________________
શિકાગોમાં એક શરીરશાસ્ત્રી લખે છે : સિગારેટ પીનારના હૃદયને ૨૪ કલાકમાં ૩ હજાર વાર વધારે ધડકવું પડે છે. કારણ, નિકોટીનથી હૃદયની ગતિ વધી જાય છે. એવું નથી કે સિગારેટ પીનારો માત્ર પોતાને જ નુકશાન કરે છે તે હવામાં પ્રદૂષણ ફેલાવીને બીજાના સ્વાથ્ય માટે પણ ખતરો ઉભો કરે છે.
બે બ્રિટીશ ડૉકટરોએ કહ્યું છે કે જો કોઇ ઓરડામાં હવાના આવન-જાવનની વ્યવસ્થા બરાબર ન હોય અને તેમાં ધૂમ્રપાન નહિ કરનાર, ધૂમ્રપાન કરનાર બીજા કોઇ માણસની પાસે બેઠો રહે તો તેના શરીરમાં સિગારેટનો ધૂમાડો જશે અને આ રીતે સિગારેટ નહિ પીનાર વ્યક્તિના શરીરમાં પણ કાર્બન મોનોકસાઇડ ગેસ પહોંચી જશે. આ કાર્બન મોનોકસાઇડ ગેસ, ધૂમ્રપાન નહિ કરનાર વ્યક્તિના લોહીના હિમોગ્લોબીનમાં મળીને કારબોક્સી હિમોગ્લોબીન બનાવશે જે સ્વાથ્ય માટે હાનિકારક થશે.'
| ડૉકટરોએ એક ઓરડામાં ૮૦ સિગારેટ અને બે સિગાર સળગાવીને તથા તેમાં ૧૨ વ્યક્તિઓને ૭૮ મિનિટ સુધી રાખીને પરીક્ષણ કર્યું. આથી આ વ્યક્તિઓના શરીરમાં ઝેરી કારબોક્ષી હિમોગ્લોબીનની માત્રા વધી ગયેલી જોવા મળી.
- હિન્દુસ્તાન દૈનિક પેપર, તા. ૨૫-૦૩-૧૯૭૩) ધૂમ્રપાનથી કાન પર પણ અસર થાય છે. બહેરાશ વધતી જાય છે. ફિલાડેલ્ફિયાના ડૉ. વિલિયમ ગેસના મતે ખૂબ જ સિગારેટ પીનારા લોકોમાં ઘણા લોકો ધીમા અવાજને સાંભળી શકતા નથી. આ નિષ્કર્ષ વ્યાપારિક ક્ષેત્રમાં કામ કરનાર ૯૭ વ્યક્તિઓ (જેમાં ૭૭ સિગારેટ પીનારા હતા, ૨૦ નહિ પીનારા હતા)ના સ્વાચ્યપરીક્ષણ દ્વારા કાઢેવામાં આવ્યો છે.
ડૉ. વેસના કહેવા પ્રમાણે તમાકુના ધૂમાડાથી શ્વસનતંત્રને જે નુકશાન પહોંચે છે, તેના કારણે સંભળાતું નથી. હિન્દુસ્તાન નામના
દૈનિક સમાચાર પત્રમાં આવેલી નીચેની વિગત ચોંકાવનારી છે. રોજની દસ સિગારેટ વીસ વર્ષ સુધી પીવાથી શ્વાસનળીઓમાં કેન્સર થઇ શકે છે.
એક જર્મન વિશેષજ્ઞના કહેવા પ્રમાણે ૭૦,000 સિગારેટ પીધા પછી કેન્સરના લક્ષણો દેખાવા લાગે છે. ભલે તમે એ આંકડો રોજની દસ પીને વીસ વર્ષમાં પૂરો કરો કે રોજની વીસ પીને દસ વર્ષમાં પૂરો કરો.
- હિન્દુસ્તાન (તા. ૧૨-૦૩-૧૯૭૦) પ્રશ્ન થશે : જો તમાકુથી આટલા બધા નુકશાન થતા હોય તો કેટલાય પીનારાઓ નિરોગી રહીને જીવતા શી રીતે હશે ?
આપણા શરીરમાં જબરદસ્ત અનુકૂલન શક્તિ છે. આ શરીરને થોડીથોડી માત્રામાં રોજ ઝેર આપવામાં આવે તો એ ઝેર પણ પચાવી શકે છે. આ માટે ઇતિહાસમાં ચંદ્રગુપ્તનો દાખલો જાણીતો છે. કોઇ ઝેર આપીને મારી ન નાખે માટે ભેજાબાજ ચાણક્ય તેને રોજ થોડું-થોડું ઝેર આપીને ‘વિષ-પ્રૂફ' બનાવી નાખ્યો હતો. આજે માણસો પણ ‘તમાકુકૂફ' બનવા માંડ્યાં છે. ગમે તેટલું સ્મોકિંગ કરે, પણ એમને નશો જ ન ચડે ! આવા માણસો વધુ નશો પ્રાપ્ત કરવા ક્રમશઃ કોકેન, મોર્ફીન, હશિશ, બ્રાઉન સુગર, હેરોઇન ઇત્યાદિની લતે ચડે છે, જે વધુ ને વધુ નશાકારક પદાર્થો છે.
આખરે આ બધુ જ નુકશાનકારક છે. એવું પણ બને કે આપણે કરેલી ભૂલની સજા આપણી ભાવી પેઢી ભોગવે ! અમેરિકા જેવા રાષ્ટ્રો હમણા-હમણા ધૂમ્રપાન વિરુદ્ધ જોરદાર આંદોલનો ચલાવે છે. દૈનિક પેપરો, ડૉકટરો અને કંપનીઓ આ આંદોલનોને જોરદાર ટેકો આપ્યો છે.
ન્યુજર્સીમાં એક કંપની છે : લીઓન લોનસ્ટને. આ કંપની દર અઠવાડિયે બે ડૉલરનું ઇનામ પોતાના કામદારને આપે છે. પણ
ઉપદેશધારા * ૮૦
ઉપદેશધારા * ૮૧