________________
જે મનુ’ શબ્દ પરથી “માનવ’ શબ્દ આવ્યો હોવાનું વૈયાકરણીઓ કહે છે, તે મનુ મહારાજે માંસ માટે સખત નારાજગી બતાવી છે.
માંસ શી રીતે મળે ? પ્રાણીની હિંસા વિના માંસ મળી શકે ? પ્રાણીની હિંસા સ્વર્ગે લઇ જાય કે નરકે ? ઓ માંસાહારીઓ ! તમે નિરાંતે માંસ આરોગો છો, પણ એની પ્રક્રિયા તો જુઓ ! તરફડતા પશુઓ ! કૂરપણે થતી તેમની હિંસા ! એકવાર તમે જો આ દૃશ્ય ધ્યાનપૂર્વક જોશો તો તમને કદી જ માંસ ખાવાનું મન નહિ થાય. જો તમારા હૃદયમાં થોડી પણ સંવેદના હશે તો તમે એને હંમેશ માટે છોડી દેશો. જુઓ મનુ મહારાજના શબ્દો :
नाऽकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ।। ४८ ॥ समुत्पत्तिं च मांसस्य, वध-बन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्व मांसस्य भक्षणात् ॥ ४९ ॥
જીવોની હત્યા કર્યા વિના કદી માંસ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીની હત્યા કદી સ્વર્ગ આપી શકે નહિ માટે માંસ છોડી દો. માંસની ઉત્પત્તિ, તે પૂર્વે પ્રાણીઓનો થતો વધ અને બંધનને જોઇને સર્વ પ્રકારના માંસનો ત્યાગ કરો.
ઘણાનો પ્રશ્ન હોય છે : અમે તો માત્ર માંસ ખાઈએ છીએ, બકરા કાપતા નથી, પશુ-હત્યા કરતા નથી, પછી અમને શી રીતે પાપ લાગે ? ગૌતમ બુદ્ધે પોતાના ભિક્ષુઓને આ રીતે ખાવાની આજ્ઞા આપી જ છે ને ? બસ, માત્ર તમારા માટે પશુ-હત્યા થયેલી ન હોવી જોઇએ.
આમ સમજીને ખાનારો માણસ ઘણી મોટી ભ્રમણામાં જીવે છે. ભલા માણસ ! ખાનારો જ ન હોય તો કાપનારો ક્યાંથી આવવાનો ? કાપનારને તો પાપ લાગે જ, પણ ખાનારને પણ લાગે. ગૌતમ બુદ્ધ જો આ રીતે ખાવાની આજ્ઞા આપી હોય તો એ પણ ખોટું જ છે.
ખોટું હોય તે કોઇપણ રીતે ખોટું જ રહેવાનું, ભલે ને ગમે તેટલા મોટા માણસે તેમ કહ્યું હોય. કાચ કાચ જ રહેવાનો. ભલે ગમે તેટલો મોટો માણસ એને હીરો કહે ! કહેવાથી વસ્તુસ્થિતિમાં કશો ફરક પડતો નથી. કોઇના કહેવાથી વાસ્તવિકતા બદલાતી નથી.
આ સ્થળે બુદ્ધને નહિ પણ મનુને યાદ કરવા જેવા છે. મનુ કહે છે કે માત્ર કાપનારો જ હિંસક નથી, એની સાથે બીજા સાત જણા હિંસક ગણાય છે. એ સાતમાં ખાનારો પણ છે. જુઓ મનુની મનનીય વાણી :
अनुमन्ता, विशसिता निहन्ता, क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च, खादकश्चाऽष्ट घातकाः ॥
(૧) અનુમોદના કરનારો, (૨) કટકા કરનારો, (૩) કાપનારો, (૪) ખરીદનારો, (૫) વહેંચનારો, (૬) પકાવનારો, (૭) પીરસનારો અને (૮) ખાનારો. આ આઠેય જણા હિંસક કહેવાય છે. (કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ માંસાહારના વિરોધમાં આ શ્લોક યોગશાસ્ત્રમાં ઉદ્ધત કર્યો છે.)
- મનુસ્મૃતિ (૫/૫૧) માંસ ક્યારેય ઝાડની ડાળી પર થતું નથી કે ખાણમાંથી નીકળતું નથી કે પત્થરમાંથી પેદા થતું નથી. માંસ મેળવવા અવશ્ય પશુ-વધ કરવો જ પડે છે. માટે જ એ ભયંકર પાપ છે, આવો વિચાર મહાભારતના કર્તા વેદવ્યાસે પણ દર્શાવ્યો છે :
न हि मांसं तृणात्, काष्ठाद् उपलाद् वाऽपि जायते । हत्वा जन्तुं ततो मांसं, तस्माद् दोषस्तु भक्षणे ॥
માંસ ક્યારેય ઘાસ, લાકડું કે પત્થરમાંથી પેદા થતું નથી. | (ઇંડાને વનસ્પતિ આહાર કહેનારાઓ ! તમે આ સાંભળો છો ?) તે જીવની હત્યા કરવાથી જ મળે છે. માટે તે ખાવામાં મોટો દોષ છે.
- મહાભારત (અનુશાસન પર્વ, ૧૧૫/૨૪)
ઉપદેશધારા કે ૬૬
ઉપદેશધારા + ૬૭