________________
હૃદય ૧૦ ગણું અધિક ચાલે છે. તો એક કલાકમાં ૬૦૦ ગણું વધુ ચાલે છે. પરિણામે શરીરના યંત્રો ઘસાઇ જાય છે.
- મિ. જે. એચ. ઓલીવર મગજ અને જ્ઞાનતંતુઓ પર માંસાહારની બહુ જ ખરાબ અસર પડે છે અને એજ કારણે માંસાહારી દેશોમાં ગાંડપણના રોગો વધુ જોવા મળે છે. સરકારી સૂત્ર પ્રમાણે ઇંગ્લેન્ડની પ્રજામાં દર ૨૫૦ માણસોએ એક માણસ ગાંડો હોય છે અને દર પાંચ ગુનેગારોમાં એક ગાંડો હોય છે. એજ રીતે સ્કૂલમાં ભણનાર વિદ્યાર્થીઓની તપાસ કરતા ઇંગ્લેન્ડમાં લગભગ દોઢ લાખ બાળકો કમજોર મગજવાળા જણાયા છે.
- ડૉ. રેન્ડોલ સંધિવાતમાં પણ માંસાહાર સારો એવો ભાગ ભજવે છે.
જલોદર વગેરે લીવર તથા કીડની સાથે સંબંધ રાખનાર રોગનું મુખ્ય કારણ યુરીક એસિડ ગણવામાં આવ્યું છે અને યુરીક એસિડ માંસાહારમાં અધિક હોવાથી માંસાહારીઓમાં સંધિવાત વધુ જોવા મળે છે.'
માંસ જેવા નાઇટ્રોજનવાળા પદાર્થોમાંથી લીવર, કીડની તથા એવા જ બીજા અવયવો પર પણ અધિક ભાર પડે છે અને એથી સંધિવા તથા કીડની સંબંધી બીજા રોગો ઉત્પન્ન થાય છે.
- ડૉ. વોનનુરડન | ડૉકટરોના આવા અનેક નિષ્કર્ષો પછી પાશ્ચાત્ય દેશોમાં માંસાહારથી લોકો પાછા ફરી રહ્યા છે. જયારે ભારતમાં આથી ઉર્દુ થઇ રહ્યું હોય તેમ જણાય છે. હમણાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ જાહેર કર્યું છે કે અવકાશયાત્રામાં શાકાહાર જ અનેકાનેક દૃષ્ટિએ ઉપયુક્ત છે, બળપ્રદ છે અને નિરોગી છે.
-: પ્રેરણા બિંદુ :સંજય ગાંધીના વિધવા મેનકા ગાંધીએ એક સ્થળે પોતાનો ચોટદાર અનુભવ જણાવ્યો છે :
એક વખત હું અમેરિકામાં એક હોટલમાં જમવા ગઇ. મને પૂછવામાં આવ્યું : “શાકાહાર લેશો કે માંસાહાર ?'
મેં કહ્યું : શાકાહાર. (યાદ રહે કે આ મેનકા પહેલા માંસાહારી હતાં, પણ પછીથી હૃદયમાં જીવદયા જાગતા શાકાહારી બન્યા છે.) વેઇટરે થાળી આપી.
થાળીમાં ઇંડા જોઇ હું ચમકી ઉઠી. મેં કહ્યું : આ ઇંડા ન જોઇએ.
મેડમ ! આ ક્યાં માંસ છે ? ઇંડા તો માંસાહારનો ત્યાગ કરનારા પણ ખાય છે.'
‘હું ઇંડા પણ નથી ખાતી.’ મેં શાંતિથી કહ્યું. ‘એમ ? તો શું તમે જૈન છો ?”
જૈન શબ્દ સાંભળતાં જ હું ચમકી ઊઠી. ભારતની અત્યંત લઘુમતીમાં રહેલા જૈન ધર્મની છાપ વિદેશની ધરતી પર પણ ઉત્કૃષ્ટરૂપે જોઇ હું ગદ્ગદ્ બની ઊઠી. પણ ભારતમાં મને આનાથી તદ્દન ઉલ્ટો અનુભવ થયો.
હોટલમાં એક વ્યક્તિ નોન-વેજ ખાઇ રહી હતી. તેના કપાળે પીળો ચાંલ્લો જોઇ મેં પૂછ્યું : તમે જૈન છો ? જવાબ મળ્યો, ‘હા’
‘તો પછી નોન-વેજ કેમ ખાઓ છો ? મેં તો સાંભળ્યું છે કે જૈનો ચુસ્ત શાકાહારી હોય છે.”
પેલા જૈને કહ્યું, ‘સાચી વાત છે તમારી. મારા ઘરમાં કોઇ નોનવેજ નથી ખાતું, પણ મને જ આદત પડી ગઈ છે. ઘરમાં તો એ મળે નહીં. એટલે આવી હોટલમાં આવી એ શોખ હું પૂરો કરું .”
ઉપદેશધારા * ૭૨
ઉપદેશધારા + ૭૩