________________
આ. વિનયસાગરસૂરિના હાથે કરાવી હતી. આજે તે જૈન યાત્રાસ્થળ દયાલશાહના કિલ્લા તરીકે મેવાડની ભૂમિને
શોભાવી રહ્યું છે. (૩) સોમવિજયગણિની પરંપરાના પં. શ્રી લાલવિજય ગણિવર સં.
૧૭૫૦માં ઔરંગઝેબને મળેલા. બાદશાહે તેમને કુશળતા પૂછી અને ભારતમાં નિરાબાધાએ વિચરવાનું ફરમાન લખી આપેલું. અજમેરના સૂબાએ અજમેર, મેડતા, સોજત, જયતારણ (જેતારણ), જોનપુર વગેરેના ઉપાશ્રયો પોતાને કબજે કરી લીધેલા ત્યારે વિજયરત્નસૂરિ અને ભીમવિજયના ઉપદેશથી તે ઉપાશ્રયો પાછા સોંપવાનું ફરમાન સૂબાને લખી આપ્યું હતું. (વિ.સં. ૧૭૩૬)
આમ કઠોર ઔરંગઝેબના હૃદયમાં પણ ક્યારેક કોમળતા દેખાઇ આવેલી છે એમ ઇતિહાસે નોંધ્યું છે.
અમદાવાદના શાંતિદાસ ઝવેરીએ અકબરથી માંડીને ઔરંગઝેબ સુધીની બધી પેઢીઓ જોઇ અને પોતાની આગવી સૂઝથી હમેશા ધર્મસ્થાનોની રક્ષા કરી,
ઔરંગઝેબે મજીદમાં રૂપાંતરિત કરેલા મંદિરને પણ ફરીથી તેવું જ બાદશાહ પાસેથી બનાવરાવ્યું આ તેમની નાનીસૂની સિદ્ધિ ન કહેવાય.
તે પછી ફરી એકવાર એક મુસલમાન અમલદારે એ મંદિર તોડવાનો પ્લાન ઘડેલો. આથી શેઠ શાંતિદાસના વંશજ શ્રી વખતચંદ શેઠે એ જિનાલયની બધી જ પ્રતિમાઓ સુરંગના માર્ગે રથમાં બેસાડી ઝવેરીવાડના ચાર દેરાસરમાં પ્રતિષ્ઠિત કરી.
બીબીપુરનો જૂનો જિનપ્રાસાદ હમણાં સુધી સરસપુરમાં ખંડેરરૂપે રહેલો હતો.
- ૨) શ્રી મહાવીરજી” તીર્થના નિર્માતા કોણ? )
વાત બહુ જૂની નથી. સવા બસો-અઢીસો વર્ષ પહેલાની વાત છે. રાજસ્થાનના ઉત્તર-પૂર્વ વિભાગમાં રહેલા ભરતપુરના રાજાને ત્યાં જો ધરાજજી પલ્લીવાલ નામના દિવાન હતા.
દિવાન પદવી પોતાને મળેલી હોવા છતાં એ ભગવાનને, ધર્મને ભૂલ્યા ન્હોતા. તેઓ તો અંતઃકરણથી માનતા હતા કે દિવાનની પદવી કરતાં ભગવાનના ભક્તની પદવી કઇ ગણી ઊંચી છે.
એક વખતે કોઇ ભૂલના કારણે રાજાનો ખોફ તેમના પર ઊતરી પડ્યો. રાજા ભારે ગુસ્સામાં આવી ગયા. એટલા ગુસ્સામાં આવ્યા કે એમણે તરત જ તોપચીને બોલાવીને હુકમ કર્યો : તમારે આવતી કાલે દિવાન સાહેબને તોપના ગોળાથી ઊડાવી દેવાનો છે.'
‘એટલો શું અપરાધ છે ?'
‘અપરાધ-અપરાધ તારે કાંઇ પૂછવાની જરૂર નથી. રાજા હું છું કે તું ? તારે માત્ર આજ્ઞાનું પાલન કરવાનું છે. સમજયો ?' - ‘તોપચી બિચારો ચૂપ થઇ ગયો. રાજા પાસે કરે પણ શું ? એ તો રહ્યો ચિઠ્ઠીનો ચાકર. આખા ભરતપુર નગરમાં વાત ફેલાઈ ગઇ કે દિવાનને આવતી કાલે તોપના ગોળ ઉડાડી દેવાના છે.
બીજા દિવસે લોકોની જોરદાર ભીડ જામી. તમાશાને તેડાની જરૂર નથી હોતી.
બજે મધુર બંસરી + ૪૨૧
બજે મધુર બંસરી + ૪૨૦