________________
‘અવ્યક્ત’ નિહ્નવ
શ્વેતામ્બિકા નગરી... મહાન જૈનાચાર્ય શ્રી અષાઢાભૂતિ... પોતાના શિષ્યોને એ મહાન આચાર્યદેવ અગાઢ (જેને અધૂરી ન મૂકી શકાય તેવી) યોગોદહનની ક્રિયા કરાવી રહ્યા હતા.
ક્રિયા ચાલુ હતી અને આચાર્યદેવ રાત્રિના સમયે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. ઉત્પન્ન થતાંની સાથે જ અધિજ્ઞાનના ઉપયોગથી જોયું તો શિષ્યો ગાઢ ઊંઘમાં છે. પોતાનું મૃતક એમને એમ પડેલું છે. આથી દેવને ચિંતા થઇ કે– મારા શિષ્યોના યોગોદ્દહન અગાઢ છે. કોઇ કરાવનાર નથી. માટે મારે જ કંઇક કરવું જોઇએ. આમ વિચારી દેવાત્માએ તે આચાર્યના ક્લેવરમાં પ્રવેશ કર્યો.
સવાર થઇ. ક્રિયા કરાવી. શિષ્યોને બિચારાને ખ્યાલ નથી કે આચાર્ય તો કાળધર્મ પામ્યા છે ને આ આચાર્યમાં એ જ આચાર્યનો જીવ છે, છતાં ‘આચાર્ય' નથી. ક્રિયા પૂરી થઇ ગયા પછી દેવાત્માએ વાત કરી અને અપરાધ ખમાવી દેવલોક ચાલ્યો ગયો.
દેવાત્મા તો ગયો પણ શિષ્યોના હૃદયમાં સંશયના બી વાવતો ગયો. શિષ્યોએ વિચાર્યું : ઓહ ! ગજબ થઇ ગયો . આપણે આચાર્ય ભગવંતને આચાર્ય સમજીને આટલો સમય વંદન કર્યું, પણ ખરેખર બજે મધુર બંસરી * ૩૨૨
તો એ અવિરતિ દેવાત્મા હતો. માટે હવે આજથી કોઇને વંદન જ કરવું નહિ. શું ખબર પડે કે... કોઇ સાધુ છે કે નહિ ? સંભવ છે કે સાધુ કાળધર્મ પામી ગયા હોય પછી દેવે પ્રવેશ કરેલો હોય... આમ થતાં અવિરતિધારીને વંદન કરવાનું પાપ લાગી જશે. આથી તો એ જ સારું છે કે કોઇને વંદન જ કરવું નહિ. આમ બધાએ વંદન કરવાનું છોડી દીધું.
બીજા વડીલ સાધુઓએ ઘણું ઘણું સમજાવ્યું કે– મહાત્માઓ ! આમ વંદન કરવાનું છોડી ન દેવાય. માથામાં જૂ પડે તો માથું કાપીને ઓછું ફેંકી દેવાય ? કપડાં ફાટી જતા હોય કે મેલા થઇ જતાં હોય એટલા માત્રથી કપડા પહેરવાનું ઓછું જ છોડી દેવાય છે ? અવિરતધારીને વંદન કરવાનું છોડવા જતાં તમે લોકોએ તો વિરતિધારીને વંદન કરવાનું પણ છોડ્યું... આ ઠીક ન કહેવાય. જેઓ તમને એમ કહે કે ‘અમે સાધુ છીએ’ તેમને તો તમારે અવશ્ય વંદન કરવા જોઇએ.
તરત જ પ્રત્યુત્તર આપતાં અષાઢાભૂતિના શિષ્યોએ કહ્યું : એમ તો જે અસાધુ હશે તે પણ પોતાને સાધુ જ કહેશે. તો શું એમને પણ વંદન કરવા છે ?
આપણી બુદ્ધિ શુદ્ધ હોય તો એમને વંદન કરવામાં પણ આપણને કોઇ જ પાપ ન લાગે. વડીલ મુનિઓએ કહ્યું.
આમ ઘણી-ઘણી રીતે સમજાવવા છતાં પણ પેલા તો ન માન્યા તે ન જ માન્યા.
આથી સકળ શ્રીસંઘે એમને સંઘ-બહાર મૂક્યા એ નિહ્નવ તરીકે જાહેર કર્યા. તેઓ ‘અવ્યક્ત' તરીકે ઓળખાવા લાગ્યા. કારણ કે એમનું પ્રતિપાદન અવ્યક્ત-અસ્પષ્ટ (સાધુ છે કે અસા?એવું) હતું.
બન્ને મધુર બંસરી * ૩૨૩