૬ હજાર પ્રશ્ન છે. ગૌતમના દરેક પ્રશ્નમાં જવાબ આપતાં ભ, મહાવીરદેવ ‘ગોયમા' કહે છે.) તેની માતાએ બા અને પત્નીએ | મૂકી. એટલે કુલ ૬૩ હજાર (૩૬ + ૧૮ + ૯ = ૬૩) સોનામહોરોનો વ્યય કર્યો. એ પૈસામાંથી સુવર્ણાક્ષરે કલ્પસૂત્રની પ્રતો લખાવી તથા કાલિકાચાર્ય કથાની પણ ઘણી પ્રતો લખાવી. પૂજય આચાર્ય ભ. સાથે રહેલા દરેક સાધુ મહારાજને વહોરાવી અને અનેક પ્રતો જ્ઞાનભંડારમાં મૂકાવી. (વિ.સં. ૧૪૭૧) તેણે તે પૂજય આચાર્યશ્રીના ઉપદેશથી માંડવગઢમાં શ્રીસુપાર્શ્વનાથ ભ.નો જિનપ્રાસાદ બંધાવ્યો. (વિ.સં. ૧૪૭૨) મક્ષીજીમાં મક્ષી પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. ભેદ મંદસોર, બ્રહ્મમંડળ, સામલીઆ, ધાર, નગર ખેડી, ચંડાઉલી વગેરે ૧૭ સ્થાનોમાં ૧૭ મોટા જિનમંદિરો બંધાવ્યા. ૫૧ જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. બીજા પણ અનેક ધર્મકાર્યો કર્યા. સંગ્રામસિંહ બારવ્રતધારી સમ્યક્ત્વધારી શ્રાવક હતો. તે ધાર્મિક, દાની, કવિ અને વીર હતો. માંડવગઢના બાદશાહ મહમૂદ બજે મધુર બંસરી + ૪૦૨ બજે મધુર બંસરી કે ૪૦૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ખીલજી (વિ.સં. ૧૪૯૨ થી ૧૫૨૫)નો મોટો ખજાનચી પણ બની ચૂક્યો હતો. તે માંડવગઢનો શણગાર હતો. અનેક કેદીઓને છોડાવેલા હતા. બાદશાહે તેને ‘નગ-દલ-મલિક’ તથા ‘જગત વિશ્રામ'ના બે બિરૂદો આપેલા હતા. તેને ગુરાઇ અને રત્નાઇ નામની બે પત્નીઓ હતી. તેણે વિ.સં. ૧૫૨૦માં ‘બુદ્ધિસાગર’ નામના ૪૧૪ શ્લોક પ્રમાણ ગ્રંથની રચના કરેલી છે. તેના ૪ તરંગો (ધર્મશુદ્ધિ તરંગ, નયતરંગ, વ્યવહાર તરંગ, પ્રકીર્ણક તરંગ)માં ઘણાં વિષયો જાણવા મળે છે. વીરતા, વિદ્વત્તા અને વિતરણના ગુણથી ખરેખર સંગ્રામસિંહ માંડવગઢનો શણગાર હતો. ના... માત્ર માંડવગઢનો નહિ, શાસનનો પણ શણગાર હતો. પોતાના શીલના પ્રભાવથી વાંઝિયા આંબાને ફળવાન બનાવનાર આ મહાનુભાવને બિરદાવતાં પૂ.ઉપા.શ્રી વિનયવિજયજીએ શાંતસુધારસ ગ્રંથમાં કહ્યું છે : “यश इह सम्प्रत्यपि शुचि तेषां विलसति फलिताफलसहकारम्" “અફળ આંબાને ફળવાળો બનાવનાર સોની સંગ્રામસિંહનો યશ હમણા પણ ગવાઇ રહ્યો છે.” મૃત્યુ અજ્ઞાની લોકોની ભ્રાંતિ છે. વાસ્તવમાં જે આપણે છીએ, તેનો નાશ કદી થઈ શકે નહિ. આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. બજે મધુર બંસરી * ૪૦૪ શત્રુંજયનો ૧૬મો ઉદ્ધાર d∞, ૨૨ મહમદ બેગડાના પુત્ર અહમદ સિકંદરે... વિ.સં. ૧૫૨૫-૧૫૨૭માં સોમનાથ, ગિરનાર, દ્વારકા, શત્રુંજય વગેરે તીર્થોનો નાશ કરી નાંખ્યો. મંદિરો અને મૂર્તિઓ તોડી-ફોડી નાંખી. આમ શત્રુંજય પર સમરાશાએ કરેલા ૧૫મા ઉદ્ધારને માંડ ૧૫૦-૨૦૦ વર્ષ થયા હશે, ત્યાં જ ૧૬મા ઉદ્ધારની આવશ્યકતા ઊભી થઇ. એ અરસામાં આચાર્યશ્રી ધર્મરત્નસૂરિજી યાત્રા-સંઘ સાથે ચિત્તોડમાં પધાર્યા. ત્યાંના રહેવાસી દોશી તોલાશાહ, શત્રુંજય તીર્થના નાશના સમાચાર સાંભળ્યા ત્યારથી ખૂબ જ દુ:ખી બની ગયા હતા. તેમણે પોતાનું દુ:ખ આચાર્યશ્રી પાસે રજૂ કર્યું ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, ‘મહાનુભાવ ! કાળ કાળનું કામ કરે છે. ચડતી અને પડતીના પ્રસંગો નિરંતર ચાલ્યા જ કરતા હોય છે. આવા અવસરે નિરુત્સાહ થઇને બેસી ન રહેતાં ઉદ્યમી થવું જોઇએ અને તમારા માટે શુભ સમાચાર આપતાં મને આનંદ થાય છે કે તમારો જ પુત્ર કર્માશાહ શ્રી શત્રુંજય તીર્થનો મોટો ઉદ્ધાર કરાવશે.' આ સાંભળીને તોલાશાહ આનંદિવભોર બની ગયા. બજે મધુર બંસરી * ૪૦૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાકારક આચાર્ય ભગવંતોમાં મુખ્ય આચાર્યશ્રી ધર્મરત્નસૂરિજીના શિષ્ય આચાર્યશ્રી વિદ્યામંડનસૂરિજી હતા તથા આ. હેમસોમસૂરિ, આ. સોમજયસૂરિ, આ. વિજયદાનસૂરિ (વિ.હીરસૂરિજી મ.ના ગુરુ) આદિ ૧૦ આચાર્ય ભ. ઉપસ્થિત હતા. તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજય મહાતીર્થ છે અને ૮૪ ગચ્છોનું શ્વેતાંબર જૈન તીર્થ છે. આજે આપણે જે આદિનાથ ભ.ના ગિરિરાજ પર દર્શન કરીએ છીએ તે ૧૬મા ઉદ્ધારમાં પ્રતિષ્ઠિત થયેલા છે. આ બાજુ ગુજરાતમાં શાહજાદો બહાદુરશાહ પોતાના પિતાથી રિસાઇને ચિત્તોડ ચાલ્યો ગયો અને દોશી તોલાશાહનો મહેમાન થયો. આ વખતે બહાદુરશાહ અને તોલાશાહના પુત્ર કર્માશાહ વચ્ચે જોરદાર દોસ્તી જામી ગઇ. જયારે ગુજરાત જવાનો પ્રસંગ આવ્યો ત્યારે શાહજાદાને કર્ભાશાહે વાટ ખરચી માટે એક લાખ રૂપિયા વિના શરતે આપ્યા અને તે જ શાહજાદો આગળ જતાં ગુજરાતનો બાદશાહ બન્યો. (વિ.સં. ૧૫૮૩) આ તરફ ‘મારા પુત્રના હાથે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર થશે’ એવી ભાવના સાથે તોલાશાહ સ્વર્ગવાસી થયા. હવે પુત્ર કમશાહે પિતાની ભાવના, આચાર્યશ્રીની ભવિષ્યવાણી અને પોતાના સ્વપ્નને સાકાર કરવા શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે કમર કસી. ઉપા. વિનયમંડનજીની તથા તપાગચ્છીય આચાર્યશ્રી વિજયદાનસૂરિજી મ. વગેરેની પ્રેરણા મળતી રહી. પોતાની ભાવનાને સાકાર કરવા કર્માશાહ ગુજરાત આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે પોતાનો દોસ્ત બહાદુરશાહ ગુજરાતનો બાદશાહ બન્યો છે. આથી તેની પાસે અમદાવાદ જઇ શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટેનું ફરમાન મેળવી તે પાલીતાણા આવ્યા અને ઉદ્ધારના કાર્યમાં તન, મન અને ધનથી મંડી પડ્યા અને જોત જોતામાં ઉદ્ધારનું કાર્ય પૂર્ણ થવા આવ્યું. શત્રુંજયના શિખરો ધવલ-પ્રાસાદથી શોભવા લાગ્યા. મહામંત્રીશ્રી વસ્તુપાળે ભંડારમાં મૂકેલા મોટા મમ્માણી' પાષાણમાંથી શ્રીઆદિનાથ ભગવાનની મોટી પ્રતિમાનું વિધિપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું. આમ ૩-૪ વર્ષમાં જ કામ પૂરું કરી વિ.સં. ૧૫૮૭ વૈશાખ વ. ૬, રવિવારે ધનલગ્નના શુદ્ધ નવમાંશમાં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી.. બજે મધુર બંસરી * ૪૦૬ ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી પણ સંસ્કૃતનો અભ્યાસ કરવાનું મન એટલે થયું કે અનુવાદ ગમે તેટલો સારો હોય તો પણ મૂળ કૃતિની તોલે ન જ આવે. અનુવાદ એટલે વાસી માલ ! વાસી માલ નથી જ જો ઇતો, એવા સંકલ્પ જ મને સંસ્કૃતનો અભ્યાસ કરવા પ્રેર્યો. ભગવાન જેવું ઉપાદાન પામીને પણ આપશ્નો અાત્મા કલ્યાણ ન સાથે તો ક્યારે સાધશે ? બીજા કોઇને નહિ તો આપણી જીતને તો ઠપકો આપી શકીએને ? અમારા દીક્ષાદાતા પૂ. રત્નાકર વિ. મ. પોતાની જીતને શિક્ષા આપતા. કાઉસ્સગ્ન વગેરેમાં પ્રમાદ આવે તો પોતે જ પોતાને થપ્પડ મારી દેતા. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૮૦), તા. ૦૬-૧૧-૨000, કા.સુ. ૧૦ * * * આ ધ્યાનવિચાર ગ્રંથ સહુ પ્રથમ પૂ. પં. ભદ્રંકર વિ. મ. સા. દ્વારા મને મળ્યો. ત્યારે મને એમ લાગ્યું : સાક્ષાત ભગવાન મળ્યા. ગૌતમસ્વામીને સાક્ષાત ભગવાન મળ્યા. મને ગ્રંથ રૂપે ભગવાન મળ્યાં. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. 100), તા. ૦૪-૧૦-૨000, એ. સું. ૭ બજે મધુર બંસરી + ૪૦૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી મણિભદ્રવીર ૫૦૦ વર્ષ પહેલાંની પ્રાયઃ વાત છે. મારવાડના પ્રખ્યાત પાલી શહેરમાં તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજા ચાતુર્માસ બિરાજમાન હતા. તેમના તપ-ત્યાગે, જ્ઞાન-વૈરાગ્યે અને પ્રવચન-પટુતાએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ચાતુર્માસ પછી આચાર્યશ્રીએ પાલીતાણા તરફ પ્રયાણ કર્યું. એમના વિશિષ્ટ કોટિના તપ-ત્યાગથી આકર્ષિત થયેલા માણેકચંદ નામના ઉત્તમ કોટિના શ્રાવકે પણ પદ-યાત્રા કરીને સિદ્ધગિરિની યાત્રા કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય આચાર્યદેવ પાસે જ્યાં સુધી તીર્થનાયક શ્રી આદિનાથ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસનો સંકલ્પ કર્યો. પૂજ્ય આચાર્યશ્રી સાથે વિહાર કરતાં કરતાં સાતમા દિવસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે રહેલા મગરવાડા ગામે આવી પહોંચ્યા. ગુરુદેવના સાંનિધ્યમાં સાંજનું પ્રતિક્રમણ વગેરે કરી શ્રમિત થયેલ માણેકચંદ સૂઇ ગયા. રાત્રિના સમયે કોઇ લૂંટારાઓ આવી પહોંચ્યા. સૂતેલા માણેકચંદ પર ઉપરા ઉપરી છરીના ઘા કરી મારી નાખી બધો જ બજે મધુર બંસરી * ૪૦૮ માલ (જો કે ખાસ કંઇ હતું નહિ, પણ પૂજા વગેરેનો જે સામાન હતો તે) લૂંટીને ચોરો ભાગી ગયા. સિદ્ધગિરિના શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને એ જ માણેકચંદ ‘મણિભદ્રવીર’ દેવ બન્યા. તે જ રાત્રે ધ્યાનાવસ્થામાં (મગરવાડામાં) આચાર્યશ્રીને દર્શન આપ્યા અને કહ્યું : ‘ઓ મારા ઉપકારી ગુરુદેવ ! આપના ચરણોમાં કોટિશઃ વંદન. મને ઓળખો છો ?’ ‘ના... તમે કોણ છો ?' ‘હું માણેકચંદ મરીને મણીભદ્રવીર દેવ થયો છું. આપની જ કૃપાનું આ ફળ છે. નહિ તો લૂંટારાઓ છરીના ઘા ઝીંકે ત્યારે સમાધિ ક્યાંથી ટકે ? હું આપના ઉપકારનો બદલો શી રીતે વાળી શકીશ ? જો કે ઉપકારનો બદલો કોઇ પણ રીતે વાળી શકાય તેમ નથી, છતાં પણ હું આપને વચન આપું છું કે હું હવે આજીવન આપનો સેવક બની રહીશ. માત્ર આપનો જ નહિ, આપની પાટ-પરંપરાએ આવેલા તમામ આચાર્ય ભગવંતોનો-તપાગચ્છ માત્રનો હું સેવક બનીશ. હે સૂરિદેવ ! હું આપના તપાગચ્છની દિન-પ્રતિદિન ચડતી જોઇ રહ્યો છું. હવેથી તપાગચ્છના ઉપાશ્રયમાં મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરાવજો અને આપના શિષ્ય આચાર્યો મને ધર્મલાભ આપવા આવે એવું કરશો અને આપ આપના શિષ્યોના નામ પાછળ ‘વિજય’ શબ્દ લગાડશો. બધા ગચ્છોમાં શ્રેષ્ઠ ગચ્છ, તપાગચ્છ સદા ચમકતું રહેશે. જ્યાં સુધી મને ધર્મલાભ મળતો રહેશે ત્યાં સુધી હું આપના ગચ્છની રક્ષા કરતો રહીશ.' આમ કહીને ‘મણિભદ્રવીર' અદૃશ્ય થઇ ગયા. ત્યારથી તપાગચ્છના ઉપાશ્રયમાં મણીભદ્રવીરની મૂર્તિ બનવા લાગી. સાધુઓના નામ પાછળ ‘વિજય' શબ્દ લાગવા માંડ્યો, તપાગચ્છની દિન-પ્રતિદિન ચડતી થવા લાગી. તેમાં પણ અકબર બજે મધુર બંસરી * ૪૦૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબોધક આચાર્યશ્રી હીરવિજયસૂરિજીએ તો કમાલ કરી નાખી. તેમના યુગમાં તપાગચ્છનો સૂર્ય અપૂર્વ તેજે ઝગારા મારી રહ્યો હતો. દુર્ભાગ્યે એમના અવસાન પછી થોડા જ વર્ષોમાં ફાટફૂટ પડવા માંડી અને વિવાદો વધવા લાગ્યા. જો કે ધાર્મિક ચર્ચાઓ થવી, વાદો થવા, એ પણ એક જીવંતતાનું પ્રતિક છે. જયાં આવી ચર્ચાઓ કે વાદો થતા નથી તે એકતા ઘેંટાની એકતા બની જાય છે ને તે શાંતિ સ્મશાનની શાંતિ બની જાય છે. પણ જ્યારે ચર્ચાઓમાં ‘અહં મમ' ઘૂસી જાય છે, ત્યારે ભય વધી જાય છે. આટલા બધા વિવાદો અને ચર્ચાઓનું અસ્તિત્વ હોવા છતાં તપાગચ્છ આજે પણ અદ્વિતીય છે એની કોણ ના કહી શકે તેમ છે ? ૨૪) જહાંગીર સાથે જૈનોનો ઘરોબો આ ચીજો ધનથી મળતી નથી આંખ, મુખ, જ્ઞાન, નિરોગિતા, સત્સંગ, નિદ્રા, આધ્યાત્મિકશાંતિ, બુદ્ધિ, બળ. વિ.