________________
માંસ
આજકાલ માંસાહારનું ચલણ ઘણું જ વધતું જાય છે. જે ઘરોમાં કાંદા-બટાટા વગેરે પણ વર્જિત હતા તે ઘરોમાં હવે બિરયાની અને આમલેટ જેવી વાનગીઓ બેધડક આવવા માંડી છે. સમયનું ચક્ર બહુ જ ઝડપથી ફરી રહ્યું છે. નવી પેઢી ઝડપથી બદલાઇ રહી છે. એટલી ઝડપથી બધું બદલાઇ રહ્યું છે કે કદાચ હજારો સંતો રોકવા પ્રયત્નો કરે તો પણ રોકાય તેવું લાગતું નથી. આજે સંતોના પ્રયત્નો ફૂંક મારીને દાવાનળ બૂઝવવા જેવા કે ધસી આવતા પૂરના પ્રવાહને હાથથી રોકવા જેવા લાગે છે. છતાં સંતો થાક્યા વિના કે હતાશ થયા વિના પોતાના કાર્યો ચાલુ રાખે છે. કારણ કે સંતોનો એવો સ્વભાવ છે. તારા કદી વિચારતા નથી : મારાથી અંધારું દૂર નહિ થાય. હવે ઉગવાનો મતલબ શો ? ફૂલ કદી વિચારતું નથી : મારાથી આ વિશ્વમાંથી દુર્ગધ દૂર થવાની નથી. શો મતલબ છે ખીલવાનો? પ્રકાશ રેલાવવો તારાઓનો સ્વભાવ છે. સુગંધ ફેલાવવી ફૂલોનો સ્વભાવ છે. તેમ દૂષણનિવારણરૂપ શુભમાં પ્રયત્ન કર્યા કરવો તો સંતોનો સ્વભાવ છે.
અનેક પ્રકારના વધી રહેલા દૂષણોમાં માંસાહાર પણ અતિ ભયંકર દૂષણ છે. માંસાહારીઓની દલીલ છે કે માંસ સ્વાદિષ્ટ જ નહિ પણ પૌષ્ટિક પણ છે ને કુદરતી પણ છે. વિશ્વના પ્રાયઃ બધા
જ પ્રાણીઓ માંસાહારી છે તો માણસે શા માટે માંસાહારથી દૂર રહેવું જોઇએ ?
માંસાહાર સ્વાદિષ્ટ છે કે નહિ ? તે તો ખાનારા જ જાણે, પણ જુગુપ્સા પ્રેરક તો છે જ. માંસની દુકાનમાં લટકતા મડદાઓ જોઇને તો ચીતરી જ ચડે. માછલીઓની ભયંકર દુર્ગધથી જ માથું ફાટી જાય, મન વિચારે ચડી જાય : જેની ગંધથી જ માથું ફાટી જાય છે, જે દેશ્યો જ આંખને દીઠેય ગમતા નથી, એ પદાથોં માણસ કેમ ખાતો હશે ?
માંસાહાર માણસ માટે કુદરતી કહેવાય કે અકુદરતી ? તે હવે જોઇએ... બધા જ પ્રાણીઓ કાંઇ માંસાહારી નથી. ગાય, ભેંસ, બકરી, ઘોડા, હાથી, જિરાફ વગેરે શાકાહારી પ્રાણીઓ છે. સિંહ, વાઘ, ચિત્તા, બિલાડી વગેરે માંસાહારી પ્રાણીઓ છે. હવે બંનેના શરીરોમાં તુલના કરી જુઓ. માણસનું શરીર કોના જેવું છે ? માંસાહારી પ્રાણીઓ જેવું કે શાકાહારી પ્રાણીઓ જેવું ? માંસાહારી પ્રાણીઓના પ્રતીકરૂપે બિલાડીને યાદ કરો અને શાકાહારી તરીકે ગાયને યાદ કરો. બિલાડીના દાંત કેવા છે ? ને ગાયના દાંત કેવા છે ? માણસના દાંત ગાયને મળતા આવે છે કે બિલાડીને ? બિલાડી (કોઇપણ માંસાહારી પ્રાણી) જીભથી લપ-લપ કરીને પીએ છે જયારે ગાય હોઠથી પીએ છે. માણસને જો પીવું હોય તો કોની જેમ પીએ ? બિલાડીની જેમ જીભ કાઢીને કે ગાયની જેમ હોઠથી ?
હવે તમે જ કહો : માણસના શરીરની રચના બિલાડીને મળતી આવે છે કે ગાયને ? જો ગાયને મળતી આવતી હોય તો માણસ કુદરતી રીતે શાકાહારી કહેવાય કે માંસાહારી ?
માંસાહાર માણસ માટે કુદરતી નથી જ નથી. હિંસા, પ્રમાદ આદિ અનેક દોષોની ખાણ છે, માંસાહાર. માટે જ પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધીના વિચારક પંડિતો એનો વિરોધ કરતા રહ્યા છે.
ઉપદેશધારા + ૬૪
ઉપદેશધારા + ૬૫