________________
દારૂડીયાના કુટુંબની દુર્દશા જોઇને જ ગાંધીજીએ એકવાર કહેલું : ‘જો એક જ કલાક માટે મને ભારતનો સરમુખત્યાર બનાવવામાં આવે તો હું પહેલું કામ દારૂની તમામ દુકાનો બંધ કરાવવાનું કરું. (કંઇ પણ વળતર આપ્યા વિના) અને તાડીના તમામ ઝાડોનો નાશ કરાવું.”
લોકમાન્ય ટિળક પણ દારૂબંધીના પ્રખર હિમાયતી હતા. એકવાર એમણે ભાષણમાં કહેલું : _ 'शराबियों की सरकार शराबबंदी नहीं करेगी । उसे उपर की आमदनी की चिंता है । शराब तो हमें ही बंध करनी होगी। इसके लिए शराब पीनेवालों का बहिष्कार कीजिए ।'
- લોકમાન્ય ટિળક (૨/૩/૧૯૦૮ના સોલાપુરમાં ભાષણ) યાદ રહે કે ટિળકનો આ આક્રોશ તે વખતની અંગ્રેજી સરકાર સામે છે. આજે જો ટિળક જીવતા હોત તો આજની સરકારને એ શું કહેશે ?
રાજા : ફરી એજ ગપગોળો ? મંત્રી : નહીં... નહીં મડદું છે. રાજાએ ફરી આગ્રહ કર્યો ત્યારે મંત્રીએ બાટલી બતાવી દીધી. રાજાએ પૂછ્યું : આટલીવાર જૂઠું શા માટે બોલ્યો ?
મંત્રી : મેં તો બિલકુલ સાચું જ કહ્યું છે. સાંભળો આનું રહસ્ય. પીતા પહેલા આ દારૂ કાંઇ જ નથી. એક બાટલી પીધા પછી માણસ ઘોડા જેવો વિકારી બની જાય છે. બીજી બાટલી જતાં હાથી જેવો મદોન્મત્ત બની જાય છે. ત્રીજી બાટલી પેટમાં જતા કૂતરાની જેમ ભસવા માંડે છે અને ખૂબ દારૂ પીવાઇ ગયા બાદ તે મડદાની જેમ બેહોશ બનીને ઢળી પડે છે.
આ સાંભળી રાજાના જ્ઞાનચક્ષુ ખૂલી ગયા અને તેણે દારૂ પીવાનું છોડી દીધું.
આજના જમાનાના ફેશનેબલ પીનારાઓ આ રાજાની જેમ સમજીને દારૂ પીવાનું તરત જ છોડી દે તો કેટલું સારું ? પણ હીનસત્વી આ યુગમાં આવી ઠગારી આશા રાખવી સાવ વ્યર્થ છે. આ વાંચીને નવી પેઢી એ માર્ગે જતી અટકે તો પણ ઘણું છે.
-: પ્રેરણા બિંદુ :મંત્રીના હાથમાં દારૂની બાટલી હતી. દારૂડીયા રાજાએ પૂછ્યું : શું છે ? મંત્રી : કંઇ નહિ. રાજા : શું કહ્યું ? મંત્રી : નહીં ઘોડો છે. રાજા : ખોટું બોલે છે. ક્યાં છે ઘોડો ? મંત્રી : નહીં, હાથી છે. રાજા : ફરી ખોટું બોલે છે ? મંત્રી : નહીં કૂતરો છે.
અજમાવી જુઓ : દારૂ છોડવાનો કીમિયો પીવાની આદત છોડવાની ઇચ્છા હોવા છતાં ન છૂટી શકતી હોય તેણે નીચેનો પ્રયોગ કરવા જેવો છે.
ગાંધીની દુકાનમાં મળતું મોરથુથુ પાણીમાં નાખી રોજ કોગળા કરવા. યાદ રહે કે મોરથૂથુ ઝેરી હોય છે. કોગળાનું પાણી પેટમાં ન જવું જોઇએ. આ રીતે કરવાથી થોડા સમય બાદ દારૂ પીવાની ઇચ્છા મરી પરવારે છે.
- ડૉ. કૌશિકકુમાર દીક્ષિત, મુંબઈ સમાચારમાંથી સાભાર
ઉપદેશધારા + ૬૨
ઉપદેશધારા + ૬૩