સં. ૧૬૪૯ની વાત છે. ત્યારે બાદશાહ અકબર તથા શાહજાદો જહાંગીર લાહોરમાં હતા. પૂજય ગુરુદેવની આજ્ઞાથી મહોપાધ્યાયશ્રી ભાનુચંદ્રજી પણ ત્યાં જ હતા. ત્યારે જહાંગીરની બેગમે એક કન્યાને જન્મ આપ્યો. તે મૂલ કે અશ્લેષા નક્ષત્રમાં જન્મી હોવાથી જોષીઓએ આગાહી કરી : આ કન્યા, વિષકન્યા થશે અને સમસ્ત રાજપરિવાર માટે આફતરૂપ પૂરવાર થશે. મૂલ નક્ષત્રના પ્રથમ ચરણમાં અને અશ્લેષા નક્ષત્રના અંતિમ ચરણમાં જન્મેલ બાળક કુળનો નાશ કરનાર બને છે. જોષીઓની આગાહી સાંભળી બાદશાહ કુટુંબમાં સન્નાટો છવાઇ ગયો. હવે શું કરવું? જોષીઓએ કહ્યું : હવે બીજું શું કરવાનું હોય ? કન્યાને મારી નાખો. - સૌ વિચારમાં પડી ગયા. તાજી જન્મેલી નિર્દોષ બાળાનેપોતાના જ સંતાનને મારવાનો જીવ તો કોનો ચાલે ? વાઘ પણ પોતાના સંતાનને ન મારે તો માણસ શી રીતે મારે ? આ બાજુ જો પીઓ કહે છે કે જો વિષકન્યા જીવતી રહેશે તો તમારા માટે ખતરનાક છે. બીજાના દોષ તરફ આંગળી ચીંધનાર ઓ અભાગી ! બાકીના ત્રણ આંગળીઓ તારી તરફ ઝૂકેલી છે, તે તું કેમ ભૂલી જાય છે ? બજે મધુર બંસરી + ૪૧૦ બજે મધુર બંસરી + ૪૧૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ વિષવૃક્ષ, ઊગતો રોગ અને ઊગતો શત્રુ - આટલા પહેલેથી જ દબાવી દેવા સારા. વધી ગયા પછી મારવા મુશ્કેલ બની જાય છે. આખરે તો માણસને પુત્ર કરતાં પણ પોતાનો જીવ જ વહાલો હોય છે. આથી સૌએ નિર્દોષ બાળાને મારવા તૈયાર થઇ ગયા. આ સમાચાર ઉપા.શ્રી ભાનુચંદ્રજીને મળ્યા. તેમણે તરત જ બાદશાહને કહેવડાવ્યું કે ઉતાવળ ના કરશો. વિષકન્યાને મારી ના નાખશો. વિષકન્યાને અમૃતકન્યા બનાવવાનો કીમિયો અમારી પાસે છે. | ઉપાધ્યાયજીના હૈયામાં પરમ કરુણા રમી રહી હતી : કોઇ નિર્દોષ બાળક આ રીતે મરી જાય તે કેમ ચાલે ? આ જો ખીઓના હિસાબે જો રાજ્ય ચલાવવામાં આવે-બધું જ એમના કહ્યા મુજબ કરવામાં આવે તો તો વેરણછેરણ થઇ જાય-નિદોષ બાલિકાને મારવાની વાતો કરી રહેલા જોષીઓને જોષી કહેવા કે કસાઇ ? ગમે તે ભોગે એ બાળકીને બચાવવી જ જોઇએ. એ માટે તેમણે શેઠશ્રી થાનમલજી તથા શેઠશ્રી માનમલજી ચોરડીઆ તરફથી લાહોરના જૈન ઉપાશ્રયમાં ‘શાંતિસ્નાત્ર મહોત્સવ’ કરાવ્યો. એ શાંતિસ્નાત્રના પાઠમાં બાદશાહ અકબર, શાહજાદો જહાંગીર તથા રાજયના મોટા-મોટા અમલદારો વગેરે આવ્યા. શાંતિસ્નાત્રનું સુવર્ણપાત્રમાં રહેલું પાણી સૌએ આંખે લગાડ્યું અને જનાનખાના (રાણીવાસ)માં મોકલાવ્યું. આવું મંત્રગર્ભિત ઉત્તમોત્તમ અનુષ્ઠાન જોઇ સૌને ખાતરી થઇ કે ખરેખર આવી પડનારી આફત ચાલી ગઇ. વિષકન્યા અમૃતકન્યા બની ગઇ. આથી બાળકી બચી ગઈ. | ઉ.શ્રી ભાનુચંદ્રજીને પણ આથી આનંદ થયો. આમ આવાં અનેક પ્રકારના ઉત્તમ કાર્યો કરતા મહોપાધ્યાયશ્રી ભાનુચંદ્રજી ગણિ ૨૩ વર્ષ સુધી ગુરુ-આજ્ઞાથી મોગલ દરબારમાં રહ્યા હતા. તેઓ વિ.સં. ૧૬૬૨માં અકબરના મૃત્યુ પછી ગુજરાત તરફ પધાર્યા... અને દિલ્હીની ગાદી પર બાદશાહ જહાંગીર બેઠો. પણ બાદશાહ જહાંગીર પોતાના ઉપકારી ઉ.ભાનુચંદ્રજીને શી રીતે ભૂલી જાય ? બાળપણમાં તે ઉપાધ્યાયજી ભગવંત પાસે ભણ્યો હતો. તેમના વિદ્યાદાન, વિષકન્યા-નિવારણ વગેરે ઉપકારો યાદ આવતાં જહાંગીર ગળગળો બની જતો. આથી બાદશાહે વિ.સં. ૧૬૬૮માં અમદાવાદમાં રહેલા ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજીને બોલાવ્યા. વિ.સં. ૧૯૬૯માં ઉપાધ્યાયજી ભગવંત આવી પહોંચ્યા. જોરદાર સ્વાગત થયું... બાદશાહના સ્વાગતમાં શી કમીના હોય ? એ સ્વાગતનું વર્ણન કરતાં એક કવિએ લખ્યું છે : ‘મિલ્યા ભૂપ ને ભૂપ આનંદ પાયા, ભલે તમે ભલે અહીં ભાણચંદ (ભાનુચંદ્ર) આયા, તુમ પાસે સ્થિતિ મોહે સુખ બહોત હોવે, સહરિઆર ભણવા તુમ વાટ જોવે, પયાઓ. અમ પુત્રકો ધર્મવાત, જવું અવસુણતાં તુમ પાસિ તાત, ભાણચંદ કદી મ તુમે હો હમારે; સબહી સે તુમહી હો હમેં હિ પ્યારે.” - વિજયતિલકસૂરિરાસ છ-છ વર્ષ પછી પૂજય ઉપાધ્યાયજી ભગવંતનું મિલન થતાં શાહી-પરિવારમાં આનંદ-આનંદ છવાઇ ગયો. સૌથી વધુ આનંદ જહાંગીરને થયો. બાદશાહ, બેગમ, શાહજાદા, શાહજાદી આદિ સૌ ઉપાધ્યાયજી ભગવંતના દર્શનાર્થે આવતા અને એમની અમૃત-મધુરી દેશના સાંભળતા. બજે મધુર બંસરી : ૪૧૨ બજે મધુર બંસરી + ૪૧૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ જો કે એક વખતે (વિ.સં. ૧૬૭૦-૭૧માં) એક એવો પ્રસંગ બની ગયો કે જેથી સિદ્ધચંદ્રજીને આગ્રા છોડી માલપુરા જતા રહેવું પડ્યું. વાત એમ બનેલી કે ૨૫ વર્ષના રૂડા, રૂપાળા, વિદ્વાન સિદ્ધિચંદ્રજીને જોઇને એક શાહજાદીએ નિર્ણય કર્યો કે મારે આમની સાથે જ નિકાહ (વિવાહ) પઢવા ! આ માટે બાદશાહે સિદ્ધિચંદ્રજીને પાંચ હજાર ઘોડેસ્વારોનું ઉપરીપણું વગેરે આપવાની લાલચ બતાવી... પણ શાસનભક્ત સિદ્ધિચંદ્રજીએ સાફ-સાફ ના પાડતાં જણાવ્યું કે– આખી દુનિયાનું રાજ્ય મળી જાય તોય મારે ન જોઇએ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ જે બાદશાહત (દીક્ષા) આપેલી છે. એના સિવાય કાંઇ ન જોઇએ. આથી ગુસ્સે ભરાયેલા બાદશાહે રાજ્ય બહાર જવાનો હુકમ આપ્યો. સિદ્ધિચંદ્રજી માલપુરા તરફ જતા રહ્યા. સમય વ્યતીત થતાં જહાંગીર પસ્તાયો અને સિદ્ધિચંદ્રને બોલાવી ક્ષમા માંગી. બાદશાહ જહાંગીરે ઉ.શ્રી ભાનુચંદ્રજી પર ખુશ થઇને વિ.સં. ૧૬૭૬ ચૈ.સુ. ૧૫ના દિવસે અહિંસાનું ફરમાન લખી આપેલું. તેમાં જણાવ્યું છે કે— “બાદશાહ અકબરે પળાવેલ ૬ મહિનાની અહિંસાનું પાલન કરવું. શત્રુંજય તીર્થનો યાત્રાવેરો (જજિયાવેરો) માફ કરવો. ઉનામાં જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીના સમાધિસ્થાનનું રક્ષણ કરવું. સોરઠની સરકારને આ હુકમનો અમલ કરવાની સન્નાઇ કરવામાં આવે છે. મરેલાના ધન-માલ લેવાનું બંધ કરવું. મારા જન્મનો એક મહિનો વધુ અહિંસા પાળવી.” જે જગ્યાએ (ખંભાત-અકબરા) આ. વિજયસેનસૂરિજી કાળધર્મ પામ્યા ત્યાં ૧૦ વિઘા જમીન આગરાના ચંદ્રપાલ નામના તપાગચ્છીય જૈન શ્રાવકને ભેટ આપેલી (વિ.સં. ૧૬૭૧). બાદશાહે કોઇ મહત્ત્વના કાર્યપ્રસંગે વિ.સં. ૧૬૭૪માં તપાગચ્છાચાર્ય વિજયદેવસૂરિજી મહારાજને રાધનપુરથી માંડવગઢ બોલાવ્યા... બજે મધુર બંસરી * ૪૧૪ તેમના તપ, ત્યાગ અને અદ્ભુત જ્ઞાનથી ઓવારી જઇ જહાંગીરી મહાતપા'નું બિરુદ આપ્યું તથા સાથે આવેલા નેમિસાગર ગણિને ‘વાદિજીપક’ બિરુદ આપ્યું. બાદશાહ જહાંગીર અમદાવાદના શેઠશ્રી શાંતિદાસ ઝવેરીને ‘મામા’ કહીને બોલાવતો. કારણ કે તેની માતા જ્યારે અમદાવાદમાં આવેલી ત્યારે શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ બરદાસ્ત કરેલી. આથી ખુશ થયેલી માતાએ તેને ‘ધર્મનો ભાઇ’ બનાવેલો. જ્યારે જહાંગીર બાદશાહ બનેલો ત્યારે શાંતિદાસ ઝવેરીને ગુજરાતનો સૂબો બનાવવાનું વિચારેલું. પણ ધર્માત્માને આવી રાજકીય ખટપટ કેમ પાલવે ? તેમણે ના કહી. આથી બાદશાહે ગુજરાતના સૂબાઓ શેઠનું પૂરું સન્માન કરે એવો પ્રબંધ કરેલો હતો. આમ જહાંગીરનો જૈનો સાથે સારો ધરોબો હતો. આ કિ પારમાર્થિક જીવનની ત્રિસૂત્રી (૧) સત્ય (સત્યમ્) (૨) સંયમ (શિવમ્) (૩) સેવા (સુંદરમ્) આળસ અને એકલાપણું તમે આળસુ છો ? એકલા રહેશો નહિ. તમે એકલા છો ? આળસુ રહેશો નહિ. બજે મધુર બંસરી × ૪૧૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ શાંતિદાસ શેઠની સૂઝ જયારે ભારતવર્ષ પર સમ્રાટ અકબરનું શાસન તપી રહ્યું હતું ત્યારે વિ.સં. ૧૬૫૫માં અમદાવાદના ઢીંગવાપાડાની પાસે જમીનમાંથી શ્યામવર્ણી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા નીકળી. શ્રી જૈન સંઘમાં આનંદ-આનંદ છવાઇ ગયો. શ્રીસંઘે અમદાવાદ શકંદરપુર પાસેના બીબીપુરામાં મોટું મંદિર બનાવી તેમાં પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યા. આ પ્રતિષ્ઠા વિજયસેનસૂરિજીના વરદ હસ્તે વિ.સં. ૧૯૫૬ માગ સુ. ૧પના શુભ દિવસે થઇ. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એક વખતે વિચાર આવ્યો કે આ મંદિર જો તીર્થરૂપ બને તો કેટલું સારું ? આ વિચારને માત્ર વિચારરૂપ ન રાખતાં તરત જ અમલ પણ કરી દીધો. ધનાઢ્ય માણસોના મનોરથો અને પ્રાપ્તિ બંને તરત જ થતા હોય છે. એમણે તરત જ પોતાના મોટા ભાઇ વર્ધમાનને આ કાર્ય શરૂ કરવાનું કહી દીધું. સં. ૧૬૭૯માં કાર્ય શરૂ થયું. થોડા જ વર્ષોમાં તે મંદિર ૩ શિખર, ૩ ગર્ભગૃહ, ૬ રંગમંડપ, ૩ શૃંગાર ચોકી આદિથી વિશાળકાય બની શોભવા લાગ્યું. ચારે બાજુ બાવન દેરીઓ પણ બનાવી અને તેને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો. બજે મધુર બંસરી + ૪૧૬ શુભ દિવસે તપાચ્છાચાર્ય વિજયદેવસૂરિજીના આજ્ઞાવર્તી ઉ.શ્રી વિવેકહર્ષ ગણિવર તથા ઉ.