________________
પશુઓ પાસે અંતઃકરણની વિશિષ્ટ શક્તિ હોય છે. આથી જ તેઓ ઝેરી પદાર્થોથી મોટેભાગે દૂર રહે છે. ધ્રાણશક્તિ દ્વારા એમને ખ્યાલ આવી જાય છે કે આ પદાર્થ મારા કામનું નથી. બકરી અને ઊંટ માટે એમ કહેવાય છે કે “ઊંટ મેલે આકડો, બકરી મેલે કાંકરો’ આકડાને છોડીને ઊંટ બધું જ ખાય, કાંકરાને છોડીને બકરી બધું જ ખાય. આમ છતાંય તેઓ તમાકુના છોડ ન ખાય. એમનું અંતઃકરણ એમને તમાકુ ખાતા રોકે છે.
પશુઓનું અંતઃકરણ ખરેખર સાચું છે. તમાકુમાં અનેક પ્રકારના ઝેર રહેલા છે તે તો પૂરવાર થઇ ગયેલી હકીકત છે.
ભારત સરકાર દ્વારા સત્તાવાર પ્રકાશિત પત્રિકામાં આવેલો નીચેનો ઉલ્લેખ વાંચવા જેવો છે : તમાકુમાં અનેક પ્રકારના ઝેર છે અને તેના અનેક પ્રકારના કુપ્રભાવો પણ છે, તે નીચેનું વાંચવાથી સમજાશે. (૧) નિકોટીન વિષ : આનાથી કેન્સર થાય છે. (૨) કાર્બન મોનોકસાઇડ વિષ : હાર્ટની બીમારી, દમ-શ્વાસના
રોગો, આંખોની નજર ઘટવી વગેરેનું કારણ છે. (૩) માર્શ ગેસ વિષ : શક્તિ નષ્ટ થઈને નપુંસકતા આવે છે. (૪) અમોનિયા વિષ : પાચનશક્તિ અને લીવર બગડે છે. (૫) કોલીડીન વિષ : માથું ચક્કર-ચક્કર ફરે છે, નસ કમજોર થાય છે. (૬) પીરિડીન વિષ : દાંત બગડે છે અને પેટમાં કબજીયાત થાય છે. (૭) કાર્બોલિક એસિડ વિષ : અનિદ્રા, સ્મરણશક્તિનો વિનાશ
અને સ્વભાવ ચીડિયો થાય છે. (૮) પરફેરોલ વિષ : દાંત પીળા, મેલા અને નબળા થાય છે. (૯-૧૦) એકાલિન અને સાયલોજન વિષ : લોહી ખરાબ થાય છે. (૧૦-૧૧) કુરકુરલ વિષ અને પ્રસિક એસિડ વિષ : થાક, જડતા
અને ઉદાસીનતા પેદા થાય છે.
તમાકુમાં આવતા બીજા અનેક ઝેરોથી ખાંસી, ટી.બી., અંદરના સોજા, લકવા તથા લોહીનું પાણી વગેરે અનેક રોગો થાય છે.
આ ઉલ્લેખ તા. ૧૧-૦૨-૧૯૬૫ ભારત સરકાર દ્વારા પ્રકાશિત પત્રિકામાં થયેલો છે. હજુ આપણે જોઇએ : આ ઝેર કેટલા ખતરનાક હોય છે ?
એક વૈજ્ઞાનિક ત્યાં સુધી કહે છે કે એક રતલ શુદ્ધ તમાકુમાં ‘નિકોટીન” નામનું ઝેર એટલા પ્રમાણમાં રહેલું હોય છે કે માત્ર ત્રણ મિનિટમાં ૨૫00 કૂતરાઓને મારી નાખવામાં સમર્થ છે. બીજું ઝેર ‘કોલોડાઇન’ છે, જેના એક ટીપાનો વીસમો ભાગ, ઇલેક્ટ્રીક લાગે તેવો ધક્કો પેદા કરીને દેડકાને મારી નાખે છે. બીજું ઝેર ‘ફરફરોલ’ પણ બહુ જ નુકશાન કરે છે.
અમેરિકામાં તમાકુના લાખો મણ રસથી પાકને બગાડતા કીડા મરી જાય છે. હાટનાટાટમાં રહેનારા માણસો તમાકુના તેલથી સાપોને મારે છે. તેલના એક ટીપાથી કાળો નાગ મરી જાય છે. શિકાગોના શરીરશાસ્ત્રીના મત પ્રમાણે તમાકુમાં જે નિકોટીન ઝેર હોય છે, તેના એક ઔન્સનો માત્ર ચારસોમો ભાગ જો ઇજેકશન દ્વારા માણસના લોહીમાં ભેળવી દેવામાં આવે તો તે માણસ મરી જશે. આનો ૧/૩ ભાગ ઝેર દરેક સિગારેટમાં હોય છે. અમેરિકાના ડૉ. ઐસે કહ્યું છે : ‘માત્ર એક સિગારેટથી ૧૮ મિનિટ આયુષ્ય ઓછું થાય છે.' માણસ રોજની ૧૦ સિગારેટ પીતો હોય તો મહિને કેટલી મિનિટ ? વરસે કેટલી મિનિટ ? ૨૦ વરસે કેટલી મિનિટ ? હિસાબ કરી લેજો . માણસ સિગારેટમાં માત્ર આયુષ્ય વેડફતો જ નથી, ઓછું પણ કરે છે. સમજાતું નથી માણસને જિંદગી વહાલી હશે કે સિગારેટ ? આ તો માત્ર સિગારેટની જ વાત થઈ. ચીરૂટ વગેરેનો નંબર તો એનાથી પણ આગળ છે.
ઉપદેશધારા * ૭૮
ઉપદેશધારા * ૭૯