________________
૭. ત્યવ્યા ર પરાશ | બીજાની આશા રાખવી નહિ'
૨૨૨)
છે
કે
પેલા બંનેને આ વાત સાવ સાચી લાગી.
પડેલી તકલીફ બદલ તેમણે ઘોડાને ઊંચક્યો. પગ બાંધી વચ્ચે લાકડું નાખી ઘોડાને ઊંધે માથે ઊંચકીને ચાલવા માંડ્યા. રસ્તામાં નદી પર પુલ પર પસાર થતાં પાણીમાં પ્રતિબિંબ જોઇ ઘોડો ભડક્યો. દોરી તૂટી ઘોડો પડ્યો સીધો નદીમાં.
બાપ-બેટા મોટું વકાસીને જોઈ રહ્યા.
બધાના બકવાસ સાંભળીને વારંવાર અભિપ્રાય બદલતા રહીએ તો આવી હાલત થાય.
દુર્જનો ભલે બોલતા રહે, કેવળજ્ઞાનીની દૃષ્ટિએ જો આપણે સાચા માર્ગ પર છીએ તો ડરવાનું કોઇ કારણ નથી. કોઇના બકવાસથી વાસ્તવિકતામાં કોઈ ફરક પડતો નથી.
જગતના કોઇ પણ મહાપુરુષને તેમના સમકાલીન લોકોએ ભાંડવામાં કશું બાકી રાખ્યું નથી... પણ ભાંડનારાઓ કાળના ગર્ભમાં ક્યાંય ખોવાઇ ગયા... જ્યારે મહાપુરુષો કાળ-વિજેતા બનીને આજે પણ લોક-હૃદયમાં પ્રતિષ્ઠિત છે.
દુર્જન લોકોનું કામ બકવાસ કરવાનું છે, તેમ સાધકનું કામ મક્કમ પગલે પોતાના માર્ગે ચાલવાનું છે. હાથી ચલત બઝાર, કુત્તા ભસત હજાર.
સામાન્ય રીતે આપણું જીવન, અનેકની સહાયતાથી ટકેલું છે. આપણા જીવન માટે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ, અગ્નિ વગેરે સતત પોતાના જીવનનું બલિદાન આપતા રહે છે. એક દિવસ પણ પૃથ્વી વગેરે હડતાળ પર ઉતરી જાય તો આપણું જીવન સમાપ્ત થઇ જાય.
માતા, પિતા, દાદા, દાદી, ભાઇ, બહેન, પત્ની, પુત્ર વગેરે કુટુંબથી માંડીને સમાજ, સ્કૂલ વગેરે પણ આપણા જીવનમાં સતત સહાયક બનતા જ રહે છે.
અનેકોની સહાયતાથી જીવતા માણસને કહેવું : “તારે બીજાની આશા રાખવી નહિ. પારકી આશા, સદા નિરાશા.” એ કેવું બેહૂદું કહેવાય ?
પણ આ બેહૂદું નથી... આમ કહેવું એ જ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો ઉપાય છે.
બીજાની સહાયતાથી જીવન ટકે એ જુદી વાત છે અને બીજા પર આશા-અપેક્ષા રાખીને બેસી રહેવું તે તદ્દન જુદી વાત છે.
પરની અપેક્ષા વધુ તેટલું દુઃખ વધુ ! પરની અપેક્ષા ઓછી તેટલું સુખ વધારે ! સુખ-દુ:ખનું આ જ સમીકરણ છે. 'परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् ।'
ઉપદેશધારા + ૧૯૫
જીવોના ચાર પ્રકાર (૧) બીજાને સુખી કરીને રાજી થનારા તીર્થંકરો વગેરે. (૨) બીજને સુખી જે ઈ રાજી થનારા ગુણાનુરાગી જીવો. (૩) બીજને દુઃખી કરીને રાજી થનારા સંગમ, હુયોધન, ધવલશેઠ
વગેરે. (૪) બીજાને દુ:ખી જોઇને રાજી થનારા ઈષ્ય જુઓ.
ઉપદેશધારા * ૧૯૪