________________
ભીલડીઆનો ભંગ
‘
છે
એકેક પગથિયે એકેક બોકડાને ગોઠવવામાં આવ્યો અને ૧૦૭માં પગથિયે પોતાના પુત્રને અને ૧૦૮મા પગથિયે પોતે બેઠા. હાથમાં ખુલ્લી તલવાર છે અને શેઠજી દેવી પ્રત્યે બોલી ઊઠ્યા :
ઓ દેવી ! તું દયામયી છે કે ક્રૂરતામયી ? શું તું બોકડાનો ભોગ માંગીશ ? શું તું તારા બાળકોની હત્યા થાય એવું યાચીશ ? ઓ દેવી ! યાદ રાખ કે હું દયા ધર્મનું - જૈન ધર્મનું પાલન કરનારો માણસ છું. બીજાની હત્યા મારાથી કદાપિ થઇ શકશે નહિ અને છતાં પણ જો તું બલિદાનથી જ ખુશ થઇ જતી હોય તો હું સૌ પ્રથમ મારું બલિદાન આપું છું.'
આમ કહી તલવાર ઉપાડી જયાં શેઠજી ગરદન પર વીંઝવા જાય છે ત્યાં જ એના સત્ત્વ પર ખુશ થઇ ગયેલી દેવી બોલી ઊઠી : ઓ શેઠજી ! બસ કરો... બસ કરો... તમારું આ આત્મ બલિદાન મારાથી નથી જોવાતું. તમારા જેવાની હત્યા મારાથી નથી જોવાતી. જગડુ શાહ ! હવે મારે કોઇ બલિદાનની જરૂર નથી. હું હવે તને દેરીનું મુખ બદલાવવાની સંમતિ આપું છું.”
ખુશ થઇ ગયેલા શેઠે બીજા જ દિવસથી એ જૂની દેરી તોડી નવી દેરી બંધાવી એનું મુખ ઉત્તર દિશા તરફ કરી દીધું.
ત્યારથી બપોરના સમયે પણ નીકળેલું વહાણ ડૂળ્યું નથી.
આજે પણ કોયલા પહાડી પર દર વર્ષે દેવીનો મેળો ભરાય છે અને દેવીની આરતી ઊતર્યા પછી જગડુ શાહ અને તેના પુત્રની પણ આરતી ઉતારવામાં આવે છે.
(કેટલાક ઇતિહાસવિદો કહે છે કે આ જગડ શાહ તે કચ્છનો સુપ્રસિદ્ધ દાનવીર નહિ, પણ સૌરાષ્ટ્રનો જગડ નામનો સોરઠિયો હતો.)
વિ.સં. ૧૩પરનો સમય... તપાગચ્છાચાર્ય શ્રી સોમપ્રભસૂરિ તે વર્ષે ભીલડીઆ નગરમાં ચોમાસું રહેલા હતા.
એ નગર ત્યારે ખૂબ જ મોટું હતું. જૈનોની પુષ્કળ વસતિ હતી. પૂ. સોમપ્રભસૂરિજીની જેમ બીજા પણ અગિયાર ગચ્છનાયકો ત્યાં ચાતુર્માસ પસાર કરી રહેલા હતા.
જોતજોતામાં ચોમાસું પૂરું થવા આવ્યું. કારતક મહિને નવું વર્ષ બેઠું. આ નવું વર્ષ (૧૩૫૩નું વર્ષ) વિચિત્ર હતું. તેમાં કારતક મહિના બે હતા. પોષનો ક્ષય હતો અને ફાગણ કે ચૈત્ર બે હતા.
આચાર્યશ્રીની નજર એક વખત આકાશ તરફ ગઇ. ગ્રહોની ગતિથી એમને ભીલડીઆ નગર પર થનારો મહાન ભય દેખાયો અને તેમણે પ્રથમ કારતકમાં જ ચોમાસી પ્રતિક્રમણ કરી વિહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો. આથી સંઘમાં કેટલાક તરફથી પ્રબળ વિરોધ ઊઠ્યો : “આ આચાર્યશ્રી શાસ્ત્રજ્ઞાથી વિરુદ્ધ જાય છે. ખોટી તિથિની આરાધના કરે છે. આવું કદાપિ કરાય જ નહિ. બીજા કારતકે જ ચોમાસું પૂરું થાય.'
આ પ્રમાણે સિદ્ધાંતવાદીઓની દલીલ હતી, આચાર્યશ્રી પાસે પણ ઘણા લોકો દલીલ કરવા આવતા. આચાર્યશ્રી ઉત્તર આપતાં જણાવતા કે “તમારી વાત તદ્દન સાચી છે. હું પણ જાણું છું કે અત્યારે
બજે મધુર બંસરી + ૩૮૭
બજે મધુર બંસરી * ૩૮૬