શ્રી મુક્તિસાગર ગણિવરના વરદ હસ્તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ આદિ ઘણી પ્રતિમાઓની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. શાંતિદાસ શેઠ બહુ અગમચેતી હતા. તેમની દીર્ધદર્શિની બુદ્ધિએ વિચાર્યું : મૂર્તિભંજકોનું શાસન અત્યારે ભારતવર્ષમાં ચાલે છે. કદાચ કોઇ એવો ઉપદ્રવ આવી જાય તો ? મંદિરની મૂર્તિઓની સુરક્ષા શી રીતે કરવી ? જમાનાના જાણકાર શેઠશ્રીએ જિનમંદિરથી પોતાની હવેલી સુધી મોટી સુરંગ તૈયાર કરાવી. જેથી અવસરે પ્રતિમાઓને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. આ જીર્ણોદ્ધાર તથા સુરંગના કાર્યમાં શેઠને નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શેઠની ધારણા પ્રમાણે એક વખતે આ તીર્થધામ પર ખરેખર આપત્તિ આવી પડી. બાદશાહ જહાંગીર પછી શાહજહાં આવ્યો. તેના શાસનમાં એક ઘટના ઘટી. શાહજહાંના શાસન દરમ્યાન ગુજરાતમાં ૧૩ સૂબાઓ આવ્યા હતા. તેમાં આઠમો સૂબો બાદશાહનો જ શાહજાદો આવ્યો. શાહજહાંની રૂપાળી બેગમ મુમતાઝ (જેની યાદમાં તાજમહાલ બંધાયેલું છે.)ની કુક્ષીએ તા. ૨૪-૧૦-૧૬૧૮ (વિ.સં. ૧૬૭૫)નાજન્મેલો આ શાહજાદો તમે ઓળખ્યો ? એ હતો : ઇતિહાસ પ્રસિદ્ધ ઔરંગઝેબ. લગભગ વિ.સં. ૧૬૯૯માં તે ગુજરાતના સૂબા તરીકે નિમાયો. એક દિવસે સરસપુરનું આ સુંદર જિનમંદિર જોઇ એના મનમાં વિચાર આવ્યો : આ મંદિરને જો મજીદમાં ફેરવી નાખીએ તો કેટલું સારું ? અને ખરેખર એ મંદિર પર તૂટી પડ્યો. જોતજોતામાં મંદિર મજીદ રૂપે ફેરવાઇ ગયું અને અંદર ફકીરોને ઉતરાવ્યા. ધર્માધતા કોનું નામ? બજે મધુર બંસરી + ૪૧૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ આથી ગુજરાતમાં હલચલ મચી ગઇ. આ ઔરંગઝેબ મોટો થઇને શું કરશે ? એના અણસાર અત્યારથી આવી રહ્યા હતા. હિન્દુઓને જ નહિ, આ કૃત્યથી મુસ્લિમોને પણ દુઃખ થયું. અમદાવાદના મુલ્લા અબ્દુલ હકીમે પણ બાદશાહ શાહજહાંને લખી જણાવ્યું કે આવી હિચકારી ઘટના બની છે. શેઠશ્રી શાંતિદાસે પણ બાદશાહ શાહજહાંને સવિસ્તરે વિગત લખી જણાવી. શાહજહાં શાંતિદાસને બહુમાન આપતો હતો. વિ.સં. ૧૭૦૫માં ગુજરાતના સૂબા મહંમદ દારાશિકોહને શાહજહાંએ ‘ફરમાન' લખી મોકલીને હુકમ કર્યા : શાહજાહા ઔરંગઝેબે જે શાંતિદાસના મંદિરને મજીદ બનાવી છે તે સુધારી મૂળરૂપમાં તૈયાર કરાવી, તે મંદિર શાંતિદાસને પાછું સોંપી દેવું. ફકીરોને બીજે સ્થાને લઇ જવા. ઇંટ વગેરે સામાન કોઇ મુસલમાન લઇ ગયા હોય તો પાછો અપાવવો અથવા રકમ ભરપાઇ કરાવવી. ઇતિહાસ બોલે છે કે અમદાવાદના સૂબાએ શાહી ખજાનાની રકમથી પહેલા જેવું જ નવું મંદિર તૈયાર કરી શાંતિદાસને સોંપ્યું હતું. આમ શાહજહાં શાંતિદાસ પર ખૂબ જ પ્રસન્ન રહેતો હતો. તેના જાનમાલ, ધર્મસ્થાન વગેરેને કોઇ પણ પ્રકારની હાનિ ન થાય તે માટે અનેક પ્રકારનાં ફરમાનો લખી આપ્યા હતા. શાંતિદાસ શેઠ પણ આર્થિક મૂંઝવણ વખતે શાહી કુટુંબને પૂરી સહાયતા કરતા હતા. શાહજહાંનો પુત્ર મુરાદબક્ષ એક વખતે આવી આર્થિક મદદથી એકદમ ખુશ થઇ ઉઠેલો ને તેણે પિતાજીની સહમતિ મેળવી, શાંતિદાસ ઝવેરીને ‘શત્રુંજય તીર્થનો પહાડ ઇનામમાં આપેલો અને તેનું ફરમાન લખી આપ્યું હતું. ત્યાર પછી શાંતિદાસે શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલો, પર્વત પર રહેલા મંદિરની ચારે બાજુ મોટો મજબૂત કિલ્લો બનાવ્યો તેમજ શ્રી આદિનાથ ભ.નું પરિકર બનાવી તેમાં આ બાબતનો ઉલ્લેખ કરાવ્યો હતો. શાહજહાં પછી ઔરંગઝેબ ગાદીએ બેઠો. ભાઇઓની કતલ કરી પિતાને જેલમાં પૂરી લોહી ખરડાયેલી ગાદીએ બેઠો. ભારતમાં જે ધર્મઝનુની બાદશાહો થયા તેમાંનો ઔરંગઝેબ પણ એક છે, તેમ છતાં તેણે કેટલીક બાબતોમાં સૌજન્ય પણ બતાવ્યું છે. કેટલીક વખત તેણે જૈનોને સહાય પણ કરેલી છે. આપણને કદાચ આશ્ચર્ય થશે. ઔરંગઝેબ અને સૌજન્ય ? આગમાંથી શીતળતા ? હા... એ શીતળતાની સાખ પૂરતા આ રહ્યા કેટલાક નમૂના : (૧) હેમવિમલસૂરિજીની પરંપરામાં થઇ ગયેલા પ્રતાપકુશલજી જબરદસ્ત વિદ્વાન હતા. ફારસી ભાષા પર પણ તેમનું સારું પ્રભુત્વ હતું. મોટા મોટા રાજામહારાજાઓ તેમનું સન્માન કરતા. તેઓશ્રીની પ્રશંસા સાંભળી ઔરંગઝેબે તેમને પાલખી મોકલીને બોલાવેલા અને પોતાના મનમાં જે શંકાઓ હતી તે વિષે સવાલો પૂછ્યા. પૂજયશ્રીના ઉત્તરો સાંભળી ઔરંગઝેબ ખુશ-ખુશ થઇ ગયો. તેમાંય પૂજયશ્રીનું ફારસી ભાષા પરનું પ્રભુત્વ જોઇ ખૂબ જ આનંદ પામ્યો. (અત્યારે જેમ ઇંગ્લીશની કિંમત છે, તેમ તે જમાનામાં ફારસીની કિંમત હતી.) પ્રતાપકુશળજીએ માત્ર પ્રશ્નોના જવાબ જ ન આપ્યા, પણ બાદશાહના મનની વાત પણ કહી દીધી. આથી પ્રસન્ન થયેલા બાદશાહે પ-૭ ગામો ઇનામમાં આપ્યાં, પણ પૂજયશ્રીએ લીધા નહિ. પૂજયશ્રીના ત્યાગ વિદ્વત્તાદિ ગુણો પર ઔરંગઝેબ ઝૂકી ગયો. (૨) વિ.સં. ૧૭૨૮-૩૦માં જયારે મેવાડના રાજસાગરના તળાવના પર્વત પર રહેલા શ્રી આદિનાથ ભ.ના મંદિરને તોડવા ઔરંગઝેબ ધસી આવ્યો ત્યારે દયાલશાહની બહાદુરીથી અને સત્ય વાતથી ખુશ થઇને તે જિનમંદિરની રક્ષા કરેલી. સંઘવી દયાલશાહે વિ.સં. ૧૭૩૨માં તે મંદિરની પ્રતિષ્ઠા વિજયગચ્છીય બજે મધુર બંસરી + ૪૧૮ બજે મધુર બંસરી * ૪૧૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ આ. વિનયસાગરસૂરિના હાથે કરાવી હતી. આજે તે જૈન યાત્રાસ્થળ દયાલશાહના કિલ્લા તરીકે મેવાડની ભૂમિને શોભાવી રહ્યું છે. (૩) સોમવિજયગણિની પરંપરાના પં. શ્રી લાલવિજય ગણિવર સં. ૧૭૫૦માં ઔરંગઝેબને મળેલા. બાદશાહે તેમને કુશળતા પૂછી અને ભારતમાં નિરાબાધાએ વિચરવાનું ફરમાન લખી આપેલું. અજમેરના સૂબાએ અજમેર, મેડતા, સોજત, જયતારણ (જેતારણ), જોનપુર વગેરેના ઉપાશ્રયો પોતાને કબજે કરી લીધેલા ત્યારે વિજયરત્નસૂરિ અને ભીમવિજયના ઉપદેશથી તે ઉપાશ્રયો પાછા સોંપવાનું ફરમાન સૂબાને લખી આપ્યું હતું. (વિ.સં. ૧૭૩૬) આમ કઠોર ઔરંગઝેબના હૃદયમાં પણ ક્યારેક કોમળતા દેખાઇ આવેલી છે એમ ઇતિહાસે નોંધ્યું છે. અમદાવાદના શાંતિદાસ ઝવેરીએ અકબરથી માંડીને ઔરંગઝેબ સુધીની બધી પેઢીઓ જોઇ અને પોતાની આગવી સૂઝથી હમેશા ધર્મસ્થાનોની રક્ષા કરી, ઔરંગઝેબે મજીદમાં રૂપાંતરિત કરેલા મંદિરને પણ ફરીથી તેવું જ બાદશાહ પાસેથી બનાવરાવ્યું આ તેમની નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. તે પછી ફરી એકવાર એક મુસલમાન અમલદારે એ મંદિર તોડવાનો પ્લાન ઘડેલો. આથી શેઠ શાંતિદાસના વંશજ શ્રી વખતચંદ શેઠે એ જિનાલયની બધી જ પ્રતિમાઓ સુરંગના માર્ગે રથમાં બેસાડી ઝવેરીવાડના ચાર દેરાસરમાં પ્રતિષ્ઠિત કરી. બીબીપુરનો જૂનો જિનપ્રાસાદ હમણાં સુધી સરસપુરમાં ખંડેરરૂપે રહેલો હતો. - ૨) શ્રી મહાવીરજી” તીર્થના નિર્માતા કોણ? ) વાત બહુ જૂની નથી. સવા બસો-અઢીસો વર્ષ પહેલાની વાત છે. રાજસ્થાનના ઉત્તર-પૂર્વ વિભાગમાં રહેલા ભરતપુરના રાજાને ત્યાં જો ધરાજજી પલ્લીવાલ નામના દિવાન હતા. દિવાન પદવી પોતાને મળેલી હોવા છતાં એ ભગવાનને, ધર્મને ભૂલ્યા ન્હોતા. તેઓ તો અંતઃકરણથી માનતા હતા કે દિવાનની પદવી કરતાં ભગવાનના ભક્તની પદવી કઇ ગણી ઊંચી છે. એક વખતે કોઇ ભૂલના કારણે રાજાનો ખોફ તેમના પર ઊતરી પડ્યો. રાજા ભારે ગુસ્સામાં આવી ગયા. એટલા ગુસ્સામાં આવ્યા કે એમણે તરત જ તોપચીને બોલાવીને હુકમ કર્યો : તમારે આવતી કાલે દિવાન સાહેબને તોપના ગોળાથી ઊડાવી દેવાનો છે.' ‘એટલો શું અપરાધ છે ?' ‘અપરાધ-અપરાધ તારે કાંઇ પૂછવાની જરૂર નથી. રાજા હું છું કે તું ? તારે માત્ર આજ્ઞાનું પાલન કરવાનું છે. સમજયો ?' - ‘તોપચી બિચારો ચૂપ થઇ ગયો. રાજા પાસે કરે પણ શું ? એ તો રહ્યો ચિઠ્ઠીનો ચાકર. આખા ભરતપુર નગરમાં વાત ફેલાઈ ગઇ કે દિવાનને આવતી કાલે તોપના ગોળ ઉડાડી દેવાના છે. બીજા દિવસે લોકોની જોરદાર ભીડ જામી. તમાશાને તેડાની જરૂર નથી હોતી. બજે મધુર બંસરી + ૪૨૧ બજે મધુર બંસરી + ૪૨૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ હજારો માણસોની હાજરીમાં દિવાન સાહેબને તોપની સામે રાખવામાં આવ્યા. દિવાન સાહેબને હવે મોત સામું દેખાવા લાગ્યું. તેઓ મનોમન ભગવાન વીર પ્રભુની મૂર્તિને યાદ કરીને પ્રાર્થના કરવા લાગ્યા : ‘હે ભગવાન ! હું તારો સેવક અને મારી આ દશા ? જો કે હું મૃત્યુથી ડરતો નથી, પણ આમાં તારી પણ વગોવણી થઇ રહી છે. હે કૃપાળુ જિનરાજ ! આજ લાજ રાખ. તું નહિ રાખે તો કોણ રાખશે ? જો હું મૃત્યુના મુખમાંથી બચી જઇશ તો તારું ત્રણ માળનું સુંદર જિનાલય બંધાવીશ.” આ પ્રમાણે ભાવવિભોર હૃદયે દિવાન પરમાત્માને સ્તવી રહ્યા હતા. આ બાજુ તોપચીએ તોપમાં ગોળા અને દારૂ ભર્યો. જામગરી સળગાવી... પણ આ શું ? તોપ ન ફૂટી. બધા લોકો આશ્ચર્યમગ્ન બની ગયા. બીજી વખત સળગાવી તો પણ ન ફૂટી. ત્રીજી વખત પણ એમ જ થયું. લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે ત્રણ વખત ફાંસી કે બીજી કોઇ સજા આપવા છતાં અપરાધી જો બચી જાય તો તેને ઇશ્વરીય સંકેત સમજી નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. આ જોધરાજજી દિવાનને પણ નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. લોકોની હર્ષની ચિચિયારીઓ સાથે દિવાન સાહેબ ઠાઠમાઠથી ઘેર આવ્યા. લોકોના હૃદયે તેઓ ધાર્મિક છે, એવી તો છાપ પહેલાં પણ હતી જ, પણ આ પ્રસંગથી વધુ ઘેરી બની. દિવાન હવે શ્રી મહાવીરસ્વામી ભગવાનને કઇ રીતે ભૂલી શકે ? ભગવાનને આપેલા વચનને કઇ રીતે વીસરી જાય ? તેમણે તે પ્રતિમા માટે ત્રણ માળનું દેરાસર બનાવવાની તૈયારી કરી. જે પ્રતિમાના પ્રભાવથી બચાવ થયો હતો તે પ્રતિમાની ઉત્પત્તિ જાણવા જેવી છે. બજે મધુર બંસરી * ૪૨૨ પલ્લીવાલ ક્ષેત્રના ચાંદન ગામની સમીપે રહેલ ટેકરા પર એક ગાય હંમેશા દૂધ ઝરતી હતી. એક વખતે કોઇ માણસે આ દૃશ્ય જોઇ જમીન ખોદી... તો નીચેથી ભગવાન શ્રી મહાવીરદેવની પ્રતિમા નીકળી. શ્વેતાંબર પરંપરાના આચાર્યશ્રી મહાનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી ત્રણ માળના દિવાન સાહેબે બનાવેલા મંદિરમાં મૂળનાયક તરીકે તે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. તે જ પૂ.