________________
આથી ગુજરાતમાં હલચલ મચી ગઇ. આ ઔરંગઝેબ મોટો થઇને શું કરશે ? એના અણસાર અત્યારથી આવી રહ્યા હતા.
હિન્દુઓને જ નહિ, આ કૃત્યથી મુસ્લિમોને પણ દુઃખ થયું. અમદાવાદના મુલ્લા અબ્દુલ હકીમે પણ બાદશાહ શાહજહાંને લખી જણાવ્યું કે આવી હિચકારી ઘટના બની છે.
શેઠશ્રી શાંતિદાસે પણ બાદશાહ શાહજહાંને સવિસ્તરે વિગત લખી જણાવી. શાહજહાં શાંતિદાસને બહુમાન આપતો હતો.
વિ.સં. ૧૭૦૫માં ગુજરાતના સૂબા મહંમદ દારાશિકોહને શાહજહાંએ ‘ફરમાન' લખી મોકલીને હુકમ કર્યા : શાહજાહા ઔરંગઝેબે જે શાંતિદાસના મંદિરને મજીદ બનાવી છે તે સુધારી મૂળરૂપમાં તૈયાર કરાવી, તે મંદિર શાંતિદાસને પાછું સોંપી દેવું. ફકીરોને બીજે સ્થાને લઇ જવા. ઇંટ વગેરે સામાન કોઇ મુસલમાન લઇ ગયા હોય તો પાછો અપાવવો અથવા રકમ ભરપાઇ કરાવવી.
ઇતિહાસ બોલે છે કે અમદાવાદના સૂબાએ શાહી ખજાનાની રકમથી પહેલા જેવું જ નવું મંદિર તૈયાર કરી શાંતિદાસને સોંપ્યું હતું.
આમ શાહજહાં શાંતિદાસ પર ખૂબ જ પ્રસન્ન રહેતો હતો. તેના જાનમાલ, ધર્મસ્થાન વગેરેને કોઇ પણ પ્રકારની હાનિ ન થાય તે માટે અનેક પ્રકારનાં ફરમાનો લખી આપ્યા હતા.
શાંતિદાસ શેઠ પણ આર્થિક મૂંઝવણ વખતે શાહી કુટુંબને પૂરી સહાયતા કરતા હતા. શાહજહાંનો પુત્ર મુરાદબક્ષ એક વખતે આવી આર્થિક મદદથી એકદમ ખુશ થઇ ઉઠેલો ને તેણે પિતાજીની સહમતિ મેળવી, શાંતિદાસ ઝવેરીને ‘શત્રુંજય તીર્થનો પહાડ ઇનામમાં આપેલો અને તેનું ફરમાન લખી આપ્યું હતું.
ત્યાર પછી શાંતિદાસે શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલો, પર્વત પર રહેલા મંદિરની ચારે બાજુ મોટો મજબૂત કિલ્લો બનાવ્યો તેમજ શ્રી આદિનાથ ભ.નું પરિકર બનાવી તેમાં આ બાબતનો ઉલ્લેખ કરાવ્યો હતો.
શાહજહાં પછી ઔરંગઝેબ ગાદીએ બેઠો. ભાઇઓની કતલ કરી પિતાને જેલમાં પૂરી લોહી ખરડાયેલી ગાદીએ બેઠો.
ભારતમાં જે ધર્મઝનુની બાદશાહો થયા તેમાંનો ઔરંગઝેબ પણ એક છે, તેમ છતાં તેણે કેટલીક બાબતોમાં સૌજન્ય પણ બતાવ્યું છે. કેટલીક વખત તેણે જૈનોને સહાય પણ કરેલી છે. આપણને કદાચ આશ્ચર્ય થશે. ઔરંગઝેબ અને સૌજન્ય ? આગમાંથી શીતળતા ? હા... એ શીતળતાની સાખ પૂરતા આ રહ્યા કેટલાક નમૂના : (૧) હેમવિમલસૂરિજીની પરંપરામાં થઇ ગયેલા પ્રતાપકુશલજી
જબરદસ્ત વિદ્વાન હતા. ફારસી ભાષા પર પણ તેમનું સારું પ્રભુત્વ હતું. મોટા મોટા રાજામહારાજાઓ તેમનું સન્માન કરતા. તેઓશ્રીની પ્રશંસા સાંભળી ઔરંગઝેબે તેમને પાલખી મોકલીને બોલાવેલા અને પોતાના મનમાં જે શંકાઓ હતી તે વિષે સવાલો પૂછ્યા. પૂજયશ્રીના ઉત્તરો સાંભળી ઔરંગઝેબ ખુશ-ખુશ થઇ ગયો. તેમાંય પૂજયશ્રીનું ફારસી ભાષા પરનું પ્રભુત્વ જોઇ ખૂબ જ આનંદ પામ્યો. (અત્યારે જેમ ઇંગ્લીશની કિંમત છે, તેમ તે જમાનામાં ફારસીની કિંમત હતી.) પ્રતાપકુશળજીએ માત્ર પ્રશ્નોના જવાબ જ ન આપ્યા, પણ બાદશાહના મનની વાત પણ કહી દીધી. આથી પ્રસન્ન થયેલા બાદશાહે પ-૭ ગામો ઇનામમાં આપ્યાં, પણ પૂજયશ્રીએ લીધા નહિ. પૂજયશ્રીના ત્યાગ વિદ્વત્તાદિ ગુણો પર
ઔરંગઝેબ ઝૂકી ગયો. (૨) વિ.સં. ૧૭૨૮-૩૦માં જયારે મેવાડના રાજસાગરના તળાવના
પર્વત પર રહેલા શ્રી આદિનાથ ભ.ના મંદિરને તોડવા ઔરંગઝેબ ધસી આવ્યો ત્યારે દયાલશાહની બહાદુરીથી અને સત્ય વાતથી ખુશ થઇને તે જિનમંદિરની રક્ષા કરેલી. સંઘવી દયાલશાહે વિ.સં. ૧૭૩૨માં તે મંદિરની પ્રતિષ્ઠા વિજયગચ્છીય
બજે મધુર બંસરી + ૪૧૮
બજે મધુર બંસરી * ૪૧૯