________________
નૂતન દીક્ષિતની ક્ષમા જોઇને ચંડરુદ્રાચાર્યને કેવળજ્ઞાન થયું હતું. પોતાના શિષ્યા સાધ્વી મૃગાવતીના કારણે આ ચંદના કેવળજ્ઞાની બન્યાં હતાં.
ધવલક નામના શ્રાવકની ટકોરથી આચાર્ય રત્નાકરસૂરિ પરિગ્રહવૃત્તિથી બચ્યા હતા અને ‘શ્રેય: શ્રિયા મંત્ન કેલિસા' (‘મંદિર છો મુક્તિતણી માંગલ્ય ક્રીડાના પ્રભુ' એ પ્રસિદ્ધ સ્તુતિ આનો જ ગુર્જરાનુવાદ છે)ની સ્વદુષ્કૃત-ગર્હ ગર્ભિત ભાવવાહી સ્તુતિ બનાવી હતી.
એક સાધ્વીજીની ટકોરથી શ્વેતામ્બરાચાર્ય વાદિદેવસૂરિ, દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સામે વાદ કરવા તૈયાર થયા હતા અને વાદમાં વિજય મેળવ્યો હતો.
‘આ નાનકડો ઉંદર સૌથી પ્રથમ મોક્ષમાં જશે' એવું જણાવીને
સંભવનાથ ભગવાને નાનકડા ઉંદરની લોક-હૃદયમાં પ્રતિષ્ઠા કરી હતી. ‘આ સભામાં સૌ પ્રથમ મોક્ષે કોણ જશે ?' ઇન્દ્રના આ પ્રશ્નનો ઉપર્યુક્ત જવાબ ભગવાને આપેલો.
‘ચલણા હૈ, રેણા નહિ' દાસીના આ વાક્યમાંથી પ્રેરણા લઇને બાદશાહી છોડી એક બાદશાહે ફકીરી સ્વીકારી હતી. ખરેખર તો દાસી એમ કહેવા માંગતી હતી કે જહાંપનાહ ! ત્યાં ચારણી તો છે, પણ રીંગણા નથી. બાદશાહે દાસી પાસેથી ચારણીમાં પડેલા રીંગણા મંગાવ્યા હતા.
કરોળિયાનો જાળ ગૂંથવા માટેનો વારંવારનો પ્રયત્ન જોઇને એક બાદશાહને નિરાશાની પળોમાં આશાનો સંચાર થયો હતો.
સૂર્યાસ્તની નાનકડી ઘટના જોઇને હનુમાનને, વૃદ્ધ માણસને જોઇને દશરથને, વીખરાતા વાદળ જોઇ અરવિંદ રાજાને, કાકાનું અપમૃત્યુ જોઇ લવ-કુશને સંસારથી વૈરાગ્ય આવેલો અને સંયમમાર્ગ સ્વીકારેલો.
ઉપદેશધારા * ૧૮૮
ઘટનાઓ નાની હોય કે મોટી, સામે રહેલી વ્યક્તિ નાની હોય કે મોટી, એ મહત્ત્વની વાત નથી, પણ આપણી દૃષ્ટિ તેમાંથી શું જોઇ શકે છે ? એ જ મહત્ત્વનું છે.
મોટાઓનું જ મૂલ્ય છે, નાનાઓનું કાંઇ જ નથી, એ વિચારણા બરાબર નથી.
આંખ નાનકડી છે, પણ વિરાટ આકાશને પોતાનામાં સમાવી શકે છે. વજ્ર નાનું છે, પણ મોટા પર્વતોને તોડીફોડી નાખે છે. અંકુશ નાનું છે, પણ મોટા હાથીને વશમાં લાવી શકે છે. નાનકડું કાણું મોટી નાવડીને ડૂબાવી શકે છે. નાનકડી ચીનગારી ઘાસની મોટી ગંજીને બાળી શકે છે. નાનકડો દીવો મોટા ઓરડાના અંધકારને ભગાવી દે છે.
નાનકડા બાળકની વાત નાખી જ દેવા જેવી હોય તેવું કાંઇ નથી. કેટલીક વાર એની વાત પણ મહત્ત્વપૂર્ણ હોઇ શકે છે. આઠ વર્ષના નાનકડા અભયકુમારે કિનારે રહીને કૂવામાંથી વીંટી બહાર કાઢી બતાવી હતી, ૪૯૯ મંત્રીઓમાંથી કોઇ પણ મંત્રી આ કાર્ય કરી શક્યું નહોતું.
ચાણક્યે કહ્યું છે : ઊકરડો ભલે ગંદકીભર્યો હોય, એમાં જો સોનું પડેલું હોય તો લઇ લો. ગંદકીની ચિંતા નહિ કરો. છાશ ભલે ખાટી હોય, પણ એમાં જો માખણ હોય તો લઇ લો. ખટાશની ચિંતા નહિ કરો. કુલ ભલે નીચું હોય, પણ ઉત્તમ કન્યા હોય તો લઇ લો, કુલની ચિંતા ન કરો. બાળક ભલે નાનું હોય, પણ એની વાત હિતકારી હોય તો સ્વીકારી લો. બાળકની ઉંમરની ચિંતા ન કરો.
ષ્ટિ
ધ િ
事
ઉપદેશધારા * ૧૮૯