આચાર્યશ્રીના વરદ્ હસ્તે વિ.સં. ૧૮૨૬માં શ્રી મહાવીરસ્વામી પ્રભુની ત્યાં પ્રતિષ્ઠા થઇ અને તે દેરાસર ‘મહાવીરજી તીર્થ’ તરીકે પ્રખ્યાત થયું. આ તીર્થ શ્વેતાંબર પરંપરાના ઉપાસક જોધરાજજીએ બનાવેલું અને શ્વેતાંબરીય આચાર્ય દ્વારા સ્થાપિત કરેલું હોવા છતાં પણ દુર્ભાગ્યની વાત છે કે આજે તે મંદિરનો કબ્જો દિગંબરોએ જમાવી રાખેલો છે. પલ્લીવાલ ક્ષેત્રમાં શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ ભગવંતોનું વિચરણ અલ્પ થવાથી આમ થયું છે. સમગ્ર પલ્લીવાલ સમાજ પોતાના મૂળ ધર્મથી ઘણો દૂર ધકેલાઇ ગયો છે. હમણાં-હમણાં પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી તથા કુમારપાળ વી. શાહના પ્રયત્નોથી ત્યાં કાંઇક જાગૃતિ આવી છે, આ તીર્થનો કબ્જો પાછો મેળવવા નારાયણદાસ પલ્લીવાસ વર્ષો સુધી એકલા હાથે કોર્ટમાં લડ્યા હતા. બે વર્ષ પહેલાં (વિ.સં. ૨૦૪૨) તેઓ સ્વર્ગવાસી થયા છે. હજુ પણ લડત ચાલુ છે. સાંભળવા મુજબ કોર્ટના ચુકાદા શ્વેતાંબર તરફ આવતા જાય છે. આપણે ઇચ્છીએ કે એ તીર્થ જલ્દીથી જેઓનું હતું તેઓના હાથમાં પાછું આવે. વાત ક બન્ને મધુર બંસરી * ૪૨૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ સુરતની સતી સુભદ્રા કેટલાક વર્ષો પહેલાંની સત્ય ઘટના છે. સુરત શહેરમાં પ્રમોદ શેઠ અને સુભદ્રા શેઠાણી રહે. એમને ત્યાં બાહ્ય અને આંતર વૈભવની છાકમછોળ ઊછળતી હતી. બાહ્ય વૈભવ તે ધન, આંતર વૈભવ તે ધર્મ. બંને વૈભવો ટકી રહે તેવી સલાહ તેના પિતાએ તેને આપેલી. માત્ર આપી જ નહિ, પણ ચોપડાના પહેલા પાને લખાવી પણ હતી ? કઈ શિખામણ આપી હતી પિતાએ ? તમારે જાણવી છે ? જાણી લો : (૧) નીતિ કદાપિ છોડીશ નહિ. (૨) સાધુઓનો સંગ મૂકીશ નહિ. (૩) પરસ્ત્રીગમન કરીશ નહિ. જીભની મીઠાશ મૂકીશ નહિ. (૫) માલમતા ૨૦ લાખની છે, માટે વેપારમાં વધુ જોખમ ખેડીશ નહિ. આ પિતાની શિખામણો માત્ર ચોપડાના પહેલે પાને લખાયેલી ન્હોતી, પણ પ્રમોદના જીવનમાં વણાઇ ગયેલી હતી. એક વખતની વાત છે. પ્રમોદ શેઠ બહારગામ ગયેલા. વેપારનું કામકાજ મણિલાલ મુનીમ સંભાળતા હતા. એક સાંજે વહાણના માલિકે આવીને કહ્યું : ૩૦ લાખના માલવાળો વહાણ છે. વીમો ઊતારશો તો આપને ઘણો નફો થશે. મુનીમે માલની ગણતરી કરી. વીમો ઊતારી વહાણના માલિકને જમાડી વિદાય આપી. - ત્રીજે દિવસે પ્રમોદ શેઠ આવ્યા. ૩૦ લાખના વહાણના વીમાની વાત મુનીમ પાસેથી સાંભળતાં જ હૃદયને આઘાત લાગ્યો. મૂચ્છિત થઇને ધરતી પર ઢળી પડ્યા. માંડ-માંડ જાગૃતિમાં આવ્યા અને બોલી ઊઠ્યા : “અરે મણિલાલ ! આ તે શું કર્યું ? આપણી પાસે કુલ મૂડી જ ૨૦ લાખ છે અને તે ૩૦ લાખનો વીમો ઊતરાવ્યો તે ઠીક નથી કર્યું. મારા પિતાએ ખાસ શિખામણ આપી છે કે મૂડીથી વધારે કદી સાહસ ખેડવું નહિ. હવે દુર્ભાગ્યે કદાચ વહાણો દરિયામાં ડૂબી જાય તો ૩૦ લાખ લાવવા ક્યાંથી ?” મણિલાલ મુનીમ મૌન થઇ ગયો. એને લાગ્યું કે આ બરાબર થયું નથી. પણ હવે શું થાય ? શેઠાણી સુભદ્રાને પણ આ સાંભળીને દુ:ખ થયું. રાત્રે બધા સૂઇ ગયા ત્યારે અચાનક જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વાદળોના ગડગડાટોથી આખું આકાશ ધમધમી ઊઠ્યું. વીજળીના ચમકારા, પવનના સૂસવાટા અને વાદળની ગર્જનાથી વાતાવરણ ભયંકર બની ગયું. એ તોફાનમાં કેટલાય ઝાડો તૂટ્યા-થાંભલા ભાંગ્યા અને મકાનો પણ પડી ગયા. સવારે વાતાવરણ શાંત થયું. બપોરે સમાચાર આવ્યા કે વહાણનો પત્તો નથી. ૩૦ લાખ તૈયાર રાખો. અમે સવારે આવીએ છીએ. આ સાંભળીને શેઠ તો ગાંડા જેવા થઇ ગયા. હવે શું કરવું ? ૩૦ લાખ લાવવા ક્યાંથી ? અને આપી ન શકાય તો આબરૂભેર જીવવું શી રીતે ? શેઠે પત્ની સુભદ્રાને વાત કરી અને અફીણ ઘોળીને આપઘાત કરવાનો પોતાનો નિર્ણય જણાવી દીધો. બજે મધુર બંસરી + ૪૨૪ બજે મધુર બંસરી + ૪૨૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રા ધર્મશ્રદ્ધાળુ અને ધીર હતી. તેણીએ કહ્યું : “પતિદેવ ! આપ જો આપઘાત કરી લેતા હો તો મારે જીવીને શું કામ છે ? આપણે બંને સાથે મરશું, પણ અત્યારે નહિ, સવારે હું પણ તમારી સાથે અફીણ પીને મરી જઇશ.” શેઠે આ વાત કબૂલ રાખી. અફીણની બે પ્યાલીઓ તૈયાર રાખી. શેઠ સૂઈ ગયા, પણ સુભદ્રા શેઠાણીને ઊંઘ કેમ આવે ? શું મૃત્યુના ભયથી એની ઉંઘ હરામ થઇ ગઇ હતી ? ના... ધર્મારાધનાની તાલાવેલીએ તેની ઊંઘ ગાયબ થઇ ગઇ હતી. રાત્રે સુભદ્રાએ નવીન વસ્ત્રો પહેર્યા. આભૂષણો ધારણ કર્યા. ધૂપ-દીપ કરી ધાર્મિક પુસ્તક લઈ પ્રભુ-ભક્તિના સ્તવનો ગાવા લાગી. ગાતા-ગાતાં એટલી બધી એકતાન થઇ ગઇ કે સવારે પોતાને મરી જવાનું છે તે વાત પણ ભૂલી ગઇ. આખી રાત શેઠાણીએ નવકારનો જાપ અને પ્રભુભક્તિમાં પસાર કરી. પરોઢિયે ૪ વાગ્યાનો સમય થયો ત્યારે દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો. આવનાર કોઇ અજાણ્યો માણસ હતો. તેણે પોતાની પાસે રહેલી કોથળી નીચે મૂકી. મોઢા પરની બુકાની છોડીને નમ્રસ્વરે તે વિનંતી કરતાં કહેવા લાગ્યો : હું ભવાનીપુરથી આવું છું. ભવાનીપુરના બાપુ ગઇકાલે ગુજરી ગયા છે. આજે સરકારી સૂબો આવશે અને બધી જતી લેશે. કાંઇ લેવા નહિ દે. હું ત્યાંનો ફટાયો છું. પિતાજીનો લાડકો હોવાથી મારા ભાગની રોકડ ઝર-ઝવેરાત મને પહેલેથી આપી દીધેલ છે. તે લઇને હું રાતોરાત ભાગ્યો છું. મોટો ભાઇ તો બાપુની ગાદીએ આવશે, પણ મારું કોણ ? મારે પારેવા જેવા બાલુડા છે. દયા કરો અને આ મૂડી તમે સાચવો. હમણાં મારે જરૂર નથી. આમ કહીને તે તરત જ ઘોડા પર બેસીને ચાલ્યો ગયો. સુભદ્રાએ કોથળીની મિલ્કતની નોંધ કરી. સુભદ્રાને તો એમ જ થયું કે- ખરેખર અણીના સમયે ભગવાને જ આ મદદ મોકલી છે. સવાર થઇ... સુરત શહેરની અવનવી ઘટનાઓને નિહાળવા જાણે પૃથ્વીના પેટાળને ચીરીને સૂર્યનારાયણે પૂર્વ દિશામાંથી ડોકિયું કર્યું, ત્યારે શેઠ શેઠાણીને કહે : ચાલો ઝેર ખાઇને મરી જઇએ.' કેમ મરવાની શું ઉતાવળ છે ?' ‘તો જીવવાની જરૂર શી છે ? મને લાગે છે કે કુદરત હજુ આપણને આ ધરતી પર જીવતા રાખવા માંગે છે.' આમ કહીને ઝવેરાતની પેલી કોથળી શેઠાણીએ શેઠના હાથમાં મૂકી અને રાત્રિના ચોથા પહોરની તમામ ઘટના કહી સંભળાવી. આ સાંભળતાં જ શેઠ તો આનંદથી નાચી ઊઠ્યા. એમનું હૈયું બોલવા લાગ્યું : “વાહ! મારા પ્રભુ ! તેં ખરે અવસરે મારી લાજ રાખી.” ત્યાં જ આનંદિત ચહેરા સાથે આવી પહોંચેલા મણિલાલ મુનીમે પણ સમાચાર સંભળાવ્યા કે શેઠજી ! ચિંતા કરશો નહિ. વહાણ સલામત છે. બીજે બંદરે ખેંચાઇ ગયા હતા તે હવે મળી, ગયા છે.' શેઠે અતિ આનંદના સમાચાર સાંભળી આંખ બીડી પોતાની સતીશિરોમણિ સુભદ્રાને લાખ-લાખ ધન્યવાદ આપ્યા. જીવન ઉત્થાન માટેની ચતુઃસ્ત્રી (૧) સમજદારી (જ્ઞાન) (૨) ઈમાનદારી (દર્શન) (૩) જવાબદારી (ચારિત્ર) (૪) બહાદુરી (તપ) બજે મધુર બંસરી + ૪૨૬ બજે મધુર બંસરી + ૪૨૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ગુજરાતના કનોડુ (મહેસાણા પાસે) નામના ગામમાં જન્મેલ જસવંત નામના દેશ વર્ષના એક તેજસ્વી બાળકે તપાગચ્છીય શ્રી નયવિજયજીની પાસે દીક્ષા લીધી. નામ પડ્યું : યશોવિજયજી. (દીક્ષા સંવત ૧૬૮૮) માતા સોભાગદેવી અને પિતા નારણભાઇનો લાડીલો જસવંત ગૃહસ્થપણામાં પણ જબરદસ્ત પ્રતિભા ધરાવતો હતો. દીક્ષા લીધા પછી તો તેની પ્રતિભા અત્યંત તીવ્રતાથી વધવા લાગી. ૨૨ વર્ષની વયે જ્યારે યશોવિજયજીએ અમદાવાદના શ્રીસંઘ સમક્ષ અષ્ટ અવધાન કરી બતાવ્યું ત્યારે જ તેમની પ્રતિભાનો સૌને ખ્યાલ આવ્યો. આવા પ્રતિભાશાળી સાધુ જો કાશી જેવા વિદ્યાધામમાં ભણી આવે તો બીજા હેમચન્દ્રસૂરિજી થાય-આવો વિચાર સભામાં બેઠેલા શ્રાદ્રરત્ન શ્રી ધનજી સૂરાને આવતાં તેમણે પોતાના ખર્ચે શ્રી યશોવિજયજીને કાશી મોકલ્યા. કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણ ભટ્ટ પાસે ૭૦૦ છાત્રો ભણતા હતા, ત્યાં યશોવિજયજી પણ ભણવા લાગ્યા. ભટ્ટ દ૨૨ોજનો એક રૂપિયો લેતો. બજે મધુર બંસરી * ૪૨૮ એક વખતે કાશીમાં કોઇ મોટો વાદી આવી ચડ્યો. કોઇ તેની સાથે વાદ કરવા તૈયાર થયું નહિ ત્યારે કાશીનું નામ રાખવા યશોવિજયજીએ વાદનું બીડું ઝડપ્યું. યશોવિજયજીની ધારદાર તર્કશક્તિ અને અકાટ્ય દલીલો સામે પેલો ઉદ્ભટ વાદી નિરુત્તર બની ગયો. કાશીની કીર્તિ સલામત રહી જતાં ત્યાંના સર્વ પંડિતોએ તેમને ‘ન્યાયાચાર્ય'નું મોટું બિરૂદ આપ્યું. શ્રીયશોવિજયજીએ કાશીમાં ગંગા કિનારે રહી સરસ્વતીની સાધના પણ કરેલી અને પ્રસન્ન થયેલી સરસ્વતી પાસેથી વિદ્યાનું વરદાન પણ મેળવ્યું. આ વાત તેમણે પોતાના જ શબ્દોમાં કહેલી છે : “તૂ તૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ.' કાશીમાં રહીને તેમણે નવ્ય ન્યાયના ૧૦૮ નૂતન ગ્રંથોનું સર્જન કર્યું. આથી ત્યાંના પંડિતોએ ફરી તેમને ‘ન્યાયવિશારદ’નું બિરૂદ આપ્યું. આ રીતે ત્રણ વર્ષ કાશીમાં ગાળી તેઓશ્રી પોતાના ગુરુદેવશ્રી નયવિજયજી સાથે આગ્રા આવ્યા અને ચાર વર્ષ સુધી તર્કશાસ્ત્ર વગેરે ભણ્યા. આ રીતે ઊંડા અધ્યયન દ્વારા તેઓશ્રીની પ્રચંડ પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠી. તેઓ જ્યારે કાશીથી વિહાર કરી અમદાવાદ આવ્યા ત્યારે તેમને જોવા લોકોના ટોળે ટોળા ઊભરાયા. અમદાવાદમાં સૌપ્રથમ નાગોરી સરાહમાં પધાર્યા. તે વખતનો ગુજરાતનો સૂબો મહોબતખાન યશોવિજયજીની પ્રશંસા સાંભળી તેમની પાસે આવ્યો. સૂબા સમક્ષ તેઓશ્રીએ અઢાર અવધાન કરી બતાવતાં તે તાજ્જુબ થઇ ગયેલો. આવા મહાન પ્રતિભાશાળી મુનિવરને ઉપાધ્યાય પદવી મળવી જોઇએ-એવી વિનંતી અમદાવાદના શ્રીસંઘે તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજીને કરી. બન્ને મધુર બંસરી * ૪૨૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ કલાપૂર્ણમ્ ૧-૨ સ્મૃતિગ્રંથને સત્કાર આ બાજુ મુનિશ્રીએ વીશસ્થાનકની વિધિપૂર્વક આરાધના કરી. પૂ.