________________
(૧) સમ્રાટ સિકંદરને એક વખતે થાઇસ નામની વેશ્યાએ ખૂબ જ
દારૂ પીવડાવ્યો અને તેની પાસેથી વટહુકમ કઢાવી પારસી પોલીસોને જીવતા સળગાવ્યા હતા. સવારે નશો ઉતરતાં સિકંદરને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. તેણે પેલી વેશ્યાને દેહાંત-દંડની સજા આપી ને પોતે દારૂ પીવાનો ત્યાગ કર્યો. ઇ.સ. ૧૭૮૬માં રશિયાની રાણી કેથેરિનાના કહેવાથી મુખ્યમંત્રી વાસકિને રાજ્યના ખેડૂતોને પ્રીતિભોજન માટે નિમંત્ર્યા. ભોજન પછી બધાને મનગમતો દારૂ (વોડકા) પીવડાવ્યો. બધાએ ખૂબ દારૂ ઢીંચ્યો. આમે મફતનો માલ મીઠો લાગે ને દારૂ જેવી વસ્તુમાં પ્રમાણભાન રહે જ ક્યાંથી ? બધાને દારૂનો જોરદાર નશો ચઢયો અને સૌ ખેતરોમાં ખુલ્લામાં સુઈ ગયા. તે રાત્રે ઠંડી પણ એટલી સખત પડી કે સવાર સુધીમાં
સોળ હજાર ખેડૂતો મૃત્યુની ગોદમાં સૂતેલા જોવા મળ્યા. (૩) ફિરોજશાહ તઘલખ પછી દિલ્હીની ગાદીએ યુવાન મહંમદ
તઘલખ બેઠો. એ શરાબી હતો. યુવાની પોતે જ એક નશો છે. એમાંય દારૂ ભળે એટલે બાકી શું રહે ? ખૂબ દારૂ પીવાથી તે અંદરથી ખખડી ગયો. એક વખતે તેના વજીરે પીધેલી હાલતમાં
જ તેને મારી નાખી તેનું માથું શાહી દરવાજે લટકાવ્યું. (૪) લખનૌના વાજિદઅલી શાહ ખૂબ જ નશાખોર ! કોઇ જોષીએ
તેને ભરમાવ્યો : આપના જનાનખાનામાં એક બેગમ અશુભ પગલાવાળી છે. તેને હટાવો. નહિ તો આપની દશા સુધરવાની નથી. પીધેલી દશામાં જ નવાબે હુકમ છોડ્યો : બધી બેગમોને ઝેર પીવડાવી દફનાવી દો ! અને એકી સાથે સવાસો બેગમોની કબર ખોદાઈ ગઈ. જયપુર (ગુલાબબાગ)ના ચિડીયાઘરમાં દારૂના નશામાં ઝૂમતા એક દારૂડીયાએ સિંહના પાંજરામાં હાથ નાખ્યો અને સિંહ
તેને ખાઈ ગયો. જયાં એ બીજો હાથ નાખવા માંડ્યો, ત્યાંજ
ચોકીદારે તેને અટકાવ્યો. (૬) મધ્યસત્ર ચૂંટણીના પ્રચાર માટે કેટલાક માણસો એક ગામમાં
ગયા. દારૂ પીને તેઓ એવા ગાંડા થયા કે જે પક્ષનો પ્રચાર કરવાનો હતો તેની જ નિંદા કરવા લાગ્યા.
છેલ્લી બંને ઘટનાઓ ઇ.સ. ૧૯૬૯માં ઘટેલી છે. ‘નવભારત' નામક હિંદી દૈનિકમાં ક્રમશઃ ૧૫મી અને ૧૬મી જાન્યુઆરીએ તે પ્રગટ થયેલી.
મદ્રાસ સરકારને એક વખત સ્ત્રીઓએ પ્રાર્થના કરેલી : ‘કાયદો બનાવીને અમારા પતિઓને દારૂથી છોડાવો. બાળકો ભૂખે મરે છે !' આ પ્રાર્થના તો ૩૦-૪૦ વર્ષ જૂની છે. હમણાં આંધ્રપ્રદેશની મહિલાઓએ પણ એન. ટી. રામારાવને આવી જ વિનંતી કરેલી. એ સ્વીકારીને રામારાવે આંધ્રમાં દારૂબંધી કરેલી. હમણા (વિ.સં. ૨૦૫૪) જો કે ચંદ્રબાબુએ દારૂબંધી ઉઠાવી લીધી છે. દારૂની આવક સરકાર માટે બહુ જ લલચામણી વસ્તુ છે. ગુજરાતમાં પણ દારૂબંધી હટાવવા ઘણા લોકો (સ્વામી સચ્ચિદાનંદજી જેવા) સરકારને સલાહ આપી રહ્યા છે. આવા લોકોની મુખ્ય દલીલ એક જ હોય છે : પીનારા તો ગમે તે રીતે પી જ લેવાના છે. તો સરકારે આવક શા માટે ગુમાવવી ? આવા લોકોએ જયાં દારૂબંધી નથી હોતી તે રાજયોની ઊંડી મુલાકાત લેવી જોઇએ. જેટલી સરળતાથી દસ વર્ષનું નાનું બાળક પણ ૨૫-૩૦ રૂ.ની દારૂની બાટલી લાવી પી શકે છે, તેટલી સરળતાથી ગુજરાતમાં થઇ શકતું નથી. કમ સે કમ જાહેરમાં પી શકાતું નથી. ચોરીછૂપીથી કરવામાં આવે અને જાહેરમાં કરવામાં આવે... તેમાં ઘણો ફરક છે. એ ફરક બીજા રાજયોમાં ફર્યા સિવાય ખ્યાલમાં ન આવે.
ઉપદેશધારા + ૬૦
ઉપદેશધારા + ૬૧