________________
0
૨૪. ધૈર્યમ્ | ‘સ્થિરતા કેળવવી’
૦૨૬
સ્થિરતા આત્મસાધના માટે ખૂબ જ આવશ્યક છે. જો કે કોઇ પણ કાર્ય માટે સ્થિરતા આવશ્યક છે.
સ્થિરતા એટલે બધી જ શક્તિઓનું એક જ સ્થાને કેન્દ્રીકરણ . અસ્થિરતા એટલે વેર-વિખેર શક્તિઓ !
બહિર્ગોળ કાચ દ્વારા જ્યારે સૂર્યનો તડકો એક જ બિંદુ પર, કેન્દ્રિત બને છે ત્યારે તે બિંદુવાળું કપડું કે કપાસ અગ્નિથી સળગવા લાગે છે. કેન્દ્રીકરણની આ કેટલી મોટી શક્તિ ?
જુદી-જુદી જગ્યાએ પાંચ-પાંચ ફૂટ ખોદવાથી જમીનમાં પાણી હોય તોય ન મળે, પણ એક જ જગ્યાએ ખોદીએ તો ?
એક જ સ્થળે સમગ્રતયા જયારે આપણે મચી પડીએ છીએ ત્યારે સફળતાને આવવું જ પડે છે. આધ્યાત્મિકતા માટે જ નહિ, દુન્યવી સફળતા માટે પણ સ્થિરતા જરૂરી છે.
મહાકવિ ધનપાલના ભાઇ મહારાજ શોભન મુનિ સ્તુતિરચનામાં એટલા બધા સ્થિર-એકાગ્ર બની ગયા હતા કે પાત્રામાં કોઇએ પત્થરા ભરી દીધા તોય ખબર ન પડી. મનની સ્થિર અવસ્થામાં બનેલી એ સ્તુતિઓ આજે પણ અમર છે.
સ્થિરતા - એકાગ્રતાનો આટલો મહિમા સાંભળી આપણા હૃદયમાં પ્રશ્ન જાગી શકે : આવી સ્થિરતા મેળવવી શી રીતે ?
ઘણા માણસો આવીને પૂછે છે : “મહારાજ ! આપ બહુ પ્રેરણા કરો છો એટલે નવકારવાળી તો ગણીએ છીએ, પણ મન તો સતત ભટકતું જ રહે છે. ભાગ્યે જ એક નવકાર પણ સંપૂર્ણ સ્થિરતાપૂર્વક ગણાતો હશે ! ભાગ્યે જ પ્રતિક્રમણ, ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં મન સ્થિર રહેતું હશે. મન સ્થિર બને એનો કોઇ ઉપાય બતાવો. અસ્થિર મનથી કરેલી ક્રિયાઓનો શો અર્થ છે? મન શી રીતે એકાગ્ર બને ? કોઇ ઉપાય બતાવો.”
આ લોકોને હું સમજાવું છું : મનને સ્થિર કરવાની વાત હાલ પૂરતી માંડી વાળો. જો એમ મન તરત જ સ્થિર થઇ જતું હોત તો ‘મનડું કિમહી ન બાજે' એમ શ્રી આનંદઘનજીએ ગાયું ન હોત ! મનને પહેલા પ્રભુના પ્રેમથી તરબોળ બનાવો. હૃદયના પ્રત્યેક તારને પ્રભુના પ્રેમથી રંગી નાખો . પછી મને પોતાની મેળે સ્થિર બની જશે.
પ્રભુ-પ્રેમ જાગ્યો ન હોય અને સ્થિરતા કદાચ આવી પણ જાય... પણ એ સ્થિરતાની જૈનશાસ્ત્રમાં કોઇ જ કિંમત નથી. એમ તો માછલી પકડવા તત્પર બનેલા બગલામાં, ઉંદર પકડવા તત્પર બનેલી બિલાડીમાં કે ગ્રાહકને છેતરવામાં એકાકાર બનેલા વેપારીમાં સ્થિરતા ક્યાં નથી ? આવી સ્થિરતાનું કોઇ જ મૂલ્ય નથી. યાદ રહે કે સાતમી નરકે જવું હોય તો પણ સ્થિરતા જ જો ઇએ - રૌદ્રધ્યાનમાં ભયંકર સ્થિરતા ! એવી સ્થિરતા કે જે વજઋષભ નારા, સંઘયણવાળા જ મેળવી શકે. આટલી ભયંકર સ્થિરતા છેવટ્ઠા સંઘયણવાળા ન મેળવી શકે. એટલે જ તો આજે કોઇ સાતમી નરકે જઇ શકતું નથી ને ? ખરેખર તો એને સ્થિરતા કહી જ શકાય નહિ, જે પરિણામમાં અસ્થિરતા તરફ લઇ જાય. એવી સ્થિરતાની કોઇ કિંમત નથી. સ્થિરતાની પૂર્વ ભૂમિકારૂપે નિર્મળતા જોઇએ. નિર્મળતા પ્રભુ-પ્રેમથી જ આવી શકે છે. આનંદઘનજીની ચોવીશીમાં સૌથી પહેલું સ્તવન પ્રભુ-પ્રેમને જ વ્યક્ત કરે છે : ‘ઋષભ જિનેશ્વર
ઉપદેશધારા * ૨૨૧
ઉપદેશધારા ૪ ૨૨૦