આચાર્યશ્રી વિજયદેવસૂરિજી તો વિ.સં. ૧૭૧૩માં કાળધર્મ પામ્યા, પણ તેમની આજ્ઞાથી તેમના પટ્ટધર રત્ન તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ શ્રી યશોવિજયજીને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. (વિ.સં. ૧૭૧૮) ત્યારથી તેઓ સકલ શ્રી જૈન સંઘમાં ‘ઉપાધ્યાયજી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા. તેમણે પોતાનું સમગ્ર જીવન સાહિત્ય સાધનામાં જ લગાવ્યું. તેમની સર્વતોમુખી પ્રતિભાએ પ્રાયઃ સર્વ વિષયોનું ખેડાણ કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં તેમણે પુષ્કળ સાહિત્ય સર્જન કર્યું. અધ્યાત્મસાર, જ્ઞાનસાર, અધ્યાત્મોપનિષદ્ જેવા અદ્ભુત ગ્રંથોનું અવલોકન કરતાં મોટા-મોટા પંડિતોના મસ્તકો અહોભાવથી ઝૂકી પડે છે. આ રીતે સાહિત્યની વણથંભી યાત્રા કર્યા બાદ તેમના દેહને થાક લાગવા માંડ્યો. જિંદગીની ઢળતી સંધ્યાએ તેઓશ્રીએ ડભોઇમાં સ્થિરતા કરી. વિ.સં. ૧૭૪૪ મૌન એકાદશીના દિવસે ડભોઇની પધરા પર જ અનશનપૂર્વક તેઓશ્રીનો જીવન-દીપક બૂઝયો. સુજસવેલી ભાસ'ના રચયિતા શ્રી કાંતિવિજયજી લખે છે કે તેમના સમાધિ સ્તૂપમાંથી તેમના સ્વર્ગદિવસે આજે પણ ન્યાયનો ધ્વનિ સંભળાય છે. આવા મહાન શાસ્ત્રકાર, સર્વ ગચ્છના પંડિતો દ્વારા “અક્ષોભ્ય પંડિત’ તરીકે સ્વીકારાયેલા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, સરસ્વતીલબ્ધપ્રસાદ, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીના પુનિત ચરણોમાં ડભોઇ જૈન સંઘ ભાવભર્યા વંદન કરે છે. બાહ્ય-અત્યંતર સર્વાગ સુંદર પુસ્તકો પ્રથમ દૃષ્ટિએ જ આકર્ષક પ્રેરક છે. આપનું કલાવિજ્ઞાન અને વૈદુષ્ય ઝળકી રહ્યું છે. સૌને જિનભક્તિ અને જિનાગમભક્તિમાં સવિશેષ પ્રેરક બની રહેશે... - પૂ.આ.શ્રી વિ. સૂર્યોદયસૂરીશ્વરજી મ. - પૂ.આ.શ્રી વિ. રાજરત્નસૂરીશ્વરજી મ. (માંજલપુર, વડોદરા) અમે તો આ મહાગ્રંથને સ્વાધ્યાયનો ગ્રંથ જ કહેશું. વિશેષ શબ્દો અમારી પાસે નથી. - પૂ.આ.શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. - મુનિ હાર્દિકરત્નવિ. આ ગ્રંથનું લક્ષણ, સંયોજન, છપાઇ બધું ઉચ્ચસ્તરીય છે. પૂજય આચાર્યશ્રીના વ્યક્તિત્વને અનુરૂપ છે... - પૂ.આ.શ્રી હેમપ્રભસૂરિજી મ. (ગિરિવિહારવાળા) | (પૂના) બજે મધુર બંસરી + ૪૩૦ બજે મધુર બંસરી + ૪૩૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ યોગી - સાધક - પ્રભુપાગલ - પરમ સંયમી... આવા વિશેષણોથી તેમની કાંઇક ઝાંખી – ઓળખ થાય તેમ છે. - પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. (અષાઢ વદ : વિદ્યાનગર, ભાવનગર) સુંદર અને મઝાનો... અધ્યાત્મની અવર્ણનીય ખાણ સમો, અદ્વિતીય... અનુપમ... અપૂર્વ, અદ્ભુત... અકલ્પનીય, આશ્ચર્યકારી... આનંદકારી... કનક કમલ સમ... કલાથી પૂર્ણ જ નહીં પણ પરિપૂર્ણ... એવો મંગળમય ગ્રંથદ્વય પ્રાપ્ત થયેલ છે. ગુરુપ્રેમગૃપે પ્રેમસભર સ્વીકારેલ છે. અનુમોદન કરેલ છે. સુંદર આયોજન... સંપૂર્ણ કલાઓનું નિદર્શન... સફળ સંયોજન, સુપર પ્રિન્ટીંગ્સ અને પૂર્ણકલાથી સભર સંભારણું છે. - પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. (ઉદયપુર) પૂજયશ્રીનું તો બધું જ મધુર - ઉત્તમ છે... મધુરાધિપતેરવિલં મધુરમ્... - પૂ.આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. - દ. પ્રેમસુંદરવિ. (શ્રા.વ.-૧૧ : અમદાવાદ) प्रकाशन बहुत सुंदर है । आपकी श्रुतभक्ति की हार्दिक अनुमोदना । - પૂ.આ.શ્રી પદ્મસાગરસૂરિ મ. (પાલીતાણા : તા. ૦૭-૦૮-૨૦૦૬) અદ્ભુત ગ્રંથ છે. માત્ર વાંચવા માટે જ નહીં... પરંતુ ચિંતનમનન માટે પણ અત્યંત ઉપયોગી બને તેવો આ ગ્રંથ છે. અમૂલ્ય ગ્રંથ છે. ગ્રંથના વાંચન દ્વારા પરમાત્મા પ્રત્યે અને પરમાત્માના ઉપાસક એવા પૂજયશ્રી પ્રત્યે બહુમાનભાવ - સદ્ભાવ - અહોભાવ વધ્યા વિના ન રહે... આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ... - પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરિજી મ. - પં. સત્યસુંદરવિ. (ભા.સુ.-૫ : મોરબી) પૂજયશ્રીને એક ગ્રંથમાં સમાવી લેવા શક્ય નથી, છતાં પ્રયાસ અદ્ભુત થયો છે... - પૂ.આ.શ્રી વરબોધિસૂરિજી મ. (શ્રાવણ સુ. પૂનમ : જાલના, મહારાષ્ટ્ર) તમે તો કમાલ કરી છે ! કલાપૂર્ણમ્ ૧-૨ જોયા... વાંચ્યા... વાહ-વાહ બોલી જવાયું. તેમાંથી પૂજયશ્રીની જીવન રેખા (સ્મરણ યાત્રા) જેટલો ભાગ જે જન્મથી માંડી કાળધર્મ સુધીનો છે... એ ભાગ જુદો ૧૬ પેજમાં પ્રકાશિત કરો ને ! ખૂબ જ ઉપયોગી નીવડશે. પૂજયપાદશ્રી પરમ પ્રભુભક્ત હતા. વિ.સં. ૨૦૩૯માં પૂજયપાદ, પરમતારક, પરમારાથ્યપાદ ગચ્છાધિપતિની નિશ્રામાં શાંતિનગરના ચાતુર્માસ વખતે સાથે હતા. ત્યારે નિકટથી પરિચય થયેલ... તેઓ અદ્ભુત પ્રભુભક્ત હતા. શાસનની વફાદારી પણ અદ્દભુત હતી... - પૂ.આ.શ્રી નરચંદ્રસૂરીશ્વરજી મ. - મુનિ ધર્મતિલક વિ. (શ્રા.વ.-૧૦ : હળવદ) બજે મધુર બંસરી + ૪૩૨ બજે મધુર બંસરી + ૪૩૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગીની આધ્યાત્મિક સાધના અને સિદ્ધિ પર પ્રકાશ પાડતો સુંદર ઉપહાર મળ્યો... ખૂબ ખૂબ ધન્યવાદ.. - પૂ.આ.શ્રી અભયશેખરસૂરિજી મ. (શ્રા.વ.-૧ : ઇસ્લામપુરા) હોય છે... ને ગયા પછી તેમના ગુણોને વિસ્તારનારા જલ્દીથી મોહનીય કર્મ ઓછું કરે છે... - પૂ.આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. (હઠીસિંહની વાડી, અમદાવાદ : તા. ૦૫-૧૦-૨૦૦૬). अद्भुत स्मृतिग्रन्थ के प्रकाशन पर हार्दिक अभिनंदन । - પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ. (બાલી : તા. ૨૬-૦૯-૨૦૦૬) ગુણવાનના ગુણો ગાવા જોઇએ તે ફરજને તમે અદા કરી છે... ભૂરિ ભૂરિ અનુમોદના... - પૂ.આ.શ્રી રૂચકચંદ્રસૂરિજી મ. (બોટાદ : તા. ૨૪-૦૯-૨૦૦૬) સ્મૃતિગ્રંથની શ્રેણીમાં અદ્દભુત વળાંક આપતો આ સ્મૃતિગ્રંથ નવી ભાત પાડે છે. આપનું શ્રેષ્ઠ સંપાદન કર્મ ખરેખર ધન્યવાદાઈ છે. - પૂ.આ.શ્રી રત્નચંદ્રસૂરિજી મ. (ડહેલાવાળા) - મુનિ ઉદયરત્નવિ. (ભા.વ.-૮ : સાંતાક્રુઝ) સચિત્ર જીવન ચરિત્ર... અનેક ભવ્ય જીવોને ઉપકારક અને મુક્તિપથદર્શક બનશે જ... એમાં શંકા નથી... પુસ્તક લેખન – પ્રકાશનમાં આપના હૃદયના શુભ ભાવોની પણ હાર્દિક અનુમોદના... - પૂ.આ.શ્રી કીર્તિસેનસૂરિજી મ. (પાલીતાણા) એ મહાપુરુષના ગુણ-ગૌરવને શબ્દસ્થ કરવું કઠણ કાર્ય છે. છતાં પણ તમે ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે... - પૂ.આ.શ્રી ગુણશીલસૂરિજી મ. (પાલીતાણા : તા. ૦૮-૦૮-૨૦૦૬) કલાપૂર્ણમ્ કલાપૂર્ણમ્ છે... આ સિવાય વધુ તો હું શું લખું? - પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ. (શ્રા.વ.-૧૦ : કલ્યાણ) आत्मीयौ मुनिवरौ ! अभिवादयामि । 'कलापूर्णम्' इत्येतत् ग्रन्थरत्नं भागद्वयात्मकं दिनद्वयात् पूर्वं मया प्राप्तम् । तत्प्राप्तौ भवतोः शक्तिः भक्ति: च मूर्तिमतीव प्रत्यक्षा जाता । ग्रन्थप्रकाशने भवतोदृष्टिः संविशिष्टा । - પૂ.ઉપા. ભુવનચંદ્ર (ધાંગ્રધ્રા : તા. ૨૦-૦૭-૨૦૦૬) ઘણી મહેનત પછી આવા કાર્યો સૌભાગ્યવંતના સિદ્ધ થાય છે. મહાપુરુષ જીવતા હોય ત્યારે તેમની ભક્તિનો લાભ લેનાર પ્રાજ્ઞ બજે મધુર બંસરી + ૪૩૪ બજે મધુર બંસરી + ૪૩૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીના દર્શન થયા છે. તેમની અદ્દભુત વાતો ખૂબ જ સાંભળવા મળતી હતી. હવે આ બે પુસ્તકો દ્વારા સાંગોપાંગ જાણી શકાશે. હવે તો સાક્ષાતુ મળ્યા જેટલો આનંદ થાય છે. નિકટનો પરિચય થશે. દરરોજ મળાશે. તેમ વધુ નિકટતા આવશે. ભક્તિયોગનો અમૂલ્ય વારસો મળ્યો તેવો આનંદ થાય છે. મારો મુખ્ય વિષય ભક્તિયોગ જ છે. હવે તેમાં વિશેષ પાવર આવશે. અનુભૂતિના દર્શન થશે... - પૂ.પં.શ્રી પુંડરીકવિજયજી મ. (શ્રા.સુ.-૭ : મુલુંડ) સંપાદનમાં લીધેલી સંનિષ્ઠ સખત સાધના ઉડીને આંખે વળગે છે. તેની ખૂબ ખૂબ અનુમોદના - ધન્યવાદ... પૂજયશ્રી પાર્થિવ દેહે ઉપસ્થિત નથી, પણ પુસ્તક દેહે તેઓશ્રીને અવતરિત કરી આપશ્રીએ આત્માર્થી જીવો પર ઉપકારની હેલી વરસાવી છે... ફરી ફરી ધન્યવાદ... - પૂ. મુનિ મુક્તિવલ્લભવિ. (પંકજ સોસાયટી, અમદાવાદ) પૂજયશ્રીની ભક્તિ તેમજ જ્ઞાન અદ્ભુત હતું... અનુમોદનીય હતું... - ગણિવર્યશ્રી ગુણચંદ્રસાગરજી મ. (સુરત : તા. ૨૭-૦૮-૨૦૦૬) ‘કલાપૂર્ણમ્’ સ્મૃતિગ્રંથ જોતાં જ આંખ ભરાઈ આવી. ખૂબ સરસ મહેનત આપે કરી છે. પૂ. ગુરુદેવના ફોટોગ્રાફ્સ પણ ગુરુદેવના જીવન-કવનની સાખ પૂરે છે. એક-એક લેખ વાંચતા અને ફોટોગ્રાફસ જોતાં ગુરુદેવના ચિંતનમાં મન ખોવાઇ જાય છે. - મુનિ મહાયંસવિ. મ. (આનંદધામ, અમદાવાદ : તા. ૦૨-૦૯-૨૦૦૬) અદ્ભુત મહેનત, કલાત્મક પ્રિન્ટીંગ અને મિત્રોની વિશાળ શૃંખલાએ પ્રકાશનમાં ચાર ચાંદ લગાવી દીધા. ઉપરોક્ત બંને ગ્રંથો પૂ. આચાર્ય ભ.શ્રીને સમજવા ઇચ્છતા મુમુક્ષુઓ માટે અણમોલ નજરાણું છે. અમે પણ આ પુસ્તકનું વાંચન કરવા દ્વારા પૂજયશ્રીનાં જીવનપુષ્પો હૃદયમાં કંડારીશું... - પૂ. ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગર મ. (ઇન્દોર) સંપાદન સુંદર થયેલ છે. વિદ્વાન મહાત્માના હૃદયમાં કાર્ય હોય એટલે કાંઈ જ બાકી ન રહે... સ્વ. પૂજયશ્રીને દિલથી ચાહનારો – માનનારો વર્ગ ચતુર્વિધ સંઘમાં ઘણો મોટો છે. તેથી તમારે કાપ-કુપ કરીને ગ્રંથનું ગૌરવ જાળવવું પડ્યું તે બરાબર છે... પણ જેના લેખો પુનરૂક્તિ દોષને ટાળવા માટે નથી લીધા... પણ તેના નામો માત્ર લીધા હોત તો તેમને સંતોષ થાત... - મુનિ હર્ષબોધિવિજય મ. (અમદાવાદ : તા. ૧૩-૦૮-૨૦૦૬) ‘કલાપૂર્ણમ્' સ્મૃતિગ્રંથ મળ્યા.. પૂજયશ્રીના ભવ્ય જીવનનું આ પ્રેરક સંભારણું ખૂબ ખૂબ ગમ્યું. બજે મધુર બંસરી + ૪૩૬ બજે મધુર બંસરી + ૪૩૭ Page #224 -------------------------------------------------------------------------- ________________ તેની ખૂબ ખૂબ અનુમોદના થાય છે. સાથે આનંદ પણ થાય છે. - મુનિ ભદ્રકીર્તિ - જિનકીર્તિ વિ.