________________
ભયંકર દુર્ગધ મારતા ક્લેવરને જોઇ બધા જ્યારે-જયારે છી... છી... કરીને નાક મરોડતા હતા ત્યારે તેઓ બોલી ઊઠેલા : જુઓ, આ ક્લેવરના દાંતોની પંક્તિ કેટલી ઊજળી છે? કેટલી સુંદર લાગે છે?
આવો ગુણપ્રેમ હૃદયમાં ઊભરાય પછી જ સાચા અર્થમાં ગુણી બની શકાય.
હૃદયમાં ગુણો પ્રત્યે આકર્ષણ હોવું જોઇએ.
પણ મોટાભાગના જીવોને ગુણોનું નહિ, શક્તિનું, પુણ્યનું, ધનનું, સત્તાનું કે ભૌતિક પદાર્થોનું આકર્ષણ હોય છે. એની પાછળ આપણે દોડીએ છીએ.
જયાં પુણ્ય-વૈભવ દેખાય ત્યાં આપણે દોડી જઇએ છીએ. પુણ્ય-વૈભવને જ ગુણ-વૈભવ માની લઇએ છીએ. પણ પુણ્ય-વૈભવ હોય ત્યાં ગુણ-વૈભવ હોય જ, એવું જરૂરી નથી.
૬. ગ્રાહ્ય હિતમપિ વાતાત્ | ‘બાળક પાસેથી પણ હિતકારી ચીજ સ્વીકારવી” છે
ધર્મ જીવવાનો છે ધર્મ આચરસનો વિષય છે, માત્ર ચર્ચાનો વિષય નથી. લાડુ પર ગમે તેટલી ચર્ચા કરો, જ્યાં સુધી તમે તે ખાતા નથી ત્યાં સુધી પેટ ભરાશે નહિ. ધાબળા પર ગમે તેટલી વાત કરો, જયાં સુધી ઓઢો નહીં ત્યાં સુધી ઠંડી ઉડે નહિ. દવા સંબંધી ગમે તેટલા લાંબા લેકચર ફાડો, પણ જ્યાં સુધી દવા લેતા નથી ત્યાં સુધી દદ નહિ મટે.
વેપારની વાતોથી નહિ, વેપાર કરવાથી પૈસા મેળવી શકાય. દીવાની માહિતીથી નહિ, દીવો પ્રગટાવવાથી અજવાળું મેળવી રાકાય છે. સત્તાની વાતોથી ખુરશી મળતી નથી, પશ્ન ન્યૂટર્ણી આદિના ચક્રવ્યુહમાંથી પસાર થવાથી તે મળે છે.
ધર્મની વાતોથી નહિ, પણ ધર્મ જીવનમાં લાવવાથી જ પરિવર્તન સંભવિત બને છે. પ્રતિજ્ઞા એટલે ધર્મને જીવનના ક્ષેત્રમાં ઉપયોગમાં લાવવો.
કહેવાય છે કે દત્તાત્રેયને ૨૪ ગુરુ હતા. આ ચોવીશ ગુરુમાં પશુ-પક્ષી આદિ પણ હતા. જ્યાં જ્યાંથી શીખવા મળ્યું, જાણવા મળ્યું, જીવનને ઉન્નત બનાવવાની પ્રેરણા મળી, ત્યાં ત્યાંથી તેઓ મેળવતા જ રહ્યા, મેળવતા જ રહ્યા. છદ્મસ્થ માણસ ગમે તેટલો મોટો થઇ જાય... પણ એને ક્યાંયથી કશું જ શીખવાનું હોય જ નહિ, એવું બની શકે નહિ. ‘હવે મારે કશું શીખવાનું નથી. કોઇ પ્રેરક કે ઉપદેશકની મારે જરૂર નથી. મેં શીખવાનું હતું તે બધું જ શીખી લીધું છે. તમે કોણ મને હિત-શિક્ષા આપનાર ?' આવો વિચાર અહંકારી મગજને જરૂર આવી શકે, પણ નમ્ર માનવ આવું કદી વિચારી શકે નહિ.
કેટલાય મોટા-મોટા માણસોને નાના માણસોના નાના પ્રસંગોમાંથી પ્રેરણા મળી છે. ‘બેટા ! ગરમાગરમ ખીચડીમાં વચ્ચે હાથ ન નખાય, પહેલા ચારેબાજુની ઠંડી-ઠંડી ખીચડી ખાવાની શરૂઆત કરવી જોઇએ. તું યે પેલા મૂર્ખ ચાણક્યની જેમ સીધો જ રાજધાની પર હુમલો કરે છે.” એક વૃદ્ધાના આવા વાક્યથી ચાણક્યને પ્રેરણા મળી. આજુબાજુના ગામડાઓ જીતીને રાજધાનીપાટલીપુત્ર પર હુમલો કર્યો અને નંદવંશનો ઉચ્છેદ કરી મૌર્યવંશની સ્થાપના કરી.
ઉપદેશધારા કે ૧૮૬
ઉપદેશધારા * ૧૮૭