________________
હજારો માણસોની હાજરીમાં દિવાન સાહેબને તોપની સામે રાખવામાં આવ્યા.
દિવાન સાહેબને હવે મોત સામું દેખાવા લાગ્યું. તેઓ મનોમન ભગવાન વીર પ્રભુની મૂર્તિને યાદ કરીને પ્રાર્થના કરવા લાગ્યા : ‘હે ભગવાન ! હું તારો સેવક અને મારી આ દશા ? જો કે હું મૃત્યુથી ડરતો નથી, પણ આમાં તારી પણ વગોવણી થઇ રહી છે. હે કૃપાળુ જિનરાજ ! આજ લાજ રાખ. તું નહિ રાખે તો કોણ રાખશે ? જો હું મૃત્યુના મુખમાંથી બચી જઇશ તો તારું ત્રણ માળનું સુંદર જિનાલય બંધાવીશ.” આ પ્રમાણે ભાવવિભોર હૃદયે દિવાન પરમાત્માને સ્તવી રહ્યા હતા.
આ બાજુ તોપચીએ તોપમાં ગોળા અને દારૂ ભર્યો. જામગરી સળગાવી... પણ આ શું ? તોપ ન ફૂટી. બધા લોકો આશ્ચર્યમગ્ન બની ગયા.
બીજી વખત સળગાવી તો પણ ન ફૂટી. ત્રીજી વખત પણ એમ જ થયું. લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.
સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે ત્રણ વખત ફાંસી કે બીજી કોઇ સજા આપવા છતાં અપરાધી જો બચી જાય તો તેને ઇશ્વરીય સંકેત સમજી નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. આ જોધરાજજી દિવાનને પણ નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા.
લોકોની હર્ષની ચિચિયારીઓ સાથે દિવાન સાહેબ ઠાઠમાઠથી ઘેર આવ્યા. લોકોના હૃદયે તેઓ ધાર્મિક છે, એવી તો છાપ પહેલાં પણ હતી જ, પણ આ પ્રસંગથી વધુ ઘેરી બની.
દિવાન હવે શ્રી મહાવીરસ્વામી ભગવાનને કઇ રીતે ભૂલી શકે ? ભગવાનને આપેલા વચનને કઇ રીતે વીસરી જાય ? તેમણે તે પ્રતિમા માટે ત્રણ માળનું દેરાસર બનાવવાની તૈયારી કરી. જે પ્રતિમાના પ્રભાવથી બચાવ થયો હતો તે પ્રતિમાની ઉત્પત્તિ જાણવા જેવી છે.
બજે મધુર બંસરી * ૪૨૨
પલ્લીવાલ ક્ષેત્રના ચાંદન ગામની સમીપે રહેલ ટેકરા પર એક
ગાય હંમેશા દૂધ ઝરતી હતી. એક વખતે કોઇ માણસે આ દૃશ્ય જોઇ જમીન ખોદી... તો નીચેથી ભગવાન શ્રી મહાવીરદેવની પ્રતિમા નીકળી. શ્વેતાંબર પરંપરાના આચાર્યશ્રી મહાનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી ત્રણ માળના દિવાન સાહેબે બનાવેલા મંદિરમાં મૂળનાયક તરીકે તે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. તે જ પૂ.આચાર્યશ્રીના વરદ્ હસ્તે વિ.સં. ૧૮૨૬માં શ્રી મહાવીરસ્વામી પ્રભુની ત્યાં પ્રતિષ્ઠા થઇ અને તે દેરાસર ‘મહાવીરજી તીર્થ’ તરીકે પ્રખ્યાત થયું.
આ તીર્થ શ્વેતાંબર પરંપરાના ઉપાસક જોધરાજજીએ બનાવેલું અને શ્વેતાંબરીય આચાર્ય દ્વારા સ્થાપિત કરેલું હોવા છતાં પણ દુર્ભાગ્યની વાત છે કે આજે તે મંદિરનો કબ્જો દિગંબરોએ જમાવી રાખેલો છે.
પલ્લીવાલ ક્ષેત્રમાં શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ ભગવંતોનું વિચરણ અલ્પ થવાથી આમ થયું છે. સમગ્ર પલ્લીવાલ સમાજ પોતાના મૂળ ધર્મથી ઘણો દૂર ધકેલાઇ ગયો છે. હમણાં-હમણાં પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી તથા કુમારપાળ વી. શાહના પ્રયત્નોથી ત્યાં કાંઇક જાગૃતિ આવી છે, આ તીર્થનો કબ્જો પાછો મેળવવા નારાયણદાસ પલ્લીવાસ વર્ષો સુધી એકલા હાથે કોર્ટમાં લડ્યા હતા. બે વર્ષ પહેલાં (વિ.સં. ૨૦૪૨) તેઓ સ્વર્ગવાસી થયા છે. હજુ પણ લડત ચાલુ છે. સાંભળવા મુજબ કોર્ટના ચુકાદા શ્વેતાંબર તરફ આવતા જાય છે. આપણે ઇચ્છીએ કે એ તીર્થ જલ્દીથી જેઓનું હતું તેઓના હાથમાં પાછું આવે. વાત ક
બન્ને મધુર બંસરી * ૪૨૩