મ. (નવસારી) ઘણા જ સુંદર પુસ્તકો છે... ખરેખર ! જેવું પૂજયશ્રીનું જીવન હતું તેવું જ પૂજયશ્રીના જીવનની ઝાંખીને દર્શાવતા આ ગ્રંથો આપશ્રીએ સખત મહેનત કરીને બહાર પાડ્યા તે બદલ આપશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ... પૂજયશ્રીનું જીવન ઉચ્ચકોટીના આદર્શસમ હતું. કદાચ ૨ નહિ, પણ ૧૨ ગ્રંથ લખીએ તો પણ આપણે તેમના ગુણોનું વર્ણન કે આલેખન કરવા બેસીએ તો વર્ષોના વર્ષો વીતી જાય... તો પણ એમના આદર્શ આચરણ, પ્રભુ પ્રત્યેની ભક્તિને આલેખવા આપણે શક્તિમાન નથી. જેવું પૂજ્યશ્રીનું નામ તેવું જ પૂજયશ્રીનું નામ... તેવું જ શંખેશ્વરમાં પૂજયશ્રીનું ધામ... તેવું જ પૂજયશ્રીના ગ્રંથનું નામ... સર્વ કલાથી પૂર્ણ પૂજ્યશ્રીના ચરણે ભાવપૂર્વક વંદના... - મુનિશ્રી ધીરેશરત્નવિજયજી મ. (અમદાવાદ) - મુનિ દાનશેખર વિ.મ. - મુનિ જગતશેખર વિ.મ. (સાંગલી : તા. ૧૮-૦૮-૨૦૦૬) ચિત્રકાર કે ફોટોગ્રાફર “પૂજયશ્રીના દેહને” ચિત્રમાં કે ફોટામાં સહેલાઇથી લાવી શકે... પણ... પૂજયશ્રીના “આંતર સૌંદર્યને” શબ્દદેહમાં લાવવો સદાય અપૂર્ણ રહેશે.. અપૂર્ણને ‘કલાપૂર્ણમ્' બનાવવાનો પ્રયત્ન માત્ર સ્તુતીય નહીં... અનુમોદનીય છે. શત – સહસ્ત્ર - લાખ – કોટિ વંદના તમારા પુરુષાર્થને ! - મુનિ યશોભૂષણવિજયજી (પરેલ) પરમાત્મભક્ત, ભગવાન પૂજયપાદ આચાર્ય ભગવંત કલાપૂર્ણસૂરિજી મહારાજાના બેમિસાલ આધ્યાત્મિક જીવનના બે દળદાર ગ્રંથો મળ્યા. આપશ્રીએ ગ્રંથસર્જનમાં ખૂબ-ખૂબ કમાલ કરી છે. ખૂબ-ખૂબ અંતરથી અનુમોદના... - મુનિશ્રી દિવ્યવલ્લભવિ. મ. (વડોદરા : તા. ૦૩-૧૦-૨૦૦૬) निश्चय ही इन कृतियों से अनेक जिज्ञासु मार्गदर्शित होंगे । - મુનિ વિમલસાગર (મુંબઈ) ઘણી સરસ મહેનત કરીને, દીર્ધાયુ બને તેવા ટકાઉ-મજબૂત કાગળો, આકર્ષકતા - વ્યવસ્થિત લખાણ છે. પૂ. સાહેબજીની ગૌરવતા - મહાનતા - ઉત્તમતા માટે આપે દિલથી આ કાર્ય કર્યું છે. અત્યંતર વૈભવ તો હશે જ... પણ આ ગ્રંથનો બાહ્ય વૈભવ પણ સુંદર છે. અનેક આરાધક આત્માઓને માર્ગદર્શક બનશે... - મુનિ નયચંદ્રસાગર બજે મધુર બંસરી + ૪૩૮ બજે મધુર બંસરી + ૪૩૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ શ્રેષ્ઠ ગ્રંથ છે. જાણે વાંચ્યા જ કરીએ એવું થાય છે. આપનો શ્રમ સફળ જ છે... - સા.શ્રી નિર્મલગુણાશ્રીજી (બેંગ્લોર : તા. ૧૧-૦૭-૨૦૦૬) પ્રભુ પ્રેમની પાછળ પાગલ બનનારા સાધક પૂ. ગુરુદેવની વાતો આ ગ્રંથમાં વાંચતા તો હૃદય દ્રવી ઉઠ્યું... દિલ ઓવારી ગયું... આંખોમાંથી અશ્રુધારા ‘સાવન-ભાદો'ની જેમ વરસી રહી... મધુરાધિપતેરખિલમ્ મધુરમ્' પંક્તિના ન્યાયે આ આખો ય ગ્રંથ મધુર ને મધુર જ લાગ્યો છે. અમૃત વરસાવનારી પૂજયશ્રીની વિધ-વિધ મુદ્રાઓથી અંકિત ફોટોગ્રાફી જોતાં જ મન, આંખો, હૃદય ત્યાં જ સ્થિર થઇ જાય છે. ગ્રંથમાં વચ્ચે વચ્ચે સંવેગરંગશાળા - ચંદાવિઝયમયશા વિ. ગ્રંથોના સુવાક્યો રૂપી મોતીઓથી આ ગ્રંથ જાણે કેવો ચળકી રહ્યો છે ! તો દીપકની - ફૂલોની તથા અન્ય આકર્ષક ફોટોગ્રાફીથી જાણે આ ગ્રંથ ઝળકી રહ્યો છે ! તો વિધ-વિધ લેખકોના લેખો દ્વારા પૂજયશ્રીનાં અભુત ગુણોની સુવાસથી આ ગ્રંથ જાણે મહેંકી રહ્યો છે એવું લાગે છે...! આ ગ્રંથ વાંચતા આપનો સખત અને કઠોર પરિશ્રમ જરૂર સમજાય છે... એ કઠોર પરિશ્રમમાં, આપના હૃદયમાં રહેલી અદ્ભુત ગુરુભક્તિ, ગુરુસમર્પિતતા રૂપી પવિત્ર ભાગીરથીના દર્શન થતાં જ હૃદય નાચી ઉઠે છે... છેલ્લે ‘સ્મરણ યાત્રા'માં સાલવાર માહિતી આપવા દ્વારા આપનું ‘ફળદ્રુપ મગજ” જોઇ હૃદય સહસા જ પોકારી ઉઠ્ય.. ગુરુદેવ ! આપ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર...” આમ, અદ્ભુત ગુરુભક્તિ અને અનુપમ જ્ઞાન દ્વારા આપ જિનશાસન ઉપર ચાર-ચાર ચાંદ લગાવો.. અદ્દભુત શાસન પ્રભાવના કરો... ને અનેક - સેંકડો ભવ્ય જીવોના આપ તારણહાર બનો... એજ એક હૃદયની અભીપ્સા... - સા. સુવર્ણરેખાશ્રીજી (ભચાઉ) આ પુસ્તક આપે કઇ રીતે તૈયાર કર્યું તે કલ્પના પણ હું કરી શકતી નથી. મોટા-મોટા આચાર્યોના... બીજા સમુદાયના ફોટાલખાણ વિ. ભેગા કરવા અને બધાના લખાણોમાં સુધારા-વધારા કરી વ્યવસ્થિત કરીને પછી તૈયાર કરવા... જેના જેના લખાણો છે તેમના તેમના ફોટા સહિત લખાણો તૈયાર કરવા... ખરેખર ! આ બધું કરવામાં આપે ઘણી-ઘણી મહેનત કરી... તેની ખૂબ-ખૂબ અનુમોદના કરું છું... આપશ્રીએ તો આ પુસ્તક તૈયાર કરીને અનેક આત્માઓને માટે સાહેબજીનો આદર્શ પૂરેપૂરો આ પુસ્તકમાં ઠાલવી દીધો છે. આપે સાથે રહી, અનેક રીતે, દ્રવ્ય ભાવથી પૂજયશ્રીની - સમુદાયની – શાસનની ભક્તિ કરી છે. આવી ભક્તિ કરનારા બીજા કોઇ તૈયાર થયા નથી...! ખરેખર ! કેટલાય વર્ષોની તૈયારી હશે ત્યારે આ પુસ્તક બહાર પડ્યું ! ખરેખર ! સખત શ્રમ લઇને ‘કલાપૂર્ણમ્' ગ્રંથ તૈયાર કરી આપશ્રીએ પૂ. દાદાગુરુદેવના ઉપકારનો બદલો વાળ્યો છે ! ખૂબખૂબ ધન્યવાદ...! - સા.શ્રી ચારૂપ્રજ્ઞાશ્રીજી (માધાપર) ‘કલાપૂર્ણમ્' ગ્રંથના બંને ભાગ વાંચ્યા. વાંચતા ખૂબ આનંદનો અનુભવ થયો. પૂજયશ્રી તો મહાન ગુણોથી વૈભવશાળી હતા, પરંતુ બજે મધુર બંસરી * ૪૪૧ બજે મધુર બંસરી + ૪૪૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ તે ગુણોને પુસ્તકમાં, તેજસ્વી બુદ્ધિ દ્વારા વિકસાવીને જે રીતે પ્રકાશિત કર્યા છે તે વાંચીને હૈયું હર્ષથી નાચી ઉઠડ્યું. આપની તીવ્ર મેધાને, આપના શ્રમને, આપની લેખન કલાને... જેટલા પણ ધન્યવાદ આપીએ અને જેટલી પણ મનોમન અનુમોદના કરીએ તેટલી ઓછી છે. આપની પ્રશંસાના શબ્દો પણ અમારી પાસે નથી. ખરેખર ! ગુરુદેવની મહાન કૃપા આપના પર વરસી રહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે. આપ બંને ભાઇઓ દિન-પ્રતિદિન શાસનની પ્રભાવના કરતાં જ રહો એવી અમારા અંતરની શુભેચ્છા... - સા.શ્રી વિચક્ષણાશ્રીજી (અમદાવાદ) આ બંને ગ્રંથો ખૂબ જ સુંદર રીતે તૈયાર થયા છે. દરેક જિજ્ઞાસુઓ માટે આ ગ્રંથ માર્ગદર્શક જેવા બની રહેશે. બંને ગ્રંથો સમયે વાંચી જઇશ અને તે અંગે કાંઇ જણાવવા જેવું હશે તો અવશ્ય જણાવીશ. પુનઃ આપશ્રીએ યાદ રાખી બે ઉત્તમ ગ્રંથો મોકલી આપ્યા છે તે બદલ હું આપનો ઋણી છું... - શ્રેણિકભાઈ કસ્તુરભાઈ (તા. ૦૨-૦૮-૨૦૦૬) સામાયિક દરમ્યાન આ ગ્રંથનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. એમાંથી કોઇ પણ અવતરણ ટાંકતો નથી... આખો બાગ જયાં મહેંકતો હોય ત્યાં સુગંધ કયા ફૂલમાંથી આવે છે તે જણાવવાનું મને યોગ્ય લાગતું નથી. ‘કલાપૂર્ણમ્' ના બે ભાગમાં એક અધ્યાત્મયોગીની સારીયે અનુભવ સૃષ્ટિ ખડી કરી દીધી છે... જે સાધકોને સાધનામાં બળ મેળવવા ઉપયોગી બની રહેશે... - કુમારપાળ વી. શાહ (કલિકુંડ, ધોળકા) આ ગ્રંથ વાંચવા લીધા પછી સહજ રીતે બે-ત્રણ કલાક થઇ જાય ત્યાં સુધી સમયનો ખ્યાલ જ ન રહે. ભૂખ્યાને ભોજન મળે.. તરસ્યાને પાણી મળે અને જે તૃપ્તિનો અનુભવ થાય એના કરતાં પણ કઇ ગણો આનંદ આ ગ્રંથ વાચતાં થાય છે. જાણે હજી પણ વાંચ્યા જ કરીએ... મૂકવાનું મન જ ન થાય. ભોજન અને પાણી જેવી દ્રવ્ય ચીજ પણ જો આનંદ આપી શકતી હોય તો આ ગ્રંથમાં તો આત્મિક આનંદાનુભૂતિ ભરેલી છે... તો તો કેવો આનંદ થાય ! ઘણી વખત વાંચતા હૃદય આર્દ્ર બની જાય... આંખે અશ્રુધારા વહી જાય... પૂજયશ્રી જગતમાં કેવા છવાયેલા હતા ! કેવા-કેવા જીવોએ પૂજયશ્રીને કેવી-કેવી રીતે માણ્યા ! જો આ પુસ્તક બહાર ના પડ્યું હોત તો પૂજયશ્રીના ટોચકક્ષાના ગુણોનો અનુભવ શી રીતે થાત ? - સા. હિતપૂર્ણાશ્રીજી (પાટણ) આ મહાગ્રંથની સહેજ પણ આશાતના ન થાય તેવી ભાવના સહ સામાયિકમાં જ બંને ગ્રંથના કુલ ૭૩૦ પેજ પૈકી સંસ્કૃત – અંગ્રેજી મેટરને બાદ કરતા તમામ અક્ષરસ: વાંચન થયેલ છે. જેમજેમ ગ્રંથવાંચન આગળ વધ્યું તેમ-તેમ પૂજય ગુરુદેવશ્રી નજીકમાં જ હોય તેવો અહેસાસ થવા લાગ્યો. અદ્દભુત સર્જનની અનુમોદના કરવા માટે મારી પાસે શબ્દો જ નથી. આપશ્રીએ માહિતીસભર આ ગ્રંથનું સર્જન કરીને ભવતારક પૂજય ગુરુમા પ્રત્યેનું ઋણ ચૂકવી દીધેલ છે. સંવત ૨૦૪૦ના ડીસા ચાતુર્માસથી સંવત ૨૦૫૮ના ફલોદી ચાતુર્માસ સુધીમાં અનેક વાર બજે મધુર બંસરી + ૪૪૩ બજે મધુર બંસરી + ૪૪૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીના દર્શન-વંદન થયેલ હશે... પણ ગ્રંથ વાંચન પછી એમ થાય છે કે ભરપૂર ખજાનામાંથી ઘણું ઓછું પ્રાપ્ત કર્યું છે. તેમ છતાં આનંદ એ છે કે ગુરુદેવના લીધે જીવન પરિવર્તન ચોક્કસ થયેલ છે. ગુરુદેવશ્રીના અદશ્ય આશીર્વાદ આપણા સહુ ઉપર વરસતા જ રહો તેવી પ્રભુને પ્રાર્થના.. - હસમુખ વેદલીયા (ડીસા) કલાપૂર્ણમ” ગ્રંથના બંને ભાગમળ્યા. મારી પ૯વર્ષની જિંદગીમાં આવા સુંદર ગ્રંથો મેં જોયા નથી... વાંચવાની શરૂઆત કરી છે... - ધીરુભાઈ | (ચેન્નાઇ, તા. ૧૦-૧૦-૨૦૦૬) “કલાપૂર્ણમ્” ભાગ ૧-૨નું વાંચન કરતાં ખૂબ જ અહોભાવ થાય છે. ગુરુદેવની સાચી ઓળખ મેળવવી હોય તો ગુરુદેવના ગ્રાહકોએ આ ગ્રંથ અવશ્ય એકવાર નહીં... પરંતુ વારંવાર વાંચવો જ જોઇએ... - હસમુખ બોરીચા (ભુજ) યોગી મહાપુરુષના જીવનના પ્રસંગોને જુદા જુદા લેખક દ્વારા વર્ણવ્યા છે. જે ખૂબ જ અનુમોદનીય છે. આની પાછળ સંકલન વિગેરેનું કામ બંને પંન્યાસજી મ.સા. કરી શક્યા છે, તે ખૂબ જ અનુમોદનીય છે. પૂજયશ્રીએ ચાણસ્માના હેમંતભાઇ તરફથી વાંકી તીર્થે ૯ દિવસ નમસ્કાર મહામંત્રના જાપ સાથે એકાસણી કરાવેલ તે સ્મૃતિ કેમ ભૂલાય ? - અધ્યાપક ગુણવંતભાઇ સંઘવી (ચાણસ્મા) ચીવટપૂર્વકના આપના સંપાદન કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું. મારા જેવાને આવા કાર્યથી ઘણી જ પ્રેરણા મળી રહે તેમ છે. ખૂબ જ સુંદર કામ કર્યું છે... - નંદલાલ (ભાવનગર) આપ દ્વારા સંપાદિત ‘સ્મૃતિ ગ્રંથ' વાંચ્યો. ખૂબ જ અદ્ભુત છે. નાસ્તિકને પણ આસ્તિક કરી દે એવી વાચનાના અંશો... આચાર્ય ભ.