________________
આ વેદવ્યાસે માંસ-ત્યાગ માટે લખેલું બીજું પણ સમજવા જેવું છે: सर्वे वेदा न तत् कुर्युः सर्वे यज्ञाश्च भारत । यो भक्षयित्वा मांसानि, पश्चादपि निवर्तते ।।
હે ભારત ! જે માણસ પહેલા માંસ ખાતો હોય અને પછીથી તેનો સંપૂર્ણ પરિત્યાગ કરી દે તેને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે પુણ્ય સર્વ વેદો કે સર્વ યજ્ઞો પણ પ્રાપ્ત કરાવી શકે નહિ.'
- મહાભારત (અનુશાસન પર્વ, અધ્યાય-૧૧૫) અમે ભલે માંસ ખાતા હોઇએ, પણ સાથે-સાથે અમે પૂજાપાઠ કરીએ છીએ, યજ્ઞો કરીએ છીએ, વેદો ભણીએ છીએ, બ્રાહ્મણોને દક્ષિણા આપીએ છીએ તો અમારું માંસનું નાનકડું પાપ ધોવાઇ નહિ જાય ? પેલા રામકૃષ્ણ પરમહંસ કાલી દેવી પાસે ધરેલું માંસ ખાતા જ હતા ને ? પેલા સ્વામી વિવેકાનંદ પણ માંસાહાર કરતા જ હતા ને ? એમણે તો એક સ્થળે એવું પણ કહી દીધું છે, જો માંસના એક ટુકડા માત્રથી ઇશ્વર નારાજ થઇ જતો હોય તો મારે એવા મુર્ખ ઇશ્વરની કોઈ જ જરૂર નથી.'
આવી વાતો કહેનારા કે વિચારનારા એક વાત સમજી લે કે ગમે તેવો મોટો માણસ હોય, ગમે તેટલો પ્રસિદ્ધ હોય. ચાહે તે બુદ્ધ હોય, રામકૃષ્ણ પરમહંસ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, પણ ખોટું તે ખોટું જ રહેવાનું. મોટો ઝવેરી પણ કાચને લાખ વાર હીરો કહે તો પણ કાચ હીરો ન બને. કોઇ તેનાથી પ્રભાવિત થઇને કાચને હીરો માની લે તો જુદી વાત છે, પણ આપણા માનવા કે નહિ માનવા સાથે વાસ્તવિકતાને કોઇ સંબંધ નથી.
માંસ-ભક્ષણ ત્યાગ અને યજ્ઞાદિની તુલનામાં માંસત્યાગને શ્રેષ્ઠ બતાવનાર મહાભારતકાર કહે છે :
इष्टं दत्तमधीतं च, क्रतवश्च सदक्षिणाः । अमांसभक्षणस्यैव, कलां नाऽर्हन्ति षोडशीम् ॥
યજ્ઞ, દાન, વેદ અભ્યાસ, દક્ષિણાયુક્ત અનેક યજ્ઞો - આ બધું મળીનેય માંસભક્ષણ ત્યાગના સોળમા ભાગ જેટલા પણ ન થઇ શકે.
- મહાભારત (અનુશાસન પર્વ, અધ્યાય-૪૫) માંસાહારીઓની મુખ્ય દલીલ છે : માંસાહાર બળપ્રદ છે. શાકાહારી લોકો ઢીલાપોચા હોય છે. માંસાહારીઓ બળવાન અને હિંમતબાજ હોય છે. આ દલીલમાં કેટલે અંશે તથ્ય છે, તે આપણે જોઇએ. ચાણક્ય લખ્યું છે :
अन्नाद् दशगुणं पिष्टं, पिष्टाद् दशगुणं पयः । पयसोऽष्टगणं मांसं, मांसाद् दशगुणम् घृतम् ॥
અનાજથી દસગણું બળ લોટમાં, લોટથી દસગણું બળ દૂધમાં અને દૂધથી આઠગણું બળ માંસમાં અને માંસથી દસગણું બળ ઘીમાં હોય છે. (આ બળ માત્ર પચાવવાની અપેક્ષાએ કહ્યું હોય એમ લાગે છે. જે જે વસ્તુ પચવામાં ભારી છે તેને ક્રમશઃ વધુ બળપ્રદ માની હોય તેમ જણાય છે.)
- ચાણક્યનીતિ (૧૦/૧૯) ટકાવારીની દૃષ્ટિએ નીચે પ્રમાણે કહી શકાય : બદામમાં ૯૧%, ચણા-ચોખા-માખણ-ઘીમાં ૮૫%, ઘઉં-મકાઇમાં ૮૬%, કિસમિસમાં ૭૩%, મલાઇમાં ૬૯%, માંસમાં ૨૯%, ઇંડામાં ૨૬% અને માછલીમાં ૧૩% શક્તિ માનવામાં આવી છે.
ડૉકટર ફોર્ડ એમ.ડી.એ કહ્યું છે : વટાણા, ચણા આદિ ધાન્યોમાં ૨૩ થી ૩૦ ટકા નાઇટ્રોજન, ૫૦ થી ૫૮ ટકા નશાસ્તા અને ત્રણ ટકા જેટલા લગભગ મીઠાવાળા પદાર્થ હોય છે. પરંતુ માંસમાં નાઇટ્રોજન ૮ થી ૯ ટકા હોય છે તથા નશાસ્તા તો નહિવતુ હોય છે. આથી માંસ મગજની નસોને શક્તિ પહોંચાડી શકતું નથી.
આથી જ માંસાહારી કરતા શાકાહારી (ખરેખર અન્નાહારી શબ્દ જોઇએ) વધુ નિરોગી, દીર્ધાયુષી અને બળવાન હોય છે.
ઉપદેશધારા + ૬૮
ઉપદેશધારા + ૬૯