________________
આમાં પણ મનની ચાલબાજી છે. મનને દારૂ પીવો ગમે છે, માટે તે પોતાને અનુકૂળ તર્ક શોધી લાવે છે. તર્ક વેશ્યા જેવો છે. એ બધું સિદ્ધ કરી શકે. દારૂમાં પાપ છે, એમ પણ સિદ્ધ કરી શકે ને દારૂમાં પુણ્ય છે એમ પણ સિદ્ધ કરી શકે.
એક દારૂની દુકાન પર લખેલું હતું : શરાવ વ મેં નાતા है । क्योंकि शराब पीने से आदमी को नशा चड़ जाता है। फिर नींद लग जाती है। नींद में रहने वाला आदमी पाप नहीं #રતા | નો પાપ નહીં કરતા વેદ વજf નાતા . છે ને તર્ક ? માટે જ તર્કને વેશ્યા જેવો કહેલો છે. શેઠાણીને રાતે કંઇક અવાજ સંભળાયો. શેઠને જગાડીને કહ્યું : “જુઓ, કોઇ ચોર આવ્યો લાગે છે.’ ‘તને શી રીતે ખ્યાલ આવ્યો ?' ‘અવાજ પરથી.’
‘ગાંડી ! ચોર કદી અવાજ ન કરે. એ તો એકદમ શાંતિથી પોતાનું કામ પતાવે.' શેઠે કહ્યું.
અર્ધા કલાક પછી શેઠાણીએ ફરી શેઠને જગાડ્યા : “જુઓ, કોઇ ચોર આવ્યો લાગે છે.’ ‘કેમ ? શાના પરથી જાણ્યું ?' ‘તમે જ હમણાં કહેલું ને કે ચોર તો એકદમ શાંતિથી પોતાનું કામ કરે. તો જુઓ, હમણાં કેટલી શાંતિ છે ? ચોક્કસ ચોર આવ્યો જ હોવો જોઇએ.'
જોયું ? આ છે તર્કની કરામત ! ચોરની ઉપસ્થિતિ અવાજથી પણ સિદ્ધ કરી શકાય અને શાંતિથી પણ કરી શકાય. આખરે મન શું નક્કી કરવા માંગે છે ? તે પર જ બધો આધાર છે.
સામાન્ય માણસની તો વાત જવા દો . ક્યારેક મોટા ઋષિઓને પણ ‘દારૂમાં પાપ નથી.' એવા વિચાર આવી જાય છે. હરિભદ્રસૂરિજીએ અષ્ટક પ્રકરણમાં એક પૌરાણિક આખ્યાયિકા આપી છે : કોઈ ઋષિના તપથી ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. (ખુરશીની ચિંતા ઇન્દ્રને પણ હોય છે !) ઇન્દ્રાસન ચાલ્યા જવાની શંકાથી ઇન્દ્ર ઋષિને ચલાયમાન કરવા અપ્સરા મોકલી. અપ્સરાની સેવાથી પ્રસન્ન થયેલા
ઋષિએ વરદાન માંગવાનું કહેતા અપ્સરાએ કહ્યું : “મધ, માંસ અથવા અબ્રહ્મ – આ ત્રણમાંથી કોઇપણ એકનું સેવન કરો.' ઋષિ ચોંકી ઉઠ્યા. પણ થાય શું ? વરદાનથી બંધાયેલા હતા. ઋષિએ વિચાર્યું : ‘અબ્રહ્મમાં તો સ્પષ્ટ પાપ છે જ. માંસ પણ માર્યા વિના મળતું નથી માટે પાપ છે, પણ મદ્ય (દારૂ)માં કોઇ પાપ જણાતું નથી.' ને ઋષિએ મદિરા-પાનની વાત સ્વીકારી. અપ્સરાએ આપેલી મદિરામાં શી ખામી હોય ? ઋષિ નશામાં આવીને ભાન ભૂલ્યા. પછી તો માંસાહાર પણ કર્યો અને અબ્રહ્મનું સેવન પણ કર્યું. ઋષિ નરકે ગયા અને પેલા ઇન્દ્રની ખુરશી સલામત રહી ગઇ. (રવિન્દ્રનાથ ટાગોરની પેલી વાર્તા કદાચ ઘણાને ખ્યાલ હશે, જેમાં એક મિત્રની ત્રણ વાત : માતાનું ખૂન, માંસાહાર અથવા શરાબની પેગ - માંથી એકને સ્વીકારવાની વાત છે. પેલો મિત્ર શરાબની વાત સ્વીકારીને બાકીની બે વાત પણ કરી નાખે છે. પૌરાણિક આખ્યાયિકાનું આ આધુનિક રૂપાંતર છે.).
દારૂ પીવાથી કેટલા કર્મ બંધાય ? દુર્ગતિમાં કેવા દુઃખો અનુભવવા પડે ? વગેરે વાત જવા દો, પણ આ જ જીવનમાં કેટકેટલી નુકશાનીઓ ભોગવવી પડે છે તે આપણે સૌ જાણીએ છીએ. અષ્ટપ્રકરણની ટીકામાં મદ્ય-પાન-જન્ય સોળ દોષો કહેલા છે.
वैरूप्यं व्याधिपिण्डः स्वजनपरिभवः कार्यकालातिपात: विद्वेषो ज्ञाननाशः स्मृतिमतिहरणं विप्रयोगश्च सद्भिः । पारुष्यं नीचसेवा कुलबलविलयो धर्मकामार्थहानिः कष्ट वै षोडशैते निरुपचयकरा मद्यपानस्य दोषाः ।।
(૧) મદ્યપાનથી શરીર કદરૂપું બને છે. (૨) રોગો શરીરને ઘેરી વળે છે. (૩) ઘરના માણસો પણ તિરસ્કાર કરે છે. (૪) કામ માટેનો યોગ્ય સમય હાથમાંથી નીકળી જાય છે. (૫) શ્રેષ ઉત્પન્ન થાય છે. (૬) જ્ઞાનનો નાશ થાય છે. (૭-૮) સ્મૃતિ અને બુદ્ધિનો
ઉપદેશધારા + ૫૭
ઉપદેશધારા કે પદ