ની દુર્લભ તસ્વીરો મનમાં અંકિત થઇ ગયેલ છે. આચાર્ય ભ.ના અસંખ્ય લોકો પર અસંખ્ય ઉપકાર છે. આચાર્ય ભ. ખરેખર ! પરમાત્મા જ હતા... ‘સ્મૃતિ ગ્રંથ વાંચ્યા પછી આચાર્ય ભ.ની પ્રભુ ભક્તિ જાણ્યા પછી અમને પણ નવા સ્તવનો શીખવાનું મન થાય છે. રાગ ન આવડે તો પણ પ્રભુ સમક્ષ સ્તવનો ગાવાથી મન ખૂબ આનંદિત થઇ જાય છે. - ઉમેદ પ્રેમજી કારિઆ (મુંબઈ) પરમાત્માના ભક્ત યોગી પુરુષ મહાત્માના જીવન-કવન વર્ણવતો દળદાર સંકલન ગ્રંથ મળ્યો. મહાપુરુષોની આ જ રીતે ચિરકાળ યાદગીરી રહે... તે જરૂરી છે. - હિંસકીર્તિવિજય (તપોવન સંસ્કાર પીઠ) બજે મધુર બંસરી + ૪૪૪ બજે મધુર બંસરી + ૪૪૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ! તે મહાપુરુષનું જીવન તો અદ્ભુત અને અનુકરણીય હતું. ભાવિ પેઢી પોતાના આદર્શ તરીકે ઘણા સમય સુધી એમને या६ ४२ती २४शे... - વૈરાગ્ય अनेक महात्माओ के भक्ति संबन्धी प्रश्नो का निवारण जिस अंदाज से किया है वह बेमिसाल ऐसे अद्भुत लखलूट सामग्री से भरपूर ग्रंथ को जिस अंदाज से आपने सझाया और सवारा है वह देखते ही बनता है । ऐसे महापुरुष के बेंग्लोर आगमन को हम हमारे लोगमें चमत्कार ही मानते है। आज भी उनके छोटे छोटे चिंतन कणिकाए भावविभोर बना देती है। जब भी भक्ति का प्रसंग होगा अध्यात्म योगी सदैव याद आयेंगे । - अशो: संघवी (लेखोर) પરમ પૂજય આચાર્ય ભગવંત અધ્યાત્મયોગી, પરમ કૃપાળુ, અદ્ભુત પ્રભુભક્ત... જેમના માટે ગુણોના વિશેષણના શબ્દો પણ ઓછા પડે અને જડે નહી એવા મહાપુરુષ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.નો પ્રભુ પ્રેમની પરાકાષ્ઠા રૂપ “કલાપૂર્ણમ્' સ્મૃતિગ્રંથ મળ્યો. પણ રોજ પ્રભુભક્તિ કરતાં પૂજયશ્રીને યાદ કરું જ છું. એમની જેમ હું પણ જિનાલયમાં નિત્ય ૨૦૨૫ સ્તવનો પ્રભુ સમક્ષ ગાઉં છું... એ પણ આંખમાં અશ્રુ અને અંતરમાં અતિ આનંદ साथे...नी अनुभूति शोभा ४ावी नशाय तेवी छ... આ ગ્રંથ રૂપ પ્રસાદી મને યાદ કરીને પહોંચાડી... તે બદલ मापनो पूष पूज मामा२ - ७५.१२... -दुभार (माटुं, मुंबई) पूरा पढ़कर अभिप्राय लिखने में तो काफी समय लगेगा, परन्तु थोडा सा पढ़ने से ही चित्त अत्यंत प्रसन्न हुआ । प.पू. अध्यात्मयोगी आचार्य भगवंत श्रीमद् विजय कलापूर्णसूरीश्वरजी म.सा. की पावन वाणी का अनमोल खजाना है। इसके संयोजन व सम्पादनकर्ता को बहुत-बहुत अभिनंदन और धन्यवाद । संक्षिप्त में कहा जाय तो यह संग्रह मुक्तिमार्ग का पथप्रदर्शक है । - પન્નાલાલ વૈધ गुरुदेव की श्रद्धांजलि स्वरुप दोनो ग्रंथ सचमुच बड़े प्रेरक है । अच्छे भावभरे सुंदर प्रकाशित हुए है । खूब अनुमोदना है। - रानी सुरेन्द्रसिंह बोटा पूज्य श्री का समस्त जीवन सामने देखकर आत्मीय आनंद की अनुभूति हुई । गुरु शिष्य को जीवन देते है और शिष्य गुरु को जीवित रखता है । गुरु को शिष्य के द्वारा दिजानेवाला यह सब से बडा दान है । इस में आपश्री सफल रहे हो । - डॉ. सुभाष हैन (हैन, मध्यप्रदेश) दो-तीन पृष्ठ पढे मगर ऐसा लगा अद्भुत खजाना हाथ लग गया । अलग अलग महात्माओ के द्वारा आचार्य भगवंत के जीवन को जानना और उनमें रही हुई परमात्म भक्ति के प्रसंगो को जानना एक सुखद अनुभूति है । हे मधुर सरी * ४४६ हे मधुर बंसरी ४४७ Page #229 -------------------------------------------------------------------------- ________________ 'कहे कलापूर्णसूरि' दो किताब पाली अवश्य भिजावे । मैंने यह पुस्तक १०८ बार पढी है । पजसण के ८ दिन इस किताब का ही स्वाध्याय किया था और लोगो को कराया था । पू. गुरुदेव का नाम तो दुनिया में सबसे ऊंचाई पर है। - પારસમલ ભંસાલી (પાલી) अध्यात्मयोगी की वाणी को लिपिबद्ध कर आप जैसे संतोने गुरुदेव श्री कलापूर्णसूरिजी को पुनर्जिवित कर दिया है । सूरिजी के उज्जैन आगमन के समय एक अदभुत प्रसंग मेरे जीवन से जुड़ा हुआ है। मेरे हृदय में पूज्यश्री के प्रति जो भाव है, उन की कृपा है... उस से मुझे शासन-रसिक बनने में बहुत मदद मिली है। 'कहे कलापूर्णसूरि' चारो भाग साहित्य से शासन की अधिक प्रभावना होगी । आप का सद्प्रयास स्तुत्य है । मैं उनकी खूबखूब अनुमोदना करता हुँ । - ડૉ. સુભાષ જૈન (ઉજ્જૈન) ચિત્રપટો... અનેકવિધ મુદ્રાઓ જોઇ હૈયું દ્રવી ગયું. પરંતુ તેમાં કેટલીક વિશેષતાઓ જોઇ હૈયું નાચી ઉઠ્યું. આ ગ્રંથના પ્રેરક, સંપાદક, શિલ્પીઓથી કંઇક પરિચિત છું. પણ શું લખું? આવું અદ્ભુત કાર્ય કરવામાં અંતરની ભક્તિ અને શક્તિ છે, તેથી તેમાં દૈવત પ્રગટ થયું છે. પાને-પાને લેખકોની ભાવભરી વિશેષતા... ક્યાંક અનુભવોની ઝલક તો ચમત્કારિક છે. પૂજયશ્રી માટે અવર્ણનીય અને અનિર્વચનીય અનેકવિધ પ્રતિભાઓ સંપન્ન થઇ છે તે આશ્ચર્યકારી છે. તેથી વિશેષ તો હજી પૂજ્યશ્રીએ જે ગૂઢ રાખ્યું છે તો આપણા ભાવમાં આવે ત્યારે જ તે રહસ્ય ખૂલે. પાને-પાને મુદ્રિત થયેલા પૂજયશ્રીના બોલતા ચિત્રપટોથી એવું લાગે કે પૂજયશ્રી આ રહ્યા... આપણી ભાવના હોય તેવો બોધ તેમાંથી નિખરે છે... ખરેખર ! અદ્ભુત છે. મારા પર પૂજયશ્રીની કૃપા વરસી છે. કદાચ મારી પાત્રતાથી... વિશેષ... એમ કહ્યું કે પાત્રતા જ તેઓએ મને આપી... પાલીતાણામાં સાધ્વીજનો કહેતા કે તમે એક શ્રાવિકા જ એવા છો કે તમને ગુરુદેવ આવી રીતે તાત્વિક બોધ આપે છે. તે બોધ સમયે તેમની નિશ્રામાં તેઓના પવિત્ર સ્પંદનો... મારા દોષો - કષાયો - વિષયોના દૂષણ તો નષ્ટ થઇ જતાં અને મને એક અલૌકિકતા સ્પર્શી જતી. જે મારા આત્માને સન્માર્ગે લઇ જતી મેં અનુભવી છે. તેઓએ વચન – લબ્ધિ તો સહજ જ આપી હતી... જેના દ્વારા દૂર – સુદૂર સુધી રૂડા જીવો તત્ત્વબોધ ઝીલી શક્યા. ભાગ-૨ થોડો જોયો. તેમાં જનસમૂહ - સાધુસમુદાયના પૂજયશ્રી પ્રત્યેના અહોભાવનું દર્શન થયું. પરમાત્માનું જ્ઞાન લોક વ્યાપક થઇ કરૂણા રૂપે વરસી જીવોના કલ્યાણનું કારણ બને છે. પૂજયશ્રીનો સહુના પ્રત્યેનો આત્મકલ્યાણનો તથા વાત્સલ્ય અને બજે મધુર બંસરી + ૪૪૯ પૂજયશ્રીના જીવન પ્રસંગનું સ્મરણ પુણ્ય બંધનું જ કારણ બની શકે. આ પુસ્તકો દ્વારા પૂજયશ્રીનું સ્મરણ નિરંતર ચાલુ જ રહે છે. - ધરમચંદ વિનાયકિયા (વિજયવાડા, આંધ્રપ્રદેશ) અભિપ્રાય કે સૂચના માટે મારી કલમ નાની પડે તેવા અદ્ભુત ગ્રંથોની રચના થઇ છે. ભાગ-૧ ખોલીને થોડું જોયું. પૂજયશ્રીના બજે મધુર બંસરી + ૪૪૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવ વ્યાપક થઇ સહુના તાપ દૂર કરનારો બન્યો તે આ લેખોથી પ્રત્યક્ષ થાય છે. શ્રદ્ધાળુ જીવોને આજે પણ પૂજ્યશ્રીની કૃપાનું અનુસંધાન મળે છે. પૂજયશ્રીના વચનોનું શ્રવણ હજી ગૂંજે છે. બંને ગ્રંથો અધ્યયન માટે પર્યાપ્ત છે. કથંચિત પૂજયશ્રીનો આંશિક પરિચય હતો. તેનો ઘણો ભેદ આમાં ખૂલ્યો છે. છતાં હજી ઘણું તો અપ્રગટ જ રહ્યું છે. તો પણ... જેટલું આપ્યું તેટલું સાધના માટે પૂરતું છે. - સુનંદાબેન વોરા (અમદાવાદ) આપશ્રી બંનેએ ‘કલાપૂર્ણમ્' અને “કહે કલાપૂર્ણસૂરિ' ગ્રંથોનું અવતરણ – સંપાદન કરી મુમુક્ષુઓ ઉપર પરમ ઉપકાર કર્યો છે અને પ.પૂ.શ્રી ગુરુ ભગવંતના અનંત ગુણોને પ્રકાશમાં લાવી પ્રકૃષ્ટ ગુરુભક્તિ દ્વારા આપના કર્મોની વિપુલ નિર્જરા કરી છે. આ દ્વારા એમના પરમ ગુણવૈભવને જાણી એમના પ્રત્યે હૃદયનો સાચો અહોભાવ, બહુમાન - ભક્તિ - અનુરાગ પ્રગટાવવાની તથા નિર્જરા કરવાની મુમુક્ષુઓને એક અમૂલ્ય તક આપી છે. આ બદલ આપશ્રીનો આભાર માનીએ તેટલો ઓછો છે. ધન્ય છે આપની ગુરુભક્તિને ! આપના સમર્પણભાવને ! ગુરુગરિમાને પ્રકાશમાં લાવવી તે શિષ્યની ફરજ આપે સુંદર બજાવી છે. ‘કલાપૂર્ણમ્' નો પ્રથમ ભાગ તથા “કહે કલાપૂર્ણસૂરિ'ના પહેલા બે ભાગનો સ્વાધ્યાય કર્યો. બહુ જ આનંદ આવ્યો. ‘કલાપૂર્ણમ્' વાંચ્યા પછી લાગ્યું કે અત્યાર સુધી ગુરુભગવંતને હું બરાબર ઓળખી શક્યો ન હતો અને લગભગ બધાને એમ લાગ્યું હશે. એમને સર્વાગીણપણે ઓળખવાની પણ પાત્રતા અને પુણ્ય જોઇએ. દરેકને તેમના કોઇને કોઇ બે-ચાર પાસાની ઓળખાણ થઇ હોય, પણ આવી સર્વાગી ઓળખાણ બધાને કરાવવાનું ભગીરથ કામ તો તમે કર્યું ! ધન્ય છે તમને ! એમાંય પ.પૂ.પં.શ્રી કલ્પતરુ સાહેબે જે ઓળખાણ કરાવી છે તે તો ખરેખર ! અદ્ભુત છે. ખરે જ તેઓ તેમના સાચા અંતેવાસી હતા. એમની ધ્યાનની પરાકાષ્ઠાનો ખ્યાલ પ.પૂ.શ્રી યશોવિજયજી મ. જે જે નાદનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો તે વાંચતા તો હૃદય નાચી ઊડ્યું. અહોભાવથી નમી પડ્યું ! પૂ.શ્રી ચિદાનંદ મુનિનું એક પદ છે “અવધૂ ! નિરપક્ષ વિરલા કોઇ, દેખ્યા જગ સહુ જોઇ.” “કલાપૂર્ણમ્' વાંચ્યા પછી લાગ્યું કે જાણે આ પદમાં એમના જ ગુણોનું વર્ણન છે. ખરે જ ! આવા નિરપક્ષ વિરલા” ગુરુજી પામીને આપણે બધા ધન્ય થયા છીએ. પ્રભુની પરમ કૃપા સિવાય આવા ગુરુ ત્રણ કાળમાં ય ન મળે. આપણી શી પાત્રતા ? તેમણે આપણા પર અધ્યાત્મ કૃપા વરસાવવામાં બાકી રાખી નથી. બસ... પ્રભુ પાસે એક જ પ્રાર્થના કે ભવોભવ એમનું શરણ મળે અને શીધ્ર મુક્તિ પામીએ. ‘કહે કલાપૂર્ણસૂરિ'ના સંપાદન દ્વારા આપશ્રીએ મુમુક્ષુ જગત પર પરમ ઉપકાર કર્યો છે. જેનો કોઇ જ બદલો કોઇ જ ન વાળી શકે. જાણે ગંગાના પવિત્ર નીર તમે ઘરે બેઠા પાવાની કૃપા કરી ! અમારા જેવા કમભાગીને આવી વાચનાનો લાભ આપશ્રીએ આ કૃપા કરી ન હોત તો ક્યાંથી મળત ? પ.