________________
६. आलापैर्दुर्जनस्य न द्वेष्यम् । ‘દુર્જનના બકવાસથી ગુસ્સે ન થવું છે
કોઇ પણ માણસ ગુણના માર્ગે આગળ વધે છે ત્યારે તેનામાં સ્વયમેવ પરિવર્તન આવે છે; બહારથી નહિ, અંદરથી થયેલું આ પરિવર્તન હોય છે. ગુણ-ગરિમાના કારણે સહજરીતે જ તે આજુબાજુના લોકોથી મૂઠી-ઊંચેરો બને છે. એની આ ઊંચાઇ આસપાસના લોકોને ઇર્ષા કરવા પ્રેરે છે : અમારાથી કોઇ આગળ કેમ નીકળી જાય ? અમે એમને એમ બેસી રહીએ અને તમે આટલા આગળ વધી જ કેમ શકો ? કોને પૂછીને આગળ વધ્યા ? અમે એરંડા જ રહીએ ને તમે આંબા બનો તે કેમ ચાલે ? અમે થોર બનીને પડ્યા રહીએ ને તમે પારિજાત બની જાવ, તે કેમ ચાલે ? અમે પત્થર બનીને ખીણમાં ગબડતા હોઇએ અને તમે આકાશમાં ઊડતા ગરૂડ બનો ? આ ચાલે જ શી રીતે ? યા તો તમે અમારા જેવા પત્થર, થોર કે એરંડા બની જાવ નહિ તો અમે તમારી પાછળ પડી જવાના ! આ છે દુર્જનોનો બકવાસ !
ઘણીવાર કેટલાક ગુણીયલ સજજ્જનો વિચારતા હોય છે : આપણે કોઇનું કશુંય બગાડતા નથી. થાય તેટલું ભલું કરીએ છીએ... છતાં લોકો આપણી પાછળ કેમ પડી જાય છે ? પણ આવા સજજનો ભૂલી જાય છે કે તમે ગુણ-વૈભવથી આગળ વધી ગયા છો એ જ તમારી પાછળ પડેલા લોકોને નથી ગમતું. તમે બીજાથી
થોડા ઉપર ઊઠ્યા એ જ તમારી ભૂલ ! તમે જો એમના જેવા જ રહ્યા હોત તો કોઇ તમારી પાછળ ન પડત.
જે લોકોએ રામ જેવાની પણ ધુલાઇ કરી નાખી તેઓ તમને શાના છોડે ? આ તો દુર્જન લોકોનો સ્વભાવ છે. ખરેખર તો એ તમારા માટેની અગ્નિની ભટ્ટી છે. એમાં પડીને જ તમે શુદ્ધ સોનારૂપે બહાર આવી શકો. સોનાએ અગ્નિનો પણ ઉપકાર માનવો જોઇએ, જે તેને શુદ્ધ કરીને જગત સમક્ષ મૂકે છે. સજજનોએ આવા ષી દુર્જનોનો આભાર માનવો જોઇએ, જેઓ તેમના સત્ત્વ અને વૈર્યને પરાકાષ્ઠાએ પહોંચાડે છે.
ખરેખર તો સમજદાર સજ્જનોએ રાજી થવું જોઇએ; દુર્જનોના બકવાસો સાંભળીને, આવા બકવાસોથી જ જો તમારું આત્મતેજ વધતું હોય તો એમાં નારાજ થવાની વાત જ ક્યાં આવી ?
જો તમારા કાર્યની દુર્જન પણ કોઇ ટીકા ન કરતું હોય તો વિચારવું : ક્યાંક ભૂલ તો નથી થઇને ? મારું કાર્ય ખોટું તો નથી ને ? ખોટા કાર્યની દુર્જનો કદી ટીકા કરતા નથી. તેઓ તો જ ગુસ્સે ભરાય જો સારા કાર્યથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા જામી જાય.
ખરેખર તો તમારા સત્કાર્યોની ટીકા એ પરોક્ષરૂપે તમારી પ્રશંસા જ છે. લોકો એટલા નવરા નથી કે નાખી દેવા જેવા કાર્યોની ટીકા કરતા રહે. એટલો સમય કોની પાસે છે ?
ટીકાને એક પ્રકારની પ્રશંસા જ માની લેવામાં આવે તો સજન કદી પોતાના સત્કાર્યથી ટ્યુત થાય નહિ.
ઘણા સજજનો દુર્જનોની ટીકાથી ડરી જઇને સત્કાર્યો છોડી દેતા હોય છે. એમણે હજુ જગતનો સ્વભાવ જાણ્યો નથી. પોતાની પ્રશંસાથી (ટીકા એ પ્રશંસા જ છે; ડાબા હાથની) જ તેઓ ડરી ગયા છે.
બધી જ ટીકાઓ ખોટી જ હોય છે, એવું પણ નથી, ક્યારેક યોગ્ય ટીકાઓ પણ થતી હોય છે. ટીકાઓમાં જેટલો સત્યાંશ હોય
ઉપદેશધારા + ૧૯૦
ઉપદેશધારા + ૧૯૧