________________
એમ આપણી પ્રાચીન પરંપરાના વાહકો ઉપા. યશોવિજયજી વગેરે તો કહે જ છે, પરંતુ આધુનિક અણુવિજ્ઞાનના પિતામહ, વિજ્ઞાનમાં સાપેક્ષવાદના સ્થાપક આઇન્સટાઇન પણ આમ જ કહે છે :
'Do not expect anything from anybody.'
કોઇની પાસેથી કશાની પણ અપેક્ષા નથી હોતી ત્યારે આપણું સુખ પરાકાષ્ઠાએ પહોંચેલું હોય છે.
આપણે બધા એમ માની બેઠા છીએ કે સુખની સામગ્રી જેમ જેમ વધતી જાય તેમ તેમ સુખ વધતું જાય. આ બહુ મોટી ભ્રમણા છે, જેમાં આખી દુનિયા સપડાયેલી છે. ખરી વાત એ છે કે જેમ જેમ સામગ્રી વધતી રહે છે તેમ તેમ માણસની અપેક્ષા વધતી રહે અને ઘણી અપેક્ષા ઘણા દુ:ખોને લાવે છે. ટી.વી., ફ્રીઝ, ફોન કે ફિયાટ તમને સુખના સાધનો લાગે છે; ખરેખર તો એ જ દુ:ખના કારણો છે. ટી.વી. જોવા મળે છે અને તમે ખુશખુશાલ થઇ જાવ છો. ફિયાટમાં બેસવા મળે છે તને આનંદિત બની ઊઠો છો. પણ ટી.વી. કે મોટર બગડી જાય તો ? તે જ વખતે આપણા સુખનું બાષ્પીભવન જ થઇ જાયને ? શું આપણું સુખ આટલું તકલાદી ? ટી.વી. જેવા ડબલા માણસને નચાવે ? સુખી કે દુ:ખી બનાવે ? તો આપણા હાથમાં શું રહ્યું ?
લખનૌનો શાહજાદો ખૂબ જ શોખીન. સુખ-સમૃદ્ધિની છોળો ઊછળે. સામગ્રીઓના ઢગલા ઊતરે. અત્તરનો તે એટલો શોખીન કે પોતાના ઘોડાના પૂંછડે પણ અત્તર લગાડે.
એક વખત તેને અચાનક સમાચાર મળ્યા : અંગ્રેજોએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું છે. જલ્દીથી ગુપ્ત માર્ગે ભાગી છૂટો.
- શાહજાદો ભાગવા માટે જલ્દી જલ્દી તૈયારી કરવા લાગ્યો... એને રોજ મહેબૂબ નામનો નોકર મોજડી પહેરાવતો હતો. તેણે બૂમ પાડી : “મહેબૂબ... મહેબૂબ... મારે બહાર જવું છે. મોજડી પહેરાવ.'
મહેબૂબ તો સ્વ-બચાવ માટે ક્યારનોય ભાગી છૂટ્યો હતો. આ બાજુ શાહજાદો ‘મહેબૂબ... મહેબૂબ... મહેબૂબ...' કરતો રહ્યો અને એટલામાં જ અંગ્રેજો આવી ચડ્યા અને એના હાથે-પગે બેડીઓ લાગી ગઈ.
પરની અપેક્ષા ભારે પડી ગઇ. આથી શાસ્ત્રકારો કહે છે : ‘વિ+જ્ઞ હું મUTwi' અપેક્ષા એટલે જ આનંદની બાદબાકી !
સામગ્રીઓના ખડકલાથી સુખ વધે છે, એ ધરમૂળથી જ ખોટી માન્યતા છે, એમ કોઈ પણ વિચારક કહી શકશે.
ભૌતિક આનંદ પણ શી રીતે વધે ? સામગ્રી વધારવાથી કે ઘટાડવાથી ?
દેવલોકમાં ઉચ્ચ-ઉચ્ચ કક્ષાના દેવો વધુ સુખી શી રીતે ? ઉપરઉપરના દેવો પાસે વધુને વધુ સામગ્રી હોય છે, એવું નથી, પરંતુ સામગ્રી ઓછી ને ઓછી થતી જતી હોય છે. ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન. गति शरीर-परिग्रहाऽभिमानतो हीनाः ।
- તત્ત્વાર્થસૂત્ર આ ચારેય ઉપર-ઉપરના દેવલોકોમાં ઘટતા-ઘટતા જાય છે. નીચેના દેવલોકના દેવોની બહુ જ ઝડપી ગતિ હોય છે. ઉપર-ઉપર ઘટતાં-ઘટતાં અનુત્તર વિમાનમાં તો ગતિ લગભગ શૂન્ય બની જાય છે. ૩૩ સાગરોપમના આયુષ્યમાં તે દેવો માત્ર એક જ વાર પડખું બદલાવે. આ જ તેમની ગતિ કે આ જ હલન-ચલન ! મનુષ્યલોકમાં આવવાનું તો દૂર રહ્યું... વિમાનની શય્યાથી નીચે ઊતરવાનું પણ કામ નહિ ! છતાં સુખની માત્રા સૌથી વધુ ! પ્રથમ દેવલોકમાં શરીર ૭ હાથનું હોય છે. ઘટતાં-ઘટતાં અનુત્તરમાં માત્ર એક હાથનું હોય છે. નીચના દેવલોકના દેવો પાસે પરિગ્રહ ખૂબ
ઉપદેશધારા + ૧૯૭
ઉપદેશધારા + ૧૯૬