પૂ. ગુરુ ભગવંતે જાણે તેમનું બધું સમ્યજ્ઞાન અને પ્રભુભક્તિનો ખજાનો છૂટા હાથે લૂંટાવી દીધો છે. અને સાથે સાથે મીઠી મીઠી ‘ટપલી’ મારી, સાધનામાં પ્રમાદ ન થાય બજે મધુર બંસરી + ૪૫૦ બજે મધુર બંસરી + ૪૫૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ તેવી હિતશિક્ષા આપીને આપણા પર પરમ ઉપકાર કર્યો છે. એમના આપણે પરમ ઋણી છીએ. આ બધાનો યશ તમારા ફાળે જાય છે... - मनुभाई (२०४2: ता. ०१-११-२००६) તમે સતત પુરુષાર્થશીલ રહીને ઘણું બધું સાહિત્ય સજર્યું એ ચોક્કસપણે નિર્જરાનું કારણ બન્યું જ હશે, પરંતુ એમાં આ ‘કલાપૂર્ણમ્’ અને ‘કહે કલાપૂર્ણસૂરિ'ના ચાર ભાગ તો નિર્જરા ઉપરાંત વિશિષ્ટ ગુરુ-ભક્તિનાં પણ કારણ બન્યા ગણાય. ધારું છું કે તમારા હૈયે આ બે ગ્રંથોનો આનંદ કોઇ અલગ જ હશે. કેમ કે મને પણ ‘યુગ દિવાકર' મહાગ્રંથના માધ્યમે એ વિરલ આનંદમાં પ્રવેશવાનું સૌભાગ્ય મળ્યું છે. એથી અનુભુત અંદાજ આંકી શકાય છે. - વિજયરાજરત્નસૂરિ (4डोह) गच्छाधिपति पू. आचार्यश्री विजयकलाप्रभसूरिजी म.सा., पू. पंन्यास प्रवरश्री कल्पतरुविजयजी गणिवर की आज्ञा तथा प्रेरणा से पू. पंन्यासजी श्री मुक्तिचन्द्रविजयजी गणिवर्य एवं पू. पंन्यासजी श्री मुनिचन्द्रविजयजी गणिवर्य ने इन स्मृति ग्रंथो के सम्पादन की जिम्मेदारी का बड़ी दक्षता एवं लगन से दायित्व निभाया है। उनका भक्ति प्रयास सराहनीय है। उनकी मेहनत रंग लाई है, जिससे ग्रंथ सभी दृष्टियों से श्रेष्ठतम बन गया है। उनकी सझ-बुझ अति सराहनीय है । पूज्यवर के अनेकों मुद्राओं में दुर्लभ चित्रों ने जहाँ ग्रंथ को दर्शनीय बनाया है, वहीं ग्रंथनायक पू. विजयकलापूर्णसूरिजी के महान व्यक्तित्व पर प्रकाश, अनेक विषयो पर, सांसारिक जीवन परिवार टेवा, उनके संयमी जीवन-साधना एवं उनके अन्यवडील पूज्य आचार्यों का सानिध्य तथा स्व समुदाय के साधु, उनकी भक्ति, जीवदया, प्रेम, करुणा, मैत्रीभाव आदि पर हृदय को छूनेवाले मननीय शब्दो से ग्रंथ पठनीय-प्रेरक बन गए हैं । ___ भाग-२ में उनके प्रति सभी गच्छ-समुदायों के श्रमणश्रमणियों के उद्गार प्रकट किए गए हैं । इन दोनों ग्रंथों का विमोचन श्री शंखेश्वर गुरु मन्दिर प्रतिष्ठा पर दि. १६ फरवरी २००६ को हुआ । इन ग्रंथो के बारे में श्री जसराजजी लूंकड, मन्नार गुडी (तमिलनाडु) से लिखते हैं कि __ "पूज्य श्री के महान स्मृति-ग्रंथ "कलापूर्णम्" जो दो भागों में हैं, उसका विमोचन धनजीभाई ने किया है। यह ग्रंथ सचमुच देखने व पढ़ने लायक ग्रंथ हैं । जिसे देखकर तो मैं धन्य हो गया। एक-एक पेज पर जो डिजाइनें की है, संपादक श्री प.पू.श्री मुक्तिचन्द्रविजयजी व प.पू.श्री मुनिचन्द्रविजयजी ने जो प्रयत्न किया है, सचमुच बेमिसाल है। आज तक स्मृति-ग्रंथ बहुत देखे, लेकिन બજે મધુર બંસરી + ૪૫૩ જેવી ઉત્તમ એમની વાણી એવી ઉત્તમ એની જન-સમુદાય આગળ પ્રસ્તુતિ. એ માટે આ પ્રકાશન કરનાર - સંપાદન કરનાર સુકૃતના સહભાગી બનનાર એ દરેકના શુભ કાર્યની અંતરથી ભૂરિ - ભૂરિ અનુમોદના કરું છું. એમાં પ્રાણ-સ્વરૂપ તમો બંનેના ભગીરથ પુરુષાર્થની પણ અનુમોદના. તમોને ખૂબ ખૂબ ધન્યવાદ. - વિજયરત્નભૂષણસૂરિ (पापी) उपर्युक्त ग्रंथ भाग-एक श्रद्धा-भक्ति एवं गुरुमहिमा की श्रेष्ठ कृति है । अध्यात्मयोगी प.पू. विजयकलापूर्णसूरिजी म.सा. इस शताब्दी की महान विभूति है । आपके पट्टधर एवं वर्तमान બજે મધુર બંસરી * ૪૫ર Page #232 -------------------------------------------------------------------------- ________________ गुरु-स्तुति जे कच्छवागड देशकेरा, परम उपकारी खरा, ज्यां ज्यां पड्या गुरुना चरण, त्यां त्यां बनी पावन धरा; अरिहंत प्रभु शासन प्रभावक, कार्यथी परहित करा, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ...... ऐसा स्मृति-ग्रंथ आज तक देखने में नहीं आया । मात्र पेज और डिजाइन ही अच्छे हैं, ऐसा नहीं, पर अंदर लेख भी बहुत बढ़िया है। भिन्न-भिन्न समुदाय के भिन्न-भिन्न गच्छों के विद्वान महात्माओं ने जो पूज्यश्री के प्रति अहो भावपूर्वक लेख लिखे हैं, वे सचमुच पठनीय हैं, दिल-दिमाग को हिलानेवाले हैं । पूज्यश्री की जन्मकुंडली के लेख, अंजलि चतुर्विध संघ की ओर से स्मरण यात्रा इत्यादि लेख सचमुच शांति से पढ़नेलायक है । यद्यपि पूरा ग्रंथ गुजराती में है, फिर भी हिन्दी भाषिओं को पढ़ना चाहिए क्योंकि गुजराती कोइ कठिन भाषा नहीं है, थोडा बहुत प्रयत्न करने से मालूम हो जाता है । अंदर कई लेख हिन्दी में भी हैं, संस्कृत और गुजराती में भी हैं। ये दोनों भाग सचमुच जैन साहित्य के अलंकार हैं।" - શ્રમણ ભારતી (ता. 30-१०-२००६) जे मोक्षना अभिलाषथी सुविशुद्ध संयम धारता, भव-भ्रमणना निर्वेदथी विषयो कषायो वारता; जे रहे प्रवचन मात शरणे आतमा संभाळता, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना .................२ जे ब्रह्मचर्य वड़े निज परम पावन आतमा, शत्रु प्रमाद पछाड़ता बनवा सदा परमातमा; हितकार थोडं बोलता वैराग्य भरता वातमां, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ............... जे गुरुकृपाथी आगमोना अर्कने तुरत ज ग्रहे, अमृत थकी पण अधिक मीठी वाणी जिनवरनी कहे; आसक्ति पुद्गलनी तजीने निज स्वभावे जे रहे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ............... जेना हृदयमां संघ पर वात्सल्यनु झरणुं वहे, शासन तणी सेवा तणो अभिलाष अंतरमा रहे; जस नाम मंत्र प्रभावथी सहु भाविको पापो दहे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ..... બજે મધુર બંસરી * ૪૫૫ બજે મધુર બંસરી + ૪૫૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આચારદિવશ્રીનું સાહિત્ય कटुता कदी ना कोईथी सहु जीव पर मैत्री धरे, बालक तणा पण गुण निहाळी हर्षथी हैयुं भरे; दुःखी अने पापी विषे जस हृदयथी करुणा झरे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ... जे योग्य जीवो जोईने हित शीखडी प्रेरक कहे, सुधरे न एवा जीव पर माध्यस्थभाव हैये रहे; सत्कार के अपमानमां समभावनी सरिता वहे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना . जे श्वास अने उच्छ्वासमां अरिहंत अंतरमा धरे, वाणी सुधाथी भविकमां अरिहंत रस हृदये भरे; मन-मंदिरे अरिहंत ध्याने आतमा निर्मळ करे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ધ્યાન-વિચાર • મિલે મન ભીતર ભગવાન • તત્ત્વજ્ઞાન પ્રવેશિકા • સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ - પરમ તત્વની ઉપાસના + અધ્યાત્મ ગીતા • યોગશતક • યોગસાર તાર હો તાર પ્રભુ ! સહજ સમાધિ • કહે કલાપૂર્ણસૂરિ, ભાગ ૧ થી ૪, કુલ પેજ પ્રાયઃ ૨૦૦૦ (ગુજરાતી-હિન્દી) કે સાધુને શીખામણ છે ૧. બીજાનું કામ આવે ત્યારે પોતાનું કામ ગૌણ કરવું. ૨. બીજાની ઇચ્છા સંતોષવા પોતે સદા સજ્જ રહેવું. ૩. બીજો પૂછવા આવે ત્યારે ઉત્તર આપ્યા વગર રહેવું નહિ. ૪. બીજાની ઈચ્છા, તત્પરતા કે અભિરૂચિ ન હોય તે સર્વ સમય પોતાના કાર્યમાં મશગુલ રહેવું. ૫. આવતી કાલે કે હવે પછીના સમયે શું કાર્ય કરવાનું છે, તેની યોજના વિચારણા કે ગોઠવણી પહેલેથી કદી કરવી નહિ. ૬. જે કાર્ય જે સમયે દૈવ યોગે સામે આવી પડે તેને જ સર્વશ્રેષ્ઠ માનીને તેને બનાવવામાં આનંદ માનવો. ૭. દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે તે કાર્ય કારણના નિયમને અનુસાર યોગ્ય જ થઈ રહ્યું છે, એમ સદા વિચારવું. ૮. આપણી ઇચ્છા મુજબ દુનિયાને ચલાવવાનો વિચાર કરવા કરતાં દુનિયા જે રીતે ચાલે છે તે રીતે ચાલવા દઈ આપણો ફાળો આપણને છાજે તે રીતે તેમાં આપવો. બીજા કેમ ચાલે છે તે ઉપર અધિકાર બીજાનો છે, આપણે કેમ ચાલવું તે ઉપર અધિકાર આપણો છે. - પ.પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર प्रभु मूर्तिमा प्रभुने निहाळी जगतने जे भूलता, निज मधुर कंठे स्तवन गाता बाळ जिम जे डोलता; 'प्रभु' भक्तिनी मस्ती वडे निज हृदयने जे खोलता, નાપૂર્ણસૂરિવર વરણમાં, હો નો સદ્દા મુન ચંદ્રના .......... ૫૫૦ ૫૦ ૫૦ ૫.૧ ૬ - રચયિતા : ભૂકંપમાં અવસાન પામેલ પ્રભુલાલ વાઘજી છેડા, મનફરા (કચ્છ) બજે મધુર બંસરી + ૪૫૬ બજે મધુર બંસરી + ૪૫૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ [ પૂજ્ય બંધુ-બેલડી દ્વારા સંપાદિત-લિખિત સાહિત્ય * શ્રી શાલિભદ્ર મહાકાવ્ય” (ટીકા-અનુવાદ-સહિત, સંસ્કૃત) વ્યાશ્રયમહાકાવ્ય” (અન્વય-અનુવાદ-સહિત, સંસ્કૃત) જ્ઞાનસાર (સંપધ - ગધાનુવાદ) અભિધાન ચિતામણિ નામમાલા સાર્થ શબ્દાવલી (લોકાંક-અર્થ-સહિત) શબ્દમાલા* (લિંગ-અર્થ-શ્લોકાંક સહિત સાર્થ ધાતુપાઠ સાથે) આકાશગંગા* - જ્ઞાનગંગા (હિન્દી) (આકાશગંગાનું હિન્દી) શ્રુતગંગા (હિન્દી) (પ્રશ્ન-પત્રો) + અધ્યાત્મવાણી* (પૂ.આ.શ્રીની પરિસ્કૃત વાણી) * અધ્યાત્મવાણી (હિન્દી) * ઉપદેશધારા* (ભિન્ન-ભિન્ન વિષયો પર નિબંધો) * આત્મ કથાઓ - પરકાય પ્રવેશ (આત્મ કથાઓ) - ઈસે જીંદગી કહતે હૈ... (વસ્તુપાલ-જીવન) કહે, કુમારપાલ * મેં કુમારપાલ (હિન્દી) * બજે મધુર બંસરી* (ઐતિહાસિક પ્રસંગો) * આવો, મિત્રો ! વાતાં કહ્યું * આવો બાળકો વારતા કહ્યું. * સચિત્ર જૈન કથાઓં (હિન્દી, ગુજરાતી, ઇંગ્લીશ) * કભી ધૂપ ! કભી છાંવ ! (બે સળંગ કથા) * સમ્યગ્દર્શન-શુદ્ધિ (હિન્દી) - સાત ચોવીશી (હિન્દી) (સાત સ્તવન ચોવીશી) * દાદાને દરબાર (સ્તવનો, સ્તુતિઓ) * કહે કલાપૂર્ણસૂરિ - 1* (પંચવસ્તુ કે પર વાચના) (ગુજરાતી-હિન્દી) * કહે કલાપૂર્ણસૂરિ - 2* (ચંદાવિજઝય પર વાચના) (ગુજરાતી-હિન્દી) * કહે કલાપૂર્ણસૂરિ - 3* (લલિતવિસ્તરા પર વાચના) (ગુજરાતી-હિન્દી) કહે કલાપૂર્ણસૂરિ - 4* (લલિતવિસ્તરા પર વાચના) (ગુજરાતી-હિન્દી) ભૂકંપમાં ભ્રમણ (ભૂકંપની સત્યઘટનાઓ) સ્વાધ્યાય-કલા (પ્રકરણ-ગ્રન્યો, ભિન્ન-ભિન્ન ભાગોમાં) - નિ બેમિ (પુ.પં. શ્રી કલ્પતરુવિજયજી ગણિવરની વાચના). નારાયણનો નાદ (કવિશ્રી નારણભાઇના કેટલાક ભક્તિ-ગીતો) (* નિશાની સિવાયના પુસ્તકો અપ્રાપ્ય છે.) બજે મધુર બંસરી + 458