________________
તેટલો સ્વીકારી જ લેવો જોઇએ. ઘણીવાર “આ તો દુર્જનોનો બકવાસ છે, એ તો બોલ્યા કરે. આપણે આપણું કામ કરતા રહેવું. હાથી ચલત બજાર, કુત્તા ભસત હજાર.” એમ કહીને માણસ, ટીકામાં રહેલી સાચી વાત પણ સ્વીકારવા તૈયાર થતો નથી. આ તદ્દન ખોટું છે. તમે સત્કાર્યો કરો છો. તમારી પુણ્યાઇના કારણે તમે સફળ બનો છો... એ બધું બરાબર... પણ એનો અર્થ એ નથી કે તમારા કાર્યો સંપૂર્ણ ભૂલો વગરના છે. તમે તમારા કાર્યોને ભૂલ વગરના માનવા લાગી જાવ, એ જ તમારી મોટી ભૂલ !
જો ટીકામાં સત્યાંશ હોય તો તે સ્વીકારીને કાર્ય ભૂલ વગરનું બનાવવું જોઇએ. અને જો ટીકામાં કાંઇ જ તથ્ય ન હોય તો ઉદ્વિગ્ન થવા જેવું છે જ શું ?
દુર્જનોની ટીકાથી જો નારાજગી થતી હોય તો સજજનોએ સમજી લેવું જોઇએ કે હજુ અંદર માનની અપેક્ષા છે. સન્માનની અપેક્ષાનો ભંગ થાય ત્યારે જ ગુસ્સો આવે. અહીં સન્માનની વાત તો જવા દો, પણ ઉલ્ટાની ય નિંદા થાય છે... આથી ગુસ્સો આવવાની શત-પ્રતિશત સંભાવના છે. પણ ગુસ્સો કે નારાજગી એ સજજનની કચાશ છે, એમ તેણે સ્વીકારવું જ રહ્યું.
ભગવાન મહાવીરસ્વામી સામે ગોશાળા જેવા કેટલાય લોકોએ બકવાસ કરેલો, પણ ભગવાને ક્યારેય સ્વસ્થતા ગુમાવી હોય એવું સાંભળ્યું છે ? ભગવાનની વાત તો જવા દઇએ, છદ્મસ્થ અવસ્થામાં રહેલા મહાન આચાર્યો પણ સ્વસ્થતા ગુમાવતા નથી.
આપણે કોઇની નિંદા ન કરીએ, એ જેમ સાધનાનું અંગ છે, તેમ કોઇની નિંદાથી આપણે વિચલિત ન થઇએ, એ પણ સાધનાનું જ અંગ છે. જેઓ લોકોની થોડી પણ નિંદાથી વિચલિત બની જાય. છે તેઓ કદી ધ્યેયને પામી શકતા નથી.
જો એ રીતે બધાનો બકવાસ સાંભળવામાં આવે તો વ્યવહારમાં પણ માણસ ભાગ્યે જ ધ્યેયને હાંસલ કરી શકે.
પેલી પ્રસિદ્ધ વાત. બાપ અને બેટો મેળામાં ટટ્ટ વેચવા ચાલી નીકળ્યા. બેટો ટટ્ટ પર બેઠો ને બાપ પગે ચાલવા લાગ્યો. સામે મળતા કેટલાક લોકોને કહ્યું : “જુઓ તો ખરા ! આજ-કાલના જમાનામાં છોકરાઓમાં મા-બાપ પ્રત્યે હેજ પણ વિનય-ભાવ રહ્યો નથી. પોતે જુવાન-જોધ થઇ ઘોડા પર બેઠો છે ને બાપને નીચે ચલાવે છે. ક્યાં પોતાના મા-બાપને કાવડમાં ઉપાડનાર શ્રવણકુમાર ને ક્યાં બાપને ચલાવનાર આવા બંદાઓ ! શું જમાનો આવ્યો છે !'
બેટાને આ વાત બરાબર લાગી. એ તરત જ ઘોડા પરથી નીચે ઉતર્યો અને બાપને ઉપર બેસાડ્યા.
ફરી સામેથી એક ટોળું આવ્યું અને બોલવા માંડ્યું : હાય ! હાય ! કેવો કળજુગ આવ્યો છે. આટલો મોટો બાપ થઇને પોતે ઘોડે બેઠો છે ને ફૂલ જેવા કોમળ પુત્રને નીચે ચલાવે છે. ક્યાં ગયું વાત્સલ્ય ? ક્યાં ગઇ હૃદય નામની ચીજ ? જે સગા દીકરા પર પણ દયા ન કરે તે બાપને, બાપ કહેવો કે પાપ ?
બાપને તો આ સાંભળતાં ઝાળ લાગી ગઇ ! પણ હવે કરવું શું ? એકલો બાપ બેસે તોય લોકો બોલે, એકલો બેટો બેસે તોય લોકો બોલે. લોકોના મોઢે તાળા તો લગાવી શકાતા નથી.
ત્યાંજ મગજમાં લાઇટ થઇ. બાપ બોલી ઉઠ્યો : બેટા ! આપણે બંને ઉપર બેસી જઇએ. એટલે કોઇને કાંઇ પણ કહેવાપણું રહે જ નહિ.
બંને બેસી ગયા.
ફરી એક ટોળું ગજવું : અરેરે ! કેવો ક્રુરતાનો જમાનો ! નાનકડો ઘોડો ! પોતેય માંડ ચાલે ત્યાં બન્ને જણ ઉપર બેઠા છે ! માણસોના હૃદયમાંથી આજ-કાલ જીવદયાએ દેશવટો લીધો છે.
ઉપદેશધારા + ૧૯૨
ઉપદેશધારા ૪ ૧૯૩