________________
શાકાહારી કમજોર હોય છે, એ વાત જૂઠી સાબિત કરતા અનેક ઉદાહરણો જોવા મળશે.
છાતી પર હાથી ઉભો રાખી શકનાર, ચાલતી મોટરને સાંકળથી રોકી લેનાર મહાબળવાન પ્રો. રામમૂર્તિ શુદ્ધ શાકાહારી હતા. મહાબલિ મરહઠે પણ માંસ ખાતા ન્હોતા. ઇતિહાસમાં નજર કરીશું તો અનેક શુદ્ધ શાકાહારી મહાપુરુષો આપણને મળી આવશે. રાજા વિક્રમાદિત્ય, સમ્રાટ અશોક વગેરે શાકાહારી હતા.
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ (આજે જો કે કેટલાક આર્યસમાજીઓ પણ માંસ ખાય છે. દયાનંદના મૃત્યુ પછી એમનો આર્યસમાજ માં પાર્ટી અને ઘાસપાર્ટીમાં વહેંચાઇ ગયો હોવાનું જાણવા મળે છે.) શીખપંથના સ્થાપક નાનક, ગ્રીસના પ્રાચીન ચિંતક સોક્રેટીસ, એરિસ્ટોટલ, મિ. એડીસન આગામી ભવમાં જેમણે જૈન કુળમાં જન્મ લેવાની ઇચ્છા વ્યક્ત કરેલી તે ઈંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર સર બનાર્ડ શો, જનરલ બોથા, બ્રિગેડીયર ઉસ્માન તથા ભારતની આઝાદીના મુખ્ય પ્રણેતા ગાંધીજી, ભૂદાન આંદોલનપ્રવર્તક વિનોબા ભાવે, ભારતના વડાપ્રધાન સ્વ. શ્રી મોરારજી દેસાઇ વગેરે તો શુદ્ધ શાકાહારી હતા જ, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જર્મનીનો પેલો એડોલ્ફ હિટલર પણ શાકાહારી હતો. ભારતની પ્રથમ અવકાશયાત્રી કલ્પના ચાવડા પણ શાકાહારી જ છે.
પ્રાણીઓમાં પણ નજર કરીશું તો જણાશે : માંસાહારી કરતાં શાકાહારી પ્રાણીઓ અધિક વૈર્યવાન હોય છે. સિંહ, સાપ, વાઘ વગેરે માંસાહારી પ્રાણીઓની અપેક્ષાએ હાથી, ઊંટ, બળદ, ઘોડા વગેરે અધિક ભાર ઉઠાવી શકે છે. ધૈર્ય વિના ભાર ઉઠાવી શકાય નહિ.
યુરોપની બ્રુસેલ્સ યુનિવર્સિટી આદિ સ્થળોએ જે પરીક્ષાઓ થઇ છે, તેમાં પણ માંસાહારીઓથી શાકાહારી જ શ્રેષ્ઠ જણાયા છે. આ
પરીક્ષાઓમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓ બેઠેલા. એમાંથી પાંચ હજાર માત્ર શાક, ફળ, ફૂલ, અનાજ આદિ પર તથા બીજા પાંચ હજારને માંસાહાર પર રાખવામાં આવેલા. છ મહિના પછી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે શાકાહારીઓ બધી બાબતમાં આગળ પડતા રહ્યા.
માંસાહારીઓમાં ક્રોધ, ક્રૂરતા આદિ દુર્ગણ તથા શાકાહારીઓમાં ક્ષમા, દયા, પ્રેમ આદિ સગુણ વિશેષરૂપે જોવા મળ્યા. (એક કરોડ એંસી લાખ યહુદીઓની કતલ કરનાર હિટલર શાકાહારી હતો. શાકાહારીઓમાં પણ હિટલર જેવો કોઇક ક્રૂર હોઇ શકે અને માંસાહારીઓમાં પણ કોઇક પ્રેમાળ હોઇ શકે, પણ આ અપવાદ છે. અપવાદ કદી રાજમાર્ગ ન બની શકે. શાકાહારીઓ મોટેભાગે દયાળુ અને ક્ષમાશીલ હોય છે, જયારે માંસાહારીઓ મોટેભાગે દૂર અને હિંસક જોવા મળે છે. એ તો આપણને પ્રત્યક્ષ દેખાય છે.)
હિટલરે માંસાહારનો ત્યાગ કરેલો તે કંઇ જીવદયાના કારણે નહિ પણ તેને લાગ્યું કે માંસાહાર કરવાથી પસીનામાંથી ભયંકર દુર્ગધ આવે છે. એ દુર્ગધ રોકવા જ તેણે માંસાહારનો ત્યાગ કરેલો. માંસાહારથી માત્ર દુર્ગધ જ આવે છે એવું નથી, પણ અનેકાનેક પ્રકારના રોગો પણ સંભવે છે.
આપણા પ્રાચીન મહર્ષિઓએ તો માંસાહારને વજર્ય ગણ્યો જ છે, પણ આજે મહર્ષિઓની વાત કોણ માને છે ? આજનો બુદ્ધિજીવી માણસ મહર્ષિઓની વાત પર નહિ, આજના ડૉકટરો કે વૈજ્ઞાનિકોની વાત પર વધુ ભરોસો રાખે છે.
માંસાહારને કારણે હાર્ટની કેટલી બિમારીઓ થાય છે તે પણ જાણવા જેવું છે :
માંસાહારીઓનું હૃદય શાકાહારીઓના હૃદય કરતા દસગણું અધિક જોરથી ધડકે છે. એક મિનિટનું વિચારીએ તો માંસાહારીઓનું
ઉપદેશધારા + ૭૦
ઉપદેશધારા + ૭૧