________________
શરત એટલી કે એ કામદાર કોઇ પણ પ્રકારનું ધૂમ્રપાન કરતો હોવો ન જોઇએ. (આપણે ત્યાં જેમ તપસ્વીનું સન્માન થાય છે તેમ જ) તેનો માલિક માને છે કે ધૂમ્રપાન કરનાર કરતાં નહિ કરનાર વધુ કાર્યશીલ હોય છે. જ્યારે ધૂમ્રપાન કરનારાઓ કાર્યશીલ તો નથી હોતા, પણ પીવામાં અને લાવવામાં સમય પણ ઘણો બગાડે છે. (આપણે ત્યાં પણ જે કોઇપણ પ્રકારનો નશો ન કરતો હોય તેવા ભાગ્યશાળીઓનું સન્માન થવું જોઇએ એવું નથી લાગતું ? જો ભાવી પેઢીને બચાવવી હશે તો આવું કંઇક કરવું જ પડશે.)
પોતાના કર્મચારીઓમાં ધૂમ્રપાન આદિ નશાખોરી અટકાવવા માટે કેમ્પબેલ સૂપ ઇન્ડસ્ટ્રી, ગ્રુમન કોર્પોરેશન, બોઇંગ કંપની, ગુડ ઇયર, તાપર, બર્લિંગ્ટન ઇન્ડસ્ટ્રીઝ વગેરે કંપનીઓ સક્રિય બની છે.
આવા આંદોલનોથી અમેરિકામાં ધૂમ્રપાનમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. ફેડર સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે ઇ.સ. ૧૯૬૪માં કુલ વસ્તીના ૪૨ ટકા યુવાનો સિગારેટના વ્યસની હતા. અત્યારે ૩ ટકા રહ્યા છે.
જ્યારે આપણે ત્યાં ઉલ્ટી ગંગા વહે છે. જ્યારથી સરકારે સિગારેટ આદિ પર ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવું લખવું ફરજિયાત બનાવ્યું છે ત્યારથી સિગારેટ પીનારા ઉલ્ટા વધ્યા છે !
મનને નિષિદ્ધનું આકર્ષણ વધુ હોય છે. જેની ના પાડવામાં આવે ત્યાં જ મન વધુ દોડે ! તમે ઘણીવાર જોયું હશે : ‘અહીં કોઇએ કચરો નાખવો નહિ' એવું પાટીયું જ્યાં લટકી રહ્યું છે, ત્યાં જ કચરાનો ઢગલો પડ્યો છે !
મનના આવા સ્વભાવને બરાબર સમજી નિષિદ્ધનું પણ આકર્ષણ ન થાય એ રીતે મનને ધૂમ્રપાનથી અટકાવી દેવું જોઇએ અને એ કામ માત્ર તમે જ કરી શકો, માત્ર તમે તમે અને તમે
ઉપદેશધારા * ૮૨
જ. અમારા જેવા લાખો ઉપદેશકો પણ કંઇ કરી શકે નહિ, જો તમે સ્વયં તે છોડવાની ઇચ્છા ન કરો. તમે જો છોડવા ઇચ્છો તો કરોડો માણસો પણ તમને રોકી શકે નહિ.
-: પ્રેરણા બિંદુ ઃ
અમદાવાદની એક સ્કૂલમાં આઠેક વર્ષના બાળકોને શિક્ષક માનવશરીરની સંરચના સમજાવી રહ્યા હતા. માનવ-ચિત્ર તરફ ફૂટપટ્ટી રાખીને કહી રહ્યા હતા : જુઓ આ હોજરી છે, જ્યાં આપણું ખાધેલું પચે છે. આ હૃદય છે જે સતત ધબકતું રહે છે ને લોહી ચોખ્ખું કરતું રહે છે. આ ફેફસાં છે, જયાં આપણો શ્વાસ જાય છે. બીડી
સિગારેટ વગેરે પીવાથી આપણા ફેફસાં બગડી જાય છે. તમારામાંથી કોઇ બીડી નથી પીતું ને ? નાનપણથી જ સંકલ્પ કરજો : અમે કદી ધૂમ્રપાન નહિ કરીએ. બોલો, તમારામાંથી કોઇ બીડી પીએ છે ? એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરીને કહ્યું : સર ! હું બીડી નથી પીતો, ફક્ત દારૂ પીઉં છું !
આઠ વર્ષના ટેણીયાનો આ જવાબ સાંભળી શિક્ષક સ્તબ્ધ થઇ ગયો. પણ પછી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે દારૂ પીનારો આ વિદ્યાર્થી એકલો નથી. બીજા પણ દસ છે. એ બધાને એમના જ પપ્પા રાત્રે સૂતા પહેલા દારૂનો ઘૂંટડો પીવડાવે છે !
આવા છોકરાઓ આગળ આવીને છાતી કાઢીને બોલતા રહે છે ઃ मेरा भारत महान !
છ ક દૃષ્ટિ
ઉપદેશધારા * ૮૩