________________
જ હોય છે, સામગ્રીની વિપુલતા સાથે મૂર્છા પણ ઘણી હોય છે. જ્યારે ઉ૫૨-ઉપર ક્રમશઃ ઘટતાં-ઘટતાં અનુત્તરમાં પરિગ્રહ તદ્દન ઓછો થઇ જાય છે ! છતાં સુખની માત્રા એકદમ વધતી જાય છે. નીચેના દેવોમાં અહંકાર ખૂબ જ હોય છે. આથી ઝગડા, ઇર્ષ્યા વગેરેનું પ્રમાણ પણ ઘણું હોય છે. જ્યારે ઉ૫૨-ઉપરના દેવોમાં અહંકાર ઘટતો ચાલે છે. અહંકાર ઘટતાં ઇર્ષ્યા, ઝગડા વગેરે દોષો પણ ઘટતા ચાલે છે. કારણ કે ઇર્ષ્યા, ઝગડા વગેરેનો જન્મદાતા અહંકાર જ છે. અહંકાર નામશેષ થઇ જાય તો ઇર્ષ્યા શાની ? ઝગડા શાના ? અહંકાર બધા દોષોનો બાપ છે. પાપમૂલ અભિમાન !
અહંકાર જેટલો વધુ, માણસ તેટલો વધુ દુ:ખી ! પોતાના અહંકારને ટકાવવા જીવનભર દુઃખી દુઃખી જ રહે ! અહંકાર ઘવાતાં દુઃખી બને જ ! કારણ કે કોઇને કોઇ પોતાનાથી ચડિયાતો ક્યારેક તો મળવાનો જ, ક્યારેક તો અહંકારને ચોટ લાગવાની જ. ત્યારે દુઃખ પણ થવાનું જ.
સંસારમાં સૌથી વધુ સુખી સાધુ કહ્યા છે.
(એક વર્ષના પર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનના દેવથી પણ વધુ સુખની અનુભૂતિ કરી શકે છે, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે.) કારણ કે સાધુની અપેક્ષાઓ સૌથી ઓછી હોય છે.
સંસારી જીવ દુ:ખી છે. કારણ કે તેને સ્ત્રી, મકાન, દુકાન વગેરે હજા૨ો-હજારો પ્રકારની અપેક્ષાઓ હોય છે. જ્યારે સાધુને આમાંની કશી જ અપેક્ષા હોતી નથી. (સાધુ જીવનમાં પણ અપેક્ષા વધે તો દુ:ખ વધવાનું જ.)
સાધકે ધીરે-ધીરે મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહીને બધા જ પ્રકારની અપેક્ષાઓનો ત્યાગ કરવાનો હોય છે.
કોઇ મારી પ્રશંસા કરે તો સારું ! કોઇ મારું કામ કરી આપે તો સારું ! કોઇ મને અનુકૂળ બને તો સારું ! કોઇ મારા માટે માર્ગ
ઉપદેશધારા * ૧૯૮
કરી આપે તો સારું ! આવી હજારો પ્રકારની અપેક્ષાઓ આપણા મનના ચોગાનમાં હંમેશા કૂદાકૂદ કરતી હોય છે. જ્યારે એ અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે દુ:ખી-દુઃખી થઇ જવાય છે અને એમ જ થાય. બધી જ અપેક્ષાઓ કોની પૂરી થઇ છે ?
બીજાની આશા-અપેક્ષાઓનો જેમ-જેમ ત્યાગ કરતા જઇશું તેમ-તેમ સુખ આપણી પાસે વધતું જ રહેશે. આપણો કોઇ માલિક નહિ રહે ! આપણે જ સ્વયં આપણા માલિક ! બહારની સામગ્રીની
અપેક્ષાઓ ઘટાડવા માટે આંતરિક વૃત્તિઓ પર નિયંત્રણ કેળવવું પડે છે. ક્રોધ, માન, કામ, લોભ વગેરે એવી વૃત્તિઓ છે જે માણસને સામગ્રીના ગુલામ બનાવતી રહે છે. પરની આશા હટાવવા માટે આ આંતરિક વૃત્તિઓ પર નિયંત્રણ જરૂરી છે. જે આંતરિક વૃત્તિઓનો ગુલામ છે, તે બાહ્ય સામગ્રીઓનો પણ ગુલામ રહેવાનો. અને ગુલામીની સાથે દુઃખ તો જડાયેલું જ છે. જ્યાં જ્યાં ગુલામી ત્યાં ત્યાં દુ:ખ ! જ્યાં જ્યાં સ્વતંત્રતા ત્યાં ત્યાં સુખ ! મોક્ષ પરમ સુખનું ધામ છે. કારણ કે ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા છે. શરીર, વૃત્તિ કે કર્મ કોઇનાય ત્યાં બંધનો રહ્યા નથી. ‘સ્વતંત્રતા ત્યાં સુખ' એવું સાંભળીને તમે દેવ-ગુરુ, શાસ્ત્ર વગેરેને બંધન સમજી (પરની આશા સમજી) એનો ત્યાગ નહિ કરી દેતા. કર્મના બંધનથી છુટવા ધર્મશાસ્ત્રનું બંધન નિતાંત જરૂરી છે. નહિ તો શાસ્ત્ર-બંધનથી છુટીને મોહનું બંધન સ્વીકારવું પડશે. ખરેખર તો દેવ, ગુરુ કે શાસ્ત્રને બંધનરૂપે ગણવા એ જ મોહનું બંધન છે.
હીરાને કાપવા હીરો જોઇએ, કાંટાને કાઢવા કાંટો જોઇએ, તેમ-તેમ સંસાર-બંધનથી છૂટવા દેવ-ગુરુનું બંધન સ્વીકારવું જોઇએ. દેવ-ગુરુ આપણને એવી અદશ્ય સાંકળ પહેરાવે છે જે
આપણને સાચા અર્થમાં ‘સ્વતંત્ર’ બનાવે છે.
ઉપદેશધારા * ૧૯૯